પ્રેમ : જીવનનો આધાર - 2 HARSH DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ : જીવનનો આધાર - 2

આગળ કહ્યું એમ કે પ્રેમમાં ભય, મોહ, ક્રોધ, ઈર્ષા, અભિમાન, કે એવા કોઈ પણ વિકારોનું સ્થાન નથી.

ચાલો મિત્રો શરૂ કરીએ પ્રેમને જાણવા, સમજવા, માણવા માટેનો અનોખો સફર....

પરંતુ જો આ વિકારો આપણી અંદર હોય જ નહીં તો આપણે મનુષ્ય કેમ કહેવાયે. પ્રત્યેક વિકારોના બે પાસઓ હોય છે – પહેલું વિકારાત્મક અને બીજું વિકાસાત્મક. ઉદાહરણથી સમજીએ – ભય નામનો વિકાર મનમાં હોવો પણ જોઈએ અને ન પણ હોવો જોઈએ. હવે આ શું વાત થઈ ?

 ભય નામનો વિકાર હોવો જોઈએ - આપણને એ ભય હોવો જોઈએ કે જો હું કઈક ખોટું કરીશ તો ભગવાન મને એની સજા આપશે, જો આમ કરીશ તો મારા માતા - પિતાને ખોટું લાગશે. એવું ઘણું બધુ કહી શકાય. 

 ભય નામનો વિકાર ના હોવો જોઈએ - સૌપ્રથમ તો પ્રેમ કર્યા પછી કે પ્રેમ કરવામાં કોઈ પણ પ્રકારનો ભય રાખવો નહીં... કોઈ નિર્ણય લીધા પછી એને અમલમાં મૂકતી વખતે... પોતાના જ માતા પિતા સામે કોઈ પણ પ્રકારની વાત કરતી વખતે... ઘણું બધુ કહી શકાય. હવે ભય નામનું ચેપ્ટર જોઈએ એમાં વિગતવાર જોઈશું બધુ.  

વિકરાત્મક અને વિકાસાત્મક વિકારો વિષે આપણે આગળ બધા વિકારોના વર્ણનમાં વાત કરશું.   

ભય 

પ્રેમના માર્ગ પર આગળ વધતાં આવતા વિકારોમાનો એક વિકાર એટલે ભય. લોકોને ઘણા બધા પ્રકારના ભય હોય છે. નાના બાળકને શરારત કરવાનો ભય કે મારા માતા પિતા મને મારશે તો, એક વિધ્યાર્થીને પરીક્ષાનો ભય, એક યુવાનને યુવાનીમાં જાગ્રત થયેલો પ્રેમ અને એ પ્રેમમાં પણ ભય નામનો વિકાર અને એ જ યુવાનીમાં એને પોતાની લાઇફ સેટ કરવાની તો એના તણાવથી પણ ભય...

માતા પિતાને પોતાના સંતાનના ભણવાને લઈને ભય, ક્યાંય આડા – અવળા માર્ગ પર એમનું સંતાન ના જાય એનો ભય, અહિયાં પર આપણે એક ભયના પ્રકાર ને બાકી રાખીશું એની ચર્ચા આગળ કરશું. કોઈ પ્રાઇવેટ નોકરી વાળાને નોકરી ન છૂટી જાય એનો ભય અને એ જ ભયના કારણે એ હંમેશા પોતાની મહેનથી એમના બોસ ને ફાયદો અપાવે છે. “ પોતાની મહેનતથી પોતાને અને પોતાના પરિવારને વધુમાં વધુ નફો મળે એવું કાર્ય કરવું જોઈએ.” ભય પ્રત્યેક જગ્યાએ, પ્રત્યેક વ્યક્તિને, પ્રત્યેક સ્થિતિમાં છે જ. પરંતુ એના તરફ જોવાનો આપણો દ્રષ્ટિકોણ બાકી લોકો કરતાં ભિન્ન હોવો જોઈએ.

