ગામડા નો શિયાળો Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામડા નો શિયાળો

કેમ છો મિત્રો મજા માં ને , હું લય ને આવી છું નવી વાર્તા કે ગામડા માં શિયાળા નો દિવસ કેવો જાય છે..... તો ચાલુ કરીયે.

ઘણી દૂર વસેલું નાનું અને સુંદરતા થી ભરપુર શિવપુર નામ નું ગામડું હતું , એ ગામડા માં જાણે ભગવાને special પ્રકૃતિ ની વર્ષા કરી હોય તેવું લાગતું.

ચારે બાજુ બરફ ની જેમ લીલોતરી છવાયેલી હતી , જેટલું તે ગામડું સરસ હતું ત્યાંના રેહવસિયો પણ એટલા જ સરસ મજા અને પ્રેમાળ સ્વભાવ ના હતા.

ગામડા માં ૧૦૦ જેટલા પરિવાર રહેતા હતા, બધા જ એક બીજા ને સારી રીતે બોલાવે અને માન આપે , સાદા માણસો હતા બધા કોઈ ને ઘમંડ કે કઈ હતું નઈ.

મળે ત્યારે પેહલા જય શ્રી કૃષ્ણ બોલવા નો રિવાજ હતો , ઉનાળા ની ગરમી ધીરે ધીરે જતી હતી શિયાળા ની શરૂઆત થઈ ગઈ હતી.

દિવસ ટુંકો થઈ ગયો હતો એટલે ખેડૂતો પણ ખેતી નું કામ પતાવી ને વેહલા ઘરે જતા રહેતા , ઘરે જાય એટલે ગરમા ગરમ ખાવા નું પત્નીઓ એ તૈયાર કરી ને રાખ્યું હોય,

હવે તો સવારે બાળકો નું પણ ઉઠવા નું મન નહતું થતું ઠંડી માં ઊંઘ જ એટલી સારી આવે કે બધા બાળકો ને જબરજસ્તી તેમની મમ્મીઓ ઉઠાવતી હતી નિશાળ માટે,

સવારે બાળકો પણ હવે સ્વેટર પેહરી ને નિશાળે જવા લાગ્યા , બાળકો ને પેહલા નિશાળ માં થોડી કસરત કરાવે માસ્ટર અને મેદાન માં દોડાવે જેથી તેમની ઠંડી ભાગે અને બાળકો નું શરીર તંદુરસ્ત બને.

પછી ભણાવા નું ચાલુ કરે , ચારે તરફ સવાર માં
સફેદ કોહરો છવાય જતો જોવા માં તે નજારો ખૂબ સુંદર લાગતો પરંતુ ઠંડી કડક પડતી હાથ મોજા , ટોપી , શાલ અને સ્વેટર વગર ઘર થી નીકળવું મુશ્કેલ હતું, સવારે બજાર માં સૌથી વધારે ભીડ ચા ની દુકાન માં રહેતી.

ચા નું ગરમા ગરમ ચુસ્કીઓ શિયાળા માં મારવા ની કોને મજા ના આવે.

શિયાળા માં ઘર ના બુજૂર્ગ બધા ઘર ની બહાર બેસતા સૂરજ નો તડકો લેવા અને વાતો કરતા મળી ને, સાંજ થાય એટલે પશુઓ ઘાસ ચરી ચરી ને પોતાના ઘર તરફ વળતા , બાળકો વડલા ના વૃક્ષ પાસે રમવા આવી જતાં.

ત્યાં નું એ વડ નું ઝાડ પણ ૧૦૦ વર્ષ જૂનું હતું અને એકદમ મજબૂત તેની ડાળખીઓ હતી , બાળકો ને ત્યાં રમવા ની મજા પડી જતી,

સાંજે વળી ડૂબતા સૂરજ ની લાલિમા આખા ગામ માં છવાઈ જતી , પંખીડાઓ ને પણ ચેન નતું આકાશ માં એક જગ્યા એ થી બીજી જગ્યા એ ઉડાઉડ કરતા કોઈ આકાશ માં ચક્કર મારતા તો કોઈ પોતાના ના માળા માં આવી ને આરામ કરતા,

સાંજે ઘર ની બધી મહિલાઓ ત્યાં આવેલા ભગવાન શિવ ના મંદિર માં જતી, ખૂબ સુંદર મજા નું મંદિર હતું ભગવાન નું.

બધા મળી ને મંદિર ની આરતી કરતા મંદિર ના ઘંટ નો અવાજ આખા ગામ માં આવતો .

આરતી થાય બાદ બધી મહિલાઓ બેસતી અને આખા દિવસ માં ભેગી થયેલી વાતો કરતી , કોઈ પોતાના ના સુખ દુઃખ ની વાતો કરતું તો કોઈ બીજી .

સાંજે જમી લીધા પછી બધા પાછા મળતા પુરુષ મંડળી અલગ બેઠી હોય અને મહિલા મંડળી અલગ બેઠી હોય અને બુઝર્ગ વર્ગ નું પણ અલગ ગ્રુપ જોવા મળતું

તેમના બાળકો આજુ બાજુ આંધળી ખિસકોલી રમતા હોય , રાતે બધા હસી ખુશી થી મળે અને વાતો કરે , ઘણી વાર ગામ ના લોકો શિયાળા માં રાતે એક જોડે ખાવા નો પ્રોગ્રામ પણ કરે.

રિંગળા નો ઓળો અને બાજરા નો રોટલો શિયાળા માં આ ખાવા ની મજા જ કંઇક અલગ હોય એટલે શિયાળા માં કોઈક કોઈક વાર ગામ ના લોકો ખાવા નો પ્રોગ્રામ જોડે કરતા.

ગામ ની બધી મહિલા મળી ને રસોઈ કરતી અને પુરુષો પણ શાક સમારવા માં મદદ કરાવતા ,

રાત્રે જ્યારે ઘરે આવી ને ખાટલા પથરાય ત્યારે ઠંડી ની એટલી મીઠી ઉંઘ આવતી, શહેર જેવો કઈ ઘોંઘાટ અહીંયા હતો નઈ.

આ હતી ગામડા માં શિયાળા ના દિવસ ની મારી વાર્તા , સાચે ગામડા માં શિયાળા ની વાત જ કઈક અલગ છે , શું તમને પણ ગામડા નો શિયાળો ગમે છે??