The First Attraction Vikram દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The First Attraction

" રિંકી નો મારામાં મેસેજ આવ્યો. તમે મને શુ માનો છો ?
1. લવર
2. ગર્લ ફ્રેન્ડ
3. બેન
4. કે બીજું કંઈક
અને આનો જવાબ હું શુ આપું એની મને કાંઈ ખબર જ નતિ પડ્તી."

આ વાત છે જયારે હું માંરા કોલેજ ના બીજા વર્ષમાં હતો. અને અમદાવાદમાં હું ખાલી પરીક્ષા આપવા માટે આવ્યો હતો. ધંધુકાથી અમદાવાદ ટ્રેનમાંથી ઉતર્યો ત્યારે મારા કાકા મને લેવા માટે બાઈક લઈને ઉભા હતા.
આજે ટ્રેન મોડી આવી કાકાએ કહ્યું.
એવું મને તો બહુ મજા આવી.
હું તો ડાયરેક્ટ નોકરી ઉપરથી તને લેવા માટે આવ્યો છું ક્યારનો રાહ જોવ છુ અને ફોન કર્યો તો ઉપાડ્યો પણ નહીં. કાકાએ કહ્યું.
ફોન સાઇલેન્ટ હતો. મેં ટૂંકો જવાબ આપ્યો.
સારું કહીને એમને બાઇકે ચાલુ કરી અને હું એમની પાછળ બેસી ગયો.
કાકાને હું નાનપણથી જોવ છું, એમને જરાય બદલાયા નથી મને એમની સાથે ઓછું ફાવે ખાલી કામ પૂરતી જ વાત થાય.
રસ્તામાં મને બધું દેખાડતા હતા કે આને આ રોડ કેવાય અહીંયા આમ જવાય તેમ જવાય હું ખાલી હમ્મ હમ્મ કરતો જવાબ આપતો હતો.

અમે ઘરે પહોંચ્યા. કાકાએ ઘરની સામે જ ગાડી મૂકી અને અંદર જતા રહ્યા. હું જેવો જ પગથિયાં ચડતો હતો કે મને મધુર અવાજ સંભળાયો. મેં પાછળ ફરીને જોયું તો બે છોકરીઓ જોર-જોરથી હંસતી હતી. એમાં એક તો ઠીક જ દેખાતી તી પણ બીજી છોકરી એકદમ મસ્ત લગતી તી અને પીળા કલર નું ટી શર્ટ અને સફેદ શોર્ટ. એને જોઈને મનમાં થયું કે આવી છોકરી મારી ગર્લ-ફ્રેન્ડ બની જાય તો કેવી મઝા આવે, દિલ માંથી એક જ અવાજ આવતો કેટલી મસ્ત છે, સુંદર. પેહલીવાર જોતા જ શરીર માં કંઈક થવા મંડ્યું, એક અજીબ ફીલિંગ.

મારુ ધ્યાન એની તરફ જોવામાં હતું ત્યારે અચાનક મારી બાજુમાંથી અવાજ આવ્યો, તારા મમ્મીનું નામ જયા બેન છે. બીજા પગથિયાં ઉપ્પર બેઠેલા એક બેને મને પૂછ્યું.
મેં કીધું હા તમને કઈ રીતે ખબર ?
હું અને તારા મમ્મી એક જ ગામ ના છીએ, બેન બોલ્યા.
ચાલો જમવાનો સમય થઇ ગયો છે ચાલ ખાવા. માસી બોલ્યા.
તમે જમી લો અમારે તો હાજી વાર છે.
બેન તેમના ઘર તરફ જવા લાગ્યા તેમનું ઘર બિલકુલ મારા કાકાના ઘરની સામે જ હતું. બે ઘર વચ્ચે ખાલી એક ફોરવ્હીલ જાય એટલો ચાલવાનો રસ્તો હતો.
પછી મેં છોકરી જ્યાં ઉભી તી ત્યાં નજર કરી તો ત્યાં કોઈ હતું નહિ. ઓલા બેન સાથે વાત કરવામાં છોકરી ક્યાં ગઈ એની ખબર જ ન રઈ.
આટલામાં જ રેતી હશે, કે દૂર રહેતી હશે, કેટલી સુંદર લાગે છે ગામડે જઈને ફ્રેન્ડ ને કહીશ, એના વાળ કેવા મસ્ત હતા, આંખો કેટલી સુંદર, હાઈટ મારા જેટલી જ હતી,
જો એ સામેના ઘરમાં રહેતી હોય તો કેવી મજા આવે તો એને પટાવી જ લઉં, આવા કેટલાય વિચારો મારા દિમાગમાં ચાલતા હતા અને હું હજી દરવાજાની સીડી પાસે ઉભો હતો. એટલામાં કાકા નો અવાજ આવ્યો અંદર તો આય.

