" એ મેડિકલ કાઉન્સિલ ની જરૂરી સમિટ માં વ્યસ્ત હોવાથી નથી આવવાના તો આપણે આ વેલકંમ સેરિમની નો કાર્યક્રમ અહી જ પૂર્ણ કરી દઈએ " પ્રિન્સિપાલ સરે અનોઉન્સ કર્યું .
બધા સ્ટુડન્ટ્સ ના મોઢા ઉતરી ગયા .
" પણ ...... પણ એ જલ્દી જ આવશે અને આપણે ફરીથી એક વેલકમ સેરિમની રાખશું બસ . તો હવે દરેક વિદ્યાર્થીઓ ને વિનંતી છે કે પોત પોતાના લેક્ચર રૂમ અને લેબ માં જાઓ . " પ્રિન્સિપાલ સરે ઉમેર્યું
પ્રિન્સિપાલ સર સ્ટેજ પરથી નીચે ઉતર્યા .
ડૉ મલ્હોત્રા અને બીજા પ્રોફસરો પાસે આવ્યા
" " સર એ લેક્ચરર એ ... ? " ડૉ .મલ્હોત્રા એ પૂછ્યું .
" એ ..... નથી આવવાના " પ્રિન્સિપાલ સર બોલ્યા
" નથી આવવાના એટલે ... ? સર અહી બધા નવા લેક્ચરર ની રાહ જુવે છે " ડો .મલ્હોત્રા બોલ્યા .
" ડૉ .મલ્હોત્રા મે તેમને કોલ કરેલો પણ તે કોઈ જરૂરી સમિટ માં વ્યસ્ત હતા અને આપણે આમ કોઈ ને જબરદસ્તી કરી ને તો ના બોલાવી શકીએ કે આવો ને આવો ભાઈ અમારે ત્યાં બધા રાહ જુવે છે . બી પ્રેક્ટિકલ થોડું મગજ રાખીને વિચારો એ કોઈ આલતું ફાલતુ નથી એ પોતે યુરોપ થી પીએચડી કરેલ પ્રોફેસર છે " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" સારું ..... પણ હવે લેક્ચર લેવા તો આવશે ને ? " ડૉ મલ્હોત્રા એ પ્રશ્ન કર્યો .
" હા , આવી જશે " પ્રિન્સિપાલ સર બોલ્યા .
આમ બે ત્રણ દિવસ વિતી ગયા .
ત્યાં એમડી ના છેલ્લા વર્ષ ના વિદ્યાર્થીઓ બધા સાયકોલોજી ના પ્રોફેસર ના હોવા થી લેક્ચર ખાલી હતો તો બધા બેઠા હતા .
" અબે યાર , આ ઓર્ગનોન કેટલો બોરિંગ સબજેક્ટ છે સાવ કંટાળો ચડી જાય કોઈક કોઈક વાર તો " વિશાખા બોલી .
" મને તો એમડી ના અમુક અમુક લેક્ચર માં તો એટલી બધી ઊંઘ આવે ને કે વાત ના પૂછ " આરવી બોલી .
" આ ....અવની ક્યાં ગઈ " વિશાખા એ પૂછ્યું .
" અરે એ લેક્ચર ખાલી હતો તો પ્રિન્સિપાલ સર ની ઓફીસ માં ગઈ છે કઈક કામ હતું એટલે " આરવી એ જવાબ આપ્યો .
બધા સ્ટુડન્ટ્સ બેઠા હતા ત્યાં જ અચાનક થી લેક્ચર રૂમ નો દરવાજો ખૂલ્યો ..
અને બધા તો પોત પોતાની મોજ માં જ બેઠા હતા .
ટેબલ પર જોર થી ટક ટક થયું અને બધા સ્ટુડન્ટ જબક્યા કે આ કોણ આવ્યું .
" એક્સક્યુઝ મી , તું કોણ અને આમ કેમ અમારા ક્લાસ માં આવી ગયો ?? " આરવી બોલી .
" જુનિયર લાગે છે " સ્નેહા બોલી .
" એ ..... ભાઈ એ .... ખબર નથી પડતી !!! કાઈ મેનર્સ જેવી વસ્તુ છે કે નઈ તારા માં . એક તો જુનિયર ને પાછી ખબર નથી પડતી તને કે આ તારા સિનયરો નો ક્લાસ છે કોઈ કેન્ટીન નઈ જે ગમે ત્યાં ઘૂસી જાઈ છો " વિશાખા ગુસ્સા માં બોલી .
સામે છેડે ઉભેલા માણસે શાંતિ થી પોતાની બુક્સ ટેબલ પર મૂકી .
" શું નામ તારું ? " સામે છેડે ઉભેલા માણસે પૂછ્યું .
" વિશાખા પરમાર " વિશાખા એ સામે જવાબ આપ્યો .
" મિસ પરમાર , લાગે છે કે તમને તમારા ઘરના કોઇએ સંસ્કાર નથી આપ્યા લાગતા કે ઘરના સંસ્કાર જ આવા છે ..... " સામે છેડે ઊભેલો માણસ બોલ્યો .
" એ ભાઈ ..... " વિશાખા બોલવા ગઈ ત્યાં તેને પેલા માણસે વચ્ચે જ અટકાવી .
