प्रेम तत्व न कभी मिटता है, न कोई मिटा पाएगा ।
मिटता केवल ए शरीर है जो पंच तत्वों मे समा जाएगा ॥
પ્રેમ ...... આ અઢી અક્ષરનો શબ્દ બોલવામાં કેટલો સરળ લાગે છે. પરંતુ એનો માર્ગ એટલો જ કઠિન છે.
શું છે પ્રેમ નો અર્થ ?
શું પ્રેમ કોઈને પ્રાપ્ત કરવું છે ?
શું પ્રેમ આત્મસંતુષ્ટિ છે ?
શું પ્રેમ આજે છે અને કાલે નથી ? ના આ બધા જ પ્રેમના વિરોધાભાસ છે.
પ્રેમનો અર્થ કોઈને પ્રાપ્ત કરવું નહીં, પરંતુ તેમાં ખોવાઈ જવું છે.
પ્રેમ આત્મસંતુષ્ટિ નથી, પરંતુ આત્માનો વિસ્તાર છે.
પ્રેમ જન્મ – જન્માંતરનો સંબંધ છે, પ્રેમ અનંત છે.
પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ છે પ્રેમ..
ભક્તિનું મૂળ છે પ્રેમ..
પ્રત્યેક દુખોનો અંત છે પ્રેમ..
પ્રત્યેક શુભનો આરંભ છે પ્રેમ..
નિ:સ્વાર્થ, વિકારોથી મુક્ત, સંસારના બનાવેલ તમામ બંધનોથી મુક્ત..
ક્યારેય નષ્ટ ન થવા વાળો, શારીરિક રૂપથી પરે, માનસિક વિકારોથી પરે, ભૌતિક સુખોથી પરે, એવા અનંત પ્રેમને આપણે જાણીશું..
તો મારા વ્હાલા મિત્રો તમારો સાથ, સહકાર અને પ્રેમ આપતા રહેજો.
ક્યાંય પણ મારી ભૂલ હોય તો ધ્યાન દોરતા રહેજો.
એક વાતની પુષ્ટિ કરી લઈએ કે આપણે જે પ્રેમ વિષે વાત કરવાના છીએ તે અલૌકિક હોવા છતાં આ લોકમાં સિદ્ધ થયો છે. અને એ પ્રેમ એટલે શ્રી રાધાકૃષ્ણનો પ્રેમ. એ પ્રેમને ધ્યાનમાં રાખીને જ હું આ પ્રેમ વિષે લખું છું.
प्रेम से बड़कर कृति कोई नहीं,
प्रेम से बड़कर स्मृति कोई नहीं ।।
प्रेम से अच्छी प्रीत कोई नहीं,
प्रेम से अच्छी रीत कोई नहीं ।।
प्रेम से बोलो राधेकृष्ण,
इससे अच्छा नाम कोई नहीं ।।
( મિત્રો " True Love " બૂક પણ dh એટલે ડોડીયા હર્ષ, મે જ લખી છે. એના પરથી જ આ બૂક ફરીથી વિસ્તારમાં લખું છું. True Love સારાંશ છે આ એનો સંપૂર્ણ અર્થ છે એવું કહેવું હોય તો કહીં શકાય. )
પ્રતિદિન સૂર્ય ઊગવાની સાથે જ જાગી ઉઠે છે કોઈ કહાની, કાઈ સંઘર્ષ, કેટલીક ઈચ્છાઓ, કાઇક યાત્રાઓ. પણ બધી કહાની પૂરી નથી થતી, બધા સંઘર્ષ જીતી શકાતા નથી અને કાઇક યાત્રાઓ રહિ જાય છે અધૂરી. શા માટે ? હવે કોઈ કહેશે પ્રયાસ અધૂરો રહ્યો, કોઈ માનશે કે સંકલ્પ દ્રઢ ન હતો, કોઈ ક્રોધ કરશે, કોઈ આ અસફ્ળતાનું બોજ એના ભાગ્ય પર થોભી દેશે. પરંતુ આ બધાનું કારણ માત્ર એક જ છે, એક તત્વની ઉણપ. ઉણપ છે અઢી અક્ષર ની, ઉણપ છે “પ્રેમ”ની.
પ્રેમ જે ન શાસ્ત્રોની પરિભાષમાં મળે કે ન શસ્ત્રોના બળથી મળે, ન પાતાળની ગહેરાયમાં કે ન આકાશની ઊંચાયમાં. તો પ્રેમ છે કયા ? કઈ રીતે પ્રેમને સમજી શકાય ? શું છે પ્રેમને સમજવાનો માર્ગ ?
જાણવા પ્રેમની રીત,
જોડાયેલા રહો, રાખી તમારી પ્રીત ..
પ્રેમમાં ભય, મોહ, ક્રોધ, ઈર્ષા, અભિમાન, ખુદના અસ્તિત્વને નાનું કે મોટું સમજવું, આવા એક પણ પ્રકારના વિકારોનું કોઈ સ્થાન નથી. સાચા પ્રેમની અનુભૂતિ કરવા માટે આ તમામ વિકારોથી મુક્ત થવું જરૂરી છે. પ્રેમ, આ સંસારના બનાવેલ નિયમો, બંધનો કે વિકારોથી પરે છે. ‘કહેવાય છે ને કે સંપૂર્ણ પાણીથી ભરાયેલા માટલાંમાં વધુ પાણી સમાય ના શકે તેવી જ રીતે વિકારોથી ભરાયેલા મનમાં પ્રેમ સમાય ના શકે’. જેમ જેમ મન માંથી વિકારો, બંધનો નીકળતા જાય તેમ તેમ પ્રેમ સમજ આવતો જાય. પ્રેમ કોઈ વાનગી નથી કે જે બે ક્ષણમાં પાકી જાય અને આપણે તેનો સ્વાદ ચાખી લઈએ. પ્રેમ સમજવા માટે સમગ્ર જીવનનો સમય આપવો જરૂરી છે.
અનુક્રમણિકા
1. ભય
2. મોહ
3. ક્રોધ
4. ઈર્ષા
5. અભિમાન
6. પોતાના અસ્તિત્વને નાનું કે મોટું સમજવું
પ્રેમ વચન
7. પ્રેમ વચન ૧
8. પ્રેમ વચન ૨
9. પ્રેમ વચન ૩
10. પ્રેમ વચન ૪
11. પ્રેમ વચન ૫
12. પ્રેમ વચન ૬
13. પ્રેમ વચન ૭
આશા કરું છું કે તમે બધા આ સફરમાં મારી સાથે આનંદ માણતા માણતા પ્રેમને સમજશો અને મને પણ પ્રેમ આપશો. મને પ્રેમ આપો એ મને કેમ ખબર પડે ? મારી ક્યાંય ભૂલ હોય તો ધ્યાન દોરજો, તમને પસંદ આવ્યું હોય તો રેટિંગ આપજો, તમારો પ્રતિસાદ આપજો. એટલે મને લાગશે કે મારા મિત્રોનો પ્રેમ મારી સાથે જ છે.
મિત્રો આ જ પ્રેમ સાથે મળીએ આગળના ભાગમાં ...
આનંદમાં રહો, પ્રેમમાં રહો, જીવનમાં આગળ વધતા રહો...
રાધે રાધે...