સાંચી નો પ્રેમ..! (ભાગ - 1) outofworldthough દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાંચી નો પ્રેમ..! (ભાગ - 1)

 
outofworldthought@gmail.com
 
instagram : out_of_the_world_thought
 
 
 
પ્રસ્તાવના
 
અમુક વાતો દિલ માં રાખવાથી પૂરી પૃથ્વી કરતાં પણ વધારે વજન હ્રુદય પ્ર આવી જાય...એમાંથી બચવા જ પ્રસ્તુત છે..પ્રેમ pending..!
 
 
 
રાધા राधा RADHA ..🙏❣️
 
સત્ય પ્રેમગાથા કે જે પૂર્ણ નથી પણ પૂર્ણ થઈ શકે છે...!
 
આજે રવિવાર ને  ૬ ઓક્ટોબર ૨૦૨૪ , ત્રીજું નોરતું...!
 
પાછલા ૨-૩ વર્ષ થી હર નવરાત્રી માં એકાદ રવિવારે મમ્મી રાજપીપળા કુળદેવીના દર્શન કરવા લઈ જ જાય છે .
તો આજે પણ રવિવાર હતો. એમ તો ડાકોર જતા જે ઉત્સાહ હોય છે તે રાજપીપળા કુળદેવીના દર્શન માટે નથી હોતો...હા માં પ્રત્યે ખૂબ જ પ્રેમ છે...માં ની બહુ ઈજ્જત છે દિલ માં...પરંતુ ત્યાં જવાના રોડ ના લીધે કંટાળો આવે...અને એમાં પણ જો બસ માં જવાનું થાય ત્યારે તો કંઇક વધારે જ.  શનિવારે રાત્રે મમ્મી ને ગરબા જોવા લઈ ગયો હતો ને આવતા આવતા તો ૨ વાગી ગયા હતા.ને સવારે માં ૫ વાગે તો વાગ્યુ આપડું અલાર્મ...મમ્મી જાગી ને ત્યાર બાદ આપડે...પછી ભાઈ ને પછી પપ્પા...ચા નાસ્તો કરીને નીકળ્યા બસ સ્ટેન્ડ તરફ....માતાજી ની કૃપા જ કે રવિવાર નો દિવસ તથા ૩ જુ નોરતું હતું છતાં...ત્યાં પહોંચતા જ બસ મળી ગઈ...અને સીટ પણ...વિચાર્યું કે રાતનો ઉજાગરો દૂર કરીએ ને ઝબકી મારી લઈએ પણ ક્યાંથી..??એમ થોડી ઊંઘ આવે...?
સરસ રીતે ત્યાં પહોંચ્યા...મમ્મી એ પ્રસાદ ને ફૂલહાર વગેરે લઈ લીધું...હવે મંદિર ના ગેટ પર પહોંચ્યા...સાચું માનો આજસુધી આટલી ભીડ મે ક્યારેય ન હતી જોઈ...પગ મૂકવાની જગ્યા ના મળે....પણ આ તો હતી આપડી કુળદેવી..એમ થોડા દર્શન આપે..?? જેમ તેમ એ ભીડ માં અમે ચારેય ઘુસ્યા...હવે પબ્લિક આગળ થી જરા પણ હટતી જ નહતી...જેમ તેમ કરીને થોડી થોડી આગળ જગ્યા બનાવી...હવે પબ્લિક બરાબર ધક્કા મૂકી સાથે અંદર મંદિર ની લાઈન માં ઘુસ્વાનો પ્રયત્ન કરતી હતી..ત્યાં મારી પાછળ એક આન્ટી અને અંકલ આવી ગયા...બાપ રે...આન્ટી ને તો ખબર નઈ શું ઉતાવળ હશે...ધક્કા પર ધક્કા માર્યા મને...ગુસ્સે થઈને હું આન્ટી થી દુર થવાના ચક્કર માં આન્ટી થી તો ખરો જ પરંતુ પરિવાર થી પણ દૂર થઈ ગયો...જોકે ચિંતા નહતી...કેમ કે બધા પાસે મોબાઈલ હતા...જ..
 
