સાંચી નો પ્રેમ..! (ભાગ - 2) outofworldthough દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંચી નો પ્રેમ..! (ભાગ - 2)

એક ફિલ્મ માં એક ડાયલોગ સાંભળ્યો હતો કે...તું મારી સાથે લગ્ન ની હા પાડ... ચાંદો તોડી લાવિસ...તારાઓ લાવી આપીશ... રાણી બનાવીને રાખીશ...આ જ્યારે સાંભળ્યું હતુ ત્યારે હસવું આવતું હતું...પણ તે દિવસે ખરેખર આ ડાયલોગ હું સાંચી ને સંભળાવવા માંગતો હતો...ને ખરેખર બસ ખાલી કંઇક બોલેને હું એ એની કરી બતાવવા માંગતો હતો...અફસોસ કે એની સાથે વાત તો ના જ થઈ શકી...!!!

ઘરે આવતા આવતા અમારે મોડું થઈ ગયું...પણ આવતા વહેત જ મે ઇયારફોન નાખ્યા ને શંકરી દેવી નું રાધે રાધે હો...તથા શ્રી રાધે જય શ્યામ રાધે કમસે કમ ૫ વાર સાંભળ્યું ને ભાવાવેશ માં આવી ગયો...રાધા તથા સાંચી બંને ની ખૂબ જ યાદ આવી ને આંખોમાંથી અશ્રુધારા વ્હી ગઈ...!!!આખી રાત એ જ યાદ આવ્યાં કરી...સવાર નો બેસબરી થી ઇંતેજાર હતો કે કેમ કરીને ઓનલાઇન સાંચી ને શોધી લઈને એને દિલ ની વાત કહી દઉં...!!!
 
લગભગ ૪ કલાક થી વધારે મહેનત કરીને ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, અરે મારા જે જે સોશ્યલ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ના હતા ત્યાં પણ હું સાંચી ને શોધતો જ રહ્યો...પણ એ ના જ મળી..!!!જેમ શરીર માં છેલ્લો શ્વાસ હોય તેમ યોદ્ધા લડતો રહે છે પણ હાર નથી માનતો એમ જ મે પણ હાર ના માની ને એને શોધતો જ રહ્યો ને હજુ પણ શોધી જ રહ્યો છું..!આ સત્યવાર્તા એટલા માટે જ લખી રહ્યો છું કે કદાચ...કદાચ...ખુદ સાંચી આ વાંચે અથવા એના સંપર્ક માં રહેલા એના ભાઈ, બહેન કે કોઈ મિત્ર મારા અને એના વિશેના જે અકલ્પ્ય સંબંધ સમજી શકે ને કદાચ એને મારા સંપર્ક માં લાવી શકે..!!!
બધા જ ઓનલાઇન તથા મારાથી શક્ય એવા પ્રયત્નો પછી મે આ વાર્તા ઓનલાઇન રજૂ કરવાનું વિચાર્યું ને આખરે ૪-૫ દિવસ ની ઠીક મહેનત કરીને મે એ રજૂ કરવાનું વિચાર્યું...!
કહેવાય છે ને કે મરતા ક્યાં ન કરતા..!!!તો બસ એમ જ કે સાંચી ની યાદ માં ને યાદ માં દુઃખી થયા કરવું એના કરતાં પૂરા પ્રયત્નો તો કરવા...!!!
"મે કર્મ કર્યું, પણ હા આ વખતે ફળ ની આશા તો રાખી છે તો પણ રાધા ની જેવી ઈચ્છા"
 
 
મને લાગે છે કે આ અનુભવ માત્ર મારા એકલા નો નહિ પણ દરેક છોકરાઓનો છે...ક્યારેક ને ક્યારેક તો એમને આ રીતે પોતાના પ્રેમ ને ભૂલવો જ પડ્યો છે...પરંતુ મારે સાચીનેં બધા જ પ્રયત્નો પછી પણ ભૂલવી જ પડે તો પણ શક્ય એ બધા જ પ્રયાસો કરવા જ છે...એટલે આ રજૂઆત મે કરી છે..!!! વળી મારી ઉંમર ૨૮ છે, ઘર વાળા લગ્ન ની વાતો તો લાવી જ રહ્યા છે પણ કૃષ્ણ ના નસીબ માં ના હતી એ રાધા મારા ભાગ્ય માં આવી શકતી હોય તો મારે બધા જ પ્રયત્નો કરવા જ જોઈએ..એમ હું સમજું છું..!!!
મારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ : "out_of_the_world_ thought છે...જેમાં મારા 0 ફોલોવર્સ છે તથા હું પણ 0 લોકો ને ફોલો કરું છું...પ્રોફાઈલ પિક્ચર માં રાધા રાણી ના ચરણ છે..." પૂર્ણ બ્રહ્માંડ ને જેણે ચપટી માં તૈયાર કર્યું છે એવા પ્રભુ થી કંઈ પણ અશક્ય ના જ હોય શકે...કદાચ મારા આ લખાણ ના લીધે ભગવાન એકાદ એવા વાંચક ને પણ આ લેખ વંચાવે ને...તે વાંચક મને સાંચી સુધી પહોંચાડી પણ દે...સર્વ ની મારી દિલ ના ઊંડાણ થી વિનંતી કે મારી મદદ કરી શકાય તો મહેરબાની કરો..🙏
આમ તો આજના યુગ માં પ્રેમ ઓછો ને આકર્ષણ જ વધારે થતું હોય છે...પણ મારા હિસાબે મારી એની પ્રત્યે ની લાગણીઓ બંધાઈ તથા જ્યારે એણે માતા આગળ શીશ ઝુકાવવા માટે એનાથી એટલી નાની બહેન ની સલાહ લીધી તથા પૂર્ણત: નિર્દોષપણું બતાવ્યું અને એ પણ બિલકુલ મારી જેમ જ બધી વાતો તથા દુનિયાદારી થી અલગ જ હતી એ વાત મને મારી ખુદ ની જ યાદ અપાવે છે...કદાચ એને જોતા જ હું અરીસો જોતો હોવ એવું જ લાગતું હતું... સોલમેટ અને ટ્રુ લવ જેવા આજકાલ ના આ શબ્દો મને ખરેખર એને જોઈને સાચા જ લાગ્યા તેથી જ મે એને મેળવવા ના પ્રયત્નો ચાલુ રાખ્યા છે...તમે જીવનભર માં કેટલીય વાર કેટલીય છોકરીઓ ને જોતા હોય છતાં..અમુક તો એવી તમને મળે જ છે કે જેને જોઈને તમને સમજાય છે અને તમે સ્વીકારો છો. ..કે હા કદાચ પુનર્જન્મ જેવી વાત સાચી જ હશે...કેમ કે એને જોઈને તમને અનુભૂતિ થઈ જ જાય છે કે અને જન્મો જન્મ થી મળતો જ આવ્યો છું...એમ...!!!મને પણ સુધ્ધ સાત્વિક તથા પૂર્ણ પ્રેમ ની લાગણી એના પ્રત્યે થઈ..જો તમે સમજી શકો તો..!!
મારું સાચું નામ હિતેશ જ છે...અને એનું નામ સાંચી જ છે...જો કોઈ મદદ કરી શકે તો..ખૂબ ખૂબ આભાર..🙏
 
राधा राधा राधा राधा राधा राधा राधा राधा राधा राधा राधा