મૈત્રી પર દુશ્મન જેવી શંકા - 05
जाड्यं धियो हरति सिंचति वाचि सत्यं !
मानोन्नतिं दिशति पापमपा करोति !!
સારા મિત્રોનો સંગ બુદ્ધિની ગૂંચવણો દૂર કરે છે, આપણી વાણી સત્ય બોલવા લાગે છે, તેનાથી માન-સન્માન વધે છે અને પ્રગતિ થાય છે અને પાપો ભૂંસાઈ જાય છે.
એકવાર એક કરચલો દરિયા કિનારે મસ્તી માં મોસમ નો આનંદ લેતો જઈ રહ્યો હતો. ચાલતા ચાલતા થોડી વારે અટકી ને પાછડ પોતાના પગના નિશાન જોઈને ખુશ થતો હતો. વારે વારે પગના નિશાન થી બનેલી કલાકૃતિ જેવી બનેલી નક્કાશી જોઈ તે વધુ ખુશ થતો. એવામાં એક મોજું આવ્યું અને તેના બધા પગના બધા નિશાન ભૂંસી ગયા.
આના પર કરચલાને ખૂબ જ ગુસ્સો આવ્યો, તેણે મોજાને કહ્યું, “હે લહેર હું તને મારો મિત્ર માનતો હતો, પણ તેં શું કર્યું, મારા બનાવેલા સુંદર પગના નિશાન ભૂંસી નાખ્યા, તું કેવો મિત્ર છે. ત્યારે મોજાએ કહ્યું કે “જુઓ, માછીમારો પગના નિશાન જોઈને જ કરચલા પકડે છે, દોસ્ત, એ તને ન પકડે, એટલે મેં તારા નિશાનો ભૂંસી નાખ્યા.”
સંકા એ મૈત્રી માટે ઘાતક છે. એક વખત સંકા પેસી કે પછી તેનો કોઈ ઈલાજ નથી.
મંછા ભૂત ને શંકા ડાકણ. ભુત અને ડાકણ એ આપણા મનનોજ વહેમ છે. ડરેલો માણસ અંધારામાં પડેલી દોરડીને સાપ સમજે છે, જેમ જ્ઞાનનો પ્રકાશ તેના પર પડતાં ખ્યાલ આવે છે કે આ સાપ નથી.
મોજાએ પોતાના પ્રેમ થી કરચલા ને નવડાવ્યો. ને કરચલા ના મનનો શંકા નો મેલ ધોવાઈ ગયો.
न तन्मित्रं यस्य कोपाद् बिभेति यद् वा मित्रं शंकितेनोपचर्यम्।
यस्मिन् मित्रे पितरीवाश्वसीत तद्वै मित्रं संगतानीतराणि।। महा. उद्योगपर्व 36/37
જે વ્યક્તિ ગુસ્સે થવાથી ડરતી હોય કે તેના મનમાં શંકા હોય તે મિત્ર નથી. તે જ મિત્ર છે જેના પર પિતાની જેમ વિશ્વાસ કરી શકાય. અન્ય લોકો માત્ર સાથે રહેવા માટે હોય છે.
માન્યતા - 06
બાપુ અને તેનો કુંવર લટાર મારવા નીકળ્યા. કિલ્લાની અંદર હાથીખાણા તરફ તેઓ વળ્યા. ત્યાં અચાનક કુંવર રોકાઈ ગયો. તેને આશ્ચર્ય થયું કે આ વિશાળ પ્રાણીઓ માત્ર એક નાની દોરડીથી તેમના આગળના પગ સાથે બાંધવામાં આવ્યા હતા. ના કોઈ સાંકળ હતી, ના કોઈ ખૂંપો. સ્પષ્ટ રીતે, હાથીઓ સરળતાથી દોરડી તોડી નાસી શકતાં, પણ શા કારણસર તેઓ નાશી જતા નથી તે ખબર ન પડી.
કુંવરે બાપુને પૂછ્યું “ બાપુ આટલી પાતળી રસી હાથી આશાનીથી તોડી હાથી ભાગી સકે છે છતા તે કેમ નથી ભાગતા?”
બાપુએ કહ્યું “ જ્યારે હાથીઓ નાના હોય છે, ત્યારે મહાવત તેના માપની દોરડીનો ઉપયોગ તેમને બાંધવા માટે કરતા હોય છે., અને તે સમયે, તે દોરડી તેમને રોકવા માટે પૂરતી હોય છે. જેમ જેમ તેઓ મોટાં થાય છે, તેમ તેમ તેઓ માનવા લાગે છે કે આ દોરડીને તોડી શકવાનું નથી. તેથી, ભલે હાથી હવે દોરડી તોડી શકે, પરંતુ તેઓ માનતા નથી કે તેઓ એ કરી શકે, એટલે તેઓ એ કોશિશ પણ નથી કરતા."
હાથીઓ ગમે ત્યારે આ બંધન માંથી છુટી સકતા હતા, પણ તેમની માન્યતાના કારણે તેઓ ફસાયેલા રહેતા.
કુંવર સમજી ગયો. ખોટી માન્યતાઓને કારણે કેટલું નુકસાન થાય છે. સોમનાથ તૂટ્યું ત્યારે પણ લોકો માનતા હતા ભગવાન આવી અસુરોને મારશે. જયારે ભગવાને ખુદ અસુરોને મારી દાખલો બેસાડ્યો છે.
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः।।4.11।।
"જે મને જે રીતે ભજે છે, હું તેમનામાં તે રીતે અનુગ્રહ કરું છું; હે પાર્થ, બધા મનુષ્ય સર્વ રીતે મારા જ માર્ગનો અનુસરણ કરે છે."
ખોટી માન્યતાઓ માણસને અધપતિત કરે છે.