મારા જીવનના અનુભવો - 1 પરમાર ક્રિપાલ સિંહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા જીવનના અનુભવો - 1

"મારા જીવનના અનુભવો"

જય માતાજી મહાનુભાવો વડીલો સ્નેહી મિત્ર જનો હું પરમાર ક્રિપાલસિંહ આજે તા. 9-10-24 સમય 7:30 આશો નવરાત્રિના સાતમા દિવસે. આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવો વિશે હું કોઈ લેખક નથી પણ મન ની વ્યથા વ્યક્ત કરું છું. હું પહેલા આવો નહોતો ક્યાંક મને આવો બનાવવામાં આવ્યો છે. કોણે બનાવ્યો હશે! એક વિચાર એવો પણ આવે મારે પારબ્ધ ના કર્મ? કંઈક રહસ્ય તો છે મારા કંઈક કર્મ યોગ બાકી હશે પારબ્ધ નો કંઈક હજી ખેલ બાકી છે કંઈક ખેલી નાખ્યાં પણ એ રમાડનાર જોનાર ને હું ગમું એવો મારો પ્રયત્ન અને એક લક્ષ્ય છે જીવનનું. ખરેખર ઘણું સમજ્યા પછી ઘણું દુઃખ થતું હોય છે એના કરતા અજ્ઞાની અને અજ્ઞાત રહેવું સારું બાળક બની રહેવું ઉતમ પણ સમજ્યાં પછી જીવવું રહેવું અને સહેવું સરળ નથી હોતું. મારો નિજી અનુભવ છે. પછી તમે પાછા પણ નથી વળી શકતાં. એટલે જ તો મહાપુરુષો એકાંત માં વાસ કરતા હશે? કારણ આ સંસાર પછી નથી સારો લાગતો આ સંસાર ના વ્યવહાર તો સાચવી લે પણ આ સંસાર ના ભોગવિલાસ એ માણી નથી શકતો. પછી એનું પોતાનું શું તર્પણ કરવાનું હોય? એ મરી ચુક્યો હોય છે તેના માટે તેની મનોદશા એની મનની વ્યથા કોને કહી સંભળાવે કોણ સમજે? એટલે જ તો એને આ પ્રકૃતિ દેવી માંના ખોળે એકાંત અતી પ્રિય લાગતું હશે! પછી આ સંસાર ના ભોગવિલાસ કામ ક્રોધ મદ લોભ રાગ તરફ ની વૈરાગ્ય ની ગતી હોય છે. પણ એ જાણતો હોય છે સમજતો હોય છે. નથી એ મરી શકતો કારણ મરવા જેવું હતું એ બધું મારી નાખ્યું હોય છે પછી અંદર થી મરેલા ને આ જગત શું મારવાનો પણ! પછી આ જગત ના કાવા દાવા ધન દોલત એને ખારા સમુદ્ર ના પાણી સમાન લાગે છે. આ જગત એની વ્યથા નહી સાંભળી શકે સમજી શકે. જે અંદર થી ઉભરા મારે ઇ બિજાને શાંત પણ કેમ કરી શકે. પરમાત્માની ઈચ્છા સમજી એ જીવન નો નિર્વાહ કરતો હોય છે. હરી ઈચ્છા બલવાન યસ્તવાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્વ માનવ:|
આત્મન્યેવ ચ સંતુષ્ટસ્તસ્ય કાર્ય ન વિધતે||17||
અધ્યાય 3
પણ જે માણસ આત્મામાં જ રમનારો અને આત્મામાં જ તૃપ્ત તેમજ આત્મામાં જ સંતુષ્ટ હોય. તેના માટે. કશું કરવાનું બાકી નથી રહેતું.|| 17|| 
આધ્યાત્મિક માર્ગ પર ચાલવું ખુબ કઠીન છે. અને સહેલું પણ આ માર્ગ પર એક વાર ચાલ્યાં પછી પાછું નથી વળાતું આ એક નશો છે. જે ક્યારેય ના ઉતરે આ યોગ આ દેહ જન્મે ના પુરો થાય તો આગલા જન્મમાં યોગ પુરો કરવા એ બંધાયેલ છે. પણ આધ્યાત્મિક પર ચાલનાર વ્યક્તિ ને ઘણી અડચણો પણ આવતી હોય છે. શબ્દો રુપી ઝેર પણ પિ લેવું પડતું હોય છે. ક્યારેક એકાંત માં રડી પણ લેવું પડતું હોય છે. દુનિયા સામે એની વેદના ઈ ક્યારેય પુર્ણ નહી કહે ક્યાંક એવું પાત્ર જણાય તો થોડુ મન જરુર હલકું કરી લે પણ એ ભુલેચુકે પણ વેદના વ્યક્ત નહી કરે તેની. ચરાચર જગત ના માલિક પાસે એ રડી લે હસી લે. સંસાર માં પોતાની જવાબદારી નું ધર્મ નું નૈતિક ફરજનું ભાન એને હોય છે. પુર્ણ ત્યારે જ તો એ નથી એકાંતમાં જઈ શકતો નથી આ દેહ ત્યાગ કરી શકતો. પોતાની ફરજ પુર્ણ થઈ જાય એનો યોગ પુરો કરશે એક દિવસ પરમાત્મા એ નિશ્ચિત છે. ઘણુ બધું જાણ્યો માણ્યો સમજ્યો હજી ઘણું બધુ જાણવાનું બાકી છે આખરે છું એક જિજ્ઞાસું  પણ અનુભવ મારા પ્રગટ કરું તો ક્યાં હતો અને ક્યાં લાવીને મને બેસાડી દીધો ટુંક જ સમય માં એ એક વિચિત્ર ઘટના છે મારા માટે અત્યારે સારા સારા સ્ટેટસ સારું લખવાથી સારુ બની જવાય એવું પણ નથી. વાહ વાહી દેખાવ દંભ છે આતો. પણ મારું 2013થી આગળ નું અને પછીનું જીવન અલગ છે. અને એ મારા નજીક માં રહેતા સ્નેહીજન જાણે જ છે. સમાજ એક અરીસો છે. પણ ઘણું આ જાત ને સુધારવા પ્રયત્ન કર્યો છે ઘણું બધું સાંભળી એકાંત માં રડ્યો પણ છું. અને એક સમય પાછું ત્યાંનું ત્યાં જવાનું પણ મન થતું હતો એવો ને એવો બની રહું કારણ આ ભિડ ઘેટા ચાલ ભર્યું માણસોનું નિમ્ન કક્ષાનું જીવન તમને ખુબ તકલીફ આપશે. પણ એની ઈચ્છા અને એને હાથ ઝાલ્યો પછી ચિંતા પણ શું કરવાની હોય? 
લિ_પરમાર ક્રિપાલસિંહ