તલાશ 3 - ભાગ 18 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તલાશ 3 - ભાગ 18

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.


"પણ પૂજા આ આખી વાત માં 'નયા સુદમડા પરિષદ' ક્યાંથી આવી. અને તારી ડેરી પ્રોડક્ટ કંપનીની જવાબદારી તો શુક્લાજી સંભાળે છે. તને એની કેપેબિલિટી પર શંકા છે?"

"વાત એમની કેપેબિલિટીની નથી વિક્કી, વાત એમ છે કે જ્યારથી હું આંટી સાથે ટુર પર ગઈ છું. એટલે કે લગભગ 2 મહિનાથી. તે અને તારી ટીમે મારી લગભગ બધી કંપની ની જવાબદારી ઉપાડી લીધી છે. અને ઓવરઓલ બધ્ધી સબસિડિયરીનું પરફોર્મન્સ સારું જ છે. માત્ર અને માત્ર આ એક યુનિટમાં જ કેમ પ્રોબ્લેમ થાય છે?"

"હોય હવે બિઝનેસમાં તો એવું ચાલતું જ હોય, એમાં ઘણા બધા તત્વો કામ કરતા હોય છે. દુધનું ઓછું પ્રોડક્શન લોકલમાં વધતી માંગ, હવામાનમાં ફેરફાર, કઈ વાંધો નહિ. આપણે 'નયા સુદમડા પરિષદને વચ્ચે નાખવાની કઈ જરૂર નથી. હું બધું સાંભળી લઈશ."

"મિસ્ટર વિક્રમ ચૌહાણ તમે ભૂલી રહ્યા છો કે "દેશ નું દૂધ" ડેરી ના 72 % શેર મારા નામે છે અને તમારી પાસે માત્ર 4 % અને આખા ચૌહાણ ફેમિલીના અને ચૌહાણ એન્ટરપ્રાઈઝના ગણો તો ટોટલ 19% થાય છે. એટલે મારી કંપનીમાં શું કરવું એ હું નક્કી કરીશ બરાબર ને." 

"અરે, પુજુ તું કેવી વાત કરે છે? રાઠોડ ગ્રુપ ઓફ કંપનીઝ અને ચૌહાણ એન્ટરપ્રાઇઝ કઈ અલગ થોડા છે. તારી સમસ્યા એ મારી સમસ્યા. આમેય મોમને કંપની આપવા તે 2 મહિનાની રજા કરી તારી કંપનીને મારી ટીમના ભરોસે રાખીને. હું તને કઈ નુકશાન થોડો થવા દઈશ?"

"ના, મને લાગે છે કે મેં તને વાત કરીને ભૂલ કરી છે. મારી કંપની હું સાંભળી લઈશ." કૈક રૂખા અવાજે પૂજાએ કહ્યું.

"પૂજા, મારે તારી કંપની 'દેશ નું દૂધ' ટેકઓવર કરવી છે. પ્રાઈઝ તું કહે તે." વિક્રમે કહ્યું અને પૂજા હસી. પછી કહ્યં "વિક્રમ મારુ જે છે એ બધું તારું જ છે. સાવ નાનકડી હતી અને બાળપણ માં રમતમાં પણ હું બીજા કોઈને મારો વર બનવા ન દેતી હતી. તને યાદ છે? પણ શુ છે કે અત્યારે તારી પાસે એ કંપનીનું મારે શું કરવું એ કહેવાનો ન તો પાવર છે કે ના નૈતિક અધિકાર. છોડ મારુ હું ફોડી લઇશ કેમ્બ્રિજમાં મે એમબીએ કર્યું છે. જવા દે એ બધી વાત ચાલ ડોક્ટરને પૂછીએ આંટી ને રજા ક્યારે આપશે. એક વાર આંટી ચૌહાણ હાઉસ સહી સલામત પહોંચી જાય એટલે મારી જવાબદારી પૂરી થાય. પછી હું 2-3 દિવસ રાઠોડ નિવાસમાં આરામ કરવાની છું."

