પ્રસ્થાવના
આજના હરિફાઈના સમય માં એવી ફરિયાદો રહે છે. કે, અમે મહેનત તો ઘણી કરીએ છીએ પણ સફળ થતા નથી તો આનો અર્થ એવો થાય કે, કાતો મહેનત ખોટી દિશામાં થાય છે અથવાતો યોગ્ય માર્ગદર્શન નથી મળતું અને જો માર્ગદર્શન મળે તો આપણે કોઈને કોઈ જગ્યાએ એ માર્ગદર્શન ને અનુસરવામાં કચાસ કરીએ છીએ. એવુંતો શું કરવું કે, ટાચા સાધનો થી શીખીને આગળ વધી શકાય. અને આમપણ આજના સમય માં ગમેતે માહિતી મેળવવી પહેલા કરતા ખુબજ આસાન છે. જે સીખવું હોય તે ઇન્ટરનેટ નાં માધ્યમ થી સીખી શકાય છે. પણ બધાજ ક્ષેત્ર માં આગળ વધવા માટે ખાસ અમુક બાબતો ની જરૂર પડે છે. જે કઈ રીતે વિકસાવી અને આગળ વધવું એની તૈયારી કરવાની છે. તો ઘણા લોકો એવી દલીલ પણ કરે છે કે અમે લોકોએ આ બધું કરવા મોટીવેશનનો કોર્ષ કર્યો. અમે અમુક ખાસ બુક વાંચી અને આ બધું કરવા પછી પણ થોડા દિવસો સુધી અમને લાગે છે કે અમે જે કરવા માટે કે જે જગ્યાએ સફળ થવા આ કોર્ષ કર્યા તે થશે પણ થોડા સમય પછી બધું હતું એમને એમજ કોઈ ફર્ક નહીં. હવે તમે એવું કહેશો કે કોઈ કોર્ષ કરવાથી કે સારી બુક વાંચવાથી કોઈ ફરક પડતો નથી. તો એ ખોટું છે કેમકે તમે જે જોવો છો સાંભળો છો અને વાંચો છો એનો ફર્ક તો તમારામાં પડવાનોજ પણ એ વાત પર મદાર રાખે છે કે, તમે જે વાંચ્યું જે સાંભળ્યું એનું અર્થઘટન સુ કરીએ છીએ એના પર આધાર રાખે છે. એનો અર્થ એ નથી કે સારા વકતા ને નો સાંભળવા અને સારા પુસ્તકો ન વાંચવા, કહેવાનો અર્થ એવો છે કે વકતા અથવા લેખક તમને શું સમજાવાની મહેનત કરે છે તમને શું સમજાવા માગે છે એ વાત ને પકડવી અને પછી એ વિષય પર વધારે જેટલું મળીશકે એટલું વાંચવું અને સાંભળવું અને એ બધી સારી બાબતો ને જીવનમાં ઉતારવાની મહેનત કરવી. કોઈ વ્યક્તિ એક રાતમાં સફળ નથી થતો એ વાસ્તવિકતા છે. સફળ થવા ઘણા મહિના કે કોઈવાર વર્ષો પણ લાગી જાય છે. જરૂર એ વસ્તુ ની છે જે તમને સફળ બનાવી શકે. અને આપણે જીવન માં સફળ કેમ બનવું એની વિષેજ આગળ વાત કરવાના છીએ કેવી કેવી નાની નાની બાબતો ને ધ્યાન માં રાખી આપડે સફળતા તરફ આગળ વધી શકીએ કેવી નાની નાની બાબતો માં ફેરફાર કરી તમે સફળ થઈ શકો એ બધી બાબતો વિષે ચર્ચા કરવાના છીએ. બસ જરૂર છે દ્રઢ નિશ્ચય અને આગળ વધવાની કાંઈ બીજાથી અલગ કરી શાફળ થવાની જનખાનાની. આપડે એવા ઘણા લોકોને જોયા છે કે એ લોકો નાનપણ માં સ્કૂલ માં આપડી સાથે ભણતા હોય અને ભણવામાં કાંઈ ખાસ નાં હોય તો પણ સમય જતાં એ વ્યક્તિ ખૂબ સફળ બને અને બધા એમ કહે કે આ વ્યક્તિ કઈ રીતે સફળ થયો? પણ વાસ્તવિકતા એવી હોય છે કે એ સ્કૂલ માં ભણતા નાના બાળકે સફળ થવા મહેનત કરી હોય જાણે અજાણે એણે પોતામાં રહેલી ખામીઓ ગોતી લીધી હોય અને એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કર્યો હોય. જેના પરિણામે એ નાનો એવો બાળક આજે સફળ થયો હોય. તો ચાલો આપણે પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે, એ લોકોની જેમ આપડે પણ સફળ કઈરીતે થઇ શક્ય અને આપણા જીવન ની કયા કલ્પ કેવીરીતે કરી શકીએ.