INTRODUCTION
મને બહુ નથી ખબર કે શું લખવાનું. હું ખાલી મારી લાગણી ને વ્યક્ત કરું છુ અહિયાં. આ મારી પહેલી ચોપડી છે જેના માટે મે બહુ રાહ જોઈ છે. ઘણા બધા મનોમંથન પછી આખિર આ બહાર આવી છે.હું આશા રાખું છુ કે તમે બધા ને મારી આ કળા ની મજા માળશો. જો તમને એવું કયી લાગે તો મને તમારા મત જણાવી શકો છો. હોઈ શકે કે મે આમાં થોડી ઘણી ભૂલો કરી હોય તો મને માફ કરી દેજો. હજી હું લેખન ની દુનિયા માં એક તાજું જન્મેલું બાળક છુ. મે જ્યારે જ્યારે આ વાર્તા ના ભાગ ને લખ્યા છે ત્યારે ત્યારે મે એક અલગ દુનિયા નો અનુભવ કર્યો છે. મે એવો પૂરો પ્રયત્ન કર્યો છે કે મે જે કલ્પના કરી છે એનો તમને પણ અનુભવ થાય.
આ વાર્તા એક ઉર્વશી નામ ની છોકરી ની છે જે એના સપના પૂરા કરવા માટે ખૂબ મહેનત કરે છે અને સાથે સાથે એને બાકી ના સંબધો ને સાંભળવાનો પ્રયતન કરે છે .. હું એના વિષે વધારે નહીં કહું ,, હું ઈચ્છુ છું કે તમે વાર્તા વાંચો ત્યારે અનુભવો.
ACKNOWLEDGEMENT
આ વાર્તા માટે મારે ઘણા બધા નો આભાર માનવાનો છે. સૌથી પહેલો આભાર મારે મારી મિત્ર હિમાક્ષી નો માનવાનો કે જેના કારણે આ બૂક નું અસ્તવિત છે. એને મે એક દિવસ સવારે ટ્રેન સ્ટેશન પર ઊભા ઊભા મારો આઇડિયા જણાવ્યો હતો અને એનો ઉત્સાહ જોઈ ને મારી હિમ્મત ને પ્રબળતા મળી હતી. જ્યારે પણ મને એની જરૂર પડી છે એ હમેંશા હાજર રહી છે.
બીજો આભાર મારે દિક્ષિતા દી નો માનવો પડે. જેમને લગભગ રોજ મારી બૂક ની અપડેટ લીધી છે. અને હમેંશા મને મોટિવેશન આપ્યું છે. એમને મને ઘણી મદદ કરી છે કે જેથી હું મારી વાર્તા નો પૂરતો સમય આપી શકુ.
ત્રીજો આભાર મારે મારા પરિવાર અને મામા નો માનવો ... મારી જોડે પરિવાર ના બધા થયી ને નવ જણા છે તો બધા નો આભાર અલગ અલગ માનવા જઈશ તો તમે લોકો કાંતડી જશો. પણ હ મારા પરિવાર ના સભ્યો અને મામા એ મારી કરોડરજ્જૂ છે કે જેના સહારે હું ઊભી છુ.
ચોથો અને બહુ મોટો આભાર મારે તમારો એટલે કે વાંચકો નો માનવો છે કે જેમને મારા પર ભરોસો રાખી ને આ ચોપડી વાંચવાનું નક્કી કર્યું.
૧.
એક નાનું પણ મધ્યમ વર્ગીય પરિવાર માટે લક્ઝુરિયસ કહેવાય એવું ઘર હતું . જેમાં બધા ના પોત પોતાના બેડ રૂમ હતા. એક નાની લાયબ્રેરી અને એક નાનું એવું ગાર્ડન....ઈન્ટીરીઅર એક થીમ ઉપર તૈયાર કરેલ હતું. એના ડ્રોઈંગ રૂમ ના સોફા ઉપર ખુશી અને પ્રથમ બન્ને જણા ટીવી જોતા હતા. માસી નો પુત્ર આર્યન એટલે કે એ ખુશી નો પિતરાઇ ભાઈ થાય એ થોડે દૂર ગેમ રમતો હતો...ખુશી ના ફોન માં મેસેજની નોટિફિકેશન આવી. એને ઉપર થી જોયું તો jvm entertainment એવું લખેલું હતું. એ જોઈ ને એને થયું કે લાવ હું ડિટેલમાં જોવું.. એને ઇમેઇલ ખોલી ને જોયો તો એમાં એક ઇન્વિટેશન લેટર હતો. એમાં લખેલું હતું કે ખુશી અને એના પરિવાર ના સભ્યોની પસંદગી થઇ છે. એમ-લેન્ડ માં બે દિવસની હોલીડે ટ્રીપ માટે અને બેન્ડ ના સભ્યો ને મળવા માટે નો તમામ ખર્ચો અને પ્રક્રિયાઓ jvm enterement તરફથી રહેશે. ખુશી એ ઇમેઇલ બાજુમાં બેસેલા એના થી નાના ભાઈ પ્રથમ ને બતાવ્યો. પ્રથમ એ કહ્યું:
આ કોઈ છેતરપિંડી કરવા માટે નો કાંડ હશે. એ લોકો આપણને શું કામ બોલાવે? આવી છેતરપિંડી ના ઇમેઇલ અને મેસેજ તો મને રોજ આવે છે.. ખુશી એ પ્રથમ ની વાત માનીને ઇમેઇલ અવગણીને ફરી ટીવી જોવા બેસી ગઈ.
થોડા દિવસ પછી એને ફોન આવ્યો. આંતરરાષ્ટ્રીય ફોન હતો. એમ-લેન્ડ નો નંબર હતો..
ખુશી ને જોઈ ને થયું કે ફોન નથી ઉપાડવો પણ પછી એને ઉપાડી લીધો.
ખુશી : હેલો
મેનેજર : Hi, I am Mr. Lee. From The JVM Entertainment Ltd. I called you because you don’t give any reply for our mail. Can you please send your detail? So we can do process ahead.
ખુશી : Which mail? (થોડું ઊંડાણમાં વિચારી ને, થોડી અચંબિત થઇ જાય છે.)
Oh.. yes but are you serious.... because I think it was fraud.
મેનેજર : No no I am calling from JVM.. If you want I give you my official id card and more thing... to trust... trust me it’s not a scam.... we just want your passport nothing else....
ખુશી: Ok. Sorry but I have to discuss with my family than after I will inform you.
મેનેજર : ok no problem takes your time. If they agree with you than you just send your passport on same mail id.
ખુશી : Ok... Thank You.
ખુશી એ ફોન મુક્યો... ઘેર આવીને એણે પ્રથમ ને વાત કરી. અને એ બન્ને જણા એ ઘરે વાત કરવાનું નક્કી કર્યું.. રાત્રે ડિનર પછી બધા બેઠા હતા.
પ્રથમ : પપ્પા એક વાત કરવાની હતી.
પપ્પા : બોલ બોલ ડરવાની શું જરૂર છે.
ખુશી : પપ્પા મને થોડા દિવસ પહેલા એક ઇમેઇલ આવ્યો હતો. જેવીએમ એન્ટરટેઇન્મેન્ટ માંથી, એ લોકો એક બહુ જ મોટું બેન્ડ છે..એના લકી ડ્રો માં મારુ નામ નિકળ્યું છે તો એ લોકો એ આપણને બધા ને ત્યાં મુલાકાત માટે બોલાવ્યા છે.
પપ્પા : પણ એ સાચું હશે કે નહિ એ કેવી રીતે ખબર પડશે?
ખુશી : અમે પણ નહોતા માનતા પણ મને એ લોકો નો આજે ફોન આવ્યો હતો એમને મને પાસપોર્ટ આપવાનું કીધું છે.
કાકા : આપી જોવો ને પાસપોર્ટ આપવામાં શું જાય છે. આપણે ક્યાં પૈસા આપવાના છે. (દિલથી ગુજરાતી લાગણી) આપી જોવો એક વાર જો સાચું હશે તો ફરી આવીશું નહીંતર આપણને ક્યાં કશું ફરક પડે છે.
પપ્પા પણ કાકા એ કહ્યું એટલે માની ગયા. અને પાસપોર્ટ આપવા માટે તૈયાર થઇ ગયા.
બધા ના પાસપોર્ટ મમ્મી લઇ ને આવી અને આર્યન ને સ્કેન કરવા માટે મોકલાવ્યો ત્યારબાદ પ્રથમે ખુશી પાસે થી માહિતી લઈ ને ડોક્યુમેન્ટ્સ જેવીએમ એન્ટરટેઇન્મેન્ટ ને મોકલાવ્યા.
થોડા દિવસ પછી ઘરે એક કુરિયર આવ્યું. મમ્મી એ કુરિયર લીધું અને માસી ને ખોલવા માટે કહ્યું, માસી એ કુરિયર ખોલ્યું પરંતુ એ અંગ્રેજી માં હતું. માસી ના મારા નાના નાની એ મારા કાકા જોડે લગ્ન કરવ્યા હતા. માટે મારી માસી એજ મારી કાકી હતી. પહેલે થી અમે એને માસી કહેતા હતા માટે હવે એને કાકી કહેવાથી થોડું અજીબ લાગે માટે અમે એને માસી જ કહેતા.
માસી : આતો અંગ્રેજી માં છે તો છોકરાઓ આવે ત્યારે ખબર પડે કે શું છે.
અડધો કલાક રહી ને ખુશી આવી તો એને માસી એ પાઉચ બતાવ્યું. ખુશી એ પાઉચ ખોલ્યું. એ કશું જ બોલી નહિ અને ખુશીથી કુદવા લાગી.
માસી : શું થયું ખુશી.
માસી વધારે અચંબિત થઇ ગઈ કારણકે ખુશી હંમેશા શિસ્તમાં હોય છે અને આજે એનું વર્તન એમની સમજની બહાર હતું. એવામાં મમ્મી પણ બાજુ વાળા આંટીને મળી ને આવી.
ખુશી શું થયું? મમ્મી એ આશ્ચર્યથી પૂછ્યું !
ખુશી : મમ્મી આપણે જે પાસપોર્ટ અને બીજા ડોકયુમેન્ટ્સ મોકલ્યા હતા એમ-લેન્ડ માટે એના વિઝા આપણને મળી ગયા છે....
મમ્મી : અરે વાહ ! તો જવાનું ક્યારે છે?
ખુશી એ ખુશીના માર્યા હજી સુધી કોઈ ડિટેઇલ જોઈ નહોતી. એણે હવે ખોલીને જોયું..
ખુશી : માસી આવતા અઠવાડિયાની ટિકિટ છે. આપણે જલ્દી તૈયારીઓ કરવી પડશે.
માસી : એમાં શું તૈયારીઓ કરવાની? ચાર દિવસ માટે તો જવાનું છે. આપણી જોડે જે કપડાં છે એ લઇ લઈશું એટલા તો હશે જ ને આપણી પાસે.
ખુશી : (થોડા ગુસ્સા ભર્યા અવાજે) માસી એ કપડાં ના ચાલે તું પરદેશ જાય છે ના કે મહેસાણા.
માસી : લે એમાં શું ખરાબી છે?
ખુશી : તું બંધ થા ને માસી. મને જ અહિયાંથી જવા દે.
એમ કહીને ખુશી ત્યાંથી નીકળી જાય છે. બધા પોત પોતાના કામે લાગી જાય છે.
રાત્રે પપ્પા અને કાકા ઘેર આવે છે ત્યારે એમ-લેન્ડ જવા વિષે વાત કરે છે.
ખુશી : શોપિંગ કરવા પણ જવું પડશે.
પપ્પા : હા ભાઈ હા, કાલે જઈશું તમારી શોપિંગ કરવા. બસ ખુશ.
ખુશી એકદમ ખુશ થઇ ગઈ બધા ડિનર કરીને થોડી વાર વાતો કરીને સુઈ ગયા.
બીજા દિવસે બધા શોપિંગ માટે જતા હતા એવામાં અચાનક માસીના ફોન માં રિંગ વાગી.....
માસી એ ફોન ઉપાડ્યો... હેલો.
ઉર્વશી : હેલો, શું કરે છે?
ખુશી : અમે શોપિંગ કરવા જઈએ છીએ.
ખુશી ણે હમેશા એની મોટી બહેન ઉર્વશી ને હેરાન કરવા માં મજા આવતી.)
ઉર્વશી : અત્યારે કેમ શોપિંગ?
ખુશી ખુશ થઈને : અલા તને નથી ખબર? હા પણ ક્યાંથી ખબર હોય કેમ કે એ પછી તારો ફોન આવ્યો પણ નથી ને.
ઉર્વશી : શું કરો છો લા બધા મારા વગર?
ખુશી : અમે ફરવા જઈએ છીએ. પણ ક્યાં એ તને નહીં કહીએ. અમે ત્યાં જઈને તને ફોટા મોકલીશું. અમારી તો ટિકિટ અને બાકી બધું થઇ પણ ગયું છે. મેં તારું મમ્મીને કીધું હતું પણ પપ્પાએ ના પાડી કે તારે હાલ સીઝન ચાલે છે એટલે તને રજા નહીં મળે.
ઉર્વશી : હા એ મારે અને પપ્પા ને વાત થઇ હતી કે મારે રજા નું સેટિંગ થશે કે નહિ પણ મને એ નહોતી ખબર કે તમે બધા ફરવા જાવ છો. કઈ નઈ મજા કરો એકદમ જલ્સાથી.
ઉર્વશી કંઈક વિચારમાં પડી જાય છે.
માસી બુમ પાડે છે. ઉર્વશી ક્યાં ખોવાઈ ગઈ?.
હું: માસી કાંઈ નઈ મારે થોડું કામ છે હું જાવ છું તમે લોકો જલ્સા કરો. મારા બદલાનું પણ ફરી લેજો.
માસી : સારું વાંધો નઈ ફરી લઈશું.
ઉર્વશી એ ફોન કાપ્યો.
ખુશી એ બહુ બધી શોપિંગ કરી એ દિવસે એને બધા બેન્ડ મેમ્બર માટે પણ ગિફ્ટ લીધી. ખુશી ને ખુબ જ ઉત્સાહિત હતી.
શનિવાર ની સવાર :
ઘર : અમદાવાદ
કાકા : આ તારી માસી ખબર નથી કેટલી વાર કરશે? એને કે જલ્દી કરે ફ્લાઇટ કાંઈ આપણી સગી નથી થતી કે આપણા માટે રાહ જોશે.
મમ્મી : હા ભાઈ એ આવે છે, થોડી વાર તો લાગે ને ઘર બંધ કરવામાં.
માસી ઉતાવળા પગે ચાલે છે. લગભગ બધા ગાડી માં બેસી ગયા હતા માસી આવી ને અંદર બેસી પછી કાકા બેસી ગયા. એરપોર્ટ શાંતિ થી પહોંચી ગયા. એમનું બધું શાંતિથી પતિ ગયું. એમને ઉર્વશી ને એરપોર્ટનો ફોટો મોકલ્યો. ઉર્વશી એ મેસેજ માં થમ્સઅપ મોકલ્યું. એ લોકો એમ-લેન્ડ પહોંચી ગયા.
૨.
એમ-લેન્ડ એરપોર્ટ એમણે વિચારેલું એના કરતા વધારે સુંદર હતું. બધા એ બેગ લીધી અને એરપોર્ટનો સુંદર નજારો નિહાળતા ગેટ તરફ ચાલી રહ્યા હતા. ત્યાં પટેલ ફેમિલીનું બોર્ડ લઇ ને મેનેજર ઉભા હતા.
ખુશી એમને જોઈને એમની પાસે ગઈ. ખુશી એ એમને ઘણી વાર વિડિયોમાં જોયા છે તો એ ઓળખતી હતી. એને પપ્પાને એ તરફ આવવા માટે ઈશારો કર્યો. બધા એ બાજુ ગયા.
મેનેજર : Hello, r u Patel Family?
ખુશી : Yes, we are.
મેનેજર : Please follow me.
એમ કહીને મેનેજર આગળ ચાલતા હતા અને બધા મેનેજરની પાછળ પાછળ જાય છે. રસ્તામાં એ લોકો શહેરના વાતાવરણ ને અનુભવ કરે છે, ઊંચી ઇમારતો. સ્વચ્છ શહેર અને ચેરી બ્લોસમ.
જેવીએમ એ કંપનીનું નામ છે. એના મલિક જેકમેન છે.
બધા જેવીએમ પહોંચે છે. ત્યાં મેનેજર બેગ નીકાળવાની ના પાડે છે. ફક્ત પર્સનલ બેગ જ લેવાનું કહે છે. બાકીની બેગ એ લોકો સીધી હોટેલ પહોંચાડી દેશે. ઘરના લોકો મેનેજરની સાથે જેવીએમ ના ગેસ્ટ હોલ માં પહોંચે છે.
ત્યાં એ લોકો થોડી વાર બેસે છે એટલામાં ૨ છોકરીઓ આવે છે અને બધાને ડાઇનિંગ એરિયામાં લઇ જાય છે સાંજના નાશ્તા માટે. ત્યાં બધી તૈયારીઓ જોઈને જેવીએમના સ્ટાન્ડર્ડની ખબર પડતી હતી. ત્યાં અલગ અલગ વાનગીઓ ના કાઉન્ટર હતા. માસી જોઈને મમ્મીને કહે છે.
માસી : હિમાની મને તો એવું હતું કે કશું નહિ મળે. પણ જમવાનું તો ખરેખર સારું છે.
ખુશી : એમને ખબર છે કે આપણે વેજ ખાઈએ છીએ. તો એમણે આપણા માટે તૈયાર કરાવ્યું હશે. કારણકે એમણે જ તો આપણને અહીં બોલાવ્યા છે.
ખુશી બેન્ડ મેમ્બર ને શોધે છે. પરંતુ એને એક પણ બેન્ડ મેમ્બર મળતા નથી. થોડીક નારાજ હતી પણ એને એમ પણ હતું કે એ લોકો ક્યાંક કામમાં હશે.
એ હજી વિચારતી હતી એવામાં જ જેકમેન આવે છે.
બધાને હેલો કહે છે. બધા જોડે જેકમેન એક આગતાસ્વાગતા ભરી ચર્ચા કરે છે કે એમની ફ્લાઇટ કેવી રહી? એમની તબિયત કેવી છે ? ખુશી ની ધીરજ પતિ ગઈ અને એણે જેકમેન ને પુછી લીધું.
ખુશી : There is no bend member is here.
જેકમેન : No no they are out of city today may be you gone meet them tomorrow.
ખુશી : Ok thanks.
જેકમેન : અત્યારે સાંજ થઇ ગઈ છે. કાલે સવારે તમારે થોડો પ્રોગ્રામ છે તો કાલે તમારે સવારે વહેલા આવવું પડશે અને કાલે તમને સિટી ના માર્કેટમાં લઇ જઈશું ત્યાં તમારે શોપિંગ કરવી હોય તો એ શોપિંગ કરવા માટેની એક સારી જગ્યા છે. તો તમે અત્યારે જઈ ને આરામ કરો હું ડ્રાઈવર ને મોકલું છુ તમારી જોડે. એ તમને હોટેલ સુધી મૂકી જશે. એક મેનેજર તમારી જોડે ના રૂમ માં રહેશે તો તમને કોઈ તકલીફ હોય તો તમે એને બોલાવી શકો છો.
પ્રથમ : Thanks, see you tomorrow.
જેકમેન : See you tomorrow.
જેકમેન એ ડ્રાઈવરને બોલાવ્યો. પરિવાર ના બધા સભ્યો ડ્રાઇવરની સાથે ગયા.
(હોટેલમાં પહોંચ્યા)
પરિવાર ના બધા સભ્યો હોટેલમાં પહોંચી ગયા. મેનેજર એ એમને એમના રૂમ બતાવ્યા. ધીરે ધીરે એ લોકો રૂમ માં ગયા. ખુશી અને પ્રથમ ના ઇંગ્લીશના લીધે એ લોકોને તકલીફ નથી પડી. એમને લક્ઝુરિયસ રૂમ આપ્યા હતા. મમ્મી અને માસી એ જોઈને ખુશ થઇ ગયા. હંમેશા ની જેમ કાકા સ્વિમિંગ પુલને જોઈને ત્યાં સ્વિમિંગ કરવા જતા રહ્યા. પપ્પા સુવા જતા રહ્યા. મમ્મી અને માસી ખુશીની જોડે રૂમ ટુર પાર ગયા અને અલગ જગ્યા જોવા ગયા, એ લોકો બહુજ ખુશ હતા. બહુ મજા કરી એમણે. લગભગ ડિનરનો ટાઈમ થવા આવ્યો. મેનેજર એ એમને ડિનર માટે તૈયાર થવા કહ્યું. તો બધા તૈયાર થઈને ડિનર માટે નીકળ્યા. ત્યાં નજીક માં એક સારી ઇન્ડિયન રેસ્ટોરન્ટ હતી ત્યાં એમણે જમવાનું અરેન્જ કર્યું હતું. બધા જમી ને થોડી વાર હોટેલ ના ગાર્ડન માં બેઠા અને પછી બધા પોત પોતાના રૂમ માં ગયા.
બીજા દિવસની સવાર પડી.મેનેજર એ બધા ને આજના દિવસ નો પ્લાન બતાવ્યો. થોડા સમય માં એમને ડ્રાઇવર લેવા માટે આવશે માટે બધા ને બ્રેકફાસ્ટ કરી ને તૈયાર થવા માટે કીધું.બધા તૈયાર થઇ ને બ્રેકફાસ્ટ હોટેલમાં જ કરવાનું નક્કી કર્યું. આજે બધા લોકો માટે વ્યસ્ત પણ ઉત્સાહિત દિવસ હશે. બધા આજે જેવીએમ ની એક નાની ટુર લેવાના હતા પછી બેન્ડ મેમ્બર ને મળશે અને પછી એ લોકો આજે સિટી ના માર્કેટમાં જવાના હતા. મમ્મી, ખુશી અને માસી ખુબ જ ઉત્સાહિત હતા. થોડી વાર માં ડ્રાઈવર એમને લેવા માટે આવ્યો. બધા પોતપોતાના નાના મોટા કામ પતાવીને કાર માં બેસી ગયા. જેવીએમ પહોંચ્યા. એમને વિઝિટર હોલ માં બેસાડ્યા, એ થોડો મોટો હતો અને પ્રોજેક્ટર હોલ હતો. ત્યાં એમને જેવીએમ ના પ્રોગ્રેસનો વિડીયો બતાવ્યો. પછી એમને રેકોરડર રૂમમાં અને મ્યુઝિક હોલ ની ટુર કરાવી. જેવીએમમાં લગભગ ૧૦૦૦ માણસો કામ કરતા હતા. બધા થઇ ને.. ડાન્સર, મેક અપ મેન, સાઉન્ડ, ફોટોગ્રાફર અને બીજા ઘણા બધા પ્રોફેશનના લોકો ત્યાં કામ કરતા હતા. ઓફિસ આખી ભરેલી હતી.
ઘણી બધી વસ્તુઓ જોઈ પરિવાર ના સભ્યો ને નવાઈ લાગતી હતી. એ જેમ જેમ વાદકો જોતાં એમ એમ વિચારતા હતા કે એ લોકો કેવી રીતે કામ કરતાં હશે.કેવી રીતે વિડિયો બનાવતા હશે. એમની જોડે એક ગાઇડ પણ હતો જે એમને બધા વીષે જ્ઞાન આપતો હતો. એમની ટુર પતિ તો બધા ફરી હોલ માં આવી ગયા, થોડી વાર માં જેકમેન આવે છે. એ બધા લોકો ને પૂછે છે કે એમને મોર્નિંગ બ્રેકફાસ્ટ કર્યો કે નહીં તો બધા હા પડે છે કે એ લોકો હમણાં કરી ને જ આવ્યા છે. તો એમને અત્યારે ભૂખ નથી.
જેકમેન: કેમ છો બધા?કેવું રહ્યું કાલ ની રાત? તમને કોઈ તકલીફ તો નથી પડી ને?
ખુશી: ના જેકમેન અમને તો તકલીફ નથી પડી અમને મજા આવી છે.
જેકમેન: તો વાંધો નથી.
પ્રથમ: અમને તમારી ઓફિસ ની વિઝિટ કરી બહુ જ મહેનત કરી છે તમે લોકો એ.
જેકમેન: અમે તો કરી છે પણ એની પાછળ પણ એક વ્યક્તિ નો હાથ છે. જેના કારણે અમે અહિયાં સુધી પહોચી શક્યા છીએ.(ખુશી સામે જોતાં)તું ચિંતા ના કર તને આજે બેન્ડ મેમ્બર મળશે તને.
ખુશી ખુશ થયી ગયી : સાચ્ચે?
જેકમેન:હા. એ લોકો કાલે રાતે મોડા આવ્યા માટે મોડા આવશે.
એટલા માં જ ખુશી ને રાયન દેખાય છે. ખુશી ખુશ થયી જાય છે પણ એ બેન્ડ ના સભ્યો ના કામ ની કદર કરે છે માટે એ બીજું કઇ નથી કરતી. પણ જેકમેન જોવે છે. થોડી વાર માં બધા મેમ્બર આવે છે. એ સીધા હોલ માં જ આવે છે.
બધા એક formal meet up કરે છે. બેન્ડ મેમ્બર અને પરિવાર ના સભ્યો વચ્ચે. બેન્ડ મેમ્બર એમને અત્યાર સુધી નો અનુભવ કહે છે. એમ-લેન્ડ વીશે વાતો થાય છે. થોડા સમય પછી જેકમેન એમને યાદ કરાવે છે કે એમને માર્કેટ જવાનું છે.
રાયન: સર અમારી પણ ઘણી ઈચ્છા છે કે અમને તમારી જોડે આવીએ પણ જો અમે આવ્યા તો તમે શાંતિ થી નહી ફરી શકો.
પ્રથમ: હા વાત તો સાચી છે. તમે ચિંતા ના કરો અમે સમજી શકીએ છે.
સેમ: પણ હા... તમે લોકો જ્યાં સુધી એમ-લેન્ડ માં છો ત્યાં સુધી મારા ઘરે રહેજો. તમે હોટેલ માં નહીં રહો. હું ડ્રાઇવર ને કહી ને તમારી બેગ ને મંગાવી લવું છુ.
પાપા: અરે નાના નાના અમને વાંધો નથી . બધી સગવડ છે ત્યાં અમને કોઈ તકલીફ નથી.
સેમ: એ તો છે. પણ કાલે હું નહોતો માટે તમને હોટેલ માં રહેવું પડ્યું હવે તમારે ત્યાં રહેવાની જરૂર નથી. એવું હશે તો ખાલી તમે લોકો રહેજો હું ઘરે નહી આવું.
માસી: અરે એટલી તકલીફ કરવાની જરૂર નથી.
સેમ: please. સમજો માસી.
ખુશી: સેમ, વિકી નથી અહિયાં?
સેમ: ના એ શૂટિંગ માટે બાર ગયો છે. એ કદાચ 2 દિવસ માં આવી જશે.
સેમ ના આટલા ફોર્સ પછી ઘરના લોકો માની ગયા. પરિવાર ના સભ્યો ને ખબર નહોતી પડતી કે શું ચાલી રહ્યું છે. એમને પણ થોડું અજીબ તો લાગ્યું જ્યારે એમને બેન્ડ ના સભ્યો નું આટલું બધુ ઘરેલુ વર્તન જોયુ અને સૌથી વધારે ત્યારે જ્યારે સેમ એ એના ઘરે રહેવાનુ કહ્યું ત્યારે. એ લોકો માર્કેટ જવા માટે નિકળે છે. રસ્તા માં વાતો કરે છે.
પાપા અચાનક: કઈક તો છે. આટલું બધુ કોઈ ચાહકો માટે ના કરે.
કાકા: મને પણ લાગ્યું પણ સમય ની રાહ જોઈ એ સમય આવશે ત્યારે ખબર પડશે. અત્યારે તો શાંતિ થી ફરો.
અને બધા શહેર જોવા જાય છે. માર્કેટ પહોચ્યા. એમને બહુ બધી શોપિંગ કરી એમની જોડે એક મેનેજર પણ હતો કે એમના બધા બિલ ભરતો હતો. પાપા એ એમને ના પડી ત્યારે એમને કહ્યું કે સોરી સર પણ આ મને ઓર્ડર છે કે તમારા બધા બિલ હું ભરીશ. તો એમાં હું કઇ જ નથી કરી શકો. બધા એ બહુ જ મજા કરી. જ્યારે બધા ફરતા હોય છે ત્યારે ડ્રાઇવર ને સેમ નો કોલ આવે છે અને એ બધા ને ઘરે લઈ ને જવા વિષે કહે છે.
સેમ ના ઘરે બધા પહોચે છે. ફર્નિચર થી ભરેલા અત્યાધુનિક અલીશાન મકાન હતું. એમાં ઘણી બધી વસ્તુ હતી જે એમના ઘર ની યાદ અપાવતું હતું. એમાં એક સાઇડ સ્ટુડિયો પણ હતો. 5 બેડ રૂમ હતા અને એક મોટું ગાર્ડન હતું. એક સાઇડ સ્વિમિંગ પૂલ પણ હતો. એક જીમ હતું. એવું કહી શકાય કે તમારે કોઈ વસ્તુ માટે બહાર જવાની જરૂર ના પડે. મમ્મી અને માસી ને થોડી ટેક્નોલોજી માં ખબર નહોતી પડી રહી. એમનો સમાન પહેલે થી જ આવી ગયો હતો. એમને એમના રૂમ માં મૂકી દેવામાં આવ્યો હતો. બધા પોતાના રૂમ જોઈ ને આશ્ચર્ય પામ્યા. રૂમ પણ એમની સગવડ પ્રમાણે ના હતા. એમની જરૂરિયાત જોઈ ને નક્કી કરેલા હતા. મમ્મી એ વસ્તુ થી ખુશ થયી કે એને વિચારી ને રૂમ આપ્યા. મમ્મી એટલુ વિચારતી હતી ત્યાં જ માસી આવે છે.
માસી: હિમાની, એને કેવી રીતે ખબર કે તમને પગ ની તકલીફ છે. એના કાકા ને સ્વિમિંગ પૂલ ગમે છે?
છોકરાઓ ના રૂમ ની બાજુ માં નાનું પ્લે સ્ટેશન છે.
મમ્મી : ખબર નથી. ચલ આપણે અત્યારે હોલ માં જઈ યે.
બધા હોલ માં ભેગા થયી એ ઘર વીષે વાતો કરતાં હતા. એટલા માં રામ ત્યાં આવે છે. રામ એ ત્યાં ઘર ના કામ અને સાથે સાથે રસોઈ નું કામ પણ જોવે છે. ઘર ની સાફ સફાઈ માટે બીજું કોઈ પણ આવે છે.
રામ: કેમ છો? તમને ખાવા માટે કઇ લાવું સર? ચા કે કોફી?
એમને ગુજરાતી બોલતા સાંભળી ને બધા ખુશ થયી ગયા.
કાકા: લો ચાલો કોક તો મળ્યું જેની જોડે આપણે વાત કરી શકીએ.
કાકા: આલા ભાઈ ખાવાનું કઈક કર ને દેશી કાઠિયાવાડી. આ બ્રેડ ખાઈ ને તો કંટાડ્યા.
રામ: અરે કેમ નહી કાકા. હું આજે તમને ડિનર માં સેવ ટામેટાં નું શાક ને ભાખરી છાસ છે ચાલશે?
માસી: તો તો ભગવાન મળ્યા.
રામ: બસ તમે લોકો થોડી વાર આરામ કરો હું બનાવી ને આવું છુ.
સેમ ઘરે ના હતો. પણ સેમ એ ઘરે ગુજરાતી રસોયોં જોઈ ને થોડી નવાઈ પણ લાગી.
બધા લોકો થોડી આરામ કરે છે. થોડી વાર માં બધા લોકો ને જમવા માટે બોલવે છે.
ડિનર ટેબલ ને જોઈ ને એક અલગ અનેરો અને હતા બધા ના મોઠાં પર.
રામ બધા ને પીરસે છે.
મમ્મી :અલ્યા ભાઈ તું અહિયાં કામ કરે છે?
રામ: હા.
આર્યન:તો તમને બધી ખબર હશે ને આ બધા ની તો?
રામ: અમને એમની એટલી વાત ના ખબર તો હોય. એમને કઈ નહી કહવાનું એવો કોન્ટ્રાક્ટ હોય છે. તો અમે કઇ જ ના બોલી શકીએ
કાકા: એવું એમ. એતો આપણે કોઈ દિવસ આપણાં ઘરે વાત કરતાં હોઈ એ અને એમને કોઈ ને કહી દીધું તો ..
રામ: તો મેમ માફ ના કરે અને બહું મોટી પ્રોબ્લેમ માં આવી જઈ યે.
કાકા: બહુભારે કહેવાય લા આતો જેલ જેવુ છે.
રામ: ના સર. અમને એક વ્યક્તિ ના લીધે તકલીફ નથી પડતી. બહુ મજા છે. બસ ખાલી મોઢું બંધ રાખવું.
આ વાત પૂરી થતાં બધા હસે છે.
પ્રથમ:તે હમણાં મેમ કહ્યું એ કોણ છે?
રામ: again sorry sir..
અને બધા ફરી ખડખડાટ હસે છે, બધા ત્યાં હોલ બેઠા હતા. રામ એ ટીવી ચાલુ કરી આપ્યું હતું એ પણ ગુજરાતી ટીવી નાટક જોતાં હતા. એટલા માં ડોરબેલ નો અવાજ આવ્યો. રામ જઈ ને દરવાજો ખોલ્યો. જેકસન બહાર ઊભો હતો.
એ હોલ માં આવે છે.
જેકસન: all good? Did you take a dinner?
ખુશી: yes. We take dinner.
જેકસન : હું તમને ખાલી મળવા જ આવ્યો હતો. જો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ફોન કરી શકો છો. મારો નંબર લેન્ડલાઇન ના સ્પીડડાયલ માં લગાવેલો છે.
મમ્મી: ok. thank you.
જેકસન: તમે બધા બહુ માર્કેટ ફરી ને આવ્યા છો તો થાકી ગયા હશો. આરામ કરો આપણે કાલે સવારે મળીએ. Good night all.
બધા: good night.
બધા ને કઈ જ નહોતી ખબર પડી રહી અને એ લોકો થોડા ડરેલા પણ હતા.
બીજા દિવસે
બીજા દિવસે સવાર પડી. મમ્મી વહેલા ઉઠી ગયી હતી. એને બહાર ગાર્ડન માં જવું હતું પણ એ ડરતી હતી કે એકલી કેવી રીતે જવું. થોડી વાર આમ તેમ પડખા ફેરવ્યા ત્યાં કોઈ એ દરવાજો ખખડાવ્યો. એને ડરતા ડરતા દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો તો સામે આર્યન ઊભો હતો. એને રાહત થયી.
આર્યન: મમ્મી તારે બહાર આવવું હોય તો ચાલ બાર ગાર્ડન માં મસ્ત વાતાવરણ છે.
મમ્મી પપ્પા સૂતા હતા તો ધીમે થી દરવાજો બંધ કરી ને ધીમે ધીમે આર્યન જોડે જાય છે. એ ગાર્ડન માં પહોચે છે તો ત્યાં મસ્ત રંગબેરંગી ફૂલો હોય છે. સ્વિમિંગ પૂલ માં સુરજ નો એક દમ મસ્ત સોનેરી તડકો હોય છે. ધીમે પંખીઓ નો અવાજ આવતો હતો. એવું લાગે લાગે કે સ્વર્ગ જ અહિયાં આવી ગયું હોય. આર્યન અને મમ્મી બને ધીમે ધીમે ચાલતા ચાલતા બેસવા માટે ટેબલ અને ખુરશી મૂક્યા હતા ત્યાં પહોચ્યા.
થોડી વાર માં પ્રથમ પણ આવી ગયો. ખુશી ઉઘી હતી હજી. ત્યાં એક સુંદર જુલો હતો. પ્રથમ એમાં બેઠો હતો.
આર્યન : મને તો ભૂખ લાગી છે.
મમ્મી: થોડી વાર શાંતિ રાખ હમણાં. એ લોકો ઊંઘ્યા હશે તો.
પ્રથમ: મમ્મી કદાચ જાગતા હશે કારણ કે લોકો ની સર્વિસ સારી છે .
મમ્મી: તું પેલા તારા પાપા ને ઉઠવા દે.
આ વાત ની ચર્ચા ચાલતી હતી ત્યાં રામ આવ્યો.
રામ: ગૂડ મોર્નિંગ સર, સર હું તમારા માટે નાસ્તો બનાવી લાવું?
પ્રથમ: ગૂડ મોર્નિંગ, અમને એવું હતું કે તમે ઊંઘ્યા હશો. બ્રેકફાસ્ટ સારો હસે ને?
પ્રથમ એમ જ મસ્તી માં પુછ્યું.
રામ : ના ભાઈ અમે વહેલા ઉઠી જઈ યે છે. તમને જે બ્રેકફાસ્ટ કરવો હોય એ કહો હું બનવી ને લઈ આવું. તમે શાંતિ થી બગીચા ની મજા લો.
પ્રથમ:ok. તો એક કામ કરો તમે અમારા માટે લઈ આવો બાકી ના લોકો તો સુવે છે.
રામ: સર વાંધો નથી અત્યારે તમને આપી દવ. એ લોકો ઉઠશે પછી એમને આપીશું.
પ્રથમ: THATS SOUNDS GOOD.
ફરી એ લોકો ગાર્ડન ની વાતે ચડી ગયા. રામ મસ્ત ગરમા ગરમ નાસ્તો અને ચ્હા લઈ ને આવ્યો. બધા એ સવાર ની ચ્હા ની મજા એક મસ્ત નજરા સાથે કર્યો. ધીમે ધીમે બધા બાર આવી ગયા અને એમને પણ આ સમય ની મજા લીધી.
થોડી વાર રહી ને કાકા અને પાપા પણ ઊઠે છે. હજી એ લોકો બ્રેકફાસ્ટ કહે એ પહેલા ડ્રાઇવર આવે છે.
ડ્રાઇવર: સર આપણે એક નાની મીટિંગ માટે જવાનું છે. મહેરબાની કરી ને તમે તૈયાર થાવ એટલે મને કહેજો.
પપ્પા: અમે લગભગ થઈ ગયા. બસ દસ મિનિટ માં આવીએ.
ડ્રાઇવર: ok હું બહાર રાહ જોવું છુ.
પપ્પા બ્રેકફાસ્ટ પતાવ્યો. મમ્મી અને માસી આજે મસ્ત તૈયાર થયા હતા. બધા ને મજા આવતી હતી. પણ થોડો ડર પણ હતો કારણ કે એમને થોડુ વધારે જ મહત્વ મળી રહી હતી પણ હજી સુધી એવું કઈ જ ખરાબ નહોતું બન્યું જે ખરાબ હોય.
જેવીએમ ઓફિસ:
ફૅમિલી મેમ્બર પહોચ્યા તો એમને આ વખતે એક કોંફરન્સહોલ માં બેસાડયા. જે મોટો હતો લગભગ
વીસ માણસ ની ક્ષમતા વાડો. એક એક કરી ને બેન્ડ મેમ્બર આવ્યા.
જેકોબ મજાક માં બોલે છે. સોરી પણ હવે તમે લોકો ઘરે પાછાં નહીં જઈ શકો. રાયન આપણે એક કામ કરીએ એમના પાસપોર્ટ લઈ લઈ યે. જેથી એ લોકો ના જઈ શકે ક્યાંય.
એ વાત સાભળી ને બધા ના હોશ ઉડી જાય છે અને એ લોકો બહુજ ડરી જાય છે. બધો સામાન પહેલે થી સેમ ના ઘરે હતો. અને અહિયાં કોઈ એવું નહોતું જેનું એ લોકો મદદ ના કરી શકે. એમના પગ નીચે થી જાણે જમીન ખસી ગયી હોય એવી લાગણી આવતી હતી.
ખુશી:જેકોબ તું મજાક કરે છે ને?
જેકોબ: હું મજાક નથી કરી રહ્યો. હું સાચ્ચું કહું છુ.
મમ્મી: મે કીધું હતું ને કે કઈક તો પ્રોબ્લેમ છે. હવે શું થશે.
મમ્મી ને હમેંશા જેમ હાથ પગ ધ્રૂજવા માંડ્યા.
એ રૂમ માં ઉભેલા દરેક વ્યક્તિ ને આ ડર ના હાવભાવ જે પરિવાર ના સભ્યો પર હતાં એ મહેસુસ થયા.
સેમ: dont worry. પાસપોર્ટ તમારી જોડે જ રહેશે. તમને કોઈ તકલીફ નહીં પડે પણ અમે તમને અહિયાં એટલા માટે બોલવ્યા છે. એમને તમારી થોડી મદદ જોઈએ છે. અમારે ઉર્વશી નું કામ છે. જો અમે બોલવીશું તો એ નહીં આવે માટે તમે ઉર્વશી ને ફોન કરી ને એવું કહો નેકે તમારા પાસપોર્ટ લઈ લીધા છે એ લોકો નથી આપતા. ખબર નથી કેમ?
તો ઉર્વશી અહિયાં આવશે. પ્લીઝ we need your help. Please. તમને કોઈ હેરાન ગતિ નહીં થાય. મારા પર ભરોસો કરો.
પપ્પા: તો અત્યાર સુધી જે આગતા સ્વાગતા હતા એ બધા નાટક હતા?
રાયન: સર એ બધુ સાચું જ હતું. તમને કોઈ તકલીફ નહીં પડે. સર અમને તમારા થી કોઈ સમસ્યા નથી. સર ખાલી તમે ઉર્વશી ને ફોન કરી ને કહો ને. તમને કોઈ સમસ્યા નહીં થાય.please
મમ્મી થોડી હેરાન રહી ગઈ. એ વિચારવા લાગી કે એમને ઉર્વશી નું શું કામ હશે અને એ લોકો ઉર્વશી ને કેવી રીતે ઓળખે છે?
એના મગજ માં વિચારો ના વાદળો ઉમટી રહ્યાં હતા.થોડી ચર્ચા પછી એમને ઉર્વશી ને ફોન કરવાનું નક્કી કર્યું.
માસી એ ફોન કર્યો:ઉર્વશી શું કરે છે?
ઉર્વશી: કઈ નહીં લા બેઠી હતી. તું બોલ
માસી: અમે પહોંચી ગયા.
માસી એ થોડું બૅકગ્રાઉન્ડ બનાવવાનો પ્રયત્ન કર્યો.
ઉર્વશી: જલ્સા કરો ત્યારે.
માસી: સગવડ સારી છે. તકલીફ પડે એમ નથી પણ..
ઉર્વશી: પણ શું ?
માસી ( થોડા ગભરાયેલા અવાજે): અલા અહિયાં એણે પાસપોર્ટ લઈ લીધા છે. અને આપતા નથી.
ઉર્વશી: કોણ લોકો? કેમ ? શું થયું? તમે ક્યાં ફરવા ગયા છો?
માસી: અમે લોકો એમ-લેન્ડ આવ્યા છીએ. અને એ લોકો એ અમરો પાસપોર્ટ લઈ લીધો છે. ખબર નથી હવે કેમ? જોઈ એ હવે આગળ શું કરવું?
માસી ના અવાજ માં થોડો ડર હતો.
ઉર્વશી:(થોડા આશ્ચરય સાથે) શું? તમે લોકો એમ-લેન્ડ ગયા છો? ( એક ઊંડો શ્વાસ લઈ ને) માસી તું જલ્સા કર. મળશે તને પાસપોર્ટ અને હું આવું છુ ત્યાં. પહેલી ફ્લાઇટ માં તો ત્યાં સુધી જલ્સા કાર. જો બીજી કોઈ તકલીફ હોય તો કેજે.
માસી: પણ તું કેવી રીતે આવીશ તારી જોડે તો વિઝા નથી.
ઉર્વશી: તું એ ચિંતા ના કર. એ હું જોઈ લઇશ. હું તને મળુ જલ્દી. તું ટુર ને શાંતિ થી માણ.
માસી: ok.
અને ફોન મૂકી દે છે.
માસી: ઉર્વશી તો આવવાનું કહે છે.
આટલું સાંભળી ને સેમ એ રૂમ છોડીને જાય છે. બાકી ના પણ જાય છે.
માસી બોલવાનું ચાલુ રાખે છે.
“કઈક તો છે જે આપણે નથી ખબર. અને એને એવું કીધું કે હું આવું ત્યાં સુધી તમે જલ્સા થી ફરો.”
ખુશી: હવે એ આવે છે તો આપણે ત્યાં સુધી શાંતિ થી ફરીએ.
માં: શું જલ્સા કરીયે? મારા તો હાથ પગ ધ્રુજે છે.
પપ્પા: કઈ ચિંતા ના કર થશે એ. આપણે ઉર્વશી જોડે વાત તો કરી. હવે એ આવે ત્યારે જ ખબર પડે અને એ નિકળી જ ગયી છે તો.
કાકા: હશે હવે મેલો માથાકૂટ.
કાકા બોલવા તો ખરા પણ એમને પણ એજ હતું કે હવે શું થશે?
જેકમેન ત્યાં આવે છે. એને બધા ની વાત માં કઈ જ ખબર નથી પડતી પણ એમના હાવભાવ પર થી એટલી ખબર પડે છે કે એ લોકો બહુ ચિંતા માં છે.
જેકમેન : પ્લીઝ તમે લોકો ઘરે જાવ. આરામ કરો. બધુ સારું થઈ જશે.
માસી: આટલું બધુ થયા પછી અમે સેમ ના ઘરે કેવી રીતે રહી શકીએ?
જેકમેન: હું તમારી મનોસ્થિતિ સમજી શકુ છુ. પણ કઈ જ થાય એમ નથી. જ્યાં સુધી ઉર્વશી એમ-લેન્ડ નહીં આવે ત્યાં સુધી સેમ તમને જવા નહીં દે અને બીજી વાત એ પણ કે સેમ ના ઘર જેટલી સુરક્ષિત જ્ગ્યા કોઈ નથી એમ-લેન્ડ માં તમારા માટે. તો તમે સમય નો સદુપયોગ કરો અને એને માણો. કઈ નહીં તો આરામ કરી લો પછી બહું બધુ ફરવાનું છે તમારે. અને તમે ચિંતા ના કરો કોઈ નુકશાન નહીં કરે સેમ તમારું કારણકે એને પણ એ વાત નો કોઈ ને જવાબ આપવો પડશે.
પ્રથમ: its also right,
ઉર્વશી એ કીધું હતું કે તું ચિંતા ના કર અને જલસા કર. તો એ વિચારી ને એ લોકો એ જવાનું નક્કી કર્યું.
જેકમેન: હું મેનેજર ને કહું છુ તમને ઘરે લઈ જવા માટે ની તૈયારી કરે.
ખુશી: thanks.
બધા પાર્કિંગ માં આવ્યા. ત્યાં મોંઘીદાટ ગાડીઓ હતી. ડ્રાઇવર આવે છે.
સંતોષ: સર ચાલો તમને સેમ સર ની ઘરે મૂકી જવું.
પાપા:ok. વાંધો નહીં. તમને પણ ગુજરાતી છો?
સંતોષ: હા. કાલે હું બાર હતો માટે નથી આવી શક્યો. મને સરે કીધું કે તમે પણ ગુજરતો છો. અને તમારું ધ્યાન રાખવાનું કીધું છે.
પપ્પા:હમમમ. ચાલો બધા બેસી જાવ ફટાફટ.
કાકા(સંતોષ ને પૂછે છે): આ સેમ કેવો છે?
સંતોષ: સારા છે. અમને આજ સુધી કોઈ તકલીફ નથી પડી. કેમ શું થયું?
પપ્પા: થોડી તકલીફ થઈ છે અમારે .. અને અહિયાં તો આપણું કોઈ નથી તો કોની જોડે વાત કરવી?
માસી:પણ તમે બધા લોકો ગુજરાતી જ છો?
સંતોષ: હા માસી. એની પાછણ થોડા કારણ છે.
મમ્મી: આલા મારી મોટી છોકરી ને લઈ ને એમને કોઈ સમસ્યા છે.
સંતોષ: આમને .. એમને શું પ્રોબ્લેમ હોય. કોઈ છોકરી ને લઈ ને. કઈ થયું કાકા?
પપ્પા: એમણે ફરવા ના બહાને અહિયાં બોલાવી ને હવે અહિયાં જબરજસ્તી થી રાખે છે ને મારી મોટી બેબલી ને બોલાવી છે.
સંતોષ: એ ક્યાં છે?
કાકા: ભાઈ ઉર્વશી તો અહિયાં નથી એ યુરોપ માં છે.
સંતોષ( એકદમ આશ્ચર્ય સાથે બોલ્યો) :શું ઉર્વશી મેડમ તમારા દીકરી છે?
માસી: હા ..
સંતોષ(થોડી વાર રહી ને બોલ્યો): કાકા તમે ચિંતા ના કરો. એમને ખબર છે કે એમને આવી પરિસ્થિતિ માં શું કરવું તમે ચિંતા ના કરો.
કાકા: અલા એ કોઈ દિવસ અહિયાં આવી પણ નથી તો બધા લોકો કેમ આવી રીતે વર્તે છે?
આશિષ કઈ નથી બોલ્યો. એ બધા ને સેમ ના ઘરે પહોંચાડે છે.
બધા ફ્રેશ થઈ ને હોલ માં ધીમે ધીમે બધા ભેગા થયા. જેકોબ એ ફૅમિલી ને મળવા આવ્યા હતો.
જેકોબ: good evening. તમે બધા કેમ છો?
ખુશ્બુ: good evening. જેકોબ અમે મજા માં છે. તું કેમ છે?
જેકોબ: હું મજા માં છુ.
એજ સમય એ વિકી ત્યાં થી પસાર થતો હતો. એને જેકોબ ને કોલ કર્યો તો જેકોબ અહિયાં હતો એ પણ આવી ગયો.
વિકી : જેકોબ તું અહિયાં શું કરે છે. મે સેમ ને ફોન કર્યો હતો એ તો બહાર છે.
વિકી બધા ને જોવે છે. એને કઈ જ નહોતી ખબર પડતી પણ બધા ની સામે એ કઈ નથી બોલી રહ્યો.
વીકી: હા મને મમ્મી માટે જન્મદિવસ ની ભેટ લેવા જવાનું છે તું પણ અહિયાં જ છે તો આપણે જોડે જઈ યે. ચલ તું મારી જોડે.
એમ કહી ને વિકી જેકોબ ને ત્યાં થી લઈ જાય છે.
મમ્મી: આલા ઉર્વશી ક્યારે આવશે?
માસી: એ તો આપણાંને કેવી ખબર પડે અને આપણી જોડે તો કોઈ કૉન્ટૅક્ટ પણ નથી અત્યારે..
એમ જ ચિંતા કરતાં કરતાં બધા સૂઈ ગયા.
બીજા દિવસે:
બધા તૈયાર થયી ને બેઠા હતા. અત્યારે ચિંતા ના લીધે કોઈ એ કશુ ખાધું પણ નહોતું. એટલા માં સંતોષ આવે છે.
સંતોષ: ગૂડ મોર્નિંગ. સર
ખુશી: ગૂડ મોર્નિંગ.
સંતોષ: સર, તમે બ્રેકફાસ્ટ કર્યો?
પપ્પા: ( પોતાની ચિંતા બતતાવવા) શું કરે? અહિયાં અમને આવી રીતે રાખ્યા છે અને હજી ઉર્વશી ને બોલાવી છે. ખબર નથી શું થયું છે?અમે તો શાંતિ થી જલ્સા થી જીતવા હતા એમાં આ બધુ ખબર નહીં ક્યાથી આવી ગયું?આ મોટા લોકો ના કામ જ નથી સારા હતા. મને તો આખી રાત ઊઘ જ નથી આવી.
સંતોષ અને રામ બને સાંભળે છે. પણ કઈ બોલતા નથી. બસ ખાલી એક બીજા ની સામે જુવે છે.
સંતોષ: અંકલ તમને અત્યારે જેવીએમ માં આવવું પડશે.
મમ્મી: ( થોડા ગુસ્સે થી) મારે તો નહીં જવું એના બાપા ને જવું હોય તો જાય આટલું ઓછું છે કે હજી ત્યાં જવું છે?
બધા ઉર્વશી માટે કેટલા ચિંતા માં છે. એ કેટલું પ્રેમ કરે છે. એ અહિયાં દેખાય છે.
સંતોષ: સર પ્રોમિસ, આજે તમારા બધા પ્રશ્નો ના ઉકેલ આવી જશે.તમે કીધું એમ ઉર્વશી મેમ નીકળ્યા હશે તો પહોચી જશે થોડીવાર માં.
બધા મન મારી ને ઉભા થાય છે. જેવીએમ પહોચે છે.
જેકમેન આવે છે. જેકમેન: તમે બધા એ બ્રેકફાસ્ટ કર્યો.?
ખુશી: (દુ:ખી મને બોલી ): ના
જેકમેન ને ખબર પડી કે બધા હજી પણ એટલા જ ચિંતા માં છે માટે એમને વધારે આગ્રહ ના કર્યો. ઘર ના સભ્યો ને જોઈ ને એમને મન માં વિચાર આવ્યો કે ઉર્વશી જલ્દી આવી જાય તો સારું. ઘર ના સભ્યો હોલ માં બેઠા હતા. એમાં કાચ નો દરવાજો હતો. અને બાર હોલ હતો ત્યાં થી લિફ્ટ માં આવતા જતાં વેટિંગ એરિયા માં કોઈ હોય આવે તો એ બધુ દેખાતુ હતું.
૩.
અચાનક લિફ્ટ નો દરવાજો ખુલ્યો. એમાં થી એક મસ્ત ગુલાબી કલર માં ફોર્ક પહેરેલું અને એંકલ- બુટ પહેરી ને એક છોકરી આવી. એની આજુબાજુ માં થોડા બોડી ગાર્ડ પણ હતા.ઉર્વશી ની પીઠ પરિવાર ના સભ્યો ની બાજુ હતી. માટે ફૅમિલી માથી કોઈ ને કઈ જ ખબર નથી પડી કે શું ચાલી રહ્યું છે. જેકમેન આવ્યા અને એ હેલ્લો કરે છે. જેકમેન અને ઉર્વશી વાતો કરતાં હતા. ત્યાં બાકી ના બેન્ડ મેમ્બર પણ આવે છે, અને એ લોકો ઉર્વશી ને મિત્રતા ની ભાવ થી ગળે મળે છે. એક બેસ્ટ ફ્રેન્ડ વાળું મિલન અને બધા બહું જ ખુશ હોય છે. એ છોકરાઓ હતા પણ એમની વાતો બંધ જ નહોતી થતી. જાણે વારસો પછી બધા મિત્રો ભેગા થયા હોય એમ...
વિકી એના 6 pack abs બતાવવા માં વ્યસ્ત છે. જેકોબ એના ટેટૂ બતાવવામાં, રાયન એને આ સમય સુધી શું કર્યું એ બતાવવામાં વ્યસ્ત છે. જેકસોન એનો ડાંસ બતાવવામાં વ્યસ્ત છે. બધા એ ભૂલી જ ગયા છે કે ઉર્વશી હાલ પ્લૅન માં થી આવી છે. તો એને ફ્રેશ થવા દઈએ. ઉર્વશી પણ શાંતિ થી સોફા પર બેસી છે. બેન્ડ ના સભ્યો નાના છોકરા મમ્મી ને એમની સ્કૂલ ની વાતો કરતાં હોય એમ બધુ કહે છે. અને ઉર્વશી શાંતિ થી સાંભળે છે. આ બધા ની વચ્ચે એના મોઠાં સામે એક બ્લેક કોફી નો કપ આવે છે. એ કપ સામે જોવે છે અને પછી આખો ઊંચી કરી ને એના મોઠાં સામે જોવે છે તો એ સેમ હતો. ઉર્વશી કઈ જ બોલ્યા વગર કપ લઈ લે છે. સેમ પણ ત્યાં થી ચાલ્યો જાય છે. રાયન ને સેમ નું આ વર્તન નથી ગમતું પણ એ બધા હતા માટે એ કશું બોલ્યા વગર ફરી વાતો કરવા માં પરોવાઈ જાય છે.
ફૅમિલી મેમ્બર ને કઈ ખબર નથી પડી રહી. એમને થોડા સમય પછી સમજાયું કે આ ઉર્વશી છે. એમને બધા નું ઉર્વશી સાથે નું વર્તન જોઈ ને નવાઈ લાગી. માસી ને થોડો સંતોષ થયો. એમને કઈ જ ખબર નથી કે શું ચાલી રહ્યું છે.
માસી: અરે હિમાની મને આ જોયા પછી નથી લાગતું કે આપણે બહું ચિંતા કરવી જોઈએ.
કાકા: મને પણ એવું જ લાગે છે. આશિષ કહેતો હતો એ સાચી વાત છે. પણ આ મને ખબર નથી પડી રહી.
પપ્પા: હમણાં ઉર્વશી આ બાજુ આવે તો પૂછીએ એને.
એમની જોડે ઉર્વશી ને પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હતા. પણ પૂછાય એવું પણ નહોતું. કારણકે એ બધા ની વચ્ચે બેઠી હતી.
થોડી વાર પછી એ બધા ની વચ્ચે થી ઉભી થયી ને એના પરિવાર જોડે આવી.
માસી: ઉર્વશી કેમ છે?
પપ્પા: આ બધુ શું છે?
ઉર્વશી: કહીશ હું બધુ તમને બસ મારા પર થોડો ભરોસો રાખ અને મને થોડો સમય આપો.
કાકા: આ લોકો તો તારી જોડે સારી રીતે વર્તે છે.
ઉર્વશી કોફી નો એક સિપ લેતા : કેમ તમારી જોડે સારી રીતે નહોતા રહેતા?તમને કોઈ તકલીફ પડી?
મમ્મી: ના એમ તો કઈ નહીં પણ આ બધુ અચાનક થયી ગયું માટે.
ઉર્વશી: સોરી પણ તમને થોડી વાતો નથી ખબર એટ્લે પણ એ સમયે હું તમને કશું કહી પણ શકતી નહોતી માટે.
ખુશી : તું આ લોકો ને પહેલે થી ઓળખે છે.
ઉર્વશી : ખુશબા unfortunately yes. હવે તું જ્યારે ઈચ્છે ત્યારે મળી શકે છે.
આ વાત સાંભળી ને ખુશી ખુશ થયી ગયી.
માસી: તું આ લોકો ને કેવી રીતે મળી. અને આટલી બધી નજીક કેવી રીતે આવી?
ઉર્વશી: માસી બધી ખબર પડશે તને ધીમે ધીમે don`t woory. તું અત્યારે શાંતિ થી ફર. આપણે બધી વાતો પછી કરીશું. મારે થોડું કામ છે તો હું જવું છુ. સાંજે મળીશું.
સંતોષ પણ ત્યાં જ હોય છે. ઉર્વશી સંતોષ સામે જોવે છે અને બોલી
ઉર્વશી: સંતોષ. આ લોકો ને એડવેંચર પાર્ક લઈ જ અને ધ્યાન રાખ જે બધા નું..
તને બોડીગાર્ડ જોઈ યે તો લઈ જા, અને જો બીજી તકલીફ પડે તો ફોને કરજે.
સંતોષ:ok mam.
એ લોકો ફરવા જાય છે. હવે થોડા શાંત અને ખુશ લાગે છે.
પણ ઘણા બધા સવાલો તો હજી પણ છે. પણ હવે એક રાહત નો શ્વાસ છે.
ઉર્વશી એક હોલ માં જાય છે. ત્યાં સેમ બેઠો હતો. ઉર્વશી એને ગુસ્સે થી જોવે છે.
સેમ: શું થયું ઉર્વશી તું કેમ મને આમ જોવે છે?
ઉર્વશી: જોવું નહીં તો શું કરવું. આવી રીતે મારા ફૅમિલી ને અચાનક અહિયાં બોલવ્યા અને પાસપોર્ટ નો પ્રોબ્લેમ કરવા ની તને શું જરૂર હતી?
સેમ: ઉર્વશી તને એવું લાગે છે કે મે જાણી જોઈ ને કે ખાલી મારી મજા માટે આ બધુ કર્યું છે. ઉર્વશી હું શું કરવા એવું કોઈ કામ કરું કે જેથી તું કે તારી ફૅમિલી દુખી થાય. પણ જો તારે વિશ્વાસ કરવું હોય તો ના કર. આમ પણ હવે તને મારા પર ભરોસો જ નથી.
ઉર્વશી: ના જ હોય.
સેમ: હા એ તો મને ખબર જ છે. એટલે જ તો તું એ દિવસે.
ઉર્વશી અને સેમ ઝઘડતા હતા ત્યાં જ એક પ્યૂન આવે છે.
પ્યૂન :ઉર્વશી મેમ જેક મેન તમને બોલવે છે.
ઉર્વશી જેકમેન ની કેબિન માં જાય છે. બહાર થી દરવાજો ખખડાવે છે.
જેકમેન: તું કયાર થી દરવાજો ખખડાવતી થઈ ગયી.
ઉર્વશી: હોય એતો એવું ક્યારેક.
જેકમેન:ok. તો બરાબર.
અને બંને જણા હસે છે. જેકમેન થોડા ચિંતા માં લાગે છે.એમના હાવભાવ પર થી ઉર્વશી ને જેકમેન થોડા ચિંતા માં લાગે છે. તો ઉર્વશી એ જેકમેન ને પૂછ્યું: શું થયું?
જેકમેન: ઉર્વશી સાચે કહું તો તને આવી રીતે બોલવવાનું એક કારણ છે?
ઉર્વશી: કેમ શું થયું? Any thing serious?
જેકમેન: ઉર્વશી સાચી વાત એ છે કે વિકી નો કોઈ મોટા બિજનેસમેન ની છોકરી એ જોયો હશે વિડિયો માં અને એના પ્રેમ માં પડી છે. એને વિકી ને મળવા નો પ્રયતન કર્યો હશે જ્યારે એ ત્યાં પ્રોગ્રામ માટે ગયો હશે ત્યારે પણ સિક્યોરિટી ના લીધે એ મળી નહીં શકી હોય તો એ હતાશ થયી ગયી હશે. એને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. એના પપ્પા ની ઓળખાણ ઊંચે સુધી હશે તો એને અહિયાં નું સરનામું શોધું અને મને ફોને કર્યો હતો. કીધું છે કે વિકી ને કોન્ટ્રાક્ટ માંથી છૂટો કરી ને એને એમની જોડે લઈ જશે યુરોપ. જો આપણે એને કોન્ટ્રાક્ટ માંથી છૂટો નહીં કરીયે અને એ ત્યાં નહીં જાય તો એ બધા ને બરબાદ કરી દેશે. એવિ ધમકી આપી છે.
ઉર્વશી: what are you serious?
જેકમેન: yes, thats why we need your help.
ઉર્વશી(એક ઊંડો શ્વાશ લઈ ને): શું વીકી ને ખબર છે?
જેકમેન: ના ખાલી રાયન અને સેમ ને જ ખબર છે બાકી કોઈ ને નથી. એ બંને ને લાગ્યું હશે કે તું આમાં મદદરૂપ થઈસ માટે એમને તને બોલવવાનું નક્કી કર્યું પણ એમને એવું હતું કે તું સીધી રીતે નહીં આવે. માટે સેમ એ આ બધુ પ્લાન કર્યું અને એનો નુશ્ખો કામ માં આવી ગયો.
ઉર્વશી મન માં વિચારે છે કે મેં સેમ ને બહું બધુ સાંભળવ્યું જ્યારે એ તો વિકી ની મદદ કરવા માંગતો હતો. એને ખુદ પર થોડો ગુસ્સો પણ આવે છે.
ઉર્વશી: કઈ નહીં જેકમેન આનો પણ કાયિક રસ્તો નિકાળી શું ભેગા મળી ને. મને એની માહિતી તમારી જોડે જે હોય એ આપો બાકી નું હું જેટલું કરી શકું એ જોઈ ને કહું.
ઉર્વશી એ પોતાના વિચાર ને ખાતરી કરવા માટે જેકમેન ને પૂછ્યું.
ઉર્વશી : તો શું સેમ એ મારા પરિવાર ને બોલાવી અને આ બધુ કર્યું એ આ માટે હતું?
જેકમેન: its sound bit relaxing. હા ઉર્વશી એને વિકી માટે કર્યું હતું. કેમ તું એની જોડે ઝઘડી તો નથી ને?
ઉર્વશી એક હતાશા ભર્યું હાસ્ય આપે છે.
જેકમેન: ઉર્વશી પણ હજી તું આવી એને દસ મિનિટ પણ નથી થયી તો તું સેમ જોડે ક્યારે ઝઘડી?
ઉર્વશી: જ્યારે પ્યૂન બોલાવવા આવ્યો ત્યારે હું એની જોડે ઝઘડતી જ હતી.
ઉર્વશી બહાર આવી ને રિહર્સલ રૂમ માં જાય છે. એને કાઈજ બોલ્યા વગર વિકી ના માથે હાથ મૂકે છે. સેમ અને રાયન જોઈ રહ્યા હતા. સેમ એ આંખો ના ઇશારા થી એવું કીધું કે બધુ સારું થયી જશે
વિકી ને કઈ જ ખબર નહોતી તો એને હતું કે ઘણી સમયે પછી આવી માટે એ એવું કરે છે.
ઉર્વશી સેમ જોડે ગયી. ત્યાં ખાલી બેન્ડ મેમ્બર જ હતા તો ઉર્વશી ને કોઈ પ્રોબ્લેમ થાય એવું નહોતું.