xxx 

બઘવાયેલ ગિરધારીને સમજ પડતી ન હતી કે શું કરવું. જીતુભા જે કાર માં ગયો એની પાછળ જવું કે પછી બાઈક વાળો ગયો એ દિશામાં જવું કે પછી ઓલ પોલીસ વાળા ની પાછળ જવું. ગઈ કાલે રાત્રે એરપોર્ટ પર 3 જણને એને ઘૂસ પુસ કરતા સાંભળ્યા હતા અને એને સમજાયું હતું કે એ લોકો જીતુભાને કઈ નુકસાન પહોંચાડવા માંગે છે. એ લોકો ની ચુંગલમાંથી જીતુભાને પોતે તમંચાના એક ધડાકા થી છોડાવ્યો હતો ત્યારથી એ પોતાના મનમાં પોતાને એક મહાન એજન્ટ માનતો થઈ ગયો હતો. પણ પાંચ મિનિટ પહેલા બનેલા બનાવે એના દિમાગમાં ભરાયેલ બધી હવા કાઢી નાખી હતી. એને પોતાની પણ ખાવાની આદત પર પસ્તાવો થવા લાગ્યો. છેવટે કંઈ ન સૂઝતા એણે મોહનલાલને ફોન લગાવ્યો. 

xxx 

મહાવીર રાવના મૃત્યુ પછી એના ચારેય દીકરા ઓએ બાપને આપેલ વચન નિભાવ્યું હતું. ચારેય દીકરા જે નિજી સંપત્તિ નો ભોગવટો કરતા હતા એ છોડીને બાકીના તમામ જમીન જાયદાદ મકાન વિગેરે નો જે લોકો વાપરતા હતા કે ભાડું કે ભાગ આપતા હતા એ બધા એમને વહેંચી આપી હતી. અને ગામ આખાની કાયાપલટ થઇ હતી. બધા ગ્રામજનો કે જે એમના ભાયાત ભાગ ગામના હતા એમને મન મહાવીર રાવ પછી મહીપત રાવ રાજા જ હતા. હોલ્કરની રાજધાની તો બહુ દૂર હતી. અજ્વાળીયા (નયા સુદમડા) ગામની ફરતે એક કિલ્લો બની ગયો હતો. મકાનો મજબૂત બન્યા હતા. ચાંદીના રૂપિયાની રેલમછેલ પુરા ગામના (આજુબાજુના જે ગામ મહાવીર રાવ ના હતા.) બધા લોકો પાસે આવ્યા હતા. એકમેકને જોડતા રસ્તા પણ બન્યા હતા. બધે ખુશહાલી હતી. કોઈને કઈ દુઃખ ન હતું. હવે કોઈ કોઈનું ગુલામ ન હતું. ચારેય ભાઈઓ પાસે પોતપોતાની ઘણી સંપત્તિ હતી. 13-14 વર્ષ પછી મહીપત રાવની માં નુ પણ મૃત્યુ થયું હતું. એ વખતે આખું સુદામડા શોકગ્રસ્ત થયું હતું. સમય પસાર થયો એમ એ શોક હળવો થયો હતો. મહીપત રાવણ પોતાને 3 દીકરા અને 2 દીકરી હતા. એજ રીતે એમના ત્રણે ભાઈઓને પણ ચાર પાંચ સંતાનો હતા. પણ ભાઈઓનો સંપ સારો હતો. હજી બધા એક જ હવેલી કે મહેલમાં રહેતા હતા. નોકર ચાકર પણ હતા.  પણ પણ...બાપે કરેલી ખજાનાની વાત માત્ર ચારેય ભાઈઓ ઉપરાંત માત્ર એમની માં ને જ ખબર હતી. જે હવે મૃત્યુ પામી હતી. મહાવીર રાવના મૃત્યુને લગભગ 30 વર્ષ થઇ ગયા હતા. સુદામડા હવે હોલ્કર રાજ્યના સૌથી વિકસિત ગામમાં સ્થાન પર હતું. પણ પુરા દેશમાં અજગરની જેમ ફેલાતી જતી ઇસ્ટ ઇન્ડિયા કંપની બધી રિયાસતો ખતમ કરતી જ જતી હતી અથવા તો એમના રાજ્યમાં વહીવટ લગભગ પોતાના હાથમાં લઇ લીધો હતો. રાજા મહારાજ માત્ર નામ પૂરતા રહ્યા હતા. મરાઠાના 3ણે મુખ્ય સૂબા હોલ્કર સિંધિયા અને ગાયકવાડ પણ પોતાની સત્તા બચાવવા એમને સપોર્ટ કરતા થયા હતા એ સિવાયના જે નાના મોટા છુટા છવાયા રાજ્યોમાં સત્તા મરાઠાઓના હાથમાં હતી (કાનપુર, ઝાંસી) એ લોકો સાથે અંગ્રેજો સંઘર્ષ રત હતા. તો બીજી બાજુ બુઝાતી જતી મશાલ જેવું મોગલ સામ્રાજ્ય નો છેલ્લો બાદશાહ બહાદુર શાહ ઝહર પોતાની સત્તા બચાવવા અંગ્રેજો પર નિર્ભર હતો. પણ એને એના બાપ દાદા નો ભવ્ય ઇતિહાસ સતાવતો હતો. મોગલો સામે પહેલા મરાઠાઓનો પડકાર હતો .પણ મરાઠા સત્તા નબળી પડી એનો લાભ એ ઉઠાવે એ પહેલા વેપારી બનીને ઘુસેલા અંગ્રેજો એ લઇ લીધો હતો. જે મરાઠા રાજ્યો એ અંગ્રેજોની જો હુકમી સ્વીકારીએ તો બચી ગયા પણ જેણે એનો ઇન્કાર કર્યો એને સત્તામાંથી હાંકી કાઢવા અંગ્રેજો કૃતનિશ્ચયી બન્યા હતા. ભારતીય મૂળના લોકોની ભરતી અંગ્રેજ સેના માં સતત ચાલુ જ હતી. ક્યાંક ક્યાંક અંગ્રેજો અને એના ભારતીય સૈનિકો વચ્ચે નાના મોટા સંઘર્ષ પણ થતા હતા, બહાદુર સહે ઝફરે એનો લાભ ઉઠાવીને પોતાની સત્તા મજબૂત કરવાનું મનોમન વિચાર્યું હતું. 

