પાનખર Vihaa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાનખર

એક નાના અમથા વાસણમાં ભરીને પાણી ઘરમાં લાવી રહી હતી, એનું વર્ણન પણ સાંભળી જોવાનું મન થાય એવી નાની નમજુકણી સ્ત્રી માથે ઘડો હાથ માં વાસણ.

મધુભાઈ ના ખેતર ની પાસે સુંદર બગીચો ફુલોની સુગંધ અને આખા ખેતરમાં ફેલાતી એ સુગંધ. મધુભાઈ નું ખેતર એટલે દાળીયાઓ કામ કરવાની નાં ન પાડે મધુભાઈ ના એક અવાજે ચાર પાંચ દાળીયાઓ ભેગા થયી જાય. આ એમનો ક્રોધ નહીં પરંતુ એમનો પ્રેમ. 

નામ તો એમનું મધુસૂદન પણ બધાના માનીતા એવા મધુભાઈ એ ખેતર સંભાળે અને તેની નાની નમજુકણી દિકરી એ ખેતર જેટલો બગીચો. અખુટ ધનના ભંડાર પણ તેઓ દિલથી નરમ. તેમને લાલચ, લોભ, મોહ જાળમાં ન ફસાવે નાં તો કોઈ માણસ નાં જાળમાં ફસે.

દિવસ આથમવા જઇ રહ્યો હતો મધુસૂદન અને તેની દિકરી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમાં એક કિલકિલાટ કરતી દિકરી ફુલો લેવા માટે પોતાના પિતા ને બગીચા તરફ લઈ જઈ રહી હતી. મધુસૂદન તેને જોઈ ને કહે, દિકરી કાલે ફુલો લેવા આવજે આ એક ફુલ અત્યારે રાખ. તેના પિતા મધુસૂદન ને વંદન કરે છે. મધુસૂદન તેને કહે છે કે આગળ લાંબા માર્ગ છે થોડો લાભ અમને આપો ભેરૂ.

મધુસૂદન નાં આ વાક્ય જાણે નાની દીકરી પણ સમજતી હોય એ રીતે પિતા ને મનાવવા આજીજી કરી રહી છેવટે તેના પિતા એ વાત માની લીધી એ મધુસૂદન નાં ઘર તરફ ગયાં.

મધુસૂદન નાં ઘર પહોંચતા કમલાદેવી બહાર આવ્યા હાથમાં પાણીનો લોટો અને રૂમાલ મધુસૂદન ને આપી અંદર ગયા.‌ નાની દીકરી એ ઘર જોઇ તરત બોલી આ તો મારા રૂમ કરતા પણ મોટો હોલ છે. આ સાંભળી બધા હસવા લાગ્યા.

તેના પિતા સુરદાસ જેઓ પોતાના વતન માં રહેવા આવ્યા. મધુસૂદન એ કહ્યું આજ રોકાઇ જાઓ અંધારો માર્ગ રહશે. સુરદાસ એ કહ્યું દિકરી ની હા પાડી એટલે અમે કોણ. 

સુરદાસ એ કહ્યું તમારો મિજાજ પ્રેમ ભાઇ, સુરદાસ અટકી ગયા. મધુસૂદન ને કહ્યું ભેરૂ કહો શરમાવો નહીં.

સુરદાસ એ કહ્યું, તમારી માહિતી વધું આપો .

મધુસૂદન એ કહ્યું, ભેરૂ આ જીવન એક રંગમંચ પર નાટ્યકાર કરતો એવું એક જીવન છે. આમે રહેવાસી શહેરના બાપદાદાઓની જમીન અને માં બાપ નાં આશીર્વાદ, ભેરૂ અમે કોઈ જોડે ખોટું કરેલું નહીં પણ જીવન માં એક અનુભવ શીખવાડી ગયો.

મધુસૂદન આગળ વધતાં કહે છે, હું અને મારા નાના ભાઈ મોટા થયા, લગ્ન પણ થયા, લગ્ન પછી એ મોહ માં આવી વિદેશ માં ગયો અન્ય કોઈ સ્ત્રી પસંદ આવી, ઘણું સમજાવ્યું એક વાત માની પણ નહીં, તેની પત્ની ને આમ મુકી વિદેશ રહેવા લાગ્યો અને ભાગ પોતાનો લઇ એ પાછો પરત ન આવ્યો. છુટા થયા બાદ એ સ્ત્રી જોડે હું પરણી ગયો તેનું રૂદન ન જોઇ શક્યો. 

ભગવાન ની ક્રુપા થી બધુ સારું થયું એક દિકરી નાં જન્મ પછી આખું જીવન બદલાઈ ગયું. 

સુરદાસ મધુસૂદન ને કહે છે સાચે દિકરી નું જીવન માં આવવું એ જીવન પરિવર્તન છે.

મધુસૂદને કહ્યું, તમારો પરિચય.

સુરદાસ એ કહ્યું, હૂં સુરદાસ મારું વતન આ મોટો થયો ભણવા માટે શહેર ગયો ત્યાં મનમેળ થાયા ને લગ્ન કર્યા.દિકરી તો આવી પણ મારી પત્ની નહીં. બસ આ દિકરી પત્ની ની યાદ, બીજા લગ્ન કર્યા નો વિચાર આવ્યો નહીં, વતન પાછો આવ્યો. 

વાત પૂરી થતા કમલાદેવી નો અવાજ આવ્યો જમવાનું તૈયાર કરૂં દિકરી ને ભુખ લાગી હશે. નાની દીકરી કિલકિલાટ કરતી તેના પિતા નાં ખોળામાં આવી બેસી ગયી અને વાતો કરવા લાગી. મધુસૂદન પણ તેને વ્હાલ કરવા લાગ્યા.