સેમ ના ખભે માથું મૂકી ને બેઠી. ઉર્વશી સીધી ફ્લાઇટ થી જેવીએમ ઓફિસ આવી હતી. ત્યાં બધા ને મળી અને પછી આ સમસ્યા. માટે ઉર્વશી ને ઉઘવાનો સમય જ નથી મળ્યો. ઉર્વશી સેમ ના ખભે જ સૂઈ ગયી. ઉર્વશી ની હાલત જોઈ ને રાયન એ નક્કી કર્યું કે આજે રિહર્સલ બંધ કરી દઈ યે. બાકી નું કાલે કરીશું.રાયન સેમ ને ચિંતભર્યા અવાજે બોલે છે.
સેમ ઉર્વશી ને ઘરે લઈ ને જા. એ ખરેખર બહું જ થકી ગયી છે.
સેમ:ok. આપણે કાલે મળીએ.
રાયન: ya. Please. તું એના પરિવાર નું પણ ધ્યાન રાખ જે એમને વધારે તકલીફ હશે અત્યારે. તારે બહું જ ધીરજ રાખવી પડશે. એની ફૅમિલી ને તો કઈ જ નથી ખબર. અને ઉર્વશી પ્રોબેલ માં છે. તને કઈ એવું લાગે તો મને કોલ કરજે હું આવી જઈશ.
સેમ: thanks bro. હા જો મને કઈ પણ એવું લાગશે તો હું આવી જઈશ.
સેમ ઉર્વશી ને ઉઠાડે છે.
ઉર્વશી ચાલ બકા ઘરે જઈએ. તું બહું થકી ગયી છે. થોડું સૂઈ જ પછી બધુ કામ કરીશું.
ઉર્વશી ની થોડી આંખો ખોલી છે. થોડી બંધ છે. સેમ નો હાથ ઉર્વશી માટે રાહ જોતો હતો ઉર્વશી એનો હાથ પકડી ને ઊભી થયી અને ઉર્વશી એની પીઠ પર ઘંધેલું કરી લીધું. લગભગ બધા જતાં રહ્યા હતા. સેમ એ ઉર્વશી ની સામે પ્રેમ થી જોવે છે. અને બોલ્યો : ok તો તમે આવી રીતે જશો ઘરે એમ.
ઉર્વશી: હા સેમ આજે મને બાવ થાક લાગ્યો છે. મને સહારો જોઈયે છે.
સેમ: એવું એમ? તો ચાલો ...
અને એ ઉર્વશી ને ઘરે લઈ ને જાય છે.
સેમ ગાડી ચલાવે છે અને ઉર્વશી બાજુ માં બેસી છે. 10 મિનિટ ના ડ્રાઇવ પછી ઉર્વશી સૂઈ ગઈ. સેમ ઉર્વશી સામે જોયું અને એક મંદ મંદ હાસ્ય આપે છે. એણે રેડિયો ચાલુ કરે છે. કાર ના ગ્લાસ નીચે કરે છે. જે એને વધારે હોટ લૂક આપે છે. એ એક હાથે ગાડી ચલાવે છે અને એક હાથ એને કાર ની બારી ખોલી ને દરવાજા પર મૂક્યો છે. અને વિચાર માં ખોવાઈ જાય છે. થોડા સમય પછી ઘરે પહોંચે છે.
સેમ: ઉર્વશી ઘરે આવી ગયુ ઉઠ.
ઉર્વશી ઉઠી ને અંદર ગયી. એનો મોબાઇલ એ ગાડી માં જ ભૂલી ગયી. સેમ એને લઈ ને ગાડી ને પાર્ક કરી ને આવે છે.
ઉર્વશી બેડ રૂમ માં હતી. કબાટ ખોલી ને ઊભી હતી. એને સેમ ને અંદર આવતા જોયો અને એ એને જોતી જ રહી.
સેમ કાર ની ચાવી ટેબલ પર મુક્તા બોલ્યો. :શું થયું? કેમ આ રીતે ઊભી છે, નાઇટડ્રેસ પહેરી ને સૂઈ જા.
ઉર્વશી: તે કબાટ માં કોઈ બદલાવ નથી કર્યા?
સેમ: બદલવાનું શું કરવા? મને ખબર હતી કે તું થોડા સમય માટે જાય છે. તારા મગજ નું ભૂત તે જે જાતે પાળ્યું હતું એ ઉતરશે એટલે તું પછી આવી જઈશ. અને તું ગમે ત્યાં જાય ગમે તેટલા સમય માટે જાય મારા હ્રદય ને મારા ઘર માં હમેશાં એજ જગ્યા રહેશે. જે પહેલા હતી અને અત્યારે છે. તારી જગ્યા એ કોઈ નહીં આવે.
ઉર્વશી ની કઈજ બોલવાની હિમ્મત ના થયી આ સાંભળી ને ઉર્વશી ખાલી સેમ ને પ્રેમ થી જોઈ રહી.
સેમ : પ્લીઝ તું થાકેલી છે. જલ્દી સૂઈ જ તો સવારે સારા મૂડ સાથે ઉઠીસ. નહિતર બીમાર પડીશ.
ઉર્વશી કબાટ માથી સેમ નો નાઇટડ્રેસ લઈ ને નહાવા ગયી ને સેમ નીચે ડિનર ની તૈયારી માટે ગયો.
ઉર્વશી નહીને નીચે આવી. હજી બધા ફરી ને આવ્યા નહોતા. ઉર્વશી એ એમને ફોન કર્યો.
સંતોષ: હા મેમ બોલો.
ઉર્વશી: સંતોષ મમ્મી ને આપને.
હેલ્લો મમ્મી
મમ્મી: ઉર્વશી બોલ
ઉર્વશી: તમને વાર લાગશે?
મમ્મી: ખબર નથીપૂછી જોવું ઊભી રે. (મમ્મી ખુશી ને પૂછે છે.)
કદાચ અમને કલાક જેવુ થશે.
ઉર્વશી: મમ્મી( ઘડિયાળ સામે જોતાં) તો એ સમયે ટ્રાફિક હશે તો તમે લોકો જમી ને આવજો નહીંતર તો બહું મોડું થઈ જશે.
મમ્મી: સારું. પણ અમે તો કઈ નથી જોયું અહિયાં.
ઉર્વશી: એ હું સંતોષ ને કહીદહું છું એ તમને સારી જગ્યા એ લઈ જશે ચિંતા ના કર.
મમ્મી: હા સારું વાંધો નહીં.
મમ્મી એ ફોને મૂક્યો. સેમ ઉર્વશી સામે જોવે છે.
ઉર્વશી:કઈ નહીં બકા. એ લોકો ને એક કલાક જેવુ થશે તો મે સંતોષ ને ફોન કરી ને કહી દવ કે એ લોકો ને તપોવન માં જમડી દે.
સેમ કઈ નથી બોલતો ખાલી હા માં માથું ધૂણાવે છે.
હેલ્લો સંતોષ..
સંતોષ:હા બોલો મેમ,
ઉર્વશી: તું એક કામ કર એમને તપોવન માં જમાડી ને લાવજે. અને બીજું કઈ કામ હોય તો સેમ ને કોલ કરજે હવે હું ફોન બંધ કરી ને સૂઈ જાવ છુ.
સંતોષ: એ હા મેમ વાંધો નથી.
ઉર્વશી ફોનને સોફા માં ફેકી ને સેમ જોડે ડાઈનિંગ ટેબલ પર બેસી.
ઉર્વશી સેમ ની રાહ જોઈ ને બેઠી હતી કે એ ખવડાવે.પણ સેમ એ હસી ને ના પડી.
સેમ: સોરી ઉર્વશી. તને મારા પર બિલકુલ ભરોસો નથી તો હું શું કરવા ખવડાવું.
ઉર્વશી:please sem. I am sorry. મને નથી ખબર કે વીકી ની પ્રોબ્લેમ છે. મને એવું હતું કે હવે તું જીદ પર આવ્યો અને મને અહિયાં બોલવવા માગે છે માટે તે આ બધું કર્યું છે.
સેમ: એ તો ફાઇનલ છે કે તને મારા પર ભરોસો નથી.
ઉર્વશી: એવું નથી કઈ.
સેમ: હા હવે એ તો મે જોઈ લીધું.
ઉર્વશી: સેમ તું સાચે મારી જોડે એવું કરીશ.
સેમ: સારું હવે. થોડી વાર માટે માફ કરી પણ આનો બદલો લેવા માં આવશે.
ઉર્વશી: okk, thanks
સેમ એ ચમચી ભરી ને ખવડાવી. બંને શાંતિ થી જામી ને બધુ ચોખ્ખું કર્યું. ઉર્વશી અને સેમ બને રૂમ માં ગયા. સેમ ગેમ ચાલુ કરે છે રમવાની ઉર્વશી જેવી બેડ માં પડે છે એવી સૂઈ જાય છે. ગેમ રમતા રમતા સેમ ઉર્વશી ની જોડે વાતો કરતો હતો થોડી વાર પછી એને લાગ્યું કે ઉર્વશી જવાબ નથી આપી રહી તો એને ઉર્વશી સામે જોયું. ઉર્વશી ને સૂતા જોઈ ને સેમ નું મધુર સ્મિત આપે છે. એ ઊભો થયી ને ઉર્વશી ને કપાળે ચુબન કરે છે અને ગૂડ નાઇટ કહી ને એ ત્યાં થી નીકળે છે.
બીજા દિવસે:
પરિવાર ના સભ્યો બધુ પતાવી ને રાતે મોડા આવ્યા હતા તો એ લોકો હજી સૂતા હતા. ઉર્વશી તૈયાર થયી ને નીચે આવી હતી. એમ-લેન્ડ માં ઉર્વશી હમેશા સેમ ની ટી-શર્ટ પહેરતી હતી. તો આજે પણ ઉર્વશી એની જ પહેરી હતી. ઉર્વશી એ વાળ બધા બાંધી ને ઉપર શંકર ભગવાન ની જેમ બાંધ્યા હતા.
થોડી વાર માં આજે બધા બેન્ડ ના સભ્યો અને જેકમેન ઘરે આવશે. કારણ કે આજે કઈ ખાસ કામ હતું નઈ તો એ લોકો ખાલી ભેગા થવા નું નક્કી કર્યું. જ્યારના પરિવાર ના લોકો આવ્યા છે ત્યારથી સેમ ઘરે જ નથી આવ્યો કારણ કે સેમ કોંફર્ટબ્લ નહોતો અનુભવતો માટે એ બે દિવસ જેકસોન ના ઘરે જ રહેતો હતો. ઘર ના લોકો ને સેમ ની થોડી ઘણી ખબર હતી પણ એને બીજી કઈ જ નહોતી ખબર એમને સેમ ને જોઈ ને એવું લાગતું હતું કે એ બહું જ ગુસ્સા વડો અને બહું જ નિર્દયી હશે.
બધા નીચે આવી ગયા હતા. રામ એ સેમ ને ગૂડ મોર્નિંગ કહ્યું.
રામ: સર ગૂડ મોર્નિંગ
સેમ: ગૂડ મોર્નિંગ.
સેમ ઊભો થયી ને ટીવી ચાલુ કર્યું અને યૂટ્યૂબ માંથી એને હનુમાન ચાલીશા ચાલી કરી. મમ્મી હેરાનરહી ગયી. બધાને જે રીતે શાંત રહી ને હનુમાન ચાલીશા ની આદર કરતાં જોઈ ને નવાઈ લાગી. આટલા માં ઉર્વશી નીચે ઉતરી. એણે રોજ ના જેમ સેમ ની ટી-શર્ટ અને શોર્ટ અને ઉપર અંબોળો લીધો હતો અને હાથ માં અગ્રબતી હતી.
માસી જોઈ ને ખુશ થયી ગયી. સેમ સોફા નજીક હતો એની જોડે ગયી અને અગ્રબતી લીધી, પપ્પા આ બધૂ નોટિસ કરતાં હતા.
ઉર્વશી બધા ને ધૂપ આપે છે. અને પછી રામ ને આપતા કહ્યું કે અગરબતી દરવાજા જોડે તુલસી ના છોડ માં લગાવી દે.
ઉર્વશી: મમ્મી તે દીવા કર્યા?
મમ્મી: અહિયાં ક્યાં કરવા ના . અહિયાં મંદિર થોડી હોય?
ઉર્વશી: આલા મમ્મી .. ઉપર ના રૂમ માં છે.
એણે સેમ સામે જોયું. એને ખબર પડી ગયી કે હું શું કેવા માંગુ છુ.
સેમ: sorry પણ તું નહોતી તો મને મજા નહોતી આવતી માટે હું અહિયાં આવ્યો જ નથી.
ઉર્વશી:ok.. રામ તો કઈ બોલવાનો નથી. મમ્મી કાલ થી કરજે. હવે જ્યાં સુધી તું અહિયાં છે ત્યાં સુધી એ તારૂ કામ. તમે ચ્હા પીધી કે નહીં?
કાકા: ના હજી નથી પીધી.
ઉર્વશી : માસી તું ચા બનાવીશ?
માસી: હું બનાવું?
ઉર્વશી: માસી તું ઘરે નથી બનાવતી?
માસી: એ તો ઘર છે. અહિયાં થોડી એ રીતે મંડી પડાય?
ઉર્વશી: અલા માસી આ તારું જ ઘર છે. જેમ તું અમદાવાદ માં રહે છે એજ રીતે રહે.
માસી: આ થોડું આપણું ઘર છે એતો સેમ નું ઘર છે.
ઉર્વશી: માસી હું મંદિર માં થી આવી. તને એમ-લેન્ડ માં પણ ઘર ના જેવુ ખાવા મળે છે. ડ્રાઇવર અને રસોઇયો પણ ગુજરાતી છે. તો હજી પણ મારે તને સમજાવવાની.
પ્રથમ: વાત તો સાચી છે.
ખુશી: તું શું કહેવા માંગે છે?
ઉર્વશી : જે તું સમજે છે એ. માસી મારે તારી જોડે વાત કરવી છે.
માસી: બોલ
ઉર્વશી: અહિયાં નહીં તું અંદર ચલ.
માસી ઉર્વશી જોડે જાય છે. ઉર્વશી રૂમ માં લઈ જઈ ને દરવાજો બંધ કર છે.
ઉર્વશી : માસી હું અને સેમ બને જણા જોડે છેએ.
માસી: મને ખબર પડી ગયી હતી જ્યારે તું અહિયાં આવી અને એ લોકો જે રીતે તારી જોડે વાતો કરતાં હતા એ રીતે પણ મને એવું હતું કે એ સાચું નહીં હોય. હવે શું કરવાનું છે?
ઉર્વશી: જો હજી કોઈ ને નથી ખબર. ખાલી જેવીએમ માં જ ખબર છે. બાકી જો બાર વાત જશે તો હલ્લો બની જશે. સેમ ની પ્રખ્યાત ના લીધે તો તું ખાલી ઘર ના લોકો ને જ કહેજે.
માસી:તું આ બધા ને મળી ક્યાં?
ઉર્વશી: હું એ બધુ તને પછી કહિશ એ બહું લાંબી સ્ટોરી છે. તું ખાલી બધા ને માનવી લે. મને વિશ્વાસ છે કે તું કરી લઈશ.
માસી: તું હમેશા આવું જ કરે છે. પહેલા કામ કરે કરે છે અને પછી મને આગળ કરે છે.
ઉર્વશી: thank you.
ઉર્વશી ને ફોન આવે છે. ત્યાં થી નીકળી ને બહાર ગાર્ડન માં જાય છે. સેમ એના મ્યુજિક રૂમ માં હતો માટે બધા ને વાતો કરવા માટે નો મોકો મળી ગયો. માસીએ બધાં ને વાત કરી.
મમ્મી: કઈ વાંધો નથી એ ખુશ હોય. તો પણ આ થોડું કાઠું તો છે પણ એનામાં પૂરતી સમજણ છે. તો વાંધો નથી. પણ એને આપણને આટલું બધુ થયું તો પણ કેમ કઈ નથી કીધું.
પપ્પા: પણ એ લોકો ઉર્વશી ને સાચવશે કે નહીં. કેવી રીતે રાખશે?ઉર્વશી ના માન સન્માન જળવાશે?
પપ્પા ના મગજ માં આ બધા પ્રશ્નો હતા. તો એને ભરોસો કરવા લાયક ના લાગ્યું. એને ઉર્વશી ને તો કઈ નથી કીધું પણ એમણે સેમ ને પૂરેપૂરો સ્વીકાર્યો નથી. કદાચ સેમ ને ઉર્વશી પ્રતે ની લાગણી અને આદર ને એના પરિવાર ની સામે સાબિત કરવા પડશે.
ઉર્વશી ને પણ વિશ્વાસ નહોતો કે ઘર ના લોકો આટલા જલ્દી માની જશે પણ એ લોકો આટલી જલ્દી માની જશે એવિ આશા નહોતી.
બધા પોતપોતાના કામ માં લાગી જાય છે.
થોડી વાર રહી ને રાયન આવે છે. રામે દરવાજો ખોલ્યો. ઉર્વશી અને માસી રસોડા માં કામ કરતાં હતા. ઉર્વશી ને જોઈ ને રાયન સીધો રસોડા માં આવ્યો.
રાયન: શું કરે છે?
ઉર્વશી: કઈ નહીં.બસ બપોર ના જમવાની ની તૈયારી. તું કહે તારે કેવું ચાલે છે?
રાયન: અત્યારે તો કઈ ખાસ નથી બકા.બસ એજ રોજીંદુ જીવન ચાલે છે.
ઉર્વશી અને રાયન વાત કરતાં હતા. જેકોબ મોબાઇલ વાપરતો આવતો હતો. ઉર્વશી અને રાયન એને જોઈ રહ્યા હતા. જેકોબ અચાનક જ લિવિંગ રૂમ ના કાચ ના દરવાજા જોડે ભટકાય છે.ઉર્વશી અને રાયન બહું જ હશે છે. ઉર્વશી હસતાં હસતાં જમીન પર બેસી જાય છે. એ એટલુ હસે છે કે એની આંખ માથી આંસુ આવી જાય છે. સેમ એના મ્યુજિક રૂમ માં થી જોવે છે. ઉર્વશી ને એટલું હસતાં જોઈ ને એના મોંઠા પર એક અલગ સંતોષ હતો.
એટલા માં બાકી ના બેન્ડ ના સભ્યો આવે છે અને એના થોડા મેનેજર આવે છે.
જેકમેન: ઉર્વશી
ઉર્વશી: શું થયું? રામ બધા ને પાણી આપ અને થોડો નાસ્તો લેતો આવજે.
રામ લઈ ને આવે છે. ટીપોઈ પર મૂકે છે. બધા ને કોફી માટે પૂછે છે.
જેકમેન: એ બિજનેસ મેન આજે સાંજે આવશે એમ-લેન્ડ.
ઉર્વશી: જેકમેન મેં અંદર ની ઓળખાણ માટે પ્રયત્ન કર્યો છે. જો કામ કરી જશે તો સારું છે.
રાયન: પણ જો એ વસ્તુ કામ નહીં કરી તો ઉર્વશી?
ઉર્વશી: રાયન આપણે આ સમસ્યાનો ઉકેલ પણ ભેગા મળી ને લાવીશું. કઈ ના કઈ તો નીકળી જ જશે. ચિંતાં ના કર. બાકી તો જેવા પડશે એવાં દેવાશે.
બાકી નું તો પછી જોયું જશે.
રાયન: તને ડર નથી લાગતો?
ઉર્વશી: લાગે તો છે પણ લડ્યા સિવાય પણ આપણી જોડે કોઈ રસ્તો નથી ને.
થોડી વાર બધા લોકો વાત કરે છે અને પછી જતાં રહે છે.
સેમ એના બેગ ભરવાની તૈયારી કરે છે. આજ થી એ 1 વીક ની બિજનેસ ટ્રીપ માટે જવાનો હતો. ઘરે ખાલી ઉર્વશી એનું પરિવાર જ હતું.
રામ: મેમ સર ના રૂમ માં થોડા કપડાં મૂકવા ના છે.
ઉર્વશી: માસી તે ઉપર નથી જોયું ને.
મમ્મી: અમે તો અમારા રૂમ સિવાય ખાસ કઈ નથી જોયું. અમને તો બીક જ એટલી લાગતી હતો તો.
ઉર્વશી હસી ને પછી બોલી ચાલો આજે આખા ઘર ની શેર કરીયે.
માસી: પણ સેમ આવશે તો ? એને ખબર પડશે તો?
ઉર્વશી: માસી તું પણ... ચલ હવે શાંતિ થી..
માસી ખુશી અને ઉર્વશી ઉપર ના રૂમ માં જાય છે તો એમને ઉર્વશી અને સેમ ના બહું ફોટા મળે છે. ઉર્વશી ના બાકી ના સભ્યો જોડે પણ હતા.
ખુશી : તું બહું સમય થી બધા ને જાણે છે.
ઉર્વશી: હમમમ.. લગભગ શરૂઆત થી.
પણ અત્યારે થોડી વધારે ગંભીર સમસ્યા હતી.અને સેમ ને લાગ્યું કે મારી હાજરી અહિયાં જરૂરી હતી માટે એને મને બોલવી. પણ આ વખતે સેમ એ નક્કી કર્યુ હતું કે આપણાં ઘરે ખબર પડે માટે એને તમને બધાં ને પણ બોલવ્યા.
માસી: બધાં લગભગ માંની ગયા છે. જે રીતે એ લોકો તારી જોડે રહે છે અને અમારું ધ્યાન રાખ્યું અને તારા પર પણ ભરોસો છે પણ તારા પાપા ને થોડો સેમ પર ભરોસો ઓછો છે કે એ તને સાચવી શકે કે નહીં કારણ કે એ બાપ છે તો એને થોડી ચિંતા તો હોવાની ને.
ખુશી: માસી પપ્પા એમાં ચિંતા ના કરાય.એમની પાછળ લાંબી લાઇન છે જ્યારે એ લોકો આપણ ને બધુ આપે છે. કયી નહીં પપ્પા જે નક્કી કરે એ Lets see. આ વાત ચાલતી હતી ત્યાં વચ્ચે ઉર્વશી નો ફોન આવ્યો. એને ફોન ઉપડયો. હું બહાર જવું છુ એવું ઇશારા થી કહી ને નિકળી ગયી.
સેમ અને ઉર્વશી ની વાત અહિયાં જ પતી ગયી. શરૂઆત માં એવું હતું કે બહું મોટું થશે. પણ ઘર ના લોકો ને પણ એવું હતું કે હવે એ સમજળી થયી ગયી છુ અને પેલું નથી કહેતા કે જે ફરે એ પંડિત. એમને એવું હતું કેઘણું રખડી છે તો એને એના નિર્ણય જાતે લેવા જોઈયે.
સાંજ નો સમય થયો. રામ મમ્મી અને માસી જોડે ચર્ચા કરતો હતો ત્યાં ડોરબેલ વાગી. રામ એ દરવાજો ખોલવા જતો હતો ત્યાં દરવાજા નજીક ઊભેલી ખુશી એ ઇશારા થી ના પડી એને દરવાજો ખોલ્યો. ત્યાં સામે લગભગ અજાણ્યા હાવભાવ સાથે એમને આવકાર આપ્યો. એ થોડા અંદર આવ્યા ત્યાં રામ બોલ્યો: આવો સર બેસો હું પાણી લઉં છુ.બને સોફા માં બેઠા. એમને સારી બ્રાન્ડ ના કપડાં પહેર્યા હતા. એમને જોતાં લાગતું હતું કે સારું એવું કમાતા ઘરના હશે. એમને પાપા સામે જોઈ ને તૂટેલા ફૂટેલા ઇંગ્લિશ સાથે બોલ્યા . Hi , how are you?
પપ્પા બહું ખાસ ના બોલ્યા સારું છે એમ જ કીધું. એટલા માં રામ આવ્યો. એને પાણી પાયું એને પૂછ્યું સર તમે કઈ ખાસો?
એને જેકોબ ના પપ્પા સામે જોયું અને બોલ્યો કે સર તમારે કઈ કામ હતું સર કે મેમ બંને માંથી કોઈ જ ઘરે નથી તો તમારા માટે ગેસ્ટ રૂમ તૈયાર કરું. તમને કઈ ખાવા માટે જોઈયે છે.
રામ(પપ્પા સામે જોઈ ને): આ જેકોબ ના પાપા છે. (પાપા ના હાવભાવ જોઈ ને) કાલે સાંજે 2 છોકરો આવ્યા હતા એમાં જે પહેલો આવ્યો હતો ને એ..
જેકોબ ના મમ્મી બોલ્યા. ના અમને કઈ નથી જોઈ તું અમે તો ખાલી ઉર્વશી અને એના પરિવાર ને મળવા આવ્યા છીએ અને એમને thank you. કેવા માટે આવ્યા છીએ.
કાકા: કેમ thank you.
જેકોબ ના પપ્પા : અમે આભાર એટલા માટે કહેવા આવ્યા છીએ કે આજે મારૂ ઘર જ્યાં છે એ તમારી દીકરી ની સમજણ ના લીધે છે.
પપ્પા : એવું?
જેકોબ ના પપ્પા: હું તમને એક વાત કહું ઘણા સમય પહેલા ની.
એક દિવસ બધા જેવીએમ ઓફિસ માં બેઠા હતા. ત્યાં જેકોબ ની મમ્મી પાપા આવ્યા હતા. એમને જેકોબ ના કાકા ના દીકરાના લગ્ન હતા એને લેવા માટે આવ્યા હતા. એજ સમયે એ જેકોબ ને એક ગીત નું રેકોર્ડિંગ હતું. જેકોબ ના મમ્મી પાપા એ જેકમેન ની જોડે વાત કરી.
જેકોબ ના મમ્મી: સાહેબ અમારા ઘર માં આ પહેલા મેરેજ. છે. જો જેકોબ નહીં આવે તો કેવી રીતે ચાલે.
જેકમેન : પણ એ ટીમે એ જેકોબ નું સોંગ નું રેકોર્ડિંગ છે.
જેકોબ ના પપ્પા: વાંધો નહીં સાહેબ એ ગીત તમે વિકી ને આપી દેજો એ બને સામે જ તો કામ કરે છે.
જેકમેન: જોવું હું કરું. જેકોબ અને વિકી જોડે વાત કરું છુ.
જેકોબ ના મમ્મી: ના સાહેબ ફાઇનલ થયી ગયું કે અમારી જોડે ઘરે આવે છે. એક અઠવાડીયા પછી કરજો કે બીજું કઈક કરજો તમે તો કરી શકો છો. તમે તો માલિક છો.
જેકમેન : વાત તો સાચી પણ બેન્ડ ની વાત માં પણ એટલુ જ એના નિર્ણય મહત્વ રાખે છે. ક્યારેક ફાઇનલ ફેસલો એનો હોય છે. એને સમજાવવાનો પ્રયત્ન કરું છુ.
જેકોબ ના પપ્પા : તમે તમારી રીતે જોઈ લેજો. હવે અમે નિકળીએ છીએ.
જેકમેન: વાંધો નહીં. ચાલો મળીએ પછી. બીજું કોઈ તકલીફ હોય તો કહેજો.
જેકોબ ના પપ્પા: ચોક્કસ સર. આભાર તમારો. એમ કહી ને એ ત્યાં થી નીકળ્યાં.
લગભગ 2 કલાક જેવુ થયું. ઉર્વશી ઓફિસ માં આવી. જેકમેન મીટિંગ માં હતી. ઉર્વશી એ ગ્લાસ વોલ પર થી જ હેલ્લો કહી દીધું. ઉર્વશી મેનેજર જોડે ગયી.
ઉર્વશી:શીલા એક કામ કરત તું મને આવતા અઠવાડીયા નું ટાઈમ ટેબલ આપ.
શીલા: મેમ મને થોડી અપડેટ કરવાની છે. તમે દસ મિનિટ રાહ જોવો નવું ટાઈમ ટેબલ આપું.
ઉર્વશી ઊભી થયી ને કોફી બનાવવા ગયી.એ કોફી લઈ ને આવતી હતી ત્યાં એને સિડ્યુલ આપ્યું. એક હાથ માં કોફી હતી. અને બીજા હાથ માં ઉર્વશી એ સિડ્યુલ પકડ્યું. ઉર્વશી જોયું કે આવતા અઠવાડીયા ના ટાઇમ ટેબલ માં જેકોબ નું કોઈ રેકોર્ડિંગ નહોતું એની જગ્યા એ વિકી નું ડબલ હતું. ઉર્વશી એ શીલા ને બોલાવી. શીલા ઉર્વશી સામે ને ઊભી રહી ગયી.
ઉર્વશી:શીલા આમાં કઈક ખોટું છે. તું ફરી જોઈ ને કહે.
શીલા: મેમ બરાબર છે.
ઉર્વશી: પણ આવતા અઠવાડિયે તો જેકોબ નું મિસ્ટર એસ જોડે સોંગ રેકોર્ડિંગ છે.
ઉર્વશી નો અવાજ થોડો ઊંચો હતો. શીલા ડરતા ડરતા બોલી. “મેમ મને અત્યારે જ અપડેટ આપી કે જેકોબ ની જગ્યા એ વિકી ગીત કરશે એની જોડે અને જેકોબ રજા પર છે આવતા..”
એ પૂરું બોલે એ પહેલા ઉર્વશી બોલી.
“પણ આ ફિક્સ કોને કર્યું?”
“ખબર નથી મેમ. મને તો કહ્યું મે કર્યું”શીલા બોલી.
તને કોને કહ્યું ચેંજ કરવાનું?
મેમ મને ક્રિએટિવ મેનેજર.. ઉર્વશી એને બોલવે છે.શીલા એવું વિચારતી હતી કે જો એ એને બોલાવી લે તો શીલા બચી જાય માટે એને ઉર્વશી ની હા ની રાહ પણ ના જોઈ ને ક્રિએટિવ મેનેજર ને બોલાવી લાવી.
ક્રિએટિવ મેનેજર આવી.. ઉર્વશી આંખો ઊંચી કરી ને એની સામે જોયું. એને એની બાજુ માં ઊભેલી શીલા ને ધીમે થી પુછ્યું શીલા બની શકે એટલુ ધીમે બોલી કે ઉર્વશી ને ના સંભળાય
“અરે જેકોબ અને વિકી નું સિડ્યુલ ચેંજ થયું માટે..”
ક્રિએટિવ મેનેજર ફટાક લઈ ને બોલી “મને તો જેકમેન એ કીધું હતું ચેંજ કરવાનું”.
ઉર્વશી કોફી નો મગ ટેબલ પર મૂકી ઉર્વશી ગુસ્સા માં જેકમેન ના ઓફિસ સામે ગયી.ઉર્વશી ને ગુસ્સા માં જોઈ ને બધા ને લાગ્યું કે હવે આપણે બહાર જોઈ એ માટે એ બધા એકએક નીકળી ગયા.
ઉર્વશી એ દરવાજો ખોલ્યો. બેન્ડ ના સભ્યો પણ ત્યાં જ હતા. બધા ઉર્વશી અને જેકમેન ને જોઈ રહ્યા. ઓફિસ નું એક એક કર્મચારી.
જેકમેન ના સ્વભાવ પ્રમાણે એક દમ શાંત હતી. ઉર્વશી ગુસ્સા માં બોલી. તમે સિડ્યુલ કેમ ચેંજ કર્યું.
જેકમેન: વિકી પણ તો વોકલ કરે છે તો શું વાંધો છે.
ઉર્વશી: સોરી જેકમેન. પણ મને નથી લાગતું કે આ બદલાવ કરવો જોઈએ. મને મંજૂર નથી. તો હું આશા રાખું કે તમે આ ફરી બદલશો એને જેકોબ ને પાછો લાવશો.
પણ.. જેકમેન બોલવા જતાં હતા એ પહેલા ઉર્વશી એ એમને રોકી દીધા. ઉર્વશી: આ ગીત જેકોબ કરશે એ નક્કી છે.
જેકમેન ને પણ અંદર થી થયું કે જેકોબ વધારે યોગ્ય છે વીકી કરતાં. થોડું વિચારી ને પછી બોલ્યા. પણ ઉર્વશી મે એના માતા-પિતા ને કહી દીધું છે કે જેકોબ એના કાકા ના છોકરા ના લગ્ન માં જશે. તો આપણે એને મોકલવો પડશે. તો એના પછી ના અઠવાડિયે શૂટિંગ કરીશું.
ઉર્વશી: sorry. જેકોબ ના સિડ્યુલ માં કોઈ ચેંજ નહીં થાય. મિસ્ટર એસ આવતા અટવાડિયે જ ફ્રી છે પછી એ મ્યુજિક ટુર પર જશે. તો એના રેકોર્ડિંગ ની તારીખ માં કોઈ ફેર નહીં થાય. એતો ફાઇનલ છે કે શૂટિંગ માં કોઈ ચેંજ નહીં થાય. અને એ પણ કે જેકોબ જ ગાસે.
તો હવે પ્રોબ્લેમ ના સોલ્યુસન માં આપણી જોડે બે જ ઓપ્શન છે. એક જેકોબ ના માતા પિતા જોડે લઈ જવાની જીદ છોડી ને એના ભાઈ ના લગન માં જલ્સા કરે અથવા બીજો ઓપ્શન એ છે કે જેકોબ નો ભાઈએના લગન ની તારીખ બદલે. હવે ફેસલો એમને લેવાનો છે.
એટલુ કહી ને ઉર્વશી ત્યાં થી નીકળી ગયી. જેકોબ ના મમ્મી નો ફોન આવ્યો.
જેકોબ ના મમ્મી:અરે અમે લોકો લગન ની ખરીદી માટે જઈ યે છે તો તું નવરો હોય તો ચલ અમારી જોડે કે કાલે આવીશ?
જેકોબ: મમ્મી મને રજા નથી મળી તો તમે લોકો ખરીદી કરી લો.
મમ્મી: કેમ તને જેકમેન ને તો રજા આપી દીધી છે.
દૂ:ખી મને બોલે છે. હા મમ્મી પણ એ પૂરું બોલે એ પહેલા સામે થી ગુસ્સો ભરેલો અવાજ આવ્યો.
કોણ છે એ. એ કેવી રીતે એની દાદાગિરિ ચલાવી લો છો. એ કેમ એમ થોડી કરવાનું છે.
જેકોબ: હા મમ્મી પણ હવે..( એક ઊંડો શ્વાસ લે છે)
કઈ નહીં મમ્મી તમે લોકો મોજ કરો.
જેકોબ ના માતા પિતા એકલા જ જેકોબ ને લીધા વગર પાછા જતાં રહ્યા.જેકોબ ના રેકોર્ડિંગ નો દિવસ આવ્યો. જેકોબ ના મોઠાં પર થી જ લાગતું હતું કે એને કોઈ મૂડ નથી આ ગીત કરવા માં.
ઉર્વશી આવી એને થોડું રેકોર્ડિંગ સાંભળ્યુ અને રાયન બોલ્યો. જેકોબ ધ્યાન આપી ને કર. પૂરા ધ્યાન થી. આ તો મજા આવે આવું નથી.
જેકોબે થોડી નારાજગી બતાવી. અને ફરી થી બધા લોકો એ ફરી ફરી ચાલુ કર્યું. લગભગ 25 વાર કર્યું પણ જોઈ યે એવું રિજલ્ટ નહોતું મળ્યું અને ડાઇરેક્ટર એ ફરી વાર રીટેક એવું બોલ્યા. જેકોબ ને ગુસ્સો આવ્યો અને એણે હાથ દીવાલ પર પછાડ્યો. એ જોઈ ને ઉર્વશી ને ગુસ્સો આવ્યો અને અંદર ગયી. એને જેકોબ નો જોર થી બાવડા પાક્યા અને બોલી.. સંભાળ આ તું બીજા કોઈ માટે નથી કરી રહ્યો. તારા માટે છે. અને જો તું નહીં કરે તો બીજું કોઈ કરશે એમાં જેકમેન કે બીજા કોઈ ને કોઈ ફેર નથી પાડવાનો. આજે તું અહિયાં છે કાલે અહિયાં બીજી કોઈ હશે તારી જગ્યા એ. તો તારા જીવન માં સમસ્યા થશે. માટે ધ્યાન થી કામ કર. નહિતર રહેવા દે.
ઉર્વશી ના હાથ બહુ મજબૂત હતા માટે જેકોબ ને થોડું દર્દ થયું પણ ઉર્વશી ના શબ્દો વધારે વાગ્યા અને એને પૂરા ધ્યાન સાથે ગીત ગયું. હવે જે પરિણામ આવ્યું એના થી ઉર્વશી ને સારું લાગ્યું તો એ ત્યાં થી નીકળી. બધા ને પણ ગમ્યું તો જેકમેન એ pack up કરી દીધું. જેકોબ ત્યાં થી નીકળ્યો. બાકી ના બેન્ડ ના સભ્યો ની જોડે ઘરે ગયા અને સોફા માં પડી ને જોરદાર રડ્યો હતો. એણે જોઈ ને બધા ની આંખ માં પાણી આવી ગયા, બધા વિચારતા હતા કે આવી લાઇફ ને શું કરવાની જ્યારે ઘરે પણ જવા ના મળે અને એ કામ કેમ કરવાનું.
જેકમેન એ ઉર્વશી ને ફોન કર્યો.
જેકમેન ઉર્વશી તું ક્યાં છે?
ઉર્વશી: જેકમેન મારે થોડું કામ હતું તો હું સેમ જોડે બાર આવી છુ. બધુ બરાબર છે ને ?
જેકમેન: હા ઉર્વશી. તું ફ્રી હોય તો આપણે ડીનર માટે મળીએ?
ઉર્વશી: ok. જેકમેન. હું નવરી જ છુ. તો તમે મને અડ્રેસ્સ મોકલજો હું પહોચી જઈશ.
જેકમેન: ok. ઉર્વશી તો મળીએ ડિનર માટે.
એમ કહી ને એમને ફોન મૂકી દીધો.
અમે લોકો ડિનર માટે મળ્યા. મે જેકમેન ને ઓર્ડર આપવા કહ્યો. જમતા જમતા અચાનક જેકમેન બોલ્યા.. ઉર્વશી thank you.
ઉર્વશી: ડિનર તો તમારા તરફ થી છે તો તમે મને thank you કેમ કહો છો?
જેકમેન: ડીનર માટે નહીં. ઉર્વશી આજ ના જેકોબ ના રેકોડિંગ માટે. જો તું દિવસ કડક ના થયી હોત તો હું વિકી જોડે રેકોર્ડિંગ કરાવત અને જે આજે રિજલ્ટ મળ્યું એ ના મળ્યું હોત.
ઉર્વશી: મને મ્યુજિક માં તમારા જેટલી ખબર નથી પડતી પણ આ પ્રોજેકટ ને મે પહેલે થી હેન્ડલ કર્યો માટે મને થોડી ખબર હતી અને મારી ગટ ફિલિંગ કહેતી હતી માટે મે ફોર્સ કર્યો. પણ sorry મે એ દિવસે તમારા પર ગુસ્સો કર્યો એ માટે અને thank you કે તમે મને શાંતિ થી જવાબ આપ્યો એ માટે.
જેકમેન: ok. અંત ભલા તો સબ ભલા.
બને ફરી પાછા ખાવા માં પરોવાઈ ગયા.
ઉર્વશી મોડા ઘરે આવી. બધા નીચે હતા પણ બધા ને જોઈ એને સારું નહોતું લાગી રહ્યું. માટે એ ગૂડ નાઇટ કહી ને રૂમ માં જતી રહી.
લગભગ 3 મહિના જેવુ થયું હશે આ વાત ને. બધા લોકો ને સમય ની સાથે સરખું થયી ગયું. પણ જેકોબ ના મન માં તો થોડો ગુસ્સો હતો. આજે એના ગીત નું રિલીસ હતું. બધા એ રિલીસ જોયું. લગભગ 10 કલાક થયાં હતા. રાયન અચાનક દોડતો દોડતો રૂમ માં આવ્યો જ્યાં બધા બેન્ડ ના સભ્યો બેઠા હતા. સેમ એ આતુરતા થી પુછ્યું.
શું થયું રાયન?
રાયન: સેમ તે જેકોબ ના ગીત ના વ્યુઝ જોયા?
સેમ: ના કેમ? બધા રાયન ની સામે જોઈ રહ્યાં.
રાયન જલ્દી ચેક કરે છે.
સેમ એ મોબાઇલ ખોલી ને જોયું તો આટલા વ્યુઝ એમને ક્યારે મળ્યા નહોતા. સેમ કઇ જ બોલ્યા વગર જોર થી સોફા પર કૂદયો. એના હાથ માથી મોબાઇલ પડી ગયો. જેકોબ એ ઉઠાવી ને જોયું અને એ બાજુ માં ઉભેલા જેકસોન ને ગળે મળે છે.સેમ એ ઉર્વશી ને મેસેજ કરી ને ગીત માટે અભિનદન આપ્યું. જેકોબ એ જેકમેન ને ફોને કર્યો અડધી રાતે.
જેકોબ શું થયું આટલી રાતે કેમ ફોને કર્યો? બધુ બરાબર તો છે ને . ? જેકમેન ઊઘ માં બોલ્યા.
જેકોબ( ઉત્સાહ થી બોલ્યો): તમે મારા વ્યુઝ જોયા?
જેકમેન: હ જોયા. તારે ઉર્વશી નો આભાર કહેવો જોઈ યે.
જેકોબ:હા હું એને પણ ફોન કરીશ.
જેકમેન: એ કાલે આવે છે.એમ- લેન્ડ.
જેકોબ: હું કાલે એને લેવા જઈશ.
જેકમેન: હા વાંધો નથી. કાલે ડ્રાઇવર મોકલીશ તું એને લઈ આવજે .. અત્યારે મને સુવા દે. લગભગ અડધી રાત થયી ગયી છે.
જેકોબ: ok and sorry.
જેકમેન: વાંધો નહીં. ગીત ની સફળતા માટે અભિવંદન.
જેકોબ એ થેન્ક્સ કહી ને ફોન મૂકી દીધો. અને એની ખુશી નો કોઈ પાર ના રહ્યો. એને ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ ઊંઘ પણ ના આવી. એ આખી રાત એજ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે ઉર્વશી આવે અને એને હું મળું.
બીજા દિવસ ની સવાર પડી. સવારે વહેલા જેકોબ એકદમ તૈયાર થયી ને એરપોર્ટ જવા નીકળી ગયો.
ઉર્વશી યુએસએ ના કોન્સેર્ટ ની થોડી મીટિંગ અને તૈયારી માટે આવવાની હતી. એજ સમયે મોટી 4 ફ્લાઇટ આવી હતી માટે ઉર્વશી ને બહાર નીકળવામાં માં વાર લાગતી હતી. બહુ ભીડ પણ હતી. આ બધા ની વચ્ચે જેકોબ એ ઉર્વશી ને જોઈ. એને જોશ થી બૂમ મારી તો એને બધા એ જોયો અને જોત જોત માં બહુ ભીડ થયી ગયી કે એના બોડી ગાર્ડ ને કંટ્રોલ કરવી મુશ્કેલ થયી ગયી. જેમ તેમ કરી ને એને કવર કર્યો બોડી ગાર્ડે એને ધીમે ધીમે એને પછાડ ના દરવાજા થી બહાર કાઠયો. ઉર્વશી પહેલે થી ગાડી માં બેઠેલી હતી. એ ફટાફટ અંદર બેઠો.અને જોઈ ને ઉર્વશી બહુ જ હસી. જેકોબ શરમાઈ ગયો. ડ્રાઇવર એ ગાડી ત્યાં થી નીકળી.
થોડી વાર પછી ઉર્વશી એ ડ્રાઇવર ને પૂછ્યું.
ઉર્વશી: આશિષ તું લાવ્યો?
આશિષ: હા, મેમ.
કાર ને બાજુ માં ઊભ રાખી ને ડેકી માથી ફ્લાવર બૂકે અને ચોકલેટ નિકાળી.
ઉર્વશી એ જેકોબ ને આપ્યું. જેકોબ: ઉર્વશી આ શેના માટે?
ઉર્વશી: એના જ માટે જેના માટે તું અહિયાં આવ્યો છે.
જેકોબ: તને કેવી રીતે ખબર પડી?
ઉર્વશી: મારી જેકમેન જોડે વાત થયી હતી અને મને કાલે સાંજે જ સેમ નો મેસેજ આવ્યો હતો. Congrts Jacob for your success.
જેકોબ( થોડો ઠીલો પડે છે. ): ઉર્વશી મને તને કઇક કહેવું છે.
ઉર્વશી: બોલ .
જેકોબ: સોરી ઉર્વશી મે તને ખોટી સમજી પણ એ દિવસે તે મને જવા દીધો હોત તો આજે આ બધુ મારું ના હોત, સોરી.. તારા પર ભરોસો ના કરવા બદલ.
ઉર્વશી એ જેકોબ ની સામે જોઈ ને બોલી. “don’t worry . મિત્રો હોય જ છે એક બીજા ની મદદ કરવા માટે.
જેકોબ એ હા માં માથું ધુનાવ્યું
ઉર્વશી: મને એવું થયું કે તું કામ સારી રીતે કરી શકે માટે મે તને કીધું. હા મારે થોડું સખ્ત થવું પડ્યું પણ કઈ વાંધો નથી કઈક સારું મેળવવા માટે કયારેક સખત થવું પણ જરૂરી છે. પણ પેલું નથી કહેતા. અંત ભલા તો સબ ભલા. તું ખુશ છે?
જેકોબ: ખુશ.. હું આ બધુ જોઈ ને પાગલ થયી રહ્યો છુ. મારા માટે આ વિશ્વાસ જ નથી આવતો.
ઉર્વશી એ એની સામે જોઈ ને ગર્વ વાળું હસી આપ્યું.
જેકોબ અને ઉર્વશી બંને ઘરે પહોચ્યા. બધા ઉર્વશી ને મળ્યા. સેમ ત્યાં હતો નહીં. ઉર્વશી ની આખો સેમ ને શોધી રહી હતી.
એટલા માં જેકોબ ની મમ્મી નો ફોન આવ્યો. ખબર અંતર પૂછ્યા પછી બોલ્યા. : સોરી બેટા.
એ આગળ કઈ બોલે એ પહેલા ઉર્વશી કહ્યું આંટી તમે મને શરમ માં મૂકો છો. ખરેખર મે તો એને ખાલી ધકો માર્યો છે. ખરી મહેનત તો એણે કરી છે. અને પછી બંને જણા વચ્ચે નોર્મલ વાતચીત કરે છે.
એના પાપા આટલું બોલતા બોલતા એમના આખો માંથી આશું આવી ગયા. એની મમ્મી એ એમના ખભા પર હાથ મૂક્યો. એ ભારે અવાજે બોલ્યા એ દિવસે થી અમે જેકોબ ની વાત માં ઉર્વશી ના મંતવ્ય ને પણ એટલુ જ માન આપીએ છીએ.
આ સાંભળી ને ઉર્વશી ના ફૅમિલી મેમ્બર ની આખો માં એક અલગ ગર્વ હતું.
જેકોબ ના મમ્મી: ઉર્વશી ક્યારે આવશે? એ ને તો કેટલા સમય થી જોઈ નથી.
મમ્મી: એને કોઈ નો ફોન આવ્યો અને એ એમ જ વાત કરતાં કરતાં ઘર માંથી નીકળી ગયી છે. કઈ જ નથી કીધું કે શું કરે છે ક્યાં જાય છે.
થોડી વાર માં જેકોબ ના માતપિતા ઘરે જવા નીકળે છે. સાંજ પડી પણ ઉર્વશી નો હજી કોઈ આતો પતો નથી. બધા થોડી ચિંતા માં છે. પણ હવે ડર નથી લાગતો પહેલા જેટલો .
રાત પાડવા આવી એટલા માં બેન્ડ ના સભ્યો સેમ ના ઘરે આવ્યા. અત્યારે બધાં ઉર્વશી ના પરિવાર જોડે હતા.
કાકા: અલા ઉર્વશી ક્યારે આવશે? એ કોઈ ને ખબર છે?
વિકી: એ કોઈ કામ માં વ્યસ્ત હશે. એ ક્યારે આવશે એ કોઈ ને ખબર નથી હોતી.
માસી: એવું કેવું?
રાયન: don’t worry aunty. ચાલો આપણે ડિનર કરી લઈ યે. મારી ઉર્વશી જોડે વાત થયી છે એણે હજી 3 દિવસ જેવુ થયી જશે ત્યાં સુધી અમે તમારી જોડે રહીશું. તમે ચિંતા ના કરો. જો તમારે ઉર્વશી જોડે વાત કરવી હોય તો મને કેજો હું કરાવીશ. પણ ઉર્વશી નો રોજ નો ફોન નંબર બંધ હશે.
બધાં ડિનર કરી ને સુવા જાય છે પોત પોતાના રૂમ માં .
રાયન રૂમ માં જઈ ને ફોન કરે છે.
રાયન: are you ok?
ઉર્વશી: yes, I am ok don’t worry.
રાયન: ok good night. Take care. If you need some thing call me.
Viral: sure don’t worry. Good night.
બીજા દિવસે સવારે
બધાં પહેલે થી તૈયાર હતા. મમ્મી આજે સવાર માં મંદિરે દીવા કરવા જાય છે. એ દીવા ની થાળી લઈ ને નીચે આવે છે. હોલ માં જેકસન બેઠો હતો એણે મમ્મી ને હાથ માં પૂજા ની થાળી જોઈ ને હનુમાન ચાલીશા ચાલુ કર્યા. અને આવી ને બધાં એ આરતી પણ લીધી.
આજે જકસોન ને હનુમાન ચાલીશ કરતાં જોઈ અને મમ્મી એ પુછ્યું : તમને કોને શીખવાડયું?
જકસોન: આંટી અમે ઉર્વશી ને રોજ ચાલુ કરતાં જોઈ છે. અને ઉર્વશી જોડે થી શીખ્યા છીએ કે બધાં ની લાગણી ની કદર કરવી.
મમ્મી આ સાંભળી ને ખુશ થયી ગયી. જેકોબ અને જકસોન મળી ને બધાં ને માટે બ્રેકફાસ્ટ બનાવવાનું ચાલુ કર્યું. પણ એમને ઇંડિયન વાનગી ઓ માટે એટલી બધી ખબર નહોતી પડતી. એ બને જણા રાયન ના રૂમ માં ગયા. રાયન હજી સૂતો હતો. રાયન ને ઉઠાડે છે. રાયન અડધી ઊઘ માં ઊઠે છે.
રાયન: શું થયું?
જેકસન: અમને બ્રેકફાસ્ટ માં એટલી બધી ખબર નથી પડતી. હવે શું કરીશું નાસ્તા માટે?
જેકોબ:એવું ના થાય કે આંટી આપણ ને મદદ કરે તો અમે સરળતા બનાવી શકીએ
રાયન:ok. હું વાત કરું છુ.
રાયન ખુરશી પર પડેલું હળવું કોટ પહેરી ને માસી જોડે આવે છે.
રાયન: sorry માસી પણ અમને લોકો ને ઇંડિયન બ્રેકફાસ્ટ બનાવતા નથી આવડતું. તો તમે અમને બતાવો એ રીતે અમે કરીશું.
માસી: અરે વાંધો નથી અમે બનાવી લઈશું. ખાલી કઈ વસ્તુ ક્યાં પડી છે એ કહી દેજો.
રાયન: માસી જેકોબ અને જેકસોન તમને મદદ કરાવશે. તમે ચિંતા ના કરો. તો હું તમને રસોડા સુધી મૂકી જવું.
માસી રસોડા માં જાય છે. એ 2 ફ્રીઝ જોવે છે. એક વેજ. માટે અને એક નોન વેજ. માટે. અને બધી વસ્તુ સારી રીતે ગોઠવેલી હતી.
માસી: આ કેમ બંને અલગ અલગ છે?
જેકસોન: તમને મુશ્કેલ ના પડે માટે. તમને જે મદદ જોઈ એ કહો અમે અહિયાં જ છીએ. માસી એ જમવાનું બાનવવાનું ચાલુ કર્યું. પણ એના મોઠાં પર એક અલગ ખુશી હતી.
માસી બ્રેકફાસ્ટ બનવી રહી હતી એટલા માં જેકોબ એ સર્વિંગ બાઉલ નીકળ્યા. રાયન ત્યાં સુધી માં રસોડા માં આવે છે. અને એ બધુ ડાઈનિંગ ટેબલ પર મૂકવાનું ચાલુ કરે છે. જેકસન બધાં ને બોલાવવા જાય છે. ઉર્વશી હજી નથી આવી.
બધાં ટેબલ પર આવી છે. ઘર ના સભ્યો બ્રેકફાસ્ટ કરી ને માર્કેટ માં ફરવા જાય છે. બેન્ડ મેંબર એમને રિહર્સલ માટે તૈયાર થયી ને જાય છે. સાંજે બધાં ઘરે આવી ને ડિનર પતાવી ને વડીલો ટીવી જોવા બેઠાં હતા. ત્યાં વિકી બોલ્યો કે ચાલો આપણે નાના લોકો આઇસક્રીમ ખાવા જઇયે અને તમને થોડું નાઇટ વ્યૂ પણ બતાવીએ.
બધાં એક મોટી ગાડી માં બેઠા. જેકોબ એ ધીમા ધીમા ગીતો ચાલુ કર્યા. જેકસન બધાં ને સિટિ નો રિવ્યૂ પૂછે છે. તો ખુશી બોલી કે સોરી પણ અહિયાં અમારા ત્યાં કરતાં બહુ જ નાઇટ પાર્ટી કરે છે.અમારે તો ડ્રિંક ની પરવાનગી જ નથી. જેકસોન: સાચી વાત છે. ક્યારેક આપણાં ને અમુક પાગલ પણ મળી જાય છે.
ત્યાં અચાનક જ રાયન અને જેકોબ અને જણા જોર થી હસે છે. જેકસન આશ્ચય થી જોવે છે. 2 મીનિટ પછી એણે ખબર પડે અને એ બોલ્યો. ઓહહ એએએ... અને એ પણ હસવા લાગે છે. પ્રથમ થી ના રહેવાયું અમે એણે પૂછયૂ. શું? અમને પણ કહો. હવે એ લોકો એકબીજા થી થોડા ભણવા માંડ્યા હતા. તો એક બીજા જોડે થોડી ફ્રીએંડલી વાતો થતી હતી. જેક્સન કહેશે એ વાત તને એવું રાયને એ કીધું. જજેકસોન એ સ્ટોરી ચાલુ કરી.
આ વાત ઉર્વશી જેવીએમ ના ઓફિસિયલ અનાઉસમેંટ પછી ની છે. પછી ઉર્વશી આવતી ત્યારે ડાઇરેક્ટ જેવીએમ માં જ આવતી હતી .આ એક વાર ઉર્વશી એ બહુ જ જ પીધેલી હાલત માં હતી. અને બહુ જ રડતી હતી.
એક ટેબલ નીચે બેસી ગયી હતી.
ત્યાં બેસી ને એ ખાલી રડે જ છે. રાયન હજી ત્યાં જ હતો ઓફિસ માં અને જેકમેન હતા બાકી ના બધાં લગભગ જઈ ચૂક્યા હતા.
રાયને એ સેમ ને ફોન કર્યો.
ઉર્વશી એ બહુ ડ્રિંક કર્યું છે તું એને લઈ જ અહીંયા થી.
સેમ: કેમ શું થયું?
એ તો ડ્રિંક નથી કરતી.
રાયન: મને ખબર છે પણ ખબર નથી આજે એણે કેમ આવું કર્યું. એ ટેબલ નીચે બેસી ને બસ રડ્યા કરે છે.
સેમ આવે છે. ત્યાં સુધી રાયન ઉર્વશી ને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પણ ઉર્વશી નથી આવતી.
સેમ થોડો ડરેલા આવજે રાયન ને પુછ્યું ઉર્વશી ક્યાં છે?
રાયન એના થી થોડે દૂર એક ટેબલ ની નીચે ઈશારો કરે છે.
સેમ ઉર્વશી ને જોઈ વધારે ડરી જાય છે.
સેમ: thanks રાયન, જેકમેન.. તમે ઘરે જાવ. હું પણ ઉર્વશી ને ઘરે લઈ ને જવું છુ.
જેકમેન: નીચે સુધી બધાં જોડે જ જઈ યે.
સેમ:ઉર્વશી ની જોડે જાય છે એણે ઊભી કરે છે પણ એ ઊભી નથી થતી.
સેમ: ઉર્વશી તને શું થયું બકા? જો હું સેમ તું મારી વાત નહીં માને. Please બહાર આવી જ.
ઉર્વશી: ના હું નહીં આવું.
સેમ:please. બકા આવી જા. જો બધાં ઘરે જતાં રહ્યા આપણે બે જ બાકી છીએ. જો તું બહાર નહીં આવે તો આપણે અહિયાં બંધ થયી જઈશું અને પછી ઘરે કેવી રીતે જઈશું.?
ઉર્વશી: ના હું તો નહીં આવું.
અને એ ફરી રડવા લાગી. સેમ ને થોડો ગુસ્સો આવ્યો પણ આ હાલત માં એ શું બોલે? સેમ નો પણ કંટ્રોલ તૂટી ગયો . સેમ એ ફરી પ્રયત્ન કર્યો.
સેમ: ઉર્વશી તું જલ્દી બહાર આવ. રામે ઘરે પાણિપુરી બનવી છે. જો તું જલ્દી નહીં આવે તો રામ અને આશિષ બધી ખાઈ જશે. મને એણે એવું કીધું છે.
પાણિપુરી હમેંશા જીતે. તો ઉર્વશી ફાટક લઈ ને ટેબલ માંથી નીકળી નેએક- દમ તૈયાર થયી ગયી ઉર્વશી સેમ નો શર્ટ નો એક કોર્નર પકડ્યો જાણે એક નાનું છોકરું એની માનો સાડલો પકડે એમ. સેમ ઉર્વશી ને જોઈ ને એના મોઠાં પર એક પ્રેમ ભર્યું સ્મિત આવી ગયું.
સેમ એ કહ્યું:ok. ઉર્વશી ચાલો.
સેમ એ પ્રેમ થી એનો હાથ પકડ્યો ને ચાલ્યો. રાયન ને આંખ ના ઇશારા થી કહ્યું કે તમે ઘરે લઈ જાવ. લિફ્ટ નો દરવાજો ખૂલ્યો એટલે સેમ એ ઉર્વશી ને લિફ્ટ માં બેસાડીએ ઉર્વશી ને ઘરે લઈ ને આવ્યો.. ઉર્વશી હાલત એવિ નહોતી કે એ ચાલી ને અંદર સુધી જઈ શકે તો સેમ એ એણે ગંધેલું કરી લીધું. બીજા દિવસે સવારે આ વાત બધાં ને ખબર પડી હતી અને બધાં લોકો બહુ જ હસ્યાં હતા અને બે દિવસ સુધી ઉર્વશી એ જેકમેન ની સામે નહોતી ગયો.
આજે પણ એ વાત યાદ કરતાં બધાં ફરી એટલુ જ હસ્યાં. ખુશી તો જોરદાર હસી હતી. એની આંખ માથી પાણી પણ આવી ગયું.
આર્યન: પણ દી તો ક્યારે નથી પીતા એણે કેમ પીધું હતું?
જેકોબ: એણે પીધું નહોતું. કોઈ એ પાણી ની બૉટલ માં ભરી ને લાવ્યું હતું સંતાડવા માટે અને એ ઓફિસ ના રસોઈઘાર ના ફીર્જ માં મૂક્યું હતું. ઉર્વશી ને તરસ લાગી હતી તો એ પાણી સમજી ને પી ગયી હતી. પણ એ થયું એમાં ઉર્વશી ને એક અલગ બાજુ જોઈ અમે.
વાત વાત માં આઇસક્રીમ ની દુકાન આવી ગયી બધાં પોતાની પસંદ પ્રમાણે આઇસ ક્રીમ નક્કી કરી ને દરિયા કિનારે આવી ગયા.
દરિયા કિનારે આજે થોડી તેજ અને ઠંડી હવા હતી એક જાળી જેવી બેન્ચ હતી . ત્યાં જેકોબ બેઠો અને એના ધ્યાન ના રહ્યું અને એના પેન્ટ ના ખીચા માંથી એના ફોન બેન્ચ પર પડ્યો. અચાનલ જ આર્યન ની નજર પડી અને એણે પકડી લીધો નહિતર એ સીધો દરિયા માં પડત. જે રીતે આર્યને મોબાઇલ પકડ્યો એ જોઈ ને ફરી બધાં જોર થી હાસ્ય. થોડા ગપ્પાં મારી ને એ લોકો ત્યાં થી ઘરે આવ્યા.
બીજા દિવસે બધાં એ નક્કી કર્યું કે એ લોકો રાયન ના ઘરે જશે. બીજા દિવસે બધાં તૈયાર થયી ને નીચે આવી ગયા, માસી એ બહું બધો નાસ્તો લીધો હતો . પાપા આશિષ જોડે મોર્નિંગ માં કાર ની તૈયારી કરાવે છે. મમ્મી આવે છે મમ્મી થોડી ચિંતા માં છે કારણકે હજી સુધી ઉર્વશી નથી આવી. પણ બાકી બધુ બરાબર છે. પણ માં નું મન છે તો થોડી ચિંતા તો થવાની ને. બધાં કાર માં બેસી ગયા. બધાં એ રોડ ને એન્જોય કરતાં કરતાં ગયા. બંને બાજુ એક દમ મસ્ત લીલોતરી હતી. એક દમ સુરજ ઊગતો હતો. ધરતી એ જાણે સુવર્ણ પહેર્યું હોય એમ બધુ મસ્ત સોનેરી થી ચમકી રહ્યું હતું. જાણે સ્વર્ગ નીચે આવી ગયું હોય એમ. અલગ અલગ પંખી ઓ નો અવાજ અવાજ આવતો હતો . બધાં ને મજા આવતી હતી. કોઈ કઈ જ નહોતું બોલી રહ્યું એ બસ ખાલી નજારો જોવા માં પડ્યા હતા. લગભગ બપોર સુધી માં એ લોકો રાયન ના ઘરે પહોચી ગયા.
બધાં ને જોઈ ને મજા આવી. થોડા સમય પછી એ લોકો આજુબાજુ નો એરિયા જોઈ આવ્યા. બધાં ને જોઈ ને મજા આવી. થોડા સમય પછી રામે જમવાની બૂમ પડી. બધાં જમી ને બેસી ને થોડી સુખદુખ ની વાતો કરતાં હતા ત્યાં અચાનક વિકી દોડતો દોડતો આવ્યો અને પછાળ જેકોબ દોડતો હતો. વિકી એ જેકોબ ને ખાસ્સી વાર દોડવ્યો પછી એ થાકી ગયો તો વિકી એ પકડી લીધો અને વિકી એ બહું માર્યો. રાયન ના પપ્પા એ પુછ્યું કે શું થયું? તું કેમ મારે છે?
વિકી એ હસતાં હસતાં કીધું કે મે એણે પ્રેંક કર્યો હતો માટે.
રાયન ના પપ્પા થો ગુસ્સે થયી ને બોલ્યા. તમે પ્રેંક કરો પણ ધ્યાન રાખજો ખબર છે ને સેમ ની શું હાલત થયી હતી એ..
જેક્સન:હમ્મમ સાચી વાત છે. એણે પ્રથમ સામે જોતાં બોલ્યો તમને નથી ખબર હોય ને આ વિષે.
વિકી: અલા ના જ ખબર હોય ને એમને. એક વાર અમે સેમ જોડે પ્રેંક કર્યું હતું. પણ એનું રિજલ્ટ ખરાબ આવ્યું હતું.
૪.
એકવાર સેમ ના જન્મદિવસ ની ઉજવણી માટે ઉર્વશી એમ-લેન્ડ માં આવી હતી. . આ વખતે એમ-લેન્ડ એની ફ્લાઇટ થોડી વહેલી આવી ગયી, તો એણે આશિષ ને કોલ કરી ને બોલાવી લીધી હતો . આશિષ એણે એરપોર્ટ થી લઈ ને જેવીએમ નો ઓફિસ છોડી દીધી ઉર્વશી જેકમેન ના રૂમ માં બેઠી હતી એ બંને રોજ ના કામ ની ચર્ચા કરતાં હતા, ત્યાં ઉર્વશી નો ફોન વાગે છે. ઉર્વશી ફોન ઉપાડવા જાય ત્યાં રાયને ઉર્વશી નો હાથ પકડી ને રોકી લીધો.
ઉર્વશી: શું થયું?
રાયન: કઈ નહીં ઉર્વશી આપણે સેમ ને સરપ્રાઇજ પીએ તું ફોન ઉપાડીશ નહીં. ઉર્વશી ને આઇડિયા ગમ્યો. તો એ પણ સહમત થયી ગયી... lets see..એમની સામે બેઠેલા જેકમેન એ કોઈ જવાબ ના આપ્યો.થોડીવાર રહી ને સેમ નો ફોન જેકમેન માં આવ્યો. એમને ફોન ઉપડયો.
જેકમેન: હા બોલ સેમ.
સેમ: ઉર્વશી આવી છે?( સેમ નો અવાજ થોડો ચિંતા વાળો હતો)
જેકમેન: ના કેમ શું થાય?આજે એ આવવાની છે પણ એની ફ્લાઇટ કેટલા વાગ્યા ની છે એ મને નથી ખબર.
સેમ:એને અત્યાર સુધી માં આવી જવું જોઈ યે જો કોઈ બદલાવ ના હોય તો પણ મારા માં ઉર્વશી નો કોઇ ફોન નથી આવ્યો.
જેકમેન: કદાચ ટ્રાફિક માં ફસાઈ ગયી હશે. ચિંતા ના કર આવી જશે.
સેમ ફોન મૂકે છે એ ગાડી ને સાઇડ માં ઊભી કરે છે અને વકીલ ને ફોન કરે છે.