હું અંદર ગયો. કાકા ખાટલા ઉપર બેઠા હતા. શું કરતો હતો?
કઈ નય ઓલ સામેવાળા બેન જોડે વાત કરતો તો.
તારા મમ્મી પપ્પા સુ કરે છે?
બસ જલસા.
મેં પૂછ્યું, કાકી ક્યાં ગયા છે?
કામ કરવા ગયા છે 8.30 આવી જશે,
અને મહાવીર (કાકાનો છોકરો)
એ ક્યાંય રમતો હશે.
ભૂખ તો નથી લાગી ને અહીંયા તો અમે 8 - 8.30 જ ખાવી, તમે તો વેલા ખાઈ લેતા હસો ને , તારે ખાવું હોય તો કાઢી દઉં,
ના કાકા ટ્રેનમાં દાલ ખાધી હતી હમને કાકી આવે એટલે હારે ખાશું.
સારું પણ અહીંયા શરમાતો નહિ, તારું જ ઘર છે એમ સમજીને રેજે. તારા મમ્મી કેતા તા તું બહુ બોલતો નથી, બોલવાનું રાખ. હું મહાવીર ને બોલાવીને આવું છું.
સારું મેં એટલું જ કહ્યું .
થોડીવારમાં કાકા મહાવીરને લઈને આવી ગયા, મહાવીર મને જોતા જ ખુશ થઇ ગયો વિક્રમભાઈ કહીને બાથ ભરી ગયો.
ક્યાં ગયો તો?
મેદાનમાં રમવા, પપ્પા કેતા તા કે તમે આવવાના છો. હવે અહીંયા જ રેહજો.
સારું આલે ચોકલેટ.
ચોકલેટ લઈને મહાવીર રાજી થઇ ગયો. અને કીધું ચાલો વિક્રમભાઈ રમવા જઇયે.
ના અત્યારે નઈ તારા મમ્મી આવે પછી જમીને જઈસુ.