હવે જેમ તેમ કરીને હું થોડું થોડું પબ્લિક સાથે આગળ વધતો જ હતો...અને માનો કે ના માનો પરંતુ જેવો જ હું મંદિર માટે ની જે આજુબાજુ માં રેલીંગ તથા છત વાળી સ્પેશિયલ લાઈન હોય છે ત્યાં મે પ્રવેશ કર્યો કે ત્યાં જ અચાનક એક ખૂબ જ સુંદર છોકરી મારી બાજુમાં આવીને ઊભી થઈ ગઈ ...હવે વિચારવા જેવું એ છે કે...આટલી પબ્લિક માં એ કેમની ત્યાં મારી બાજુ માં આમ અચાનક આવી ગઈ...કેમ કે મને ખબર છે ત્યાં સુધી તો અત્યાર સુધી તો એ મારી આજુબાજુ ક્યાંય જોવા મળી ન હતી ...જોકે હોય શકે કે મારું ધ્યાન ના પણ હોય....પરંતુ નોટ કરવા જેવી વસ્તુ એ છે કે જ્યારે મે મેઈન લાઈન માં પ્રવેશ કર્યો ત્યારે જ મારી બાજુમાં આવીને ઊભી રહી હતી...હવે એક વાત તમે એમ સમજો કે જ્યારે જ્યારે મારી પાસે કોઈ છોકરી આવે છે તો એમ હું એને ડાયરેક્ટ જોઈ નથી શકતો....ખબર નઈ પણ જેમ કે એની હું રિસ્પેક્ટ કરતો હોવ એમ હું એને જોઈ જ નથી શક્તો...હા પણ સામેથી ગુજરતી સારી સુંદર છોકરી ને જોઈ લેવાઇ છે.. હવે આપણે પાછા આપણા મુદ્દા પર આવીએ...તો હું ને એ સાથે સાથે જ હતા.. મારો વિશ્વાસ કરો કે શ્વાસ પણ લેવામાં તક્લીફ પડે એટલી ભીડ હતી... ભલભલા લોકો લાઈન માંથી નીકળી જતા હતા...પણ આપણી જુવાની અને આપણો માતા પર નો ભરોસો સાથે હોય ત્યાં સુધી આપણે એમ હાર થોડી માનતા હોઈશું..???
અમે બંને પાછળ ધક્કા વાગતા હોવાથી લાઈન માં આગળ જવા લાગ્યા...હવે મને પણ નથી ખબર પણ તે કંઈ રીતે મારી બિલકુલ આગળ આવી ગઈ...હું ખૂબ નર્વસ થઈ ગયો ને...સાથે સાથે તેને પાછળ થી આવતા ધક્કા ને લીધે એને કંઈ મારાથી ધક્કો ના વાગે કે તેને હું ટચ ના કરી શકું એ માટેના પૂરા પ્રયત્નો કરવા લાગ્યો....પરંતુ...આ ભીડ માં કોનું ચાલ્યું છે તો મારું ચાલવાનું હતું...!!!!!
 
એક જોરદાર ધક્કા ને હું અને એ બંને ચારે બાજુથી ઘેરાઈ ગયા...હું એની એકદમ નજીક જ આવી ગયો હતો.આવી લજ્જા મને મારી જિંદગી માં આવી નઈ હોય એવી લજ્જા આવી રહી હતી...તથા એટલો જ ગુસ્સો પણ હતો પબ્લિક...થી...તેથી મે બે ત્રણ વાર પાછળ ધક્કા માર્યા અને હું એ છોકરી થી દુર થવાના પ્રયત્ન કરવા લાગ્યો...પરંતુ એટલા પ્રયત્ન પછી પણ હું એનાથી દુર ના થઈ શક્યો ...હવે મારા મન માં એના પ્રત્યે થોડું દુઃખ થવા...લાગ્યું...કારણ કે આપણા દરેક પુરુષો ને એટલું તો ખબર હશે જ કે આવા સંજોગો માં આપણને સામે વાળી છોકરી ને બચાવવા નો અથવા એની સુરક્ષા કરવાનું સુજી જ આવે છે....મારા મન માં હમેશા આવા સંજોગો માં એક જ વિચાર આવે છે...આની જગ્યા એ આપણી બેન - માતાઓ પણ હોય છે....એટલે હું એનાથી દૂર થવા ખૂબ પ્રયત્નો કરવા લાગ્યો....પણ હું ના જ થઈ શક્યો...જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી એ મારી આ વાત પર ધ્યાન રાખી રહી હતી કે હું ખૂબ પ્રયત્ન કરીને એનાથી દૂર જવાનો પ્રયત્ન કરી રહ્યો છું....તેથી એને કદાચ મારા પર થોડો તો ભરોસો આવી જ ગયો હતો ..એવું...લાગ્યું...હવે પહેલી વાર એને પ્રયત્ન કરીને પાછળ મારી તરફ જોયું ...મને પહેલા તો એવી ખબર જ ના પડી કે એ મને જોઈ રહી છે...પણ જેવી જ મે એના તરફ નજર કરી ત્યાં તો....હું શું  જોઈ રહ્યો હતો........એની આંખો માં મારી આંખો મળી ગઈ...અવર્ણનીય ભાવ મન માં દિલ માં છવાય ગયો....હું એને જોત્તો જ રહી ગયો...એ પણ મને જોઈ જ રહી...કદાચ એમ જ લાગતું હતું કે કેટલાય જન્મો-જન્મથી હું એને ઓળખું છું...અને જાણે કે તે મારી આત્મા નું એક અવિરત અંગ હોય એમ લાગવા લાગ્યું...અને ત્યાં જ એક ધક્કો આવ્યો ને જાણે કે હું એનામાં સમાઈ ગયો...હવે સહેજ પણ પબ્લિક હલી ન હતી રહી...મારા પ્રયત્નો એનાથી દૂર થવાના બધા નિષ્ફળ નીવડયા...લજ્જા તથા આવા સંજોગોમાં એને મુકાવું પડ્યું એ જોઈને મારા રુદય માં થોડી તો ફાડ પડી જ...દુઃખ થયું...ખૂબ જ દુઃખ થયું...મારા થી ઊંચાઈ માં નીંચી હતી ...એને મારી સામે ઉપર જોયું એની આંખ માં જ મારી નજર પડતાં જ મારા મોંમાંથી પાંચ થી વધારે વખત સોરી સોરી નિકળી ગયું...જોકે એ મને જોઈને થોડી હસી જ રહી હતી...જાણે કે એ સમજતી હતી કે આમાં મારો કોઈ વાંક ન હતો..હવે પાછળ એટલા તો વધારે ધક્કા આવવા લાગ્યા કે હું એને પણ બરાબર ધક્કા મારી રહ્યો હોય એમ લાગતું હતું... વળી ના છુંટકે જ મારા થી એના માથા પર એક બે વાર હાથ મૂકાઈ ગયો....મને એમ લાગતું હતું કે હું એને કેમ કરીને આ ભીડ થી તથા આ તક્લીફ માંથી બહાર કાઢું...!!!
 