સેમ: હેલ્લો
વકીલ: શું થયું સેમ? તારો અવાજ કેમ આવો છે?
સેમ: ઉર્વશી અત્યાર સુધી માં આવી જોઈ યે. પણ એ નથી પહોચી તમે કોઈ સેટિંગ કરી ને પુછો ને કે એ એરપોર્ટ પર છે કે બહાર નીકળી ગયી?
વકીલ: ચિંતા ના કર હું અંદર ની ખબર લઈ ને તને કહું છુ.
સેમ: ok. thank you.
સેમ ફોન મૂકે છે. અને બીજા ને કોલ કરે છે. એ એના થી જે લોકો ને ફોન થતો હતો બધાં ને ફોન કરી ચૂક્યો હતો. બધાં ના ફોન વારા ફરથી ઉર્વશી અને રાયન પર આવવા માંડ્યા કે ઉર્વશી ક્યાં છે? એમને નહીં હોય તો પણ લગભગ 25 ફોન આવ્યા હશે. રૂમ માં પિન ડ્રોપ સન્નાટો છવાઈ ગયો. ઉર્વશી ની આખો માં આશું આવી હયા. રાયન અને જેકમેન બને ના મોઠાં થોડા ઠીલા પડી ગયા.
ઉર્વશી થોડી વાર રહી ને સેમ ને ફોન કર્યો.
ઉર્વશી: સેમ, શું કરે છે?
સેમ(ગભરાયેલા અવાજે): ઉર્વશી તું ક્યાં છે? મે તને ફોન કર્યો પણ તે ઉપડયો નહીં. તું કેમ છે?
ઉર્વશી: (કઈજ ના થયું હોય એમ) હું જેવીએમ માં પહોચી તને ના જોયો માટે કોલ કર્યો. તું આવે છે ને?
સેમ: ઓક હું આવું છુ.
ઉર્વશી ને એનો અવાજ સાંભળી ને ડર લાગ્યો. તો ઉર્વશી એ એને આવવાની ના પડે છે.
ઉર્વશી:સેમ તું ક્યાં છે?હું ત્યાં આવું આમ પણ મને થાક લાગ્યો છે અને ભૂખ પણ લાગી છે તો ત્યાં જ રહે હું આવું પછી આપણે ઘરે જઈ યે.
સેમ: ઓક. હું આપણાં ઘર ના જોડે ના બ્રિજ જોડે છુ.
ઉર્વશી રાયન અને જેકમેન ને આવજો જજો કરે છે. રાયન પણ થોડો શરમીદા હતો. એને ઉર્વશી ને માફી માગી.
રાયન : sorry.
ઉર્વશી: એમાં શું બકા ખરેખર તો મારે તને thank you કહેવું જોઈ યે કે તારા લીધે મને આજે ખબર પડી કે સેમ મને કેટલો પ્રેમ કરે છે. Don’t worry. બધુ સારું થયી જશે.રાયન એ હા માં માથું ધૂનવ્યું.ઉર્વશી ત્યાં થી નીકળે છે. એ આશિષ ને લઈ ને સેમ જોડે પહોચે છે. ઉર્વશી ગાડી માંથી નીકળી ને સેમ ની ગાડી માં બેસે છે. સેમ ઉર્વશી ને જોઈ ને કઈ જ બોલ્યા વગર બસ ખાલી ઉર્વશી નો હાથ પકડે છે. અને ઉર્વશી એ પણ એનો બીજો હાથ એના હાથ પર રાખે છે. એ થોડી વાર રહી ને ઉર્વશી ને સામે જોવે છે. એ હાથે થી ઉર્વશી ના ગાલ પર મૂકે છે. એના મોઠાં પર એક અલગ સંતોષ હતો. ઉર્વશી ને સાજી સારી જોઈ ને. સેમ એ ઉર્વશી ના ખભા પર માથું મૂક્યું. સેમ ધીમે ધીમે શાંત થાય છે. ઉર્વશી એ એને પાણી આપ્યું.
સેમ: (પાણી પીને) ઉર્વશી હું બહુ જ ડરી ગયો હતો. સાચું કહું તો મે બધા ને ફોન પણ કરી દીધા જે લોકો ની હેલ્પ હું લઈ શકતો હતો.
ઉર્વશી કઈ ના બોલી ખાલી સેમ નો હાથ પકડી ને ખાલી સાંભળી રહી. આશિષ:મેમ ક્યાં લવું?
ઉર્વશી: અત્યારે તો ઘરે જ લઈ લો.
સેમ હજી બોલે જતો હતો. ઉર્વશી એને સાંભળવા માં વ્યસ્ત હતી. ને ઘર આવી ગયું. ઉર્વશી હોલ માં પહોંચી ને સેમ સોફા માં બેઠો. ઉર્વશી એની બાજુ માં આવી ને બેસી ગયી.
“સેમ મારે તને કઈક કહેવું છે.”
સેમ: શું?
ઉર્વશી એ સેમ ના પગ જોડે બેસી ગયી. સેમ એ જોઈ ને થોડો ચિંતા માં આવી ગયો.
ઉર્વશી બોલી “સોરી સેમ હું પહેલે થી જ પહોચી ગયી હતી પણ અમે મસ્તી ના મૂડ માં હતા તો તને સરપ્રાઇજ આપવાની હતી માટે અમે તારી જોડે પ્રેંક કર્યો હતો પણ થોડું વધારે ગંભીર થયી ગયું. સોરી અમે તને પહેલા ના કહ્યું કારણ કે અમે ત્રણે જણા ડરી ગયા હતા.”
સેમ કઈ ના બોલ્યો. એને ખાલી આદત પ્રમાણે હોઠ થોડા અંદર લીધા અને માથું ધૂનવ્યું. એક હાથ ઉર્વશી ના માથે મૂક્યો અને બોલ્યો: બીજું કઈ નહીં બકા પણ હું તને લેવા નથી આવી શકતો. તું હેરાન થાય માટે ચિંતા માં હતો.
ઉર્વશી ભારે અવાજ સાથે બોલી: સોરી. હું ફરીવાર આવું ક્યારેય નહીં કરું.
સેમ: હા. વાંધો નથી. Love you.
ઉર્વશી માથું સેમ ના ખોડા માં મુક્તા બોલી: love you too. થોડા ઉત્સાહ સાથે ઊભી થયી ને સોફા માં બેઠી અને એને એકદમ જોશ થી બથે ભર્યું અને બોલી. હું તને બહુ જ પ્રેમ કરું છુ.
સેમ થોડીવાર પ્યાર થી એને જોવે છે અને મંદ મંદ હાસ્ય સાથે એ ઉર્વશી ને બાથ માં લે છે.
વિકી ને આ બોલતા બોલતા એક અલગ જ તેજ હતું. માસી ધીમે થી બોલી. ..””નજર ના લાગે” પપ્પા આ સાંભળી ગયા. બંને એક બીજા ની સામે સંતોષવાળૂ હાસ્ય આપ્યું.
રાયન બોલ્યો “એવું નથી કે એ બંને ને સમસ્યા નથી થયી. એ લોકો વચ્ચે ઝઘડા પણ થયા છે. પણ છેલ્લે એ બને જણા એનો ઉકેલ પણ લાવેલા છે જેમ કે .”
એક દિવસ સેમ નવા ગીત પર કામ કરતો હતો. અને કોઈ સ્ત્રી ગીતકાર પણ હતી. એજ સમયે ઉર્વશી એમ-લેન્ડ આવવાની હતી પણ એ કામ માં વ્યસ્ત હતો તો ઉર્વશી ને મળી નહોતો શક્યો માટે ઉર્વશી થોડી બેચેન હતી. એક દિવસ એનું અને જેકમેન નું કામ પતિ ગયું હતું તો એ સેમ ના સ્ટુડિયો પર જાય છે. સેમ અને સ્ત્રી ગીતકાર બને જણા કોઈ વાત પર હસતાં હસે. તો એને બહુ જ ગુસ્સો આવ્યો અને એ ત્યાં થી નીકળી ગયી. સેમ રાતે મોડા ઘરે આવ્યો. ત્યાં સુધી માં ઉર્વશી સૂઈ ગયી હતી. સેમ ઉર્વશી ને જોઈ રહે છે થોડી વાર અને પછી એ એના કપાળે ચુબન કરે છે. અને એ સુવા જાય છે. બીજા દિવસે સવારે ઉર્વશી
સોફા માં બેસી હોય છે. મોબાઇલ માં સમાચાર ની અપડેટ જોતી હોય છે. સેમ આવે છે...
ઉર્વશી...
ઉર્વશી: હમમમમ
સેમ: મને ભૂખ લાગી છે.
ઉર્વશી: તો ખાઈ લે રામ તને બનાવી આપશે તને
સેમ: ના પણ આજે મારી ઇચ્છા છે કે તું મારા માટે કાયિક બનાવ..
ઉર્વશી( થોડા ગુસ્સે થી) : સોરી પણ અત્યારે મારી જોડે સમય નથી. તું તારી રીતે બનાવી લે અથવા રામ ને કહે એ બનાવી આપશે.
અને ઉર્વશી સોફા માથી ઊભી થયી તો સેમ એ એનો હાથ પકડી ને આશ્રય થી પૂછ્યું “તને શું થયું છે?”
ઉર્વશી: મને કઈ નથી થયું હું થોડી વ્યસ્ત છુ.
સેમ એ આગળ કઈ ના પૂછ્યું એને એવું હતું કે એ સાચે માં વ્યસ્ત હશે. એ રસોઈ ઘર માં ગયો અને ઉર્વશી ત્યાં થી નીકળી ગયી.
સેમ હજી ઘરે જ હતો. લગભગ 10 વાગ્યા એટલે ઉર્વશી પર સેમ નો ફોન આવ્યો.
ઉર્વશી: હમમ બોલ.
સેમ: યાર હું જેની( સ્ત્રી ગીતકાર) ને ફોન કરું છુ પણ નથી લાગી રહ્યો. જો ને આજુબાજુ માં હોય તો આપને.
ઉર્વશી: ના એ અહિયાં નથી દેખાતી. ઉર્વશી એને થોડું તોછડાઈ ને જવાબ આપે છે.
ખરેખર એ ઉર્વશી ની સામે જ હતી. ઉર્વશી એ કઈ જ બોલ્યા વગર ફોન કાપી દીધો. સેમ ને થોડું અજીબ લાગ્યું.
ત્યાં રાયન ને જોયો ઉર્વશી એ .
રાયન: ગૂડ મોર્નિંગ.
ઉર્વશી: ગૂડ મોર્નિંગ રાયન . શું કરે છે?
રાયન: કઈ નહીં. બસ આ પઝલ ને ઉકેલવાનો પ્રયત્ન કરું છુ. ઉર્વશી ને થોડો રસ આવ્યો એમાં. એને વિચાર્યું કે થોડો મૂડ પણ સારો થયી જશે માટે ઉર્વશી એ પણ એની જોડે જોડાવવાનું નક્કી કર્યું. એ બને જણા મસ્તી કરતાં કરતાં પઝલ ને ઉકેલી.રાયન ઊભા થતાં બોલ્યો. ઉર્વશી હું કોફી પીવા જવું છુ.તું પણ ચલ ફ્રી હોય તો.
ઉર્વશી:હા ચલ આમ પણ હું ફ્રી છુ. મારે જેકમેન આવે ત્યાં સુધી કઈ કામ નથી. ઉર્વશી અને રાયન કોફી પીવા માટે ગયા. રાયન કોફી લઈ ને આવ્યો. એજ સમયે ઉર્વશી ના ફોન માં સેમ નો ફોન આવ્યો.ઉર્વશી એ ફોન ને સાઇલેંટ કરી દીધો. રાયન એ વાત ને ધ્યાન માં લીધી. પણ એ કાયિક જાણવા માગતો હોય એમ બોલ્યો.
રાયન: ઉર્વશી સેમ નો ફોન આવે છે.
ઉર્વશી: વાંધો નથી. હું એને પછી ફોન કરી લઇશ.આમ પણ કઈ ખાસ કામ નહીં હોય. એને એમ જ કર્યો હશે.
રાયન ને પણ આ સાંભળી ને થોડું અજીબ લાગ્યું. એને એક કોફી નો ઘૂંટડો લીધો.
ઉર્વશી: તારા નવા ગીત નું શું થયું?
રાયન: હજી લખવામાં મજા નથી આવી તો હું ફરી લખું છુ. કદાચ હું માઉન્ટેન હાઉસ જઈશ.
ઉર્વશી: મને પણ એવું લાગે છે કે એ સારો વિચાર છે. કુદરત ની વચ્ચે શાંત વાતાવરણ માં વધારે સારું લખાય છે.
રાયન: એજ ને …
એ બને જણા લગભગ એક કલાક વાતો કરી હશે. પછી ફરી પાછા ઓફિસ પહોચ્યા.
સેમ પહેલે થી ત્યાં જ હતો. ઉર્વશી એણે જોયા વગર ચાલી ગયી. ફરી રાયન ઉર્વશી ને જોઈ રહ્યો. એ ત્યાં જ ઊભો રહી ગયો. થોડી વાર પછી સેમ એ એણે બોલવ્યો.
રાયન: ઉર્વશી ને શું થયું છે?
સેમ:ખબર નથી પણ એ સવાર થી અજીબ વર્તન કરે છે. આજે એ મને કઈ જ કીધા વગર ઘરે થી નીકળી ગયી છે.
રાયન: તે એની જોડે વાત કરી?
સેમ: મને સમય નથી મળ્યો આ બધા ની વચ્ચે. જોવું છુ જો રાત સુધી એ આવી જ રીતે રહેશે. તો હું રાતે એની જોડે વાત કરીશ. કદાચ હું વહેલા ઘરે જતો રહીશ.
રાયન: હા એજ સારું છે.
એ બને જણા પ્રેક્ટિસ માં ડૂબી ગયા. સેમ ને પ્રેક્ટિસ કરતાં કરતાં ફરી મોડુ થયી ગયું. એ ઘરે આવ્યો ત્યારે આજે પણ ઉર્વશી સૂઈ ગયી હતી. સેમ એની ટેવ પ્રમાણે ઉર્વશી ને કપાળે ચુંબન કરી ને સૂઈ ગયો.
સવારે ઉર્વશી ઉઠી ને તૈયાર થયી ને રસોડા માં કામ કરતી હતી. સેમ ને પણ આજે એક પ્રેસ કોન્ફરેંસ માં જવાનું હતું માટે એ વહેલા ઉઠી ગયો હતો. એ સીધો રસોડા માં આવ્યો.
સેમ: ઉર્વશી ગૂડ મોર્નિંગ.
ઉર્વશી એ ઊખડેલા અવાજે એણે ગૂડ મોર્નિંગ કહ્યું. એણે વળી ને ઉર્વશી ની સામે જોયું. ઉર્વશી સેમ ને ઇગ્નોર કરી ને કામ કરતી હતી. થોડી વાર માં એની ધીરજ પતિ ગયી એણે ઉર્વશી નો હાથ પકડી ને પોતાની તરફ ખેચી ઉર્વશી નિચે જોઈ રહી પણ કશું બોલી નહીં. સેમ એ એના હાથ ને ઉર્વશી ના દાઢી પર મૂક્યો અને એનું મોઠું ઊંચું કર્યું. એણે ઉર્વશી ની આંખો માં જોયું. બે મિનીટ ઉર્વશી કઈ જ બોલી નહીં. થોડી વાર રહી ને એણે એની ચૂપી તોડી અને બોલી : શું છે ત્યારે?
સેમ: તું કેમ આવી રીતે રહે છે?
ઉર્વશી: વ્યવસ્થિત તો રહું છુ.
સેમ: really.
ઉર્વશી: હાશ તો.
સેમ કઈ જ બોલ્યા વગર ઉર્વશી સામે જોઈ રહ્યો. ઉર્વશી થી ના રહેવાયું.
ઉર્વશી: હા તો તારા જોડે મારા માટે સમય નથી બાકી બધા માટે સારી રીતે સમય નીકળે છે. હસી હસી ને..
સેમ: મે ક્યારે એવું કર્યું.
ઉર્વશી: તું એવું જ કરે છે. મે મારી આખે જોયું છે.
સેમ : ઉર્વશી ચોખ્ખુ બોલ તારા મન માં શું ચાલે છે?
ઉર્વશી : મે જોયું પરમ દિવસે રાતે. હું તને મળવા આવી હતી પણ તું જેની માં વ્યસ્ત હતો.
સેમ: ઉર્વશી તને ખબર છે કે મારા માટે તારા સિવાય બીજું કોઈ મહત્વ નથી તો પણ.....
ઉર્વશી: એ તો ખાલી બોલવાનું છે. હકીકત માં એવું કઈ જ નથી. મે જોઈ લીધું.
સેમ: ઉર્વશી તને ઈર્ષા થાય છે?
ઉર્વશી: મને કોઈ ઈર્ષા નથી. હું તો સાચું બોલું છુ.
સેમ કઈ નથી બોલતો. બસ જોઈ રહે છે. અને થોડી વાર પછી બોલે છે, “ઉર્વશી તને ઈર્ષા થાય છે. મને નથી ખબર પડતી કેમ?મને આ નથી ગમ્યું અને જો તું એ દિવસે આવી હતી તો તારે અનાદર આવવું જોઈ યે ને એમ બાર થી જવાનો શું મીનિંગ છે?”
અને સેમ ગુસ્સો કરી ને ત્યાં થી નીકળી ગયો. ઉર્વશી સેમ નો પ્રેમ જ જોયો હતો. સેમ નો ગુસ્સો ઉર્વશી એ પહેલી વાર જોયો હતો. તો ઉર્વશી થી ના સહન થયો. અને ઉર્વશી બહુજ રડી.
રામ પણ ઉર્વશી ને જોઈ ને ડરી ગયો. પણ એ કઈ જ નથી કરી શકતો. થોડી વાર પછી ઉર્વશી વ્યવસ્થિત થયી ને એના રૂમ માં ગયી ઉર્વશી ને ચેન ના પડ્યો. એને સેમ ને ફોન કરે છે. સેમ એ ફોન ના ઉપડયો. લગભગ 100 ફોન કર્યા હશે. સેમ એ ફોન બંધ કરી દીધો. ઉર્વશી એ રાયન ને પણ ફોન કરી ને પુછ્યું કે સેમ તારી જોડે છે પણ એને ના પડી.
રાયન સેમ ના મેનેજર ને ફોન કર્યો . એને સેમ જોડે વાત કરવા કહ્યું. સેમ એ ફોને લીધો.
રાયન: શું થયું? તારો ફોન કેમ બંધ આવે છે?
સેમ: જવા દે યાર ઉર્વશી ની જોડે આજે થોડી બબાલ થઈ ગયી.
રાયન: એના મારા પર પણ બહું બધા ફોન આવ્યા છે. સાચું કહું એ બહુ ચિંતા માં છે. તું એક વાર ફોન કરી લે.
સેમ: હું કઈ નથી કરવાનો. એ ખોટી ખોટી ઈર્ષા માં આવી ને મારા શક કરે છે. જે મને બિલકુલ પસંદ નથી.
રાયન: તારી વાત સાચી છે. પણ…. કઈ નહીં તું શાંતિ થી પછી એની જોડે વાત કરી લેજે.
સેમ: હા વાંધો નહીં. હું એની જોડે ઘરે જઈ ને વાત કરીશ.
બીજી બાજુ ઉર્વશી સેમ નો ફોન ના ઉપાડવા થી ચિંતા માં આવી ગયી. અને એજ વાત પર ઉર્વશી ને ડર લાગ્યો અને ઉર્વશી ને તાવ પણ આવી ગયો.
રામ: મેમ તમને દવા આપું?
ઉર્વશી: ના બસ હું થોડી વાર સૂઈશ એટલે સારું થયી જશે.
રામ : થોડી વાર પછી આવીશ મેમ.
ઉર્વશી: ok.
રામ થોડી વાર પછી આવ્યો એને જોયું કે ઉર્વશી ની તબિયત વધારે ખરાબ થયી છે.
રામ: મેમ, સર ને બોલવું?
ઉર્વશી: ના એ કામ માં વ્યસ્ત હશે. હું બરાબર છુ. ખોટું એને હેરાન કરવાની જરૂર નથી.
સમય ની સાથે ઉર્વશી ની તબિયત વધારે ખરાબ થયી ગયી. ઉર્વશી દરેક દસ મિનિટ એ ફોન ચેક કરતી હતી. પણ સેમ નો ફોન નથી આવ્યો.
ઉર્વશી ની તબિયત વધારે ખરાબ થઈ ગયી. રામ એ સેમ ને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ લાગ્યો નહીં. એ ને જેકમેન ને ફોન કર્યો.
જેકમેન: હેલ્લો
રામ: સર હું રામ બોલું છુ. સેમ સર નો નોકર.
જેકમેન: બોલ મને કેમ ફોન કર્યો?
રામ: સર. સેમ સર નો ફોન નથી લાગતો. અને મેમ ની તબિયત બહુ જ ખરાબ છે.
જેકમેન: (થોડા ચોકીને) ઓહહ તો ડોક્ટર ને મોકલું?
રામ: સર મને નથી લાગતું કે ડોક્ટર ની જરૂર નથી ખાલી સર આવે તો પણ ચલશે. પણ સર ને..
એ બોલવાનું પૂરું કરે એ પહેલા....
જેકમેન: હું સેમ ને ઘરે મોકલું છુ.
એને એની આસિટંટ ને બોલાવ ને સેમ ને બોલાવવાનું નું કીધું. સેમ આવ્યો ત્યારે જેકમેન એને ઘરે જવા કહ્યું કે ઉર્વશી ની તબિયત થોડી ખરાબ છે તો..
સેમ ઘરે આવ્યો. હોલ માંથી બૂમ પડી ..
રામ .........ઑ રામમમ
રામ રસોડા માંથી બહાર આવ્યો. શું સર?
સેમ: જેકમેન તે ફોન કર્યો હતો.
રામ: હા સર મને ડર લાગ્યો કારણ કે મેમ ની તબિયત ની બહુ જ ખરાબ થતી જાય છે. અને તમારો કોલ લાગતો નહોતો.
સેમ: its ok. ઉર્વશી ક્યાં છે?
રામ: સર મેમ . બેડરૂમ માં છે.
સેમ રૂમ માં આવે છે તો ઉર્વશી ઊઘ માં હબકા લેતી હતી એ થોડો વધારે નજીક આવ્યો. એને ઉર્વશી ના હાથ માં જોર થી કશી ને પકડેલી ફ્રેમ હટાવી. જોયું તો એનો ફોટો હતો એમાં.બેડ ના સાઇડ ટેબલ માંથી પડેલું થેર્મોમેટર લઈ ને ઉર્વશી નો તાવ ચેક કર્યો. એને 104 ડિગ્રી તાવ હતો. એને માથા પર હાથ ફેરવો. એના મોંઠા પર ચિંતા અને પ્રેમ ના ભેગા હાવભાવ હતા,
થોડી વાર પછી એને ઉર્વશી ને ઉઠાડી.
ઉર્વશી: હમમમમ શું સેમ.
સેમ બ્લેંકેટ ને ખસેડી ને મારી બાજુ માં બેઠો. ઉર્વશી તને જમવું નથી.
ઉર્વશી: ના મને નથી જમવું. મને ભૂખ નથી.
સેમ: ઉર્વશી પણ તે સવાર નું કઈ નથી ખાધું.
ઉર્વશી: મને ભૂખ નથી લાગી. લાગશે ત્યારે જમી લઇશ.
સેમ ગાલ પર હાથ મુક્તા: ગુસ્સે છે મારાથી.
ઉર્વશી : ના હું કેમ ગુસ્સે હોય?
સેમ: તો આવું કેમ કરે છે?
ઉર્વશી: મે તને સવારે પણ કહ્યું હતું અને અત્યરે પણ કહું છુ કે મે કઈ નથી કર્યું.
સેમ: થોડી સ્મિત આપે છે.ok વાંધો નથી ચલ તું જમી લે
ઉર્વશી :ના મને ભૂખ નથી.
સેમ ઊભો થયી ને રૂમ ની બહાર ગયો થોડીવાર મા એ ખિચડી લઈ ને આવ્યો. ઉર્વશી: મને નથી ખાવું.
સેમ: પણ મને ભૂખ લાગી છે. અને મને એકલા નથી ખાવું.
ઉર્વશી : તો બોલાવને..
ઉર્વશી વાક્ય પૂરું કર્યું એ પહેલા સેમ થોડા ઊંચા આવજે બોલ્યો: ઉર્વશી બહું થયા તારા નખરાં હવે ઊભી થયી ને જમી લે. અને ચમચી ભરી ને ઉર્વશી ના મોઠાં આગળ રાખે છે.ઉર્વશી કઈ બોલ્યા વગર ચૂપચાપ નાના છોકરું મમ્મી જોડે ખાઈ લે એમ ઉર્વશી બધી ખિચડી સેમ ના હાથે ખાઈ ગયી.
સેમ એ ડિશ ને ટેબલ પર મૂકી અને દવા ને પાણી નો ગ્લાસ ભરી ને આપ્યો. ઉર્વશી બંને એક શ્વાશે પી ગયી. સેમ ઉર્વશી ને જોઈ ને હસ્યો.
સેમ ઉર્વશી ની બાજુ માં બેઠયા અને બોલ્યો: ખબર છે કે આપણાં થી ગુસ્સો તો સહન નથી થતો તો શું કરવા ખોટી મગજ મારી કરે છે?
ઉર્વશી: હા હું જ કરું છુ.
સેમ હસે છે અને માથે હાથ મૂકે છે. મન માં વિચારે કે એ કેટલો પ્રેમ કરે છે.....
સેમ ઉર્વશી ની બાજુ માં બેઠો હતો તો ઉર્વશી શાંતિ થી સૂઈ ગયી.
સવાર પડી. ઉર્વશી ની નજર બાજુ માં બેઠા બેઠા સૂતેલા સેમ પર પડી. ઉર્વશી એને જોતી જ રહી ગયી ઉર્વશી એ એનો હાથ સેમ ના ગલ પર મૂક્યો. એની ઊંઘ બહુ જ નાજુક છે તો એ ઉઠી ગયો.
સેમ: સૂઈ જ ઉર્વશી હજી બહુ જ વાર છે ઉઠવાની.
ઉર્વશી: સોરી સેમ ફરી આવું ક્યારે નહીં થાય.
સેમ હસતાં હસતાં બોલ્યો: અચ્છા એવું? ઉર્વશી તું આવું હમેશા કહે છે.
ઉર્વશી : તું મને માફ નહીં કરે?
સેમ થોડો ઊંચો થયી ને ઉર્વશી સામે જોવે છે તો ઉર્વશી એને સોરી એમ કહી ને ઓશિકા માં માથું ચીપકાવી ને સૂઈ જાય છે. આ રીતે એ બને જણા એ ફાઇનલી એ વાત નું નિરાકરણ કરી લીધું પણ એ લોકો એ પણ ઘણી મુશ્કેલ સમસ્યા નો સામનો કર્યો છે.
જેકોબ બોલ્યો. એને એના કામ સારી રીતે આવડે છે. જેકોબ ઉર્વશી ના પાપ્પા સામે જોવે છે અને બોલ્યો” એવું નથી કે અમને કોઈ હરીફાઈ નથી નડી. અમે લોકો એ તો અમારી અંદર ની મહેનત કરી છે પણ ત્યારે જ કરી શક્યા જ્યારે અમને બહાર ની કોઈ ચિંતા નહોતી અને એમાં ઉર્વશી નો બહું મોટો હાથ છે. એને ક્યારે પણ એમને બજાર માં શું ચાલે છે એની ખબર નથી પાડવા દીધી. ઘણી વાર કંપની માં પૈસા ની પ્રોબ્લેમ હતી તો ઘણી વાર એમને મ્યુજિક ડાઇરેક્ટર ધમકી આપી ને જતો રહ્યો.અમારા કોનસેર્ટ માટે ની તૈયારી હોય. બધા માં ઉર્વશી એ પૂરતું યોગદાન આપ્યું છે. બધા એ આવી બધી વાતો કરી. ઉર્વશી ના ઘર ના લોકો સાંભળી ને ગર્વ થાય છે. પણ એ વચ્ચે ચિંતા પણ હતી કે ગમે તેમ તો પણ આ લોકો આપડા જેવા તો નથી ને.
સાંજ પાડવા આવી બધા સેમ ના ઘરે જવા નિકડ્યા.
૫.
બીજા દિવસે સવારે
બધા આજે સૂટિંગ જોવા માટે સ્ટુડિયો આવ્યા હતા. ત્યાં થોડી હલચલ થયી પણ સૂટિંગ ચાલુ હતું માટે એટલુ બધી ના થયી. બધા ભીડ ની વચ્ચે કોઈ બોલ્યું કે મેમ આવ્યા. એનો મેમ થી મતલબ ઉર્વશી હતો. સૂટિંગ પૂરું થયું ને બધા ચાલવા માંડ્યા. પરિવાર ના સભ્યો બેઠા હતા તો જેકસોન એમની જોડે આવ્યો અને બોલ્યો ચાલો ઉર્વશી આવી ગયી છે. બધા જેકમેન ના કૅબિન માં પહોચ્યા. પણ ઉર્વશી દેખાઈ નથી ખુશી એ પુછ્યું ક્યાં છે ઉર્વશી.
જેકમેન બોલ્યા એ સેમ ને લેવા ગયી છે તો હમણાં આવે છે.
પ્રથમ: સેમ ક્યાં ગયો હતો?એ બને જોડે નહોતા?
જેકમેન: ના એ એના નવા ગીત માટે લખવા માટે થોડા દિવસ માટે શહેર ની બહાર ગયો હતો. એ ઘણી વાર જાય છે. એને જ્યારે આવું કઈક સૂઝે ત્યારે એ બહાર જ જતો રહે છે. જેમ કે માઉન્ટેન હાઉસ કે રિવર હોમ. જ્યાં કોઈ અવાજ ના હોય અને કુદરતી સૌંદર્યની વચ્ચે જાય છે.
ઉર્વશી અને સેમ આવે ત્યાં સુધી આપણે થોડી કોફી પીએ, ?
બધા એ હા પાડી. જેકમેન એ ફોન કરી ને બધા માટે કોફી માંગવી.
માસી: આ બધુ તો બરાબર પણ ઉર્વશી અને સેમ મળ્યા કેવી રીતે?
રાયન: એ તો જેવુ છે એવું તમને જેકમેન જ કહેશે. કારણકે ઉર્વશી એ જો એમ-લેન્ડ માં કોઈ ને કૉન્ટૅક્ટ કર્યો હોય તો એ પહેલા જેકમેન હતા.
જેકમેન: હા એ વાત સાચી કે ઉર્વશીની મારી જોડે વાત થયી હતી પણ એનું કારણ તમે લોકો હતા.
રાયન: હા એ વાત પણ સાચી છે.
જેકમેન ચાલુ કરે છે કહેવાનું...તમે જાણો છો એમ ઉર્વશી
એટલુ બોલે છે ત્યાં જેકોબ જેકમેન ને રોકે છે.
જેકોબ: જેકમેન ઉર્વશી ની બધી નથી ખબર તો તમે ઉર્વશી ના બૅકગ્રાઉન્ડ થી ચાલુ કરો.
જેકમેન: ઓક તો હું પહેલે થી ચાલુ કરું છુ...
ચેપ્ટર 4
જેકમેન
ઉર્વશી અમદાવાદ ની છે અને એનો પરિવાર હજી પણ ત્યાં જ રહે છે..( બધા હસે છે)
ઉર્વશી નું ભણતર સારું હતું માટે એ ને યુરોપ માં માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ માટે સ્કૉલરશિપ મળી હતી. ઉર્વશી નું ભણતર ની સાથે એનું નેટવર્ક પણ સારું હતું માટે એને જોબ પણ સારી પ્રખ્યાત બ્રાન્ડ કંપની માં મળી ગયી હતી. એ માર્કેટિંગ માં હતી માટે મીટિંગ માટે એ વિદેશપ્રવાસ કરતી અને એનું નેટવર્ક સારું હતું. એ એમએનસી કંપની માં હતી માટે એમાં અલગ અલગ દેશ ના લોકો નોકરી કરતાં હતા. જેમ તમે જોઈ શકો છો એમ ઉર્વશી નું પરિવાર ઉંચા ભણતર વાળું છે. એને એક દિવસ યૂટ્યૂબ પર વિડિયો જોતી હતી તો એના વચ્ચે જેવીએમ ના નવા ગીત ના promo વિડિયો જોયો. તો ઉર્વશી ને એમાં રસ પડ્યો તો એને આખા વિડિયો જોયા. ઉર્વશી નો કંપની નો એક મિત્ર હતો એમ-લેન્ડ થી એની જોડે ઉર્વશી એ ચર્ચા કરતી હતી તો એના મિત્રે કીધું કે હા સાચી વાત છે પણ કદાચ એ લોકો હવે નહીં દેખાય. ઉર્વશી ને થોડો આઘાત લાગ્યો તો એને પુછ્યું કે કેમ? એના મિત્રે કીધું કે એ લોકો ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ માં છે. તો નક્કી નથી કે એ લોકો બંધ કરે છે કે હજી કામ કરશે.આ સાંભળી ને ઉર્વશી નો મૂડ ખરાબ થઈ ગયો. એના મિત્ર એ એને પુછ્યું કે શું થયું તને તો ઉર્વશી બોલી કઈ નહીં. ઉર્વશી જોબ પૂરી કરી ને ઘરે ગયી. એને બિલકુલ પણ મૂડ નહોતો કે એ કોઈ ની જોડે બોલે કે કઈ પણ કરે ઉર્વશી ને માસી નો પણ કોલ આવ્યો તો એને કાપી દિધો. ઉર્વશી એ એકલી રહેવા માંગતી હતી. એ પોપકોર્ન લઈ ને ટીવી સામે બેસી ગયી એ ટીવી ચાલુ કરી પણ ધ્યાન તો હજી ત્યાં જ હતી હતું કે એ લોકો જો કંપની બંધ કરી દેશે તો શું થશે? એને બહું દર્દ થયું હોય એવો ભાસ થયો. એને એવું થયું કે જો હું એ લોકો ને કોઈ પણ રીતે મદદ કરી શકું?
પણ એ તો યુરોપ માં હતી એ કશું જ નહોતી કરી શકતી. આવા એ ને વિચારો ના વાદળો એના મગજ માં થોડી માં દોડી રહ્યા હતા. એવું કહી શકાય એ વંટોળો હતા એના મગજ માં. ત્યાં એની નજર એક પેંપ્લેટ પર પડી જેમાં “contact us” કરી ને કોલોમ હતી. એને વિચાર આવ્યો કે જેવીએમ ની વેબસાઇટ માં પણ હશે ને કઈક આવું. એને જલ્દી થી જાણે દુનિયા ની બધી તાકાત આવી ગયી હોય એમ ફાટક લઈ ને ઊભી થયી અને એને લેપટોપ લીધું એને વેબસાઇટ ખોલી. એને કસ્ટમર કેર નો ફોન અને મેઇલ આઈડી શોધ્યું. એને મેઇલ કરવાનું નક્કી કર્યું. ઉર્વશી એ અડધી રાતે મેઇલ કર્યો પણ સમય અલગ અલગ હતો માટે ત્યાં ઓફિસ ચાલુ હતી. કસ્ટમર કરે ડિપાર્ટમેંટ ના કર્મચારી એ ઉર્વશી નો મેઈલ વાંચ્યો કે ઉર્વશી જેકમેન ની જોડે વાત કરવા માંગે છે મહેરબાની કરી ને તમે મારી જોડે જેક મેન નો કૉન્ટૅક્ટ કરાવો. મહેરબાની કરી ને તમે મારી ડીટેલ એમને આપજો એમ કરી ને એને એનો મોબાઇલ નંબર અને એનું mail id લખ્યું હતું. કર્મચારી એ જેક મેન ના આસિસ્ટન્ટ ને મેઇલ વિષે વાત કરી. એને આ વાત ની અવગણના કરી. થોડા દિવસ સુધી ઉર્વશી ને કોઈ રિપ્લાઇ ના આવ્યો તો ઉર્વશીએ ફરી મેઇલ કર્યો કે એ અહિયાં ઈન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે. એ જેકમેન જોડે વાત કરવા માંગે છે. જેવીએમ એન્ટરર્ટેંમેંટ ની હાલત પણ હજી પણ એવું જ હતી એ હજી પણ ઘણી સમસ્યા ઑ માંથી નીકળી રહી હતી. એક દિવસ જેકમેન અને એના અસિસ્ટેંટ બને જણા બાર માં બેઠા હતા.ત્યારે જેકમેન એ એમના મન ની વાત જણાવતા કહ્યું કે કદાચ આપણે આ કંપની બંધ કરી દેવી પડશે. હવે મને કોઈ આશા નથી કે પૈસા નું કોઈ બંદોબસ્ત થાય.
એના આસિસ્ટન્ટ: જેકમેન મને થોડા દિવસ પહેલા આપણાં customer care ના મેઈલ આઈડી પર એક મેઇલ આવ્યો હતો. કોઈ ઉર્વશી કરી ને યુરોપ થી છે એ આપણી કંપની માં રોકાણ કરવા માંગે છે,મને એવું લાગે છે કે કોઈ આપણી જોડે મજાક કરે છે. પણ જો કદાચ એ સાચું પણ હોય શકે છે.માટે આપણે એકવાર વાત કરવી જોઈ એ જો કોઈ સાચું હશે તો આપણી જોડે એક છેલ્લો મોકો રહેશે, નહિતર પછી આપણે આમ પણ જે નિર્ણય લેવા ના હતા એ તો લઈ લઈશું. જેકમેન માની ગયા. જેકમેન એ ઉર્વશી ને mail કર્યો. ઉર્વશી એ એને ફોન કરવા કહ્યું. બંને જણા વચ્ચે વાત થયી. એક ફોન પર ફોર્મલ મીટિંગ થયી. એવું નક્કી થયું કે ઉર્વશી એમ-લેન્ડ મીટિંગ માટે આવશે. પણ ઉર્વશી જોડે વિઝા નહોતા અને વિઝા માટે થોડા પેપરવર્ક ની જરૂર હતી માટે જેકમેન એ વિઝા ની પ્રોસેસ માટે પેપર આપ્યા. ઉર્વશી એમ-લેન્ડ પહોંચી ગયી એને ઘણી ખુશી થઇ. એ જેકમેન ને મળી. એની જોડે જેટલા પૈસા હતા એ બધા જેકમેન આપી દીધા. અને કહ્યું કે આ મારી જોડે જે છે. એ બધા હું તમને આપી દીધું છે. જેકમેન એને કારણ પૂછે છે, કે તું કેમ મને પૈસા આપે છે? તો ઉર્વશી એ કહ્યું કે એને બેન્ડ મેમ્બર નો વિડિયો જોયો હતો. અને એવું લાગ્યું કે આ લોકો ના ટેલેન્ટ વ્યર્થ ના જવા જોઈ એ.
જેકમેન:ઉર્વશી હું બેસ્ટ પ્રયત્ન કરીશ.
ઉર્વશી: i trust you. jackman.
બને ની ફર્સ્ટ મીટિંગ અહિયાં પતે છે. એની સાથે ઉર્વશી સાથે હવે એક લીગલ પાર્ટનર છે હવે જેવીએમ.
બીજા દિવસ ઉર્વશી જવાની હોય છે. ત્યારે જેકમેન એને એરપોર્ટ છોડવા જાય છે, એ ટીમે ઉર્વશી અને જેકમેન વચે વાતચીત થાય છે.
જેકમેન : ઉર્વશી મારી જોડે તારા માટે એક ઓફર છે,
ઉર્વશી: I always ready to help you. તમે કઈ પણ પૂછી શકો છો.
જેકમેન: ઉર્વશી અત્યારે અમે ખાલી એમ-લેન્ડ માટે જ કામ કરીયે છે. આ હજી અમે ઇન્ટરનેશનલ માર્કેટ માં ગયા નથી. જો અમે લોકો ખાલી આ દેશ પૂરતું કરીશું તો એટલુ રેવેન્યૂ નહીં મળે, પણ જો આપણે ઇન્ટરનેશનલ શૉ કરીશું તો વધારે મળશે. પણ એના માટે અમારી જોડે કોઈ વિશ્વાશુ વ્યક્તિ નથી.
ઉર્વશી: જેકમેન તો તમે એવું કેવા માંગો છો કે હું એ કરું. પણ મને આ ઇંડસ્ટ્રી વીષે કઈ જ નથી ખબર તો હું કેવી રીતે કરું.
જેકમેન: ઉર્વશી અમે તમને મદદ કરીશું અને I THINK YOU CAN MANAGE. ત્તારી પર્સનાલિટી જોઈ ને અને તારી ધગસ જોઈ ને. ઉર્વશી તું પાર્ટનર પણ છે. અમારી તકલીફ ના સમયે મદદ કરવા માટે એટલે સુધી આવી. એ પણ તે મને ત્યાં બેઠા બેઠા શોધી કઠયો તે આવડા મોટા વર્લ્ડ માંથી. તો એની પાછળ પણ ભગવાન નું કઈક કારણ હશે ને.
ઉર્વશી વિચારી ને જવાબ આપવા કહ્યું. ઉર્વશી પછી યુરોપ જતી રહી. ઉર્વશી યુરોપ પહોચી પછી એને થયું કે પૈસા નું ઈન્વેસ્ટમેન્ટ તો ઘરે સમજવાની શકે છે. પણ ઉર્વશી એ લોકો જોડે કામ કરશે એ ઘર ના લોકો ને કેવી રીતે માનવશે. ઉર્વશી એ ના પાડવાનું વિચાર્યું, એક દિવસ એ બેઠી હતી એના મિત્રો વાતો કરતાં હતા. એમાં એની મિત્ર વાત કરતી હતી કે એ ઘરે થી છુપાવી ને નોકરી કરતી હતી કારણકે એને એના ભાઈ ના જન્મદિવસ માટે ભેટ લેવાની હતી. ઉર્વશી ને પણ વિચાર આવ્યો કે અત્યારે આમ પણ એ યુરોપ માં એકલી રહે છે. અને એને અહિયાં નું જ બધુ કામ કરવા નું છે. એને એમ-લેન્ડ તો બહું ઓછું જવાનું થશે તો કદાચ એટલી સમસ્યા નહીં થાય. બસ ખાલી એક વસ્તુ નું ધ્યાન રાખવું પડશે કે એ કોઈ મીડિયા માં ના આવે.અને એ એવો વિચાર પણ આવ્યો કે એ કોઈ ખરાબ કામ તો નથી કરી રહી. બસ ખાલી ઘર ના લોકો ને એક વિશ્વાસ આવે ત્યાં સુધી જ પ્રોબ્લેમ થશે. એને આગળ નું સમય પર છોડવાનું નક્કી કર્યું.
ઉર્વશી એ બીજા દિવસે જેકમેન ને ફોન કર્યો. એ ઇન્ટરનેશનલ કામ માટે તૈયાર થયી ગયી પણ એ શરત રાખી કે એની માહિતી બહાર નહીં આવવી જોઈએ.
જેકમેન એ બેન્ડ મેમ્બર જોડે વાત કરી અને એ લોકો ને ઉર્વશી ની વાત કરી. એ ભારતીય હતી. એને ઈન્વેસ્ટમેન્ટ કર્યું અને એને ઇંગ્લિશ પણ આવડે છે.એ સારી કંપની ના એક સારા હોદ્દા પર કામ કરે છે. એ વાત થી બધા બહું પ્રભાવિત હતા.બધા એ જેકમેન ને ઉર્વશી નો ફોટો બતાવવા કહ્યું. જેકમેન એ ઉર્વશી નો ફોટો બતાવ્યો। બધા એને જોઈ ને જોતાં જ રહ્યા. પછી ઉર્વશી ઘણી વાર આવતી કામ થી. ઉર્વશી હોટેલ માં રહેતી અને કામ પતાવી ને એ પહેલી ફ્લાઇટ લઈ ને જતી રહેતી.
ઉર્વશી એ એવિ રીતે ચલાવી રાખ્યું. એક દિવસ એક પ્રોગ્રામ માટે ઉર્વશી એમ-લેન્ડ આવવાની હતી. પણ એ જ સમયે ઉર્વશી ના ઘરે કોઈ ફૅમિલી ફંકશન હતું તો ઉર્વશી ને ઈન્ડિયા જવાનું થયું અને ઉર્વશી એ પણ અચાનક જ પ્લાન બદલી દીધો અને એને મ-લેન્ડ થયી ને જવાનું નક્કી કર્યું, એને જેકમેન ને કોલ કરવા નો બહુ પ્રયત્ન કર્યો પણ જેકમેન સમયે મિટિંગ માં બેઠા હતા માટે એ કોલ રિસીવ ના કરી શક્યા. ઉર્વશી ફ્લાઇટ માં બેસી ગયી પછી જેકમેન એ ફોન કર્યો પણ અત્યારે એને કોલ ના લાગ્યા. ઉર્વશી એમ-લેન્ડ પહોચી પછી એને જેકમેન ફરી ફોન કર્યો લગભગ અડધી રાત થયી ગયી હતી.
જેકમેન: ઉર્વશી અત્યારે રજાઓ ચાલે છે તો લગભગ બધી હોટલ બૂક હશે તો જ્યાં સુધી બૂકિંગ થાય ત્યાં સુધી ક્યાં રહીશ?
ઉર્વશી: જેકમેન. આમ પણ લગભગ અડધી રાત તો થયી ગયી છે અને કાલે સાંજે મારી ફ્લાઇટ છે ઈન્ડિયા ની તો જો કોઈ જગ્યા ના મળે તો ડોમ માં જગ્યા હશે તો પણ ચાલશે.
જેકમેન: ઉર્વશી ડોમ માં તો જગ્યા હશે સાચું કહું તો એ ઘર જેવુ પણ તને લાગશે હું રાયન ને ફોન કરું છુ એ તને રૂમ ખાલી કરી ને આપશે.
જેકમેન પણ સહમત થયી ગયા અને એને ડ્રાઇવર ને મોકલ્યો ઉર્વશી ને લેવા માટે એન રાયન ને એમએસજ કર્યો કે ઉર્વશી આવેછે તો તું એક રૂમ ખાલી રાખજે રાયન એ એનો રૂમ ખાલી કરી દીધો અને એ જેકસોન જોડે જાયી ને સૂઈ ગયો. મોડી રાતે ઉર્વશી આવી ને એ રૂમ માં સૂઈ ગયી.
ઉર્વશી બેડ માં સૂતી હતી. એ રૂમ માં લોક નહોતું બસ ખાલી દરવાજો અડકાવેલો હતો. અચાનક ત્યાં થી જેકસન પસાર થાય છે. એને લાગ્યું કે અંદર કોઈ છે તો એને ધીમે થી દરવાજો ખોલ્યો.
એને જોયું કે ઉર્વશી છે તો એ. એકદમ આશ્રય થયી ગયો. જાણે હમણાં જોર થી બધા ને બૂમ પાડી ને બધા ને કહી દે કે અહિયાં છે. પણ અફસોસ કે એ એવું કરી શકે એવું નહોતું માટે એને એનું મોંઠું હાથે થી દબાવી ને બહાર આવ્યો. એને આવી રીતે આવતો જોઈ ને રાયન જેકસન ની જોડે આવ્યો. એને ઇશારા થી પુછ્યું. તો જેકસન એક હાથે મોંઠું દબાવી ને એક હાથે ઉર્વશી તરફ ઈશારો કર્યો રાયન ની પણ એવી જ હાલત હતી. અને એ લોકો સેમ ની જોડે ગયા.એને એમને કીધું. બધા રૂમ નો દરવાજો બંધ કરી ને કુદકા મારવા માંડ્યા. એ લોકો ખરેખર બહું જ ખુશ હતા. એટલા માં જેકમેન આવી ગયા. બધા જેકમેન જોડે ગયા.
જેકમેન: કેમ છે?
ઉર્વશી રાતે મોડી આવી અને અચાનક આવી છે. એને અમે હોટેલ બૂક નહીં કરી શક્યા તો અહિયાં રોકાઈ છે. ઉર્વશી ની આજ સાંજ ની ફ્લાઇટ છે. ઈન્ડિયા ની તો એ જતી રહેશે.
રાયન: અમને કઈ સમસ્યા નથી અમે તો ખુશી થી પાગલ થયી ગયા છીએ.
વચ્ચે અચાનક સેમ બોલ્યો શું એ અમારી જોડે ના રહી શકે.
આ સાંભળી ને બધા સ્તબ્ધ થયી ગયા. જેકમેન ના જોડે પણ કોઈ જવાબ ન હતો. થોડી વાર પછી ઉર્વશી ઊઠીને આવી.પાયજામા પહેર્યું હતું અને એના પર હલકું એવું લાંબુ જેકેટ પહેર્યું હતું. ઉર્વશી નીચે ઊતરતી હતી હતી એ સેમ એની સામે જોઈ રહ્યો હતો. જેકમેનને ગૂડ મોર્નિંગ કહ્યું અને સોફા માં બેઠી સેમ હજી સામે જોઈ રહ્યો હતો. સેમ એ ક્યારે નહોતું કે એ ક્યારે કોઈ છોકરી સામે આ રીતે જોઈ રહેશે. ઉર્વશી એ નોટિસ તો કર્યું પણ અવગણના કરી. જેકમેન એ ઉર્વશી ને કોફી માટે પુછ્યું.
ઉર્વશી: may be i take one cupccino..
ઉર્વશી ને ઇંગ્લિશ સારી રીતે બોલતા જોઈ ને સેમ પ્રભાવિત થયી ગયો.
જેકમેન: અને બ્રેકફાસ્ટ?
ઉર્વશી: થેન્ક્સ. જેકમેન but i am good. મને બપોરે નીકળવાનું છે તો હું તૈયાર થયી જવ નહિતર હું મોડી પડી જઈશ.
ઉર્વશી બોલતા બોલતા ઉપર ગયી.ઉર્વશી નહી ને આવી ત્યાં સુધી માં જેકસોન એ કોફી બનાવી ને રાખી. ઉર્વશી મીટિંગ પૂરી કરી એ એરપોર્ટ જવા માટે નિકળી. હમેંશ ની જેમ જેકમેન ઉર્વશી ને એરપોર્ટ મૂકવા જવા માટે તૈયાર થયા.
સેમ આચનક બોલ્યો: જેકમેન જો તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું પણ આવું તમારી જોડે ઉર્વશી ને છોડવા માટે?
જેકમેન થોડો અંદાજો હતો માટે એમને હા પાડી. સેમ ઉર્વશી ને મૂકવા જાય છે, ઉર્વશી ને પણ આ વાત ગમે છે.ઉર્વશી પાછી એની કંપની ના કામ માં વ્યસ્ત થયી જાય છે. થોડા સમય પછી ઉર્વશી ફરી એમ-લેન્ડ આવવાનું થાય છે.ઉર્વશી એ આ સમયે સેમ ને સીધો ફોન કર્યો પુછ્યું કે જે એ સેમ એ ખુશી થી ઉર્વશી ને ઘરે રહેવાની હા પડી. ઉર્વશી ની ફ્લાઇટ આજે પણ રાત ની હતી એ આવી ને સૂઈ ગયી. ઉર્વશી સવાર માં ઉઠી ને આવે છે. બધા બેન્ડ મેમ્બર સોફા માં બેઠા હતા. રાયન:ગૂડ મોર્નિંગ. ઉર્વશી જેકમેન એ કીધું કે તું વેજીટેરિયન છે તો તું બ્રેકફાસ્ટ માં શું ખાઈશ?
ઉર્વશી : રાયન કોફી અને બીજું કઈ પણ ચલશે.
સેમ ઉર્વશી ને ઇમ્પ્રેસ કરવા માંગતો હતો એમ એ અચાનક બોલ્યો કે મારી જોડે પેન કેક નું પેકેટ છે. એ ચાલશે?
ઉર્વશી: ohhh. That`s great.
સેમ રસોડા માં જાય છે. અને એને પેકેટ નિકાળ્યું. રસોડા અને હોલ બને વચ્ચે દીવાલ નહોતી. જેથી ઉર્વશી સોફામાં બેઠી હતી છત્તા એને દેખાતું હતું. એ ટેબલ પર પડેલી મેગેઝિન જોવું છુ. એ વાંચે છે. એ જોઈ ને જેકસન એની જોડે આવ્યો. અને થોડા ડરતો હોય એમ અટકાતા આવજે બોલ્યો. તમને અમરી ભાષા પણ આવડે છે?
ઉર્વશી એ એની સામે જોયું અને બોલી હા. એટલુ બધુ નહીં પણ હા થોડું ઘણું આવડે છે.અને ઉર્વશી એ જોઈ કે એ પેકેટ ઇંગ્લિશ માં હતું જેથી એને સેમ ને નહોતું ફાવતું. અને પેનકેક એને બરાબર નહોતી આવડતી કારણકે કે એ એમનું ફૂડ નથી. એ વેસ્ટર્ન ફૂડ છે. ઉર્વશી જેકસોન જોડે વાત કરતાં કરતાં આ વસ્તુ નોટિસ કર્યું તો ઉર્વશી એ જેકસોન ને કહ્યું: જેકસોન આપણે સેમ ની મદદ કરવા જઈ યે.
એ બંને જણા કિચન તરફ ચાલ્યા. ઉર્વશી ડ્રોવર ખોલ્યું અને મોટો વાટકો નિકાળ્યો. અને એક ચમચી. એને આ રીતે કામ કરતાં જોઈ ને સેમ પકેટ મૂકીને થોડો દૂર હટી ગયો. ઉર્વશી એ સેમ સામે જોયું અને પુછ્યું કે કતાર મળશે? સેમ કતાર લઈ ને આવ્યો. જેકસોન ઉર્વશી સામે જોઈ રહ્યો હતો. ઉર્વશી એ એની સામે કહ્યું. બકા દૂધ આપને. એ ફ્રિજ માથી દૂધ લઈ ને આવ્યો ત્યાં સુધી માં પેકેટ તોડી ને વટકા માં નાખ્યું, એને પેનકેક માટે તૈયાર કર્યું અને એક સાઇડ તવા ને ગૅસ પર મૂક્યો જેથી ગરમ થાય. ઉર્વશી એક સાઇડ તવા ને ગૅસ પર મૂક્યો જેથી ગરમ થાય. મે એ બંને માટે પહેલા ઉતર્યા. અને એમને એક ડિશ માં આપ્યા. સિરપ સાથે એ બને જણા હજી એજ રીતે જોઈ રહ્યા હતા. મને ખબર પડી કે એ લોકો મારી જોડે શરમાય છે. એમને એવું છે કે હું ખમતા ઘર ની અને ટેલેન્ટેડ છુ તો મારા માં બહુ જ ઘમંડ હશે.પણ એ લોકો ઉર્વશી ને આ રીતે જોઈ ને એકદમ આશ્ચર્ય થયી ગયા. એ બને જણા જમતા હતા એ જોઈ ને મને થોડું સારું લાગ્યું. હું ફરી બનાવવાનું નું ચાલુ કર્યું. એટલા માં રાયન વિકી અને જેકોબ પણ આવી ગયા જીમ થી તો એ લોકો ને પણ બોલાવી લીધા. બધા ની હાલત એક જ જેવી હતી. ઉર્વશી એ એમની કોઈ પણ વાત નો પ્રતીભાવ ના આપ્યો.બધા જમી રહ્યા ત્યારે લોકો ગાર્ડન માં ગયા. ઉર્વશી ફુલ જોઈ ને ખુશ થયી. એ લોકો ને અલગ અલગ વસ્તુ પુછ્યું. લગભગ અડધો દિવસ વીતી ગયો હતો પણ બધા ની હાલત હજી પણ એવિ જ હતી. અમે બધા પ્લાન્ટ ની ચર્ચા કરતાં હતા ત્યાં જ જેકમેન નો કોલ આવ્યો.
ઉર્વશી:હેલ્લો
જેકમેન:: હેલ્લો, ઉર્વશી તારી હોટેલ માં બૂકિંગ થયી ગયું છે ડ્રાઇવર ને મોકલું તારા માટે.
ઉર્વશી: જેકમેન મને અહિયાં કોઈ પ્રોબ્લેમ નથી. જો એમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો.
જેકમેન : મને ખબર છે ત્યાં સુધી એમને કોઈ પ્રોબ્લેમ નઈ હોય તો પણ હું એમને પૂછી જોવું.
જેકમેન એ ઉર્વશી ને કોલ મૂકી ને રાયનને કોલ કયો અને કીધું કે ઉર્વશી તમારી જોડે રહેવા માંગે છે તો રાયન એ એ જ સેકંડ એ હા પડી દીધી કઈ જ વિચાર્યા વગર.
એને ફોન મૂક્યો પછી એને વિચાર આવ્યો કે એ તો હા પડી પણ કોઈ ને પુછ્યું તો નથી ત્યારે તેને વિચિત્ર મોંઠા સાથે બાકી ના સભ્યો સામે જોયું તો વિકી બોલ્યો શું થયું?
જેકમેન એ મને ઉર્વશી ને અહિયાં રહેવા માટે પૂછ્યું તો મે હા પડી દીધી પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો?
લા અમને કોઈ જ પ્રોબ્લેમ ના થાય. સેમ ની ખુશી નો કોઈ પર ના રહ્યો.
રાયન અને વીકી બને જણા એક વિડિયો જોતાં હતા. ઉર્વશી ત્યાં થી પસાર થતી હતી. તો એને એના બૅકગ્રાઉન્ડ માં એક મસ્ત નજારો જોયો એને પુછ્યું કે આ કઈજગ્યા છે. રાયન બોલ્યો. એ અહિયાં નજીક માંથી નદી જાય છે એનો છે. એની બીજી બાજુ સનસેટ દેખાય છે. ઉર્વશી અચાનક બોલી. આમ પણ અત્યારે તમારે કોઈ જ કામ નથી તો ચાલો આપણે આજે સાંજે જઈએ .. વીકી એ પણ એટલો જ ઉત્સાહ દેખાડ્યો. અને બધા લોકો એ સાંજે જવા નું નક્કી કર્યું, ઉર્વશી બોલી: પણ રાયન થોડી પ્રોબ્લેમ છે.
રાયન: શું?
ઉર્વશી: રાયન મારે એક સેલ્સ ટિમ જોડે મીટિંગ છે. હું એ પતાવી ને આવું પછી મેળ થાય.
બધા માની ગયા.
બધા નદી જોવા ગયા.એનો નજારો જોઈ ને ખુશ થયી ગયા. બધા એ બહુ જ ફોટા પડ્યા. અને થોડી રમત પણ રમ્યા. લગભગ હવે રાત થવા આવી હતી. ઉનાળો હતો માટે એમને હવે વાતાવરણ ઠંડુ અને મસ્ત થયી ગયું હતું. ઉર્વશી કિનારા પર બેઠી હતી. રાયન અને વિકી સામે પડેલા પત્થર પર બેઠા હતા. જેકસન જેકોબ અને સેમ ગાડી ના બોનેટ પર બેઠા હતા. સેમ અચાનક ઊભો થયી ને ગાડી ની ડેકી ખોલી ને થોડો સામાન નીકાળવા માંડ્યો.એને જોઈ ને ઉર્વશી પણ એની જોડે ગયી. અને એને હેલ્પ કરવા લાગી. સેમ મન માં ને મન માં હુશ થયો. એ હોઠ ના ખૂણા ને થોડા થોડા દાંત થી કોતર્યા.એ એવું ત્યારે કરતો જ્યારે એ શમરાયા છે. ઉર્વશી એ બે બેગ લઈ ને બધા ની વચ્ચે મૂક્યા, ખુરસી અને બીજો થોડો સમાન સેમ લઈ ને આવ્યો. ધીમે ધીમે બધા આવ્યા બધા એ બાર્બીક્યુ બનાવ્યું. ઉર્વશી માટે સેમ એ અલગ થી વેજ. બાર્બીક્યુ બનાવ્યું. બધા દમ સરારસ રમી ને ઘરે આવ્યા. ખરેખર બહું મસ્તી ભર્યો પણ બહું જ થાક વાળો દિવસ હતો તો બધા સૂઈ ગયા અને શાંતિ થી.
બીજા દિવસે સવાર માં ઉર્વશી ઉઠી તો સેમ પહેલે થી રસોડા માં હતો. એને જોઈ ને ઉર્વશી પણ ગયી. બાકી ના લોકો હજી સૂતા હતા.
ઉર્વશી: સેમ ગૂડ મોર્નિંગ તને ઊંઘ નથી આવતી? કેમ જાગે છે?
સેમ: i am ok.
સેમ બટેકા પૌવા માટે રેસેપી જોઈ રહ્યો હતો. તો ઉર્વશીએ એની સામે જોયું ઉર્વશી નો હાથ અચાનક પેકેટ પર પડ્યો તો તેના પર બટેકા પૌવા એવું લખેલું હતું. ઉર્વશી એ સેમ ની સામે આતુરતા થી જોયું. : સેમ તું શું કરે છે?
સેમ: કઈ નઈ કઈક નવું બનવું છુ.
એ ઉર્વશી ના સામે જોયા વગર બોલ્યો.
ઉર્વશી એ એના હાથ પકડ્યો અને એની સામે જોયું. એ બોલ્યો: હું નથી ઈચ્છતો કે તમને અહિયાં કોઈ તકલીફ પડે માટે.
ઉર્વશી એનો હાથ છોડી દીધો. ઉર્વશી આ વાત પર કઈ નહીં બોલી બે મિનિટ ની ચૂપી પછી એ બોલી સેમ, એક કામ કર તું મને શાક સમારી ને આપ હું એને બનાવી દવ. તે ક્યારે નથી બનાવ્યા તો થોડી તકલીફ થશે.
સેમ એ હા માં માથું ધૂનવ્યું, એ એને શાક સમરવાનું નું ચાલુ કર્યું. બને જણા એ બનાવાનું ચાલ્યું કર્યું. જેકોબ પણ આવી ગયો. તો એને ટેબલ ને ગોઠવવાનું ચાલુ કર્યું. બધા એ બ્રેકફાસ્ટ કર્યું અને બધા વાતે ચડી ગયા. હવે એ લોકો ઉર્વશી જોડે થોડા ઘણા પરિચિત હતા. અને પહેલા જેવુ આશ્ચર્ય નહોતા પામતા તો એ લોકો એક મિત્ર ની જેમ વાતો કરતાં હતા. એમને એ એકબીજા જોડે બહું બધા એક બીજા ના અનુભવો ના આદાન પ્રદાન કર્યા. આજે ઉર્વશી ફ્લાઇટ હતી. બધા ઉર્વશી ને છોડવા માટે આવ્યા. બધા બહું જ દુખી હતા જાણે ઉર્વશી વારસો થી એમની જોડે રહેતી હોય એવું લાગતું હતું. સેમ ઉર્વશીની બાજુ માં ઊભો હતો એને ધીમે થી કાન માં બોલ્યો કે હું તમારી રાહ જોઈશ. તમે બહુ જ જલ્દી આવજો. ઉર્વશી એવિ રીતે વર્તન કર્યું કે એને સાંભળ્યુ જ ના હોય. એટલા જેકમાન આવી ગયા, ઉર્વશી બધા ને આવજો જજો કહી ને એરપોર્ટ માં ગયી.
સેમ ના હાવભાવ પર થી લાગતું હતું કે સેમ ના મગજ માં કઈક ચાલે છે.રાયને એ વસ્તુ ને નોટિસ કરી. બધા ફરી પોતાની એજ રોજિંદા આવી ગયા. પણ સેમ એ રાતે સૂઈ નહોતો શક્યો. એને આખી રાત વિચાર્યું કે એને શું થયી રહ્યું છે પછી એને માંડ માંડ લગભગ સવારે ઊઘ આવી. એ સવારે ઉઠી ને પહેલા દિવસ ના ફોટા જોવે છે. એને ખરેખર માં એક સારી લાગણી થયી. એ ઊભો થયી અને ડાંસ ની પ્રેક્ટિસ માટે ગયો.સેમ એ એની લાગણી કોઈ ની જોડે શેર નહોતી કરી પણ એ હમેંશા રાહ હોતો હતો કે ઉર્વશી ક્યારે ફરી એમ- લેન્ડ અવશે. પણ ઉર્વશી ક્યારેક જ રૂબરૂ ત્યાં જતી હતી બાકી તો એ ઓનલાઇન જ બધું કામ કરતી હતી. એ જો ના ચાલે એવું હોય તો જ એમ- લેન્ડ આવતી હતી અને એ પણ કદાચ જેકમેન ને ખબર હોતી કે એ આવશે, બેન્ડ ધીમે ધીમે મહેનત કરી ને એક પછી એક એવાર્ડ જીતતા ગયા. ધીમે ધીમે એ લોકો પ્રખ્યાત થતાં ગયા એક દિવસ બધા હતા અને અચાનક જ ઉર્વશી નો કોલ આવ્યો.જેકમેન જોઈ ને વિચાર માં પડ્યા કે એનો કોલ અત્યારે કેમ આવ્યો હશે. જેકમેન: હેલ્લો.
સામે થી થોડા તણાવ ભર્યો અવાજ આવ્યો: જેકમેન ઉર્વશી બોલું છુ.
જેકમેન: હા બોલ શું થયું કેમ અચાનક ફોન કર્યો.?
ઉર્વશી: હું તમને આવી ને કહું. હું પહેલી ફ્લાઇટ લઈ ને આવું છુ. ત્યાં સુધી તમે લોકો બહાર ના જતાં. એવું હોય તો શૂટિંગ પણ ના કરો,અને આમ પણ એમ-લેન્ડ માં બરફ પડે છે તો તમે બધા ને રજા આપી શકો છો.
જેકમેન એ હા પડી ફરી પુછ્યું કે બધું બરાબર છે ને ઉર્વશી બોલી હું આવું છુ.
