આગળના ભાગમાં તમે જોયું કે રુશી પાસે અદિતિની ડાયરી હોઈ છે. આરવને ડાયરી જોતા જ અદિતિ સાથે ગાળેલો સમય યાદ આવી જાય છે અને રુશીને રીક્વેસ્ટ કરે છે કે તે ડાયરી પોલીસને સોપે એના કરતા એને આપે જેથી આ ડાયરી અદિતિની આખરી નિશાની રૂપે તે પોતાની પાસે રાખી શકે.
આરવ આશાભરી નજરે રુશીને વિનંતી કરી રહ્યો હતો ડાયરી આપવા માટે. રુશીને પણ એમ થતું હતું કે તે આ ડાયરી આરવને આપે પણ ક્યાંક તેને લાગતું હતું કે શાયદ આ ડાયરીમાં કોઈ ઠોસ પુરાવો પોલીસને મળી જાય કે જેથી અદિતિના હત્યારાને પકડી શકાય એટલે એને આરવને કહ્યું, ‘આરવ, મને તને ડાયરી આપવામાં શું વાંધો હોય? પણ તું સમજ, આ ડાયરીમાં અદિતિ બધું લખતી હતી. જો એવું કશું મળ્યું કે જેથી અદિતિની આત્મહત્યાનું સબુત મળી જાય તો પોલીસને આ કેસ સોલ્વ કરવામાં આસાની થશે. એટલે મારું માન આ ડાયરી આપડે પોલીસને સોંપીએ.
આરવ (હતાશ થઈને)- ‘યાર રુશી, તું સમજને. મારી માટે આ રુશીની એક યાદગીરી રહેશે. જો તું એકવાર પોલીસને આપી દઈસ તો એ ફરી ક્યારેય મને નઈ મળી શકે અને હું તને પ્રોમિસ કરું છું ને કે જો મને આમાં કઈ પણ અજુગતું લાગ્યું તો હું સામેથી જ પોલીસને સોંપી દઈસ બસ? પ્લીઝ મને આપને યાર અત્યારે.’
રુશી- ‘સારું લે આ ડાયરી. પણ પ્લીઝ તું આ ડાયરીને પોલીસને સોંપી દેજે કેમકે અત્યારે જરૂરી અદિતિના હત્યારાને પકડવાનું છે.’
એમ કહી રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. આરવ ડાયરી પોતાની બેગમાં મુકે છે અને પોલીસ સ્ટેશનની બહાર નીકળી જાય છે. આ તરફ કોન્સ્ટેબલ રુશીને એસપી ઝાલાની કેબીનમાં આવવા કહે છે.
રુશી એસપી ઝાલાની કેબીન પાસે જઈને,’મેં આઈ કમ ઈન સર.’
એસપી ઝાલા કોમ્પ્યુટરમાં કાઈક જોઈ રહ્યા હતા. એમને રુશી તરફ નજર કર્યા વગર અંદર આવવા માટે અનુમતિ આપી અને સામેની ચેર પર બેસવા કહ્યું.
રુશી-‘થેંક યુ સર.’
એસપી ઝાલા-‘રુશી, તમારી ત્વરિત નિર્ણયશક્તિ ખરેખર કાબિલે તારીફ છે. તમારી મિત્રને એવી અવસ્થામાં જોઇને તમે તમારા ઈમોશનને કાબુ માં રાખી અને પોલીસને પહેલા જાણ કરી તથા અમે આવ્યા ત્યાં સુધી રૂમને બહારથી બંધ કરી અમારી રાહ જોઈ એ ખરેખર કાબિલેતારીફ છે.’
રુશી (આંખમાં પાણી સાથે)-‘સર, અદિતિ મારી બહેન જેવીજ હતી. એને આમ જોઇને મારું મગજ કશું વિચારતુજ બંધ થઇ ગયું હતું પણ એને જોઇને મારાથી ચીસ પડાય ગઈ હતી જે આજુબાજુવાળાએ સાંભળી અને તેઓ પણ રૂમ તરફ આવ્યા. હું તો ત્યાં જ સ્થિર થઈને ઉભી રહી ગઈ હતી પણ એ લોકોએજ મને બહાર બેસાડી અને રૂમ બંધ કર્યો જેથી કોઈ અંદર જઈ ના શકે.’
એસપી ઝાલા- ‘તો તમે અમને ફોન કઈ રીતે કર્યો?’
રુશી- ‘સર, એ લોકોએ મને પાણી આપ્યું અને પોલીસને ફોન કરવાનું કહ્યું. કદાચ પોલિસની માથાકુટમાં પડવા ના માંગતા હોઈ!’ રુશી પણ અદિતિની જેમ જે હોઈ એ મોઢે બોલવા જ ટેવાયેલી હતી.