વધતા જતા ધક્કા ને લીધે તથા મારા આવા સ્પર્શ થી મે એના થી બાજુમાં થવાનો પ્રયત્ન કર્યો...જાણે કે એ પણ સમજી જ ગઈ હોય એ પણ થોડી હિંમત કરીને બાજુમાં થઈ ગઇ...મે એને જોઈ એણે મને જોયો...જોતા જ રહ્યા...પછી ધક્કા ના કારણે હું આગળ આવી ગયો ને એ ત્યાં જ રહી ગઈ... મારાથી પાછળ વળી ને પણ ના જોઈ શકાય એટલું દૂર થઈ ગઈ...મારા આખા શરીર માં એક ધ્રુજારી આવી ગઈ...જાણે કે આટલા જન્મો પછી મળ્યાને ત્યાં જ છૂટા પણ પડી ગયા...!!!ખૂબ એટલે ખૂબ જ દુઃખ થયું...માતાજી તૈયારી માં યાદ આવ્યા...મે એકવાર એમને દિલ થી એટલી જ પ્રાર્થના કરી કે એ જો એનો અને મારો કોઈ સાચો સંબંધ હોય આ જન્મ કે પાછલા જન્મનો તો મને એનો પાછો સાથ મેળવી આપ...થોડા થોડા લોકો આગળ વધતા જ રહ્યા..થોડા દુઃખ સાથે હું પણ આગળ વધતો જ રહ્યો...પરંતુ થોડી વાર પછી ભીડ ઓછી થઈ તથા થોડી ખુંલ્લાસ લાગી...તેથી જેવો જ મને મોકો મળ્યો કે મે પાછળ નજર કરી....૩ વ્યક્તિઓ પાછળ એ ઊભી હતી...એ બીજે ક્યાંક જોતી હતી પરંતુ એણે મને જોયો...હું એને થોડી દુઃખ ભરી નજરે જોઈ રહ્યો હતો..હું પછી આગળ જોવા લાગ્યો... મન માં એમ થતું હતું કે કદાચ ભીડ સાથે થયેલ અનુભવ પર થી એ મારા વિશે ખોટું વિચારી રહી હશે...પણ એ વિચાર આવતા જ મે મારી જાતને સમજાવી કે હવે મારે એને ના જોવી જોઈએ....દુઃખ તો થતું હતું પણ કદાચ એને ના જોવી એ જ સાચું લાગ્યું એટલે મે એના તરફ હવે નઈ જોઉં એમ વિચારતો જ હતો ત્યાં જ એવું બન્યું કે એ આ શબ્દો લખતા તથા એ અનુભવ યાદ આવતા જ હજી પણ એમ જ આંખ માં ઝળઝળિયા આવી જાય છે...એ અચાનક પાછળ થી ત્રણે વ્યક્તિઓ ને વટાવી ને મારી આગળ આવીને ઊભી રહી ગઈ...એમ જ માનો કે કદાચ પાછળ ના ત્રણ જન્મો ને વટાવી ને પાછી મારી પાસે મારી સાથે આવી ગઈ...!!!!!
 
વિચારો થોડીક જ ક્ષણો પહેલા મે માતાજી ને કહ્યું હતું કે જો આનો અને મારો કોઈ પણ સંબંધ હોય તો એને પાછી લાવી આપ...અને માતા એ આમ એને મારી આગળ લાવી આપી....માતાજી નો કેટ કેટલો મે આભાર માન્યો...હવે મને એમ વિચાર આવ્યો કે આ ઉંમર માં તો લગભગ મારા જેટલી તો લાગે છે પણ...આનું લગ્ન થયું છે કે નઈ...મને કંઈ ખાસ તો કોઈ સમજણ માં પડી પણ મે એના ગળા પર નજર કરી...ત્યાં મંગળસૂત્ર તો ન હતું....થોડી ખુશી મળી...પણ પછી એમ પણ વિચાર આવ્યો કે આટલા સારા ઘર ની છોકરી એકલી આવી ભીડ માં કે જ્યાં શ્વાસ લેવાની પણ તક્લીફ પડતી હોય ત્યાં એને એના પરિવાર વાળા એ એકલી કેમની મોકલી..??મારી પાછળ એક છોકરો તો હતો પરંતુ એનો કોઈ સગાવ્હાલા જેવો તો ના લાગ્યો....પણ હા એની પાછળ એક ૨૨-૨૪ વર્ષ ની છોકરી હતી જે ક્યારની મને તાકી રહી હતી...મે ફરી આગળ નજર કરી...ગરમી તથા કોઈ વસ્તુ આજુબાજુમાં પકડવાની ન હત્તી..ભૂલથી જ મારાથી બે વખત એના ખભા પર હાથ મુકાયો હતો...
પણ આ વખતે મારાથી સોરી પણ ના બોલાયું...!બસ એમ જ થતું હતું કે એની આંખો મારી આંખો થી દુર જ ન થાય...હું ને એ અમે બન્ને એકબીજાને જોતા જ રહીએ ને જોતા જ રહીએ...!!!મે આટલી સુંદર આંખો ક્યારેય જોઈ જ ન હતી...સમુદ્ર માં ડૂબવું અલગ વાત છે પણ આવી આંખો હોય તો એને જોતા જોતા...જ ડૂબી જવાય એમાં પણ શું ખોટું...એમ થાય...!માતાજી થી હું ખૂબ જ ખુશ હતો...એમ લાગતું હતું કે આટલા વારસો જન્મો થી જેની હું રાહ જોતો હતો આ એ જ રાધા છે...!!!
 