એટલામાં મારા કાકી આવી ગયા. હું જઈને પગે લાગ્યો કાકી એ ઉભો કરીને ગાલ પાર કિસ કરી અને બોલ્યા તું તો દુબળો પડતો જાસ કંઈક ખાવાનું રાખ.
સુ કાકી બરોબર છે મારુ થોડુંક જાડું થવાનું છે.
સારું હું નાહી લઉં પછી આપણે ખાવા બેસીએ.
થોડીવાર પછી અમે બધાયે જમી લીધું અને થોડીક વાતો કરી અને હું અને મહાવીર બહાર ફરવા નિકલી ગયા.
મહાવીર બધું દેખાડતો હતો પણ મારા મનમાં તો પેલી છોકરીના જ વિચારો ચાલતા હતા, ક્યાં રહેતી હશે, નામ સુ હશે, મેં તેની સામું જોયું તું એને મને જોયો હશે કે નય.
થોડીવાર ફરીને અમે ઘરે આવી ગયા.
કાકીએ પૂછ્યું તારે અંદર સૂવું છે કે બારે ઓસરીમાં?
બારે સુઇ જઈશ.
સારું બોલીને કાકીએ ખાટલો પાથરી દીધો.
હું ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો કે શુ કરતી હશે? આજુબાજુમાં રહેતી હશે તો પતાવી લઈશ મારા ફ્રેંડને ફોટો દેખાડીશ તો મારો વટ પડશે કેટલી સુંદર છોકરી પટાવી છે !!! આવા વિચાર સાથે હું સુઈ ગયો. સવારમાં જાગીને ચા-નાસ્તો કર્યો.
કાકા - કાકી કામ પર જતા રહ્યા. અને મહાવીરને 10 વાગ્યે સ્કૂલે જવાનું હતું એ પણ એના હાથે તૈયાર થઈને જતો રહ્યો.હું મારા ઘરના દરવાજે ઉભો ઉભો આજુબાજુ જોવા લાગ્યો કે કાલ વાળી છોકરી દેખાય છે કે નય. કેટલાય નાના બાળકો, તેમની માતાઓ, ભાભીઓ, નિશાળે જતી છોકરીઓ બધા આવતા જતા દેખાતા હતા પણ કાલ વાળી છોકરી ક્યાં દેખાતી નહોતી. કંટાળીને હું ઓસરીમાં બેસીને ચોપડી લઈને વાંચવા બેસી ગયો. મારે પરીક્ષા ચાલુ થતી હતી.
થોડીવાર પછી રાત વાળો હસવાનો અવાજ મને સાંભળવા મડયો. મેં બાર જઈને જોયું તો કાલ વાળી છોકરી હતી અને એમના ઘર આગળનો રસ્તો વાળતી હતી. એને જોઈને હું ખુશ થઇ ગયો અને ધારી ધારી ને એની સૌ જોવા લાગ્યો. રાત કરતા તો અત્યારે વધારે સારી લાગતી તી. અચાનક એની નજર મારી પર પડી. થોડીવાર મારી સામું જોઈ રહી. અને બોલી,
અહીંયા આવો તો.....
મને તો ગભરાહટ થવા મંડી, "આને શુ કામ હશે, હું તેને જોવ છું તો ઈને ખરાબ તો નઈ લાગ્યું હોય ને, મને કાંઈ બોલશે તો નઈ ને, એના હાથમાં સાવરણી છે એનાથી માર સે તો મારા મમ્મીએ કીધું તું કે શહેરની છોકરીઓ નો સારી હોય, કોઈની સાથે વાત નઈ કરવાની, આ પણ ખરાબ હશે તો, મને બાદનામ કરશે તો આવા કેટલાય વિચારો મારા મગજમાં આવવા લાગ્યા."
હું હિંમત કરીને એની પાસે ગયો અને કીધું બોલો...
તમે રવાભાઈ ની ત્યાં આવ્યા છો ને
હા
તમારું નામ શુ છે ?
વિક્રમ
તમે શું કરો છો?
કોલેજ
હમણાં રોકાવવાના છો ?
હા પરીક્ષા ચાલુ છે ત્યાં સુધી.
સારું એમ કહીને થોડી સ્માઈલ સાથે એ ઘરમાં જતી રઈ.
ઈ અમારા સામેના ઘરમાં જ રતી હતી અને જે બેન સાંજે મારી સાથે વાત કરતા તા ઈ આના મમ્મી હતા.
હું ઘરમાં ગયો અને એની વાતું મને યાદ આવવા મંડી એનો મીઠો અવાજ. પછી મને યાદ આવ્યું કે ઈ ને મને બધું પૂછ્યું પણ મને તો એનું નામ પણ ખબર નથી, ફરીવાર દેખાશે તો શુ કહીને બોલાવીશ.