દ્રષ્ટિકોણ :

પરિસ્થિતિ સામે આપણે કેવી દ્રષ્ટિથી જોઈએ છીએ ? કોઈ પણ વાત, વિચાર કે કોઈએ કહેલ વાક્ય પર આપણે કેવી રીતે વિચાર કરીએ છીએ...

અંતરમાં રહીને જે આપણને ઊંચાય સુધી લઈ જાય એ દ્રષ્ટિકોણ, એ માનસ છે. 

આ પૃથી પર કોઈ પણ વ્યક્તિ ગરીબ હોતો નથી. અત્યારે ટ્રેન્ડ ચાલે છે કે - ગરીબની સેવા કરવી એ આપણો ધર્મ છે, આપણી ભક્તિ છે. પરંતુ આપણને કોઈ વ્યક્તિને ગરીબ કહેવાનો અધિકાર આપ્યો કોણે ? આપણે સામે વળી વ્યક્તિને નીચ ગણવા વાળા કોણ ? ભગવાને બનાવેલ તમામ મનુષ્યો એક સમાન જ છે. અહી એક પ્રશ્ન ઉઠે કે શું તો કોઈ જરૂરિયાતની સેવા કરવી નહીં ? પહેલી વાત એ સમજી લેવી કે જરૂરિયાતની સેવા કરવી એ કઈક અંશે ધર્મ કહી શકાય પરંતુ ભક્તિ ના કહી શકાય.

કોઇની સેવા કરવી અને એને ગરીબ, દૂબળો, હલકો ન ઠરાવવો એવું કેવી રીતે થઈ શકે ? ઉતર છે ‘દદ્રષ્ટિકોણ.’ એ વ્યક્તિ તરફ જોવાનો તમારો દ્રષ્ટિકોણ. આપણી સામે જે છે એ પણ મનુષ્ય છે અને આપણે પણ મનુષ્ય, આપણા હ્રદયમાં પણ એજ ભગવાન છે જે એમના હ્રદયમાં છે. મને ભગવાને થોડું આપ્યું છે તો મારે કોઈને થોડું આપવું જોઈએ. માત્ર આ પ્રેમ ભાવથી કોઇની મદદ કરો. મનુષ્ય ગમે તેટલા પ્રયત્નો કરી લે, પરંતુ એ ક્યારેય પર્ફેક્ટ બની શકતો નથી. માણસો ભૂલ તો ભગવાન શ્રી કૃષ્ણની પણ કાઢે છે તો પછી આપણે.... 

કોઈ વ્યક્તિને ગરીબ કહીને મદદ કરવી કે પ્રેમ ભાવથી ? બધો ખેલ દ્રષ્ટિકોણનો છે. કોઈએ એક સરસ વાક્ય કહ્યું છે – “ ખરાબ દ્રષ્ટિ હશે તો એનો ઉપાય કરવો શક્ય છે પરંતુ ખરાબ દ્રષ્ટિકોણ હશે તો એનો ઉપાય કરવો અશક્ય છે.” 

હવે આપણે ફરી આપણા વિષય પર આવી જઈએ. ‘દ્રષ્ટિકોણ’ છે જ એટલો મહત્વનો વિષય કે એ શબ્દ આવતાજ એના વિશે લખવાનું મન થઈ ગયું.

ભય હકીકત પણ હોઇ શકે અને કલ્પના પણ. લોકો પાસે ભય ન કરવાનું ઘણું બધું કરાવી લે છે. ભય લાગવાનું મુખ્ય કારણ સમજણશક્તિનો અભાવ જ છે. ભયને કારણે...

ભયને કારણે.... ત્યાંથી આગળના ભાગમાં જોશું. ભયના કારણે શું થાય, કેવી કેવી એની આડઅસરો છે... એ બધું આગળના ભાગમાં ચર્ચા કરશું. ત્યાં સુધી આનંદમા રહો, પ્રેમમાં રહો, And keep Going Move Forward....


રાધે રાધે...