જેકમેન એ બધા ને રાજા આપી દીધી. બધા ઘરે ગયા. બીજા દિવસે સવારે જેકમેન બેન્ડ મેમ્બર ના ઘરે આવ્યા. અને લગભગ કલાક માં ઉર્વશી આવી.એ બેગ પણ લીધા વગર આવી હતી. જેકમેન: ઉર્વશી તું ફ્રેશ થયી જા.
ઉર્વશી: ઓક, જેકમેન હું આવું છુ, ત્યાં સુધી માં તમે લોકો બાકી ના સભ્યો ને બોલવી ને રાખો.
રાયન: ok. ઉર્વશી
ઉર્વશી સેમ ના રૂમ માં ગયી. સેમ મોબાઇલ ચાર્જિંગ માં મૂકતો હતો. એને ઉર્વશી ને અચાનક જોઈ ને સ્તબ્ધ રહી ગયો. એના થી બોલાઈ ગયુ: Urvashi all ok?
સેમ: થોડી પ્રોબ્લેમ તો છે પણ અત્યારે મને બહું જ થાક લાગ્યો છે બકા હું પહેલા નહી લવું.
સેમ: ઓક ઉર્વશી.ઉર્વશી પણ સેમ હું કપડાં લીધા વગર એમ જ આવી છુ.
સેમ કઈ જ બોલ્યા વગર કબાટ સામે ગયો અને એને એની મનપસંદ ટી- શર્ટ આપી. અને બીજા કપડાં આપ્યા.
તારો આભાર સેમ એટલુ કહી ને ઉર્વશી સેમ ના બાથરૂમ માં જતી રહી. સેમ એ સારું લાગ્યું. એ નીચે ગયો અને ઉર્વશી માટે કોફી અને પેનકેક બનાવ્યા. થોડી વાર પછી સેમ ઉર્વશી એ બોલાવવા આવ્યો. ઉર્વશી નહીને બહાર આવી હતી.એને એના બેગ માથી એક ફોટો નિકાળ્યો. એને ટેબલ પર મૂકી ને પ્રાથના કરવા લાગી. એ પ્રાથના કરી રહી એટલા માં તો જેકોબ એ ઉર્વશી ને બૂમ પડી તો એ ફોટો ને ત્યાં મૂકી ને જ ચાલી ગયી. સેમ ટેબલ નજીક આવી ને ઊભો રહયો. ઉર્વશી નીચે પહોચી તો બધા આવી ગયા હતા, ઉર્વશી થોડી ચિંતા સાથે બોલી, sorry પણ આપણાં વીષે કોઈ બહું જ ખરાબ પોસ્ટ મૂકી રહ્યું છે. સોશિયલ મીડિયા પર. અને બધે નેગેટિવિટી જ ફેલાવી રહ્યું છે.
આ સાંભળી ને બધા ચિંતા માં આવી ગયા. વિકી એ ઉર્વશી ને પુછ્યું. ઉર્વશી કોણ હશે ? આપણે તો ક્યારે કોઈ ની સાથે ઝઘડો નથી કર્યો તો કોઈ આપણાં વિષે કેમ આવું કરશે?
ઉર્વશી જવાબ આપ્યો : વીકી , બકા એવું ના હોય કે આપણે કોઈ ને હેરાન કર્યા હોય એટલે એવું થાય. તમે હવે પ્રખ્યાત છો. માટે ઘણા લોકો હેરાન કરે. એના બહું કારણ હોઈ શકે છે.પણ આપણે પહેલા એ શોધવું પડશે કે એ છે કોણ? પછી બાકી નું તો આપોઆપ પતિ જશે.
થોડી વાર વિરામ લઈ ને બોલી. અત્યારે તો મે મારા એક મિત્ર ને કીધું છે એ આઇટી માં છે, મે સાઇબર ક્રાઇમ માં પણ વાત કરી છે એ લોકો આપણ ને મદદ કરશે. પણ આપણે મજબૂત બનવું પડશે. હવે આપણે સોસિયલ મીડિયા પર ધ્યાન રાખવું પડશે. જેથી એક વાર આપણી છાપ ખરાબ થયી ગયી તો એ ફરી પાછી સારી કરવા માં બહું વાર લાગશે. અને આખી કંપની ને એના લીધે હેરાન થવું પડશે.
જેકમેન: વાત તો સાચી છે. પણ તે એમ-લેન્ડ સાઇબર ક્રાઇમ ની હેલ્પ કેવી રીતે લીધી?
ઉર્વશી: યાર મને કઈ નહીં સુજયું તો મે એમ-લેન્ડ ક્રાઇમ રિપોર્ટ માં મે ફોન કર્યો. અને વાત કરી એ લોકો ખરેખર બહું જ સારા છે જો એમને કોઈ પ્રોબ્લેમ હશે અથવા આપણ ને મળવું હશે તો એ લોકો અહિયાં આવશે. કારણકે મને ઠીક ના લાગ્યું ઓફિસ માં મીટિંગ કરવાનું. અને પછી મે તમને કોલ કરવાનું કહ્યું. કારણકે હું ફોન કરી ને તમને કરો એમાં ફેર પડે. રાયન: તો હવે?
જેકમેન: આપને રાહ જોઈશું જ્યાં સુધી સાઇબર ક્રાઇમ માથી ફોન ના આવે ત્યાં સુધી.
ઉર્વશી: ઓક રાયન. હું થોડું સૂઈ જવું?મને તાવ જેવુ લાગે છે.જો મને કોઈ સમાચાર મણશે તો હું તમને આપું. મારા ધાર્યા પ્રમાણે સાંજ સુધી માં આપણા ને કોઈ સમાચાર તો મળી જ જશે. રાયન આજે પણ તારો રૂમ મળશે?
સેમ: આજે એનો રૂમ માં જગ્યા છે પણ જો તમે ઇચ્છો તો મારા રૂમ માં સૂઈ શકો છે.
ઉર્વશી: ઓક મને વાંધો નથી પણ મને ફોન નું ચાર્જર જોઈશે.
સેમ: મારી જોડે છે હું આપું.
એ સમયે બધા ને સેમ ની લાગણી ની ખબર પડી.
ઉર્વશી ચાલી એની પછાડ સેમ જાય છે. એ ઉર્વશી ને ચાર્જર આપે છે. બારી બંધ કરે છે અને રૂમ ની બહાર જતો હતો ત્યારે ઉર્વશી એ બૂમ મારી કે સેમ તને કામ હોય તો તું કરે શકે છે. મને કોઈ ડિસ્ટર્બ નહીં થાય.
સેમ: હામાં માથું ધૂણાવે છે. અને એ બ્લંકેટ ને કબાટ માથી કાઠી ને આવે છે ત્યાં સુધી માં તો ઉર્વશી સૂઈ ગયી હતી. તો એને ઓઠાડે છે તો એનો હાથ એના ગાલ પર પડે છે. સેમ ને એવું લાગ્યું કે સ્વર્ગ માં આવી ગયો હોય અને ત્યાં જ એનો અહેસાસ થયો કે ઉર્વશી ને તો બહું જ વધારે તાવ છે. સેમ એ વિચાર્યું કે જો એ ઉર્વશી ને ઉઠાડસે તો એ ફરી નહીં સૂઈ શકે માટે એને નક્કી કર્યું કે એને ઠંડા પાણી ના પોતા મૂકશે. અને સેમ કિચન માથી ઠંડા પાણી ની સાથે થોડા બરફ ના ટુકડા લઈ ને આવ્યો અને એને ઉર્વશી ના માથા પર મૂક્યા. ઉર્વશી એટલી થાકેલી હતી અને તાવ ના લીધે એને કઈ જ ખબર ના પડી એમ જ સૂઈ ગયી.
ઉર્વશી ની ઊંઘ પૂરી થયી તો જોયું કે મોડી રાત થયી ગયી છે. સેમ એની બાજુ માં બેઠો બેઠો જ સૂઈ ગયો. એને કપાળે થોડું ભીનું લાગ્યું તો એને હાથ ફેરવ્યો. તો અએને ભીનો રૂમાલ મળ્યો.
એને પલંગ ની બાજુ માં નજર કરી તો એક પાણી ભરેલો વાટકો મળ્યો. ઉર્વશી સમજી ગયી. એને સેમ ને ધીમે થી ઉઠાડયો. સેમ, તું ઉપર સૂઈ જ બકા. સેમ પલંગ માં ઉઘ્યો. ઉર્વશી ઊભી થયી ને એનો મોબાઇલ જોયો. તો હર્ષ ના 3 મિસ કોલ હતા.
ઉર્વશી: હા બોલ હર્ષ.
હર્ષ: ઉર્વશી એક ફાડુ સમાચાર મળ્યા છે. હું તને મોકલ્યું છુ એની ડીટેલ. તું તારી રીતે બાકી નું જોઈ લેજે.
ઉર્વશી: તારા અવાજ પર થી લાગે છે કે તું સાચે ફાડુ સમાચાર લઈ ને આવ્યો છે.
હર્ષ: હા પણ હું તને એના થી વધારે કઈ નથી કરી શકતો. બાકી નું તારે જ કરવું પડશે. Well, મને આ જેવીએમ ના કમ્પ્યુટર માથી મળ્યું છે.
ઉર્વશી: ok. તું મને મોકલ હું આમ પણ અહિયાં જ છુ તો હું બધા ની જોડે વાત કરી લવ.
ઉર્વશી ફોન મૂકી ને નીચે જાય છે. ત્યાં રાયન અને જેકમેન બેઠા હોય છે, મને હર્ષ નો મેસેજ આવ્યો. ઉર્વશી એ ખોલ્યો અને એને જેકમેન બતાવ્યો એમાં એક છોકરી નો ફોટો હતો. જેકમેન જોઈ ને બોલ્યા અરે આ તો આપણાં પ્રોડક્શન ટીમ ની એક કર્મચારી છે.
ઉર્વશી: જેકમેન આ જ છે જેને પોસ્ટ મૂકી છે.
જેકમેન: પણ એ આપણી જોડે કેમ એવું કરે?
ઉર્વશી: જેકમેન, રાખતી વખતે એની પૂછપરછ કરવી હતી?
જેકમેન: ઉર્વશી એ તો બહું જૂની છે. પહેલા તો આપણે એમ જ રાખી લેતા હતા. આતો આપણે પછી બધુ વધુ અને હવે બધુ ચેક કરવા માંડ્યા. તારી મદદ થી ....
ઉર્વશી: જેકમેન સાચું કહું તો મે 5% જ મદદ કરી છે બાકી નું બધુ તો તમે કર્યું છે.
જેકમેન: તો હવે શું કરીશ?
ઉર્વશી: જેકમેન, એ પ્રોડક્શન માં કામ કરે છે. એનો મતલબ કે એ મને નહીં ઓળખાતી હોય કારણકે હું કોઈ ને મળી નથી. મને કોઈ ઓળખાતું હશે તો એ બેન્ડ અને ખાલી ટોપ મેનેજમેંટ
તો હું એને કોલ કરી ને એને બેન્ડ ઇમેજ ખરાબ કરવા માટે સપોર્ટ ની વાત કરું અને એને મળવા બોલવું હોટેલ માં અને પછી જોઈ યે શું થાય છે?
જેકમેન: ok. પણ જે કરે એ પણ જલ્દી કરવું પડશે કારણકે બહું મોડુ કરિશ તો એ વધારે કરશે.
ઉર્વશી: અત્યારે જ કરું છુ. આમ પણ મારો નંબર યુરોપ નો છે.બધા એ આ પડી મે એને કોલ કર્યો અને થોડી પોસ્ટ મૂકવાની સામે પૈસા ની વાત કરી એને થોડી હાના હાના કરતાં માની ગયી. ઉર્વશી ને થોડી એને બાટલી માં ઉતરવા માટે મહેનત કરવી પડી પણ એ માની ગયી. ઉર્વશી એ કર્મચારી ને ફરી કાલે સવારે ફોન કેસે એવું કહી ને મૂકી દીધો અને પૈસા કેવી રીતે આપવા ના એમ પુછ્યું તો એને એક સરનામું આપ્યું જે બીજી કંપની ના એક ગીતકાર નું હતું. ઉર્વશી એ ફોન મૂક્યો. અને ગંભીરતા થી જેકમેન સામે જોયું. બધા સમજી ગયા કે એજ છે. જેકસોન પુછ્યું કે હવે શું કરિશ?
ઉર્વશી અત્યારે તમારા ફેન ફોલોઇંગ માં છોકરીઓ વધારે છે જો એ દુખી થાય તો બહું મોટી સમસ્યા થયી જશે માટે આપણે એક કામ કરીશું તમારા ફોટો ફોટોશોપ કરીશું અને એને મોકલીએ . એવી છોકરી રાખીશું જેને ક્યારે મળ્યા જ ના હોય. એક મિનિટ આપણે મારી મિત્ર ના ફોટો જ મૂકીએ.
જેકમેન ને ફોટોશોપ માટે એક કર્મચારી ને બોલવ્યો અને એને કઈ ન કહેવાનું કહ્યું. એના પર જેકમેન ને ભરોસો હતો કે એ નહીં કહે તો ઉર્વશી કઈ બોલી નથી બધા એ ફોટો નક્કી કર્યા. બધા સૂઈ ગયા ઉર્વશી લેપટોપ લઈ ને એનું કામ કરવા બેસી.
બીજા દિવસ ની સવાર થયી . ઉર્વશી પહેલે થી જાગતી હતી. તો આજે એને સવાર નો નાસ્તો તૈયાર કરી ને રાખ્યો હતો. બધા સવાર નું breakfast table ને જોઈ ને ખુશ થયી ગયા. અને એ લોકો ધીમે ધીમે તૈયાર થઈ ને ઓફિસ માટે નીકળ્યા. ઉર્વશી ફરી એના કામે લાગી ગયી લગભગ 11 વાગ્યા એટલે ઉર્વશી નો ફોને વાગ્યો. ઉર્વશી એ ફોન ઉપડયો.
હેલ્લો
હેલ્લો.; તમારે જે પોસ્ટ આપવાનું હોય એ આપી દો. પણ તમે મારી જોડે એટલા બધા પૈસા આપી ને કામ કરવો છો. એ કામ તો તમે પણ કરી શકો છો ને.
સામે થી અવાજ આવ્યો. ઉર્વશી એ જવાબ આપ્યો. તમારી વાત સાચી પણ મે તમારા followers જોયા બહું બધા છે અને તમે લોકાલ છો તો તમારી જોડે લગભગ બધા એમ-લેન્ડ ના ફોલ્લોવેર્સ જ હશે તો એ વધારે અસર કરશે બેન્ડ ને બરબાદ કરવા માટે.
પણ તમે એને કેમ બરબાદ કરવા માંગો છો?
સાચું કહું મારો ભાઈ આ બેન્ડ નો બહું મોટો fan હતો. માટે એ એમને મળવા અહિયાં આવ્યો હતો. પણ એમને બહું ખરાબ વર્તન કર્યું કે એને સહન ના કરી શક્યો અને એને આત્મહત્યા કરી લીધું. માટે હવે એ લોકો ને બરબાદકરી ને જ રહીશ.
ઉર્વશી ની આ વાત માં એને થોડી વિશ્વાસ આવ્યો હોય એવું લાગ્યું અને એને ઉર્વશી જોડે એ લોકો ના ફોટા માગ્યા. ઉર્વશી એનો નંબર માગ્યો. એને ભૂલ થી એનો નંબર આપ્યો.
ઉર્વશી એને થોડા સમય પછી આપીશ એવું કહ્યું. ઉર્વશી એ જેકમેન ને બધી વાત કરી.
જેકમેન એ ક્રાઇમ બ્રાન્ચ માં ફોન કરી ને નંબર આપ્યો. એમને એને હાલ ગિરફતાર કરવા માટે કહ્યું તો જેકમેન એ ના પડી અને બધા પ્લાન વિષે વાત કરી કે જો એને રંગે હાથ પકડી શું તો બીજી વાર કોઈ આવું નહીં કરે માટે એમણે વધારે એક દિવસ રાહ જોવાનું નક્કી કર્યું.
પોલિસ મેન: ok. જેકમેન જ્યારે જરૂર પડે ત્યારે ફોન કરજો અમે તમને હેલ્પ કરીશું.
જેકમેન: પાક્કુ સર. તમારી મદદ માટે આભાર.
ઇન્સ્પેક્ટર: ખરેખર તો મારે તમને કહેવું જોઈ યે કે તમે એમ-લેન્ડ ની મદદ કરો છો. તમે એ લોકો ને આગળ લાવી ને તમે વિશ્વ માં અમારા દેશ ને વધારે પ્રખ્યાત કર્યો છે. તમને ક્યારેય પણ અમારી જરૂર હોય તો અમે હમેંશા હાજર છીએ.
જેકમેન: સર ખાલી ઉર્વશી ની ડીટેલ બહાર ના આવવી જોઈ યે.
ઇન્સ્પેક્ટર: હા. વાંધો નથી જેકમેન.
ઉર્વશી એ કર્મચારી ને ફરી ફોન લાગવ્યો. અને કહ્યું કે હું તને ફોટા આપું છુ પણ તારે તરત જ અપલોડ કરી દેવાના. અને પછી તારા ફોન માંથી ડિલીટ કરી દેવાના.
એને ઉર્વશી ને પુછ્યું કેમ તો ઉર્વશી એ સિક્યોરિટી નું બહાનું કઠયું.
જેવીએમ ઓફિસ માં જેકમેન એ એક ઇમર્જન્સિ મીટિંગ બોલાવી 5 મીનિટ પછી.ઉર્વશી એ એને ફોટા આપ્યા અને કહ્યું કે 30 મિનિટ માં અપલોડ થયી જવા જોઈ યે. હવે એ ત્યાંથી નિકળી ને કાફે સુધી પહોચે એવિ પરિસ્થિતી નહોતી કારણ કે એને મીટિંગ માં ફરિજિયાત હાજરી આપવી પડે એમ હતું.
નહિતર જેકમેન ને શક જાય તો હવે એ વધારે ગભરાઈ ગયી. એને હવે શું કરવું એ ખબર નહોતી પડતી. જેકમેન મીટિંગ ઉર્વશી એ આપેલા 30 મીનિટ ના 5 મિનિટ પહેલા પૂરી કરી. એને જલ્દી થી એ ફોટો અપલોડ કરવાના હતા. ઉર્વશી એને આ કામ માટે બહુ મોટી રકમ આપવાની હતી જેના થી એ એક સારૂ જીવન જીવી શકે માટે એને બહુ જ જલ્દી હતું. એ બહાર ગયી અને ઘડિયાળ સામે જોવે છે.એ વધારે ગભરાઈ ગયી. એની જોડે ફોટા તો હતા પણ એની જોડે બીજું કોઈ લેપટોપ નહોતું કે એ અપલોડ કરી શકે. તો એને એવું નક્કી કર્યું કે એ જેવીએમ ના કમ્પ્યુટર માથી જ કરશે. અને પછી ડેલેટ મારી દેશે. એ જેવુ બધુ સેટ કરી ને અપલોડ કરવા જાય છે ત્યાં જોર થી એના કાન પાસે કઈક વાગે છે. એ ફરે છે તો એની સામે ઉર્વશી હતી. કર્મચારી: પાગલ છે?આવું કોણ મારે અને તમે કોણ છો?
ઉર્વશી એ એને કોલર પકડી ને ખુરશી માંથી ઊભી કરી. આજે જેકોબ ને ઉર્વશી ના શરીર ની તાકાત ની ખબર પડી. ત્યાં સુધી માં બધા ભેગા થયી ગયા હતા. કર્મચારી એ ઉર્વશી ને સામે જોશ થી કહ્યું કે હું પોલીસ બોલાવીશ.
ઉર્વશી: કેમ નહીં બસ એ આવતી જ હશે. એટલા માં લિફ્ટ નો દરવાજો ખૂલે છે અને પોલીસ બહાર આવી ઉર્વશી એ કર્મચારી પોલીસ ને આપી અને બોલી લઈ જાવ ને અને આ ને બેસ્ટ માં બેસ્ટ સજા મળવી જોઈ યે. બેન્ડ અને જેકમેન રિલેક્સ થયા અને બાકી ના કર્મચારી ઓ આજે ડરેલા હતા. જેકમેન બધા ને પોત પોતાના કામે લાગવા કહ્યું. પણ આજે આખો દિવસ આજે જે થયું એની ચર્ચા ચાલી અને ઉર્વશી ખરેખર માં કોણ છે એ શોધવાનો પ્રયત્ન ચાલ્યો. ઉર્વશી થોડી વાર રહી ને ઘરે ગયી. બધા ને હજી રિહર્સલ બાકી હતું એ લોકો એ પૂરું કરી ને ઘરે ગયા.
સાંજે જમી ને બધા બેઠા હતા. ત્યાં વિકી એ વાત કરી કે આજે બધા કંપની માં આજે જે બન્યું એની બહું બધી વાતો કરે છે અને એ લોકો ને તારા વીષે પણ જાણવા નો બહું જ પ્રયત્ન કર્યો છે. રાયને કહ્યું ઉર્વશી એ વાત તો છે. અને જો હવે લોકો ને ખબર નહીં પડે તો એ લોકો વધારે વાતો કરશે. ઉર્વશી એ રાયન ને એક આત્મવિશ્વાસ સાથે પુછ્યું કે એક અનુભવી જવાબ મળશે. એમ- લેન્ડ ને હિસાબે. રાયન એ એનો મત આપ્યો કે હું પણ એ વાત સાથે સહેમત છુ. રાયન ની વાત માં એક દમ હતો. એક વાર આપણે જેકમેન જોડે વાત કરીયે. પછી જોઈશું કે તને કેવી રીતે બધા ની સામે લાવવી, બધા સહેમત થયા. બધા ફરી નોર્મલ વાતો પર વળ્યા. ત્યાં જેકોબ ક્યાક થી પત્તાં લઈ ને આવ્યો. બધા પત્તાં રમ્યા. બહું મજા આવી.
બીજા દિવસ ની સવાર થયી. ઉર્વશી રોજ ની જેમ નહી ને એક ફોટા સામે પ્રાથના કરી ને એ નીચે ગયી, અને એ નીચે ગયી અને બ્રેકફાસ્ટ કરતી હતી. બાજુ માં જેકસોન આવી ને બેસ્યો. જેકસોન: ઉર્વશી પેનકેક પાસ કરને.
ઉર્વશી એ પેનકેક પાસ કરી અને સિરપ આપી. જેકસોન એ આતુરતા થી પુછ્યું : ઉર્વશી તું રોજ ખાલી પેનકેક જ ખાય છે.
ઉર્વશી: થોડા નિશશા સાથે બોલી સાચું કહું જેકસોન. પેનકેક ખાઈ લવ છુ. હું એક ઇંડિયન છોકરી છુ. હું ઘરે તો ઇંડિયન ફૂડ જ ખાવું છુ. હું વેજિટેરિયન છુ તો મને ખાવા ના એટલા બધા ઓપ્શન નથી મળતા. તો જ્યારે હું બહાર નિક્ળુ છુ ત્યારે કઈ વેસ્ટર્ન ફૂડ નો સહારો મળી જાય છે કારણકે એ લગભગ બધે મળે છે.
ઉર્વશી અને જેકસોન ની ચર્ચા સેમ સાંભળતો હતો. બને જણા ફરી બ્રેકફાસ્ટ કરવા માં વ્યસ્ત થયી ગયા. ઉર્વશી નો ફોને વાગ્યો. જેકસોન એ જોયો કે જેકમેન નો કોલ હતો.
ઉર્વશી: હેલ્લો જેકમેન, હું તમને ફોન કરવાની હતી.
જેકમેન: ઉર્વશી એક કામ કર તું લગભગ બાર વાગે તું મને કાફે માં મળીશ ફ્રી હોય તો?
ઉર્વશી: ઓક વાંધો નથી. હું લગભગ ફ્રી જ છુ.
જેકમેન: ok. તો આપણે મળીએ.
ઉર્વશી: ok.bye.
ઉર્વશી એના કામે લાગી ગયી બાકી ના સભ્યો વારાફરથી સ્ટુડિયો માં ગયા. ઉર્વશી જેકમેન ને કાફે માં નક્કી કરેલા સમયે મળી. બને જણા એ કાલે ઓફિસ ના વાતાવરણ વીષે વાત કરી અને એવું નક્કી કર્યું કે આજે ઉર્વશી નું એક ફોરમલ મીટિંગ કરવી લઈ યે. સાંજે 8 વાગે. ઉર્વશી ત્યાં થી એક મિત્ર ને મળવા ગયી અને અને એને લંચ પણ એની જોડે જ કર્યું અને લગભગ 4 વાગ્યા હતા બધુ પૂરું કરતાં તો ઉર્વશી સીધી બ્યુટિ પાર્લર માં ગયી. એ તૈયાર થયી ને જેવીએમ પહોચી. એને એક એક ફોર્મલ સૂટ પહેર્યો હતો. એની પર્સનાલિટી પ્રભાવિત હતી. એની ચાલ માં એક આત્મવિશ્વાસ દેખાતો હતો. એ ચાલતી હતી એના સેન્ડલ ના હીલ નો અવાજ ના લીધે બધા નું ધ્યાન એની તરફ જતું હતું. સેમ એને જોઈ ને બસ જોઈ જ રહ્યો. રાયને એ સેમ જોઈ ને ફાઇનલ થયી ગયું કે સેમ ઉર્વશી માટે લાગણી રાખે છે.
એક હોલ માં બધા ભેગા થયા. અને ધીમે ધીમે મ્યુજિક ચાલતું હતું. થોડું અંધારું હતું તો થોડું અજવાળું હતું. ત્યાં જેકમેન આવે છે. અને પાછળ ઉર્વશી આવે છે. પહેલી હરોળ માં બેન્ડ ના સભ્યો બેઠા હતા. ઉર્વશી આવી ને ખુરશી પર બેસે છે. અને એક પગ નીચે રાખે છે. એમાં એક તેજ દેખાતો હતો.
જેકમેન સ્પીચ ચાલુ કરી “ગૂડ ઈવનિંગ. Well. કાલે જે થયું કદાચ જેવીએમ માં છેલ્લી વખત હશે. હવે તો એવું કઈ થશે તો બહું મોટી સજા મળશે. આ ઘટના સાથે તમારી સામે એક બીજો મુદ્દો ઉઠ્યો એ છે ઉર્વશી નો.
આમાં થી ઘણા લોકો ઓળખાતા નથી એને. બધા એક બીજા ની સામે જોવા લાગ્યા. રૂમ માં મચ્છર ભણભણતું હોય એમ નાના આવજો સાથે વાતો ચાલુ થયી આ બધા ની વચ્ચે સેમ ખાલી ઉર્વશી ને જોઈ રહ્યો હતો. એને બીજા ના થી કોઈ નહોતો પડતો.
જેકમેન ને આગળ ચલાવ્યું ઊભા રહો. તમે ક્યારે ઉર્વશી પટેલ નું નામ સાંભળ્યુ છે. જે આપણી ઇન્વેસ્ટર છે. એ ટેલેન્ટેડ પર્સન છે. એ પાર્ટનરની સાથે આપણું ઇન્ટરનેશનલ માર્કેટિંગ સંભાળે છે અને ક્યારેક લીગલ ડિપાર્ટમેંટ એમાં પણ જ્યારે બેન્ડ ની જોડે કઈક ખોટું થતું હોય ત્યારે. અને ઘણા પ્રોજેકટ માં બેક ગ્રાઉંડ માં ભાગ ભજવે છે. એવું કહી શકાય કે એ બેન્ડ ની કરોડરજ્જૂ છે. એ એમ-લેન્ડ માં નથી રહેતી. અમુક કારણો થી આપણે એની દરેક વાતો ને ખાનગી રાખતા હતા. મને આશા છે કે તમે લોકો પણ આ રાખવા માં સહયોગ આપશો. એટલુ બોલી ને જેકમેન ખુરસી માં બેઠા. ઉર્વશી એ માઇક હાથ માં લીધું અને બોલી dont worry. હું કોઈ માફિયા નથી,કે નથી કોઈ મહાન વાયક્તિ. જેકમેન ખાલી મને ચણા ના ઝાડ પર ચડાવે છે. અને ઉર્વશી હસી. બધા હાસ્યા. રૂમ નો માહોલ થોડો હળવો થયો.
ઉર્વશી: ચાલો આપણે એક ગેમ રમીયે. એમાં તમારે જે કહેવું હોય એ કહો મારી જોડે એના લાગતું કઈ હસે તો હું કહીશ. તમારે કઈ પૂછવું હોય તો પૂછી શકો છો. હવે આપણે સાથે કામ કરવાનું છે તો એક બીજા ને સારી રીતે ઓળખી લઈ તે. બધા એ ઉર્વશી ને નોર્મલ પ્રશ્નો પૂછય્યા. ઉર્વશી એ શાંતિ થી જવાબ આપ્યા. આજે કાલ કરતાં બધુ અલગ જોઈ બધા એ ઉર્વશી આજે શાંત હતી અને એક લાગણી વળી છોકરી હતી. કાલે તો એને માં દુર્ગા નું રૂપ લીધું હોય એવું લાગતું હતું.
અચાનક જેકોબ એ માઇક હાથ માં લીધું, ઉર્વશી મને પણ એક વાત કહેવી છે,
ઉર્વશી એ પ્રેમ થી જોયું અને બોલી: શું?
જેકોબ: હવે મને વિલા જોઈયે છે. મને લાગે છે એટલુ તો થયી ગયું છે કે મને એક મસ્ત ઘર મળે.
ઉર્વશી: ok. જો તમારી આ વર્ષ ની વર્લ્ડ ટુર સારી રહેશે તો પાકકું. કેમ નહીં? શું કહેવું જેકમેન?
જેકમેન એ હસી ને જવાબ આપ્યો.
ચેપ્ટર 4:
મીટિંગ પૂરી થયી અને બધા ઘરે જવા નીકળ્યા. ઉર્વશી ને એક મીટિંગ હતી તો એ જેવીએમ ની ઓફિસ માં જ રોકવવાની હતી. જેકમેન એ કહ્યું કે ત્યાં સિક્યોરિટી ગાર્ડ આખી રાત હોય છે તો તને વાંધો નહીં આવે. ઉર્વશી એની મીટિંગ પતાવી ને બહાર આવી એને નજર waiting room ના સોફા પર પડી સોફા માં સેમ બેઠો બેઠો જ સૂઈ ગયો હતો. એ સેમ ની બાજુ માં બેસી અને એને ધીમે થી સેમ ના ગાલ પર હાથ મૂક્યો. આ પહેલી વખત ઉર્વશી સેમ ને અડી હતી. એને એક શુકૂન નો અહેસાસ થયો. ઉર્વશી એ લાગણી ને અનુભવ કરી. અને સેમ ને ધીમે થી ઉઠાડયો. “સેમ ... સેમ.” સેમ ને લાગ્યું કે એ સપનું જોવે છે. પણ એ અચાનક ચમકી ને ઉઠ્યો. ઉઠી ને જોયું તો ઉર્વશી બાજુ માં બેઠી હતી. એ ઊભો થયો અને એને એના કપડાં સરખા કર્યા. અને બોલ્યો: ઉર્વશી તું મારી રાહ જોઈ ને બેઠો હતો.
સેમ:હા.
ઉર્વશી: thank you. ચલ ઘરે જઈ યે બહું જ મોડું થયી ગયું છે. તું ડ્રાઇવ કરી શકીશ કે હું ડ્રાઇવર ને બોલવું.
સેમ: ના બકા વાંધો નથી. હું ચલાવું છું.
સેમ અને ઉર્વશી બને જણા કાર નિકાળી ને જતાં હતા. કાર ટ્રાફીક માં ઊભી હતી ઉર્વશી ને એક રેસ્ટોરન્ટ ની બહાર એક આઈસક્રીમ ની જાહેરાત જોઈ. તો એ ખુશ થયી ગયી.
ઉર્વશી: સેમ ચલ ને આપણે એ આઇસક્રીમ ખાવા જઈ યે.
ઉર્વશી ની મોઠાં પર ના તેજ ને જોઈ ને સેમ ને ના પાડવાની ઇચ્છા ના થયી. અને એને કાર ને રેસ્ટોરન્ટ તરફ લીધી. ઉર્વશી ને એ આઇસક્રીમ ખાતા જે ખુશી થતી હતી એ ક્યારેય સેમ એ એના ફેસ પર નહોતી જોઈ. સેમ ને પણ ખુશી થયી પણ હમેશ ની જેમ એને દિલ માં રાખી. બને ઘરે પહોચ્યા. રસ્તા માં બને જણા કઈ ખાસ નથી બોલ્યા. પણ એક અલગ પોતાનાપણું હતું બને જણા વચ્ચે.
બીજા ઉર્વશી ની ફ્લાઇટ હતી. ઉર્વશી ફરી સેમ ને છોડી ને જતી રહી. હમેંશ માટે નહીં પણ સેમ ને નહોતી ખબર કે હવે ઉર્વશી પાછી ક્યારે આવશે. બેન્ડ ના સભ્યો એમની વર્લ્ડ ટુર માટે તૈયાર થયી ગયા જ્યારે ઉર્વશી એની રોજીંદી જિંદગી માં વ્યસ્ત થયી ગયી. સેમ ઉર્વશી ને યાદ કરતો હતો. બધા એને હેરાન કરતાં હતા માટે એને આ વાત એના મિત્રો ને પણ કરી. એના મિત્રો એટલે કે બેન્ડ ના સભ્યો. બધા સેમ માટે ઘણા ખુશ હતી. ઉર્વશી હવે મિત્ર તરીકે બધા ની બહુ નજીક હતી. બધા ફોન પર એક બીજા ની જોડે વાતો કરતાં હતા.
બેન્ડ મેમ્બર ના વર્લ્ડ નો દિવસ આવી ગયો. બધા ગ્રીન રૂમ માં તૈયાર થતાં હતા. એક સ્ટાફ મેમ્બર સેમ ને ફોન અપડે છે.
સેમ: હેલ્લો
ઉર્વશી: hello. best of luck. I wish you got very good response in your tour. Enjoy your trip.
સેમ(મન માં મલકતા): thank you ઉર્વશી. મે નહોતું વિચાર્યું કે તું ફોન કરીશ.
ઉર્વશી: આજે તારા માટે એક મોટો દિવસ છે તો હું કેવી રીતે ફોન ના કરું. બાકી ના લોકો ક્યાં છે?
સેમ: એ લોકો પણ અહિયાં જ છે.
ઉર્વશી: તો ફોન ને સ્પીકર પર મુકને.
સેમ ફોન ને સ્પીકર પર મૂકે છે. સામે થી તરોતાજા થી અવાજ આવ્યા. Rock the stage. Rock the stage.
બધા જોડે બોલ્યા thank you.
ઉર્વશી: enjoy your dream but take care of your sleep and stay healthy.
બધા: thanks Urvashi .
રાયન એ ફોન હાથ માં લીધો અને બોલ્યો: ઉર્વશી તું અહિયાં હોત તો વધારે મજા આવત.
ઉર્વશી: well , હું પ્રયત્ન કરીશ આવવાની. સારું ચાલ હવે હું જવું.
રાયન: bye take care,
ઉર્વશી એ ફોન મૂક્યો. રાયન એ ફોન સ્ટાફ ને પાછો આપ્યો. એ લોકો સ્ટેજ પર જવાની તૈયારી માં લાગી ગયા. એક પછી એક શૉ કરતાં ગયા. બધા શૉ હાઉસફૂલ હતા. બેન્ડ મેમ્બર એ પણ બહું જ મજા કરી. પણ એ લોકો ની તબિયત થોડી ખરાબ થયી ગયી હતી. એક પછી એક શો શો આ ટુર ના બધાજ શૉ હિટ ગયા છે. એ લોકો ની પ્રખ્યાતતા ઘણી વધી. સોશિયલ મીડિયા માં પણ ઘણા ‘ફોલ્લો’ કરવા વાળા ની સંખ્યા વધી. બધા ખુશ હતા. ટુર પૂરી કરી અને એ લોકો પછ એમ- લેન્ડ ગયા. જેવીએમ માં એમની સફળતા માટે પાર્ટી રાખવા માં આવી હતી.
થોડો સમય પછી જેકમેન સ્ટેજ પર ગયા. હેલ્લો બધા. તમને બધા ને ખબર છે કે આપણે આજે બેન્ડ ની સફળતા પાર્ટી માટે ભેગા થયા છીએ. થોડા દિવસ પહેલા ઉર્વશી અહિયાં હતી ત્યારે જેકોબ એ એક ઇચ્છા કરી હતી કે એને એક વિલા જોઈયે છે.ઉર્વશી અને બોર્ડ ઓફ ડાઇરેક્ટર જોડે ચર્ચા કર્યું છે અને એવું નક્કી થયું છે કે બેન્ડ સભ્યો ને એમના પસંદ ના ઘર મળશે. કેટલી એ પ્રાઇવેટ છે. અને બધા જ કર્મચારી ની સેલરી 15% વધારવામાં આવી છે.
બધા બહું જ ખુશ થઇ ગયા. બધા એ પાર્ટી ને બહું જ મજા કરી. બધા એ એક પછી એક પોતાના ઘર જોવા ના ચાલુ કર્યા અને એમને એમની પસંદ ના ઘર બનાવ્યા. સેમ એ પણ ઘર લીધું. એમાં એને ફર્નિચર થોડું એના પરિવાર ના હિસાબે બનાવ્યું તો થોડું ઘણા માં એને ઇંડિયન ટચ આપવાનું નક્કી કર્યું. માટે એને ભારત થી સિવિલ એંજીનિયર બોલવ્યા. એને એની બધી જરૂરિયાત એમના સામે રાખી એમાં એક મંદિર પણ હતું. એને યૂટ્યૂબ પર પણ જોયું. એને થોડી ઘણી ખબર પાડવા મંડી હતી. એણેનક્કી કર્યું હતું કે ઉર્વશી હવે જ્યારે એમ-લેન્ડ આવશે ત્યારે એણે ઘર જેવી ફીલિંગ આવવી જોઈ યે. માટે એણે ઘર એવી રીતે બનાવવાનું નક્કી કર્યું.એણે ઉર્વશી ની સંસ્કૃતિ ને શીખવા માટે ના એક શિક્ષક બોલવ્યા અને એમની જોડે એ રોજ ભણતો હતો.
એણે ભણતા ભણતા શીખ્યા કે ઉર્વશી ખાવા ની બાબત માં કેટલી હેરાન થતી હશે. માટે એણે એક મહારાજ જમવા બાનવવાનું માટે નક્કી કર્યા. એણે થોડા રસોયા ના ઇન્ટરવ્યૂ લીધા. એમાં રામ પાસ થયો. એણે હવે એવું થયું કે એણે બીજા ડ્રાઇવર જોડે જવા માં કોઈ સમસ્યા થાય તો માટે એને એક ડ્રાઇવર રાખવાનું પણ નક્કી કર્યું. એણે મંદિર બનાવી ને એમાં પંડિત જી જોડે પૂજા કરવી. એમને ત્યાં જ રહેવા કીધું કે જ્યારે ઉર્વશી ના હોય તો એ બધા નું ધ્યાન એ લોકો રાખે. ઉર્વશી ને વાંચવાનો બહુ શોખ હતો માટે એણે એક લાઈબ્રેરી બનાવી અને એમાં એને દેશ વિદેશ ની ચોપડી ઓ રાખી એમાં.
૬.
સેમ ના પપ્પા એક દિવસ એના નવા ઘર નું કામ જોવા માટે આવ્યા. ત્યારે એમને ઘર જોયું તો એમને થોડો શક થયો કે સેમ માં ઘણી બધી વસ્તુ બદલાઈ છે. એના પપ્પા ને એ તો ખબર હતી કે એ કોઈ ની પણ જોડે જીવન જીવનું નક્કી કરી શકે છે. કારણકે એની આજુબાજુ માં અલગ અલગ જગ્યા એ થી ઘણી છોકરીઓ આવે છે અને એ ટુર માટે ટ્રાવેલ પણ કરે છે.
સેમ એ સમયે એ ઘરે નહોતો. એના પપ્પા એ ઘરે થી ફોન કર્યો. સેમ ને એક કાફે માં બોલવ્યો. સેમ ને એના પપ્પા ના અવાજ પર થી ખબર પડે કે પપ્પા કઈક ગંભીર વાત કરવા માગે છે. માટે એ થોડો ડરતો વહેલા જ પહોચી ગયો.સેમ ના પપ્પા પણ કહ્યા સમયે પહોચી ગયા. એમને સેમ ને જોયો અને એની જોડે ગયા.
સેમ: પપ્પા કેમ છો? કેમ અત્યારે અહિયાં?
એક ડર પછી કરવી પડતી જબરજસ્તી વાળી વાત સેમ એ ચાલુ કરી જેથી એવું લાગે કે એ ના જીવન માં કઈ બદલાવ નથી આવ્યો. પણ સામે એના પાપા હતા જે એણે જન્મ થી જાણતા હતા. એમને સેમ ને બેસાડયો અને કઈક ઓર્ડર કરવા કહ્યું. સેમ એ આપ્યો. અને એ લોકો નો ઓર્ડર આવ્યો. સેમ એ એના પપ્પા સામે ડિશ કરી તો બોલ્યા: અરે નહીં સેમ તું ચાલુ કર આજે તો તારો દિવસ છે. આ સાંભળી ને સેમ નો શક નક્કી થયી ગયો કે કઈક તો છે જે પાપા કહેવા માગે છે. સેમ નીચે જોઈ ને બસ ખાવા લાગ્યો. થોડી વાર માં એના પપ્પા એ ચૂપી તોડી: સેમ હું આજે નવા ઘરે ગયો હતો. મે જોયું સારું લાગ્યું. પણ મને નહોતી ખબર કે તું ઇંડિયન કલ્ચર થી આટલો બધો પ્રભાવિત હોઈશ. મે જોયું ઘણી વસ્તુ માં ઇંડિયન ટચ છે.
સેમ : પાપા એ તો.....
સેમ કઈ બહાનું બતાવે એ પહેલા એના પાપા બોલ્યા. તું શું કોઈ ના પ્રેમ માં છે?
પાપા: ઉર્વશી ના..
સેમ એ કોણ છે? કોને ખબર એ ખાલી તારા પૈસા જોઈ ના આવતી હોય .. એ ઘર ના લોકો ને રખશે કે નહીં?
એ બીજું કઈ કામ કરશે કે નહીં? એ કેવી રીતે આપણી સંસ્કૃતિ માં ભળશે?
સેમ પાપા એ સારી છોકરી છે. રહી વાત સંસ્કૃતિ ની તો એ એની રીતે જીવી શકે છે. બીજી વાત એ કે જો આપણાં ને રાખવાની તો એના માટે કોઈ નાતજાત કે કોઈ દેશ કે મહત્વનુ નથી સારી છોકરી છે. દિલ થી એજ સૌથી વધારે મહત્વનુ છે. હું એણે ઘણા સમય થી ઓળખું છું
પાપા: પણ હું એવી રીતે માની જવું અને તારી મમ્મી તો કેવી રીતે સ્વીકાર કરશે?
સેમ: પપ્પા સોરી પણ એની માટે હું નહીં માનું.. અને હજી મે એણે કીધું એણે કીધું પણ નથી ખબર નથી કે એ હા પડશે કે ના?
પાપા: ઠીક છે.
સેમ ના પાપા થોડા ગુસ્સા માં હતા. બને જણા જમવાનું પતાવી ને બહાર નીકળ્યા. સેમ ના પપ્પા કામ પતાવી ને પાછાં એમના ઘરે ગયા. સેમ ને હવે ઘરે બધા ને મનાવવા પડશે પણ ખબર નાથી કેવી રીતે એવું વિચારતો હતો.
ત્યાં જ સેમ નો ફોન વાગ્યો. સેમ એ ફોન ઉપડયો. હેલ્લો
સામે થી રાયન નો અવાજ આવ્યો: સેમ કાલે આપણે શૂટિંગ નથી. બધા એવું વિચારે છે કે ફાર્મ હાઉસ પર જઈ યે? તારું શું કહેવું છે?
સેમ : ok.
એના અવાજ માં થોડી ચિંતા દેખાતી હતી.
રાયન: શું થયું ?
સેમ: યાર મારા ઘરે ઉર્વશી ની ખબર પડી ગયી.
રાયન: wait samson, હું આવું છુ હું નજીક માં જ છુ.
સેમ:ok. આવ.
રાયન થોડી વાર માં આવ્યો. સેમ જમવાનું બનાવતો હતો તો એણે રાયન નું પણ ઉમેર્યું.સેમ એ ડિનર માટે ટેબલ તૈયાર કરીને રાખ્યું. થોડી વાર માં રાયન આવ્યો. બને જણા જમવા બેઠા અને જમતા જમતા સેમ એ રાયન ને બધી વાત કરી.
રાયન: તો સેમ હવે? ઉર્વશી ને તે કીધું?
સેમ: અરે ઉર્વશી ને તો એ પણ નથી ખબર કે મારા મન માં એના પ્રતે લાગણી છે. મે હજી એને કશું જ નથી કીધું. તો કેવી રીતે હું એને આ બધુ કહું. Lets see. ઉર્વશી ને તો પહેલા મારે મારા મન ની વાત કરવી પડશે પછી એને મારા ઘર વિષે કહીશ.
રાયન: સેમ, તું ચિંતા ના કર. બધું થઈ જશે. મને એવું લાગે છેકે ઉર્વશી ના મન માં પણ તારા માટે લાગણી છે. સેમ કઇ નહીં થોડી હિમ્મત અને ધીરજ રાખ.
સેમ: હમમમ. આમ પણ આપણી જોડે એ સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી.
રાયન બધુ પતાવી ને નિકળે છે.સેમ એજ વિચારતો વિચારતો સૂઈ જાય છે.લગભગ એક અઠવાડીયા જેવુ થયું અને જેકમેન એક નવો આલ્બમ જાહેર કરે છે. એના માર્કેટિંગ કેમ્પેન માટે ઉર્વશી એમ-લેન્ડ આવવાની છે. અત્યાર સુધી એ હોટેલ માં રહેતી.એમણે ઉર્વશી ને સીધી ઓફિસ એ જ બોલાવી લીધી. આ સમયે બધા કર્મચારી પણ એટલા જ ખુશ હતા કારણકે પહેલા તો એ લોકો થોડા હિચકિચાતા હતા કે એને ગમશે કે નહીં. એ કેવો પ્રત્યઘાત આપશે એ પણ હવે એ લોકો ને ડર જતો રહ્યો હતો.
એ લોકો હવે ઉર્વશી ને વેલકમ કરવા માગે છે. એ ના લીધે બધા ના જીવન માં ઘણા સારા બદલાવ આવ્યા છે માટે એ લોકો એની જોડે ફ્રેન્ડશિપ કરવા માંગે છે. એ ના વિશે વધારે જાણવા માંગે છે. આ બધા ની વચ્ચે બધા ને કામે જવાનું પણ જરૂરી હોય છે માટે બધા પોતપોતાના કામે લાગે છે. કોઈ ને નહોતી ખબર કે ઉર્વશી ની ફ્લાઇટ કેટલા વાગ્યા ની છે.કારણકે જેકમેન એક બ્રેકફાસ્ટ મીટિંગ પતાવી ને આવવાના હતા.
બેન્ડ મેમ્બર પણ ત્યાં જ હતા એ લોકો રિહર્સલ ચાલુ હતા.જેવીએમ ઓફિસ માં એક છોકરી ફોન પર વાત કરતી હતી. એ બધા ના થી છુપાવી ને ધીમે ધીમે બોલી રહી હતી. જેવીએમ ના ફોન ની મંજૂરી હતા તો એને એવિ રીતે વાત કરવાની જરૂર નહોતી. થોડી વાર માં એના મોબાઇલ હાથ પર કોઈ એ હાથ મૂક્યો. એ ડરી ગયી એણે ઊંચું જોયું તો ઉર્વશી હતી. એ હજી આવતી જ હશે કારણકે એના ખભે બેગ હતું અને હાથ માં પણ હજુ મોટી બેગ હતી. એણે આંખો મસ્ત નાના છોકરાઓ ની જેમ આખો પટપટાવી. એને મોબાઇલ હાથ માં લીધો. સામે થી કોઈ બોલી રહ્યું હતું. ક્યારે આવીશ બોલ નહિતર હું તારા ભાઈ ને કહી દઇશ.
ઉર્વશી બોલી: અરે વાહ.. ના હાય ના હેલ્લો બસ સીધું મળવા ની જ વાત. તારા થી આવી આશા નહોતી. મને તો એવું હતું કે એમ-લેન્ડ ના છોકરાઓ બહુજ રોમેન્ટીક હોય છે પણ ઉફ્ફ સોરી મને બહુજ દુખ થયું આજે. યાર મારા તો સપનાઓ તૂટી ને વેર વિખેર થઈ ગયા.
સામે થી અવાજ આવ્યો: ઓયય કોણ છે તું અને પેલી ક્યાં છે?
ઉર્વશી એક આત્મવિશ્વાસ સાથે બોલી: યાર તું પણ કેવો છે. હું તને એટલો બધો ભાવ આપું છુ તો મારી કદર નથી અને તને પૂછતી પણ નથી તો એને તું ધમકી આપી ને બોલવે છે. એક વાર મળીએ તે વિચારી છે એના કરતાં વધારે સુંદર હોઇશ.
સામે થી: તું એને ફોન આપ.
ઉર્વશી: કેમ એ તારા બાપ ની નોકર છે એ? સંભાળ એને તારી વાત માં રસ નથી એનો મતલબ એ કે એને નથી. અને જો એને બીજી વાર ફોન કર્યો છે તો હું બધા દાંત પડી દઇશ.એક પણ સાજો નહીં રાખું જો જેવીએમ ના કોઈ પણ કર્મચારી ને કોઈ તકલીફ તકલીફ પડી છે તો. માટે હવે ફોન નહીં કરવાનો એમ જ તમારી ભલાઈ છે. Thank you.
આટલું બોલી ને ઉર્વશી એ ફોન મૂકી દીધો.
ફ્લોર પર હતા એ બધા લોકો જોઈ રહ્યા. જેકોબ એ ઉર્વશી ને જોઈ ને બોલ્યો: “wow.મે નહોતું વિચાર્યું હતું કે એ આ પણ કરી શકે છે. આગે આગે દેખો મિલતા હે ક્યાં હે અપકો “ અને બધા હસ્યાં. ઉર્વશી જઈ ને બધા ને મળી અને સેમ ને નથી મળી. ઉર્વશી મીટિંગ માં વ્યસ્ત થયી ગયી, અને ધીમે ધીમે એણે એક પછી એક મીટિંગ પતાવી એની મીટિંગ પતાવવામાં લગભગ સાંજ પડી ગયી હતી. જેકમેન: ઉર્વશી તું ક્યાં રહીશ?
ઉર્વશી: હું કદાચ સેમ ને ફોન કરીશ?
જેકમેન: ok. ઉર્વશી વાંધો નહીં.
ઉર્વશી: well. જેકમેન ની આપણી બધી મીટિંગ પતિ ગયી તો હું લગભગ કાલે નહીં આવું. શરીર પણ દુખાય છે તો.
જેકમન: ok. વાંધો નહીં. કાલે તું આરામ કર. આપણે પરમ દિવસ મળી યે.
ઉર્વશી: ok.bye
અને જેકમેન નીકળે છે.
ઉર્વશી એ ફોન કર્યો: હેલ્લો?
સેમ: હાય કેમ છે?
ઉર્વશી: બકા જેવીએમ માં જ છુ.
સેમ ઉર્વશી કઈ આગળ બોલે એ પહેલા બોલ્યો: ઉર્વશી તને પ્રોબ્લેમ ના હોય તો તું મારા ઘરે આવીશ?
ઉર્વશી એ ખાલી હમમ એમ કહ્યું.
સેમ: wait, ઉર્વશી તું ત્યાં જ રહેજે હું આવું છુ.
ઉર્વશી: ok. તું આવે એટલે મને કહે તો હું નીચે આવી જવું.
સેમ: ok. ઉર્વશી વાંધો નહીં.
સેમ ને જાણે આજે જીવન નું બધુ સુખ મળી ગયું આજે . એ બહુ જ ખુશ હતો. એણે આજે કઈજ નહોતું દેખાતું એને હતું કે ક્યારે જશે ઘરે? જલ્દી થી જલ્દી એ ઉર્વશી જોડે જવું હતું જો આજે એની જોડે પાંખો હોત તો એ ઉડી ને પહોચી જાત.
સેમ જેમતેમ કરી ને જેવીએમ ના પાર્કિંગ માં પહોચ્યો. એણે ઉર્વશી ને ફોન કર્યો.
સેમ: ઉર્વશી હું નીચે આવી ગયો છુ.
ઉર્વશી: તું ત્યાં રહે હું આવું છુ.
સેમ: હું આવું છુ. તારી જોડે બેગ પણ છે.
ઉર્વશી: સેમ મારી જોડે એક જ બેગ છે. એણે હું લઈ ને આવી શકું છુ એની ચિંતા તું ના કર.
તું ત્યાં રહે હું આવું છુ. સેમ ને આ સાંભળી ને લાગ્યું કે એ વધારે રઘવા કરી રહ્યો છે. પણ શું કરે એની ખુશી જ એટલી હતી. ઉર્વશી ને પહેલી વાર એના ઘરે લઈ જવાની એણે નવું ઘર બતાવવાની અને એણે પોતાના દિલ ની વાત કરવાની.
ઉર્વશી ને લિફ્ટ માં આવતા જોઈ ને સેમ થોડી વાર તો જોઈ રહ્યો.પછી અચાનક જ એણે ભાન આવ્યું કે ઉર્વશી બેગ ની તકલીફ થયી રહી છે માટે એણે ઉર્વશી જોડે જઈ ને બેગ લઈ લીધી.
ઉર્વશી:thank you. સેમ.
સેમ: its ok બકા.
તું કેમ છે?
હું મજા માં છુ.
સેમ મન માં હસી રહ્યો હતો. એ એની ખુશી હતી જે એના મોઠાં પર દેખાઈ રહી હતી.
એને બેગને કારમાં મૂકી અને થોડો દોડીને ઉર્વશી સાઇડ નો દરવાજો ખોલ્યો. જે એના એક સારા માણસ ની નિશાની છે. ઉર્વશી ગાડી માં બેઠી. સેમ એની બાજુ માં બેઠો. આજે ઉર્વશી ને ઘરે લઈ જવાની સેમ ને મજા આવતી હતી. સેમ એ ધીમા ધીમા ગીતો ચાલુ કર્યા. એ થોડી વાર ઉર્વશી સામે જોતો તો થોડી વાર રોડ સામે. મોબાઇલ મંતરતી ઉર્વશી આ બધુ જોઈ રહી હતી. પણ એ સેમ સામે અજાણી બનતી હતી. સેમ બહું જ ધીમે ધીમે ચલાવી રહ્યો હતો. થોડી વાર પછી ઉર્વશી થી ના રહેવાયું અને એને સેમ સામે ગુસ્સે થી જોયું. સેમ સમજી ગયો. અને થોડું માંડ માંડ હસી ને બોલ્યો. સોરી સોરી અને એને થોડી સ્પીડ વધારી એ લોકો સેમ નો ઘરે ગયા. સેમ ઇચ્છતો હતો કે એ પણ ઉર્વશી ને જેવી રીતે એને યૂટ્યૂબ માં જોયું હતું એમ ઉર્વશી નું પણ ગૃહપ્રવેશ કરે પણ એ ને હજી નહોતી ખબર કે ઉર્વશી નો ફાઇનલ જવાબ શું હશે, તો ઉર્વશી ની ફ્રેન્ડશિપ પણ તૂટી જશે?
માટે સેમ એ ઉર્વશી ને એમ જ અંદર લઈ લીધી.સેમ ઉર્વશી ના વિષે હજી પણ બહું બધુ જાણવા માંગતો હતો. એ હજી પણ ચેક કરવા માંગતો હતો કે હવે શું થશે? એ નારાજ થશે તો એવ ઘણા બધા સવાલો સેમ ના મન માં ચાલતા હતા જ્યારે એ લિફ્ટ માં ઉર્વશી ની જોડે ઘરે જતો હતો. ફાઇનલી સેમ ના એ બધા સવાલો વચ્ચે લિફ્ટ નો દરવાજો ખૂલ્યો. સેમ એ ઉર્વશી ને પહેલા ઈશારો કર્યો અને ઉર્વશી નીકળી પછી સેમ નીકળ્યો. સેમ ને ઘર ઉર્વશી જોડે ખોલવવું હતું માટે એને એક હાથ માં બેગ લીધી અને બીજા હાથ માં ખાલી ખાલી રાયન ને ફોન લાગવ્યો. સેમ ફોન પર: હા બોલ રાયન , અરે હા હું હાલ જ ત્યાં થી નીકળ્યો તે કીધું હોત તો થોડી વાર રહી ને આવત. એવું બોલતો બોલતો એને ઉર્વશી ને એના પોકેટ સામે ઈશારો કર્યો કે ઘર ની ચાવી નિકાળ. ઉર્વશી ચાવી કાઠી ને ઘર ખોલ્યું. સેમ હજી બોલે જાય છે. હા યાર શું કરીશું? મને તો કયી ખબર નથી પડતી. ત્યાં રાયન ને દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. રાયન હસ્યો અને બોલ્યો સેમ હવે ફોન મૂકી દે તારી ઇચ્છા પૂરી થયી ગયી છે. ઉર્વશીએ દરવાજો ખોલી દીધો. આ સાંભળી ને સેમ શરમાઇ જાય છે અને બોલ્યો સારું ચલ પછી કરું.
ફોન મૂકી ને રાયન હસે છે અને બોલ્યો સેમ સેમ...
ઉર્વશી ઘર ને જોવે છે ધીમે ધીમે એ ઘર ના બધા ખૂણે ખૂણે ફરે છે. એ ઉપર ના માળે જાય છે. એને મંદિર જોયું એમાં ભગવાન ની મૂર્તિ જોઈ અને એમાં પુજા થયેલા ફૂલો અને બીજું બધુ જોયું. એ બેડરૂમ માં ગયી ત્યાં એને ફર્નિચર જોયું અને એમાં કપડાં જોયા. જેમાં એની સાઇઝ ના કપડાં પણ હતા. એ રસોઈ ઘર માં ગયી ત્યાં એને ડ્રૉઅર ખોલ્યા તો એને એનું મનગમતી ખાવાની વસ્તુઓ જોઈ. એ ત્યાં થી નીકળતી હતી ત્યારે એને રામે જય શ્રી કૃષ્ણ કીધું. ઉર્વશી ચોંકી ગયી.
ઉર્વશી: જાય શ્રી કૃષ્ણ. Are you Indian?
રામ: મેમ. હું ગુજરાતી છુ.
ઉર્વશી એ રામ ને કઈ ના પુછ્યું અને સેમ સામે પ્રેમ થી જોયું એમાં એક સંતોષ નો ભાવ હતો..
ત્યાંજ આશિષ રામ ને કઈક આપવા આવે છે. એને ઉર્વશી ને જોઈ તો સોરી એવું કહી ને રામ જોડે ગયો અને બોલ્યો.
આશિષ: લે રામ તે પનીર મંગાવાવ્યું હતું એ કેટલો દૂર ગયો ત્યારે મળ્યું?
આટલું સભાળતા ઉર્વશી એ સેમ સામે આશ્ચર્ય થી જોયું.
સેમ એ હા માં માથું હલાવ્યું. અને બોલ્યો: એ તારો ડ્રાઇવર છે.
ઉર્વશી: ઓહહ તો હવે મને પર્સનલ ડ્રાઇવર સાથે ગાડી પણ મળશે એમ-લેન્ડ માં.
સેમ: કેમ નહીં તું જેવીએમ ની એક પાર્ટનર છે અને એક મહત્વ નો ભાગ ભજવે છે. અમારા બધા નું ધ્યાન રાખે છે તો કેમ ના હોય;
ઉર્વશી:ok. તો સેમ સર અમારા માટે બીજું કોઈ પ્લાનિંગ તમે કર્યું હોય એવું કઈ?
સેમ: ના ઉર્વશી હવે કઈ નથી.
ઉર્વશી: રામ શું બનાવે છે?
રામ: મેમ, મને બહું ખબર નથી કે તમને શું ભાવશે પણ આપણે ગુજરાતી લોકો ને પંજાબી પણ એટલુ ભાવે માટે મે બટ્ટર પનીર ની તૈયારી કરી છે પણ મેમ તમને જો કઈ બીજી હોય તો તમે મને કહી શકો છો.
ઉર્વશી: its ok. don’t worry. તું તૈયારી કર ને લોટ બાંધ ત્યાં સુધી માં હું ફ્રેશ થયી ને આવું છુ.
સેમ અને ઉર્વશી રૂમ માં ગયા. થોડી દૂર ગયા એટલે સેમ એ થોડો હાથ આગળ વધાર્યો ઉર્વશી નો હાથ પકડવા પણ એની હિમ્મત ના થયી. 2 મિનિટ ની રાહ જોઈ ને ઉર્વશી એ સેમ નો હાથ પકડી લીધો. સેમ ખુશ થયી ગયો.
બને જણા રૂમ માં ગયા. સેમ નો હાથ પકડ્યો. કાલા અવાજે મારો નાઇટડ્રેસ.
સેમ: તારી બેગ.
સેમ કઈ બોલે એ પહેલા ઉર્વશી નજીક આવી ગયી. સેમ ને થોડી ખબર પડી કે ઉર્વશી શું કહેવા માગે છે. એને કબાટ પાસે ગયો અને એનો નાઇટડ્રેસ નિકાળી ને આવ્યો અને ઉર્વશી ને આપ્યો. ઉર્વશી એને ગળે મળી ને કપડાં બદલવા ગયી.
સેમ બસ વિચારતો જ રહ્યો કે શું થયું.એક તરફ થી સેમ ને એના પ્રશ્ન નો જવાબ મળી ગયો. કે ઉર્વશી પણ એટલી જ આ સબંધ માં ગંભીર છે ફરી સેમ ભાન માં આવ્યો અને એ એના કામ પૂરું કરવા ગયો. ઉર્વશી તૈયાર થયી ને નીચે રસોડા માં એકલી કામ કરતી હતી.સેમ નું કામ પૂરું થતાં એને રૂમ માં જઈ ને ઉર્વશી ને શોધવાનો પ્રયત્ન કર્યો પણ ઉર્વશી ત્યાં નહોતી સેમ થોડો ચિંતા માં આવી ગયો અને થોડે જોર થી બૂમ મારી : ઉર્વશી
ઉર્વશી એ નીચે સાભળ્યું.
ઉર્વશી: સેમ હું રસોડા માં છુ.
સેમ રસોડા માં આવ્યો. એને રસોડા માં જોઈ. સેમ: તું શું કરે છે? રામ ક્યાં છે?
ઉર્વશી: મે બધા ને રજા આપી દીધી છે. આમ પણ કઈ કામ તો હતું નહીં ખાસ માટે.
સેમ: ઉર્વશી શું શોધે છે?
સેમ હું ખાંડ શોધું છુ પણ મને નથી મળી રહી. સેમ એક ડ્રોવર માંથી ઉર્વશી ને ખાંડ શોધી આપે છે.ઉર્વશી શાક બનાવે છે અને એને તપેલા નું ઠાંકળું જોઈએ છે પણ એ નથી પહોંચતી તો સેમ એને આપે છે. ઉર્વશી ને ગમતું હતું કે સેમ એની નાની નાની મદદ કરતો હતો. એ.
ઉર્વશી નું જમવાનું બની ગયું. સેમ બધું લઈ ને ટેબલ તૈયાર કરે છે.બંને જણાં શાંતિ થી એકબીજા ના સાથ ની મજા લેતા લેતા જમે છે. પછી બંને જણાં સાફ સફાઈ કરે છે.
ઉર્વશી જ્યારે છેલ્લું કામ કરતી હોય છે ત્યારે સેમ ગાડી ની ચાવી લઈ ને આવે છે. ઉર્વશી સેમ ના હાથ માં ચાવી જોઈ ને બોલે છે: તું ક્યાં જાય છે?
સેમ: હું નહીં આપણે બંને, તું ફ્રી થઈ જા પછી આપણે આઇસક્રીમ ખાવા જઈએ.
ઉર્વશી: પણ સેમ એ તો આપણાં ઘર થી દૂર છે ને?
સેમ: હા પણ એ તારી મનપસંદ આઇસ ક્રીમ છે.
ઉર્વશી સેમ ના એ પ્રેમ આગળ એ કઈ ના બોલી શકી.
ઉર્વશી અને સેમ બંને ગાડી માં બેઠા.થોડા આગળ ગયા ને સેમ એ ઉર્વશી નો હાથ પકડ્યો. ઉર્વશી એ પ્રેમભર્યા સ્મિત સાથે એનો હાથ મજબૂત પકડ્યો.
“ઉર્વશી “ સેમ બોલ્યો.
ઉર્વશી: હ્મ્મમ
સેમ: ઉર્વશી મને તને એક વાત કહેવી છે.
ઉર્વશી: બોલને.
સેમ: ઉર્વશી મને તારી જોડે ઘરડું થવું છે.
ઉર્વશી : (ઉર્વશી પ્રેમ થી બોલી) સેમ મને પણ.
સેમ: (ઉર્વશી ને આઈસક્રીમ આપતા આપતા) હજુ તો કઈ નથી કર્યું. હજી તો આખી લાઇફ માટે કરવાનું છે. ઉર્વશી ને કમ્મર થી પકડી ને બંને ગાડી તરફ ચાલતા થયા.