પછી હું કોલેજ જતો રહ્યો અને સાંજે પાછો આવી ગયો. મહાવીર ઘરે હતો. મેં મહાવીરને પૂછ્યું....
સામેવાળી છોકરીનું નામ શુ છે?
રિન્કી
સુ કરે છે ?
આખો દિવસ ઘરે હોય છે દસમું ફૈલ છે.
એના પપ્પા?
એ રીક્ષા ચલાવે છે. ચાલો રમવા જઇયે.
થોડીવાર પછી જઈસુ. એમ કહીને હું સામે જોવા લાગ્યો. એમનું ઘર જાળીવાળું હતું મારા કાકાનું પણ જાળીવાળું હતું પણ એમને પરદો રાખ્યો હતો. આખો દિવસ તો પરદો બંધ રહે પણ સાંજે ખોલી નાખે પણ અત્યારે ઘરે રિંકી દેખાતી નતી. ખબર નય બાર ગઈ હશે. એટલામાં મહાવીર ના ફ્રેન્ડ બધા આવી ગયા. મહાવીરએ બધા સાથે પરિચય કરાવ્યો અને અમે ક્રિકેટ રમવા જતા રહ્યા.
રાતે 8 વાગ્યે પાછા આવ્યા ત્યારે જોયું તો રિંકી વાસણ ધોતી તી અને એના મમ્મી અમારા પગથિયાં ઉપર બેઠા બેઠા ચા પિતા હતા. હું જઈને એમની બાજુમાં બેસી ગયો અને પૂછ્યું,
કેમ છો?
કઈ નય જો કામ પરથી આવીને ચા પિવ છું.
અત્યારે ચા?
મારે તો કામ ઉપરથી આવું એટલે પેલા ચા જોઈએ, બિજુ બધું કામ પછી. ત્રણ ઘરના કામ પતાવ્યા અને હજુ 9 વાગ્યે એક ઘરનું કામ કરવા જવાનું છે. આખોદિવસ કામ કરીને થાકી જાવ છું. અને અમારી રિંકી ને ઘરનું કામ કરવાનું હોય તોય જોર આવે.
આ સાંભળીને રિંકી પાછળ ફરીને જોયું અને બોલી હું જ કરું છું ઘરનું કામ બિજુ કોણ કરે છે. અને નજર મારા તરફ ગઈ અને મને જોઈને સ્માઈલ કરી.
અમારી રિંકી ને તો કઈ કહેવાય જ નય. બેન બોલ્યા.
તો નો જ બોલાય ને એમ કહીને રિંકી વાસણ લઈને અંદર જતી રઈ.
એટલામાં કાકી આવી ગયા મને જોઈનું પૂછયું કેવું ગયું પેપર ?
સારું.
રેખાબેન તમારું કામ પતિ ગયું ?
ના રે હજુ તો એક જગ્યાએ જવાનું બાકી છે. આપણું કામ ક્યાં પૂરું થાય આખી જિંગદી કામ જ કરવાનું છે.
સાચી વાત એમ કહીને કાકી ઘરમાં જતા રહ્યા. અને રેખાબેન એમના ઘરે ગયા હું પણ ઘરમાં જતો રહ્યો.

રાતે અમે જમી લીધું અને કાકા-કાકી, મહાવીર તો 10 વાગ્યામાં સુઈ ગયા. અને મારી પથારી ઓસરીમાં કરી હતી. હું ખાટલા પર બેસીને સામેના દરવાજા પર નજર રાખીને બેઠો હતો અને વિચારતો હતો કે રિંકી સુઈ ગઈ હશે પરદો બંધ હતો પણ લાઈટ ચાલુ હતી તોય અંદરનું કઈ દેખાતું નતુ. અત્યારે બહાર આવે તો સારું જોવા તો મળશે અને બહાર આવે તો શું વાત કરીશ એને હું ગમતો હોઈશ હમને સ્માઈલ તો આપી તી. મારા મનમાં આવા વિચારો આવતા હતા. એટલામાં એમના ઘરનો દરવાજો ખુલ્યો અને રિંકી બહાર નીકળી મારી સામે જોઈને સ્માઈલ કરીને અને બાજુવાળા ઘરમાં જતી રઈ. હું પાછો વિચારમાં પડી ગયો ત્યાં કેમ ગયી હશે ત્યાં કોણ હશે. થોડીવાર પછી રિંકી એક ભાભી ને લઈને અમારા દરવાજા પાસે આવી અને પગથિયાં પર બેસી ગઈ. અને મારી સામે જોઈને બોલી, અહીંયા આવો.. હું ત્યાં જઈને પેલા પગથિયાં ઉપર બેસી ગયો અને રિંકી અને ભાભી બીજા પગથિયાં પર બેઠા હતા. અને પછી રિંકીએ વાત ચાલુ કરી,
આ સરિતાભાભી છે. મારા ફ્રેન્ડ જેવા છે તમારે એમને ભાભી જ કેવાનું. અને ભાભી આમનું નામ વિક્રમ છે રવભાઈના ભત્રીજા છે કોલેજમાં છે અહીંયા પરીક્ષા દેવા આવ્યા છે.
ભાભીએ મારુ સામું જોયું અને પૂછ્યું તમારી ઉંમર કેટલી છે?
19 વરસ
રિંકીની તો 16 વર્ષ છે. ભાભીએ રિંકી સામે જોઈને કીધું, ચાલે.
થોડીવાર કોઈ કઈ બોલ્યું નય. પછી રિંકી બોલી..
અમુક માણસોને આપણે સામેથી બોલાવીએ તોય બોલે નય ખાલી પુછવી એટલો જ જવાબ આપે.
એટલામાં ભાભી બોલ્યા, તમને રિંકી કેવી લાગે છે?
પેલા તો મને કઈ ખબર ન પડી કે શું જવાબ આપવો પછી મેં કીધું સારી લાગે છે.
સુંદર છે હોશિયાર છે.
તમને ગમતી નથી ?
ગમે છે ને.
તો તમે એની સાથે સેટિંગ કરી લ્યો. આ વાત સાંભળીને મને અને રિંકી બંનેને શરમ આવી. અને ભાભી બોલ્યા તમે પણ રિન્કીને બહુ ગમો છો.
મેં કીધું જોઈએ આગળ શુ થાય છે.
રિંકી બોલી હા જોઇશુ.
એટલામાં રિંકીના મમ્મીનો અવાજ આવ્યો. સુવાનું નથી.
હા આવું છું એમ કહીને રિંકી ઉભી થઇ મને ગુડ નાઈટ કહીને એના ઘરમાં જતી રઈ અને દરવાજો બંધ કરતા મને સ્માઈલ આપી.
ભાભી પણ ઉભા થયા અને મને ગુડ નાઈટ કીધું, મેં પણ સામે ગુડ નાઈટ કીધું અને ભાભી એમના ઘરે જતા રહ્યા. હું પણ મારા ખાટલે આવીને આડો પડ્યો અમારી જે વાત થઇ એ વિચારતો-વિચારતો સુઈ ગયો.

