એક અનુભવ - પાર્ટ 1 Yk Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનુભવ - પાર્ટ 1

આ કોઇ સ્ટોરી નથી પણ મારો એક અનુભવ છે જે તમારી સાથે શેર કરી રહી છું. આજે ઘણા સમય પછી કઈક લખાવાનો વિચાર આવ્યો, જે અનુભવ્યું તે જ સાદી ભાષા મા જણાવી રહી છું આશા રાખું છું કે તમને ગમશે. કોઇ સ્પેશિયલ ભાષા નથી વાપરતી કોઇ લેખક જેમ વાક્યો પણ નથી ગોઠવતી બસ લખું છું કારણ કે મને મારા વિચારો લખવા અને શેર કરવા મને ગમે છે . અમદાવાદ થી ૧૧ વાગ્યા ની ફ્લાઇટ મા હું મુંબઇ આવી રાત્રે પછી ૨ વાગ્યા ની ફ્લાઇટ મા ઇજિપ્ત જવાનું હતું એટલે ૧૦ કલાક માટે હોટેલ રૂમ બૂક કર્યો ને ત્યાં પહોચી થોડો આરામ કર્યો પણ પછી મુંબઈ ફરવાનો વિચાર કર્યો. આમ તો ઘણીવાર ફરી છું મુંબઇ પણ જ્યારે સાંજે ફરવા ની વાત આવે એટલે જુહુ બીચ સિવાય કંઈ યાદ ના આવે. બસ તરત જ ઉબર થી કેબ બૂક કરી, આ એક સુવિધા ખુબજ સરસ આવી ગઈ છે બસ કેબ બૂક કરો ને તમે જયાં ઉભા હો ત્યાં ૫ મિનીટ મા ગાડી આવી જાય. કેબ ૭ મિનીટ મા આવી રહી હતી, હું તરત ફ્રેશ થઇ નીચે જવા નીકળી. રૂમ નું લોક જ નોતું થતું એટલે રિસેપ્શન મા જઈ વાત કરી, જબાવ આવ્યો કે આમ જ છોડી દો રૂમ અમે સંભાળીશું, થોડી ચિંતા થઇ કે આમ જ રૂમ કેમ છોડવો કાંઇક સામાન માંથી જતુ રહ્યું તો? પણ પછી લાગ્યું કે વિશ્વાસ કર્યા વગર છૂટકો નથી તે પણ હોટેલ ચલાવી રહ્યો છે પોતાની હોટેલ નું નામ બગડવા તો નહીં જ દે. એટલે ચિંતા છોડી બહાર આવી. કેબ બહાર ઉભી જ હતી જલ્દી બેસી ગયી ડ્રાઇવર સાથે ઓટીપી શેર કર્યો ને ગાડી આગળ વધી. મારી દ્રષ્ટિ મુંબઈ દર્શન કરવા લાગી..હા ખૂબ જ ટ્રાફિક, ગાડી ૩૦ ની ઉપર તો ચાલે જ નહીં . આજુબાજુ ની રોશની જોવા મા હું મશગુલ બની ગઈ. રોડ ની બંને બાજુ મોટા મોટા શોરૂમ ની લાઈન લાગેલી હતી. ક્યાંક નાઇટ ક્લબ ( બાર) ના પણ બોર્ડ વાંચી રહી હતી. એક પછી એક બ્રાન્ડ ની શોપ પર નજર નાખી રહી હતી રીતુ કુમાર, બીબા, તો હાઉસઇન્ટીરિયર કે પછી માન્યવર જેવી મોટી શોપ અને બીજી નાની નાની કપડા, મોબાઈલ,ગિફ્ટશોપ કે શૂઝ શોપ ની હાર માળા રસ્તા ને શોભાવતી હતી. ખરેખર મુંબઈ આખું અનોખું જ લાગ્યું. દરેક જગ્યા એ ખૂબ જ ભીડ લોકો એકબીજા ને અડી અડી ને જઈ રહ્યા હતા. મન મા વિચાર આવતો કે કેવી રીતે મુંબઈ વાળા રહી શક્તા હશે જ્યા જુવો ત્યાં ભીડ, ટ્રાફિક, અવાજ નું પોલ્યુશન, વાતાવરણ મા ઉકળાટ,મોટી મોટી બિલ્ડિંગ. ક્યાંક નાના નાના ઘરો પણ આવી જતા હું ખાસ જોતી તેમના ઘર મા કોઈક નો ડ્રોઈંગ રૂમ જોવા મળતો તો કોઈનું કિચન તો કોઇ એ પડદાં કરી રાખ્યા હતા થોડો ગણો અંદાજ તો ત્યાંજ આવી જાય કે મુંબઈ નું જીવન હશે. એક કલાક પછી હું જુહુ બીચ પહોચી અરે બાપ રે જોઈ ને હું એકદમ અવાક રહી ગયી આ જુહુ બીચ ?? જેને આટલા બધાં મૂવી મા જોયું છે. નજારો કોઈ ઓર જ હતો ક્યાંય પણ ઊભાં રેહવાની જગ્યા પણ નોતી દેખાતી ચારે બાજું પબ્લિક કોઈ ટોળા મા બેઠું હતું તો ક્યાંક કપલ બેઠું હતું ચારે બાજુ પુષ્કળ અવાજ, ડ્રાઇવર ને ઓનલાઇન પે કરી ગાડી બહાર આવીને દરિયા તરફ જવા lagi