સેમ એ ઉર્વશી નો દરવાજો ખોલ્યો. ઉર્વશી અંદર બેઠી સેમ ડ્રાઇવર સીટ પર બેઠો. ઉર્વશી તું મારી આઈસક્રીમ પકડ આપણે એક જગ્યા એ જઈએ. સેમ નદી કિનારે એને લઈ ગયો. ત્યાં એક દમ ઠંડો અને મસ્ત ધીમી ધીમી હવા ચાલી રહી હતી.
ઉર્વશી બહાર નીકળી. સેમ એ એની હૂડી ઉર્વશી ને આપી. ઉર્વશી એ સેમ નો આઇસક્રીમ ખોલી ને આપ્યો. અને એનો આઇસક્રીમ ખોલતી હતી ત્યાં એની નજર પડી કે સેમ આઇસક્રીમ ધરી ને ઊભો હતો કે ઉર્વશી એમાં થી ખાય. ઉર્વશી એ સેમ ની આઇસક્રીમ માં થી થોડો ખાધો. બંને જણા એક મોટા પથ્થર હતો નજીક માં. ત્યાં જઈ ને બેઠયા . આજુબાજુ માં કોઈ નહોતું. એકદમ શાંત હતું બસ પાણી ના વ્હેવાનો અવાજ હતો. ધીમા ધીમા લહેરો ની અવાજ હતી. અને બે પ્રેમ માં ખીલેલા બે નવા ફૂલ. ઉર્વશી એ સેમ ના ખભા પર માથું મૂકી ને બેસી હતી. સેમ ઉર્વશી ના એ પળ ને માણવા માંગી હતો.બંને જણા ચૂપ હતા. બસ ખાલી એમના દિલ વાતો કરતાં હતા. બહું સમય પછી ધીમે ધીમે ઠંડી વધી ત્યારે ઉર્વશી ને લાગ્યું કે હવે સેમ ને ઠંડી લાગશે તો એને ઘરે જવા કહ્યું. બંને જણા ત્યાં થી ઘરે જવા માટે નીકળ્યા.
ઉર્વશી એના રૂમ માં જઈ ને સૂઈ ગયી. સવારે વહેલા ઉઠી ને એને યોગા કર્યા. થોડી વાર રહી ને એને રસોડા માં જઈ ને સવાર ના નાસ્તા ની તૈયારી ચાલુ કરી દીધી. ત્યાં સુધી માં રામ આવ્યો.
રામ: લાવો મેમ હું બનાવું.
ઉર્વશી: રામ મારા માટે તો હું બનાવું છુ. મને સેમ ના બ્રેકફાસ્ટ નો એટલો આઇડિયા નથી તો તું એક કામ કર તું એના માટે બનાવીદે.
રામે સેમ ના બ્રેકફાસ્ટ ની તૈયારી ચાલુ કરી.
ઉર્વશી: રામ. ઘરે બધા કેમ છે?
રામ: મેમ ઘરે બધા સારા છે.તું કેટલા સમય થી અહિયાં છે?
રામ: મેમ ઘરે બધા મજા માં છે.હું લગભગ 3 મહિના થી અહિયાં છુ.
ઉર્વશી:ok તો હું અહિયાં થી ગઈ તરત જેવુ જ તમે લોકો અહિયાં આવ્યા છે?
રામ: હા મેમ આશિષ અને મને બને ને એટલો સમય થયી ગયો.
ઉર્વશી: તમને લોકો મે અહિયાં કોઈ તકલીફ તો નથી ને કોઈ હોય તો કેજો.
રામ: ના મેમ. કોઈ નથી સર ધ્યાન રાખે છે અમારું.
ઉર્વશી: હું પણ સમજુ છુ કે તમે અહિયાં એકલા રહો છો તમને કયી પણ તકલીફ પડે તો એક બહેન સમજી ને કહી દેજો.
રામ: મેમ તમે ઘર ની યાદ અપાવી દીધી.
ઉર્વશી: અહિયાં આપણે જ પરિવાર છીએ. માટે કઇ પણ તકલીફ હોય તો તમે તાર બિન્દાસ કહી દેજો.
રામ: હા ચોક્કસ મેમ.
ઉર્વશી: તમે બહેન કહી શકો છો. મેમ કહેવાની જરૂર નથી.
રામ ગદગદ થયી ગયો. રામે સેમ માટે બ્રેકફાસ્ટ તૈયાર કર્યો. ઉર્વશી બગીચા ના ટેબલ જોડે ગયી. સેમ આંખો ચોળતો ચોળતો નીચે આવ્યો. એને હોલ ના ગ્લાસ દીવાલ માંથી જોયું કે ઉર્વશી ગાર્ડન માં છે. એ ત્યાં ગયો. એને ઉર્વશી ને કપાળે ચુબન કર્યું.
સેમ: સુભ સવાર,
ઉર્વશી: સુભસવાર.
સેમ: કેમ છે?
સેમ: મજા માં . તે શું બનાવ્યું?
ઉર્વશી: કોફી અને પેનકેક બકા મને કોઈ ખ્યાલ નહોતો માટે મે રામ ની મદદ લીધી છે.
સેમ: કઈ વાંધો નથી. ધીમે ધીમે તને બધી ખબર પડશે.
કોફી ને સુંઘે છે. સેમ: કોફી તો મસ્ત છે.
ઉર્વશી: હમ્મ. બેસી જા.
સેમ: ખુરશી ઉર્વશી ની બાજુ માં લઈ ને આવ્યો. બેસી ને બ્રેકફાસ્ટ કર્યો. ત્યાં જેકોબ નો ફોન આવ્યો. આજ ના રિહર્સલ ના સમય માટે.
સેમ: ઉર્વશી હું તૈયાર થઈ ને જવું છુ. તું આવીશ આજે?
ઉર્વશી: ના બકા મે આજે રજા લીધી છે. પણ બપોરે કદાચ રાયન ને મળવા જઈશ.
સેમ:ok. ધ્યાન રાખ જે અને આશિષ ને લઈ ને જજે કોઈ તકલીફ પડે તો મને ફોન કરજે. જો બપોરે જ જવાની હોય તો શહેર માં એક નવી સારી ઇટાલિયન હોટેલ ખૂલી છે. તમે એમાં જજો લંચ કરવા માટે. રાયને જોઈ છે હું એને મેસેજ કરી દઇશ.
ઉર્વશી: ok. તું ચિંતા ના કર. જો મને કોઈ તકલીફ પડશે તો હું તને ફોન કરીશ.
સેમ: પણ મારે જોડે છે તો મારી તારું ધ્યાન રાખવું એ મારી ફરજ છે.
ઉર્વશી : એવું એમ?
સેમ એ ઉર્વશી ને કપાળે ચુંબન કરી ને નીકળ્યો.
ઉર્વશી ગ્રંથાલય માં ગયી. લગભગ 11 વાગ્યા એટલે ઉર્વશી તૈયાર થયી ને રાયન ને મળવા માટે નીકળી. રામ ને જમવા કોઈ નહીં આવે તો એને જ્યારે જમવું હોય ત્યારે જમવા કહ્યું. ઉર્વશી ગાડી માં બેઠી. આશિષ અને કીધું મેમ તમે રાયન ને મળવા માટે જાવ છો?
ઉર્વશી: હા.
સેમ નો મેસેજ આવ્યો કે “મે આશિષ ને સરનામું મોકલ્યું છે. તું શાંતિ થી જજે”
ઉર્વશી એ આશિષ સામે જોયું અને બોલી: તને તારા સરે જે કહ્યું હોય ત્યાં લઈ જ
આશિષ:ok.
ઉર્વશી સેમ એ બતાવેલી જગ્યા એ પહોચી ગયી. એને આશિષ ને જમવા નું કહ્યું.રાયન ઉર્વશી ની રેસ્ટોરન્ટ માં રાહ જોતો હતો. એને ઉર્વશી ને જોઈ ને ઊભો થયી ગયું. બને એ એક ફ્રેંડલી હગ કર્યું. ઉર્વશી એ રાયન ને જમવાનું મંગાવવાનું કહ્યું. રાયન એ ઓર્ડર આપ્યો ત્યાં સુધી જે આવતા પ્રોજેકટ વિષે ચર્ચા કરી.જમવાનું આવ્યું ત્યારે બને જણા એ જમવાનો આનંદ માણ્યો. એ લોકો ને જોતાં ખબર પડતી હતી કે રાયન જેટલો સેમ નો નજીક નો મિત્ર હતો એટલો જ એ હવે ઉર્વશી નો પણ બની ગયો હતો. એ બને જણા ઘણી વાર બેસી રહ્યા હતા. પછી રાયન નીકળી ને રિહર્સલ માં ગયો. અને ઉર્વશી ફરી પછી ઘરે ગયી. એને જઈ ને સાંજ ની પુજા ની તૈયારી કરી. સેમ રિહર્સલ પતાવી ને આવ્યો. હાથ પગ ધોઈ ને એ હોલ માં જોયું તો ઉર્વશી ત્યાં નહોતી.થોડી વાર માં એને મંદિર માંથી અવાજ આવ્યો .એ મંદિર ના દરવાજે ઊભો રહ્યો. ઉર્વશી હનુમાન ચાલીશા ચાલુ કરી ને દીવા કરતી હતી. સેમ જોઈ રહ્યો હતો કે ઉર્વશી શું કરી રહી છે. અને એને સમજવાનો પ્રયત્ન કરતો હતો. કે એ શું કરે છે.?
સાંજ નું જમવાનું બની ગયું બંને જણા જમી ને ફરી સેમ ઉર્વશી ને આઇસક્રીમ માટે લઈ ગયો અને એ ફરી આજે નદી કિનારે બેસવા ગયા.
હવે લગભગ આ એમનું રોજ નું થઇ ગયું હતું. ઉર્વશી સેમ માટે બ્રેકફાસ્ટ બનાવી ને તૈયાર રાખતી બને જણા ઓફિસ જતાં અને ત્યાં થી સાંજે આવી ને ઉર્વશી પૂજા કરતી સેમ એને જોતો. એક દિવસ ઉર્વશી સેમ ને ઇશારા થી બોલવ્યો. એ ઉર્વશી ની બાજુ માં આવી ને બેસી ગયો. ઉર્વશી અને સેમ બંને જણા પુજા પતાવી ને આઇસક્રીમ ખાવા જતાં અને ફરી એ લોકો નદી કિનારે બેસી ને ઘરે જતાં.
૭.
આવું રોજ નું ચાલતું હતું. એ લોકો એમના પ્રેમ ને બહુ જ માનતા હતા. એક દિવસ અચાનક એના માતપિતા સેમ ના ઘરે આવ્યા. જ્યારે એમને ઉર્વશી ને જોઈ તો એ બહુ જ ગુસ્સા માં થયા અને ઉર્વશી ને જેમતેમ બોલ્યા. ઉર્વશી એ એમને કઈ જ જવાબ ના આપ્યો. સેમ થી આ નહીં જોવાયું અને એ જેવીએમ ની ઓફિસ જતો રહ્યો. એની હાલત જોઈ ને બેન્ડ ના મેમ્બર ને ખબર પડી કે કાયિક થયું છે. એ લોકો એ સેમ ને પુછ્યું. સેમ એ સવાર માં જે થયું હતું તે બધુ કીધું.
બધા થોડા ચિંતા માં આવી ગયા. એમને જેકમેન ને વાત કરી. જેકમેન એને આશ્ચર્ય આવ્યું કે તું ચિંતા ના કર. જો જરૂર પડશે તો અમે લોકો તારી જોડે છીએ પણ મને તારા પર ભરોશો છે તું જરૂર કઈક ના કઈક કરી ને એમને મનાવી લઇશ.
સેમ ના ઘરે
ઉર્વશી લાઈબ્રેરી માં વાંચતી હતી. સેમ ના દાદી નો અવાજ સાંભળ્યો. એના દાદી ઉર્વશી વિષે ખરાબ બોલતા હતા. એ શું કરશે?ખાલી પૈસા જોઈ ને આવી છે. મારા છોકરા માં જ બુધ્ધિ નથી અને ઘણી બીજી વાતો. ઉર્વશી સાંભળતી હતી. પણ કઈ જ બોલ્યા વગર એ વાંચતી હતી. રસોડા માં પણ એમને આજે કામ કરવાનું ચાલુ કર્યું. એમને જમવાનું એવું બનાવ્યું કે ઉર્વશી ના જમી શકે. અને ઘર ના બધા લોકો ને બોલવી ને જમી લીધ્યું. સેમ ની મમ્મી એ ઉર્વશી ને બોલાવવાનું કીધું તો એના દાદી એ ના બોલાવવા દીધી. એની મમ્મી એ ઉર્વશી ને ગમતું જમવાનું બાનવવા માટે રામ ને કહ્યું તો એમને એ પણ ના પડી દીધી કે બધા ને માટે અલગ અલગ જમવાનું ના બને. તો આજે સવાર થી લઈ ને સાંજ સુધી ઉર્વશી કઈ નથી જમી.રામે ઉર્વશી જોડે આવ્યો. મેમ આજે તમે કયી નથી જમ્યા એવું હોય યો તમે બહાર જઈ ને ખાઈ લો. મીટિંગ નું બહાનું કાઠી ને.
ઉર્વશી: ના બકા વાંધો નથી. હું જો એવી રીતે જઈશ તો હજી વધારે બબાલ થશે. એના કરતાં હું આજે ઘરે જ રહું એજ બેસ્ટ છે. હા થોડી તકલીફ તો રહેશે ને બધુ અલગ છે તો.
રામ ત્યાં થી ગયો. થોડી વાર રહી ને મિસીસ મારિયા ઉર્વશી જોડે ફળ ની ડિશ લઈ ને આવી. ઉર્વશી ની આંખ માં આંશુ આવી ગયા. ઉર્વશી તને શું થયું બકા કેમ રડે છે?
કઈ નથી બસ થોડી લાગણી માં વહી ગયી. મિસીસ મારિયા એ ડિશ ઉર્વશી ની સામે ધરી. બાજુ માં બેઠા અને બોલ્યા. ઉર્વશી દાદી નો સ્વભાવ ખરાબ નથી. પણ એ સેમ ને લઈ ને વધારે ચિંતા માં છે. માટે એ તારી જોડે આવી રીતે રહે છે. ઉર્વશી પણ તું તો બહાર પણ જઈ શકતી હતી ને તો કેમ ના ગયી.
આંટી સાચું કહું હું મારી પ્રોફેશનલ પાવર નો ઉપયોગ મારી નીજી જીવન માં નથી કરવા માંગતી. હું પરિવાર ને માણવા માંગુ છુ. હું મારા ઘર ને બનવાવવા માંગુ છુ.મારે એમની જોડે હસવું છે.બોલવું છે.ઝઘડવું છે.
મિસીસ મારીયા ઉર્વશી ને માથે હાથ ફેરવ્યો. અને બોલ્યા: ઉર્વશી જ્યારે મને સેમ ના પપ્પા એ કહ્યું ત્યારે મને ડર લાગતો હતો કે તું કેવી રીતે હળીમળી જઈશ કે તું કેવી રીતે ઘર ને સંભાળીશ પણ આજે જે થયું. એ સારું તો નથી પણ એવું કહી શકાય કે મને એટલી થયી ગયી કે તું સેમ ને છોડી ને નહીં જાય.
ઉર્વશી: ક્યારેય નહીં.
ઉર્વશી ને જેવીએમ માંથી ફોન આવ્યો એ ઉપાડે છે. અને એ નવા આઇડિયા ની ચર્ચા માટે જાય છે. એજ સમયે સેમ ઘરે જાય છે. રામ એને બધુ કહે છે કે કેવી રીતે દાદી એ ઉર્વશી ને હેરાન કરી. સેમ ને ગુસ્સો આવ્યો ને એ ત્યાં થી નિકળી ફાર્મ હાઉસ માં ચાલ્યો ગયો.મારિયા ઉપર ની બાલ્કની માંથી જોઈ રહી હતી. ઉર્વશી ને જેકમેન ની જોડે રાયન પણ હતો ત્યાં. તે લોકો અત્યારે આવતા શૂટિંગ નું થીમ નક્કી કરવા માટે ભેગા થયા હતા. રાયન અલગ અલગ આઇડિયા લઈ ને આવ્યો હતો.તો એ 3 જણા બ્રેઇન સ્ટ્રોમિંગ માટે ભેગા થયા હતા. રાયન જોયું તો એને લાગ્યું કે આ નંબર ક્યાક જોયો છે. અને એને કહ્યું કે ઊભી રે હું તને કહું કોનો છે. રાયન એ ફોન માં ચેક કરી ને ઉર્વશી ની સામે જોયું . ઉર્વશી : રાયન ડરાવ નહીં કોનો છે એ કહે?
રાયન: ઉર્વશી, આ નંબર મિસીસ મારિયા નો છે.
ઉર્વશી: ઓહહ.
ઉર્વશી એ ફોન ઉપડયો.
ઉર્વશી: હેલ્લો.
મારિયા: હેલ્લો ઉર્વશી. સાંભળ સેમ ઘરે થી નીકળી ને ક્યાક ગયો છે.
ઉર્વશી: કોઈ કામે ગયો હશે? આવી જશે થોડી વાર માં.
મારિયા: એ ગુસ્સે થી નીકળ્યો છે. રામે સેમ ને બધુ કહ્યું છે જે આજે થયું એ અને એ ઘરે થી નીકળી ગયો. પણ ખબર નથી ક્યાં ગયો છે. અને એ શું કરશે
હવે?
ઉર્વશી : તમે ચિંતા ના કરો? હું તમને થોડી વાર માં અપડેટ આપું છુ.
મારિયા: ok. વાંધો નથી.
મારિયા ફોન મૂકે છે. ઉર્વશી થોડા ડરવાળા અવાજે થી આજે ઘર માં જે થયું એ બધુ કહે છે અને સેમ ઘરે થી ગુસ્સે થી ગયાં નું કહે છે. રાયન ઉર્વશી ને માથે હાથ મૂકે છે. અને પૂછે છે. Are you ok?
હા પણ મને મિસીસ મારિયા ને કહી તો દીધું છે કે હું સેમ ને સોધી ને તમને કહું છુ પણ એ ક્યાં હશે?
જેકમેન: well. મને એક જગ્યા ની ખબર છે.જેકમેન કોઈ ને ફોન કરે છે.
જેકમેન: હા હેલ્લો. સેમ ત્યાં છે?
સામે થી અવાજ આવ્યો. હા સર હમણાં જ આવ્યા છે.
જેકમેન: ok thank you.
ઉર્વશી સેમ ક્યાં છે એ ખબર પડી ગયી. હું તને એનું સરનામું મોકલું છુ તું આશિષ એ લઈ ને જ એ સારું રહેશે.
ઉર્વશી:okજેકમેન.
એમ કહી ને નીકળે છે. એ હોલિડે હાઉસ જેવુ છે. ઉર્વશી અંદર જાય છે ત્યાં એને રાયન નો ફોન આવે છે.
રાયન: ઉર્વશી તું ત્યાં પહોચી?
ઉર્વશી: હા હું પહોચી ગયી. અને મે સેમ ની કાર બહાર જોઈ છે. મને એવું લાગે છે કે એ અંદર જ હશે. રાયન હું તને પછી ફોન કરું.
રાયન :ok. વાંધો નથી બકા. પણ તું ધ્યાન રાખજે અને કોઈ કામ હોય તો કોલ કરજે.
ઉર્વશી:ok rayan good night.
ઉર્વશી એ મારિયા ને કોલ કરી ને કીધું કે સેમ ફાર્મ હાઉસ પર છે અને મળી ગયો છે માટે એ ચિંતા કર્યા વગર સૂઈ જાય.
ઉર્વશી ફોન મૂકી ને રૂમ નો દરવાજો ખોલે છે. એ સેમ ના ફાર્મ માં છે. ત્યાં સેમ પોતાના માટે સમય ગણવા માટે આવતો હતો.
ઉર્વશી દરવાજો ખોલે છે અને અંદર જાય છે. ત્યાં અંધારું હત્તું ઉર્વશી લાઇટ ચાલુ કરે છે. એ સોફા સુધી પહોચી. એ જોવે છે કે સેમ સોફા માં સૂઈ ને રડી રહ્યો છે. ઉર્વશી એને જોઈ ને ચોંકી જાય છે.
ઉર્વશી: સેમ શું થયું? કેમ રડે છે?
એક દમ પ્રેમ થી ઉર્વશી બને હાથ સેમ ના ગલ પર મૂકે છે. સેમ એના હાથ ને એક સોફ્ટ કિસ્સ કરે છે. પણ એનું રડવાનું તો ચાલુ જ હતું. ઉર્વશી ઊભી થયી ને બારી ખોલી આવે છે અને પછી એ સેમ ની જોડે આવી ને બેસી જાય છે. સેમ ને બંને હાથ થી થોડો બેસાડે છે . એ ઉર્વશી ને બાથ લઈ ને બહુ જ રડે છે. ઉર્વશી કયી જ નથી બોલતી.આ એના માથા માં હાથ ફેરવે છે. શાંતિ થી એને રડવા દે છે. થોડા સમય પછી એ શાંત થાય, ઉર્વશી સાઇડ ટેબલ પર પડેલું પાણી સેમ ને ગ્લાસ માં આપ્યું. એને થોડું પહેલા ઉર્વશી ને પીવડાવ્યું અને પછી એને પીધું. સેમ કયી જ બોલ્યા વગર એમ જ થોડી વાર ઉર્વશી ને બાથ માં લઈ ને બેસી રહ્યો. થોડા સમય પછી બોલ્યો. ઉર્વશી તને મારા પર ભરોસો છે?
ઉર્વશી: હા બકા છે.
સેમ: તો ચાલ મારી જોડે.
ઉર્વશી: ok ચાલ.
સેમ અને ઉર્વશી ને લઈ ને ક્યાક જાય છે. લગભગ ચાર કલાક પછી બને પાછાં આવે છે. સેમ કેન્ડલ સળગાવે છે. અને ગીતો ચાલુ કર્યા.
સેમ: ઉર્વશી. સોરી બકા આજે જે થયું એ મને બહું જ ખરાબ લાગ્યું.
ઉર્વશી: કઈ નહીં. મને એજ વાત ની ખુશી છે કે તને એ વાત નો અહેસાસ છે કે મારી જોડે જે થયું એ યોગ્ય નહોતું.
સેમ: ઉર્વશી તે સવાર નું કયી જ નથી ખાધું. તું શું ખાઈશ?
ઉર્વશી: સાચું કહું તો તને જોઈ ને જ મારૂ પેટ ભરાઈ ગયું પણ હવે તે કીધું છે તો થોડું ખાઈશ.
સેમ ધીમે ધીમે હસે છે.
એને જોઈ ને ઉર્વશી પણ હસી. Ok. તું તારું નક્કી કરી અને મારી સેન્ડવિચ મંગાવજે.
Ok boss એમ કહી ને સેમ ઓર્ડર કરવા લાગે છે, ઉર્વશી બાલ્કની માં આવી ને ઊભી રહી. એને જોઈ ને સેમ લાઇટ બંધ કરે છે. ખાલી કેન્ડલ ચાલુ હતી. અને એ ચાદર અને બે તકીયા લઈ ને ગૅલૅરી માં ગયો.
ચાદર પથરી ને એને અશોકા મૂક્યા. એના ચાદર પર પણ એ બે ના ફોટા હતા. એને ઉર્વશી નો હાથ પકડ્યો. અને ઉર્વશી નીચે ખેચી એ સૂઈ ગયો. ઉર્વશી એની છાતી પર માથું રાખી એ સૂઈ ગયી. સેમ એના વાળ જોડે રમતો હતો. થોડી વાર માં જમવાનું આવ્યું એમાં બને જણા મસ્તી કરતાં જમી ને બધુ થોડું મૂકી ને ફરી એ બને જણા એમ જ સૂઈ જાય છે.
બીજા દિવસે સવારે.
એ બને જણા ત્યાં બાલ્કની માં જ સૂઈ ગયા. ઉર્વશી પંખી ના અવાજ થી જાગી ગયી એને એના વાળ સેમ ના હાથ નીચે થી કાઢ્યા. એ સેમ ની સામે જોઈ રહી થોડી વાર પછી થોડી રમુજ હસી આપી અને સેમ ના કપાળે ચુબન છે. ઊભી થયી ને રૂમ માં જતી રહી.
થોડી વાર માં સેમ ઊભો થયો. ઉર્વશી તૈયાર થઈ ને કોફી બનાવતી હતી. સેમ આવી ને એને ગૂડ મોર્નિંગ કહ્યું અને એને એક હળવું આલિંગન કર્યું. અને એના હાથ માં કોફી લઈ ને સોફા માં જઈ ને બેસ્યો. ઉર્વશી પોતાના માટે બીજી કોફી બનવી ને લાવી. સેમ એ ટીવી ચાલ્યું કર્યું.એને કાર્ટૂન નેટવર્ક ચાલુ કર્યું.બંને જણા એ કોફી ની સાથે “tom and jerry” ની મજા લીધી.
સેમ: ઉર્વશી.ઉર્વશી: હમ્મમ બોલ
સેમ: ઉર્વશી તું મારી જોડે જેવીએમ આવીશ ને. ?
ઉર્વશી: હા બકા આજે મારે જગ્યા નક્કી કરવાનું છે અને ઈવેન્ટ મેનેજર જોડે મીટિંગ છે તો હું આવીશ. પછી ત્યાં થી નીકળી જઈશ.
ઉર્વશી સેમ ની જોડે જઈ ને બેસે છે. એનો હાથ હાથ માં લે છે.ઉર્વશી: સેમ હું આજે રાત ની ફ્લાઇટ માં જાવ છુ પાછી.
સેમ એ હા માં માથું નમાવ્યું. સેમ ને પણ ખબર હતી કે ઉર્વશી એકદિવસ જસે. પણ ઉર્વશી સાથે નો જેટલો સમય હતો એ યાદગાર હતો પણ સેમ ને ઉર્વશી ની બહું જ યાદ આવશે.
સેમ : પણ ઉર્વશી તું ક્યારે પાછી આવીશ?
ઉર્વશી: ખબર નથી બકા. પણ આપણે ફોન પર તો કૉન્ટૅક્ટ માં રહિસ ને. don’t worry. તને જ્યારે પણ એવું લાગે તું મને કોલ કરજે. હું તારો ફોન હમેંશ ઉપાડીશ.
સેમ: ok. તું જા. જલ્દી પાછી આવજે.
ઉર્વશી એ હા પાડી. બંને જણા તૈયાર થયી ને જેવીએમ ની ઓફિસ માં ગયા. સેમ નવા પ્રોજેકટ માટે રિહર્સલ માટે ગયો અને ઉર્વશી જેકમેન ઓફિસ માં ગયી.
જેકમેન : ગૂડ મોર્નિંગ ઉર્વશી, સેમ કેમ છે?
ઉર્વશી: ગૂડ મોર્નિંગ. જેકમેન , સેમ નોર્મલ થવા નો પ્રયત્ન કરે છે. મે એને આજે સાંજે હું પાછી જાવ છુ એ કહ્યું છે.
ઉર્વશી: કઈ નથી. એ માટે તો એની જોડે કોઈ ઓપ્શન પણ નથી ને.
જેકમેન: હમ્મ.એ વાત પણ છે. એ વાત પણ છે. તું મીટિંગ પતાવી દે પહેલાં તો તું ફ્લાઇટ માટે મોડી ના થાય.
ઉર્વશી: જેકમેન પહેલા સ્ટેડિયમ ના મેનેજમેંટ ની મીટિંગ પતાવું પછી બેન્ડ જોડે જેથી કદાચ જો મારે મોડુ થાય તોહું એમને વિડિયો કોલ પર પણ કરી શકું.ઉર્વશી: ok. bye.
ઉર્વશી એટલુ કહી ને કોન્ફરેંસ રૂમ માં જાય છે. એક પછી એક મીટિંગ પતાવે છે. એની છેલ્લી મીટિંગ બેન્ડ જોડે હોય છે.
બેન્ડ મેમ્બર બધા ઉર્વશી ની જોડે આવે છે. બધા ને આવકારે છે.
વેલકમ મારા રત્નો. મારા હીરાઓ.
બોલો કેવું ચાલે છે?
જેકસોન: મજા માં.
ઉર્વશી: કેવી ચાલે તૈયારી.?
જેકોબ: જોરદાર પણ બહું જ થાક પણ લાગે છે.
વિકી: મને તો ભૂખ લાગી છે.
ઉર્વશી: મને પણ લગભગ બપોર તો થયી ગયી છે. ચાલો કઈક માંગવી એ.
જેકોબ ઓર્ડર આપે છે.
ઉર્વશી: ઓક. તો જેકોબ ઓર્ડર આપે છે. ખાવાનું આવે ત્યાં સુધી આપણે થીમ વિષે ચર્ચા કરી લઈએ. બધા પોતપોતાના વિચાર કહો એમાં થી જે સારો હશે એ નક્કી કરીયે, તો હું આગળ એની તૈયારી ચાલુ કરું.
બધા પોતપોતાના વિચાર રજૂ કરે છે. બધા ના આઇડિયા માંથી થોડું થોડું લઈ ને એ લોકો એક નવી થીમ નક્કી કરે છે. ત્યાં સુધી માં જમવાનું પણ આવી જાય છે. બધા મળી ને શાંતિ થી જમતા હોય છે. લગભગ ઉર્વશી નો જવાનો સમય થયી ગયો છે તો ઉર્વશી બોલી: તમે લોકો શાંતિ થી જમો. હું હવે નિકળું છુ.
જેકસોન : ઉર્વશી તું ક્યાં જાય છે?
ઉર્વશી: બકા હું પછી જવું છુ.
જેકસોન: ઓહહ.પણ તું ક્યારે પાછી આવીશ?
ઉર્વશી: (એક નિશાશા સાથે ) ખબર નથી જેકસોન. બાકી નું લોકલ કામ તો જેકમેન હોઈ લેશે. સાચું કહું તો હું અહિયાં જ રહેત મારો કોઈ પ્લાન નહોતો જવાનો આ વખતે જ્યાં સુધી આ પ્રોજેકટ ના પતે ત્યાં સુધી પણ મારા પપ્પા ની તબિયત નથી સારી માટે મારે એમનો વ્યવસાય થોડા દિવસ ચલાવવો પડશે માટે મારે તત્કાલિન જવું પડશે.
જેકોબ:ok. ઉર્વશી જો કોઈ મદદ જોઈ યે તો કહેજે.
સેમ: ઉર્વશી ચલ હું તારી જોડે આવું છુ. આપણે બને ઘરે થી બેગ લઈ ને તને એરપોર્ટ છોડી દવ.
રાયન: બધા જઈ યે.
ઉર્વશી: ના બકા તમે લોકો પહેલે થી 2 દિવસ થી વ્યસ્ત છો. તમે ઘરે જઈ ને આરામ કરો. હું શાંતિ થી પહોચી જઈશ. પછી તમને વિડિયો કોલ કરીશ. આપણે વિડિયો કોલ પર મલતા રહીશું.
રાયન: ઓક. ઉર્વશી પણ અમે તને બહું જ યાદ કરીશું.
ઉર્વશી . : મને પણ તમારા લોકો ની બહુ જ યાદ આવશે.
વિકી: પણ તું તારા પરિવાર ને કેમ નથી જણાવી દેતી તો તું હમેશ અહિયાં રહી શકી.
ઉર્વશી: સોરી બકા પણ એ લોકો મને આ બાબત માં સહકાર નહીં આપે અને કદાચ પછી એવું પણ થાય કે હું અહિયાં ક્યારે પણ ના આવી શકું. કારણકે એમને એવું છે કે આ સારી ઇંડસ્ટ્રી નથી. જો હું અત્યારે એમને કહીશ તો એ નહીં મને અને કદાચ મને હમેંશ ને માટે જવું પડશે.
ઉર્વશી બધા ને આવજો જજો કહી ને નીકળે છે. સેમ એની જોડે જાય છે. સેમ એ ઘરે કોઈ નહોતું. એનું પરિવાર ખરીદી કરવા માટે ગયો હતો. ઉર્વશી એની બેગ લે છે. સેમ ને નથી ખબર કે ઉર્વશી ક્યારે આવશે હવે. પણ એની જોડે બહું બધી યાદો હતી અને એને થોડું એવું હતું કે ઉર્વશી મારી છે. પણ એને પણ હતું કે હવે એ હમેંશ રહેવા માટે ક્યારે આવશે?એના માટે વિચારીશું. પણ એના માટે એને હજી ઘણો સમય છે. તો સેમ ને જોડે અત્યારે યોગ્ય સમય ની રાહ જોવા સિવાય કોઈ રસ્તો નહોતો સેમ ઉર્વશી ને મૂકી ને ફરી ફાર્મ હાઉસ જતો રહ્યો. એના પહેલેથી 100 ગીતો રજિસ્ટર હતા. એ કંપની નો મુખ્ય ગીતકાર,ગાયક,અને સંગીતકાર હતો. એના માં એક જુનુન હતું કે એ કઈક કરશે. એ હમેંશ કઈક નવું કરવાનું વિચારતો હોય છે. એ નવા ગીતો લખીને લીડર રાયન ને બતાવતો હતો. અને એ બને જણા મ્યુજિક હતા. બેન્ડ મેમ્બર ગ્રુપ એ કંપની નું મોટું ગ્રુપ હતું.એના લીધે કંપની ને ઘણા ફાડા હતા. માટે એ લોકો જેકમેન ની બહુ જ નજીક હતા.
રાયન એ સેમ નો ખાસમિત્ર હતો. એ લોકો ભાઈ ની જેમ રહેતા હતા. રાયન એ મોડા રાતે ઘરે પહોંચી ને સેમ ને ફોન કર્યો.રાયન: સેમ તું ક્યાં છે?
સેમ: રાયન હું ફાર્મ હાઉસ પર છુ.
રાયન: તું કેમ છે?
સેમ: સાચું કહું રાયન તો મને નથી ખબર કે હું કેમ છુ?
રાયન:ok. એક કામ કર હું ત્યાં આવું છુ.
સેમ: ok આવ. આમ તો મે ગીત લખવા માટે આવ્યો હતો પણ મને નથી લાગતું કે હું લખી શકીશ. તો તું આવ આપણે બેસીએ.
રાયન: ઓક. તો મારે થોડું કામ છે એ પતાવી ને થોડી વાર માં આવું છુ.
સેમ: ok.
રાયન એ ફોન મૂક્યો અને બાકી ના લોકો ને ફોન કર્યો. અને બેન્ડ ના સભ્યો એ સેમ ની જોડે જવાનું નક્કી કર્યું. બધા પોતપોતાના ભાવતા ભોજન સાથે લઈ ને આવ્યા.
ફાર્મ હાઉસ ની બેલ વાગી. સેમ એ દરવાજો ખોલ્યો. તો સામે જેકોબ હતો અને સેમ ને બાથે ભેટવા જાય છે. સેમ એને રોકે છે. અને મસ્તી માં પૂછે છે. તું અહિયાં શું કરે છે.
જેકોબ : કેમ હું અહિયાં ના આવું? ફાર્મ હાઉસ માં મને એન્ટ્રી બંધ નથી ને. ?
સેમ: એમ નહીં હવે? તું અચાનક આવ્યો માટે તને પૂછ્યું.
જેકોબ કઇ બોલ્યા વગર એ ચોકલેટ ખાતો હતો એ સેમ માં મોઠાં માં મૂકી દીધી. ત્યાં બધા લોકો વારાફરથી આવ્યા.
સેમ બધા ને જોયો અને થોડું હસ્યો. પછી બોલ્યો. ચાલો સારું થયું આમ પણ આપણે ઘણા દિવસ થી સમય જોડે નથી વિતાવ્યો.
વિકી એ જેમ જમવાનું ખોલ્યું. જેકમેન એ ડિશ અને જરૂરી વાસણો લાવ્યા. જેકોબ એ કોલ્ડ ડ્રિંક નીકળ્યા. સેમ કોઈ સારા મૂવી ની સીડી લઈ ને આવ્યો. અને મૂવી ચાલુ કર્યું. બધા ટેબલ ની આજુબાજુ આ બેસી ગયા. જેકોબ ક્યારેક વિકી ના ડિશ માંથી ખાતો તો ક્યારેક સેમ ની ડિશ માથી. જેકસોન સેમ ને જબરજસ્તી આપતો હતો. જેકસોન કોઈ સારો ડાયલોગ આવે તો જોશ થી હસતો હતો. બધા છોકરાઓ ની પાયજામા પાર્ટી ના મૂડ માં હતા. એ બધા ની જોડે સેમ પણ ઉર્વશી વિષે ભૂલી ગયો. રાયન એ બધા ને જોડે ખુશ જોઈ ને એક સંતોષ હતો. એને થયું કે સારું કર્યું કે બધા ને મે બોલવ્યા. બધા મૂવી જોતાં જોતાં જ સૂઈ ગયા હતા. જેકોબ સેમ ના પગ માં પડ્યો હતો. વિકી સોફા માં તો રાયન એની બાજુ માં થોડે દૂર સૂતો હતો. ઘર ના કામવાળા એ ટીવી ને બંધ કર્યું.
બધા સવારે ઉઠ્યા. અને એ લોકો એ નક્કી કર્યું કે આજે બધા રિહર્સલ માટે નથી જવાના અને આજે એ ફાર્મ હાઉસ નજીક એક જંગલ છે ત્યાં જશે. બધા તૈયાર થયા. રસોયા એ નાસ્તા જેવુ બનાવ્યુ. રાયન એ જેકમેન ને ફોન કરી ને ના પડી કે આજે એ લોકો નહીં આવે. બધા રજા લે છે. જેકમેન એ હા પડી.
બધા શાંતિ થી ફરી ને રાતે ઘરે આવ્યા. બધા ના મોઠાં પર એક પ્રસનતા હતી કે આજે કઈક કર્યું એમને. જમી ને બધા જુદા પડ્યા. સેમ એના ઘરે ગયો. એનું પરિવાર ગામડે જતુ રહ્યું હતું. સેમ એ ફોન ચેક કર્યો. હજી સુધી ઉર્વશી નો કોઈ મેસેજ કે કોલ આવ્યો ન હતો. સેમ થોડો ચિંતા માં હતો. એ બેડ માં પડ્યો .આખા દિવસ ના થાક ના લીધે એની આંખ લાગી ગયી. અડધી રાત જેવુ થયું એનો ફોન વાગ્યો. સેમ એ ઊંઘ માં ફોન ઉપડયો.
સેમ: હા સેમ સૂઈ ગયો હતો?
સેમ: હું ઉર્વશી આજે અમે જંગલ માં ગયા હતા માટે થકી ગયો હતો તો મારી આંખ લાગી ગયી.
ઉર્વશી: સરસ એવું હોય તો હું કાલે ફોન કરું.
સેમ: ના ઉર્વશી બોલ વાંધો નથી.
ઉર્વશી: સાચે? તમને મજા આવી આજે?
સેમ: હા ઘણા સમય પછી બધા જોડે ગયા હતા તો મજા આવી. તારા પાપા ને કેવું છે?
ઉર્વશી: એમને પહેલા કરતાં સારું છે. પણ થોડા સમય ડોક્ટર ના નજર નીચે રાખશે પછી એમને ઘરે લઈ જઈશું.
સેમ: તને કયી મદદ જોઈ યે તો કહેજે.
ઉર્વશી: I wish that you are over here. But that’s not possible at this moment.
સેમ: ઉર્વશી આપણે ક્યારે તારા ઘરે કહીશું?
ઉર્વશી: મને નથી ખબર બકા. સારું ચલ સેમ તું સૂઈ જ તારા અવાજ પર થી લાગે કે તું બહુ થકી ગયો હોઈશ. અને મારે સવાર પડી છે તો હું જવું છુ.
સેમ: ઓક.
ઉર્વશી: ધ્યાન રાખજે બકા love you.
સેમ: love you urvashi.
સેમ ફોન મૂકી ને સરખો સૂઈ જાય છે. ઉર્વશી ત્યાં જ બેસી રહી છે. એના નજર ના સામે એને એ બધી પળો આવી ગયી કે એ કેવી રીતે મળી હતી અને કેવી રીતે એની જોડે પહેલી વાર સેમ ઉર્વશી ને રાયન ના રૂમ માં સૂતી જોઈ ને ડાંસ કર્યો હતો.
જેકમેન : આ રીતે ઉર્વશી એ સેમ ના પ્રેમ નો સ્વીકાર કર્યો હતો.
પપ્પા : હા. બરાબર ઉર્વશી હું બીમાર હતો ત્યારે લગભગ બે મહિના જેટલું રહી હતી. અને એને ધંધા સંભાળ્યો હતો. પણ એને ક્યાં આવડે છે તો તમે લોકો બધા વખાણ કરો છો.
જેકોબ હસી ને બોલ્યો આમ પણ કાકા ઘર ની મુર્ગી દાળ બરાબર હોય છે.
અને બધા હસે છે.
આ બધી વાત તો થાય છે પણ હજી ઉર્વશી ના પપ્પા ને થોડી ચિંતા છે. સેમ ના પરિવાર માં બધા તૈયાર છે પણ સેમ ના દાદી એ હજી હા નથી પડી તો હજી કાઈજ નથી કહી શકાય એવું. વિકી ની સમસ્યા પણ નથી ઉકેલવાની બાકી છે.
૮.
બધા જેકમેન ની ઓફિસ માં જ બેઠા હતા ત્યાં હું અને સેમ આવ્યા.
ઉર્વશી:hi all.
જેકમેન: hi.
ઉર્વશી : અલા બધા કેમ અહિયાં?
માસી: અમે તો બસ શૂટિંગ જોવા આવ્યા હતા.
મમ્મી: તું ક્યાં ગયી હતી?કેટલા દિવસ થયા? ભાન પડે છે ઘરે આવવાની? આ બધા શું માંડ્યુ છે?
બધા મમ્મી સામે જોઈ રહ્યા. કોઈ દિવસ ઉર્વશી ને આવી રીતે બોલતા નથી જોઈ. જેકોબ ને મજા આવી ગયી.
ઉર્વશી: આલા મમ્મી કામ હતું માટે ગયી હતી. આમ પણ હું તો એકલી જ રહેતી હતી. તો મમ્મી મારી ચિંતા ના કર હું સંભાળી લઇશ.
મમ્મી: એ વસ્તુ અલગ છે પણ અહિયાં.
ઉર્વશી: મમ્મી અહિયાં પણ હું પહેલી વાર નથી આવી. મને કયી નથી થયું હું આવી ગયી છુ. અને હું યુરોપ જ ગયી હતી.
રાયન: Urvashi any update?
ઉર્વશી: don’t worry. its solve.
સેમ: thank good.
જેકોબ સેમ ની સામે અજીબ રીતે જોવે છે પછી પૂછે છે શું થયું?
જેકમેન: ખરેખર આ સમયે ઉર્વશી ને એની ફૅમિલી ને બોલાવવા ની પાછડ એક કારણ હતું. મને થોડા દિવસ મારા પર એક બિસનેસમેન ના અસિસ્ટેંટ નો ફોન આવ્યો હતો કે એના બોસ ની છોકરી ને વિકી પર ક્રશ છે, એને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. માટે એ વિકી ને એની છોકરી જોડે સબંધ બાંધવા માટે જબરજસ્તી કરતાં હતા. જો એ સબંધ નહીં સ્વીકારે તો એનું કરિયર ને બરબાદ કરી દેશે.
વિકી : (એક દમ આશ્ચર્ય સાથે)હે?
જેકોબ: મને તો ખબર જ નથી.
વિકી: મને પણ ખબર નહોતી.
સેમ: મને અને રાયન ને અને જેકમેન ને ખબર હતી.
જેકમેન ને સેમ અને રાયન એ ઉર્વશી નું સૂચન કર્યું માટે મે ઉર્વશી ને બોલવી પણ ઉર્વશી ને એમ-લેન્ડ બોલાવવા માટે અમારે ઉર્વશી ના માતપિતા ને પણ અહિયાં બોલવવા પડ્યા.
Thanks to samason…
ઉર્વશી: હ્મ્મમ અને જેકોબ આખીરમાં મારી ફૅમિલી ને ખબર પડી ગયી.
જેકોબ: કાકા કાકી મહેરબાની કરી ને ઉર્વશી ને અહિયાં થી ના લઈ જાવ. તમે ઉર્વશી ને હમેંશ ને માટે બંધ કરશો તો મજા નહીં આવે.
પપ્પા: હવે તો શું બંધ કરી યે. પણ ઉર્વશી ને અહિયાં પૂરતી મન સન્માન મળશે કે નહીં એની શું ખાતરી?
જેકમેન: don’t worry. અમે અમારો પૂરતો પ્રયત્ન કરીશું કે એની પૂરતી રક્ષા આપી શકીએ.
પપ્પા: હવે એ તો માની લઈ યે બાકી તો હકીકત તો સમય આવે ત્યારે જ ખબર પડે.
ઘર ના લોકો થોડા સિરિયસ હતા. એમને હજી સેમ ને સ્વીકાર નહોતો કર્યો. પપ્પા ના આ સ્ટેટમેંટ પર થી સેમ ને ખબર પડી કે હજી ઉર્વશી ના ઘર ના લોકો ને માનવવા પડશે. ઉર્વશી સેમ ના ઘર ના લોકો ને માનવી ચૂકી હતી ખાલી બસ સેમ ના દાદી ને જ માનવવાના બાકી હતા. જ્યારે સેમ ને તો બધા ને મનાવવા પડશે. એને ખબર હતી કે ઉર્વશી પૂરી મદદ કરશે પણ આ પરિસ્થિતી માથી બહાર તો એને જાતે જ આવવું પડશે.
સેમ એ ઉર્વશી ની સામે જોયું ઉર્વશી એ એને માથું ધૂનવી ને હા પાડી.
સેમ ઘરે જવા નીકળ્યો. ધીમે ધીમે બધા નીકળ્યા.
ઉર્વશી નું ફૅમિલી પણ હવે ઘરે જવા નીકળે છે. ટ્રાફિક સિગ્નલ પર સેમ એ કાર ને રોકી અચાનક એની નજર ઉર્વશી ના મુખ પર પડી. ઉર્વશી ના મોંઠા પર એક ગંભીરતે દેખાઈ રહી હતી. સેમ એ પ્રેમ થી એનો હાથ પકડ્યો. ઉર્વશી એ સેમ ની સમું જોયું અને માથું ધૂનવ્યું કે ઉર્વશી તું ચિંતા ના કર. આપણે કરી લઈશું . સેમ ની અંદર તો એજ ગડમથલ ચાલતી હતી. કેવી રીતે માનવીશું આ બને પરિવાર ને પણ સેમ ને એટલી ખબર હતી. કે એ ઉર્વશી ને ગુમવાવવા નહોતો માંગતો માટે એ કયી પણ કરશે એ લોકો ને માનવવા ,અંતે. એક બાજુ એનો પરિવાર ઘરે આવી ને બેઠા છે. એ લોકો ઉર્વશી ના પરિવાર હતા ત્યારે જ આવવાના હતા પણ સેમ એ એમને રોકી ને રાખ્યા હતા. સેમ અને ઉર્વશી ઘરે પહોચ્યા. એના ઘર ના લોકો હોલ માં બેઠા હતા. દાદી ઉર્વશી ને બોલ્યા: તું હજી ગયી નથી તું ફરી કેમ આવી ગયી ?
આ સમયે સેમ થી ના રહેવાયું અને એને પ્રેમ થી કીધું: દાદી તમે માનો કે ના માનો ઉર્વશી મને પસંદ છે અને હું એની જોડે રહીશ. તો તમે જેટલી જલ્દી માની જશો એટલુ સારું.
દાદી ને આ વાત થી આઘાત લાગ્યો અને એને જોર થી બૂમો પાડવાનું નું શરૂ કર્યું.
“હા બસ આજ દિવસ જોવા માટે હું રહી હતી. આપણાં સમાજ ની છોકરી હોય તો વાર તહેવાર ની ખબર પડે. એને રિવાજ ની ખબર હોય તો એ બધું સમય થી કરે. અને એને ખબર હોય કે શું લઈ ને આવવાનું તું અને લઈ ને આવીશ તો સમાજ માં આપણી શું ઇજ્જત રહી જશે. કે આવી વહુ લાવ્યા. શું સમાજ માં ના મળી તો એને લઈ ને આવ્યા.
આ સાંભળી ને સેમ નો ગુસ્સો વધારે તેજ થયો. બોલ્યો : દાદી સમાજ થી કોઈ લેવા દેવા નથી હતો માણસ ના સ્વભાવ થી મતલબ છે. રહી વાત રિતરિવાજ ની તો એ કોઈ પણ શીખી શકે છે. લઈ ને આવવાની તો મારી માટે પૈસા જરૂરી ખાલી ઉર્વશી નો સાથ મહત્વ નો છે. રહી વાત સમાજ ની તો મને સમાજ ની નથી પડી જ્યારે મારી શરૂઆત હતી જ્યારે મારી જોડે કયી નહોતું ત્યારે મને કોઈ મદદ કરવા નથી આવ્યું બધા લોકો મારી મજાક ઉડાવતા હતા. કોઈ ને મારી નહોતી પડી. જ્યારે કંપની બંધ થવા ની હતી ત્યારે ઘણા લોકો ને મે ખુશ થતાં જોયા છે ત્યારે ઉર્વશી એ અમારા પર ટ્રસ્ટ કર્યો હતો અને એને ઇન્વેસ્ટ કર્યું હતું. ઉર્વશી નો સાથ હતો ત્યારે અમે લોકો અહિયાં સુધી પહોચ્યા. તો હું શું કરવા માટે આ લોકો નું સાંભળું. જેને જે કરવું હોય એ કરે?
આટલું બોલી ને એ ઉર્વશી નો હાથ પકડી ને ઘર ની બહાર નીકળી ગયો. બને જણા જેવીએમ જવા નીકળ્યા.
ઘર માં દાદી બહુ જ ગુસ્સા માં હતા. પણ એના મમ્મી પપ્પા એ તો પહેલે થી ઉર્વશી ને સ્વીકારી લીધી હતી. મારિયા એ જોર્જ સામે જોયું. જોર્જ એ બોલવા ની ના પાડી.
ઉર્વશી એ સેમ ની સામે જોયું. સેમ ના હર્દય ના ધબકારા બહુ જ વધારે હતી. ઉર્વશી એ એને બાથ માં લીધો. સેમ ને થોડો રાહત નો શ્વાશ લીધો. બંને જણા જેવીએમ પહોંચ્યા. ત્યાં રાયન અને જેકમેન બને રાહ જોઈ ને બેઠા હતા. એમને બંને ને જોયા તરત જ પૂછ્યું તું કેમ છે?
ઉર્વશી એ જે થયું હતું એ કીધું.
રાયન: તો હવે તું શું કરીશ?
સેમ: રાયન એ ગમે તે કરશે પણ હું ઉર્વશી ને નહીં છોડું એ તો નક્કી છે તો હવે એ જેટલું જલ્દી સ્વીકારી લે એટલુ એમના માટે વધારે સારું.
જેકમેન: પણ એટલી તકલીફ નહીં આવે કારણકે તારા મમ્મી પાપા એ સ્વીકારી લીધી છે તો.
સેમ: પણ જ્યાં સુધી દાદી નહીં મને ત્યાં સુધી .....
રાયન: સેમ બહુ ચિંતા ના કર એ એક ના એક દિવસ તો માની જશે. દાદી તને બહું પ્રેમ કરે છે. માટે તારા પ્રતે થોડી વધારે ચિંતા કરે છે માટે એવું કહેતા હશે.
સેમ: આલા મારી ચિંતા નહીં લા એ જૂના વિચારો વાળા છે અને એ મને સમાજ ના લીધે ના પાડે છે.
સેમ ને એટલો બધો ઘભરાયેલો જોઈ ને રાયને એ કીધું કે તું ચિંતા ના કર. બધુ સારું થયી જશે.
જેકમેન એ પણ એને દિલાશો આપ્યો.
ઉર્વશી ને એની ઓફિસ માંથી ફોન આવ્યો અને જોબ ફરી ચાલુ કરવાનું કહ્યું. ઉર્વશી એ સેમ ને વાત કરી. સેમ નહોતો ઇચ્છતો કે ઉર્વશી આ વખતે ના જાય પણ એની જોડે બીજો કોઈ રસ્તો નહોતો. ઉર્વશી એ સેમ ને વચન કર્યું કે એ ફરી પાછી આવી જશે. ઉર્વશી એ સેમ ને કયી નહીં કહ્યું પણ એને નક્કી કર્યું કે એ જોબ માં રાજીનામું આપવાનું નક્કી કર્યું. અને એનો નોટિસ પીરિયડ ભરી ને પછી એ એમ-લેન્ડ આવી જશે. સેમ અને ઉર્વશી એ નક્કી કર્યું કે એ લોકો પહેલા સેમ ના દાદી ને મનાવશે.
ઉર્વશી એમ-લેન્ડ માં કોઈ નોકરી શોધી લેશે એવું વિચાર્યું હતું.
ઉર્વશી એની જોબ માં રાજીનામું આપ્યું અને એ દરિયા કિનારે બેઠી હતી. એ વિચારતી હતી કે લાઇફ કેટલી બદલા છે. એને યુરોપ આવી હતી કે એ પોતાના પગ પર ઊભી રહી શકે. એને એવું હતું કે એને કોઈ ની જરૂર નથી એ એના જીવન માં ખુશ હતી એ ખુદ ને એક મજબૂત સ્ત્રી માંથી હતી. એની લાઇફ માં ધીમે ધીમે સેમ આવ્યો. એને ખબર પણ નથી પડી કે એનું મહત્વ એટલુ ક્યારે વધી ગયું કે એને એના માટે એ ની દાદી નો ગુસ્સો સહન કરી રહી છે. એના પપ્પા ની વાત એ આંખ બંધ કરી ને માનતી હતી જ્યારે હવે એની વાત એમને સમજાવતી થયી ગયી છે. જે નોકરી માટે એને એટલી મહેનત કરી એ અહિયાં પહોચી હતી એ જગ્યા ને એને એક પળ માં કઈ જ વિચાર કર્યા વગર છોડી દીધી. હવે એ સેમ ની જોડે એમ-લેન્ડ માં વિતાવશે.
ત્યાં એના ગણી ને થોડાક જ મિત્રો છે. એનો પરિવાર પણ ત્યાં નથી. એ એકલું લાગતું હશે. પણ એ આ બધુ પણ સહન કરવા માટે તૈયાર થયી છે. સેમ માટે એને વિશ્વાસ હતો કે જે સેમ એનું હમેંશ ધ્યાન રાખશે અને એને ક્યારેય એવું અનુભવવા નહોતી દેતી કે એને જે ફેંસલો લીધો છે એ ખોટો લીધો છે.
બીજી બાજુ સેમ એ વિચારી રહ્યો છે કે આ બધા માંથી કેવી રીતે નિકાળું ઉર્વશી ને. એને દાદી ને તો કહી દીધી કે ઉર્વશી ને તમારે સ્વીકારવી પડશે પણ એ ને પણ ખબર હતી કે દાદી આટલું નહીં માને.
ઉર્વશી ના પરિવાર ના સભ્યો પાછાં ઘરે પહોચી ગયા. ઉર્વશી એ એક દિવસ પપ્પા ને ફોન કરી ને કીધું કે એને નોકરી છોડી દીધી છે. પપ્પા એ ના નહીં પડી પણ એમને ચિંતા બતાવી કે તું જે કરે છે એ સમજી વિચારી ને કરજે. ઉર્વશી એ થોડી વાત કરી ને ફોને મૂકી દીધો. એને પપ્પા ની ચિંતા દેખાઈ રહી હતી.
ઉર્વશી નો નોટિસ પીરિયડ પૂરો થયો. ઉર્વશી એમ-લેન્ડ પછી આવી. સેમ એને લેવા ગયો હતો. સેમ ખુશ હતો પણ આ વખતે સેમ ને ખુશી ની સાથે એટલુ દૂ:ખ પણ હતું.
ઉર્વશી એરપોર્ટ પર થી બહાર આવી. સેમ એ ઉર્વશી ને બહુ બધી બેગ સાથે જોઈ. સેમ ને નવાઈ લાગી એને ઉર્વશી ના હાથ માંથી બેગ લેતા બોલ્યો. ઉર્વશી તું આટલી બધી બેગ લઈ ને કેમ આવી છે?
સેમ અત્યારે ચલ આપણે ગાડી માં બેસી ને વાત કરીએ એમ કહી ને ઉર્વશી આગળ ચાલવા લાગી સેમ એની પછાળ ચાલે છે. બંને ગાડી માં બેઠા. ઉર્વશી એ સેમ નો હાથ પકડ્યો બોલી: સેમ.
સેમ ઉર્વશી ની સામે જોવે છે.
ઉર્વશી: સેમ, મે યુરોપ ની જોબ છોડી દીધી છે. હવે હું એમ-લેન્ડ માં જ રહીશ.
સેમ: પણ તારું ફૅમિલી
ઉર્વશી: મે પાપા જોડે વાત કરી છે. એમને કયી નથી કીધું ખાલી એટલુ કીધું કે તારું ધ્યાન રાખજે.
સેમ એ એની મુંડી હલાવી.
સેમ એ ઉર્વશી ને કપાળે ચુંબન કરી. ગાડી ચાલુ કરી અને એ લોકો ઘરે પહોચ્યા. ત્યાં સેમ નું પરિવાર ઘરે હતું.
ઉર્વશી એ જઈ ને બધા ને નમસ્તે કીધું. દાદી એ ઉર્વશી ને ઘર માં આવવાની ના પડી.કે એ ઘર માં આવશે તો હું ઘર માં નહીં આવું. સેમ અને ઉર્વશી બને જણા બહાર ઊભા રહ્યા હતા. સેમ એ ના પાડી દીધી કે જો ઉર્વશી નહીં આવે તો હું પણ નહીં આવું. મિસ્ટર જોર્જે એ એમની મમ્મી ને ઘણા સમજ્યા પછી એને સામે ઘર આ રહેવાની પરવાનગી આપી.એની દાદી એ મન માં વિચાર્યું કે હુ પણ જોવું છુ એ કેવી રીતે રહે છે. આ ઘર માં એને એટલી હેરાન કરું કે એ ખુદ સેમ ને છોડી ને જતી રહે. સેમ એ ઉર્વશી ને મૂકી ને જતો રહ્યો. આજે ઉર્વશી ઘરે રહી ને આરામ કરવાની હતી કારણકે એ બે દિવસ થી સૂતી નહોતી.
સેમ એ ઉર્વશી ને ઘરે તો છોડી હતી પણ એનો જીવ નહોતો ચાલતો માટે એને રામ ને ઉર્વશી નું ધ્યાન રાખવાનું કહ્યું છે.
ઉર્વશી નહી ને શાંતિ થી સૂતી હતી. એને ઊઘ માં અચાનક બહું જ જોર થી ગીતો નો અવાજ આવ્યો. આટલા મોટા અવાજ માં એને ઊઘ આવે એમ હતું નથી એને રામ ને બૂમ મારી ને અવાજ ઓછો કરવા કહ્યું. થોડી વાર રહી ને એનો અવાજ લગભગ ડબલ થયી ગયો .એને એમ આપણાં ઉઘવાનો પ્રયત્ન કર્યો પણ એને ઊઘ આવી નથી. એ ઊભી થયી ને નીચે જઈ ને જોયું તો દાદી હતા. જેમને આટલો અવાજ રાખ્યો હતો. ઉર્વશી જોઈ ને કયી જ બોલ્યા વગર થોડી વાર રહી. એને થોડી વાર સુવા નો પ્રયત્ન કર્યો પણ પણ ઊઘ આવી નથી. થોડી વાર માં મિસીસ મારિયા માર્કેટ માંથી આવ્યા એમને આટલો મોટો અવાજ જોઈ ને દાદી ને કહ્યું ધીમું કરવા માટે. પેલા દાદી એ થોડી વાર ના પડી પછી એને ધીમું કર્યું. ઉર્વશી ને થોડી રાહત થયી અને એને પણ ના ખબર પડી કે એ ક્યારે સૂઈ ગયી.
ઉર્વશી ને ઊઘ પૂરી થયી ગયી હતી. હવે એને થોડી ભૂખ લાગી હતી તો ઉર્વશી રસોડા માં ગયી મિસીસ મારિયા એને જોઈ ને બોલી: કેમ છે ઉર્વશી? તારી ઊંઘ પૂરી થયી ગયી ને. ઉર્વશી એ હા માં માથું ધૂનાવ્યું. મિસીસ મારિયા બોલી તને ભૂખ લાગી હશે ને તું તૈયાર થયી ને આવ હું જમવાનું બનાવું છુ તો તું જમી લે.
ઉર્વશી: બધા જોડે બેસી યે ને.
મિસીસ મારિયા: સેમ તો નથી આવ્યો. કયી નહીં ચલ આજે તારી જોડે જમી લઈ યે. એમ કહી ને એમને રામ ને જમવા નું ટેબલ પર તૈયાર કરવાનું કહ્યું. ઉર્વશી ફ્રેશ થયી ને અવ્યય એટલે બધા ને જમવા બેસ્યા. ઉર્વશી ની બાજુ માં દાદી આવી ને બેઠા. ઉર્વશી એ એની ડિશ તૈયાર કરી અને એક કોડિયો લેવા જતી હતી ત્યાં એની જોડે ગ્લાસ પાણી નો ભરેલો પડ્યો હતો એ થોડો ધક્કો માર્યો તો બધુ પાણી ડિશ માં પડ્યું.
ઉર્વશી ઊભી થયી ગયી. સેમ ના દાદી બોલ્યા. : કોણ હોય જે જમવાનો આટલો અનાદર કરે. ખબર નથી કે પોતાની જાત ને શું મને છે. અને બહું ખરાબ બોલવા માંડ્યા. ઉર્વશી કઈજ ના બોલી. એટલા માં સેમ ના પપ્પા બાર થી આવ્યા. એમને આ બધુ જોયું અને દાદી ને જોશ થી બોલ્યા. તમને કેમ ખબર નથી પડતી?
એમને મિસીસ મારિયા ને બેગ પેક કરવા કહ્યું કે કાલે સવારે આપણે પાછાં ઘરે જઈ યે છીએ.
દાદી: આના લીધે મારે મારા છોકરાનું ઘર છોડી ને જવાનું?
પપ્પા: હા એ છોકરી આ ઘર માં રહેશે એ નક્કી છે. જો તમારે રહેવું હોય તો એમને સ્વીકારો નહિતર આપણે પાછાં જઇએ છીએ.
ઉર્વશી ને નહોતી ખબર પડતી કે શું કરવું પણ હા એ જરૂર હતું કે એને બધા પાછાં જતાં હતા એ નહોતું ગમતું. બધા પોત પોતાના રૂમ માં ગયા.
ઉર્વશી મિસીસ મારિયા જોડે ગયી. એ કપડાં વળતાં હતા. ઉર્વશી ને દરવાજે ઊભેલી જોઈ એમને અંદર બોલાવી. ઉર્વશી એમની બાજુ માં બેસી ને બોલી: મમ્મી
મિસીસ મારિયા: હા બોલ બકા.
ઉર્વશી ના માથે થી મમ્મી સાંભળી ને એમનું મન ભરાઈ આવ્યું.
ઉર્વશી : તમે કાલે સાચે જતાં રહેશો?મને નહીં ગમે. મને ખબર છે કે દાદી મને પસંદ નથી કરતાં અતે એ એવું કરે છે . પણ સેમ ને ઘણા સમય પછી પરિવાર જોડે રહેવા મળ્યું છે તો તમે જતાં રહેશો તો અમે ફરી પાછાં એકલા થઈ જઈશું.
મિસીસ મારિયા: ઉર્વશી, હું તને સમજુ છુ પણ દાદી બહુ જ ઘરડા છે એમને તારા અને સેમ ના સંબધ ને સમજતા હજી વાર લાગશે. ત્યાં સુધી એ તમને હેરાન જ કરશે. સેમ એ પહેલે થી બહુ બધુ સહન કર્યું છે. તો હું નથી ઇચ્છતી કે એ ફરી તૂટી જાય, માટે એજ સારું છે કે તમે બંને શાંતિ થી રહો. (થોડા રમુજ અવાજ સાથે) આમ પણ હવે થોડા દિવસ માં એ જતાં રહેશે ભગવાન ના ઘરે.
ઉર્વશી અને મિસીસ મારિયા બંને હસે છે.
મિસીસ મારિયા: તારી હાલત તો જો. તું સાચે માં તો આવી નહોતી ને.
ઉર્વશી એ ના માં માથું ધૂનાવ્યું.
મિસીસ મારિયા ફરી બોલ્યા. તો પછી ઉર્વશી તારી જાત નું ધ્યાન રાખ. તું નોકરી પર જવાનું પાછું ચાલુ કરી દે. તારે બીજી ગોતવી હોય તો વાંધો નથી પણ તને જ્યાં સુધી બીજી નથી મળતી ત્યાં સુધી તું જેવીએમ માં જ. એ પણ તો તારી છે.
ઉર્વશી: ઠીક છે મિસીસ મારિયા. હું જેકમેન ને રાયન જોડે વાત કરી જોવું.
રાત્રે સેમ આવે છે. મિસ્ટર જોર્જ એમને બધી વાત કરે છે. એ લોકો બીજા દિવસે સવારે નિકળી જશે. સેમ થોડી વાર એમની જોડે બેસે છે. પછી એ રૂમ માં જાય છે. ઉર્વશી સોફા માં બેઠી ચોપડી વાંચતી હતી.
સેમ એના હાથ માં થી ચોપડી ખેચી લે છે. ઉર્વશી સેમ ની સામે જોવે છે.
સેમ: ઉર્વશી ચલ?
ઉર્વશી: સેમ, આટલી રાતે ક્યાં જવું છે? તું થકી ને આવ્યો હોઈશ જમી ને સૂઈ જા. કાલે પણ તારે રિહર્સલ માટે જવાનું હશે ને?