આકર્ષણ શબ્દ બધાને ખબર જ છે....આજકાલ લોકો ને પ્રેમ નથી થતો...પણ મોટેભાગે આકર્ષણ જ હોય છે...પણ વિચારો કે મને એ હમણાં હમણાં જ મળી હતી....ને હવે માત્ર મારા એની સામે પાછળ જોતા જ એ એટલી પબ્લિક માંથી નીકળીને પાછી મારી આગળ આવીને ઊભી રહી જાય...તો મારી અંતર આત્મા ના શું હાલ હશે..!!એમ લાગતું હતું કે હમણાં જ હૃદય થંભી જશે...!અનહદ આનંદ ને અનહદ પ્રેમ એની સાથે મને માત્ર આ ક્ષણ ને લીધે થઈ ગયો...અને હું સંપુર્ણ એનો જ થઇ ગયો...!!!
 
મારો પરિચય હવે આપવો ઠીક લાગી રહ્યો છે....તો મારું નામ હિતેશ...!અટક હમણાં ના લખીયે એ જ સારું...
 
લગભગ આ સત્યવાર્તા  લખવાના બે વર્ષ પહેલા હું એક સ્ત્રી થી દૂર થયો હતો... લખવું જરૂરી છે કે મારાથી ઉંમર માં એ થોડી મોટી હતી તથા અમારી જાતિ પણ ના હોવાથી મારા ગમે તેટલા પ્રયત્નો હોવા છતાં મારા વાલીઓ એ માટે રાજી ન હતા...જોકે હું જેને પ્રેમ કરતો હતો એના માતા પિતા ગુજરી ગયેલા હતા તથા એનો અને મારો વ્યવહાર તથા અમારી બંને ની લાગણીઓ પરથી મને એમ જ લાગતું હતું કે કદાચ...અમે બંને આ પૃથ્વી પર એકબીજા માટે જ બન્યા છે...પણ જ્યારે મમ્મી પપ્પા ને મે મારી સામે હારતા જોયા ત્યારે મારો તે સ્ત્રી પ્રત્યે નો પ્રેમ મારા વાલીઓ માટે અન્યાય હોય એમ લાગયું...!તથા મારા દૂર ના એક ભાઈના વાક્યો એમ હતા કે...પૃથ્વી પર મોટા ભાગ ના વ્યક્તિઓ અર્જુન જ હોય છે...જે પસંદ આવે એ નથી જ મળતું...તથા એક તરફ વાલીઓ અને બીજી બાજુ પ્રેમ જ હોય છે... એમ જ અર્જુન ની જેમ આપણું જીવન હોય છે... આપણે પણ રણભૂમી માં જ ઉભા છે...એક બાજુમાં માં બાપ અને બીજીબાજુ આપણી મનગમતી વ્યક્તિ....
તેથી મે પણ અર્જુન ની જેમ શ્રીકૃષ્ણ ના કહેવા પ્રમાણે કૌરવો ના વિરુદ્ધ માં શસ્ત્ર ઉઠાવતો હોય એમ મારી પ્રિય વ્યક્તિ નો ત્યાગ કર્યો.....!!!!!જોકે આટલા સમય પછી એમ લાગી તો રહ્યું છે કે કદાચ જે થયું એ સારું જ થયું...કેમ કે માતાપિતા ને જ દુઃખી કરીને સુખ મળે તો એ સુખ, સુખ જ નથી લાગતું...!
 
હવે આપણે પાછા આવી જઈએ રાજપીપળા માં...
 
