“ શું ગુડ ન્યૂઝ છે સર “ ડો મલ્હોત્રા બોલ્યા
" અરે તે દિવસે મે તમને પેલા સાયકોલોજી ના લેકચર વિશે કઈક જરૂરી વાત કરી હતી ને " પ્રિન્સિપાલ સર બોલ્યા .
“ હા પેલા સાયકોલોજી ના લેક્ચરર વિશે “ ડો .મલ્હોત્રા બોલ્યા .
“ તો એનું શું સર " ડો .વીણા પણ બોલ્યા .
“ ગુડ ન્યૂઝ એ છે કે મને સાયકોલોજી ના એક લેકચરર મળી ગયા છે “ પ્રિન્સિપાલ સર ખુશી ખુશી બોલ્યા .
ડૉ .વીણા , અવની અને ડો .મલ્હોત્રા પ્રિન્સિપાલ સર ને જ જોઈ રહ્યા
“ સર શું બોલો છો " ડો મલ્હોત્રા બોલ્યા .
“ હા , આમ પણ આપણી ફિલ્ડ માં કોઈ એમડી ભાગ્યે કરે . અને તમે કહો છો કે તમને પીએચડી ડોક્ટરેટ મળી ગયા અને એ પણ સાયકોલોજી જેવા વિભાગ માં " અવની બોલી .
" અવની ની આ વાત માં તો હું પણ સહમત છું " ડો.વીણા બોલ્યા .
" અરે મે કીધું કે સાયકોલોજી ના લેકચરર મળી ગયા છે એમ નથી કીધું કે તેણે અહી થી પોતાની પીએચડી કરી છે " પ્રિન્સિપાલ સર સ્મિત કરતા કરતા બોલ્યા .
“ તો " ડો .મલ્હોત્રા એ પૂછ્યું .
" સર , જે કંઈ પણ વાત હોઇ સીધી અને સરળ ભાષા માં કહો આ તમારી મેટરીઆ મેડીકા ની થીયરી ની જેમ ગોળ ગોળ થીયરી મને નથી સમજાતી " ડો .વીણા બોલ્યા .
“ હા સર " અવની પણ બોલી .
" અરે વાત એમ છે કે અહી તમને ખબર જ હશે કે જે મેડિકલ કાઉન્સિલ છે એના વેરીફીકેશન ની પ્રોસેસ અને સમિટ છે જે હાલ 2-3 મહિના જેટલી ચાલશે “
“ હા એ તો ખબર છે તો એમાં શું " ડો .મલ્હોત્રા બોલ્યા
" મારા એક મિત્ર ત્યાં મેડિકલ કાઉન્સિલ માં હેડ છે તો મે તેમને આ આપણી કોલેજ માં આ વર્ષે ચેકીંગ સ્કોડ આવશે અને આપણી પાસે એમડી ની બેચ ને ભણાવી શકે એવો કોઈ પણ પીએચડી ડોક્ટરેટ નથી તો એમને મને જણાવ્યું કે યુરોપ ના પીએચડી ડોક્ટરેટ આવ્યા છે તો એમની સાથે એ વાત કરશે જો એ માની ગયા તો તેમને ગેસ્ટ હેડ પ્રોફેસર તરીકે આપણી કોલેજ માં 2-3 મહિના જેટલું લેક્ચર લેશે " પ્રિન્સિપાલ સર બોલી રહ્યા .
" તો પછી શું થયું એ માન્યા " ડો .વીણા એ પૂછ્યું .
" હા એ મારા જે મિત્ર છે ડો . વિશ્વનાથ તેમણે એમની સાથે વાત કરી અને તે માની ગયા છે " પ્રિન્સિપાલ સર ખુશી ખુશી બોલ્યા .
બધા લોકો ખુશ થઈ ગયા
" પણ એમનું બધું એકાઉન્ટ સેટલ કરવું પડશે ને અલગ થી સેલરી સ્લીપ માં " અવની બોલી .
" હા , એ બધું કરવું પડશે ને પણ એ અત્યારે નઈ કેમ કે અત્યારે મારી પાસે એમની કોઈ ડિટેલ નથી " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" તો " ડો .વીણા એ પૂછ્યું .
" ફક્ત મને તેના ચાર્જ નો જ ખ્યાલ છે ." પ્રિન્સિપાલ સર બોલ્યા .
" કેટલો ચાર્જ કરશે એ " ડો .મલ્હોત્રા એ પૂછ્યું .
" 2 લાખ રૂપિયા " પ્રિન્સિપાલ સરે કહ્યું .
" એક મહિના ના ને ! " અવની બોલી .
" પીએચડી ડોક્ટરેટ છે તો આટલો ચાર્જ તો કરશે જ ને " ડો .મલ્હોત્રા બોલ્યા .
" ના હવે " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" તો " અવની એ પૂછ્યું .
" આખા મહિના માં સાયકોલોજી ના કેટલા લેક્ચર હોઇ છે તમારે અવની બેટા " પ્રિન્સિપાલ સરે પૂછ્યું .
" 15 લેક્ચર " અવની બોલી .