સેમ: મે રાયન જોડે ડિનર કરી લીધું લીધું. મને હવે આઇસક્રીમ ખાવા ની ઇચ્છા થયી છે.
એ રિવાજ ને ચાલુ રાખવા માંગતો હતો. એને દાદી ની વાત એની જો ચર્ચા નહોતી કરવી પણ એ એનો મૂડ બદલવા માંગતો હતો. માટે એને આઇસક્રીમ નું બહાનું નિકળ્યું હતું.
ઉર્વશી ઊભી થયી ને કબાટ માંથી સેમ ની હુડી નીકળી ને પહેરી. સેમ ના મોઠાં પર એક સંતોષ હતો. સેમ ગાડી ની ચાવી લઈ ને નીચે ઉતરે છે. ઉર્વશી આવી એ ગાડી માં બેસી. સેમ એ ઉર્વશી ના મનપસંદ ગીતો નું પ્લે લિસ્ટ નિકાળ્યું. બને જણા ગીતો સાંભળતા સાંભળતા જતાં હતા. સેમ આજ ના વીષે વાત કરવા નહોતો માંગતો. ઉર્વશી પણ કદાચ એજ મૂડ માં હતી. એ સેમ ની જોડે નો સમય એ બધી નેગેટિવ વાત કરી ને બગાડવા નહોતી માંગતી. આઇસક્રીમ ની દુકાન આગળ કાર ઊભી રહી ઉર્વશી એ સેમ ની પસંદ ની આઇસક્રીમ આજે એના માટે પણ લીધી.ઉર્વશી આઇસક્રીમ લઈ ને આવી પછી એ લોકો નદી કિનારે જઈ ને બેઠા. ઉર્વશી બોનેટ પર સૂઈ હતી અને તારા ને જોઈ રહી હતી. સેમ એની બાજુ માં બેઠો હતો. અચાનક ઉર્વશી બોલી: સેમ, શું હું જેવીએમ ચાલુ કરી દવ.
સેમ: ઉર્વશી, સાચું કહું હું પણ તને એજ કહેવાનો હતો કે તારે કામ ચાલુ કરી દેવું જોઈ યે. તું તારી જાત ને જો. તું એ ઉર્વશી છે જેને જેવીએમ ને કયી વિચાર્યા વગર પોતાની બધી બચત આપી દીધી હતી. પોતાની જોબ ની સાથે તે વિદેશ ના કોંસેર્ટ ને પણ એટલુજ ધ્યાન આપ્યું છે. તું એક દિવસ માં યુરોપ તો એમ-લેન્ડ અને પછી યુરોપ જતી હતી. વિકી ની સમસ્યા ના લીધે તું અને અત્યારે તારા પરિવાર ને સમસ્યા હતી ત્યારે તું એકદમ તૂટી ગયી.એ મારા થી નથી જોવાતું મને તો એ હિમ્મત વળી ઉર્વશી જોઈ યે.
ઉર્વશી: હ્મ્મમ
ઉર્વશી એક ઊંડો શ્વાશ લે છે. એને પણ થયું કે ખરેખર એને પોતાની જાત ને સંભાળની જરૂર છે. જો એ આટલા નાની સમસ્યા થી ડિપ્રેસ થયી જશે તો કેવીરીતે ચાલશે?
અચાનક સેમ નો ફોન વાગ્યો. મિસ્ટર જોર્જ નો ફોન હતો.સેમ એ ફોન ઉપડયો.સામે થી અવાજ આવ્યો: સેમ,
સેમ: પપ્પા શું થયું કેમ ડરેલા હોય એવો અવાજ આવે છે?
મિસ્ટર જોર્જ: સેમ ખબર નથી પણ દાદી ને કઈક થયું છે તું જલ્દી થી આવ.
સેમ: પપ્પા તમે ચિંતા ના કરો હું હમણાં આવું છુ.
ઉર્વશી સેમ ને આશ્ચય થી જોયું. સેમ ગાડી નો દરવાજો ખોલતાં બોલ્યા: ઉર્વશી દાદી બીમાર પડ્યા છે. તો ઘરે જવું પડશે .
ઉર્વશી ફાટક લઈ ને ઉતરી ને ગાડી માં બેઠી. ઉર્વશી: સેમ ડોક્ટર ને ફોન કર્યો?
સેમ: ખબર નથી બકા પણ એક કામ કર મારા ફોન માં નંબર છે તું એમને ફોન કરી દે આપણે ઘરે પહોચી યે ત્યાં સુધી માં એ પણ આવી જશે.
ઉર્વશી એ સેમ ના ફોન માંથી ડોક્ટર ને ફોન કર્યો. બંને બને એટલી જલ્દી થી ઘરે પહોચ્યા. દાદી ની તબિયત ખરાબ હતી. એમને મિનિ હાર્ટ એટક આવ્યો હતો. એના લીધે એમને આરામ કરવાનું કીધું હતું.
ડોક્ટર એ ચેક કરી ને દવા આપી હતી અને એમને આરામ કરવાનું કહ્યું હતું. બધા બહુ જ ચિંતા માં હતા. મિસીસ મારિયા એ સેમ અને ઉર્વશી ને સવારે નોકરી જવાનું હોવા થી સુવા જવા કહ્યું પણ બંને ના ગયા. દાદી ને દવા ની અસર થયી અને એ સૂઈ ગયા પછી ઘર ના બધા લોકો સૂઈ ગયા. ખાલી મિસ્ટર જોર્જ એમની બાજુ માં બેઠા હતા. ઉર્વશી એ સેમ ને બીજા દિવસે જેવીએમ ને જોડાવવાની ના પડી. એને કહ્યું કે સેમ મને નથી લાગતું કે મારે જેવીએમ અત્યારે જોડાવવું જોઈ યે. હું થોડા દિવસ ઘરે રહું છુ. પરિવાર ની દેખરેખ કરું છુ. છેલ્લે આ અઠવાડિયું તો નહીં જ આવતા અઠવાડીયા થી વિચારીશું.
સેમ એ પણ હા પાડી અને ખુશ પણ થયો કે ઉર્વશી એના પરિવાર ની પરિસ્થિતી ને સમજે છે.
અઠવાડિયું ઘરે રહી દાદી ને દેખભાળ કરી. ઘર ને સાચવ્યું એને જેટલા લોકો મળવા આવતા એમને પ્રેમ થી વાત કરતી હતી. આ બધી વસ્તુઓ ને જોઈ ને દાદી નું મન થોડું પીગળ્યું હતું પણ એવું કહી શકાય કે ઉમ્મર ની સાથે મગજ પણ એટલુ જલ્દી સ્વીકરતું નથી બધા ને.
બધુ કામ કાજ ધીમે ધીમે ચાલતું હતું. સેમ દાદી ની તબિયત થોડી સારી થયી તો ઉર્વશી એ જેવીએમ ચાલુ કર્યું. રાયન અને જેકમેન સેમ માટે ખુશ હતા. દાદી એ ઉર્વશી ને સો ટકા તો સ્વીકારી નહોતી પણ ઉર્વશી ને પરિવાર ની કદર છે અને એ જીવન માં બહુ જરૂરી છે.
પણ આ વાત સેમ ના પપ્પા ને જ ખબર હતી. એના દાદી સારા થયી ગયા. તો એમને એક દિવસ એવું વિચાર્યું હતું કે એ લોકો પાછાં ઘરે જશે, પણ આ બધા ની વચ્ચે રોજ બેન્ડ મેમ્બર ઉર્વશી ને મળવા ઘરે આવે છે જેથી ઉર્વશી ને એકલું ના લાગે અને એ લોકો જોડે હોય છે તો ઉર્વશી પણ થોડી રિલેક્સ લાગે છે. જેના લીધે એ લોકો ની સમજણ પણ વધે છે.
આખિર માં ઉર્વશી જેવીએમ માં જોડાય છે હવે એ ઇન્ટરનેશનલ ની જોડે લોકલ કોન્સેર્ટ ને પણ જોવે છે. ઉર્વશી પહેલા દિવસ આવી ને બધા ને thank you કીધું હતું.
બધુ સામાન્ય ચાલતું હતું લગભગ 2 મહિના જેવુ થયું હશે. બેન્ડ ના કોન્સેર્ટ પતિ ગયા. આ કોન્સેર્ટ છેલ્લી વખત કરતાં પણ વધારે સફળ થયા હતા. સેમ ને વિચાર આવ્યો કે કેમ ના એ ઉર્વશી ના ઘરે જાય. એને જેકમેન ની જોડે થોડી રજા માંગવાનુ નક્કી કર્યું. જેકમેન એ એને હા પાડી. કારણકે હાલ કોન્સેર્ટ પત્યા હતા તો એ થોડા દિવસ બધા ને આરામ આપવા માંગતા હતા.
૯.
સેમ એ દિવસ સાંજે આવ્યો. એ ઉર્વશી માટે ફૂલો નો ગુલદસ્તો લઈ ને આવ્યો હતો.
ઉર્વશી: આજે કયી ખુશી માં ફૂલો આપવામાં આવી રહ્યા છેઃ?
સેમ: હમમ... વાત તો તારી સાચી છે. સરપ્રાઇજ તો છે.
ઉર્વશી: શું છે?
સેમ: આપણે ઈન્ડિયા જઈશું તારા ઘરે?
ઉર્વશી: સાચે સેમ?
ઉર્વશી ની ખુશી નું ઠેકાણું ના રહ્યું.
સેમ: હા મે જેકમેન ને વાત કરી છે એને મને લાંબી રાજા ઑ આપી છે તો આપણે ઈન્ડિયા જઈ યે છે.
ઉર્વશીએ ઘરે વાત કરી. ઉર્વશી ના મમ્મી પાપા ને સેમ ના સંબંધ માં કોઈ વાંધો નહોતો ખાલી એમને ઉર્વશી ની ચિંતા હતી.
પરિવાર પણ સેમ અને ઉર્વશી ની રજાઓ માટે ઉત્સાહિત હતા. બંને જણા ઘરે જવા માટે તૈયાર થયી ગયા. સેમ ઈન્ડિયા આવે છે. અહિયાં એ એટલો પ્રખ્યાત નહોતો તો એ સામાન્ય માણસ ની જેમ એ જીવન નો અનુભવ કરી શકતો હતો. સેમ આ વાત ને એન્જોય કરતો હતો. એ વધારે ને વધારે આ બધી વસ્તુ ઑ ને માણવા માંગતો હતો.
ઉર્વશી ના પપ્પા ને ઉર્વશી ની ચિંતા હતી કે સેમ એને ખુશ રાખશે કે નહીં માટે સેમ એ નકી કર્યું કે એ સો ટકા ઉર્વશી ના પરિવાર ના વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરશે અને આ રાજા ઑ માં એ પૂરો પ્રયત્ન કરશે. ઉર્વશી અને સેમ મળ્યા એ પહેલા એ ઘણી વાર એમ-લેન્ડ જઈ ને આવી હતી. પણ સેમ પહેલી વાર ઉર્વશી ના ઘરે આવ્યો હતો એક દિવસ ઉર્વશી ના મોટા પપ્પા ના ફોન આવે છે અને એ બધા ને ગામડે બોલવે છે. ઉર્વશી ની મમ્મી એ સેમ ને પૂછ્યું તો એને લાગ્યું કે આ પણ અનુભવ કરી લઈએ માટે એને હા પડી. આર્યન નું મનપસંદ ગામડું હતી માટે આર્યન એમને બહુ બધી વાતો કરતો હતો. ગામડા વિષે તો સેમ નું મન પણ લલચાયું બધા એ ગામડે જવા ની તૈયારી ચાલી કરી દીધી. બીજા દિવસે સવારે બધા બે ગાડી લઈ ને નીકળ્યા. એક માં છોકરો અને એક માં મોટા. થોડો નાસ્તો છોકરાઓ ને આપ્યો હતો બાકી ની નાસ્તો માસી એ એની ગાડી માં રાખ્યો હતો જેથી છોકરાવ ને ફાવે.
બધા એ લોંગ ડ્રાઇવ ની મજા માણી. દિવસ ની સવાર હમેંશ મસ્ત હોય છે. એમાં જ્યારે એ ગામડાની વચ્ચે હોય. ખુલ્લા ખેતરો હોય, ક્યારેક કાચા મકાન તો ક્યારેક પાક્કા મકાન, ક્યાક મંદિર માં આરતી થતી હોય તો એના ઘંટ નો અવાજ આવતો હોય. ગામ ચાલુ થાય ત્યાં પાદરે નાના શાક માર્કેટ ભરાયેલ આ હોય જેમાં એક દમ તાજા શાક ભાજી હોય. કોઈ ને ભાવતા શાક પણ આ લીલોતરી જોઈ ને ખાવાનું અન થાય. બસ સ્ટેન્ડ પર લોકો શહેર જવા માટે બસ ની રાહ જોતાં હોય છે. કોઈ એમના ગામડે રહેતા સગસબંધી ને મળવા માટે આવ્યા હોય છે તો કોઈ એમના ગામડે રહેતા માતપિતા ને મળવા માટે આવે છે. તો એક વ્યક્તિ ને મૂકવા માટે મહોલ્લા ના બહુ બધા જણા જોડે આવ્યા હોય છે જો એમાં કોઈ દીકરી એમના ઘરે આવી હોય તો ચોક્કસ.. ત્યાં જઈ ને પુરુષો ચ્હા પીવે. અને પડીકી ખાય. સાથે આજ ના ન્યૂઝ પેપર ની હેડલાઇન ની ચર્ચા થતી હોય. ગામ માં ક્યારેક ખેતર માટે પાણી આવશે એની ચર્ચા થતી હોય હાઇ વે પર કાયક કાયક છૂટા છવાયા નાના ટોપલા લઈ ને ઋતુ પ્રમાણે ના ફળ ફળાદી લઈ ને ઊભા હોય અથવા તો બાફેલા મકાઇ ની નાની લારી હોય. પંખીઓ નો અવાજ આવી રહ્યો હોય. એક દમ મસ્ત.
આ બધુ એ એન્જોય કરી રહ્યો હતો. સેમ દેખાવ માં એક દમ મસ્ત હતો અને વિદેશી હતો તો બધા એને એવિ રીતે રાખે છે કે એ બીજા ગ્રહ પર થી આવ્યો હોય. આ એ એકદમ સફેદ હતો અને એના વાળ નો કલર ભૂરો હતો. એ પણ બધા ને મળવા માટે એટલો જ ઉત્સાહિત હતો. ઘરડા દાદી એના માથે હાથ મૂકે આશીર્વાદ આપતા. ઘણા નજર ઉતરતા હતા. એ બધુ જોઈ ને એને નવાઈ લગતી પાનાં એને સારું પણ લાગતું. એ આ બધી વસ્તુ ઑ ને માણી રહ્યો હતો. એ ઇંડિયન ફૂડ નો ટેસ્ટ કરતો એને મજા આવતી એ ચૂલા પર બનતા ખાવા ને જોતો તો એને મજા આવતી. ક્યારેક એ ફૂકણિયું લઈ ને માસી ની બાજુ માં બેસી જતો તો ક્યારેક મહોલ્લા ના કોઈ કાકા જોડે પોણાત કરવા જતો. એ ખુશી, પ્રથમ અને આર્યન જોડે ઘણા બધા કાંડ કરતો હતો. એજ સમયે બાજુ ના ગામ માં એક મેળો હતો. પાપા બધા ને ત્યાં લઈ ગયા હતા. સેમ એ ત્યાં થી નાના રમકડાં લીધા હતા. એ બધા ને જોતો હતો કે એ લોકો મંદિર માં પૂજા કેવી રીતે કરે છે. કેવી રીતે એ લોકો એક બીજા ને બોલાવે છે. એજ સમયે જે પહેલા ક્લાસ લીધા હતા ઇંડિયન સંસ્કૃતિ વિષે ના એ હવે એને સમજાઈ રહ્યું છે.અમુક કામ ઉર્વશી સેમ ને કહેતી જે સેમ ને નહોતા ગમતા પણ એ ઉર્વશી ની ખુશી માટે કરી લેતો. હવે એનું લોજિક એને ખબર પાડવા મંડી છે. એ ઉર્વશી ના પરિવાર ને સમજવા માટે બધા ને એમના વિષે પૂછતો તો ધીમે ધીમે એને ખબર પડી કે ઉર્વશી ના પપ્પા કેમ એવું કરે છે.
આ સમયે એને બહું જ મજા આવી હતી સહર માં આવી ને ખુશી પ્રથમ અને આર્યન ને એ લોકો રોજ કાયિક પ્લાન કરતાં હતા. ક્યારેક એ લોકો પાર્ક માં જતાં તો ક્યારેક એડવેંચર પાર્ક માં તો હિલ સ્ટેશન પર જતાં. એ લોકો નવી નવી વાનગીઓ ને એન્જોય કરવા કોઈ નવી હોટેલ શોધી ને રાખતા. એ લોકો સારા મિત્રો બની ગયા હતા. સેમ જ્યારે પણ બહાર જતો તો ઇંડિયન ગરમી ને લીધે એ લાલ થયી જતો એને જોઈ ને માસી બહું જ હસ્તી. મમ્મી એને રોજ નવું નવું બનવી ને ખવડાવતી. સેમ ક્યારેક પાપા અને ક્યારેક કાકા જોડે એમના ઓફિસ જતી હતી. એ જોતો કે ત્યાં બધા કેવી રીતે કામ કરે છે. બધુ જોઈ ને એને બહુ મજા આવતી હતી, એ ઉર્વશી ને એના પરિવાર ની જોડે લઈ ને આવ્યો હતો પણ એ સૌથી વધારે એન્જોય કરી રહ્યો હતો.
એક દિવસ ઉર્વશી અને એનું પરિવાર કોઈ દૂર ના સગાં નાં ઘરે પ્રસંગ માં ગયા હતા. સેમ ઘરે જ રહ્યા. એકલો હતો. બપોર જેવુ થયું તો ડોરબેલ વાગી. સેમ એ દરવાજો ખોલ્યો. સામે કોઈ છોકરો હતો. એને સેમ ને હેલ્લો કહ્યું. સેમ એ પણ હેલ્લો કીધું અને એને અંદર આવ્યા દીધો. સેમ એ એને પાણી આપ્યું (સેમ પણ હવે ઇંડિયન લાઇફસ્ટાઇલ ને જાણવા માંડ્યો હતો. સેમ એ કોલ્ડ ડ્રિંક કે આઇસ ક્રીમ માટે પુછ્યું એને ના પાડી. એ લોકો નોર્મલ વાતો કરતાં હતા.વચ્ચે અચાનક છોકરો બોલ્યો તમારી પસંદ સારી છે. સેમ બોલ્યો: શેની પસંદગી? છોકરો બોલ્યો છોકરી ની પસંદગી.
સેમ: ઓહહ તમે ઉર્વશી ની વાત કરો છે?
છોકરાં : હા. હું ઉર્વશી ની વાત કરું છુ.
તમને ખબર છે. કોલેજ માં અમારું ચાલતું હતું.અમે તો લગન પણ કરવાના હતા પણ પછી મે મારી ફૅમિલી ને ધ્યાન માં રાખી ને ના પડી દીધી. મારી મમ્મી કહ્યું કે એ આપણાં ઘરને શોભે એવી નથી. પણ ખરેખર એ બહું મસ્ત લાગે છે. સેમ એ એને ત્યાં જ રોકી દીધો. સેમ બોલ્યો “પહેલી વાત એ કે જો કદાચ તું કહે એ સાચું હોય તો પણ મને એના થી કોઈ ફેર નથી પડતો. મને ખાલી એના વર્તમાન થી મતલબ છે. અને એમાં ખાલી હું છુ. તો જે તે લગન કરવાની ના પડી. તો એ તારી લાઇફે ની સૌથી મોટી ભૂલ કહે વાય.
ત્રીજી વાત એ કે હવે એ તારી નથી કે તું ગમે તેમ બોલે. હવે એ મારી છે માટે તું કયી પણ બોલે એ પહેલા વિચારી ને બોલજે નહિતર બીજી વાર જીવન માં ક્યારે બોલી નહીં શકે. મને તો પહેલે થી જ ખબર હતી કે તું કોણ છે. મને બધી જ ખબર છે. મને ઉર્વશી એ પહેલે થી કીધેલુ છે. તો મને કોઈ ફેર નથી પડતો. હું તને દરવાજા માંથી જ ઓળખી ગયો હતો. પણ મારે જોવું હતું કે તું અહિયાં શું કરવા માટે આવ્યો. માટે હું પહેલા કઈ નહીં બોલ્યો પણ બીજી વાર ઉર્વશી ની સામે કે એના પરીવાર સામે જોયું તો ખબર છે,
સેમ એ એને હાથ પકડી ને બહાર કાઠયો થોડી વાર માં ઉર્વશી અને એનો પરીવાર ઘરે આવ્યું. સેમ એ ઉર્વશી ને બધી વાત કરી કે શું શું થયું એની જોડે. ઉર્વશી એ સેમ ને ભેટી પડી અને બોલી “તને ખબર છે સેમ જ્યારે મને હમેશા એવો છોકરો જોઈ તો હતો જે મને કારકીદીમાં મદદ કરે છે. અને એ મને આઝાદી આપે. મારી સાથે દરેક પરિસ્થિતી માં ઊભો રહે. મને એવું નથી કે ખાલી મારૂ જ ચાલે પણ સેમ મને વિશ્વાસ તો હોવો જોઈ યે ને કે મને કોઈ સમસ્યા હોય તો મારી સાથે ઊભો રહે. જે મારા પર ભરોશો કરે. મારે મારી જાત ને વારેઘડીએ સાબિત ના કરવી પડે કે મારી પ્રમાણિક્તા ને પ્રમાણિત કરવી પડે. મારે પાર્ટનર એ વ્યક્તિ હોય જેને કોઈ ઉંઘ માં થી ઊભો કરી ને પૂછે તો પણ એને ભરોશો હોય કે હું એવું કયી નહીં કરું અરે કે જેના થી એને સમસ્યા થાય.
હું ગમે તેટલા પ્રયત્નો કરું તો પણ કહું પણ એ તારા પર આધાર છે કે એ આજે એને કેવી રીતે જવાબ આપે છે. તારી જગ્યા એ બીજું કોઈ હોય તો એ મારા પર શક કરત. એ જતાવત કે હું તારા પર હવે વિશ્વાસ કેવી રીતે કરું. તું ઘરે ના હોત તો શું કરતી હોય એ કોને ખબર છે જેવુ ફાલતુ પ્રશ્નો પૂછતો હોત. તું મને ધમકાવત કરતો હોય કે જો હું કહું એમ તે ના કર્યું તો તો હું તારા ઘર ના લોકો ને કહી દઇશ. અને પછી એ માનસિક ત્રાસ બની જાત. એજ રોજ નાની નાની વાતો માં મારી જોડે ઝઘડો કરત. પછી એના માટે હું એક મજૂર હોવું અને એના મને સાંભળવીને મારા વજૂદ ને તોડી દીધું હોત. ધીમે ધીમે મને એવું લાગવા માંડ્યુ હોત કે હ કરેખર મે ખૂબ જ મોટી ભૂલ કરી છે. જે મારા ઘર ના લોકો નહીં સ્વીકારે અને મને મારા અસ્તવિત પર પણ સવાલો થવા લાગત.
અને આખી જિંદગી પછી હું મારી જાત ને ગુનેગાર માંથી અને બધા જ પ્રયતન કરતી ઉઠાવના પણ તું મને ક્યારેય જીવન માં ઉઠવા જ ના દેતો તો પણ હું કયી જ ના કરી શકત ના કોઈ નોકરી કરી શક્ત. ના કોઈ પ્રોફેસનલ જીવન માં આટલી આગળ હોત. ના આટલી સ્વ નિર્ભર બની શકત. આભાર સેમ મારા પર ભરોસો કરવા બદલ.
સેમ: શાંત થા. તું કેટલું બધુ વિચારે છે. તારે આટલું બધુ વિચારવાની જરૂર નથી. કદાચ એ કહે એ સાચું હોત તો પણ એ તારો અતીત હતો અને તારા વર્તમાન ને સારી રીતે જાણું છું કે તું આપણાં સબંધ ને લઈ ને કેટલી ગંભીરતા થી લે છે.
ઉર્વશી: આભાર પણ બધા લોકો એવું નથી વિચારતા ઉર્વશી એક ઊંડો શ્વાશ લે છે અને કહે છે મને લાગે છે કે હું નસીબદાર છુ. તું મારા જીવન માં છે ના કે એ જે મારા પર ભરોશો ના કરત.
સેમ: (ઉર્વશી ને બાથે ભારે છે.) બસ લા હશે. મને ભૂખ લાગી છે મને કાયિક ખાવા આપ.
ઉર્વશી હા માં માથું ધૂનવે છે અને ઊભી થયી ને રસોડા માં જાય છે માસી રસોડા માં હતી ઉર્વશી એ કહ્યું સેમ ને ભૂખ લાગી છે માસી અને ઉર્વશી બંને જણા જમવાનું બનાવે છે ત્યારે સેમ અને ફ્રેન્ડ ના વચે થયેલી વાત એ બધી કહી. પપ્પા બહાર ની બાજુ માં બેઠા હતા પણ એમને ઉર્વશી અને માસી ની બધી વાત સાંભળતી હતી અને પપ્પા ની આંખો માં આશું આવી ગયા. પાપા ની અત્યાર સુધી ની ચિંતા હતી કે ઉર્વશી એ જાતે પસંદ કર્યું તો કેવું હશે અને અને બીજું પણ આજે એમને વિશ્વાસ થયી ગયો કે ઉર્વશી એ સેમ ને પસંદ કરી ને જીવન માં કોઈ ભૂલ નથી કરી. પણ પાપા એ કોઈ ને લાગવા ના દીધું કે એમને સાંભળ્યુ. ઉર્વશી સેમ ને જમવા આપવા જાય છે. ત્યારે સેમ ટીવી જોતો હોય છે. ઉર્વશી પણ રસ પડતાં એ પણ બાજુ માં બેસી ગયી. સેમ જોવા માં મસગુલ હતી. ઉર્વશીએ ડિશ માંથી ચિપ્સ લીધી પણ સેમ એ ઉર્વશી નો હાથ પકડી લીધો ચિપ્સ ને ડિશ માં પછી મૂકવા કીધું ઉર્વશી એ ના પડી સેમ એ એનો હાથ જબરજસ્તી ડિશ જોડે લઈ ગયો. અને ડિશ માં ફેકવવાનો પ્રયત્ન કર્યો. ઉર્વશી નીચે મોટા ને હાથ ની જોડે લઈ જઈ અને ચિપ્સ ખાઈ ગયી. સેમ એ પ્રેમ થી ઉર્વશી ને ત્રણ ચાર વાર માર્યું. ઉર્વશી ને થોડું વાગ્યું તો એને સેમ ને માર્યું. આવું થોડો સમય સુધી ચાલ્યું. પછી ઉર્વશી સેમ નો પકડી ને પોતાનું માથું એના હાથ પર મૂકી ને શાંતિ ટીવી જોવા લાગી.
ખુશી એક દિવસ શાંતિ થી બેઠી હતી. અને કાયિક ખૂબ ગંભીર વિચારી રહી હતી. સેમ ત્યાં થી પસાર થતો હતો તો એની નજર એના પર પડી એને કહ્યું કે મને ફેશન ડિજાઇનર નો કોર્સ કરવો છે. પણ પાપા નહીં માને.
સેમ: કેમ ? ohh ya I can understand.
ખુશી: હું એમને ખોટી નથી સમજાતી પણ એ સુરક્ષિત નોકરી ને પહેલા પ્રાથમિકતા આપે છે.
સેમ: સુરક્ષશિત નોકરી?
ખુશી: સુરક્ષિત નોકરી એટલે કે કોર્પોરેટ નોકરી કે ગવર્નમેંટ નોકરી કે જેમાં પાવર હોય પણ બીજી પ્રોબ્લેમ ના હોય.
સેમ: ok ok. કદાચ ઉર્વશી એ એટલે જ એમને પહેલા એટલા માટે કહ્યું ઘરે.
ખુશી: હ સેમ. એટલે જ તો ઉર્વશી નથી બોલી. કોઈ દિવસ અને તમે પણ પછી મળ્યા. કારણકે અમારા ઘર માં બધા ઉચ્ચ શિક્ષિત છે તો એ લોકો એમના વિશ્વાસ નહીં કરે. આર્ટ કે ફૅશન ડિજાઇનર અથવા મ્યુજિક કંપની માં. હા પણ એમને પણ એવું ના કહી શકાય કે કોઈ પ્રોબ્લેમ છે કારણકે આમાં ઘણા લોકો એ એમની જીવન માં સમસ્યાઑ જોઈ છે.
સેમ: હું સમજી શકું છુ. એ તમને લોકો ને બચાવવા માંગે છે.
ખુશી: પણ એવું થતું નથી ને દરેક સમયે. અમુક વસ્તુઓ તમારે તમારા હાલ પર છોડી દેવી પડે છે. હા પણ મને ખરેખર આમાં બહુ જ રસ છે.
સેમ: જો ખુશબા ઉર્વશી ને પણ બહુ જ કહેવું હતું પહેલા પણ એ આ ડર ના લીધે ના કહી શકી અને એ બહુ જ લાંબા સમય સુધી બધુ સાંભળતી રહી હતી. ઘણી વાર એને મે પોતાની જાત ને દોષિત માનતા જોઈ છે. માટે જો તું મારૂ મને તો તું એમને જોઈ ને વાત કર. એ કદાચ તારી વાત ને સમજશે. કારણકે એમને ઉર્વશી ને પણ માફ કરી. હા એ ભલે એવું દેખાડે છે કે મને પસંદ નથી કરતાં પણ મને પણ ખબર છે કે એ મને પસંદ કરે છે માટે તું પ્રયત્ન કર એ તારી વાત પણ સમજશે.
ખુશી એ સેમ સામે જોયું અને બોલી અત્યારે પાપા ટીવી જોવે છે શું હું અત્યારે જ કહી દવ.
સેમ:હા. સારા કામ માં વાર શું કરવાની.
ખુશી ઊભી થયી ને પપ્પા ની જોડે ગયી.
ખુશી: પપ્પા મારે તમને એકવાત કહેવાની છે.
પપ્પા: બોલ બોલ
સેમ ત્યાં જ બેસી રહ્યો. એ એવું માનતો હતો કે એ ખુશી અને પપ્પા વચ્ચે ની વાત છે.
ખુશી : મારે ગવર્નમેંટ જોબ નથી કરવી. મને ફેશન ડિજાઇનર નો કોર્સ કરવો છે.
પપ્પા: તે ક્યારે વિચાર્યું?
ખુશી: મને લાંબા સમય પહેલા થી આમાં રસ હતો પણ કહેવાની હિમ્મત નહોતી. આજે જ્યારે સેમ જોડે વાત કરી તો મને થયું કે માટે પ્રયતન કરવો જોઈ યે. માટે હું તમને કહેવા આવી છુ.
પપ્પા:ok. તો તને પ્રયત્ન કરવો હોય તો કરી લે. હજી તું નાની છે તો જો વર્ક નહીં કરે તો બીજું કયો પ્રયતન કરીશું પણ તું જે કરે એના સો ટકા આપજે,
ખુશી: સાચે પપ્પા હું એનું એડમિશન માટે ફોર્મ ભરી દવું?
પપ્પા: હા ભરી દો.
ખુશી ખુશ થયી ગયી, એને પપ્પા ને પ્રોમિસ કરું કે એ એમાં સો ટકા આપશે.
ખુશી બાર આવી. એના મોઠાં પર એક અલગ હાસ્ય હતું. સેમ હજી ત્યાં જ હતો.
ખુશી ને જોઈ ને એ સમજી ગયો કે પપ્પા એ એને હા પડી.
સેમ: success?
ખુશી: yesss. એમને મને હા પડે કે હું પ્રયત્ન કરવા માંગુ છુ તો પ્રયત્ન કરી શકું છુ.
સેમ: I am happy for you. તું મહેનત કરજે જેથી એમને પણ ચિંતા ના રહે,
ખુશી:હમમમમ
૧૦.
બેન્ડ ના સભ્યો બધા ઓફિસ માં હતા. અચાનક રાયન ની બહેન નો ફોન આવે છે. એ બહુ જ રડતી હતી. રાયન એના અવાજ થી ડરી ગયો. ખુરશી પર થી ઊભો થયી ગયો અને બોલ્યો. તને શું થયું?
ભક્તિ કઈ જ બોલતી નથી.
રાયન: તું ક્યાં છે? તું ત્યાં જ રહે હું તને લેવા આવું છુ,
ભક્તિ હજી રડે જાય છે.
રાયન ને કયી જ ખબર નથી પડતી કે શું કરવું માટે એ ત્યાં બાજુ માં જેક્સન હતો એને ભક્તિ ને કહ્યું કે તું ખાલી લાઈવ લોકેશન મોકલ.
ભક્તિ એ ફોન મૂક્યો અને એને લાઈવ લોકેશન મોકલ્યું. રાયન ખૂબ જ ડરી ગયેલો હતો. વિકી એ ભક્તિ ને ફોન કર્યો. એને ના ઉપડયો. વિકી એ ફરી ફોન કર્યો. ભક્તિ એ ઉપડયો.
વિકી: ભક્તિ વાંધો નથી તું કયી જ ના બોલીશ પણ ખાલી ફોન ચાલુ રાખ. બધા દોડી ને પાર્કિંગ માં ગયા. જેકમેન એ ડ્રાઇવર ને ગાડી ચાલુ કરવા કહ્યું.
બધા ફટાફટ ગાડી માં બેઠયા. જેકોબ એ ફોન માં ટ્રેકિંગ ચાલુ રાખ્યું. વિકી ભક્તિ જોડે વાતો ચાલુ રાખી, જેકસોન એ રાયન ને પકડી રાખ્યો હતો.
એ લોકો જલ્દી પહોંચી ગયા. ભક્તિ કોઈ બસ સ્ટોપ પર ઊભી ઊભી રડતી હતી.
રાયન એ જઈ ને એને બાથ માં લીધી. એ બહું રડી રહી છે પણ કોઈ ને કઈ જ ખબર નહોતી પડતી કે શું થયી રહ્યું હતું, બધા ખાલી એના સામે જોઈ રહ્યા. ડ્રાઇવર પાણી લઈ ને આવ્યો એને પાણી આપ્યું. રાયન એ ભક્તિ ને પાણી પીવડાવ્યું. થોડી વાર એ શાંત થઈ. રાયન એ ભક્તિ ને ગાડી માં બેસાડી. રાયન ના મમ્મી પપ્પા દૂર ના સગા ના લગ્ન માં ગયા હતા. ચાર દિવસે પાછાં આવવાના હતા. તો ઘરે તો વાંધો નહોતો. રાયન એને ઘરે લઈ આવ્યો. ભક્તિ થોડી વાર માં સૂઈ ગયી. રાયન એ બધા ને સુવા જવા કીધું. બધા એ ના પડી પહેલા તો રાયન એ ફોર્સ કર્યો તો બધા ઘરે ગયા. રાયન ભક્તિ ના રૂમ ના સોફા માં સૂઈ ગયો. ભક્તિ સવારે ઉઠી પણ કઈ જ બોલી નથી એ ખાલી બેસી જ રહી. ઉઠી ને બ્રશ કરી ને નહીને બારી ની જોડે ખુરશી હતી ત્યાં એ બેસી ગયી અને ખાલી જોઈ રહી બહાર, રાયન એની જોડે ચ્હા નાસ્તો લઈ ને આવી એને ખવડાવનો પ્રયત્ન કર્યો પણ એને ના ખાધું એને થોડી વાતો કરવાનો પણ પ્રયતન કર્યો પણ એ કશું જ બોલ્યા ચાલ્યા વગર ખાલી બાર જોઈ રહી.
રાયન નો ફોન વાગ્યો. રાયન એ ફોન ઉપાડ્યા. સામે થી અવાજ આવ્યો: ઓહહો બેસ્ટી શું કરે છે?
રાયન એ અવાજ સંભાળતા રડવા લાગ્યો. સામે સેમ હતો. સેમ એ આશ્ચર્ય સાથે પુછ્યું: શું થયું રાયન?
સેમ એ ઉર્વશી સામે જોયું. ઉર્વશી સેમ જોડે આવી, સેમ એ ફોન ને સ્પીકર પર મૂક્યો. ઉર્વશી: રાયન બંધ થઈ જા બકા. તને શું થયું છે બોલ?
રાયન: મને તો કઈ નથી થયું. બકા પણ ભક્તિ બહુ રડે છે. કાલે રાત થી.
ઉર્વશી: રાયન અંકલ આંટી.
રાયન: મમ્મી પપ્પા નથી એ સગાં ને ત્યાં લગ્ન માં ગયા છે.
સેમ : બાકી ના મેમ્બર ને ખબર છે?
રાયન :હા, એ લોકો મારી જોડે જ હતા.મોડી રાત્રે મે એમને સુવા મોકલ્યા છે. ભગવાન નો આભાર છે કે મને તમારા જેવા ફ્રેન્ડ મળ્યા છે.
સેમ: રાયન તું ચિંતા ના કર થોડો સમય આપ. એનો મૂડ સારો થશે એટલે એ તને કહેશે.
રાયન: મને પણ એવી આશા છે.
થોડી વાત કરી ને ભક્તિ જોડે રહેવા માટે રાયન એ ફોન મૂકી દીધો.
સેમ મ્યુજિક પર કામ કરતો હતો. થોડા સમય પછી એને ચેન ના પડ્યો તો એ ઉર્વશી જોડે આવ્યો.
ઉર્વશી: શું થયું સેમ?
સેમ: હું એમ-લેન્ડ જવું ?
ઉર્વશી સમજી ગયી કે સેમ ને રાયન ની જોડે જવું છે કારણકે એ સમસ્યા માં છે અને એને મિત્ર ની જરૂર છે.
ઉર્વશી: સેમ હું પણ તારી જોડે આવું.
સેમ: ઉર્વશી તું તારા પરિવાર જોડે રહેવા માંગતી હતી ને?
ઉર્વશી: હા, બકા પણ ઘણો સમય તો થઈ ગયો છે અને બીજું એ કે અત્યારે મારા પરિવાર જોડે રહેવું એના કરતાં રાયન ને આપણી વધારે જરૂર છે માટે આપણે બંને જઈ યે.
સેમ માની ગયો.
ઉર્વશી એ ઘરે બધા ને વાત કરી. પપ્પા એ જરૂર તો આવવા કહ્યું. ઉર્વશી એ ના પડી એ લોકો એ પહેલી ફ્લાઇટ બૂક કરી ને જવા ની તૈયારી ચાલું કરી. ઉર્વશી એ ખુશી ને એની નવી કોલેજ માં તે બેસ્ટ ઓફ લુક કહ્યું બધા ને મળી ને નીકળી ગયા.
સેમ પણ થોડો ચિંતા માં હતો. સંતોષ પહેલે થી એરપોર્ટ આવી ગયો હતો. એ બંને ગાડી આ બેસી ને સીધા રાયન ના ઘરે ગયા.
રાયન એ બંને ને જોઈ ને શોક થઈ ગયો.
રાયન: અલા તમે બંને જણા અહિયાં?
સેમ: મને એવું થઈ કે તને મારી જરૂર હશે માટે હું આવી ગયો.
રાયન: thank you. તું આવ્યો તો.. ખરેખર મને પણ એવું હતું કે તું અહિયાં હોય તો સારું પણ તમારી રજા ને બગાડવા નહોતો માંગતો માટે હું કયી નથી બોલ્યો.
ઉર્વશી: ભક્તિ ક્યાં છે?
રાયન: ઉર્વશી એ ઉપર બેસી છે.
ઉર્વશી ઉપર જાય છે. એ કયી જ બોલતી નથી બસ ખાલી એ ભક્તિ ની જોડે જઈ ને બેસે છે, ભક્તિ એના ખભે માથું રાખી ને બહું જ રડે છે. ઉર્વશી એને કયી જ નથી કહેતી. થોડા સમય પછી એ બંધ થાય છે,
ઉર્વશી એને પાણી આપે છે. ભક્તિ પાણી પીવે છે. થોડી વાર પછી ભક્તિ એકદમ શાંત થઈ એટલે એને ખાવા વિષે પૂછ્યું એને હા પાડી. ઉર્વશી એને સેન્ડવિચ માટે પૂછ્યું એને હા પાડી. ઉર્વશી નીચે ગયી ત્યાં રાયન અને સેમ બંને જણા બેઠા હતા. એમને ઉર્વશી ને ભક્તિ વિષે પૂછ્યું.
ઉર્વશી: એ કશું બોલી નથી બહુ જ રડી છે. પણ એને પાણી પીધું છે મે એને સેન્ડવિચ માટે પુછ્યું તો એને હા પડી છે.
સેમ ઊભો થયો છે. એ ઉર્વશી જોડે રસોડા માં જાય છે. ઉર્વશી ને મદદ કરવા માટે. સેમ બધી સામગ્રી નીકળી ને આપે છે. એકદમ અચાનક એ ઉર્વશી ને કપાળે કિસ આપે છે. બોલ્યો : thank you , urvashi .
ઉર્વશી કયી પૂછતી નથી બસ ખાલી હસે છે. ઉર્વશી અને સેમ બંને સેન્ડવિચ થોડી વધારે બનાવે છે બધા ની માટે.
ઉર્વશી સેન્ડવિચ લઈ ને ભક્તિ જોડે જાય છે. એ થોડી ખાય છે પછી ઉર્વશી એને નીચે જવા માટે પૂછે છે.
ભક્તિ: ઉર્વશી સાચું કહું તો મને નથી ખબર કે હું ભાઈ ને કેવી રીતે સામે જવું. માટે હું નથી જતી.
ઉર્વશી: ચિંતા ના કર. એ તારા ભાઈઓ છે. એ લોકો તને બહુ જ પ્રેમ કરે છે. તને ખબર છે અમે હજી થોડા દિવસ રહી ને આવવાના હતા. પણ સેમ એ જ્યારે તારું સાંભળ્યુ તો એ ના રહી શક્યો અને એ બધુ છોડી ને તારી જોડે આવી ગયો માટે તું વિચાર કર તું કેટલી મહત્વની છુ એમના જીવન માં જ્યારે તું રડે છે તો એમના જીવ હાથ માં આવી જાય છે.
ભક્તિ સાંભળતી હતી .એને ઉર્વશી ના ખોળા માં સૂઈ ગયી. ઉર્વશી એના માંથા માં હાથ ફેરવતી હતી. થોડી વાર પછી એનો થોડો મૂડ સારો થયો હશે તો એને નીચે જવા કહ્યું. ઉર્વશી અને ભક્તિ બને આવ્યા. ઉર્વશી ઇશારા થી કહ્યું કે કઈ પણ પૂછતાં નહીં.
રાયને એને બાથ માં લીધી. પછી બધા ગાર્ડન માં ગયા. એટલા માં બાકી ના લોકો પણ આવી ગયા હતા. સેમ એ કશું બોલવાની ના પાડી. થોડી વાર માં જેકોબ વૉલીબૉલ લઈ ને આવ્યો. વિકી અને જેકોબ એ રમવાનું ચાલુ કર્યું. ધીમે ધીમે બધા જોડાયા. ભક્તિ ઉર્વશી ની બાજુ માં બેઠી હતી એને ઉર્વશી સામે જોયું.
ઉર્વશી: ભક્તિ જો તને મૂડ હોય તો તું પણ રમવા જ. મજા આવશે. તારો મૂડ પણ સારો થશે.
ભક્તિ ઊભી થઈ ને વિકી ની બાજુ માં ઊભી રહી ગયી. વિકી એ એને થોડી અંદર બોલાવી. ગેમ લગભગ એક કલાક ચાલી હશે. બધા ને મજા આવી. એમ પણ જ્યારે તમારો મૂડ ના સારો હોય ત્યારે આવી કોઈ ગેમ રમવા થી તમને સારું લાગે છે. ભક્તિ ના મૂડ માં પણ બહું મોટો બદલાવ આવ્યો. એ બહુ શાંતિ થી બેસી. જેક્સન એ બધા ને પાણી પૂછ્યું.
ભક્તિ : સોરી મારા માટે તમારે બધા ને તકલીફ ઉઠાવવી પાડી.
સેમ: (એના માથે હાથ ઉકતા) તું બરાબર છે એજ અમારા માટે બહુ છે. અમારે બીજું કયી નથી જોઈ તું .
ભક્તિ : મને હવે સારું છે. મારે તમને એક વાત કહેવાની છે.
ઉર્વશી: બોલ બકા.
ભક્તિ: ભાઈ. સોરી હું કોઈ ને પ્રેમ કરતી હતી.
રાયન: પ્રેમ કરવો એ ગુનો નથી?
ભક્તિ: ભાઈ હું એને કોલેજ માં મળી હતી. હું એના પ્રેમ માં પાડી એ મને પહેલા નહોતો પ્રેમ કરતો પછી એને મે એને મોંઘી ગિફ્ટ આપવાનું ચાલુ કર્યું. મે ક્યારેક તમારા પાકીટ માં થી પૈસા પણ કાઠ્યા હતા.
રાયન: મને ખબર છે પણ મને ખબર હતી કે તું એક દિવસ સામે થી કહીશ.
ભક્તિ: ભાઈ મે એને બહુ બધો પ્રેમ કર્યો હતો. પણ કાલે મે એને એક છોકરી સાથે જોયો. અને મને બીજી કયી જ ખબર ના પાડી તો મે તમને ફોને કર્યો.
રાયન: its ok બકા. તારો ભાઈ હમેશા તારા માટે તૈયાર જ છે તને જ્યારે પણ જરૂર પડે.
જેકસોન: તું કોઈ ને પણ કહી શકે છે. તને એવું લાગે કે તું રાયન ને નહીં કહી શકે તો તું મને પણ કહી શકે છે.
રાયન: અને જો તું અમને કોઈ ને પણ કહી શકે. એવું હોય તો હવે તું ઉર્વશી ને પણ કહી શકે છે
ભક્તિ : હા ભાઈ. હવે ક્યારે પણ તમારા થી નહીં છુપાવું
વિકી: good girl.
ભક્તિ: હવે મને સારું લાગે છે.
જેકોબ: પાગલ એટલુ બધી ચિંતા નહીં કરવાની.
જેકસોન: મને ભૂખ લાગે છે કોઈ ખાવાનું આપો?
ઉર્વશી: જેકસોન બનાવવું પડશે,
જેકોબ: ચાલો આપણે બધા જોડે કાયિક બનાવી એ.
ચાલો જેકોબ ભક્તિ ને નવરાત્રિ માં મુંબઈ થી ગાડી આવી એવું રમી એ એ રીતે એ લઈ ને જાય છે. બધા એ લોકો ને વારાફરથી જોડાય છે.
બધા જમવા નું બનાવે છે જમી ને મૂવી જોવા બેસે છે. મૂવી જોતાં જોતાં ભક્તિ સોફા પર સૂઈ જાય છે. એ જોઈ ને બધા ધીમે ધીમે નિકળે છે અવાજ કર્યા વગર.
સેમ અને ઉર્વશી ઘરે પહોચ્યા. એમની બેગ નીકળી એટલા માં રામ આવ્યો એને બેગ લીધી.
રામ : જય શ્રી કૃષ્ણ.
ઉર્વશી : જય શું કૃષ્ણ રામ. એક કામ કર મારી ગ્રીન ટી બનાવી દે
રામ: અને સર માટે?
ઉર્વશી: એને જ પૂછી લે હું મમ્મી ને ફોન કરી લવ ત્યાં સુધી.
ઉર્વશી એ એની મમ્મી ને ફોન કર્યો.
મમ્મી: કેમ છે?
ઉર્વશી: મમ્મી અહિયાં તો બધી ઓક છે. થોડી પ્રોબ્લેમ છે પણ એટલી બધી પ્રોબ્લેમ નથી. તો તું ચિંતા ના કર પણ મને થાક લાગ્યો છે તો હું ફોન મૂકું છુ મોડા કરું તને.
મમ્મી: હાં ઉર્વશી શાંતિ થી આરામ કરજે ધ્યાન રાખજે
ઉર્વશી: હાં મમ્મી.
ઉર્વશી ફોન મૂકે છે. મિસીસ મારિયા ને કરે છે.
મિસીસ મારિયા: ઉર્વશી કેમ છે? ઘરે બધા કેમ છે?
ઉર્વશી: હું મજા માં છુ ઘરે બધા પણ મજા માં છે.
મિસીસ મારિયા: તારી મમ્મી હોય તો આપ.
ઉર્વશી: સોરી મિસીસ. મારિયા પણ અમે એમ-લેન્ડ આવી ગયા.
મિસીસ મારિયા: કેમ આટલું જલ્દી? તમારું આવવાનું તો થોડા દિવસ પછી હતું ને?
ઉર્વશી: હા. મિસીસ મારિયા ચિંતા ના કરો બધુ બરાબર છે. બસ ખાલી સેમ ના સિડ્યુલ માં બદલાવ આવ્યો માટે અમારે જલ્દી આવવું પડ્યું.
મમ્મી: તો બરાબર મને એમ કે કોઈ સમસ્યા થઇ માટે તમે લોકો જલ્દી આવી ગયા.
ઉર્વશી :ના મિસીસ. મારિયા એવી કોઈ વાત નથી બસ થોડું સેમ ના લીધે આવવું પડ્યું. સેમ તો રોકવવાનું કહેતો હતો પણ મે એને ના પાડી. ત્યાં બધા કેમ છે દાદી ની તબિયત કેમ છે?
મિસીસ મારિયા: (થોડું હસે છે) તને દાદી ની ચિંતા છે અને એ તને હેરાન કરવા ના બધા જ નુસખા અપનાવે છે.
ઉર્વશી: કઈ નહીં મિસીસ મારિયા બધુ ચાલે જાય છે. સેમ ને અને તમને લોકો ને મારા પર વિશ્વાસ છે એટલુ જ મારા માટે બહુ છે.
મિસીસ મારિયા: તું પણ કાલ થી જોબ ચાલુ કરી દઇશ?
ઉર્વશી:હા. મિસીસ મારિયા કદાચ તો હું કાલ થી જ કરી દઇશ. જો કદાચ કાલે થાક જેવુ લાગશે તો કે એવું કઈ હશે તો પરમ દિવસ થી કરીશ.
મિસીસ મારિયા : સેમ કેમ છે?
ઉર્વશી: મમ્મી સેમ મજા માં છે. એ નહાવા ગયો છે. એ કાલ થી જવાનો છે તો આજે વહેલા સૂઈ જશે.
મમ્મી: કયી નહીં તમે સૂઈ જાવ તો થાક ઉતરે અને સેમ ને મારા યાદ આપજે.
ઉર્વશી: હા મમ્મી. હું એને કહીશ એ કાલે તમને ફોન કરશે.
ગૂડ નાઇટ બધા ને મારી યાદ આપજો.
મિસીસ મારિયા: ગૂડ નાઇટ.
ઉર્વશી એ ફોન મૂકી ને કઈક વિચાર માં પડે છે. ત્યાં સેમ બે ગ્રીન-ટી ના કપ લઈ ને આવે છે. ટેબલ પર મૂકે છે. એના અવાજ થી ઉર્વશી ચમકી જાય છે.
સેમ: આટલું ઊંડું શું વિચારે છે?
ઉર્વશી: કઈ નહીં સેમ. મે મિસીસ મારિયા જોડે વાત કરી.
સેમ : કેમ?
ઉર્વશી(સેમ ના ગાલ ખેચતા) : એમ જ ખાલી.
સેમ: શું કહેતા હતા મમ્મી?
ઉર્વશી: કયી નહીં બસ એમ જ રોજીંદી વાતો.એ તને યાદ કરતાં હતા તું કાલે એમને ફોન કરી લેજે.
સેમ: હા. હું એમને કાલે સમય મળે એટલે ફોન કરીશ.
ઉર્વશી સેમ ના ખભે માથું મૂકી છે. સેમ ઉર્વશી ના માથે હાથ ફેરવે છે.
સેમ:બહું થાક ભર્યો દિવસ હતો ને?
ઉર્વશી: હા. સેમ પણ પ્રોબ્લેમ હતી તો એની આગળ શું થાક તો શું છે?
સેમ: હમમમમ, એ પણ છે. સોરી ઉર્વશી તને પણ મારી જોડે આવવું પડ્યું.
ઉર્વશી: સેમ તે તો મને ના જ પાડી હતી ને હું તારી જોડે આવી છું કારણકે મારે તારી જોડે હમેંશા રહેવું છે. ભલે એ ગમે તે પરિસ્થિતી હોય.
સેમ ઉર્વશી ની સામે જોવે છે. એની ટેવ મુજબ એ નાની એવી સ્માઇલ આપે છે. બંને જણા શાંતિ થી રાત ને નિહાળતા નિહાળતા ગ્રીન ટી પીવે છે. એ બીજું કયી જ નથી બોલતા.
થોડીવાર પછી એ લોકો સૂઈ જાય છે. બંને સવારે એકદમ સ્ફૃતી માં ઊઠે છે. ઉર્વશી ઉઠી ને મંદિર માં પૂજા કરવા ગયી. સેમ નીચે આવી ને હનુમાન ચાલીસા કરે છે. રામ સવાર ના નાસ્તા ની તૈયારી કરે છે.
રામ એ નાસ્તો બનાવી ને ટેબલ પર મૂક્યો. ઉર્વશી નીચે આવી. સેમ એ આરતી લીધી અને એને બ્રેડ માં બટ્ટર લગાવવાનું ચાલુ કર્યું. ઉર્વશી પણ આવી ને બેસી ગયી. એને ચ્હા કપ માં કાઠી. ઉર્વશી અને સેમ બ્રેકફાસ્ટ કરતાં હતા. ત્યાં રાયન નો ફોન આવ્યો .
સેમ: રાયન કેમ છે?
રાયન: આજે સારું છે. ભક્તિ પણ થોડી વાર પહેલા જ ઉઠી છે. આજે એ ને સારું છે. હું પણ સૂઈ ગયો હતો તો આજે સારું લાગે છે. બસ હમણાં થોડી વાર માં તૈયાર થયી ને હું જેવીએમ જવા નિકળું છુ.
સેમ: ok તો હું પણ લગભગ તૈયાર છુ. બસ નાસ્તો કરી ને નિકળું છુ.
ઉર્વશી સેમ ને પેનકેક આપવાનું કહે છે.
રાયન : ઉર્વશી પણ ત્યાંજ છે.
સેમ: હા એ પણ અહિયાં જ છે.
રાયન: એને મારા તરફ થી આભાર કહેજે.
ઉર્વશી સાંભળી ગયી.
ઉર્વશી:અલા માર ખાઈશ તું.
રાયન: સારું ચલ તમે લોકો પતાવી ને આવો. મળીએ પછી
ઉર્વશી અને સેમ બને જણા બોલ્યા: bye’
ઉર્વશી અને સેમ જોબ જવા માટે તૈયાર થયા. ઉર્વશી એ આજે મસ્ત પ્રોફેસનલ ડ્રેસ પહેર્યો હતો. એને જોઈ ને સેમ થોડી વાર જોતો જ રહી ગયો.
ઉર્વશી એની અવગણના કરી ને કાર તરફ જતી રહી. સેમ એને જોતો રહ્યો પછાળ થી. ઉર્વશી મન માં ને મન માં મલકાતી હતી. કારણકે એને ખબર હતી કે સેમ હજી પણ એને જોવે છે.
સેમ એ સંતોષ ને ના પડી કે આજે એને ડ્રાઇવ કરવાની જરૂર નથી આજે સેમ જાતે ગાડી ચલાવશે.
ઉર્વશી રોજ પ્રમાણે પછાડ ની સીટ માં બેઠી.
સેમ આવી ને ડ્રાઇવર ની સીટ માં બેઠો. રિયર વ્યૂ માંથી જોઈ ને બોલ્યો.
સેમ: ઓ.... મેડમ આગળ આવો.
ઉર્વશી મોબાઇલ માં ધ્યાન હતું તો એને ખબર નહોતી કે ક્યારે સેમ આવ્યો.
ઉર્વશી: કેમ સંતોષ નથી ?
સેમ: છે પણ આજે હું ડ્રાઇવ કરીશ.
ઉર્વશી આગળ આવતા બોલે છે. કેમ કયી ખુશી માં આજે તમે ડ્રાઇવ કરશો?
સેમ: બસ આજે મને મૂડ થયો છે કે આજે મારા જાતે ડ્રાઇવ કરી ને તને ઓફિસ લઈ જવું.
ઉર્વશી થોડા આશ્ચર્ય વાળા હાવભાવ આપે છે.
ઓહ એવું.
સેમ: હમમ ... એવું.
સેમ એમનું મનપસંદ ગીતો નું કલેક્શન વગાડે છે. બંને જણા શાંતિ થી રોડ ને એન્જોય કરતાં જતાં હતા. રસ્તા માં એક ફૂલો ની દુકાન આવે છે તો સેમ ત્યાં ઊભી રાખી ગાડી. ઉર્વશી એ સેમ ને પુછ્યું કે શું થયું?
સેમ: કઈ નહીં તું બસ બેસ હું આવું હમણાં.
થોડી વાર માં સેમ આવ્યો એના હતા માં એક બૂકે હતું એમાં અલગ અલગ મસ્ત ફૂલો હતા ઉર્વશી જોઈ ને ખુશ થયી ગયી. એને ફૂલો ની સુંગધ લીધી એને બહુ મજા આવી. સેમ ગાડી માં બેઠો અને એને ઉર્વશી ને એક ચોકલેટ પણ આપી. ઉર્વશી જોઈ ને નાના છોકરા ની જેમ ખુશ થયી ગયી. ઉર્વશી ની ખુશી જોઈ ને સેમ ને ખુશી થયી.
ઉર્વશી ને મજા આવી ગયી. ઓફિસ પહોંચી ને સેમ રિહર્સલ રૂમ માં ગયો. ઉર્વશી એના કૅબિન માં ગયી એને પ્યૂન જોડે એક વાસ મંગાવ્યો. એમાં ફૂલો મૂક્યા. રાયન ત્યાં થી પસાર થતો હતો ઉર્વશી ને કૅબિન માં જોઈ ને એ એને મળવા માટે આવ્યો . રાયન: ઉર્વશી શું ચાલે છે?
રાયન ને નોર્મલ જોઈ ને ઉર્વશી ને શાંતિ મળે છે.
ઉર્વશી: કઈ નહીં. બસ એક કામ કાજ ને જેકમેન ના રિપોર્ટ.
રાયન: ઓહહ તો બિઝનેસ ઓનર રિપોર્ટ પણ આપે છે?
ઉર્વશી: હા ભાઈ એતો આપવા પડે ને .. respect the chanel.
રાયન: એ પણ બરાબર છે.
એ બંને વાત કરતાં હતા. ત્યાં જેકોબ પણ આવે છે. એની નજર વાસ પર પડે છે.
જેકોબ: ઉર્વશી આ ફૂલો મસ્ત છે .
ઉર્વશી: મને પણ બહુ ગમ્યા.
જેકોબ: કોને આપ્યા?
ઉર્વશી: કોણ આપે લા? સેમ એ આપ્યા.
જેકોબ: વાહ સેમ દિવસ જાય એમ બદલાતો જાય છે.
ઉર્વશી: સંગત ની અસર છે.
બધા હસે છે.
ઉર્વશી: રાયન ભક્તિ નું તે શું વિચાર્યું? તે એને એકલી મૂકી ને આવી ગયો.
રાયન: હું પણ તને એની વાત કરવાનો હતો કે એ છોકરા ને એમ જ તો ના જવા દેવાય. અને ભક્તિ ઘરે એકલી રહેવનું તો આજે મમ્મી પપ્પા બપોરે આવી જશે માટે વાંધો નહીં આવે.
ઉર્વશી : હમણાં આપણે લંચ માં ભેગા થયી એ પછી ચર્ચા કરીયે કે શું કરવું??
રાયન: ઓક ઉર્વશી તું કામ કર અમે જઈ યે કારણ કે અમારે રિહર્સલ પણ જરૂરી છે આજે.
બંને જણા ઉર્વશી ને bye કહી ને જાય છે. ઉર્વશી એના કામ માં લાગી જાય છે. એ કામ કરતાં કરતાં કંટાળે છે તો એ કોફી મંગાવે છે. પ્યૂન કોફી લઈ ને આવે છે પણ એને કોફી માં મજા નથી આવતી તો એ કોફી બદલવા જાય છે. ત્યાં કોફી બનાવતી હતી ત્યાં એને એક સૂટ પહેરેલો પુરુષ દેખાય છે. એ ખુશ થયી ગયી અને એને આવકારો આપ્યો.
ઉર્વશી: વેલકમ મિસ્ટર. હેરી તમે અહિયાં કેવી રીતે?
મિસ્ટર હેરી: ઉર્વશી તું અહિયાં ક્યાથી?
ઉર્વશી: મે થોડા પર્સનલ બાબત ના કારણે થી યુરોપ છોડી અને હું અહિયાં આવી ગયી.
મિસ્ટર હેરી. : ઉર્વશી મારા માર્કેટિંગ મેનેજર એ જાહેરાત માટે ચહેરો જોઈ તો હતો તો એમને અમને બેન્ડ નું સૂચન કર્યું પણ અમારું આ પહેલું મોટું કેમ્પેન છે માટે હું એમને રૂબરૂ મળવા માંગતો હતો જેથી મને સંતોષ થાય.
ઉર્વશી: ચિંતા ના કરો મિસ્ટર હેરી મને તમારા કામ કરવાની ઠબ ખબર છે તો હું તમને સમજી શકું છુ.
મિસ્ટર હેરી: હા એ પણ છે.
ઉર્વશી: મિસ્ટર હેરી હું તમને જેકમેન ના રૂમ માં લઈ જવું ચાલો.
ઉર્વશી મિસ્ટર હેરી અને એના અસિસ્ટેંટ ને લઈ ને જાય છે. જેકમેન એમને વેલકમ કરે છે. ઉર્વશી ત્યાં થી નીકળી જાય છે, જેકમેન એમને કોફી વિષે પૂછે છે. કોફી ઓર્ડર કરે છે. એ બંને જણા વાતો કરતાં હતા ત્યારે વાત માંથી વાત નીકળે છે અને મિસ્ટર હેરી એવું કહે છે કે એ ઉર્વશી ને ઓળખે છે. જેકમેન ઉર્વશી ને બોલવે છે. જેકમેન ને ઉર્વશી ને પણ મીટિંગ માં જોડાવવા કહ્યું. એ લોકો જોડે લાંબી ચર્ચા પછી વિકી ને જાહેરાત નો ચહેરો બનાવવાનું નક્કી કર્યું. જેના થી વિકી ની આવક માં પણ ઘણો ફાયદો થયો છે. જેકમેન લીગલ ટિમ માંથી કોઈ ને બોલવાની ને કોન્ટ્રાક્ટ બનાવી ને વાંચી ને સહમતી આપે છે. વિકી પણ હસ્તાક્ષર કરે છે.
ઉર્વશી વિકી ના મેનેજર ને વિકી ના સિડ્યુલ માં આવેલા બાદલાવ ને કહે છે.
ઉર્વશી આ બધુ પતાવી ને રૂમ માં ગઈ અત્યારે એનો મૂડ સારો નહોતો માટે એ કામે લાગી ગયી. એને રાયન ને બોલવ્યો બંને જણા એ આજે બધા ને જોડે ડિનર માટે જવાનું નક્કી કર્યું.
રાતે બધા ભેગા થયા. ભક્તિ ને એની રાય પૂછી કે એ શું વિચારે છે હમણાં એની જોડે જે થયું એના વિષે અને એ શું કરવા માંગે છે?
તો એને કહ્યું કે એને સબક શીખવાડવો છે પણ કોઈ ને ખબર ના પડે એ રીતે.
તો ઉર્વશી એ ભક્તિ ને કહ્યું કે તો તું કામ પર ધ્યાન રાખ. તારા જીવન માં એટલી આગળ વધ કે એને જોઈ ને જ બળશે. તને જે ગમે છે એ તું કર. અમે બધા તારી જોડે છીએ અમે બધા તને હેલ્પ કરીશું.
બધા આ વાત સાથે સહમત થયા. ભક્તિ બોલી કે મને કપડાં નો ધંધો કરવો છે. તો ઉર્વશી એ કહ્યું કે આ માં તો મારો અનુભવ પણ છે. રાયન એના માટે પૈસા નું રોકાણ કરવા માટે તૈયાર થયો. જેકોબ ના પપ્પા બિલ્ડર હતા તો એને એમને ફોન કર્યો તો એમને જગ્યા નું ગોઠવી આપ્યું. વિકી નો મિત્ર જોડે ઘણા બધા સારા કૉન્ટૅક્ટ હતા માટે એને કર્મચારીઓ નું ગોઠવી આપવાનું કીધું. બાકી ના લોકો એ પોતપોતાના કામ વહેચી લીધા.
ભક્તિ રડવા જેવી થયી ગયી. રાયન બોલ્યો: કેમ રડે છે?
ભક્તિ: આભાર. તમે બધા કેટલી મદદ કરો છો મારી. મને એ દિવસે તો ખબર જ નહોતી પડતી કે મારે શું કરવું હવે. એ રાતે મને એવું થતું હતું કે હું કોઈ પણ બસ માં બેસી જવું અને કોઈ પણ જગ્યા એ ઉતરી જવું પણ અચાનક મારો હાથ અડયો અને મારા મોબાઇલ ની ડિસ્પ્લે ખૂલી જોયું તો ભાઈ નો ફોટો હતો તો મારા થી ના રહેવાયું અને મે એને ફોન કર્યો.
રાયન: હું તારી જોડે હમેશા છું. તને કયી પણ કહેવું હોય એ તું ખુલા મને બોલી શકે છે.