એસપી ઝાલા-‘અચ્છા. હા હજુ અમે એટલા પણ સારા નથી લોકો માટે એટલે પોલીસને આવા કેસ કરવાથી પણ લોકો ડરે છે.’
રુશી-‘હા સર. એ હવે બદલવા જેવું છે કે અત્યારે દીકરીઓ આવા અત્યાચાર પણ મૂંગા મોઢે સહન કરી લે છે. સમાજની અને માતાપિતાની ઈજ્જતના બીકે આવી દીકરીઓ ક્યાં તો ચુપચાપ બધું સહન કરી લે છે ક્યાં તો આવી રીતે આત્મહત્યા કરી લે છે. આપડા ભારતમાં આ વિચારો હવે બદલવા જેવા છે તથા પોલિસની કામગીરી પણ આવા કેસમાં આવી સોચમાં બદલાવ લાવી શકે છે.’
એસપી ઝાલા-‘તારી વાત એકદમ સાચી છે. આજે જો અદિતિએ અમારી પર વિશ્વાસ રાખીને પોલીસમાં ગુનો નોંધ્યો હોત તો અત્યારની સીસ્ટમ પ્રમાણે આ ફોટો મોકલનાર જેલમાં પણ હોત અને અદિતિની ઓળખ પણ છતી ના થાત. ખેર જે પણ હોઈ એ હવે આ કેસને સોલ્વ કરીને જ રહેશું.’
રુશી-‘હા સર. અમે પણ આવી જ આશા રાખીએ છીએ કે અદિતિના હત્યારા જલ્દી પોલિસની પકડમાં હોઈ.’
એસપી ઝાલા-‘રુશી, તો તમે મને જણાવશો કે તમેં અને અદિતિ ક્યારથી સાથે છો? તમે બંને એકજ રૂમમાં રહો છો એટલે તમે અને અદિતિ બંને ખાસ ફ્રેન્ડસ હશો એવું હું માનું છું.’
રુશી (આંખ માં ઝળઝળિયાં સાથે)- ‘સર, મારી માટે રુશી મારી મિત્ર કરતા મારી બહેન હતી. અમે એકબીજાને બધું જ શેર કરતા. મને હજુ નથી સમજાતું કે આવડી મોટી વાત અદિતિએ મને કેમ ના કહી.’
એસપી ઝાલા (રુશીને પાણી આપે છે)- ‘તમને ક્યારેય એવું લાગ્યું કે કોઈ અદિતિને હેરાન કરે છે? અમને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી અદિતિ અને આરવ એકબીજાને પ્રેમ કરતા હતા. અદિતિના મૃત્યુના દિવસેજ આરવે અદિતિને તેના પ્રેમનો ઈઝહાર કર્યો હતો. છતાં પણ એવું કોઈ છે જે અદિતિને પ્રેમ કરતુ હોઈ અને અદિતિએ એને ના પાડી હોઈ અને તે અદિતિને મેળવવાના હેતુ થી કે અદિતિએ ના પાડી એના ગુસ્સામાં આવી અને આવું કશું કર્યું હોઈ?’
રુશી-‘બની શકે સર. અદિતિ દેખાવડી પણ હતી અને ભણવામાં હોશિયાર પણ. કઈ કેટલાય છોકરાઓ અદિતિની પાછળ ગાંડા હશે પણ અદિતિએ ક્યારેય એ લોકો સામે જોયું નહોતું. કોઈ એના પ્રેમનો ઈઝહાર કરે તો પણ અદિતિ પ્રેમથી ના પાડી દેતી કે જેથી કોઈને ખોટું ના લાગે.’
એસપી ઝાલા રુશીને થોડી પૂછપરછ કરી અને જવાનું કહે છે. રુશી પણ બને તેટલી માહિતી એસપી ઝાલાને આપી અને જાય છે.
રુશીના ગયા બાદ પોલીસ કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલા ને કહે છે.
અર્જુન- ‘સર તમે એને એ દિવસના સીસીટીવી ફૂટેજમાં જે જોવા મળ્યું એ વિષે કેમ પૂછ્યું નહિ? મને તો સો ટકા ખાતરી છે કે રુશી આ કેસમાં ક્યાંક સંડોવાયેલી હશે જ. તમે એને એમનમ કેમ જવા દીધી?
***
શું હશે એ સીસીટીવી કેમેરામાં? રુશી કેમ શકના દાયરામાં છે? એસપી ઝાલાએ સીસીટીવી ફૂટેજની વાત રુશીને કેમ ના કરી? જાણવા માટે આગળનો ભાગ જુઓ.