મહીપત રાવ મૉટે ભાગે ઇન્દોર રહેતો કે જ્યાં હોલ્કરની રાજધાની હતી. એને પણ આ બધા સમાચાર મળતા હતા. એની ઉંમર પણ લગભગ 65 આસપાસ પહોંચી હતી છેવટે એને નક્કી કર્યું કે મારે આ બધી ઝંઝાળમાં નથી પડવું હું ભલો ને મારું સુદમડા ભલું. આવું વિચારીને એને હોલ્કરની ગાદી ની રજા લીધી અને પોતાની જગ્યાએ જરૂર પડે પોતાના દીકરાઓને રાજની સેવા કરવા મોકલવાનું વચન આપી એ નાટ્ય સુદામડા પાછો ફર્યો. બે એક મહિના પસાર થયા હશે એક વખત એનાથી નાના ભાઈએ એને કહ્યું “ભાઈ આપણી ઉંમર થતી જાય છે. અને છોકરાઓ મોટા થતા જાય છે. હવે આગળ શું વિચાર્યું છે?"

"આ બધી મોટા રાજાઓની લડાઈ છે આપણે ક્યાંય પડવું નથી અંગ્રેજો સામે વિદ્રોહ વધતો જાય છે. છેક મેરઠ સુધી વિદ્રોહીઓ પહોંચ્યા છે પણ એમનામાં નેતૃત્વનો અભાવ છે. "

"હું એ વાત નથી કરતો."

"તો શેની વાત કરે છે?"

"ઓલા બાપુ એ કહ્યું હતું એ ખજાનાની" ચારે બાજુ જોઈને કોઈ સાંભળે નહિ એમ ધીરેથી એના નાના ભાઈએ કહ્યું અને ઉમેર્યું. "બીજા બેય નાનક પણ એમ જ ઈચ્છે છે કે હવે એ ખજાનો કાઢી લઇ અને સરખે ભાગે વહેંચી લઈએ. અત્યારે છોકરાઓ કહ્યામાં છે. પછી કદાચ એ વિરોધ પણ કરે."

"પણ તને એ પણ યાદ હશે જ જયારે બાપુએ ખજાના વિશે કહ્યું ત્યારે એમ પણ કહેલું કે જો આખા ગામને નહી વંહેચીયે તો એ ખજાનો આપણું ધનોત પનોત કાઢી નાખશે."