ભક્તિ હા હવે તો મને ડર પણ નથી લાગતો. હું તને બધુ કહી શકું છુ. હવે તો મારી એક મિત્ર પણ છે ને ઉર્વશી..
ઉર્વશી: ગમે ત્યારે બકા .
એટલા માં જમવાનું આવે છે. ભક્તિ બધા ને આપે છે સેમ કોક નિકાળે છે બધા મસ્તી કરતાં કરતાં જમે છે. પછી બધા ત્યાં થી છૂટા પડે છે.
રાયન અને એની બહેન બંને ઘરે જઈ ને નવા દુકાન ની વાત કરે છે. એ લોકો ખુશ થયી જાય છે. પણ એ લોકો માગણી કરી કે કોઈ એની સાથે રહે ભક્તિ એકલી ના કરે આ કામ.
તો ભક્તિ બોલી કે ઉર્વશી ને આનો અનુભવ છે અને મારી બેસ્ટ મિત્ર પણ છે અને મને ખબર છે કે તમને કોઈ વાંધો નહીં હોય જો હું એને રાખીશ તો.
રાયન: આમ તો એ સારું છે પણ ઉર્વશી ને સમય મળશે આ બધા માંથી.
રાયન: ખબર નથી કારણકે હવે એ જેવીએમ નું ઇન્ટરનેશનલ ની સાથે ડોમેસ્ટિક પણ સાંભળે છે તો
ભક્તિ: ભાઈ તું વાત કરજે ને તું કહીશ તો એ ના નહીં પાડે. કારણકે એ તારી સારી મિત્ર પણ છે. અને આજે સાંજે આપણે વાત થયી ત્યારે પણ એની વાત પર થી તો એવું લાગ્યું કે મને એ મદદ કરશે.
રાયન: હા એતો છે તો પણ હું એક વાર એને ફાઇનલ વાળું પૂછી લઇશ.
૧૧.
સેમ અને ઉર્વશી ઘરે પહોચ્યા. સેમ નહાવા માટે ગયો.ઉર્વશી એ ઘર ના નાના મોટા કામ પતાવ્યા.
સેમ ફ્રેશ થયી ને આવ્યો ત્યારે ઉર્વશી ઝાડવા ને પાણી આપતી હતી. સેમ ને પણ ઈચ્છા થયી તો એ પણ જોડાયો. સેમ એ થોડા સુકાઈ ગયેલા ફૂલ પણ તોડ્યા. અચાનક એને કઈક યાદ આવ્યું તો એને પ્રથમ ને ફોન કર્યો.
પ્રથમ: હા બોલો જીજાજી.
સેમ: ઓ ભાઈ આપણે સેમ જ બરાબર છે જીજાજી માં મને અજીબ લાગે છે.
પ્રથમ: બોલો બોલો કેમ છો?
સેમ: હું મજા માં છુ. ઉર્વશી પણ મજા માં છે. અહિયાં બધુ સારું છે. તું કે કેવું ચાલે છે? શું કરે ઘરે બધા?
પ્રથમ: અમે બધા મજા માં છીએ.મમ્મી અને માસી બને જણા જમવા નું બનાવે છે. ખુશી એની મિત્ર ની જોડે ખરીદી માટે ગયી છે. પપ્પા અને કાકા હજી નથી આવ્યા. આર્યન ભણે છે.
સેમ: ઓક મમ્મી શું બનવે છે?
પ્રથમ: બ્રેડ પકોડા.
સેમ: મને પણ ખાવા છે.
પ્રથમ: હાલ તો મમ્મી ના હાથ ના નહીં મળે એની બીજી કાર્બન કોપી તમારી જોડે છે એને કહો.
સેમ: હમમ.એવું કાયિક કરવું પડશે. હમણાં ઉર્વશી આવે એટલે હું એમને કહું
પ્રથમ: એ ક્યાં ગયી છે?
સેમ: એ હાલ જ નાહવા ગઈ છે. મને એક વિચાર આવ્યો હતો માટે મે તને કોલ કર્યો.
પ્રથમ: શું?
સેમ: તારી જોડે પૂરા પરિવાર નો ફોટો હોય તો મોકલ ને. હું સામે ની દીવાલે લગાવીશ. મારા પરિવાર ના ફોટો ની બાજુ માં. કારણકે આ ઘર જેટલું મારૂ છે એના કરતાં ઉર્વશી નું વધારે છે.
પ્રથમ: સારું હું ચેક કરી ને મોકલું છુ.
સેમ: ok ચલ bye
પ્રથમ: bye.
સેમ ટીવી જોવે છે. ઉર્વશી થોડી વાર માં આવે છે એ બંને માટે ગ્રીન ટી બનાવી ને આવે છે. સેમ ગાર્ડન માં જવાનું કહે છે. એ બંને કપ લઈ ને આવે છે.
ઉર્વશી અને સેમ થોડી વાર શાંતિ થી ગાર્ડન માં બેસે છે. ઉર્વશી અને સેમ ની વચ્ચે કોઈ વાત નથી થતી એ લોકો શાંતિ થી બસ એક ખુશનમાં સાંજ ની મજા લે છે. અને એક બીજા ના સાથ નો અનુભવ કરે છે. સુરજ ઢળે છે હવે ધીમે ધીમે સંધ્યા ખીલે છે. ઉર્વશી ને થોડી ઠંડી લાગે છે સેમ એ જોવે છે અને ઉર્વશી ને અંદર જવાનું કહે છે.
ઉર્વશી રસોડા માં જાય છે, સેમ ગીતો ચાલુ કરે છે. ધીમી લાઇટ ચાલુ કરે છે. ઉર્વશી જોડે રસોડા માં આવે છે. ઉર્વશી તું શું જમવાનું બનાવે છે?
ઉર્વશી:હજી તો વિચારું છુ કે શું બનવું?
સેમ: તું હવે બ્રેડ પકોડા બનાવી શકે?
ઉર્વશી: કેમ નહીં. એમાં એટલી વાર નહીં લાગે.
સેમ: તો બનાવને.
ઉર્વશી: એ બધુ તો બરાબર પણ તને કેમ અચાનક આજે બ્રેડ પકોડા યાદ આવ્યા?
સેમ: મમ્મી એ બનાવ્યા માટે
ઉર્વશી: (આશ્ચર્ય થી)મમ્મી એ બનાવ્યા?
સેમ: હા. મને પ્રથમે કહ્યું.
ઉર્વશી : ઓહ એ મમ્મી એ.
સેમ : યા
ઉર્વશી બટેકા નીકળે છે એક બાજુ કૂકર ને ગૅસ પર મૂકે છે સેમ રસોડા ની ખુરસી પર બેસે છે ઉર્વશી ની જોડે વાતો કરે છે.
ઉર્વશી: સેમ તો પ્રથમ ને ક્યારે અત્યારે ફોન કર્યો?
સેમ: હા મારે થોડું કામ હતું માટે મે એને ફોન કરેલો.
ઉર્વશી:ok. એટલુ બોલી ને એ એના કામ માં લાગી ગયી સેમ એના મોબાઇલ માં મેસેજ ના જવાબો આપતો હતો અને એ સમાચાર વાચી રહ્યો હતો. ઉર્વશી નું લગભગ પતી જાય છે
ઉર્વશી સેમ ને રસોડા ની લાઇટ બંધ કરી ને હોલ ની લાઇટ ચાલુ કરવા કહે છે.
સેમ: ઉર્વશી એક કામ કરીએ આપણે અહિયાં જ બેસી જઈ યે. આમ પણ અહિયાં ચોખ્ખું છે.
ઉર્વશી: કેમ તારે ઊભા ના થવું પડે માટે?
સેમ: હા યાર ચલ ને ઉર્વશી તું અહિયાં જ બેસી જા.
ઉર્વશી: ok.ok. હું ડિશ તૈયાર કરી ને આવું છુ.
ઉર્વશી બંને ની ડિશ તૈયાર કરી ને પછી સેમ ની બાજુ માં બેઠી. એને મમ્મી ને ફોન લગાવ્યો.
ઉર્વશી: શું કરે મમ્મી?
મમ્મી: કયી નહીં હવે જમી ને ફ્રી થયા.
ઉર્વશી: હું હવે જમવા બેઠી છુ. આજે મે પણ બ્રેડ પકોડા બનાવ્યા.
મમ્મી: મે પણ આજે બનાવ્યા હતા.
ઉર્વશી: આજે સેમ ની પ્રથમ જોડે વાત થયી હશે તો એને કીધું હશે કે તે આજે બનાવ્યા માટે સેમે મારી જોડે બનાવડયા.
મમ્મી: બરાબર.
બીજી થોડી વાતો કરી ને ફોન મૂકી દીધો. સેમ ઉર્વશી ની રાહ જોઈ ને બેઠો હતો.
ઉર્વશી: શું થયું? કેમ તું જમવા નથી બેઠો?
સેમ: તારી રાહ જોઈ ને બેઠો હતો.
ઉર્વશી: ok. ચાખી ને કહે કેવા લાગ્યા.?
સેમ: હા પાકકું.
સેમ એ ટેસ્ટ કર્યા એને બહુ ભાવ્યા. ઉર્વશી અને સેમ બને જણા જમી લીધું ઉર્વશી એ રસોડુ ચોખ્ખું કરી દીધું. ઉર્વશી વાંચન રૂમ માં ગયી અને સેમ એના સ્ટુડિયો માં ગયો.
લગભગ દસ વાગે બંને જણા સુવા ગયા. બીજા દિવસે સવાર માં બંને જણા કામે ગયા.
ઉર્વશી અને સેમ બને જેવીએમ પહોંચ્યા. ત્યાં લગભગ બધા જણા આવી ગયા હતા. વિકી બ્રેકફાસ્ટ કરવાની ની ઈચ્છા થયી તો બધા જોડે કાફે માં ગયા. ઉર્વશી ને જેકમેન જોડે મીટિંગ હતી માટે એ નથી ગયી.
રાયન અને સેમ બને જણા પછાડ હતા. સેમ: રાયન, તે ઘરે વાત કરી દુકાન ની?
રાયન:હા. અમે તારે ઘરે વાત કરી છે. મમ્મી પપ્પા એ હા પાડી છે.
સેમ: સરસ લે. ચાલો હવે એનું મન બીજે પોરવાયેલું રહેશે.
રાયન: અરે હા મારે તને એક વાત કહેવાની છે.
સેમ: બોલ.
રાયન: આમ તો ઉર્વશી ને થોડી થોડી ખબર છે. પણ મને નથી ખબર કે એ હા પડશે કે ના....
સેમ(થોડા ગુસ્સે થી): બોલ ને હવે.
રાયન: સેમ જો ઉર્વશી ભક્તિ ને હેલ્પ કરે તો?
સેમ: મને કોઈ પ્રોબ્લેમ નથી. જો ઉર્વશી ને કરવું હોય તો એ કરી શકે છે. તું એક કામ કર એને જ પૂછી લે.
રાયન: ok આભાર.
સેમ: લે એમાં શું ?આપણે એક પરિવાર છીએ. તો એમાં એક બીજા ને મદદ કરવા માં કોઈ સમસ્યા ના હોય.
બધા લોકો બ્રેકફાસ્ટ માટે ભેગા થયા.
નોકર એ પીરસ્યું. બધા શાંતિ થી વાતો કરતાં કરતાં બ્રેકફાસ્ટ કર્યો. ઉર્વશી કોફી લેવા આવી એજ સમયે રાયન પણ આવ્યો. એને ઉર્વશી ને ધીમે થી કહ્યું કે ઉર્વશી મારે તારી જોડે વાત કરવી છે.
ઉર્વશી:ok હું આ કોફી લઈ ને જેકમેન જોડે મીટિંગ માં જવું છુ લગભગ અડધો કલાક માં પતિ જશે પછી તું આવી જજે. બપોર સુધી પછી કયી જ કામ નથી.
રાયન.: ok ઉર્વશી.
રાયન ફ્રી થયી ને ઉર્વશી ના કેબિન માં જાય છે. રાયન ઉર્વશી ને ભક્તિ ની માંગ ની વાત કરે છે. ઉર્વશી એ હા પડી.
રાયન: ઉર્વશી તને જો થોડી પણ તકલીફ પડે તો તું ના પડી શકે છે.
ઉર્વશી: અરે રાયન વાંધો નથી. હું કરી લઇશ અને જો કોઈ ભવિષ્ય માં કોઈ એવું લાગશે તો હું તને કહી દઇશ.
રાયન: આભાર.
રાયન ચિંતા મુક્ત થયી ને ત્યાં થી નીકળ્યો. ઉર્વશી એની મીટિંગ અને બીજા કામ પતાવીને નવરી થયી ગયી અને એ સેમ ના રિહર્સલ રૂમ માં ગયી. સેમ ને અડધો કલાક ની વાર હતી. ઉર્વશી એ બહાર હોલ માં રાહ જોવાનું વિચાર્યું.
ઉર્વશી બેઠી હતી અને એને મિસીસ મારિયા ને ફોન કર્યો .
મિસીસ મારિયા: હેલ્લો ઉર્વશી.
ઉર્વશી: હેલ્લો કેમ છો? ઘરે બધા કેમ છે?
મિસીસ મારિયા: ઘરે બધા મજા માં છે તું કહે તમારે કેવું ચાલે છે?
ઉર્વશી: અહિયાં પણ બસ એજ નોર્મલ રૂટીન ચાલે જાય છે
મિસીસ મારિયા: તમારી બહુ યાદ આવે છે. આમ પણ આપણે હમેંશા ત્યાં જ મળ્યા છીએ તે આ ઘર નથી જોયું તો એક કામ કર તમે બંને જણા આવો તમને જ્યારે સમય મળે ત્યારે.
ઉર્વશી: મિસીસ મારિયા. હું સેમ જોડે વાત કરી જોવું જો એને આ રવિવારે રજા હશે તો અમે આ રવિવારે આવીએ.
મિસીસ મારિયા: ઠીક છે તો તું આવ હું મસ્ત જમવાનું બનાવીશ.
ઉર્વશી: હા મિસીસ મારિયા. સેમ ની મનપસંદ વાનગીઓ બનાવજો કારણકે હું તો અહિયાં નથી બનાવી શક્તિ. પણ એને ક્યારે ફરિયાદ નથી કરી.
મિસીસ મારિયા: એમ તો ડાહ્યો છે મારો છોકરો.
ઉર્વશી: હા, મિસીસ મારિયા. મને ખબર છે(બને જણા ખડખડાટ હસે છે)
થોડી વાર રહી ને ઉર્વશી બોલી. હા પણ એક વાત તો કે એની કોઈ વસ્તુ માં માથાકૂટ નથી. અને એ ગમે તેટલો થાકેલો હોય પણ એ રોજ રાતે નદીકીનારે લઈ જવાનું ચૂકતો નથી.
મિસીસ મારિયા: પણ એના સામે એટલો પ્રેમ પણ તો મળે છે. સેમ ની કોઈ જ માથાકૂટ નથી. એટલા માટે કે એને તે વિશ્વાસ અપાવ્યો છે કે ગમે તે થાય હમેંશા એની જોડે રહીશ માટે એને એક સંતોષ છે એના કારણે એ તારી જોડે આવી રીતે રહે છે.
ઉર્વશી એક વાત કહું?
ઉર્વશી : હા, બોલો મિસીસ મારિયા
મિસીસ મારિયા: હવે તમે લોકો પ્રોફેસનલ ની સાથે પર્સનલ લાઇફ ને પણ બેલેન્સ કરો. હવે તમે એટલુ તો કમાઈ લીધું છે કે તમે તમારા પરિવારિક જીવન પર થોડો સમય વધારે નીકળી શકો.
ઉર્વશી: (વાત ને અડધે થી કાપે છે.) ઓક મિસીસ મારિયા...
મિસીસ મારિયા ને લાગે છે કે એમને આ વાત ને આગળ ના કરવી જોઈ યે માટે એ બંધ થયી જાય છે.બીજી થોડી વાતો કરી ને ફોન મૂકે છે પણ એ થોડા વિચાર માં પડી જાય છે.
ઉર્વશી ફોન મૂકે છે એ પણ કાયિક વિચાર માં ખોવાઈ જાય છે. સેમ આવે છે ઉર્વશી નું ધ્યાન નથી હોતું. સેમ ઉર્વશી ના મોટા સામે ચપટી વગાડે છે. ઉર્વશી ચમકી ગયી.
સેમ: ઉર્વશી કઈ વાત માં ખોવાઈ છે?
ઉર્વશી: કઈ નહીં. ચલ આપણે જઈ યે.
સેમ અને ઉર્વશી બંને નીકળે છે. રોજ ના જેમ સેમ એ બારી નીચી રાખી હતી અને એ ગીતો વગાડતો હતો. સેમ અચાનક બોલ્યો:ઉર્વશી રામે જમવાનું બનાવ્યું હશે?
ઉર્વશી: ના સેમ હજી તો એને ચાલુ નહીં કર્યું હોય કેમ?
સેમ: ઉર્વશી મને પિઝા ખાવાની ઇચ્છા થયી છે. ચલ ને જઈએ
ઉર્વશી: ઓક તો ચાલો જઈએ . ગાંડા તારા માટે ક્યાં ના છે?
સેમ: હા હવે હો બસ મસકા ના માર. તું રામ ને કહી ને ના પડી દે. અને એમને કેજે કે એ લોકો એ પણ જે ખાવું હોય એ ઓર્ડર કરી દે.
ઉર્વશી: ok
ઉર્વશી એ રામ ને ફોન કરી ને જમવાની ના પડી દીધી અને એમને ઓર્ડર કરવાનું કહી દીધું. ઉર્વશી અને સેમ પિઝા ખાઈ ને સેમ એ ગાડી નદી ના રોડ પર ચડાવી સેમ એ આઇસ ક્રીમ પાર્લર માંથી આઇસક્રીમ લીધો બંને જણા નદીકીનારે બેઠા હતા. ઉર્વશી એ સેમ ની સામે જોયું સેમ એ હાથ ઊંચો કરી ને ઉર્વશી ને એની બાજુ માં બેસાડી ને હાથ એના ખભે મૂક્યો.
સેમ: બોલ ઉર્વશી તને શું કહેવું છે?
ઉર્વશી: તને કેવી રીતે ખબર પડી કે મારે તને કાયિક કહેવું છે?
સેમ: બકા તું મારી છે તો મને તો ખબર જ હોય ને
ઉર્વશી: જાને હવે ફેકું.
સેમ: મે તને જ્યારે સાંજે સોફા માં બેઠેલી જોઈ ત્યાર ની મને ખબર હતી કે તારા મન માં કઈક ચાલે છે પણ હું પૂછું એના કરતાં તું મને કહે એમાં વધારે મજા આવે. તને થોડી વાત કરવાની જગ્યા મળે માટે હું તને અહિયાં લઈ ને આવ્યો.
ઉર્વશી: એવું એમ?
સેમ: હમમમમમ એવું.
ઉર્વશી: આજે મિસીસ મારિયા નો ફોન આવ્યો હતો.
સેમ: ok
ઉર્વશી: આજે વાત કરતાં કરતાં અચાનક જ એમને એવું કહ્યું કે હવે આપણે કામ ની સાથે પર્સનલ લાઇફ માં પણ ધ્યાન આપવું જોઈ યે.
સેમ કયી બોલ્યો નહીં એ માત્ર ઉર્વશી સામે જોઈ રહે છે.
ઉર્વશી: સેમ મને પણ એવું લાગે છે કે કદાચ મિસીસ મારિયા સાચે કહે છે કે હવે આપણે mid- age ક્રિસિસ સુધી તો પહોચી ચૂક્યા છીએ.
સેમ: હમ… ઉર્વશી હું પ્રયતન કરીશ કે હું ઘરે અને કામ બને ને સરખો સમય આપી શકું.
ઉર્વશી: આભાર સેમ. તું આ રવિવારે શું કરે છે?જો તું નવરો હોય તો આપણે એમને લોકો ને મળવા જઈ યે.
સેમ: આ રવિવારે તો હું નવરો જ છુ. એવું હોય તો જઈ યે પણ મમ્મી લોકો...
ઉર્વશી: એ લોકો ઘરે જ છે.
ઉર્વશી સેમ નું વાક્ય પૂરું થાય એ પહેલા બોલે છે. બંને થોડી વાર બેસી ને ધીમી ધીમી હવા ને એન્જોય કરી ને જાય છે.
બીજા દિવસે સવારે ઉર્વશી સૂતી હોય છે. એને અચાનક કોઈ ના બૂમો પાડવાનો અવાજ સંભળાય છે. એ સેમ કોઈ ના પર ગુસ્સો કરતો હોય એવું લાગ્યું ઉર્વશી ઉઠી ને નીચે આવી ને જોયું તો સેમ રામ ને બોલતો હતો. ઉર્વશી ને કયી ખબર ના પડી પણ ઉર્વશી એ સેમ ને શાંત રહેવા કીધું.
ઉર્વશી: chill … સેમ શું થયું? કેમ તું બૂમો પડે છે?
સેમ: જો ને આ ...
એ આગળ કયી બોલે એ પહેલા ઉર્વશી બોલી: સેમ સવાર હજી હવે પડે છે. તું શું કામ વહેલી સવાર માં બૂમા બૂમ કરે છે. શાંત થઈ જા. હમણાં થોડી વાર રહી ને પછી એનો ઉકેલ લાવીશું. ચલ આપણે યોગા કરવા જઇયે . ઉર્વશી સેમ નો હાથ પકડી ને લઈ જાય છે. રોજ ની ટેવ પ્રમાણે તૈયાર થયી ને નાસ્તા માટે આવે છે. આજે સવારે સેમ રામ ને બોલ્યો હતો માટે ઉર્વશી એ રામ ને નાસ્તો બનાવવાની ના પડી. એને કીધું કે તું એક કામ કર માર્કેટ માથી ખરીદી કરી ને આવ હું નાસ્તો બનાવી દઇશ. રામે કહ્યું મેં હું સવારે વહેલા ફળ અને શાક લઈ ને આવ્યો. પણ કરિયાણું લેવાનું બાકી છે.
ઉર્વશી: ઠીક છે તો એ લેતા આવો હું અહિયાં જોઈ લવું છુ.
ઉર્વશી એ બ્રેકફાસ્ટ બનાવ્યો. બને જણા જમવા બેઠા. આજે ઉર્વશી ને કયી ખાસ કામ હતું નહીં માટે એ એક કલાક રહી ને જવાની હતી. સેમ સ્ટુડિયો જવા માટે નીકળ્યો. ઉર્વશી સોફા માં બેસી ને લેપટોપ માં કામ કરતી હતી. રામ અને આશિષ બને જણાં કરિયાણું લઈ ને આવ્યા. ઉર્વશી એ રામ ને પુછ્યું સવારે શું થયું હતું?તું આટલું વહેલું શાક કેમ લઈ આવ્યો?
રામ: મેં એ માર્કેટ માં ક્યારેક શાક જલ્દી પતિ જાય છે માટે અમારે વહેલા જવું પડ્યું.
ઉર્વશી: એવાં ક્યાં માર્કેટ થી શાક લાવ્યો આજે?
રામ: મેમ , ઇંડિયન માર્કેટ થી.
ઉર્વશી: કેમ ઇંડિયન માર્કેટ આમ તો તું અહિયાં નજીક માં છે ત્યાં થી લાવે છે ને અને ત્યાં તો આખો દિવસ મળે છે.
રામ: હા મેમ આમ તો મને જે સારું દેખાય એ લઈ ને આવું છુ પણ આ વખતે મને સરે શાક નું લિસ્ટ આપ્યું હતું અને એમાં અમુક તો એવાં શાક હતા કે જે મને લાગે છે કે પૂરા એમ-લેન્ડ માં નહીં મળતા હોય.
ઉર્વશી: મને લાગે છે આ પાગલ થઈ ગયો છે. કઈ નહીં તું ચિંતા ના કર. તું જ શાંતિ થી તારું કામ પતાવ
રામ: (બિલ હાથ માં આપતા બોલે છે) લો મેમ આ કરિયાણા નું બિલ
ઉર્વશી બિલ જોવે છે. એ બિલ જોઈ ને ચોકી ગયી. કયી ન બોલ્યા વગર એને બિલ ને ડ્રોવર માં મૂકી દીધું. ઉર્વશી તૈયાર થઈ ને નીકળે છે.
ઉર્વશી જેવીએમ પહોંચે છે તો એના કૅબિન માં ભારતીય ગુલાબ હતા. એ જોઈ ને ખુશ થઈ ગયી. એ કામ કરવા માં વ્યસ્ત થયી ગયી. સેમ ઉર્વશી ને ફોન કરે છે. ઉર્વશી ને એ મૂવી જોવા નું કહે છે. ઉર્વશી ને પણ પહેલા તો નવાઈ લાગે છે કે સેમ આજે કેમ અચાનક મૂવી નો પ્લાન કરે છે. પછી વિચાર્યું કે હશે કદાચ એને મૂડ થયો હશે. તો એને હાં પડી. ઉર્વશી એના કામ થી નવરી થયી ને એના કેબિન માં સેમ ની રાહ જોતી હતી. સેમ ફ્રી થઈ ને ઉર્વશી ના કૅબિન માં આવ્યો.
સેમ: ઉર્વશી તું નવરી પડી કે હજી કામ છે?
ઉર્વશી: ના સેમ હું ફ્રી થઈ ગયી છૂ. બસ તું બે મિનટ રાહ જો હું લેપટોપ બંધ કરું એટલી વાર.
સેમ ઉર્વશી ની રાહ જોવે છે ઉર્વશી અને સેમ રસ્તા માં હતા.
ઉર્વશી: સેમ અત્યારે તો કોઈ એવું સારું મૂવી પણ નથી તો તને અચાનક કેમ મૂવી જોવા ની ઈચ્છા થયી.
સેમ: ઉર્વશી એમ જ બસ આજે સવારે મને વિચાર આવ્યો માટે મે તને ફોન કર્યો તું નવરી હોય તો આપણે જઈયે. ઉર્વશી અને સેમ થિએટર માં પહોચ્યા. ઉર્વશી પોપકોર્ન લેવા ગયી હતી જ્યારે સેમ મૂવી ની ટિકિટ લેવા માટે ગયો હતો. ઉર્વશી પોપકોર્ન લઈ ને લિફ્ટ જોડે ગયી. સેમ પહેલે થી ત્યાંજ હતો. એને લિફ્ટ નો દરવાજો ખોલ્યો. હોલ માં પહેલે થી અંધારું હતું. ઉર્વશી અને સેમ બને જણા બેઠા ત્યાં અચાનક નંબર ઇંડિયન સિનેમા ના પાડવા માંડ્યા. ઉર્વશી એ સેમ સામે જોયું. સેમ એ ઉર્વશી ને લગભગ ના જોઈ હોય એમ પડદા સામે જોઈ રહ્યો. પણ સાચે માં એને ખબર હતી કે ઉર્વશી એ એને પ્રતીભાવ આપ્યો હતો. ઉર્વશી એ મૂવી ને જોઈ ને મજા આવી. મૂવી પતી બંને જણા ગાડી માં બેઠા ત્યારે ઉર્વશી એ સેમ ને કહ્યું કે એને ભૂખ લાગી છે.
સેમ: મને ખબર હતી માટે મે ટેબલ પહેલે થી બૂક કરવી ને રાખ્યું છે. પણ આપણને ત્યાં પહોચતા લગભગ 30 મિનિટ જેવુ થશે ચલશે ને?
ઉર્વશી: હાં. વાંધો નથી.
સેમ ઉર્વશી ને તપોવન નામ ની ઇંડિયન રેસ્ટોરન્ટ માં લઈ ને આવે છે ઉર્વશી ને આ વાત ની પણ થોડી અજીબ લાગી પણ એને આજે સેમ નો મૂડ ખરાબ નહીં કરવાનું નક્કી કર્યું માટે એ બોલ્યા વગર ડિનર ને પણ એન્જોય કર્યું.
ઉર્વશી એ સેમ ને એમની રોજ ની નદી કિનારા ની જગ્યા પર લઈ જવા કહ્યું.
સેમ એ ગાડી ને નદી કિનારે લઈ ને ઊભી રાખી. ઉર્વશી બહાર નીકળી ને સામે પડેલા એક પથ્થર પર બેસી ગયી. બાજુ માં સેમ પણ આવી ને બેઠયો.
ઉર્વશી: સેમ આ તો એજ રેસ્ટોરન્ટ છે ને જે મમ્મી ને અહિયાં આવ્યા હતા ત્યારે તે એને મોકલ્યા હતા એ.
સેમ: હા એજ છે. Wow…. તને કેટલો બધો સમય થયી ગયો એને પણ.. એ દિવસે પણ રોમાંચિક હતા. મે તને અહિયાં જબર જસ્તી બોલાવી હતી.
ઉર્વશી: હાં. જો તે એ દિવસે એવું કરી ને મને ના બોલવી હોત તો હું ક્યારે પણ ના આવત.
સેમ: મને ખબર હતી. તું જ્યારે ફાઇનલી અહિયાં થી ગઈ મારી જોડે થી ત્યાર ની મને ખબર હતી કે તું નહીં આવે જો હું તને નહીં બોલવું તો. પણ ઉર્વશી મને ખબર હતી કે હું તને બહુ જ પ્રેમ કરું છુ અને તારા વગર મારા જીવન માં કઈજ નથી પણ હું તને જબરજસ્તી થી નહોતો બોલાવવા નહોતો માંગતો મારી જોડે પણ એ દિવસે ભગવાન હતા. વિકી ની એ પ્રોબ્લેમ થયી અને વિશ્વાસ હતો કે તું વિકી માટે જરૂર પછી આવીશ. અને તું એ દિવસે આવી એમાં મને રાયન એ બહુ જ સાથ આપ્યો. મે એને કહ્યું કે ઉર્વશી ને આપણે બોલાવી એ મને એજ સમયે રાયને પ્લાન બનાવ્યો. આ રીતે ધીમે ધીમે બધુ ગોઠવાઈ.
ઉર્વશી: સેમ પણ તને ખબર હતી કે હું આવીશ.
સેમ: હાં. ઉર્વશી તું મને છોડી ને એટલા માટે ગયી હતી કે તને અચાનક એવું લાગવા માંડ્યુ હતું કે તારા લીધે મારા કામ માં સમસ્યા ઊભી થશે અને હું ત્યારે ઉભરતો સિતારો હતો. અને તું કદાચ મારા માટે ના આવે તો તું વિકી માટે તો આવીશ જ એ મને ખબર હતી.
ઉર્વશી: સેમ તને કેવી રીતે ખબર પડી?
સેમ: ઉર્વશી મારા આલ્બમ ની પાર્ટી માં તું હતી. મે તને જોઈ હતી. ત્યાં એ દિવસે આ વાત બહુ હતી કે જો સેમ ની કોઈ ગર્લ ફ્રેન્ડ થશે તો સેમ નું કરીયર બરબાદ થયી જશે. કારણકે મને પસંદ કરવા વાળા માં સૌથી વધારે છોકરિયો હતી. જો એ અત્યારે પર્સનલ લાઇફ ચાલુ કરશે તો એની કરિયર પતિ જશે. અને એની બધી મહેનત પાણી માં જશે.
અને બીજા દિવસે તે મારી જોડે વગર કારણ નો ઝઘડો કરી ને તું એમ જ મોઠું ચડાવી ને ચાલી ગયી. ના પછી તે ફોન કર્યો કે ના મેસેજ. મે કર્યા તો પણ તે નહીં ઉપાડ્યા. ઉર્વશી તું શું વિચારી ને જતી રહી હતી એમ જ?
ઉર્વશી: સેમ sorry. હાં તારી વાત સાચી કે હું એમ જ જતી રહી હતી. હું એ દિવસે બધી વાતો સાંભળ્યા પછી મને એવું લાગ્યું કે જો કદાચ મારી વાતો બહાર આવી જશે અને એ લોકો ના કહેવા પ્રમાણે જો તારું મ્યુજિક કરીયર પતી જાય તો મારી જાત ને તારા જીવન માં હોવાનું હું અપશુકનિયન માનત. કારણકે મને ખબર છે કે તને અહિયાં સુધી આવવા માટે કેટલી મહેનત કરી છે. તે અહિયાં સુધી પહોચવા માટે રાત દિવસ એક કર્યા છે. મને નહોતી ખબર પડતી કે હું શું કરું માટે બીજા સવારે તારી જોડે ઝઘડો કરી ને નીકળી ગયી. પછી મે કોઈ ના ફોન નહીં ઉપાડ્યા. પણ તે કયી નથી બદલ્યું જ્યારે પછી આવી ત્યારે મને એવું લાગ્યું કે હું બીજા દિવસે આવી હોવ.
સેમ: ઉર્વશી પણ સાચું કહું આપણી બંને વચ્ચે કયી જ નહોતું થયું મને ખબર હતી કે હું મારી ઉર્વશી ને એક ના એક દિવસ તો પછી લઈ ને જ આવીશ. માટે મે કયી જ બદલ્યું નહોતું. અને ઉર્વશી હું બદલી ને કરું તો પણ શું કરું. તારા વગર મારી લાઇફ માં છે શું? મારી લાઇફ માં બે જ તો છે. એક તું અને બીજું મ્યુજિક. Well મે તારા ગયા ના થોડા દિવસ પછી બાકી ના સભ્યો જોડે અને ઘરે વાત કરી. બધા એ મને કહ્યું કે તારે હવે આગળ વધવું હોય અમે તારી જોડે છીએ. અને જો તારી રાહ જોવી હોય તો પણ અમે તારી જોડે છીએ. મે નક્કી કર્યું કે હું તારી રાહ જોઈશ. મને મારા પ્રેમ પર ભરોસો હતો.
ઉર્વશી: એવું. સેમ ....
સેમ: હા અને એક દિવસ આવ્યો કે ફાઇનલી તું પછી આવી ગયી. પણ તે આવી ને કેમ આવી રીતે વર્તી કે કયી થયું જ ના હોય.
ઉર્વશી: સાચું કહું સેમ મને તારી બહુ જ યાદ આવતી હતી. મને એવુ હતું કે હું પાછી આવું પણ મને ડર લાગતો હતો. માટે કદાચ હું રાહ જોઈ રહી હતી કે ક્યારે તું મને લેવા આવે. પણ તું નહીં આવ્યો. પણ જ્યારે મને માસી નો ફોન આવ્યો ત્યારે મને થોડો ડર લાગ્યો પણ મને તારા પર ભરોસો પણ હતો કે તું આવું કયી તો નહીં થવાદે કે મારો પરિવાર તકલીફ માં પડે. પણ મને પરિવાર ની ચિંતા હતી માટે હું પહેલી ફ્લાઇટ પકડી ને આવી ગયી.
સેમ: તને ખબર છે એ દિવસો માં તો હું ઘરે પણ નહોતોં જતો એમને મે સેફ્ટિ માટે આપણાં ઘરે રાખ્યા હતા પણ મારી હિમ્મત નહોતી થતી કે હું એમનો સામનો કરું માટે હું જેકસોન ના ઘરે રહેતો હતો. પણ પરિવાર ના સભ્યો પણ ઘણા ડરેલા હતા.
ઉર્વશી: હમ... મને ખબર છે, પણ સેમ તું એમ કે આજે કેમ આવી રીતે વર્તે છે?
સેમ: આવી રીતે એટલે?
ઉર્વશી: આજે મે કરિયાના નું બિલ જોયું. બધુ ઇંડિયન કરિયાનું આવું છે ઘર માં . આજે આપણે અચાનક મૂવી જોવા આવ્યા. જમવા પણ ઇંડિયન રેસ્ટોરન્ટ માં ગયા.
સેમ:કઈ નહીં મને એતો ઈન્ડિયા ની યાદ આવી હતી માટે.
ઉર્વશી: મને તો એવું લાગ્યું નહીં.
સેમ: ઉર્વશી મને ખબર છે કે આપણે બને વચ્ચે કલ્ચર નો ફરક છે તું પહેલે થી અહિયાં રહે છે હું અહિયાં રહે છે હું પહેલે થી અહિયાં જ રહ્યો છે. તો મને તકલીફ નહીં પડે પણ તું બધુ છોડી ને મારા માટે અહિયાં આવે છે તારું પરિવાર પણ અહિયાં નથી. તો મારી ફરજ માં આવે છે કે તને કોઈ પણ વસ્તુ ની યાદ ના આવવી જોઈ યે . માટે હું એ વાત પર ધ્યાન રાખીશ અને એના પર કામ કરીશ.
ઉર્વશી: અરે ભગવાન મારી મમ્મી એ આખા ચોકા પૂંખયા હશે.
સેમ: હે???
ઉર્વશી: (થોડું હસે છે) : સેમ અમે જ્યારે નાના હતા ત્યારે વ્રત કરાવે નાની બાળકિયો ને એમને સારા પતિ મળે માટે. તો એ લોકો ચોખા નો ઉપયોગ કરે. જો એમને સારા પતિ મળે તો એવું કહેવાય કે એને આખા ચોખા પુખ્યા હશે.
સેમ: ok. Got it.
ઉર્વશી: ચાલો. ફાઇનલી...
બંને જણા હસે છે
સેમ: ઉર્વશી બહું મોડું થઈ ગયું છે. હવે આપણે જઈએ?
ઉર્વશી માથું ધૂનવે છે.
૧૨.
રવિવાર નો દિવસ છે . ઉર્વશી અને સેમ તૈયાર થયી ને સેમ ના માતપિતા ના ઘરે જવા નિકડ્યા છે. ઉર્વશી એ સવારે મિસીસ મારિયા ને ફોન કરી દીધો છે માટે એને જમવાનું બનાવી ને રાખ્યું બને જણા પહોંચ્યા. ઉર્વશી પહેલી આ ફૅમિલી ના ઘરે ગયી હતી. મિસીસ મારિયા એ બધું તૈયાર કરી ને રાખ્યું હતું. સેમ ઘરે માં જવા હતો એમને સેમ ને રોકી દીધો ઉર્વશી આવી સેમ ને પૂછ્યું કે કેમ અહિયાં ઊભો છે. મમ્મી એ અંદર જવાની ના પડી છે. એવું સેમ એ ઉર્વશી ને કહ્યું તો ઉર્વશી પણ ત્યાં જ ઊભી રહી ગયી. ઉર્વશી ના હાથ માં બેગ હતી એ રામે લીધી. મિસીસ મારિયા એ દરવાજો ખોલ્યો તો ફૂલો થી રોડ બનાવ્યો હતો અને એમાં વેલકમ હોમ લખેલું હતું. ઉર્વશી જોઈ ને ખુશ થયી ગયી. ઉર્વશી અને સેમ બને જણા હાથ પકડી ને અંદર આવ્યા. સેમ જઈ ને બધા ને મળ્યો. ઉર્વશી મિસીસ મારિયા જોડે ઊભી હતી. એ એમની નજર ઉતરતા હતા. પછી ઉર્વશી જઈ ને બધા ને મળી. ઉર્વશી રસોડા માં ગયી. ત્યાં મિસીસ મારિયા કઈક બનાવતા હતા. એમને એક ડિશ આપી અને ઉર્વશી ને કહ્યું કે તું બધા ને આપી ને આવ. ઉર્વશી ડિશ માં થોડો નાસ્તો હતો અને બધા ને માટે કોફી હતી એ લઈ ને બહાર હોલ માં ગયી એને બધા ને પીરસી ને આપ્યું એ પછી કિચન માં આવી.
ઉર્વશી: મિસીસ મારિયા હવે હું શું કરું?
મિસીસ મારિયા: બકા હવે કયી જ નથી કરવાનું. જમવાનું પહેલેથી બની ગયું છે. થોડું બાકી છે. આ લોકો કરી લેશે તું આવ આપણે બધા બેસીએ.
ઉર્વશી:મિસીસ મારિયા પણ તમે બહુ બધી આઇટમ બનાવી છે અને થોડી મહેમાન છીએ. તો અમે આ બધુ કર્યું છે.
મમ્મી: બકા તું મહેમાન નહીં પણ ઘર ની લક્ષ્મી છે. તું આજે પહેલી વાર આવી છે તો તારા જોડે ના કરાવાય. આમ પણ તું ત્યાં તો બધુ તું જ કરે છે ને.
ઉર્વશી:મિસીસ મારિયા એ તો ...
મિસીસ મારિયા: બસ હવે બાર જઈ યે આપણે.
બને જણા બાર આવે છે બધા ભેગા થયી ને ગપ્પાં મારે છે અને પછી જમવાનો સમય થાય છે ત્યારે બધા જમવા માટે ટેબલ પર જાય છે.
સેમ: દાદી ક્યાં છે?
મમ્મી: એ એમની મિત્ર ને મળવા ગયા છે.
સેમ: આજે જ્યારે અમે લોકો આવવાના હતા એ પહેલે થી નક્કી હતું તો પણ
પપ્પા: સેમ તું ચિંતા ના કર. એ જાતે કરી ને થોડું કરે છે કારણકે એમને ઉમ્મર પ્રમાણે થોડું હોય ને પણ તું ચિંતા ના કર એ થોડો સમય માં સરખું થયી જશે.
સેમ: પપ્પા હું ને ઉર્વશી એવું વિચારીએ છે કે તમે પણ અમારી જોડે રહો પણ દાદી.
મમ્મી: એ તું ચિંતા ના કર. સેમને થોડો સમય લાગશે પણ ધીરે ધીરે બધુ સારા વના થઈ જશે.
ઉર્વશી બધા ને જમવાનું પીરસે છે. બધા શાંતિ થી જામે છે. ઉર્વશી અને સેમ બને થોડી વાર બેસી ને ઘરે થી જવા માટે નિકળે છે.
મમ્મી: હજી થોડી વાર રોકાઈ જા બકા.
સેમ: મમ્મી પણ મારે કાલે રિહર્સલ પણ છે તો જો મોડો જઈશ તો બધુ પ્રોબ્લેમ થયી જશે.
પપ્પા: તું એમને જવા દે ખોટા હેરાન ના કરાય.
મમ્મી: સારૂ વાંધો નહીં. પણ જલ્દી આવજો.
ઉર્વશી: મિસીસ મારિયા એવું હોય તો તમે એકવાર આવી જાવ જેનાથી તમને શાંતિ થી રહેવા મળશે. સેમ તો અહિયાં બે દિવસ થી વધારે નહીં રોકાય તો બેસ્ટ એ જ છે કે તમે આવો તો આપણે શાંતિ થી રહીશું.
મમ્મી: સારું વાંધો નહીં. હવે જોઈ યે જ્યારે મેળ પડશે ત્યારે આવી જઈએ.
ઉર્વશી: ઓક મિસીસ મારિયા.
સેમ અને ઉર્વશી બને જણા મળી ને નિકળે છે.
સેમ અને ઉર્વશી બને રસ્તા માં હતા ત્યાં રાયન નો ફોન આવે છે.
રાયન : હા. સેમ બોલ શું કરે છે?
સેમ: કયી નહીં માતપિતા ના ઘરે ગયા હતા. આજે તો હવે પાછાં ઘરે આવવા નિકયા છીએ.
રાયન: સેમ આપણે કોન્સર્ટ કર્યા એને એક વરસ થઈ ગયું છે તો શું આપણે એક નવો પ્લાન કરવો જોઈ યે?
સેમ (થોડું વિચારે છે): એમ તો રાયન તારી વાત સાચી છે કે આપણે એક વરસ જેવુ તો થયી ગયું છે આમ તો પણ કરી શકાય છે,
રાયન: તારી જોડે ઉર્વશી પણ હા હશે ને?
ઉર્વશી : હા રાયન હું અહિયાં જ છુ મે પણ સાંભળ્યુ.
રાયન: ઉર્વશી તારું શું કહેવું છે?
ઉર્વશી: રાયન વાત તો સાચી છે કરી શકાય છે,
રાયન: તો અમે બંને આવો પછી વાત કરીયે.
સેમ: રાયન એક કામ કર બધા ભેગા થયી ને આજે ડિનર માટે જઈ યે. આમ પણ આપણે હમણાં થી ક્યાંય નથી ગયા તો ત્યાં જાય ને નક્કી કરીયે કે શું કવાનું?
રાયન: ok તો આપણે સાંજે મળીએ. તમારે કેટલા વાગશે?
સેમ: હું લગભગ અડધે રસ્તે પહોચ્યા. લગભગ એક કલાક માં પહોચી જઈશું. તો સાંજે કોઈ તકલીફ નહીં પડે.
રાયન: ok. વાંધો નથી તો મળીએ સાંજે.
ઉર્વશી અને સેમ બંને ઘરે પહોચે છે. ઉર્વશી ગ્રીન ટી બનાવી ને આપે છે. ઉર્વશી ગાર્ડન માં જાય છે જ્યારે સેમ ટીવી ચાલુ કરે છે.
ઉર્વશી અને સેમ બંને જણા પહેલે થી તૈયાર થયી ને ડિનર માટે નીકળી ગયા છે. જેકોબ સિવાય ના બધા લોકો ત્યાં પહોચે છે. ઉર્વશી અને સેમ પહોચી બધા અંદર બેઠા હતા, ઉર્વશી એ જેકોબ વિષે પુછ્યું એને ના પડી કે થોડી વાર લાગશે. બધા બેઠા હતા અને વાતો કરતાં હતા. થોડી વાર પછી ઉર્વશી એ સેમ ને જેકોબ ને ફોન કરવા કહ્યું. રાયન એ ફોન કર્યો. જેકોબ આવ્યો. બધા એ કોન્સર્ટ માટે નક્કી કર્યું. લગભગ મહિના પછી કોન્સર્ટ થશે. સેમ : મારી જોડે પણ કઈક છે.
રાયન: શું?
સેમ: મે શૂટિંગ માટે ગયો ત્યાં એક મસ્ત જગ્યા જોઈ હતી આપણે ત્યાં જઈશું.
જેકસોન: તો ચાલો આપણે શોપિંગ કરીશું.
ઉર્વશી: હજી વાર છે. જો તમારે લોકો નો કોન્સર્ટ ટુર હશે તો એ પછી જ ટુર ની તૈયારી કઇશું.
જેકસોન: તો એવું કરીશું.
સેમ: હમમ.
બધા એ જમવાનું મંગાવ્યું. છૂટતા પડ્યા. સેમ ડ્રાઇવ કરી રહ્યો હતો. અને ઉર્વશી જોડે વાત કરતો હતો પણ થોડી વાર પછી એને ધ્યાન આવ્યું કે ઉર્વશી નું ધ્યાન જ નથી. ઉર્વશી કઈક વિચારે છે. સેમ પછી કયી નથી બોલ્યો. બંને ઘરે પહોચ્યા.
થોડા દિવસ પછી ઉર્વશી ની એક મિત્ર નો ફોન આવ્યો એને અચાનક ઉર્વશી ને એક કૅફે માં બોલવી. ઉર્વશી ગયી એની મિત્ર થોડા ફોટા દેખાડયાં. એમાં જેકોબ અને બીજો કઈ પુરુષ હતો.ઉર્વશી એ પુછ્યું કે હશે કોઈ પણ તું મને કેમ દેખાડે છે.
છોકરી : તને ખબર છે કે સામે વાળો પુરુષ કોણ છે?
ઉર્વશી : ના કેમ? કોણ છે એ?
ઉર્વશી: એ ભક્તિ ની એex-boyfriend છે.
ઉર્વશી: શું? તને કેવી રીતે ખબર?
છોકરી: મે મારા એક મિત્ર નો મિત્ર છે અમે લોકો વાર બાર માં મળ્યા હતા.
ઉર્વશી:પણ જેકોબ એની સાથે શું કરે છે?
છોકરી: એ તો ઉર્વશી તારે હવે જાતે જ શોધવું પડશે?
ઉર્વશી: ok. આભાર તારો. હું જોવું છુ જે હશે એ.
છોકરી: મે જોયા આજે તો મને થયું કે તને ખબર હોવી જોઈ યે માટે મે તને ફોન કર્યો.
ઉર્વશી: thanks lots.
પછી બંને જણા ત્યાં થી નીકળી ગયા.
ઉર્વશી આખા રસ્તા માં વિચારી રહી ગયી. ઉર્વશી એ સેમ ને કોલ કર્યો.
સેમ: શું કરે તું?
ઉર્વશી: કયી નહીં સેમ. બસ એક મિત્ર ને મળી હવે ઘરે જવું છુ. સેમ એક વાત પૂછું?
સેમ: હમમ.. પૂછ
ઉર્વશી: સેમ હમણાં આપણે બહુ સમય થી કોઈ ડીનર ની પ્રોગ્રામ નથી કર્યો બધા માટે. શું તમે લોકો આજે રાતે થોડો સમય હોય તો આપણે આજે કરીયે.
સેમ: હાં. અમે લગભગ 7 વાગે નવરા થયી જઈશું. તો હું બધા ને પૂછી ને નક્કી કરી ને કહું તને.
ઉર્વશી: ઠીક છે સેમ. પણ થોડું જલ્દી તો મારે શોપિંગ માટે જવું પડશે.
સેમ: હા બકા કહું થોડી વાર માં.
ઉર્વશી: ok bye.
સેમ: હમમ. Bye.
ઉર્વશી(અચાનક) સેમ.....
સેમ: હમમ બોલ.
ઉર્વશી : મને તારી બહું જ યાદ આવે છે.
સેમ: સારું હો.. ઉર્વશી તું ફ્રી છે મારે કામ છે તું મૂક પહેલા ફોન.
એમ કહી ને એને ફોન કાપી દીધો.
ઉર્વશી શોપિંગ કરી ને ઘરે જાય છે. આજે ઉર્વશી તું મગજ નહોતું કામ કરતું. માટે એ સીધી ઘરે જ આવી ગયી.
એને બધા માટે જમવાનું બનાવ્યું. રામે એને ગ્રીન ટી બનાવી આપી એ ગ્રીન ટી લઈ ને ગાર્ડન માં બેઠી. આજુબાજુ માં એકદમ સન્નાટો હતો. પંખી નો અવાજ હતો. ઉર્વશી થોડી વાર કહું જ વિચાર્યા વગર એમ જ બેસી રહી હતી. થોડું કામ પત્યુ પછી ઉર્વશી એ વિચાર્યું કે એ થોડું ડેકોરેશન માં પણ બદલાવ કરશે. માટે એને થોડું બદલાવ કરી દીધું. થોડા ફુગ્ગા અને બીજો સમાન પણ લાવ્યા.
ઉર્વશી અને રામે ભેગા થયી ને ડેકોરેશન કર્યું. એમને જમવા નું બનાવ્યું લગભગ 8 વાગ્યા સાંજ ના એટલે બધા જણા જોડે જ ઘરે આવ્યા. બધા ઉર્વશી ના થોડા બાકી ના ડેકોરેશન માં મદદ કરતાં હતા.
રાયન: ઉર્વશી કેમ અચાનક તને આ પાર્ટી મૂડ આવ્યો છે.?
ઉર્વશી: રાયન બસ એમ જ મને ક્યારેક એવો મૂડ થયી જાય ને થોડા સમય થી તમે લોકો પણ કોન્સર્ટ ની તૈયારી માં વ્યસ્ત છો માટે મને આજે થયું કે આજે એવું કયી કરવું જોઈ યે. હજી એક વ્યક્તિ બાકી છે.
રાયન: કોણ?
ત્યાંજ ડોરબેલ વાગે છે. જેકોબ જઈ ને દરવાજો ખોલે છે. જેકોબ કયી જ નથી બોલતો એ બસ દરવાજો ખોલી ને ઊભો રહી જાય છે. ઉર્વશી જેકોબ ને જોઈ રહી હતી.
ભક્તિ: hi જેકોબ.
જેકોબ: (થોડો ધ્યાન ભંગ થયી ને) hi
એ થોડો દૂર ખશે છે.
રાયન: અરે ભક્તિ તું અહિયાં આ સમયે.
ભક્તિ: હા મને ઉર્વશી નો ફોન આવ્યો હતો સાંજે.
ઉર્વશી: આવ ભક્તિ.
એટલા માં સેમ ના હાથ માં ફુગ્ગા ફૂટી જાય છે. એ સેમ ના મોંઠા પર વાગે છે. એનું મોઠું લાલ થયી જાય છે અને બધા જોઈ ને બહુ જ હસે છે,
રામ એક બેગ લઈ ને આવે છે. વિકી ને આપે છે. એ બેગ ખોલે છે. એમાં થી બહુ બધી ગેમ હોય છે. વિકી જોઈ ને ખુશ થયી ગયો,
વિકી: ઉર્વશી તું આજે પૂરેપૂરા હોલિડે મૂડ માં છે.
ઉર્વશી: એવું જ કાયિક.
બધા ભેગા થયી ને ગમે રમે છે. બધા ના મોંઠા પર ની ખુશી જોઈ ને ઉર્વશી એ સંતોષ થાય છે. એ થોડી વાર માટે બધા ને જોઈ રહી ને એન્જોય કરે છે ત્યાં સેમ ની નજર ઉર્વશી પર પડે છે ઉર્વશી એ સેમ ની સામે જોયું તો ઉર્વશી ને એને માથું હલાવ્યું, ઉર્વશી અને સેમ બંને કામે લાગી ગયા. થોડી વાર પછી ઉર્વશી અને રામ જમવાની ડિશ માં લઈ ને આવે છે.
રાયન: ઉર્વશી તું હેરાન ના થા. અમે લોકો જાતે લઈશું.
ઉર્વશી: ના એમાં હેરાન શું આમ પણ આજ નું મેનૂ પણ એવું જ છે કે સાથે ગેમ પણ રમી શકાય. તું ચિંતા ના કર તમે શાંતિ થી રમો.
જેકો: હું પણ આવું છુ ડિશ લેવા માટે.
જેકોબ ઉર્વશી જોડે મદદ કરવવા જાય છે. ઉર્વશી બધા ની ડિશ બનાવે છે એમને પસંદ ના ભોજન પ્રમાણે. ઉર્વશી ભક્તિ ની ડિશ માં ડુંગળી નાખે છે.
જેકોબ: અરે નહીં ઉર્વશી ભક્તિ ની ડિશ માં ડુંગળી નહીં નાખો એને નથી ભાવતી.
ઉર્વશી: જેકોબ ની સામે જોવે છે.
ઉર્વશી: તને કેવી રીતે ખબર ? એમ કરી ને એ હસે છે.
જેકોબ ડિશ લઈ ને જાય છે. બધા ઘણી મોડા સુધી રમે છે પછી થકી ને એ લોકો ઘરે જાય છે.
બીજા દિવસે સવારે સેમ સોફા માં બેઠો હતો. ઉર્વશી સેમ ની બાજુ માં બેસે છે .સેમ ને ખબર પડી કે એના મગજ માં કાયિક ચાલી રહ્યું છે. સેમ એ વિચાર્યું કે હશે કાયિક કહેવા જેવુ તો એ ચોક્કસ મને કહેશે. તો સેમ એ ઉર્વશી ને કયી પૂછ્યું નહીં. ઉર્વશી એમ જ સેમ ને good bye કહ્યા વગર નીકળી જાય છે. સેમ ને થોડું અજીબ લાગ્યું અને એને વિશ્વાસ થયી ગયો કે એના મન માં કાયિક ચાલી રહ્યું છે. સેમ જેવીએમ પહોંચે છે એ રિહર્સલ રૂમ માં જાય છે. રસ્તા માં એને ઉર્વશી નું કેબિન આવે છે. ઉર્વશી એને ત્યાં નથી મળતી.એ જેકમેન ના કૅબિન માં પણ જાય છે. જેકમેન ત્યાં રિપોર્ટ વાંચી રહ્યા હોય છે. સેમ દરવાજો ખોલે છે જેકમેન સેમ ને પૂછે કે કઈ કામ હતું.
સેમ: ના ખાસ કયી નહીં બસ ખાલી ઉર્વશી છે અહિયાં?
જેકમેન: ના ઉર્વશી હજી નથી આવી એનો મેસેજ આવ્યો કે એને થોડું કામ છે તો એ આજે મોડા આવશે.
સેમ થોડો ચિંતા માં આવી ગયો. એના ચહેરા પર ચિંતા ના ભાવ દેખાતા હતા.
જેકમેન: શું થયું સેમ બધુ બરાબર છે ને?
સેમ: ખબર નથી. ઉર્વશી મારા પહેલા ની ઘરે થી નીકળી છે એ મને આજે આવજે એવું કહેવા પણ ઊભી નથી રહી અને એ સવારે ખોવાયેલી લગતી હતી. તો મને નથી ખબર કે એના મન માં શું ચાલી રહ્યું છે. મને એની ચિંતા થાય છે.એજ સમયે રાયન આવે છે.
રાયન: ભાઈ તને કોની ચિંતા છે?
સેમ: ઉર્વશી ની.
રાયન: કેમ ઉર્વશી ને શું થયું?
સેમ: આજે એ કયી જ કીધા વગર નીકળી ગયી મને નથી ખબર કે એ ક્યાં ગયી છે.
રાયન: અરે એ ભક્તિ ની જોડે છે. એની દુકાન માં ગયી છે.
સેમ: ભક્તિ જોડે?
રાયન: હાં હું જ્યારે ભક્તિ જોડે ફોન માં વાત કરતો હતો ત્યારે જ આવી. મે એનો અવાજ પણ સાંભળ્યો .
જેકમેન: જોઈ લે બસ એ આટલા માં જ ક્યાક હોય. તું ખોટો ચિંતા કરે છે.
બંને જણા રિહર્સલ માટે જાય છે. જેકમેન ફરી રિપોર્ટ માં લાગી જાય છે.
ઉર્વશી ભક્તિ ની ઓફિસ માં જાય છે. એ ભક્તિ ને પૂછે છે કે એ કેમ છે?
ભક્તિ: હું મજા માં છુ. તું કે તારે કેવું ચાલે છે?
ઉર્વશી: હું મજા માં છુ. ભક્તિ તને તારા ex નો ફોન કે એવું કયી નથી આવતું ને?
ભક્તિ: ના એ નાલાયક નો ફોન કે એમએસજી કયી નથી આવ્યું. આમ પણ એ ખાલી જ સમય પસાર કરતો હતો. કેમ પણ તું આમ અચાનક પૂછે છે?
ઉર્વશી: કયી નથી ભક્તિ એમ જ કે એ તને હેરાન તો નથી કરતો ને?
ભક્તિ : ના રે ના . ઉર્વશી તું ફ્રી હોય તો મારે થોડું રિપોર્ટ નું કામ છે.
ઉર્વશી: હાં. હું લંચ સુધી નવરી જ છુ.
ભક્તિ : સરસ તો આપણે કામ પતાવી ને લંચ કરવા જઈશું.
ઉર્વશી: sounds good. પણ હું હળવું જમવાનું પસંદ કરીશ. કારણકે કાલ ની પાર્ટી ના લીધે મારૂ પેટ ભારે ખાવાની ના પડે છે.
ભક્તિ : ok done. હું મારૂ લેપટોપ લઈ ને આવું છુ. મારે થોડા માં તારો મંતવ્ય જોઈએ છે.
ઉર્વશી: હાં વાંધો નહીં.
ભક્તિ અને ઉર્વશી બને એ કામ ને જોવે છે.જે પણ સુધારા વધારા કરવા ના હોય છે એના પર કામ કરે છે. પછી બંને જણા લંચ માટે જાય છે ત્યાં અચાનક ડુંગળી ની ડિશ આવે છે ઉર્વશી એ ભક્તિ ને આપતી હોય એમ એની સામે રાખે છે. ભક્તિ કાયિક બોલવા જતી હતી એ પહેલા જ ઉર્વશી બોલી: સોરી તને તો નથી ભાવતી ને?
ભક્તિ : હા મને નથી ભાવતી.
ઉર્વશી: અરે મને નહોતી ખબર પણ કાલે રાત્રે અમે તારી ડિશ બનાવતી હતી ત્યારે મને જેકોબ એ કીધું.
ભક્તિ: હાં ઉર્વશી પણ ક્યારેક નવાઈ લાગે છે કારણકે ઘણી વાર તો મને એવું લાગે છે કે ભાઈ કરતાં વધારે મારા વિષે જેકોબ ને ખબર હશે.
ઉર્વશી: હમમમમ જેકોબ છે એ તો.
ભક્તિ: સાચી વાત છે. એને તો મારા મોબાઇલ ના પાસવર્ડ પણ ખબર છે. એક દિવસ મે એની સામે ખોલ્યો હતો ત્યાર ની એને ખબર છે.
ઉર્વશી: too dangerous . ધ્યાન રાખજે બેન્ક અકાઉંટ ની ડીટેલ ના જોઈ જાય નહિતર એ બધા પૈસા લઈ જશે.
ભક્તિ:હા એ વાત સાચે છે.
બને જણા હસે છે. લંચ પૂરું કરી ને ઉર્વશી ત્યાં થી નીકળે છે. એ જેવીએમ જાવ છે. જ્યારે ભક્તિ ફરી પછી એની દુકાન પર જાય છે.
ઉર્વશી જેવીએમ પહોચે છે. એ જેકમેન ને મળે છે
જેકમેન: અરે ઉર્વશી કેમ છે? બધુ બરાબર છે ને?
ઉર્વશી: હાં જેકમેન બધુ બરાબર છે. કોઈ પ્રોબ્લેમ નથી. કેમ?
જેકમેન: સેમ આજે તારા માટે થોડી ચિંતા માં હતો માટે. એવું હોય યો તું એક વાર એને મળી ને કયી દેજે કે તું આવી ગયી છે.
ઉર્વશી: હાં હું બેગ મૂકી ને જવું છુ.
જેકમેન: ઠીક છે ઉર્વશી મે આ પ્રોગ્રેસ રિપોર્ટ જોઈ લીધો છે તું પાનાં એક વાર નજર મારી લેજે. કે કોઈ ખોટું તો નથી ને.
ઉર્વશી: ઓક. જેકમેન હું કોફી પીને લઈ જવું છુ.પછી એ ચેક કરી ને તમને સાંજ સુધી માં રિપોર્ટ આપું છુ.
જેકમેન:ok. વાંધો નથી.
ઉર્વશી: (સેમના રિહર્સલ રૂમ માં જાય છે.) બધા ને hi કહે છે. રાયન સેમ ની હાલત સમજે છે ,અને એને બધા ને બ્રેક આપે છે. સેમ ઉર્વશી ની જોડે આવે છે
ઉર્વશી: સેમ બ્રેક ટાઈમ હોય તો કોફી પીવા જઇયે.
સેમ એ હાં પાડી.
ઉર્વશી આગળ જાય છે. સેમ એની પાછળ રિહર્સલ હોલ ની બહાર નીકળે છે સેમ થોડી સ્પીડ માં ચાલી ને ઉર્વશી ની જોડે જાય છે ઉર્વશી ને એ વસ્તુ ફીલ થાય છે કે સેમ ને એની જોડે રહેવું છે માટે એ થોડું ધીમે ચાલે છે સેમ ને ટેબલ પર બેસવાનું કહે છે અને ઉર્વશી કોફી લેવા જાય છે ઉર્વશી કોફી લઈ ને આવે છે સેમ ની સામે ની બાજુ બેસે છે. સેમ એકદમ ધીમે થઉર્વશી ના હાથ જોડે એનો હાથ મૂકે છે સેમ એનો હાથ થોડો દબાવે છે સેમ ને ચિંતા હતી કે ઉર્વશી ને શું થયું છે એ ચિંતા દેખાઈ રહી હતી. ઉર્વશી અને સેમ બને એકદમ શાંતિ થી કોફી પીધી. સેમ ની કોફી પૂરી થયી ત્યારે ઉર્વશી બોલી સેમ આજે હું તને bye કીધા વગર એમ જ નીકળી ગયી.
સેમ: its ok . બસ ખાલી મને તારી ચિંતા હતી બીજું કયી નથી. પણ પછી મને રાયને કીધું કે તું ભક્તિ ની જોડે છે માટે પછી હું થોડો ચિંતામુક્ત થયી ગયો.
ઉર્વશી: હાં એ કાલે રાતે આવી તો મને થોડું લાગી આવ્યું કે મે એને મદદ કરવાનું કીધું હતું પણ હું ક્યારે જોવા નથી ગયી માટે હું સવારે ગયી હતી.
સેમ: ઓક ઉર્વશી તને કોઈ તકલીફ તો નથી ને .
ઉર્વશી: ના મને કોઈ પ્રોબ્લેમ નથી. જો એવું કયી હશે તો હું તને જરૂર થી કહીશ.
સેમ: હમમ હું કયી પણ હશે તારી જોડે છું.
ઉર્વશી: મને ખબર છે.
એમ કરી ને હસે છે. લગભગ બ્રેક પતિ જવા આવી હતી. સેમ ત્યાં થી નીકળતો હતો ત્યાં જેકોબ આવ્યો. એ બંને ને બેસેલાં જોઈ ને ત્યાં આવ્યો. સેમ એ જેકોબ ને બેસવા કહ્યું અને એ ત્યાં થી નીકળ્યો. જેકોબ એ ગ્રીન ટી માંગવી.
ઉર્વશી: આજ કલ તું બદલાયેલો લાગે છે. બધું બરાબર છે ને ?
જેકોબ: ક્યાં બદલાયેલો છુ?
ઉર્વશી: આજ કલ તને કપડાં માં વધારે રસ પાડવા માંડ્યો છે.
જેકોબ: અરે ઉર્વશી એ તો મને પહેલે થી હતો પણ હવે ભક્તિ ના હિસાબે મને પણ એ માં વધારે કામ કરવા માટે મળી જાય છે, મારૂ જ્ઞાન પણ વધે છે.
ઉર્વશી: તો બરાબર. મને એમ હતું કે બીજું કયી હશે.
જેકોબ આ સાંભળી ને થોડો ગભરાઈ ગયો. પોતાની જાત ને બચાવતો હોય એમ બોલ્યો: અરે નહીં ઉર્વશી બીજું શું હોય. બીજું તો કયી નથી.