બીજા દિવસે સવારે 10.30 હું એની રાહ જોઈને અમારા દરવાજે ઉભો હતો.એમના દરવાજો, પરદો બંધ હતો. બાજુવાળા ભાભી આંગણાંનો નો કચરો વાળતા હતા. મને જોઈને કહ્યું કેમ છો? રિંકી તો 10 વાગ્યા પછી જ ઉભી થાય. એમ કહીને અંદર જતા રહ્યા.
થોડીવાર પછી રિંકી આવીને દરવાજો ખોલ્યો અને પરદો આઘો કર્યો મને જોઈને સ્માઈલ આપી અને ગુડ મોર્નિંગ કીધું મેં પણ ગુડ મોર્નિંગ કીધું. પછી આ અંદર જતી રઈ. અને ચા પીય ને વાળવા મંડી. વાળવા-વાળવા બહાર આવી. અને બોલી.
તમે કેટલા વાગ્યે જગ્યા?
7 વાગ્યે
હું તો 10-11 અને ક્યારેક તો બાર પણ વાગી જાય.
તમારે કોલેજ નથી જવાનું.
હા 1 વાગ્યે.
ત્યાં સુધી સુ કરશો?
કઈ નય તમારી સાથે વાતું.
મારી સામે સ્માઈલ આપીને એ અંદર જતી રઈ અને વાસણ લઈને બહાર આવી અને વાસણ ધોવા લાગી.
હું એની બાજુમાં જઈને ઉભો રહી ગયો. એકદમ મસ્ત લાગતી હતી. એનો સુંદર ચેહરો . બમ્પવાળી હેર સ્ટાઇલ, વાઈટ ટી - શર્ટ. એકદમ ક્યુટ લાગતી હતી. અને એની સ્માઈલ તો એકદમ મસ્ત.
મારી સામે જોઈને એને પૂછ્યું, તમારે કોઈ ગર્લ-ફ્રેન્ડ તો નથીને?
હવે એને કોણ સમજાવે કે પહેલીવાર તો કોઈ છોકરી જોડે વાત કરું છું.
મેં કીધું ના. તમારે છે કોઈ?
ના મને તો ગમતું જ નથી તમારી સિવાય.
એવું સાચું.
સાવ સાચું.
ગમ્યું અમને. એવું સાંભળીને એ સ્માઈલ કરતી કરતી મારા તરફ જોવા લાગી.
એટલામાં ભાભીનો અવાજ આવ્યો રિંકી અહીંયા આય તો રિંકી વાસણ મૂકીને ભાભી ને ત્યાં જતી રઈ.