ત્રણ વ્યક્તિને વટાવીને તે મારી આગળ આવીને ઊભી રહી ત્યારે તો એમ જ લાગ્યું કે જેને માટે મને લાગણી ઉત્પન્ન થઈ છે તેમાં માતા ની પણ મરજી છે...એમ તો મારું જીવન હવેથી રાધા રાણી ની કૃપા પર જ અવલંબે છે...વધારે કંઈ હું ઈચ્છતો નથી...એમ મન માં એક જ વાત છે કે મારી સાથે સારું થાય કે ખરાબ થાય જેવું પણ થાય એ બધી રાધા ની કૃપા...એની જેવી ઈચ્છા...મારે તો પણ સ્વીકાર અને બચાવે તો પણ સ્વીકાર...! પહેલાં ની જેમ હવે પરિસ્થિતઓ થી બહુ ડર નથી હવે...કેમ કે આપણે તો હવે બધું રાધા પર છોડ્યું...❤️
 
તો બસ હું હવે મારા તરફથી કોઈ પણ પ્રયત્નો કોઈ પણ જગ્યાએ કરતો નથી....રાધા જે કરાવે એ ઠીક...એમ જ...જીવન ચાલી રહ્યું છે....!
 
હવે એ મારી આગળ તો આવીને ઊભી રહી પણ આગળ શું કરાય...બસ ખુશી જ હતી...એના લગ્ન ના પણ થયા હોય તો પણ એની સાથે સીધી જ વાત કેમની કરવી...એટલે હું મૌન રહ્યો બસ...એ મારી આગળ છે ને કદાચ માતા ના દર્શન સાથે થાય તો તો ધન્ય ભયો..!!
 
એ કોણ છે..,એનું નામ શું છે...અમારા જ શહેર ની છે પણ કે નહિ...બધા બહુ જ સવાલો હતા પણ જવાબ ન હતો...!
પણ કહેવાય છે ને કે ખુશી ઓ લાંબો વખત ટકતી નથી...
જ્યારે મારી રાધા પાછળ ના ત્રણ વ્યક્તિને વટાવીને મારી આગળ આવી ત્યારે તે સમયે તેની સાથે તેની બહેન હતી જે મને ક્યારનીય જોઈ રહી હતી...ખબર નઈ કેમ પણ તે અચાનક આગળ આવી અને જેને આપણે રાધા કહીએ છીએ એને , "સાંચી" એમ કરીને બોલાવી...!!!
 
અને પછી એ મારી આગળ આવી ને ઉભી રહી ગઈ...અને સાંચી એની આગળ ઊભી રહી...!!!
મને બે બાજુના વિચાર આવ્યા...પહેલા તો ખુશી મળી કે મારે મારી રાધા નું નામ તો જાણવું હતું જ...એ માતા એ સાંભળ્યું અને મને એનું નામ જાણવા મળ્યું...લાગ્યું કે આખા ભારત ની...અરે આખી દુનિયામાં જેટલી સાંચી છે એ બધી ને હું ઓ કોઈ પણ રીતે શોધી નાખીશ..જો કે એમ પણ વિચાર આવ્યો કે જેનું નામ જ આટલું સુંદર અને અદભૂત છે તે આ સાંચી કદી મારી થઈ પણ શકે...?!! ક્યાં સાંચી નામ અને ક્યાં હિતેશ..!!!!
 
હવે એની બહેન મારી આગળ હતી...હું થોડો નાખુશ થયો કે સાંચી કેમ કરીને મારાથી દૂર થઈ...પરંતુ નસીબ અને માતા આગળ આપણું શું ચાલવાનું હતું..!? ત્યાં જ આગળ જમણી બાજુ થી પૂરું વળી ને બીજી બાજુની લાઈન માં આવવાનું હતું...સામે જ ત્યાં એ લાઈન માં મારો ભાઈ મળ્યો, એણે મને જોયો ને આગળ સાંચી તથા એની બહેન ને જોઈ...કદાચ આટલી ખૂબસૂરત છોકરીઓ મારી આગળ હોવાથી કે પછી એમ જ પણ એણે મને પૂછ્યું કે તું પાછળ કેમનો જતો રહ્યો..!!!મે એને જવાબ વાળ્યો, " તને ખબર"😅....એ વધારે કંઈ બોલ્યો નઈ...હવે એને કોણ સમજાવે કે આ સાંચી ના લીધે જ પાછળ રહી ગયો એને સાચવવા સાચવવામાં...!!! મે ભાઈને પૂછ્યું કે બેગ લઈ લવ તો એણે ના પાડી...સાંચી મારા ભાઈ ને જોઈ રહી હતી તથા તે મારા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો એ પણ સાંભળી રહી હતી...કદાચ એને સમજયું કે મારો ભાઈ મારાથી થોડો નારાજ થયો છે...કેમ કે હું પાછળ રહી ગયો છું... જોકે સાંચી તો એની બહેન ની આગળ હતી...તેથી એના થોડા દૂર થવાથી દુઃખ થઈ રહ્યું હતું...ત્યાં જ પાછળ થી પાછા ધક્કા ચાલુ થયા...હવે કદાચ સાંચી ના મનમાં જે ચાલતું હશે એ હું સમજી જ શકુ...કે એને એની બહેન પ્રત્યે ની લાગણી ના લીધે કદાચ એમ થયું જ હશે કે જો પાછળ થી પહેલા ની જેમ વધારે ધક્કા આવવા લાગ્યા તો ના છૂટકે મારાથી એની બહેનથી નજીક આવી જ જવાશે..અને એ કદાચ મને તથા તેની બહેન બંને ને સારું નઈ જ લાગે...એટલે કદાચ તથા મારા ભાઈ ના લીધે પણ સાંચી એ ના છૂટકે જ એને એવો નિર્ણય લીધો કે એ બીજી બાજુની બહેનોની લાઈન માં પહોચી જાય...અને એણે એમ જ  કર્યું...એ અને એની બહેન બંને જે બીજી લાઈન માં લેડીઝ ઊભી હતી ત્યાં તેમની પાછળ જઈને ઊભી રહી ગઈ...હું વિચારું છું તેમ કદાચ એની બહેન એને કહેતી હતી કે પેલા છોકરા એ તને બે ત્રણ વાર ટચ કરી...પણ સાંચી એ એને સમજાવી એમ લાગી કે એ છોકરા નો વાંક ન હતો...!
 
