જીવન પ્રેરક વાતો - ભાગ 07 - 08 Harshad Kanaiyalal Ashodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન પ્રેરક વાતો - ભાગ 07 - 08

કેસરિયા - 07

આ વાર્તા છે લીલુભા કાચબા ની અને હરી સસલાની. જંગલમાં બધા જાણે છે તેમ સસલો દોડવામાં ઉસ્તાદ અને કાચબો ધીરો. લીલુભા ખાનદાની હરામી અને લુચ્ચો, રાગ રાગ માં કપટ ભર્યું હોય. હુસયારીનો પાર નહિ. આ બાજુ હરી સસલો સાવ સીધો, ધર્મ ને રસ્તે ચાલનારો.

જંગલમાં એક વખત આગ લાગી બધા પશુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ નીકળી ગયા. આ વખતે ખરેખરી દરેકની ઝડપની કસોટી થઇ ગઈ. તેમાં લીલીભાએ હોશિયારી વાપરી હાથી ઉપર ચડી ને સલામત જગ્યાએ પહોચી ગયો. પણ તેણે હાથીભાઈ માટે જરા પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી નહિ ઉલટું લીલુડો તો કહેવા લાગ્યો કે હું ખુબ ઝડપથી સલામત સ્થળે પહોચી ગયો!!!

એમાં કાગનું બેસવું અને ડાળ નું પડવું, હરી સસલો જરા મોડો પડ્યો. કોઈ માનવા તૈય્યાર નહિ સસલો ધીરો અને કાચબો ઝડપી. આખા જંગલમાં હો હો થઇ ગઈ. બધાએ એક મત પર સમજુતી કરી કે લીલુભા અને હરી સસલા ની સ્પર્ધા થઇ જાય અને વાત નો નિવેડો આવે.

બસ વાત તય થઇ ગઈ. આ બાજુ લીલુભા કાચબો બીનો નહિ. લુચ્ચાઈ તેના લોહીમાં દુર્યોધન જેવી. કપટ અને પ્રપંચ રઘે રઘમાં.

સ્પર્ધા સહર્ષ સ્વીકારી. લીલુભા કાચબાએ અને હરી સસલાએ.

લીલુભા કાચબાએ કહ્યું આપણે આ આગ લાગેલા જંગલમાં નખશીખ બચ્યા છીએ એ માટે એક પાર્ટી તો બને છે. પાર્ટી મારી તરફથી રહેશે. બધા પ્રાણીઓની મંજુરીની મોહર લાગી ગઈ. રાતના પાર્ટી માં ખુબજ કુસળતા પૂર્વક હરી સસલાના ખાવાનામાં ઘેન ની દવા મેળવી દીધી.

બીજે દિવસે નક્કી થયા મુજબ બંને તય્યાર હતા. રેસ સરુ થઇ. સસલાને ઘેન આવતું હતું. પણ કેમ એ ખબર ન પડી. છતાં તેને તો અતિ આત્મવિશ્વાસ હતો પોતાની ઝડપ વિષે. રસ્તામાં વારમ વાર ઉંગતું હતું. પરિણામ એ આવ્યું જે વિચાર્યું હતું. હરી સસલો હારી ગયો.

બસ તે દિવસથી તેના સરીરનો રંગ ઉડી ગયો ને તે સફેદ થઇ ગયો.

આપણે ગમે તેટલા હરી ભક્ત હોઈએ પણ ભગવાનને દક્ષ લોકો ગમે છે તે કૃષ્ણ પ્રભુએ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે.

अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः।

सर्वारम्भपरित्यागी यो मद् भक्तः स मे प्रियः।।

"જે પુરુષ ઈચ્છાઓથી રહિત, બહાર-અંદરથી શુદ્ધ, ચતુર, પક્ષપાતથી મુક્ત અને દુ:ખોથી દૂર છે - જે બધા પ્રારંભોનો ત્યાગ કરનારા છે તેવો મારા ભક્ત મને પ્રિય છે।"

(ભગવદ્ ગીતા: 12.16)

અનપેક્ષઃ જેને નાના-મોટા દુર્ગુણો કે વિકારોની અપેક્ષા નથી.

શુચિઃ જે બહાર-અંદરથી શુદ્ધ છે.

દક્ષઃ ચતુર અને કાર્યમાં નિપુણ છે.

