હેલો મિત્રો!
કેમ છો તમે બધા?
હું લાંબા સમયથી વાર્તાઓ લખી રહી છું અને આ લેખનયાત્રા માટે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહી છું. મારો લેખન માત્ર મારી લાગણીઓનું પ્રતિબિંબ છે, પણ તમને તે કેવું લાગ્યું તે જાણવું મારા માટે ખૂબ મહત્વનું છે.
પ્રેમ એટલે શું?
શિયાળાની ઠંડી બપોર છે. તાપમાન લગભગ 18°C છે, અને આ વાતાવરણ સાથે મન વિચારોમાં ડૂબી ગયું છે. Whatsapp પર મેં કોઈનું સ્ટેટસ જોયું, જેમાં લખેલું હતું:"પ્રેમ એટલે શું?"
જવાબમાં લખ્યું હતું: "પ્રેમ એ છે કે જ્યારે તમે આ શબ્દ સાંભળો, ત્યારે જે વ્યક્તિનો ચહેરો તમારી આંખો સામે તરત જ આવી જાય."
આ વાંચીને હું વિચારવામાં પડી ગઈ. ખરેખર, શું પ્રેમ માત્ર એક પ્રેમી કે પ્રેમિકા માટે જ હોઈ શકે છે? જો આ સત્ય હોય, તો આપણે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર, અથવા તો આપણા પોતાનું મહત્વ કેમ ભૂલી જઈએ છીએ?
પ્રેમની વ્યાખ્યા:
પ્રેમનો અર્થ દરેક માટે જુદો હોઈ શકે છે. કદાચ ઘણા લોકો માટે તે પ્રેમી કે પ્રેમિકાના સંબંધમાં જ છુપાયેલો લાગે, પણ મારી માન્યતા છે કે પ્રેમનું અર્થક્ષેત્ર બહુ વિશાળ છે. પ્રેમ તમારા જીવનને ઉજાસે ભરવાનું શક્તિશાળી સાધન છે.
પ્રેમ એ માત્ર કોઈ ખાસ સંબંધ માટે નથી. માતા-પિતા માટેનો આદર, ભાઈ-બહેન માટેનો બંધ, મિત્રો માટેની લાગણીઓ અને સૌથી અગત્યનું – તમારી પોતાની જાત માટેનો પ્રેમ પણ એટલો જ સાચો અને મહત્વનો છે.મારી દૃષ્ટિએ, પ્રેમ એ એક એવું પરિબળ છે જે તમને જીવંત રાખે છે. જીવનમાં દરેક સંબંધમાં પ્રેમ છે, પણ શું આપણે ક્યારેય પોતાની સાથે પ્રેમ કરીએ છીએ?
જ્યારે આપણે "વેલેન્ટાઇન ડે"નો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે મોટાભાગના લોકો તે પ્રેમી-પ્રેમિકાઓ માટેના દિવસ તરીકે ગણવે છે. પરંતુ હું માનું છું કે આ દિવસ દરેક એવા વ્યક્તિ માટે છે, જે તમારા જીવનમાં પ્રેમ અને ખુશીઓ લાવે છે.આમા તમારા માતા-પિતા હોય શકે છે, જે તમારી દરેક જરૂરિયાત પૂરી કરે છે. તમારા મિત્રો હોય શકે છે, જેમના કારણે તમે હસવા માટે કારણ શોધો છો. અને હા, તમારું પોતાનું અસ્તિત્વ પણ, જે દરેક ખુશીના પાયા પર છે. તમારા પોતાના માટે પ્રેમ એ સૌથી મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે તમારા અસ્તિત્વ ને પ્રેમ ના કરો, તો બીજાને શું પ્રેમ કરી શકશો?
તમારા માટેનો પ્રેમ શા માટે મહત્વનો છે?
તમે વિચારીને જુઓ: તમારા જીવનમાં એવી એકમાત્ર વ્યક્તિ કોણ છે જે તમારા સાથે 24 કલાક રહે છે?
જવાબ છે: તમે પોતે!
24 કલાક તમારા જીવનમાં તમે જ તમારા સૌથી નજીક છો. તમારા જીવનમાં સૌથી મહત્વનો સંબંધ તમારી પોતાની સાથે જ છે.જો તમે તમારું પોતાનું મૂલ્ય ઓળખી શકતા નથી, તો બીજા તમને કેમ આદર આપશે?જો તમે તમારા પર વિશ્વાસ નથી કરતા, તો દુનિયા કેમ તમારા પર વિશ્વાસ કરશે?