"ઈ અમે કઈ ન જાણીએ." કહેતા એના ત્રીજા અને ચોથા નંબરના ભાઈએ એ ઓરડામાં પ્રવેશ કર્યો'

"નાનકા તું સૌથી નાનો છે, તારા પાસે આખા સુદમડામાં સૌથી વધુ મિલકત છે. તારી પણ ઈચ્છા એવી છે?"  કૈક આશ્ચર્યથી મહિપાલ રાવે પૂછ્યું.

"ભાઈ, હવે આમ નાનકો, નાનકો ન કહો. હું દાદો બની ગયો છું. અને 54નો થયો છું. અમે કેટલા દિવસ તમારા આશ્રિત રહીશું? એ સંગ્રામ, એ અનૂપ તમે ય કંઈક બોલો." સૌથી નાના ભાઈ જનાર્દન રાવે કહ્યું. એ સાંભળીને મહિપાલ રાવ અવાચક થઈ ગયો. 

"ભાઈ, હું આજ વાત કેટલાય વખતથી આ નાનકાને અને સંગ્રામ ભાઈને સમજવું છું. પણ એ બેઉ સમજતા જ નથી. તમે ઇન્દોર હતા ત્યારે પણ બેઉએ જીદ લીધી કે ચાલો ઇન્દોર જઈને ભાઈને બોલાવીને ખજાનો કાઢી લઈએ. આ તમે થોડા દિવસથી આવ્યા છો ત્યારથી રોજ કહે છે કે ચાલો ભાઈને વાત કરીએ." ત્રીજા નંબરના ભાઈ અનૂપે મહિપાલ રાવને ફરિયાદ કરતા કહ્યું. 

“જો સંગ્રામ, જનાર્દન એક વાત કાંન ખોલીને સાંભળી લો અને સમજી લો.  અત્યારે આખા રાજ્યમાં અને દેશમાં ગરમ માહોલ છે. કોણ કોનો દુશમન છે એ ખબર નથી પડતી. આમ આકરા ન થાવ. જો તમારે બેઉએ એ ખજાનો પ્રજામાં ન વહેંચવો હોય તો તમારી મરજી તમારું કર્યું તમે ભોગવજો. અનુપ તારે શું કરવું છે એ પણ તું વિચારી રાખજે વર્ષ દિવસ જવા દો. થોડો માહોલ ઠંડો થવા દો. પછી કૈક વિચારશું"

"પણ ભાઈ અમે તો તમને જ અમારા બાપને ઠેકાણે માન્ય છે. કોઈ દી તમારી વાત ઉથાપી નથી. ન કરે નારાયણ ને અમને તમારા પહેલા મોત આવી જાય તો અમારો ભાગ ડૂબમાં જાય."

"કોઈનું કઈ ડૂબમાં નહિ જાય. હું તમારો મોટો ભાઈ તમને વચન આપું છું કે. જો તમારા ત્રણે માંથી કોઈનું મોત થશે તો એના વારસદારને એનો હિસ્સો આપવાની જવાબદારી મારી. અને આપણે એ ખજાનો કાઢીયે એ પહેલા જો હું મરી જાવ તો મારા સંતાનોને એમના હિસ્સામાં આવતી મિલકત નો 10% ભાગ આપજો. બાકી સુદમડા ના વિકાસમાં વાપરજો જેથી બાપુની વાત અને આપણું વચન રહી જાય." છેવટે મહિપાલ રાવ ખજાનો અંગત ઉપયોગમાં કાઢવા તૈયાર થયો હતો. પણ જેમ એના બાપુ મહાવીર રાવે કહ્યું હતું એમ એ ખજાનામાં મંદિરમાંથી લૂંટેલા એ શાપિત વસ્તુ પણ હતી એ દેવદ્રવ્ય પણ સામેલ હતું. આમ નયા સુદમડાના નિર્માતા એવા ચારેય ભાઈઓએ પોતાના બદનશીબને લાત મારીને પોતાનુંજ ધનોતપનોત કાઢવા જગાવ્યું હતું.  

 

 

ક્રમશ:   

 

આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ -સૂચનો અવશ્ય મોકલજો.