ઉર્વશી: ઓક જેકોબ. હું જવું હવે મારે થોડું કામ છે એ પતાવી ને સેમ માટે ગિફ્ટ લેવા જવાનું છે.
જેકોબ: okye bye. હું આ પતાવી ને રિહર્સલ હોલ માં જવું.
ઉર્વશી ત્યાં થી ને એના કૅબિન માં જાય છે એ રિપોર્ટ નું વાંચવાનું ચાલુ કરે છે બેન્ડ મેમ્બર રિહર્સલ માં લાગે છે સાંજે રિપોર્ટ વિષે ચર્ચા કરી ને ઉર્વશી સેમ માટે ગિફ્ટ લેવા જાય છે એ દુકાન ભક્તિ ના ઓફિસ ની નજીક હતી ઉર્વશી એ જેકોબ ને ભક્તિ ના ઓફિસ ની નીચે જોયો. પણ એ કઈ નથી બોલી. એને સેમ ને ફોન કર્યો.
ઉર્વશી: hi,
સેમ ક્યાં છે તું?
સેમ: ઉર્વશી હું હવે રિહર્સલ પતાવી ને ઘરે આવું છુ. કયી લાવવું છે?
ઉર્વશી: ના બકા હું પણ બહાર જ છુ મને લાગે છે કે આપણે બંને જોડે જ ઘરે પહોચીશું.
સેમ: ઓક, ઉર્વશી આવ ઘરે મળીએ .
ઉર્વશી: ok bye
સેમ: bye ઉર્વશી.
ઉર્વશી એ ફોન મૂક્યો અને એ થોડી વાર ઊભી રહી. ભક્તિ ઓફિસ થી નીકળી અને ઘરે જવા ગાડી માં બેઠી પછી જેકોબ ઘરે જવા નીકળ્યો.
ઉર્વશી ને આ વાત થી હવે એવું થયી ગયું કે સેમ જોડે વાત કરવી જોઈ યે. ઉર્વશી ઘરે ગયી. સેમ આવી ગયો હતો એને ઉર્વશી ને ફોન કર્યો . કેટલી વાર લાગશે તો ઉર્વશી એ કહ્યું કે 10 મિનિટ જેવુ થશે તો એને ગ્રીન ટી બનાવી ને રાખી હતી. ઉર્વશી આવી ને ફ્રેશ થઈ અને ગ્રીન ટી લઈ ને સેમ ટીવી જોતો હતો તો એની બાજુ માં બેઠી હતી. બંને જણા એ થોડી વાર ટીવી જોવી. સેમ ને મૂવી માં રસ પડ્યો હતો માટે ઉર્વશી જમવાનું હોલ માં લાવી. મૂવી લગભગ પતવા આવ્યું ત્યાં આર્યન નો ફોન આવ્યો.
આર્યન: શું કરો છે સેમ?
સેમ: કયી નહીં મૂવી જોતાં હતા.તું કહે તારે કેવું ચાલે છે?
આર્યન મારે ચાલે જાય છે મે તમને એક કામ માટે ફોન કર્યો હતો.
સેમ: બોલ ને.
આર્યન: હું વિચારું કે ડ્રમ ક્લાસ ચાલુ કરી દવું. તમારું શું કહેવું છે?
સેમ: જો તને રસ હોય તો કરાય. આમ તો મજા આવશે એમાં.
આર્યન: તમારા ધ્યાન માં કોઈ હોય તો કેજો.
સેમ: કદાચ મારે જોડે જે ડ્રમર છે એનો કોઈ ફ્રેન્ડ છે ત્યાં હું એને પૂછી ને કહું.
આર્યન: thank you. બીજું કેવું ચાલે બોલો. ?
સેમ: બસ બીજું શાંતિ. આવ હવે તું એમ-લેન્ડ. આ સમયે તો મજા આવશે છેલ્લી વાર જેટલું વ્યસ્ત નહીં હોય તો એક કામ કરો ને તમે બધા જ આવી જાવ.
આર્યન: જોઈએ. મેળ પડે તો નાની ટ્રીપ મારી જઈશું. નહિતર તમારે કોન્સર્ટ માટે તો આવીશું જ.
સેમ: તો એવું કરજો.
આર્યન: શું કરે છે ઉર્વશી?
સેમ: ઉર્વશી અહિયાં જ છે લે આપું.
આર્યન અને ઉર્વશી બંને જણા ઘણા સમય સુધી વાતો કરે છે.
બીજા દિવસે સવારે ઉર્વશી જેકોબ ને ફોન કરી ને સાંજ ની કોફી માટે કહે છે. જેકોબ એક જગ્યા બતાવે છે એ બંને ત્યાં જાય છે.
ઉર્વશી: જો જેકોબ મે તને એક મહત્વ ની વાત માટે અહિયાં લોવ્યો છે.
જેકોબ: શું?
ઉર્વશી: મે તને કાલે ભક્તિ ના ઓફિસ ની નીચે જોયો હતો.
જેકોબ: એતો હું ત્યાં થી પસાર થતો હતો.
ઉર્વશી: જેકોબ આ પહેલી વાર નથી. મને એ પણ ખબર છે કે તું ભક્તિ ના જૂના બોયફ્રેંડ ને પબ માં મળ્યો હતો.
જેકોબ: તને કોને કીધું.?
ઉર્વશી : જેક એ વાત મહતવ ની નથી. મહત્વનુ એ છે કે તારા મગજ માં શું ચાલે છે.
જેકોબ: ઉર્વશી... હું ભક્તિ ને પ્રેમ કરું છુ.
બે મિનિટ માટે બને માં સન્નાટો છવાઈ ગયો.
ઉર્વશી: તે કોઈ ને કીધું છે?
જેકોબ: ના કોઈ ને નથી ખબર ખાલી તને જ ખબર પડી ગયી.
ઉર્વશી: ok,મારા મત પ્રમાણે તારે રાયન ને વાત કરવી જોઈએ.
જેકોબ:રાયન ને પણ ... એ ના પાડશે તો ?
ઉર્વશી: એ જે કયી પણ કહે પ્રેમ કરવો એ ગુનો નથી પણ એજ સાચો રસ્તો છે બીજા કોઈ થી ખબર પડે એના કરતાં તું જાતે એને કહે એ જ સારું રહેશે. સોરી જેકોબ મે અત્યાર સુધી સેમ ને પણ નથી કહ્યું પણ હવે મારે કહેવું પડશે.
જેકો: ઉર્વશી સેમ કેવો રિસ્પોન્સ આપશે.
ઉર્વશી: મને નથી ખબર કારણકે એના માટે ભક્તિ રાયન ને વાહલી છે એટલી જ વહાલી છે
જેકોબ: તો તું સેમ ને કહિશ તો એ ગુસ્સે થશે તો?
ઉર્વશી : સેમ ને તો મે કયી પણ રીતે માનવી લઈશ ચિંતા ના કર.
જેકોબ: ok. તો વાંધો નથી તો આપણે એક કામ કરીએ. સેમ ને કહીયે અને પછી આપણે સેમ ની જોડી ચર્ચા વિચારણા કરશું કે સેમ શું કહે છે?
ઉર્વશી : એમાં આપણાં ને પરફેક્ટ જવાબ મળશે કારણકે સેમ અને રાયન બહુજ જ નજીક છે તો એમાં આપણાં ને સાચું જાણવા મળશે કે શું કરવું.
જેકોબ:ok. હું હવે કયી નહીં કરું જ્યાં સુધી બધું ઉકેલાય ના જાય ત્યાં સુધી..
ઉર્વશી: સરસ. પણ તું મને એમ તો કહે કે તે ભક્તિ ના એક્સ બોય ફ્રેન્ડ ને કહ્યું શું?
જેકોબ: કયી નહીં. એને મે ભક્તિ થી દૂર રહેવા કહ્યું છે.
ઉર્વશી: પણ જો એને સાચે માં અફસોસ થયો હોય તો?
જેકોબ: ઉર્વશી એવું કયી નથી કારણકે મે એને કહ્યું તો એને મને કહ્યું કે આમ પણ એ જલ્દી લગન કરવાનો છે.
ઉર્વશી: સાચે?
જેકોબ: હા, ઉર્વશી મને એના લગન ની વાત ખબર પડી પછી તો મે એને ધમકી આપી કે તું એના થી દૂર રહેજે.
ઉર્વશી: good boy. કઈ નહીં. આપણે આનો ઉપાય લાવીશું ચિંતા ના કર હું ઘરે જઈ ને સેમ નો મૂડ જોઈ ને એની જોડે વાત કરું છુ.
જેકોબ: ઓક ઉર્વશી.
બંને ત્યાં થી છૂટા પડે છે. ઉર્વશી ઘરે જાય છે સેમ નું આજે રિહર્સલ વહેલા પતી ગયું હતું તો એ આવી ગયો હતો. એ એના સ્ટુડિયો માં કામ કરી રહ્યો હતો. ઉર્વશી સેમ ના દરવાજે ઊભી રહી ને જોઈ રહી છી કે સેમ શું કરી રહ્યો છે?સેમ થોડા સમય પછી એને જોવે છે.
સેમ( થોડી સ્માઇલ આપી ને) :તું શું જોવે છે?
ઉર્વશી : કઈ નહીં. બસ એમ જ
સેમ: એવું એમ?
ઉર્વશી: હમમ.
ઉર્વશી અંદર આવે છે.
સેમ: ઉર્વશી તું આજે તો વહેલાં નીકળી ગયી હતી. હું જ્યારે જોવા આવ્યો તો તું નહોતી.
ઉર્વશી: હા. હું અને જેકોબ આજે સાંજે કોફી માટે એક નવી જગ્યા એ ગયા હતા.
સેમ તો કોફી લવર્સ કોફી ની મજા લેતા હતા.
ઉર્વશી: બિલકુલ ( થોડું પ્રેમ ભર્યા હસી સાથે)
થોડી વાર એ ઘંભીર થયી અને પછી બોલી સેમ હું તને એક વાત કહું પણ તારે ગુસ્સે નહીં થવાનું.
સેમ એ ઉર્વશી સામે આતુરતા થી જોયું.
ઉર્વશી: સેમ જેકોબ ભક્તિ ને પ્રેમ કરે છે?
સેમ( આશ્ચર્ય સાથે) શું?
ઉર્વશી: હા. સેમ એ ભક્તિ ના એક્સ બોયફ્રેંડ ને પણ મળ્યો હતો એને ધમકી આપી છે કે જો એ ભક્તિ સામે આવ્યો તો મજા નહીં આવે.
સેમ: wow. આ બધુ કરે થયું?
ઉર્વશી એને જે રીતે ખબર પડી અને થોડા દિવસ ની જે ઘટના બની એ બધી ધીમે ધીમે કહી.
સેમ: બીજા કોને ખબર છે?
ઉર્વશી: કોઈ ને નહીં. મે એને રાયન જોડે વાત કરવા કીધું પણ છે પણ એ ડરે છે કે શું થશે.
સેમ: હા. થોડું રાયન ને લાગશે પણ થોડા સમય માં એ સમજી જશે. પણ જેકોબ એ થોડું તો સહન કરવું પડશે.
ઉર્વશી: સેમ તને શું લાગે છે જેકોબ એ કર્યું એ ખોટું છે?
સેમ: ના બકા. પ્રેમ તો કોઈ પણ વ્યક્તિ જોડે થયી શકે છે અને એતો આટલો સમયજોડે રહ્યા છે તો થયી પણ શકે છે ઉર્વશી તું ચિંતા ના કર. બધુ સારવાનાં થયી જશે. કદાચ વાત બગડશે તો પણ એ ખાલી ટૂંકા સમય માટે બગડશે બાકી બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રાયન જેકોબ ને મારા કરતાં વધારે પ્રેમ કરે છે.
ઉર્વશી: thank you.
સેમ: why thank you?
ઉર્વશી: અમે બંને જણા ડરતા હતા કે ખબર નથી તું કેવી રીતે આ બધુ કહીશ અને રાયન ને કેવી રીતે કહીશું.?
સેમ:ઉર્વશી એમાં શું છે બધુ સારું થયી જાય સમય આવ એટલે ચિંતા ના કર.
અને ભક્તિ માટે પણ સારું છે એને આટલા દૂ:ખ નહીં પડે તો તું ચિંતા ના કર જે થશે એ બધુ સારું થશે.
ઉર્વશી સેમ ને એક નાનું હગ આપે છે સેમ ઉર્વશી ને થપથપાવે છે
ઉર્વશી: આજે તું શું ખાઈશ? આજે જે તું કહિશ એ હું બનાવીશ?
સેમ: વાહ કેમ આજે અચાનક ? તારું કામ આસાની થી પતી ગયું માટે તું રીશવત આપે છે?
ઉર્વશી નાના છોકરા ની જેમ મુંડી હલાવે છે. સેમ એને જોઈ ને ખુશ થાય છે સેમ: તારે જે બનાવવું હોય એ બનાવ. આજે હું ખાઈ લાઈશ. ડાયટ નહીં કરું. ઉર્વશી સેમ માટે એનું મનપસંદ ખાવાનું બનાવે છે. સેમ થોડું કામ પતાવી ને હોલ માં આવે છે. ટીવી ચાલું કરે છે. ઉર્વશી જમવાનું નિકાળે છે. બંને જણા ટીવી જોતાં જોતાં જમે છે ત્યાં ઉર્વશી ના ફોન માં જેકોબ નો ફોન આવે છે.
સેમ ફોન ઉપાડે છે. ઉપાડી ને સ્પીકર માં મૂકે છે અને ઉર્વશી ને હેલ્લો બોલવાનું કહે છે.
જેકોબ: તે સેમ જોડે વાત કરી? એને શું કીધું? રાયન માની જશે? એ મારા થી નારાજ નઇ થાય ને?
સેમ : ભાઈ શ્વાસ તો લઈ લે. તું જમ્યો?
જેકોબ: સેમ ના નહીં જમ્યો.
સેમ તો આવી જા ઘરે હજી અમે ચાલુ કર્યું છે તો તારી રાહ જોઈએ.
જેકોબ: ના ભાઈ આભાર. કદાચ વિકી ઘરે આવે છે. પિઝા લઈ ને આવવું કહેતો હતો. આ તો મારા થી રહેવાયું નથી માટે મે ઉર્વશી ને ફોન કર્યો. સેમ thank you. Bye good night.
સેમ: bye. Good night.
બીજા દિવસે સેમ એ રાયન ના ઘરે જઈ ને વાત કરવાનું વિચાર્યું. સેમ રાયન ના ઘરે ગયો. એને રાયન ને વાત કરી એજ સમયે સેમ ના મમ્મી નાસ્તો આપવા માટે આવતા હતા. એ બાર દરવાજા પર થી સાંભળી ગયા. સેમ ની વાત પતી એટલે એમને દરવાજો ખોલ્યો. એની મમ્મી ને જોઈ ને બંને જણા ડરી ગયા. એમને એવું હતું કે એની મમ્મી બહુ જ ગુસ્સે થશે.
રાયન ની મમ્મી : તને બંને જણા નીચે આવો. આ બધી વાત રાયન તારા પપ્પા ને કે.
રાયન અને સેમ બંને જણા ડરતા ડરતા નીચે આવ્યા. રાયન ની મમ્મી એ એના પપ્પા ને બોલાવ્યા.રાયન એ બધી વાત કરી એ સમયે સેમ એ રાયન નો હાથ પકડી રાખ્યો એવિ લાગણી સાથે કે તું ચિંતા ના કર ગમે તે થશે હું તારી જોડે છું.
રાયન ને ભક્તિ નો ફોન આવ્યો તો ત્યાં થી લઈ ને આજ સુધી નું બધી વાત કરી. બંને જણા ના ચહેરા બહું જ ડરી ગયેલા હતા.
રાયન ના પપ્પા અને એની મમ્મી બંને જણા એક બીજા સામે જોયું બંને હસ્યાં. એ બંને ના આ રિએક્શન ને જોઈ ને રાયન અને સેમ ચોકી ગયા. એમને કયી જ ખબર ના પડી કે થયી શું રહ્યું છે.
રાયન ના પપ્પા: ચાલો હવે અમારે રિટાયરમેન્ટ લેવાનો સમય આવી ગયો છે અમારાં છોકરાઓ એટલા સમજણા થયી ગયા છે કે હવે અમારે ચિંતા કરવાની જરૂર નથી એ લોકો એમની રીતે જોઈ લેશે. “we proud of you . my sons”.
રાયન: (આશ્ચરય સાથે) તો...
રાયન ના મમ્મી: અરે અમને કોઈ પ્રોબ્લેમ નથી. તું જેકોબ ને ઘરે બોલાવ.
સેમ: પણ એક મિનિટ આંટી .હજી ભક્તિ ને નથી ખબર જેકોબ ની એને તો પૂછવું પડશે ને?
રાયન ના મમ્મી: હું એની જોડે આજે મારી વાત કરી લઈશ. ચિંતા ના કર આજે થયી જશે.
રાયન: આભાર મમ્મી.
મમ્મી: આભાર તો મારે તને કેહેવું જોઈએ કે તમે લોકો સમજદારી થી બધુ પતાવી દીધું છે
સેમ: એવું કશું નથી આંટી. well મારે ઉર્વશી ને બધુ કહેવું પડશે એ જેકોબ જોડે વાત કરે એજ સારું છે.
રાયન ના પપ્પા: હા એ તો છે જેકોબ ઉર્વશી ને બધી વાતો મન ખોલી ને કરે છે માટે એજ કરી યે કે આપણે ઉર્વશી ને બોલવી ને આગળ વાત કરી એ આમ પણ જેકોબ ના માતપિતા ને પણ ઉર્વશી માટે એક અલગ માન સમ્માન છે
રાયન: સેમ, ઉર્વશી અત્યારે ક્યાં હશે? જો એ ફ્રી હોય તો એને અત્યારે જ બોલાવ.
સેમ:ok. હું ફોન કરું છુ.
રાયન ના મમ્મી: ઊભો રહે હું જ એને કરું છુ.
રાયન ના મમ્મી ફોન લગાવે છે. ઉર્વશી ફોન ઉપાડે છે.
ઉર્વશી: ગૂડ મોર્નિંગ આંટી કેમ છો?
રાયન ના મમ્મી: બકા હું મજા માં છુ. તું ફ્રી હોય તો આવ ને.
ઉર્વશી: સોરી આંટી હું અત્યારે તો નહીં આવી શકું. હું થોડી કામ માં છુ એવું હોય તો હું સાંજે આવું પણ અત્યારે કદાચ સેમ રાયન ને મળવાનું કહેતો હતો.
રાયન ના મમ્મી: હા, બેટા સેમ અહિયાં જ છે .મારે તારું કામ હતું તો તું ફ્રી થાય ત્યારે મને મળવા આવજે પણ બને એટલુ જલ્દી.
ઉર્વશી: ઓક આંટી સમજી ગયી. હું તમને આજે સાંજે મળવા આવું. ચિંતા ના કરો. હું ગાડી ચાલવું છુ. તો હું મૂકું . મળીએ સાંજે.
રાયન ના મમ્મી: હા ચાલો જયશ્રી કૃષ્ણ.
સેમ જવાનું કહે છે તો રાયન એને રોકે છે કે તું થોડી વાર મારી રાહ જો હું તૈયાર થયી ને આવું છું.આપણે બંને જણાં જોડે જઈએ રાયન અને સેમ તૈયાર થયી ને રિહર્સલ માટે જાય છે ઉર્વશી એની મીટિંગ પૂરી કરી ને જેવીએમ પહોંચે છે. રાયન રસ્તા માં હતો ત્યારે ઉર્વશી એ ફોન કરે છે. એને કહે છે કે જેકોબ ને ખબર ના પડવા દે કે એને કઇ ખબર છે પછી આપણે શાંતિ થી કરીશું. ઉર્વશી જેકમેન ને મળે છે. જેકમેન ને કીધું કે એ આજે સાંજે નવરી છે તો એને કહ્યું કે આજે રાત્રે તો મારે રાયન ની મમ્મી ને મળવા જવાનું છે એમને મળી ને હું તમારી જોડે આવું અને મારે તને એક વાત પણ કરવાની છે.
એવું થોડી ચર્ચા ચાલતી હતી. ત્યાં સુધી માં તો રાયન અને સેમ પણ આવી ગયા. ઉર્વશી એ બંને ને જોયા અને એ ત્યાં થી નીકળી ગયી. જેકમેન ને ખબર પડી કે કાયિક તો ચાલી રહ્યું છે પણ ધીરજ રાખવા માં જ મજા છે.
ઉર્વશી સેમ ને ઈશારો કરી ને એના કૅબિન માં બોલવે છે બંને અંદર આવે છે
ઉર્વશી: રાયન તને શું લાગે છે બાકી ના મેમ્બર ને કહેવું જોઈ યે કે નહીં?
રાયન: મને નથી ખબર પડી રહી સાચું કહું તો મારા વિચારો અત્યારે મિક્સ માં છે મને થોડો જેકોબ પર ગુસ્સો પણ આવે છે. મમ્મી અને પપ્પા ના રિએક્શન પછી મને નવાઈ લાગે છે ભક્તિ ના રિએક્શન ની મને ચિંતા છે.
ઉર્વશી રાયન ને હાથ પકડી ને બેસાડે છે. બાજુ માં સેમ બેસે છે અને સામે ઉર્વશી બેસે છે સેમ રાયન ના આ રિએક્શન ને જોઈ ને નવાઈ લાગે છે સેમ એ ચિંતા અને આશ્ચર્ય બને ના ભાવ સાથે એની સામે જોયું ઉર્વશી એ સેમ ને આંખ ના ઇશારે શાંતિ રાખવાનું કહ્યું.
ઉર્વશી: જો રાયન જેકોબ પર તને ગુસ્સો આવે કારણકે તે ક્યારે જેકોબ ને એ નજર થી નથી જોયો. પણ એક વસ્તુ છે કે જેકોબ એ એવું કયી નહીં કર્યું કે જેના થી ભક્તિ ને સમસ્યા થાય કે તારા પરિવાર ને થાય, અને બીજી વસ્તુ એ પણ છે કે એ તારા થી ડરે છે માટે એને કયી જ વસ્તુ ને તારા માટે નથી રાખી. એને કયી કીધું નથી તો એ વાત સમજ કે જે પણ થશે એ સારું જ થશે. રાયન અને તારા મમ્મી પપ્પા ને શાંત કેમ છે? કારણ કે એ લોકો ને અનુભવ છે. રાયન વાત ને સમાજ કે જેકોબ ભક્તિ ને પહેલે થી ઓળખે છે તો એને ખબર છે કે એની ખુશી શેમાં છે તો એ એનું કદાચ બધા ના કરતાં વધારે સારી રીતે રાખશે અને એ હમેશા તારી જોડે રહેશે.
રાયન રહી ભક્તિ ની વાત તો બકા પહેલે થી એને કોઈ ના હુફ ની જરૂર છે એ તમને નથી બતાવતી પણ એને જરૂર છે એને આપણો પ્રેમ તો મળે છે માટે એ પોતાની જાત ને સુરક્ષિત અનુભવ કરે છે.પણ જો કોઈ એના માટે હોય તો વધારે સારું કામ થાય.
રાયન થોડો શાંત થાય છે.
સેમ: ઉર્વશી આપણે બધા ને કહીયે એ પહેલા જેકોબ અને રાયન ની વાત થયી જાય તો વધારે સારું.
ઉર્વશી:ok. હું જેકોબ ને બોલવું છુ. એમ કહી ને એ જેકોબ ને કોલ કરી ને બોલાવે છે. જેકોબ કૅબિન માં આવે છે. એ પૂરી રીતે ડરેલો હતો. ઉર્વશી એને આવકારો આપે છે. સેમ રાયન ની બાજુ માંથી ઊભો થાય છે અને જેકોબ ને ત્યાં બેસાડે છે. જેકોબ ડરેલો એની બાજુ માં બેસે છે રાયન એ જેકોબ ને પુછ્યું?
તું સાચે ભક્તિ ને પ્રેમ કરે છે.
જેકોબ: હા હું સાચે પ્રેમ કરું છું અને એની જોડે લગન કરવા માંગ્યું છુ. પણ મને પહેલા તમારી રજા જોઈ યે છે. જો તમે ના પાડશો તો હું નહીં કરું
રાયન: પણ એની શું ખાતરી કે તું એને ખુશ રાખીશ.
જેકોબ: તમે મારા ભાઈ છો અને હું ક્યારેય એવું નહીં કરું કે જેથી તમને ના ગમે. કારણકે મારા માટે હમેશા એજ મોટું રહેશે જે તમારું છે.
રાયન પણ જેકોબ નો ડરેલો અવાજ સાંભળી ને થોડો પીગળી ગયો. એને જેકોબ ને ગળે લગાવ્યો. જેકોબ રાયન ને ગળે લાગી ને બહુ જ રડ્યો. થોડા સમય પછી ને એ શાંત થયો. સેમ એ એને પાણી આપ્યું. સેમ પણ એ બંને જણા ને ગળે લાગી ગયો. અને ત્રણે ને આ રીતે જોઈ ને ઉર્વશી મન માં ખુશ થયી અને એને સંતોષ થયો કે જે થાય છે એ સારા માટે થાય છે. થોડી વાર પછી રાયન એ બધા ને બોલવ્યા. રાયન એ બધા ને કહ્યું કે શું થયું. રાયન એ એના માં બાપ ની બધી વાતો કરી અને કહ્યું કે ઘરે બધા તૈયાર છે હવે જેકોબ ના ઘરે વાત કરવાની છે.
ઉર્વશી: પણ જેકોબ ના ઘરે વાત કર્યા કરતાં પહેલા ભક્તિ ને તો વાત કરવા દે.
આ વાત થી રાયન હસે છે અને પછી બધા હસે છે.
વિકી : જેકોબ તે કયી પ્લાન કર્યો છે?આ એના માટે?
જેકોબ: હા. મે થોડું તો વિચારેલું તો છે.
ઉર્વશી :ok done, તું આજ સાંજ ની તૈયારી કર હું ભક્તિ ને તું કહિશ એ સમયે અને જગ્યાએ મોકલવાની જવાબદારી મારી. રાયન તું after effect માટે તૈયાર રહેજે.
વિકી:ok. તો એક કામ કરીયે રાયન અને સેમ ભક્તિ ને સાઇડ અને હું એને જેક જેકોબ ની સાઇડ અને જો ભક્તિ હા પાડે તો આપણે બંને સાઇડ.
જેક: done.
એમ કહી ને બધા છૂટા પડે છે. જતાં જતાં રાયન ઉર્વશી ને યાદ કરાવે છે કે એને એની મમ્મી ને મળવા જવાનું છે.
ઉર્વશી: રાયન તું ચિંતા ના કર હમણાં દસ મિનિટ માં નિકળું છુ.
ઉર્વશી બેગ હાથ માં લે છે સેમ એને જોઈ રહે છે ઉર્વશી: શું જોવે છે સેમ?
સેમ: એજ કે એ બિન્દાસ છોકરી કેવું કરી શકે છે
ઉર્વશી: તું ખુશ છે ને ?
સેમ: (એક ઊંડા શ્વાસ સાથે) હા કેમ નહીં?
ઉર્વશી: બસ તો તારા માટે આ બધુ છે પાગલ તારી ખુશી એ જ મારી ખુશી.
સેમ: હા. આમ પણ આપણી જોડે એક જ ખુશી છે.
ઉર્વશી હસે છે. કારણકે સેમ ઉર્વશી ની બેન ખુશી ની વાત કરે છે.
ઉર્વશી રાયન ની મમ્મી ને ફોન કરે છે ઉર્વશી ને ઘરે બોલવે છે.
રાયન ના મમ્મી : ઉર્વશી જેકોબ ના ફૅમિલી અમે નજીક છીએ એના કરતાં તારે વધારે નજીક છે તો તું તારી રીતે વાત કરજે.
ઉર્વશી: પણ માસી હજી આપણ ને નથી ખબર કે ભક્તિ નો શું જવાબ છે?
રાયન ના પપ્પા: જો ભક્તિ હા પાડે તો હું બને એટલુ જલ્દી જેકોબ ના પરિવાર જોડે વાર કરી ને આ વાત પતાવી છે કારણકે એના થી ભક્તિ ની જિંદગી માં શાંતિ આવે.ઘણી બધી વસ્તુઓ માંથી નીકળી રહી છે.
ઉર્વશી: હા. કાકા ચોક્કસ. આજે કદાચ જેકોબ ભક્તિ જોડે વાત કરવાનો છે તો આજે ખબર પડશે કે ભક્તિ શું વિચારે છે?
રાયન ના મમ્મી:ok, ઉર્વશી તો એનો જવાબ ની રાહ જોઈએ પછી વાત. મને થોડો ડર પણ લાગે છે કે એ શું કરશે? જેકોબ ના પરિવાર ની પ્રતીભાવ કેવો રહેશે આ વાતનો.
ઉર્વશી: માસી તમે ચિંતા ના કરો થઇ જશે મારા થી જેટલું થશે એ હું બધુ કરિશ.
રાયન ના મમ્મી: તે આટલું કહી દીધું એજ અમારા માટે બહું છે ઉર્વશી.
ઉર્વશી:માસી મારા માટે ખુશી અને ભક્તિ બંને સરખા છે ચિંતા ના કરો ગમે તે થશે. બધા તમારી જોડે જ છીએ આંટી હું નિકળું હજી મારે જેકમેન ને પણ મળવાનું છે તમને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું જેકમેન ને બધુ કહું?
રાયન ના પપ્પા: બકા. જેકમેન ને તો કહેવું પડશે. ને તું તારી વાત કર. ભક્તિ નો જે પણ જવાબ હશે પણ આપણે જઈ ને પણ મળવું પડશે.
રાયન ના મમ્મી: હા. સાચી વાત છે.
ઉર્વશી: ok. અંકલ આંટી મને કોઈ પણ ખબર પડે છે તો હું તમને કહું છુ. ચાલો હવે હું નિકળું.
રાયન ના પપ્પા: હા.બકા વાંધો નહીં. ધ્યાન થી જજે.
ઉર્વશી : ok uncle.
ઉર્વશી ત્યાં થી નીકળે છે. જેકમેન ના પીએ નો ફોન આવે છે કે જેકમેન અત્યારે મોલ સાઇડ મીટિંગ માં ગયા છે તો એ તમને ભક્તિ ની શોપ પર મળશે.
ઉર્વશી જેકમેન ની મીટિંગ પતવાનો સમયે પૂછ્યો. એ હજી લગભગ 30 મિનિટ ની વાર હતી.
ઉર્વશી: સ્નેહા એક કામ કર. તું મને જેકમેન ની મીટિંગ પતે ત્યારે ફોન કરાવજે.
સ્નેહા: ok. હું વાત કરી ને તમને કહિશ. ઉર્વશી એ જેકોબ ને ફોન કર્યો.
ઉર્વશી: જેકોબ તારે શું ચાલે છે?
જેકોબ: ઉર્વશી હું ફૂલો ની દુકાન આવ્યો છુ.
ઉર્વશી: કયી જગ્યા એ? હું કદાચ તારી નજીક માં જ ક્યાક છુ.
જેકોબ: તું ક્યાં છે?
ઉર્વશી: અરે હું સ્ટેડિયમ ના પાર્કિંગ માં છુ.
જેકોબ: ( જોર થી હસે છે) તું પાર્કિંગ માં શું કરે છે?
ઉર્વશી: અરે હું જેકમેન ને મળવાની હતી પણ એમને કોઈ મીટિંગ છે તો એને મને એવું કીધું કે એ મને ભક્તિ ના શોપ પર મળશે. હવે એની શોપ પર તો આ બધી વાત થાય નહીં તો આશિષ કહ્યું કે હું અહિયાં જ રાહ જોવું. મે સ્નેહા ને ફોન કર્યો છે કે જેકમેન ફ્રી પાડે ત્યારે ફોન કરે તો હું એમને બીજી કોઈ જગ્યા એ મળવા બોલાવીશ.
જેકોબ: such a long story..તો એક કામ કર હું સ્ટેડિયમ થી 2 ગલી છોડી ને જે ફૂલો ની દુકાન છે જ્યાં થી તને સેમ એ ઇંડિયન રોઝ અપાવ્યા હતા ત્યાં આવી જ.
ઉર્વશી :હમ્મ. એ ઇંડિયન રોઝ ની સ્મેલ ખરેખર બહું જ મસ્ત હતી. સારું ચલ મને પર્ફેક્ટ યાદ નથી પણ આશિષ એ જોયું હશે.
ઉર્વશી: જેકોબ હું આવી 5 મિનિટ માં.
આશિષ ઉર્વશી ને ત્યાં લઈ ને જાય છે. ઉર્વશી ને થાક જેવું લાગતું હતું માટે એને રિટર્ન માટે આશિષ ને બોલવી લીધો હતો.
ઉર્વશી શોપ માં જાય છે જેકોબ ને હેલ્પ કરાવે છે.
જેકોબ: તે ગિફ્ટ માં શું લીધું?
જેકોબ: અલા....
ઉર્વશી : શું થાય?
જેકોબ: ઉર્વશી એ તો હું ભૂલી જ ગયો. એક કામ કર. તું પણ ચલ એની પસંદ તને વધારે ખબર હશે. માટે આપણે બંને જણા જઈએ.
ઉર્વશી: એક કામ કર અહિયાં નજીક માં એક સારી ગોલ્ડ શોપ છે ત્યાં થી એ ના માટે કાયિક લેતા જઈએ.
જેકોબ:ok, ચલ ઉર્વશી.
જેકોબ એડ્રેસ અને પેમેંટ આપે છે. જેકોબ અને ઉર્વશી બંને જણા દુકાન માં જાય છે ત્યાં થી એ નાનો ગાળા નો હાર લે છે. ત્યાં ઉર્વશી ની નજર એક રિંગ પર પડી એને એ બહુ જ ગમી એ વિચારતી હતી કે લવું કે નહીં ત્યાં તો જેકોબ બોલ્યો મસ્ત લાગશે સેમ ના હાથ માં.
ઉર્વશી: સાચે ?
જેકોબ: હા. અને એની સ્ટાઇલ પણ છે તો એને ગમશે પણ ખરી.
ઉર્વશી એ રિંગ લઈ લે છે એટલા માં ઉર્વશી ને જેકમેન નો ફોન આવે છે ઉર્વશી જેકમેન ને ભક્તિ ની ઓફિસ મળવા ની ના પડે છે. ઉર્વશી એને સૂચન આપે છે કે ઉર્વશી ના ઘરે મળે.
જેકમેન પણ એમને હા પાડી કારણ કે એ હવે ઘરે જવાના હતા. ઉર્વશી સેમ ને ફોન કરી ને ઘરે બોલવે છે. ઉર્વશી પહોંચે એ પહેલા રામે બધા માટે નાસ્તો અને ચ્હા બનાવી.
ઉર્વશી એ જેકમેન ને બધી વાત કરી. જેકમેન પહેલા તો આશ્ચર્ય પામી ગયા પણ પછી એમને કહ્યું કયી વાંધો નહીં. જો તમને અને એમની ફૅમિલી ને કોઈ પ્રોબ્લેમ નથી તો મને તો શું પ્રોબ્લેમ હોય. બસ મારા માટે તો આ બધા મારા છોકરા છે. મારે તો એ લોકો ખુશ રહે એ જ મહત્વનુ છે.
સેમ: I know, જેકમેન જો કદાચ તમે ના હોત તો અમે મળ્યા પણ ના હોત ના મને ક્યારેય વિશ્વાસ આવત કે હું ઉર્વશી જોડે વાત કરી શક્ત અને ના આજે અમારા બંને નું આવું ઘર હોત.
જેકમેન: બસ તમે ખુશ રહો એજ મને જોઈએ.
સેમ નો ફોન વાગે છે. એ ફોન જોવે છે તો જેકોબ હતો.
સેમ: બોલ જેકોબ?
જેકોબ: અરે સેમ તું અને રાયન પેલા દિવસે ડેસર્ટ માટે ગયા હતા એ કઈ જગ્યા હતી?
સેમ: એ સિટિ ની પેલી સાઇડ છે.
જેકોબ: વાંધો નથી તું મને એડ્રેસ આપ.
સેમ:ok. આપું ત્યાંનું મેંગો ડિલાઇટ લેજે એ મસ્ત હતી. અને તિરામીશું પણ
જેકોબ: ok.
ઉર્વશી: આજે જેકોબ બધુ જ કરી લેશે.
જેકમેન : બસ આજે ભક્તિ આજે હા પાડી દે. તો આજે બધુ શોર્ટ આઉટ થયી જાય.
ઉર્વશી : હું પણ એજ આશા રાખું છૂ.
જેકમેન: સેમ જરૂર પડે તો ફોન કરજે.
સેમ: ok. જેકમેન જો કયી હશે તો કહું.
જેકોબ નો 15 મિનિટ માં ફોન આવે છે, જેકોબ ઉર્વશી ને ભક્તિ 8 વાગે સુરભિ રેસ્ટોરન્ટ માં મોકલવાનું કહે છે.
ઉર્વશી: જેકોબ કોઈ ડ્રેસ કોડ રાખવાનો છે તારે?
જેકોબ: ના ઉર્વશી બસ એમ જ વાંધો નથી.
ઉર્વશી:ok than bye.
ઉર્વશી ભક્તિ ને ફોન કરે છે.
ઉર્વશી: ભક્તિ તું શું કરે છે?
ભક્તિ: કયી નહીં. ઉર્વશી બસ કામ. તને કોઈ અપડેટ મળી તારા માટે કયી હોય તો.
ઉર્વશી: ના મને કોઈ અપડેટ નથી મળી આજે સાંજે તું ફ્રી છે?
ભક્તિ: ના મારે થોડા બિલ નું કામ છે.
ઉર્વશી: તું એ બિલ કાલે બનાવજે. તું આજે સાંજે 7.300 એ તૈયાર થયી ને રહેજે. સાંજે આશિષ લેવા આવશે તારી જોડે લાલ ડ્રેસ છે?
ભક્તિ: હા હશે. પણ કેમ આજે શું છે?
ઉર્વશી: (મન માં વિચારે છે કે અને બધુ પૂછવા જોઈએ પછી એવું પણ વિચાર્યું કે એને થોડી ખબર છે કે આજે સાંજે એની જોડે શું થવાનું છે)
ભક્તિ આજે મારી એક ફ્રેન્ડ આવવાની છે યુરોપ થી તો એની સાથે આપણે ડિનર માટે જઈ શું. તો તારો કૉન્ટૅક્ટ પણ બને અને ભવિષ્ય માં કામ લાગશે. અને એ રેસ્ટોરન્ટ ની આજે એનિવર્સરી છે તો એ લોકો આજે રેડ થીમ રાખી છે તો બધા ને લાલ કપડાં માં બોલ્યા છે.
ભક્તિ:ભલે હું તૈયાર થયી ને આવી જઈશ.
ઉર્વશી ફોન મૂકે છે અને રામ ની મદદ કરવા માં લાગી જાય છે. ભક્તિ થોડી ફ્રી થયી ને ઘરે જાય છે એને વહેલા ઘરે આવતા જોઈ ને એના પપ્પા એ પૂછ્યું કે શું થયું બકા કેમ વહેલા આવી?
ભક્તિ: પપ્પા કયી નહીં થયું. બસ ખાલી ઉર્વશી ના મિત્ર નો જોડે ડિનર પાર્ટી માં જવાનું છે પણ એ યુરોપ થી આવ છે તો થોડું સારું તૈયાર થયી ને જવાનું પડે માટે થોડી વહેલા આવી ગયી.
પપ્પા:ભલે ભલે વાંધો નથી બેટા.
એના મમ્મી એના પપ્પા સામે જોઈ ને મંદ મંદ હસે છે. એમને ખબર પડી ગયી કે ઉર્વશી બહાનું કાઠ્યું છે જેકોબ ના પ્લાન માટે.
ભક્તિ તૈયાર થતી હોય છે તો એને એની મમ્મી આવે છે એને નેકલેસ આપે છે જે ભક્તિ ને બહુ ગમતો હતો પણ એને મમ્મી ક્યારે પણ પહેરવા નહોતી આપતી કારણકે એમને ભક્તિ ના નાના તરફ થી મળે લો એ પહેલી ગિફ્ટ હતી એના મમ્મી માટે.
ભક્તિ: (આશ્ચર્ય થી) મમ્મી કેમ આજે આ નેકલેસ આમ પણ આ બહું જ મોઘો છે તો મને નથી લાગતું કે આ આજ માટે યોગ્ય છે.
મમ્મી: ભક્તિ આ ડ્રેસ પર સારો લાગે છે તું પહેરી લો જ રાખજે.
ભક્તિ અને એની મમ્મી બંને વચ્ચે ચર્ચા વિચારણા ચાલે છે. છેલ્લે એની મમ્મી એને એ નેકલેસ પહેરવા માં સફળ થાય છે.
ભક્તિ તૈયાર થયી ને બેઠી હોય છે. વારેઘડી એ ભક્તિ બહાર જોવે છે કે આશિષ આવ્યો કે નહીં એના મમ્મી પપ્પા એને જોઈ ને ખુશ થાય છે એ આ પળ ને એન્જોય કરે છે.
થોડી વાર માં આશિષ આવે છે એ ભક્તિ ને લઈ ને જેકોબ એ બતાવેલા રેસ્ટોરન્ટ આગળ પહોચે છે. એ જ્યારે જાય છે ત્યારે આશિષ કહે છે સેમ સર ને કઈક કામ છે તો ઉર્વશી મેમ ને થોડું મોડુ થશે તો તમે અંદર જવો. હું મેમ ને લઈ ને આવું છુ.
ભક્તિ : ખબર નથી પડી રહી કે આજે બધા ને શું થયું છે.બધાં અજીબ વર્તન કરે છે. એમ કરી ને એ કાર માંથી નીચે ઉતરે છે અને ધીમે ધીમે એ રેસ્ટોરન્ટ તરફ જઈ રહી છે.આશિષ હસે છે એ જેકોબ ને ફોન કરી ને કહે છે કે સર ભક્તિ આવી રહી છે. જેકોબ તૈયાર થયી જાય છે.
આશિષ ઉર્વશી ને પણ ફોન કરે છે તો ઉર્વશી આશિષ ને ત્યાં જ ઊભા રહેવા કહે કે જો કોઈ પ્રોબ્લેમ થાય તો એ ભક્તિ ને લઈ ને સિધ્ધો સેમ ના ઘરે લઈ ને આવે. આશિષ ત્યાં રાહ જોવે છે એ વાત જેકોબ ને પણ ખબર હતી. ભક્તિ સીડીઓ ચડી રહી હતી એમ એમ જેકોબ ના હર્દય ના ધબકારા વધી રહ્યા હતા, ભક્તિ દરવાજો ખોલે છે તો ત્યાં લગભગ આખી રેસ્ટોરન્ટ ખાલી હોય છે એ ડરી ને પાછી જાય છે એને જતાં જેકોબ જોઈ જાય છે ભક્તિ સીડી ઉતરવા જાય છે ત્યાં જ જેકોબ એનો હાથ પકડી લે છે ભક્તિ ઉપર જોવે છે.
ભક્તિ: અરે જેકોબ તું?
જેકોબ: હા
ભક્તિ: મને ઉર્વશી એ બોલાવી હતી એની કોઈ ફ્રેન્ડ જોડે ડિનર છે માટે પણ કદાચ હું ખોટા રેસ્ટોરન્ટ માં આવી ગયી છુ. અહિયાં કોઈ નું ફંકશન લાગે છે.
જેકોબ: તું સાચા એડ્રૈસ પર જ આવી છે તું ખાલી અંદર આવ.ભક્તિ તને મારા પર ભરોસો છે?
ભક્તિ કયી પણ બોલ્યા વગર એ જેકોબ જોડે ગયી. જેકોબ એ એનો હાથ પકડ્યો. ભક્તિ એ પણ એને લાગ્યું કે બધુ એનું મનપસંદ ફૂલો થી સળગારેલું હતું. હોટેલ ના ટેબલ માં પણ એના મનપસંદ કલર નો ઉપયોગ કરવા માં આવ્યો હતો. જે ટેબલ હતું એની આજુબાજુ માં એના મસ્ત થોડા ફોટા હતા. એ ટેબલ જોડે જાય છે. બધુ જોઈ ને ખુશ થયી જાય છે જેકોબ ની હિમ્મત નથી થતી કે એ કયી પણ બોલે પણ એ ઈશારો કરે છે તો વેઇટર ગીતો ચાલુ કરે છે એ ગીતો સાંભળી ને ભક્તિ શોક થયી જાય છે એ પણ એનું મનપસંદ ગીત હતું.
જેકોબ એ જમવાનું મંગાવે છે એ પણ એનું મન પસંદ હતું ભક્તિ જેકોબ નો હાથ પકડી લે છે અચાનક બોલી:wait ....
જેકોબ ડરી જાય છે. એ ડરેલ અવાજે બોલ્યો: ભક્તિ શું થયું તને નથી ગમ્યું તો સોરી.જો ભક્તિ જો તને નહીં ગમે તો હું તને હેરાન નહીં કરું.
ભક્તિ: wait jecob… શું નહીં હેરાન કરું. હજી મને તો આ પહેલા સમજવા દે કે મારી જોડે થયી શું રહ્યું છે.
જેકોબ ની કયી જ હાલત નથી રહી કે એ કયી બોલે. બસ એને હવે રડવાનું જ બાકી રહ્યું હતું.
ભક્તિ: જેકોબ શું હું સમજુ છુ એ સાચું છે?
જેકોબ: શું?
ભક્તિ: કે તું મને પ્રપોઝ કરવાનો છે?
જેકોબ: ભક્તિ હા.
ભક્તિ: અને આ વાત ઉર્વશી ને ખબર છે.. તો સેમ ને પણ ખબર હશે?
અને જો સેમ ને ખબર હશે તો એનો મતલબ એ કે આ વાત ભાઈ ને પણ ખબર હોવી જોઈ યે.
જેકબ: કયી નથી બોલતો.
ભક્તિ: બોલ હવે જેકોબ...
જેકોબ: હા બધા ને ખબર છે આપણાં ગ્રુપ માં
ભક્તિ : ઓહહ તો આ તમારી મિલી ભગત છે.
જેકોબ: ના ઉર્વશી એ લોકો બસ ખાલી મને મદદ કરતાં હતા. પણ ભક્તિ નિર્ણય લેવા માં તને કોઈ જ હેરાન નહીં કરે. તું જે પણ કહીશ એ મને મંજૂર રહેશે અને હું તને ફરી ક્યારે ડિસ્ટર્બ પણ નહીં કરું.
ભક્તિ : ઓક. તો હું નિર્ણય પછી આપીશ.. પહેલા તું મને હા પાડવા માટે ના કારણો તો આપ.
જેકોબ: ભક્તિ તું મારી જોડે આજે સાંજે રહીશ ને...
ભક્તિ: હા વાંધો નથી, આમ પણ હું આવી જ ગયી છુ આટલું મહત્વ મળી રહ્યું હોય તો રહી જ ને અને આમ પણ તું જેકોબ છે તો મને કોઈ પ્રોબ્લેમ નથી અજાણ્યા માણસ તો તું છે નહીં.
જેકોબ: તો ભક્તિ હું આશિષ ને જવાનું કહી દવું.
ભક્તિ: કેમ એ નથી ગયો હજી.
જેકોબ: ના ઉર્વશી એ એને રાહ જોવા નું કહ્યું હતું. કારણકે જો તને કોઈ પણ જાત ની અગવડતા પડે તો એ તને ઘરે લઈ જવા માટે રાહ જોતો હતો.
જેકોબ આશિષ ને ફોન કરી ને જવા કહ્યું. આશિષ ત્યાં થી નીકળી ગયો.
ભક્તિ એ કયી ખરાબ પ્રતીભાવ નથી આપ્યો અવની એને ખુશી હતી. તો એ હા કે ના ની ચિંતા કર્યા વગર એને જે પ્લાન કર્યું એ રીતે સાંજ વિતાવવાનું નક્કી કર્યું. જ્યારે એમનું ડિનર પત્યુ ત્યારે એ ડેસર્ટ ખાવા માટે બીજે લઈ જવા કહ્યું ત્યારે ભક્તિ એ ના પડી.
ભક્તિ : તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું કહું એ જગ્યા એ જઈ યે આપણે.
ભક્તિ એને એક પાર્ક જોડે લઈ જાય છે. એ ત્યાં આઇસક્રીમ નો ઓર્ડર આપ્યો. અને ત્યાં જ જેકોબ ની નજર એક પૂલ પર પડે છે. જેકોબ ભક્તિ ને પૂલ પર લઈ ને જાય છે. ત્યાં એક બકડા પર બેસે છે અને જેકોબ નેકલેસ ભક્તિ ની સામે ધારે છે.
જેકોબ: ભક્તિ હું આખી લાઇફ તારી જોડે આવી જ રીતે રહેવા માંગુ છુ. પ્લીઝ તને કોઈ પ્રોબ્લેમ હોય તો તું ના પાડી શકે છે. તું હું કયી નહીં કહું.
જેકોબ થોડી વાર સીધી રાહ જોવે છે પછી ભક્તિ એ નેકલેસ ને સ્વીકારે છે.ત્યાં અચાનક જ બોડીગાર્ડ આવે છે.
બોડીગાર્ડ: સર તમે અહિયાં આવો જલ્દી લેફ્ટ સાઇડ માં મેમ ની કાર છે. તમે લોક જલ્દી ત્યાં જાવ.
જેકોબ ભક્તિ નો હાથ પકડી ને દોડે છે. ભક્તિ નો શ્વાશ ચડી જાય છે.
જેકોબ એને હજી દોડાવે છે.
એ લોકો ગાડી માં બેસે છે .ઉર્વશી નો ફોન જેકોબ પર આવે છે.
ઉર્વશી: તને નક્કી કરી ને રાખ્યું છે કે કોઈ સારો દિવસ શાંતિ થી ના જવો જોઈએ.
જેકોબ: કેમ?
ઉર્વશી : તું જ્યાં હતો ત્યાં 4 છોકરી જોઈ ગયી તો એને ઇન્સ્ટાગ્રામ પર મૂક્યું તો અત્યારે બહું બધા ફેન્સ તારી દરવાજા પર રાહ જોવે છે. ગેટ પર સિક્યોરિટી હતી માટે એ લોકો અંદર નથી આવી શકયા.
જેકોબ: સોરી ઉર્વશી. મને ધ્યાન જ નથી રહ્યું,
ઉર્વશી: જેકોબ તું ક્યારે સુધારીશ. ભક્તિ કેમ છે?
વ્હાકતી: મને સારું છે.
ઉર્વશી: ભક્તિ, હવે તો જેકોબ ને હા પડી દે.
ભક્તિ: ઓક ઉર્વશી. ઉર્વશી ફોન મૂકે છે.
ભક્તિ:આપણે અહિયાં છીએ એ આ બધાં ને કેવી રીતે ખબર પડી.
જેકોબ: welcome to JVM. હવે તારી કોઈ પણ વાત નહીં હોય જે એને નહીં ખબર હોય.
ભક્તિ: ઓહહ.
જેકોબ: હમમ
ભક્તિ: જેકોબ. હું તારું પ્રસ્તાવ ને સ્વીકારું છુ.
જેકબ: સાચે?
ભક્તિ: હા જેકોબ.
જેકોબ ભક્તિ નો હાથ પકડે છે. ભક્તિ ને એના ઘર આગળ જેકોબ મૂકવા જાય છે. ભક્તિ એના ઘર માં જાય છે તો હજી એના માતાપિતા જાગતા હતા. ભક્તિ એ બને ને જાગતા જોઈ ને પુછ્યું : હજી સુધી કેમ જાગો છો?
રાયન ના મમ્મી: કયી નહીં એમ જ મૂવી જોતાં હતા માટે.
રાયન:મમ્મી એમ કહી દે ને કે એની રાહ જોતાં હતા.
ભક્તિ રાયન ની સામે જોવે છે પછી એના મમ્મી પપ્પા સામે જોવે છે.
રાયન : તું ચિંતા ના કર. બધા ને ખબર છે કે તું જેકોબ જોડે હતી. અને તે જેકોબ ને હા પડી.
ભક્તિ: ઓહહ એટલે મમ્મી એ મને એનો મનપસંદ નેકલેસ આપ્યો હતો. આજે મને એવું હતું કે ભાઈ ને જ ખબર છે.
રાયન: ના બધા ને ખબર હતી. બસ તારી હા ની રાહ જોતાં હતા.
ભક્તિ રૂમ માં જાય છે. રાયન બધા ને સુવા માટે કહે છે. એના મમ્મી પપ્પા સુવા રૂમ માં જાય છે.
રાયન થોડા સમય માં ચોપડી વાંચે છે અને પછી એના રૂમ માં સુવા માટે જાય છે તું એની નજર ભક્તિ ના રૂમ માં પડે છે તો એ એના રૂમ માં જાય છે. ભક્તિ બારી જોડે બેઠી હતી.
રાયન: ભક્તિ તને કેવું છે?
ભક્તિ રાયન ને બેસવા માટે જગ્યા કરી આપે છે.
રાયન: ભક્તિ તે કોઈ દબાવ માં આવી ને આ ફેંસલો નથી લીધો ને?
ભક્તિ : ના ભાઈ પણ મને ડર લાગે છે કે હું બધુ કેવી રીતે સંભાળીસ અને મારે લીધે કાલ ઉઠી ને તમારા બંને જણા વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયી તો.
રાયન: ભક્તિ જે થશે એ સારું થશે. બીજી વસ્તુ એ કે અમારા વચ્ચે ક્યારે પણ કોઈ ના લીધે પ્રોબેલ્મ નહીં થાય. હવે અમારે વારસો થયી ગયા. માટે તું એની ચિંતા ના કર, અને છતાં પણ તને એવું કયી પણ લાગે તો તારી જોડે હેલ્પલાઇન તો છે જ
ભક્તિ: ઉર્વશી રાઇટ?
રાયન: ( હસી ને) હા. તને ત્યાં થી જવાબ મળી જશે.
રાયન ગૂડ નાઇટ કહી ને ત્યાં થી નીકળે છે.
બીજા દિવસે સવારે રાયન ના મમ્મી ઉર્વશી ને ફોન કરે છે.
ઉર્વશી: ગૂડ મોર્નિંગ આંટી.
રાયન ના મમ્મી: ગૂડ મોર્નિંગ બેટા. કાલે ભક્તિ એ હા પડી જેકોબ ને.
ઉર્વશી: હા માસી સારું ને ભક્તિ એ સમજદારી વાળું પગલું ભર્યું છે.
રાયન ના મમ્મી: તો બેટા હવે જેકોબ ના માતા પિતા ને બોલવીએ.
ઉર્વશી: હા માસી હું આજે એમની જોડે વાત કરું છુ.
સેમ બેડ માંથી બૂમ પાડે છે. ઉર્વશી.
ઉર્વશી: શું થયું સેમ?
સેમ બેડ માંથી ઊભો નથી થયી શકતો. ઉર્વશી સેમ તને શું થયું?
સેમ: ખબર નથી ઉર્વશી કદાચ કાલે રિહર્સલ માં કોઈ પ્રોબ્લેમ થયી હશે મારા થી ઊભું નથી થવાતું .
ઉર્વશી: એક કામ કર હું તને ધીમે ધીમે બાથરૂમ સુધી લઈ જવું. નહીં ધોઈ લે ત્યાં સુધી ડોક્ટર ને બોલવીએ.
ઉર્વશી સેમ ને બાથરૂમ સુધી લઈ જાય છે એ ફ્રેશ થયી ને આવે છે ત્યાં સુધી માં ડોક્ટર આવે છે. ડોક્ટર એની થેરપી ચાલુ કરે છે. સેમ ઉર્વશી ને ઓફિસ જવાનું કહે છે. પણ એ ના પડે છે. અને ઓનલાઇન મીટિંગ ગોઠવે છે. ડોક્ટર ગયા પછી બપોરે ઉર્વશી એ સેમ ને જમવાનું આપ્યું. ત્યારે સેમ એ એને એની બાજુ માં બેસવા કહ્યું. ઉર્વશી એની બાજુ માં બેઠી સેમ ને મસલ્સ નો દુખાવો હતો. એ ધીમે ધીમે ખાતો હતો. ઉર્વશી એ એને ખવડાવનું કહ્યું પણ એને ના પડી એજ સમયે એ મિસીસ મારિયા નો ફોન આવે છે તો એ અને ઉર્વશી બને જણા ભેગા થયી ને સેમ ને હેરાન કરે છે. એમનો ફોન મૂકે છે. સેમ જમી લે છે. ઉર્વશી ડિશ લેવા હાથ લંબાવે છે સેમે એનો હાથ પકડે છે.
સેમ: ઉર્વશી, thank you .
ઉર્વશી: સેના માટે?
સેમ : ઉર્વશી આજ કાલ કોન્સર્ટ ના લીધે તારે પણ બહુ બધા કામ હશે છતાં પણ તું મારી જોડે રહી. મે તને સાચે માં કીધું હતું કે તું જ કારણ કે હું નહોતો ઈચ્છતો કે તારું કામ મારા લીધે હેરાન થાય પણ તું ના ગયી. મને સારું લાગ્યું.
ઉર્વશી: કામ તો હું કાલે પણ ખેચી શકું પણ તને જરૂર હોય ત્યાં હું ના રહું એ તો ના ચાલે ને સેમ. હું ગમે તે કરું. પણ તું મારી સૌથી પહેલી પ્રાથમિકતા છે. અને જ્યારે જરૂર હોય ત્યારે તને મારી જરૂર હોય ત્યારે.
સેમ ઉર્વશી ને કપાળે પર ચુંબન કરે છે.
ઉર્વશી ડિશ મૂકી ને આવે છે.
સેમ: ઉર્વશી તે જેકોબ ના માતપિતા ને કોલ કર્યો.?
ઉર્વશી: અરે ના સેમ એ તો હું ભૂલી જ ગયી છુ.
સેમ: કયી નહીં હવે કરી લે.
ઉર્વશી: સેમ અહિયાં બોલાવવા માટે હું જેકોબ ને કહું છુ એ લોકો ને બોલવે પછી આપણે મળી ને રૂબરૂ વાત કરીશું. તારું શું કહેવું?
સેમ: હમમમમ બરાબર છે ઉર્વશી..
ઉર્વશી જેકોબ ને ફોન કરે છે એ જેકોબ ને સૂચન આપે છે કે એ લોકો ને અહિયાં બોલવે..
ઉર્વશી અને સેમ એમના ઘરે જાય છે. એમની જોડે મીટિંગ ચાલે છે. એ લોકો ને થોડી તકલીફ પડે છે. માણવા માં પણ જેમતેમ કરતાં એ લોકો સફળ થાય છે. અને એમને હા પડાવે છે.
જેકોબ ના માતપિતા અને રાયન ના માતપિતા મળે છે એ લોકો ભક્તિ ને વહુ તરીકે સ્વીકારે છે. એ લોકો ના લગ્ન ની તારીખ નક્કી કરવા ની વાત આવે છે. કોન્સર્ટ પણ નજીક માં હતો તો એ લોકો આ કોન્સર્ટ પછી ની તારીખ કરે છે. કોન્સર્ટ ની તૈયારી પુરજોશ માં ચાલે છે. કોન્સર્ટ માં આવખતે ઉર્વશી નું ફૅમિલી પણ આવ્યું હતું. બધા એ બહુ જ મજા કરી. ઉર્વશી નો પરિવાર પહેલી વાર સેમ ના પરિવારને મળ્યા. એમને મજા આવી.
એમને એમની બધી વાતો કરી. એમની ફરવા લઈ ગયા. અહિયાં કોઈ ને એવું લાગતું હતું કે એ લોકો વારસો થી ઓળખતા હોય. દાદી હજી પણ નહોતો બોલતા. એ ઘરે જ રહ્યા હતા. બધા ની જોડે એ નહોતા આવ્યા.
સેમ ના મમ્મી એ ઉર્વશી ના ફૅમિલી ને રોકાવવાનું કહ્યું જેકોબ ની મમ્મી એ કહ્યું કે આપણે લોકો જેકોબ ના લગ્ન ની શોપિંગ કરીશું. એજ સમયે રાયન ની મમ્મી એ પણ સામે જ કહ્યું માટે બધા એ નક્કી કર્યું કે આપણે એ કામ કરીશું અને બધા લોકો રહી ગયા, આ વખતે પહેલી વાર આવ્યા એના કરતાં બધુ અલગ જ હતું. ક્યારેક જ જેકસોન બધા છોકરા ને ફરવા લઈ જતો તો ક્યારેક વિકી એમને ફૂડ ટ્રીટ આપતો. બધા લોકો એ જેકોબ ને શોપિંગ માટે લઈ જતો. રાયન મ્યુજિયમ અને આર્ટ વર્ક માટે લઈ જતો. બધા બહુ જ મજા કરી.
એક દિવસ સવારે સેમ: ઉર્વશી.thank you .
ઉર્વશી: શેના માટે?
સેમ: આટલું મોટું અને પ્રેમાણ પરિવાર આપવા માટે.
ઉર્વશી: અરરે બરાબર ... welcome પણ સેમ દાદી હોત તો વધારે મજા આવત..
સેમ: મને પણ એમની યાદ આવે છે પણ શું કરીયે?
ઉર્વશી: કયી નહીં એ પણ એક દિવસ માની જશે.
એજ દિવસે સાંજે સેમ આ દાદી આવે છે. મિસીસ મારિયા : તમે અહિયાં ક્યાથી.?
દાદી : બીજું કયી ના બોલ્યા.ખાલી એટલુ જ બોલ્યા: કેમ તમારે એકલા ને જ પરિવાર છે?આ મારા થી પરિવાર બને છે. હું ઘર ની સૌથી મોટી છુ. આ વહુ તો નહીં બોલવે પણ મારે તો આવવું પડે ને.
વહુ થી એમને મતલબ ઉર્વશી થી હતો. બધા ને ખુશી થયી કે ફાઇનલી દાદી એ ઉર્વશી ને સ્વીકારી લીધી. મિસીસ મારિયા એ ઉર્વશી અને સેમ ને પગે લાગવા ઈશારો કર્યો એ બને પગે લાગ્યા. એમને બંને ના માથે હાથ મૂક્યા. ઉર્વશી ના આંખ માંથી આશું આવી ગયા. સેમ એ ઉર્વશી નો હાથ પકડ્યો. ઉર્વશી સનામાના આશું લૂછી લીધા.
બધા બહું જ ખુશ હતા. સેમ એ બધા ને ડિનર પાર્ટી આપી. બધા લોકો એ બહું જ મજા કરી. જેકોબ ના લગ્ન ની તારીખ નજીક આવતી હતી. માટે એ લોકો એ તૈયારી કરી. બધા એ લગન માં બહું જ મજા કરી. બધુ શાંતિ થી પતાવી ને એક દિવસ સાંજે ઉર્વશી બેઠી હતી તો સેમ આવ્યો.
સેમ: ઉર્વશી ચલ?
ઉર્વશી : ક્યાં?
સેમ: તું ચલ ને... એ ઉર્વશી નો હાથ પકડી ને ખેચી ને લઈ જાય છે.
સેમ ગાડી નીકળે છે રોડ પર એ ચાટ ની લારી આગળ ઊભી રાખે છે ઉર્વશી સામે જોવે છે.
સેમ: મારી સામે શું જોવે છે. જ અને આપણાં બને માટે લઈ આવ.
ઉર્વશી: (શોક થયી ને) સેમ મને તો સ્ટ્રીટ ફૂડ બહું ભાવે છે પણ તું?
સેમ: કેમ હું માણસ નથી હું પણ ખાઈ શકું છુ.
ઉર્વશી:ok.
ઉર્વશી બંને માટે લાવે છે. સેમ એક સારી જગ્યા એ પાર્ક કરે છે બને જણા ખાય છે ઉર્વશી ને આજે ફરી જૂનો સેમ દેખાય છે
સેમ : આજે આપણે લોંગ ડ્રાઇવ પર જઈશું.
ઉર્વશી ખાલી માથું ધૂનવે છે. સેમ મ્યુજિક ચાલુ કરે છે અને બારી નીચે કરે છે.બહું જ દૂર પછી એક જંગલ આવે છે. એ ત્યાં તળાવ હતું ત્યાં ગાડી ઊભી રાખે છે. ઉર્વશી બહાર નીકળી ને જોવે છે તો બહું જ મનમોહક દ્રશ્ય હતું. આજે પૂનમ ની રાત હતી તો તળાવ ના પાણી માં ચંદામમાં નો પડછાયો પડતો હતો. ધીમે ધીમે પવન આવી રહ્યો હતો. ઉર્વશી એ દ્રશ્ય જોયું અને પછી સેમ ની સામે જોયું. એને જોઈ ને સેમ બહું જ ખુશ થયો.
ઉર્વશી: સેમ કેટલી મસ્ત જગ્યા છે.
સેમ: હમ્મ એક દિવસ અમે લોકો શૂટિંગ માટે જંગલ માં આવ્યા હતા. ત્યારે અમે આ જ્ગ્યા જોઈ હતી. ત્યાર નું મે નક્કી કર્યું હતું કે કોઈ ખાસ દિવસ હશે ત્યારે તને અહીં લઈ ને આવીશ. મને તને ઘણા દિવસ થી અહિયાં લાવવી હતી પણ બધા વ્યસ્ત હતા તો સમય ના મળ્યો.
ઉર્વશી: thank you સેમ.
સેમ: thank you ઉર્વશી કે તું મારા જીવન માં આવી અને તે મારી જિંદગી માં આટલા બધા રંગ ભર્યા.
ઉર્વશી સેમ આ ખભે માથું રાખી ને બેસી રહી. એ બને ઘણા સમય સુધી બસ એમ જ બેસી રહ્યા.