ઉદાસીનઃ (ઉત્+આસીનઃ) જે ઉપર બ્રહ્મમાં સ્થિર છે, એટલે કે તટસ્થ છે

 

-----------------

 

બુદ્ધિ વગરનું અનુકરણ - 08

એક દિવસ એકનાથતા ઘરમાં ચોર ચોરી કરવા ગુસ્યા ને પોતે લઈ જાવાનો માલ સામાન બારણા આગળ ભેગું કરતા ગયા. પછી વધારે વસ્તુ લઈ આવવા પાછા ધરમાં ગયા અને એકનાથના દેવધરમાં જોવા ગયા તેવા જ આંધળા થઈ ગયા. બહાર નીકળવા દીવાલોને હાથ અડી અડી દવાજો ગોતવા ગણો પ્રયત્ન કરે પણ દરવાજો બહાર નીકળવાનો કેમેય જડે નહિ.

 એટલે એ તો રોવા માંડ્યા સંતને પગે પડ્યા. માફી માંગવા લાગ્યા. એકનાથે તેમની આંખ ઉપર હાથ ફેરવીને એને દેખતા કર્યા. ચોરોએ તૈયાર કરીને બારણા આગળ મુકેલી ગાંઠડી એકનાથને દેખાડી, પોતાની ભૂલના પ્રાયશ્ચિત રૂપે. એકનાથ કહે, “તમે હમણા થાકયા છો, એટલે ભોજન કરી લો ને પછી સામાન લઈ જાઓ. હુ જ તમને એ ઉપડાવવા મદદ કરીશ. તમે કોઈ ક્ષોભ ન રાખતા.” એમ કહીને એકનાથે પોતાની આંગળીએ વીટી હતી તે પણ ચોરતને આપી દીધી. ગિરિજાભાઈએ રસોઈ કરીને ચોરોને જમાડ્યા.

પછી તો ચોરે કાંઇ લીધુ તો નહિ જ, પણુ ચોરપણુંયે ત્યાં જ મૂકતા ગયા.

भोजन दे चोराला आदर आग्रह स्वयं करी मोठा ।

साधु प्रसन्नचित्ते बांधुनि लागे वहावया मोटा ॥

साधू भणे ‘ तस्कर हो, ध्या तुमची एक आंगठी चुकली’ ।

આ વાત એક દંપતીએ કથામાં સાંભળી. તેમને પણ આ ગુણ ઉપાડવાનું મન થયું. ये यथा मां प्रपद्यन्ते –ગીતા ૪.૧૧ જેવું વિચારશે એવું થશે. વખત નું કરવું ને સાચેજ ચોર તે દંપતીને ઘેર આવ્યા. તેઓ તો જાણે એજ વાત જોતા હતા. ચોરોને જમાડ્યું કર્યું. સામાન આપ્યો. એટલે ચોરો સમજી ગયા કે આ સટકેલ દિમાગ છે. બને ચોરોએ ચુલા ની વાની લીધી બને ના મોઢા કાળા કર્યા ને ચાલતા થયા.

દાદાજી નો ઝભો પોત્રો પહેરશે તો ચોક્કસ પડી જશે.

આંધળો સસરો ને સળંગટ વહુ

કથા સાંભળવા ચાલ્યા સહુ

કહ્યું કશું ને સાંભળ્યું કશું

આંખ નું કાજળ ગાલે ઘસ્યું . – અખો

માણસ ઝેર ખસે તો તુરંત મૃત્યુ પામશે, પણ જો તત્વજ્ઞાન પચશે નહિ તો ખાધેલું મારવા પણ નહિ દે અને જીવવા પણ નહિ દે. ગાય જેમ ખાધા પછી વાગોળે છે તેમ તત્વજ્ઞાન સાંભળ્યા પછી વાગોળવું જોઈએ.

જે એકનાથને ઘર ભગવાન હાજરા હજૂર હતા, તે સામાન્ય માણસના સપનામાંયે નથી આવતા. બધો ખેલ ભગવાન સાથેના સંબંધ બનાવવાનો છે. એક વખત સંબંધ બંધાયો કે વિશ્વ તમારી સાથે.

ત્યાર બાદ દંપતીએ ગીતા પાસે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું ને જીવનના યુદ્ધક્ષેત્રમાં વીજઈ થયા.

तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम् |

 पितेव पुत्रस्य सखेव सख्यु: प्रिय: प्रियायार्हसि देव सोढुम् || 44||