હું પણ મારા ઘરે જઈને ખાઈને કોલેજ જવા નીકળી ગયો. અને ભાભીના ઘરે જઈને રિંકીને બાય કહ્યું. કોલેજમાં મારુ મન નહતું લાગતું પેપર દઈને હું તરત જ નીકળી ગયો. ફ્રેન્ડ એ રોક્યો પણ મેં કીધું ઘરે કામ છે એમ કહીને નીકળી ગયો. મને રિન્કીને જોવાની બહુ મન થતું હતું. એના વિચાર આવતા હતા. અવાજ પણ સાંભળતો હતો. ખબર નય મને શું થઇ હતું. એજ દિમાગમાં આવી રહી હતી. 5 વાગ્યે તો હું ઘરે પહોંચી ગયો કાકી ઘરે હતા.
એમને પૂછ્યું 5 વાગ્યે તો તારું પેપર પૂરું થાય છે ને તું અત્યારે ઘરે પણ પહોંચી ગયો?
હા કાકી આજે પેપર સાવ સહેલું હતું. વેલા પૂરું થઇ ગયું એટલે. એટલું કહીને હું દરવાજા પાસે જઈને ઉભો રહી ગયો. સામેનો દરવાજો બંધ હતો પરદો પણ. હું રાહ જોતો હતો. થોડીવાર પછી એક પાણીપુરીવાળો ત્યાં આવ્યો અને એને અમારા દરવાજા પાસે લારી ઉભી રાખી. ઘડીકમાં ત્યાં કેટલીય છોકરીઓ આવીને પાણીપુરી ખાવા મંડી.અને હું રિંકીની રાહ જોઈને ઉભો હતો.

એક છોકરી આવીને રિન્કીનાં ઘરે જઈને રિંકી ને બોલાવવા લાગી એટલે રિંકી બારે આવી. એ છોકરી એની ફ્રેન્ડ હતી જે પેહલા દિવસે મેં જોય તી. રિંકી મારી સામે જોઈને સ્માઈલ સાથે બોલી તમે આજે વેહલા આવી ગયા. રોજ તો 7 વાગ્યા પછી આવો છો.
હા આજે વેલા પેપર પતિ ગયું એટલે.
પાણીપુરી ખાસો?
હા તમે ખવરાવો છો ?
મારી પાસે પૈસા નથી.
મારી પાસે પણ નથી.
રિંકીએ પાણીપુરીવાળાને કીધું તમે બાકી રાખો છો, કાલે આમની પાસેથી લઇ લેજો. એટલું કહીને મારી સામું જોઈને સ્માઈલ આપી અને કીધું ચાલો ખાવા. પછી અમે ત્રણે પાણીપુરી ખાધી.
રિંકીએ કીધું પૈસા આપી દેજો.
હું શું કામ આપું, તમારે આપવાના.
હું તો કઈ આપવાની નથી તમારે આપવા હોય તો આપજો નહિ તો કઈ નય.
મેં કીધું એવું. ગમ્યું અમને.
અપને પણ ગમ્યું. એવું બોલતા બોલતા રિંકી અને એની ફ્રેન્ડ એમના ઘર પાસે જઈને ઉભા રઈ ગયા.

