ખજાનો - 87 Mausam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખજાનો - 87

સૌ કિનારા પાસે ઉભેલી બોટ તરફ ચાલવા લાગ્યા. કાચ જેવું સ્વચ્છ પાણી થોડી થોડી વારે જાણે સૌના ચરણ સ્પર્શ કરી જતું હતું. આહલાદક વાતાવરણમાં અનંત સમુદ્ર સામે જોઈ રહેલી ને વિચારોમાં ડૂબેલી લિઝા તરફથી હર્ષિતની નજર હટતી નહોતી. જ્યારે સુશ્રુત લિઝાને જોઈ મનમાં એમ વિચારી રહ્યો હતો કે એવું તો શું કરું કે," લિઝાની બધી તકલીફો..દુઃખ..દર્દ..બધું દૂર થઈ જાય..!" જ્યારે ઈબતિહાજ અને જૉની કંઈક જુદા જ વિચારોમાં ખોવાયેલા હતાં.

"ચાલો.. ચાલો..! બોટમાં બેસી જાઓ. એ તમને સાંજ સુધીમાં જ દર-એ-સાલમ પહોંચાડી દેશે." ડ્રાઇવરે બધાં જ યુવાનોને સંબોધીને કહ્યું.

"મિત્ર.! ત્યાંથી અમને માડાગાસ્કર સુધી પહોંચવાના જહાજ મળી તો રહેશે ને ?" અબ્દુલ્લાહીજીએ થોડી ચિંતા વ્યક્ત કરતાં ડ્રાઇવરને પૂછ્યું.

"મેં તમને પહેલા પણ કીધું છે. જહાજ મળી રહેશે. પણ થોડું કોસ્લિ ( મોંગું) પડશે." ડ્રાઇવરએ કહ્યું.

"મામુ..! એ તો બધું થઈ જશે. અત્યારે બોટમાં બેસો..!" ચિંતાતુર અબ્દુલ્લાહીજીને જોઈ જૉનીએ જાણે તેમને હૂંફ આપતાં કહ્યું. બધા બોટમાં ગોઠવાયા. બોટ ચાલુ થઈ ને થોડી જ વારમાં કિનારાથી વિદાય લીધી. પાંચેય બોટમાં બેઠા બેઠા એ વિચારી રહ્યાં હતા કે હવે આગળ શું થશે..? માઈકલ સુધી પહોંચવા માટે માત્ર હિંમતથી કામ નહીં ચાલે, નાણાં પણ જોઈશે. માડાગાસ્કર સુધી પહોંચવાના પૂરતાં નાણાં નથી ને મંજિલ તો તેનાથી પણ ઘણી દૂર છે.કોઈ ભલે સ્પષ્ટ બોલતું ન હોય પણ શાંત બેસીને અનંત સમુદ્રને જોતાં છએનાં મનમાં આજ પ્રશ્ન મૂંઝવતો હતો કે હવે આગળ શું કરશું..?

"મમ્મા..! હું ડેડને પાછા લાવીને જ રહીશ..!" પોતાની મૉમને આપેલ વચનની યાદ આવતાં લિઝાની આંખો ભરાઈ ગઈ. આખરે તે પણ એક સ્ત્રી જાત છે. પોતાની લાગણીઓને.. ચિંતાઓને.. ક્યાં સુધી મનમાં દબાવી રાખે..? પોતાના મૉમ ડેડ પ્રત્યેનો લિઝાનો પ્રેમ અને ચિંતા તેની આંખોમાં અશ્રુ બની વહેવા લાગ્યાં.

" લિઝા..! આટલી ચિંતા ન કર. આપણે જલ્દી જ માઈકલ અંકલ સુધી પહોંચી જઈશું." લિઝાનો ચહેરો વાંચી તેની દ્વિધાને પારખી જનાર સુશ્રુતે તેનાં ખભે હાથ મુકીને તેને આશ્વાસન આપ્યું.

"હેય..! શું થયું લિઝા..? તું કેમ રડે છે..? તારી તબિયત તો ઠીક છે ને.?" હર્ષિતે લિઝા માટે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"અરે ગાંડી..! આંસુ લૂછ. તું તો અમારી હિંમત છે. તું જ તો અમને છેક અહીં સુધી લાવી છે ને તું જ આમ ઢીલી પડી જાય એ કેમ ચાલે ? આપણે જરૂરથી માઈકલ અંકલ સુધી પહોંચીને તેમને બચાવશું અને આન્ટીને આપેલ વચન પૂરું કરશું. " જૉનીએ લિઝાના માથે હાથ ફેરવી તેને હિંમત આપી.

"પણ ભાઈ..! કેવી રીતે..?" લિઝાએ પૂછ્યું.

"એ તો મને પણ ખબર નથી. પણ એટલી ચોક્કસ ખબર છે કે આપણે જરૂરથી આપણી મંજિલ સુધી પહોંચીશું." જૉનીએ લિઝાની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું.

"હું કહું કેવીરીતે..?" ઈબતિહાજ બોલ્યો. ઈબતિહાજની વાત સાંભળીને ચારેય તેની સામે જોવાં લાગ્યાં.

"કેવીરીતે..?" હર્ષિતે પૂછ્યું.

"ચિંતા નહિ..પણ ચિંતન કરીને.!" ઈબતિહાજે કહ્યું.

"વાત તો તારી સાચી છે ભાઈ...!" સુશ્રુતે કહ્યું.

"ચિંતન કરવાં માટે જે તે સમસ્યા અંગેનું જ્ઞાન હોવું જોઈએ. નથી તો પ્રાપ્ત કરવું પડે, તો જ સમસ્યાનું સમાધાન શોધી શકાય."શાંતિથી પાંચેય યુવાનોની વાતો સાંભળી રહેલા અબ્દુલ્લાહીજી પાસે આવીને બોલ્યાં.
"ચલો..તમે બન્ને દૂર હટો..! મારી સિસ્ટર ખૂબ બહાદુર અને હિંમતવાળી છે." જૉનીએ હર્ષિત અને સુશ્રુતને લિઝાથી દુર કરતાં કહ્યું.

"સમસ્યા એક નહિ અનેક છે. કેટલું સમાધાન શોધશું..? નાણાંની સમસ્યા...ખોરાકની સમસ્યા...મુસાફરીની સમસ્યા..!"

"બસ બસ હર્ષિત..! આપણે સમસ્યાઓ નથી ગણવાની.. તેના ઉકેલ શોધવાના છે બેટા..!" ઈબતિહાજે હર્ષિતને રોકતાં કહ્યું.

"આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાંખ્યો છે ઈબતિહાજ..!" હર્ષિતે વળતો જવાબ આપ્યો. 

To be continue..

મૌસમ 😊