તમારા માટેનો પ્રેમ તમારી અંદરના આત્મવિશ્વાસ અને બળને મજબૂત બનાવે છે. તે જીવનના બધા પડકારો સામે ઊભા રહેવા માટે તમારું સર્વશ્રેષ્ઠ અંગ છે.
કદાચ તમે આ વિચારો છો કે "મારું જીવન બીજાઓ માટે છે," પણ હકીકતમાં, જો તમે તમારી જાત ને પ્રેમ નથી કરી શકતા, તો બીજા ને શું પ્રેમ કરી શકવાનાં ?
જીવનમાં તમારું શ્રેષ્ઠ આપવું એ તમારી જાતને પ્રેમ કરવાનો સૌપ્રથમ માર્ગ છે. પ્રેમ એ તમારા માટે વિશ્વાસ અને આત્મવિશ્વાસનો સ્ત્રોત છે.તમારા પર વિશ્વાસ રાખવો અને તમારી જાતને પ્રેમ કરવો એ ખૂબ જ મહત્વનું છે. તમારા માટેનો પ્રેમ એ તમારી અંદરના બળને મજબૂત બનાવે છે, જે તમને જીવનના પડકારો સામે ઊભા રહેવા માટે સક્ષમ બનાવે છે.
એક નાની વાર્તા:
એક વખત એક વેપારી રાત્રે ઘેર જઈ રહ્યો હતો. તે પોતાના ગેટ પાસે એક ભિખારીને પાતળી ચાદર ઓઢીને બેઠેલો જોયો. ઠંડી ખૂબ જ હતી.
વેપારીએ તેને પૂછ્યું:"તને ઠંડી નથી લાગતી?"
ભિખારીએ કહ્યું, "મારા માટે આ ચાદર પૂરતી છે."
વેપારીએ વચન આપ્યું: "તું રાહ જો, હું ગરમ ચાદર લાવીશ."
વેપારી ઘેર પહોંચીને પરિવાર અને અન્ય કામોમાં વ્યસ્ત થઈ ગયો અને ચાદર લાવવાનું ભૂલી ગયો. સવારે, જ્યારે તેણે યાદ કર્યું અને તે ચાદર સાથે પહોંચ્યો, ત્યાં ભિખારી ઠંડીમાં જીવ ગુમાવી ચૂક્યો હતો.
પાઠ:
1. ખોટા વચન ન આપો.
2. તમારું જીવન બીજાઓની આશા પર આધાર રાખીને ન જીવવું.
ભિખારીએ પોતાનું જીવન પોતાની મજબૂત આશાથી ટકાવ્યું હતું, પણ અન્યના વચનથી ઓતપ્રોત થઈને તેણે પોતાનું બળ ગુમાવ્યું.
અંતિમ વિચાર:
પ્રેમ એ માત્ર એક સંબંધ માટે નથી, તે તમારા પોતાના માટે છે. તમારા જીવનમાં પ્રાથમિકતા તમારું અસ્તિત્વ હોવું જોઈએ. તમારા માટેનો પ્રેમ તમારું માનસિક બળ મજબૂત કરે છે.
તમારા જીવનના તમામ સંબંધો માટે તમારું સ્વસ્થ અને ખુશ રહેવું મહત્વનું છે. પ્રેમ તો તમારામાંથી શરૂ થતો એક રંગ છે, જે તમારા જીવનમાં પ્રકાશ ફેલાવે છે. તમારા માટેનો પ્રેમ તમારું શ્રેષ્ઠ પ્રદાન છે – તમારો વિશ્વાસ, તમારું આત્મબળ, અને તમારું આત્મસન્માન.
જો તમે કોઈને પસંદ કરો છો, તો તે તમે પોતે હોવા જોઈએ. તમારા માટેનો પ્રેમ તમારી જાતને મજબૂત બનાવે છે અને જીવનમાં બધા સંબંધો માટે તમારું શ્રેષ્ઠ આપવા માટે તૈયાર કરે છે.
"પ્રેમ એ માત્ર એક લાગણી નહીં, પરંતુ જીવવા માટેની સૌથી અદભૂત શક્તિ છે. તે તમારું પોતાનું અસ્તિત્વ છે, તમારો વિશ્વાસ છે અને તમારા જીવનનું સાચું તાત્પર્ય છે. તો ચલો, પ્રેમને તેના દરેક સ્વરૂપમાં માણીએ અને આપણું જીવન વધુ સુન્દર બનાવીએ."