મારા જીવનના અનુભવો - 4 પરમાર ક્રિપાલ સિંહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • Untold stories - 7

    UNFINISHED WORDS રજત અને તાન્યા—બન્ને કોલેજકાળથી જ એકબીજાના...

  • મૌન ચીસ

    પ્રકરણ ૧: લોહીભીની સાંજ અને તૂટેલો વિશ્વાસજામનગરના આકાશમાં સ...

  • સંસ્મરણોની સફર

    વર્ષ હતું 1991-92. આ બે વર્ષ ગુજરાત માટે એક ભયાવહ સમયગાળો બન...

  • RAW TO RADIANT - 2

    *The First Cut*રફ હીરો દેખાવાથી સામાન્ય હોય છે,પણ એની સાચી સ...

  • સ્નેહ ની ઝલક - 9

    શ્વાસ માટેનો સંઘર્ષઅશોકભાઈ અને મનીષાબેનનું જીવન બહારથી નિરાં...

શ્રેણી
શેયર કરો

મારા જીવનના અનુભવો - 4

આનંદ કહે પરમાનંદા માણશે માણશે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજા ત્રાંબીયાના તેર.... 
૧૪_૧૦_૨૪ સમય ૮.૧૧
 જય માતાજી અનુભવ પ્રમાણે ઘણીવાર આપણે ક્યાંક બેઠા હોય પછી ક્યાંક અચાનક કોઈક વ્યક્તિ નો સંપર્ક માં આવે તો પહેલી મુલાકાત હોય. આંખ ની ઓળખાણ ના હોય. પણ અચાનક દુકાને બસ માં ક્યાંક રસ્તા માં કોઈ ને કોઈ જગ્યાએ નિમિત્તે મુલાકાત થઈ જાય. પણ પહેલા દુહો કહ્યો એમ એક પાસે બેસે ના પોહાય અને બિજો લાખો દેતા ના મળે. એમ ઈ કંઈક પરભવ ની લેણદેણ થકી રુણાબંધન થી આપણા સંપર્ક માં આવે અચાનક કોઈ કોઈ ના સંપક માં નથી આવતું મારુ એવું માનવું છે રસ્તા માં સાપ અથવા જો વાયડું હડકાયું કુતરુ મળે તો પણ એ કંઈક પરભવ ની લેણદેણ હોય છે. અને ઈ કોઈ પણ પ્રકારે નિમિત્તે આપણને હાની લાભ દુખ સુખ આપતા હોય છે. એ માત્ર નિમિત્ત હોય છે બાકી વાવેલું તો આપણું જ છે.. ઘણા એવા પુરુષો ને મળ્યા પછી અને મળતી વેળા અજાણ્યા જેવું ના જણાય અમુંક જગ્યાએ જાવી ત્યારે પણ એમ થાય પહેલી વાર નથી આવ્યા. અને જે પણ વસ્તું કરીએ જાવી મળવી જોઇએ એ અનેક વાર ઘટના ઘટી જ ચુકી છે એ મારો મત છે આપણે નવું નથી કરતા. 
આ સંસાર એક ભયાનક અરણ્ય છે. જેમા કામરુપી તેમા વાઘ રહેલા છે. માયારુપી સિંહણ તેમા રહેલી છે. લોભરુપી રિંછ તેમા રહે છે તે વન માં. કુમતીરુપી નાગણ રહેલી છે. વિષયોરુપી ભયંકર કંટકો હોય છે.. આમાંથી પસાર કોઈ વિરવર પુરુષ જ થઈ શકે છે.   ત્રણ વાદ છે કર્મ પ્રધાન બિજું ભાગ્યવાદી એક કરમ પર નિર્ભર હો કર્મ ને માનનારા જ્યારે બિજા પુરુષ ભાગ્ય ને પ્રધાનતા આપે ભાગ્ય માં હોય એ થવાનું પણ આજે ત્રિજાની વાત કરવી જેને બહું ઓછા લોકો સ્વિકાર કરે છે. અને સમજે છે. આને જાણ્યા પછી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. પણ સ્વીકાર કરવો. પણ કઠીન છે કાળ વાદ કાળ પ્રધાન છે કાળ નું એક નામ સમય છે. અને ભગવતગીતાજી ના અધ્યાયવિભુતીયોગ ૩૦શ્લોક પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્ ।મૃગાણાં ચ મૃગેન્દ્રોઽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્ ॥૩૦॥દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરીઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું.(૩૦) કાળ નું એક સ્વરુપ પરમાત્મા છે. જે ઘણા ઓછા લોકો સમજી શકે.. એવો કરુણ બનાવ બની ચુક્યો હોય ત્યારે આપણે કોઈના મુખે સાંભળતા હોય કાળ ચોઘડિયુ હતું. પણ ખરેખર કરે તો કાળ જ એક દિવસ એ બધાય નો કોળિયો કરી જવાનો ત્રણ ભુવન નો પણ. એને કોને બાકી છોડ્યા પણ છે...! અને છતા એ નિર્દોષ ની જેમ વર્તે છે. ભયંકર અકસ્માત થયો હોય ત્યારે આપણે કોઈ કોઈ વ્યક્તિ અથવા ઘટનાનું વર્ણન કરતા હોય અન્ય ને જવાબદાર ઠેરવીએ પણ કર્યું તો છે કાળે.. જ કાળ પ્રધાન છે એ બધાય નો કોળીયો કરી જવાનો છે. હું કાળ ને વંદન કરું છું. અને  કાળ કોઈને કોઈ કારણોથી નિમિત્ત બનાવી ને લઈ જશે એને સેકન્ડ થી પણ સુક્ષ્મ સમય ની વાર નથી લાગતી... એ એક સંકલ્પ સાથે સર્જન અને એક સંકલ્પ સાથે વિસર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. તો પછી આપણી શું હેસીયત ક્ષણ ભર સંત્સંગ સાંપડતા,
અનહદ ઉભા કર્યા વાદ વિવાદ. 
દાસ ખીમો કે હુપદમા અહંમ ઉભરાશે,
નહી સમજાય સંત્સંગનો સત્ય સાર.
આદેશ આદેશશબ્દ આર હૈ... શબ્દ પાર હૈ... શબ્દ કા તાગ અપાર...
શબ્દ હી ઘાવ કટાર હે... શબ્દ હી સૌ ઊપચાર......
શબ્દ સમજ કે ઉચ્ચારીયે.. શબ્દ હી ફેલાયે બેર....
એક શબ્દ બખ્તર હે... એક શબ્દ હૈ સમશેર....