થોડીવાર પછી ત્યાં પકો (મહાવીરનો ફ્રેન્ડ ) અને તેની બેન આવ્યા. પકો મને જોઈને બોલ્યો.
મને પકોડી ખવડાવો.
હા ખાઈ લે.
એની બેન બોલી, તમે કોલેજ કરો ને ?
હા અને તમે
12 મુ
તમારું નામ
ખુશી
પછી ખુશી અને પકાએ પાણીપુરી ખાઘી અને ખુશી મારી સામે જોઈને સ્માઈલ આપીને જતી રઈ.
મેં રિંકી સામું જોયું તો એ મારી સામે ગુસ્સાથી જોતી હતી. મને કઈ ખબર ના પડી. થોડીવાર પછી રિંકી પણ એના ઘરમાં જતી રઈ. હું પછી બાર રમવા જતો રહ્યો.
રાતે 10 વાગ્યે પાછા ભાભી અને રિંકી પગથિયાં પાસે આવીને બેસી ગયા.
રિંકીએ વાત ચાલુ કરી..
ભાભી અમુક માણસોને આપડે ગમે એટલી સ્માઈલ આપીયે તો કઈ ફરક ન પડે અને બીજી કોઈ છોકરી સ્માઈલ આપે તો તરત સામે સ્માઈલ આપે.
ભાભી બોલ્યા હે વિક્રમભાઈ તમે કોની સામે સ્માઈલ કરતા તા
હવે ભાભી છોકરી સારી હોય તો સ્માઈલ તો કરવી પડે ને.
ભાભી અમને ખાલી મારી સાથે વાત કરવામાં જ શરમ આવે છે બીજા સાથે વાતુએ લડી જાય છે.
ભાભી કોઈ કઈ પૂછે છે તો જવાબ તો દેવો પડે ને.
હા તો બધાંયને જવાબ દીધા રાખજો એમ કહીને રિંકી એના ઘરના દરવાજા પાસે ગઈ અને જોરથી દરવાજો બંધ કરી દીધો.
હું અને ભાભી બેઠા તા.
ભાભી તમને નથી લાગતું કે રિંકી થોડી ગાંડી છે?
હા એને ગુસ્સો જલ્દી આવી જાય છે કાલે તો ભૂલી જશે. ચાલો ત્યારે હું પણ સુવા જાવ . ગુડ નાઈટ
ઓકે ગુડ નાઈટ હું થોડું જોરથી બોલ્યો જેથી રિન્કીને પણ સંભળાય એ પણ ઓસરીમાં સૂતી હતી અને હું ત્યાં જ બેઠો રહ્યો.રિંકીની રાહ જોઈને.
થોડીવાર પછી રિંકી આવી ગુડ નાઈટ કહીને જતી રઈ હું પણ સુવા જતો રહ્યો.

બીજા દિવસે સવારે હું અમારા દરવાજા પાસે બેઠો હતો રિંકી એના સમયે વાસણ ધોવા આવી. હું એની પાસે જઈને કીધું ગુડ મોર્નિંગ કેમ છો.
તમને એક વાત કહું ઓલી ખુશી સાથે તમે નો બોલશો એ સારી છોકરી નથી નિશાળમાં પણ એને એક બોયફ્રેન્ડ હતો.
એવું.
હા.
સારું હવે નહિ બોલવું એને.
ગમ્યું અમને. એવું બોલીને મારી સામે જોઈને સ્માઈલ કરવા લાગી.
મને પણ ગમ્યું. હું પણ સ્માઈલ કરવા લાગી.
આમ કરતા કરતા મારી પરીક્ષા પુરી થઇ ગઈ અને છેલ્લો દિવસ હતો મારે કાકાના ઘરે રેવાનો.
છેલ્લી રાત્રે હું, ભાભી, અને રિંકી બેઠા હતા.
તમે કાલે કેટલા વાગ્યે જવાના છો, ભાભીએ પૂછ્યું.
સવારે વેલા 7 વાગ્યે.
તમે ફરીવાર ક્યારે આવશો રિંકી બોલી
બીજી પરીક્ષા આવશે ત્યારે.
તમે મને ભૂલી તો નય જાવ ને.
હું તો નય ભૂલી જવ પણ તમે ભૂલી જસો એવું મને લાગે છે.
હું તો નય ભૂલું.
એવું ગમ્યું અમને.
અપને પણ ગમ્યું.
એટલામાં રિન્કીનાં મમ્મીનો અવાજ આવ્યો, રિંકી સુઈ જા હવે.
રિંકી અને ભાભી ગુડ નાઈટ કહીને જતા રહ્યા અને હું પણ સુવા જતો રહ્યો.

સવારે વેલા 6.30 હુ અને મારા કાકા સ્ટેશન તરફ જવા નીકળ્યા મેં રિંકી ના દરવાજા બાજુ જોયું તો એના મમ્મી જાગી ગયા હતા પણ રિંકી હજી સૂતી હતી. મોઢા ઉપર ચાદર ઓઢીને સૂતી હતી તો એનું મોઢું પણ નો જોઈ શક્યો. હું ટ્રેનમાં એના વિશે વિચારતો હતો રિંકી આજે એક દિવસ માટે પણ વેલા જાગી ન શકી. હું જે એના માટે ફીલ કરું રિંકી મારા માટે કરતી હશે...........