કદાચ એને એની બહેન ના લીધે ને મને મારા ભાઈના લીધે જ એકબીજાથી  દૂર થવું પડ્યું...!
 
ભીડ તથા ખૂબ ગર્મી હોવા ના લીધે વારે વારે ત્યાંના સેવકો અમને પાણી ની બોટલો ઓફર કરતા જ હતા...હવે સાંચી મારાથી થોડી આગળ તો હતી પણ એની બહેન સાથે હોવાના લીધે મને ઠીક થી જોઈ ન હતી સકતી...એમ પણ એ એની નાની બહેન સાથે હોય અને જો મને જોયા કરે તો સારું પણ ના જ લાગે...પણ જ્યારે જ્યારે બોટલ મારી બાજુ માં કોઈ લેતું હતી ત્યારે ત્યારે એ એકાદ નજર કરી લેતી ને...મને સુકુન મળતું...પણ હવે તો ભીડ ના ધક્કા ને લીધે એ મારાથી ખૂબ જ આગળ જતી રહી...અત્યંત દુઃખ થયું...એમ લાગતું તું કે માતા પણ મારી મજા લેતી હોય...હું ખૂબ જ દુઃખી થઈ ગયો...કેમ કે પાછળ થી હવે મને ખાલી સાંચી ના વાળ જ કદી કદી દેખાતા હતા...અને માનો કે ના માનો પણ એટલી ભીડ માં એ ફરી મને જોવા પણ મળશે કે નઈ એ વિચાર થી મારું હૃદય ભાંગી રહ્યું હતું...તેમ છતાં એને શોધતો રહ્યો.... પછી મે ફરીવાર રાધા વિચાર કર્યો ને...જેવી રાધા ની ઈચ્છા એમ વિચારીને આગળ વધતો ગયો...જો કે દુઃખ તો ખૂબ થતું જ હતું...મે માતા ને પણ કીધું કે માતા મહેરબાની કરીને એને પાછી લાવ...!
આગળની ભીડ માં માત્ર એના વાળ જ કદી કદી હું જોઈ શકતો...સમાન્ય રીતે સ્ત્રીઓ ના કાળા વાળ હોય છે પણ એના વાળ મહેંદી કલર ના હતા...અને એના વાળ પણ સુશોભિત બક્કલ લગાવીને રાખ્યા હતા.. ખૂબ સુંદર લાગતા હતા...
 