"શુશ....... ભાઈ થી નહિ સર થી સંબોધિત કરવાનું ... શેનાથી સંબોધિત કરવાનું ... !!! " સામે છેડે ઊભેલો માણસ બોલ્યો .
" સર ........!!! " વિશાખા થોડા પ્રશનાર્થ માં જોઈ રહી .
આખોય ક્લાસ થોડા પ્રશ્નાર્થ સાથે સામે છેડે ઊભેલા માણસ ને જોઈ રહ્યા .
" હા સર , કેમ તમારે ત્યાં પ્રોફેસરો ને તમે ભાઈ કહી ને બોલાવો છો " સામે છેડે ઊભેલો માણસ બોલ્યો .
" પ્રોફેસર .... !!!! " વિશાખા એ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું
" ક્યાં પ્રોફેસર ......? " પાર્થે પૂછ્યું .
" સાયકોલોજી ના પ્રોફેસર " સામે છેડે ઊભેલો માણસ બોલ્યો .
આખોય ક્લાસ થોડો અચંબા માં આવી ગયો .
બધા ને મન એવું જ હતું કે સાયકોલોજી ના પ્રોફેસર તો હશે કોઈ બુઢ્ઢા જેવા પણ આ તો એક દમ યંગ લાગતા હતા ...
" ત ..... તમે .... નવા પ્રોફેસર છો સાયકોલોજી ના ? " વિશાખા એ પૂછ્યું .
" હા " સામે છેડે ઊભેલો માણસે ટુંકો જવાબ આપ્યો .
" સોરી સર .... તમને જોયા નહોતા એટલે ... " વિશાખા બોલવા ગઈ ત્યાં .
સામે ના છેડે ઉભેલા માણસે તેને આંગળી ના ઈશારા થી ચૂપ રેહવા કહ્યું .
વિશાખા ચૂપ થઈ ગઈ .
" સર આ ....." આરવી બોલવા ગઈ ત્યાં ...
" મારે કંઈ વધારાનું સાંભળવું નથી .... પોત પોતાની સાયકોલોજી ની બુક્સ બહાર કાઢો " સામે છેડે ઊભેલો માણસ તેને અધવચ્ચે અટકાવ્તા બોલ્યો .
" ઓકે સર " આરવી બોલી .
બધા સ્ટુડન્ટ્સ એ બુક્સ કાઢી .
સામે છેડે ઉભેલા માણસે કોઈ પણ પ્રકાર નો સમય વેડફ્યા વિના સીધું જ ભણાવવાનું ચાલુ કરી દીધું .
" અરે આણે તો કાઈ વાત કે કાઈ કર્યું નઈ અને ભણવવાનું ચાલુ કરી દીધું " સ્નેહા બોલી .
" એ જ ને " પાર્થે એ સાથ પુરાવ્યો .
" હે ..... યુ ... તમે બંને " સામે છેડે ઊભેલા માણસે પાર્થ અને સ્નેહા તરફ આંગળી નો ઈશારો કર્યો .
સ્નેહા અને પાર્થ ઉભા થઇ ગયા .
" યેસ , સર ... " સ્નેહા અને પાર્થ બને બોલ્યા .
" ક્લાસ માંથી બહાર નીકળો " સામે છેડે ઊભેલો માણસ બોલ્યો .
" હે ..... " સ્નેહા થોડી ચોંકી .
" પણ સર .. " પાર્થ બોલવા ગયો ત્યાં ..
" ગેટ આઉટ " સામે છેડે ઊભેલો માણસ બોલ્યો .
પાર્થ અને સ્નેહા બને ક્લાસ રૂમ માંથી નીકળી ગયા .
" અને બીજા કોઈને પણ વાતો કરવી હોઇ તો દરવાજો સામે છે ખોલી ને ચાલ્યા જાઓ પણ અહી ડિસ્ટર્બ ન કરો " સામે છેડે ઊભેલો માણસ બોલ્યો .
આખાય ક્લાસ રૂમ માં શાંતિ છવાઈ ગઈ .
“ અરે આ પ્રોફેસર તો ડો .મલ્હોત્રા કરતા પણ સ્ટ્રિક્ટ છે " વિશાખા બોલી .
" ચૂપ થા ભાઈ બાકી હમણાં ઝલિલ કરીને ક્લાસરૂમ માંથી કાઢી મૂકશે " આરવી બોલી .
" સો ..... ધીસ ઇઝ ધ ફર્સ્ટ લેસન ઓફ હ્યુમન સાયકોલોજી " સામે ઊભેલો માણસ બોલ્યો .
“ કોઈને કાઈ પણ પ્રશ્ન !!! " સામે ઊભેલો માણસ બોલ્યો .
" નો સર " બધા એ કહ્યું .
" ગુડ " સામે ઊભેલો માણસ બોલ્યો .
આમ કહી તેણે પોતાની બુક્સ લીધી અને પોતાનો કાઈ પણ પરિચય કે કાઈ પણ નામ આપ્યા વગર ક્લાસ રૂમ માંથી ચાલ્યો ગયો .
આખોય છેલ્લા વર્ષ નો ક્લાસ અચંબા સાથે આ નવયુવાન પ્રોફેસર ને અચંબા થી જતા જોઇ રહેલો ....