“ તો એ એક લેક્ચર ના 2 લાખ રૂપિયા ચાર્જ કરશે " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" હે ....... એક લેક્ચર ના 2 લાખ એટલે મહિના ના 30 લાખ " અવની બોલી .
" સર આટલા બધો ચાર્જ !!!!! મારો દીકરો એમ બી બી એસ , ઓર્થોપેડીક સર્જન છે તો પણ એનો મહિના નો પગાર 2 લાખ રૂપિયા જ છે " ડો મલ્હોત્રા બોલ્યા .
" પ્રેશ્વમ તારો દીકરા ને હમણાં નોકરી મળી છે પણ આ તો બહુ ઉંમર વાળા અને અનુભવ વાળા ડોકટર હશે ને સર " ડો .વીણા બોલ્યા .
" એ તો ખ્યાલ નઈ પણ જે છે એ આ છે અને ડો .મલ્હોત્રા તમે અત્યારે પૈસા ને રડવા બેઠો છો થોડા પૈસા ના લીધે આપણી કોલેજ બંધ થઈ જાય એ આપણે ના કરી શકીએ ને . વધી વધી ને એ 3 મહિના રહેશે તો 3 મહિના ના કેટલા 90 લાખ અને થોડા લેક્ચર વધારે આવી ગયા તો 1 કરોડ . ચેકીંગ સ્કોડ આવવાની છે અને એક વાર બધું ક્લીન ચિટ આવી જાઈ પછી શું પ્રોબ્લેમ છે .હવે પૈસા ને રડવા ના બેઠાઈ જો ચેકીંગ સ્કોડ તરફ થી ક્લીન ચિટ ના મળી તો કોલેજ બંધ થવાના આરે આવી જશે અને હુ 1 કરોડ ના લીધે 10 કરોડ ની કોલેજ ના બંધ થવા દઈ શકું ને . એક પ્રિન્સિપાલ તરીકે આ જ યોગ્ય નિર્ણય છે . વાત કોલેજ ની અને તેની રેપ્યુટેશન ની છે " પ્રિન્સિપાલ સર બોલ્યા.
" સારું સર " ડો .મલ્હોત્રા બોલ્યા.
" અને હા કોલેજ માં તે પરમ દિવસ થી આવવાના છે તો બેટા અવની એક વેલકમ સેરિમની રાખ એટલે તેમનું વેલકામ પણ થઈ જાય અને બધા સ્ટુડન્ટ જોડે પરિચય પણ " પ્રિન્સિપાલ સર બોલ્યા .
" સારું સર હુ હાલ જ જઈને સેરિમની ની તૈયારીઓ કરું છું " અવની બોલી .
અવની ત્યાં ઓફીસ માં થી જતી રહી .
" ડૉ .મલ્હોત્રા તમે એમડી ના ત્રીજા વર્ષ નો પેલો સાયકોલોજી નો લેક્ચર રૂમ બંધ છે તે ખોલાંવો અને સાફ સફાઈ કરાવી ત્યાં બધો સામાન સરખો કરાવો " પ્રિન્સિપાલ સર બોલ્યા.
" જી સર " ડો .મલ્હોત્રા એ જવાબ આપ્યો .
" વીણા બેટા , તું પણ જા ત્યાં સાયકોલોજી ની બુક્સ અને બધું રાખવામાં આની મદદ કર " પ્રિન્સિપાલ સરે વીણા ને કહ્યું .
" હા સર " ડો . વીણા બોલ્યા .
આમ ડો .મલ્હોત્રા અને ડો .વીણા ચાલ્યા ગયા .
બને જણા સૌથી ઉપર ના સાયકોલોજી ના ક્લાસ રૂમ માં ગયા પણ તે કેટલાય વર્ષો થી બંધ પડ્યો હતો કેમ કે સાયકોલોજી નો કોઈ લેક્ચર જ ભરાતો નહોતો .
સાયકોલોજી ના જેટલા પણ લેક્ચર હતા તે નીચે કોમન લેક્ચર રૂમ માં ભરાતા .
ડૉ .વીણા અને ડો .મલ્હોત્રા એ રૂમ ખોલ્યો .
ત્યાં તો રૂમ માં થી ખરાબ વાસ અને ધૂળ પડી .
" છી .... " ડૉ .વીણા એ મો ઢાંક્યું .
" જાઓ જાઓ અંદર જાઈ ને સાફ કરો બધું " ડો .મલ્હોત્રા એ સફાઈ કર્મીઓ ને કહ્યું .
તે બધું સાફ સફાઈ કરી રહ્યા .
" આ ક્લાસ રૂમ માં ભણ્યા હોઇ એવી આપણે જ છેલ્લી બેચ હતી નઈ વીણા ... ! " ડૉ .મલ્હોત્રા ક્લાસરૂમ જોતા જોતા બોલ્યા .
" એ બેચ પછી તો આ ક્લાસરૂમ ક્યારેય ખુલ્યો જ નહીં . એ આપણી લાસ્ટ બેચ હતી જેણે આ ક્લાસ રૂમ માં ઘણી મેમોરીઝ જીવી હોઇ " ડો .વીણા બોલ્યા .