જેને જોઈને અને જેની સાથે બે પળ વિતાવિને એમ લાગતું હોય કે આ વ્યકિત ને આપણે જન્મો જન્મ થી જાણીએ છીએ અને આ ની સાથે જ આપણે જન્મો વિતાવ્યા છે બસ એવી જ લાગણી ઉત્પન્ન થતી હોય અને તમે એનાથી આમ જ દૂર થાવ તો એ દુઃખ ની લાગણી જેને સાચો પ્રેમ શું છે એની ખબર હોય એનાથી જ અનુભવાય...પણ પછી સાથે સાથે એમ પણ થતું હતું કે રાધા તથા  માતા જો મને આ રીતે થોડીક ક્ષણો સુખ આપીને પછી આમ દુઃખી જ કરવા માંગતી હોય તો આવી એક સાંચી શું ૧૦૦ સાંચી ને પણ ત્યાગી દેવાય...રાધા ની ઈચ્છા સર્વોપરી...!!!તેથી મે ત્યાર બાદ સાંચી ને વહેલી તકે જ ભૂલવાનો પ્રયત્ન ચાલુ કર્યો...હવે આગળ જ્યારે હું માં ના મંદિર માં પ્રવેશ કર્યો અને દૂર થી જ માંના દર્શન કર્યા ત્યાં તો આંખો માંથી આંસુ સર્વા માંડ્યા...આટલી બધા લોકોની વચ્ચે કે જ્યાં શ્વાસ લેવા તથા પગ મૂકવાની પણ જગ્યા ના મળે ત્યાં મને તથા મારા પરિવાર ને એને સાક્ષાત દર્શન આપ્યાં..તથા આટલા વર્ષો થી જે રાધા ની હું પ્રતીક્ષા કરતો હતો એની એક ઝાંખી બતાવી...!ખૂબ જ હૃદયદ્રાવક દૃશ્ય હતું જ્યારે મારી આંખો સામે મારી માતા ના દર્શન હું કરી રહ્યો હતો...મારી આંખ માં આંસુ જ સરી રહ્યા હતા...માતા ની મૂર્તિ ની નજીક હું જતો હતો...આગળ લાઈન હતી તથા હું માં ની નજીક ધીમે ધીમે જઈ રહ્યો હતો...ત્યાં જ મારી નજર માં દર્શન કરીને મંદિર માં જ બેસવા માટે આવી રહેલી બે છોકરીઓ ઉપર પડી...તે બીજું કોઈ નહિ પણ સાંચી ને એની બહેન હતી...એક પળ માં મારા શરીર માં ધ્રુજારી આવી ગઈ...એની આંખો મારી આંખો સાથે મળી...ને અમે બંને એક બે પળ માટે પાછા એકબીજામાં ખોવાઈ ગયા...આખરે માતાજી ના મંદિર માં એની સાથે દર્શન થયા એ વાત થી હું ખૂબ જ ભાવુક હતો...એ એની બહેન ને ભૂલી ગઈ અને હું મારા ભાઈને...તથા અમે બંને માતા ના મંદિર માં સાથે જ હતા...હું ખૂબ જ ખુશ થઈ ગયો... પછી એને થોડું ભાન આવતા એની બહેન તરફ જોયું...એની બહેન નાની હોવા છતાં એને બધું સમજાવતી હોય એમ લાગતું હતું...એની નાની બહેન ના બતાવ્યા પ્રમાણે સાંચી પણ એના હાથ થી ખોળો ધરીને ઘૂંટણ પર બેસીને માતા ને તેનુ શિશ ઝુકાવ્યું...!એને આવું કરતા જોઈને જ એ મારા આત્મા હ્રુદય, મારી આખી દુનિયા માં છવાઇ ગઈ...!!!આવા સંસ્કાર ધરાવતી છોકરી મારી રાધા જ હોવી જોઈએ...એમ વિચારીને ખુશી મળી...એ બંને એ માતા સામે શીશ ઝુકાવ્યું ને ઉભા થયા ને મંદિર ની બહાર પ્રાંગણ તરફ નીકળી પડ્યા...ને હું પણ માતા નો આભાર માનતો માનતો...એના દર્શન કરવા નજીક ગયો...પ્રસાદ ચઢાવ્યો...ને માં ના દર્શન કરીને હું ને ભાઈ પણ બહાર પ્રાંગણ તરફ નીકળ્યા...પણ આટલી જ વાર માં તો ખબર નઈ એ એક પરી ની જેમ અદ્રશ્ય થઈ ગઈ...
 
મારી આંખો એને જ ઝંખી રહી હતી...મે ચારેબાજુ ૪-૫ વાર નજર કરી પણ એ મને ક્યાંય ન મળી...ભાઈ મને કહે કે મમ્મી મંદિર થી બહાર આવશે એને શોધ...ત્યાર પછી મારી નજર મમ્મી અને સાંચી બંને ને શોધતી જ રહી...થોડી વાર પછી મમ્મી મળી...પણ સાંચી ક્યાંય જોવા ના મળી... સવાર નું કશું જ ના જમ્યા હોવાથી મમ્મી મને અને ભાઈ ને જમવા માટેની લાઈન માં ઉભા રહેવા માટે કહી રહી હતી...પણ ભાઈ કહે ભોળાનાથ ના મંદિર જઇને પછી..જ...તેથી અમે શિવજી ના દર્શન કર્યા...શિવજી ના દર્શન કરીને બહાર જ નીકળ્યા કે મમ્મી એ જોયું કે મારી કુળદેવી માં ના પ્રાંગણ માં જ ગરબા રમતા હતા અને ખૂબ જ ખુશનુમા માહોલ...હતો...મમ્મી એ એક મિનિટ પણ વિચાર્યા વગર મને ઈશારો કર્યો કે હું ગરબા રમીને આવું...મે પણ ઈશારા માં હા પાડી...એ ગરબા રમતા ખૂબ જ ખુશ લાગી રહી હતી...જાણે કે એનું એક સ્વપ્ન પૂર્ણ થયું ના હોય...! હું અને મારો ભાઈ પણ એને જોઈને ખૂબ જ ખુશ થયા...ત્યાં જ ભાઈ પણ એની સાથે રમવા ઉતરી પડ્યો...હું એમને બંને ને ગરબા રમતા જોઈને ખૂબ જ ખુશ થયો ને એમનો વીડિયો બનાવવાનો ચાલુ કરી દિધો...જો કે દરમ્યાન મારી નજરો સાંચી ને પણ શોધી જ રહી હતી..પણ એ જોવામાં ન આવતી હોવાથી હું થોડું નાખુશ પણ હતો...મમ્મી ને ભાઈ ને ગરબા રમતા જોઈને એક જ વિચાર આવતો કે ભલે જીવન ભર ગરબા નથી કર્યા પણ જો સાંચી આ ગરબા રમવા આવી જાય તો હિંમત કરીને મમ્મી ને ભાઈ જોવે તો પણ એની સાથે રમવા જતો રહું...પણ એ ના જ દેખાઈ..થોડીક ક્ષણો પછી મને મમ્મી ને ભાઈ પણ ગરબા માં ના જોવા મળ્યા..એમને ગરબા માં શોધતા શોધતા જ એ તો ના મળ્યા પણ મારી રાધા જાણે કે ગરબા રમવા આવી એમ જોવા મળ્યું...હા સાંચી ને એની બહેન તથા એની મમ્મી રમવા માટે આવી ગયા હતા...એક જ પળ માં એની પાસે જઈને ગરબા ચાલુ કરી દેવાની ઈચ્છા થઈ ત્યાં જ કોઈએ મારો હાથ ખેંચ્યો...એ મારો ભાઈ હતો... એણે કહ્યું કે મમ્મી તારી રાહ જોઈ રહી છે...ચલ જમવાની લાઈન માં...નાછૂટકે મારે એની પાસે જવું પડ્યું...હું મમ્મી અને ભાઈ સાથે જમવા ની લાઈન માં લાગી ગયો...પણ મારું પૂરું ધ્યાન સાંચી પર જ હતું...તેની સાથે હવે તેનો ભાઈ પણ ગરબા કરી રહ્યો હતો... મન માં થોડો ગુસ્સો પણ આવી રહ્યો હતો...કે આ મારી કુળદેવી માં મારી સાથે શું કરી રહી છે...જો મમ્મી ગરબા કરવા ગઈ ત્યારે જ સાંચી ને મોકલી હોત તો એ જ ક્ષણે હું પણ તેની સાથે જઈ જ શકત...પણ એમ ના થયું...છતાં હું એને થોડી વાર લાઈન માં ઉભા ઉભા જોઈ જ રહ્યો...ખૂબ સારી રીતે એ ગરબા રમી રહી હતી...ખુશ લાગતી હતી...મમ્મી મને વારે વારે પપ્પા ને ફોન કરીને જમવા બોલાવા માટે કહી રહી હતી...એટલે મે પપ્પા ને ફોન કરીને જમવા બોલાવ્યા...પણ ખૂબ જ અવાજ હોવાના કારણે એ મને સાંભળી શકતા ન હોવાથી...હું આજુબાજુ માં જઈને એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો... લાંબી જહેમત બાદ પપ્પા ને જમવા માટે જણાવ્યું...ને હું ફોન મૂકીને પાછો રાધા ને શોધવા લાગ્યો...લગભગ ગરબા કરી રહેલા બધાને એક એક કરીને જોયા છતાં એ કે એના પરિવાર નું એક પણ સદસ્ય મને ના મળ્યું...મને લાગ્યું કે એ જમવા માટે ની લાઈન માં હોઈ શકે...મે આખા મંદિર નું પ્રાંગણ તપાસ્યું પણ મને એ ક્યાંય ના મળી....એક પળ માટે હ્રુદય બેસી ગયું...પણ માતા એ મને એનાથી આટલી વાર દૂર કર્યા છતાં પણ પાછી મેળવી આપી હોવાથી હું એક આંસ લઈને જમવા નું લઈને મમ્મી ભાઈ સાથે જમવા બેસી ગયો... જમીને પણ મે એની ચારેબાજુ આખા મંદિર માં શોધી પણ એ ક્યાંય ના જ મળી...દુઃખ થયું...અત્યંત દુઃખ થયું...એમ લાગ્યું કાશ માતા એ થોડી કૃપા કરીને અમને બંને ને એક કર્યા હોત તો કેટલું સારું....જોકે ખાલી એક જ હવે સહારો હતો કે માતા એ એની બહેન પાસેથી એનું નામ ઉચ્ચારણ કરઆવ્યું હતું તેથી...હું એને ઓનલાઇન બધી જ જગ્યાથી શોધી શકતો હતો...આ આંસ સાથે હું થોડા દુઃખ સાથે પરિવાર ને લઈને મંદિર બહાર નીકળ્યા..
 
બસ મળી, આવતા આવતા પૂરા રસ્તા માં મને બસ એક જ વાત યાદ આવ્યા કરી કે કેમ કરીને સાંચી એ બધું છોડીને તથા તેની બહેન નો પણ વિચાર કર્યા વગર મારી દુઃખી આંખોને જોઈને મારી આગળ આવી ગઈ હતી..!
 
વારે વારે આ વિચાર આવતા જ મને ભાવ આવી જતો ને...પ્રેમ ની સાથે સાથે દુઃખ અનુભવાતું...!બસ જ્યાં ને ત્યાં એની આંખો ને એનો ચેહરો જ નજર આવતો...લાગતું કે એક જ દિવસ માં એ મારી દુનિયા બની ગઈ...!!!
એક ફિલ્મ માં એક ડાયલોગ સાંભળ્યો હતો કે...તું મારી સાથે લગ્ન ની હા પાડ... ચાંદો તોડી લાવિસ...તારાઓ લાવી આપીશ... રાણી બનાવીને રાખીશ...આ જ્યારે સાંભળ્યું હતુ ત્યારે હસવું આવતું હતું...પણ તે દિવસે ખરેખર આ ડાયલોગ હું સાંચી ને સંભળાવવા માંગતો હતો...ને ખરેખર બસ ખાલી કંઇક બોલેને હું એ એની કરી બતાવવા માંગતો હતો...