મારા જીવનના અનુભવો - 2 પરમાર ક્રિપાલ સિંહ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

મારા જીવનના અનુભવો - 2

જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધાય થી અલગ છું એ પણ મારા મનનો ભ્રંમ છે. ઘણા બધા વિદ્વનો સાથે એવા મહાપરુષ સાથે બેસવાનું થયું ત્યારે મારું જ્ઞાન કંઈ નથી માત્ર મનની ભ્રમણા અને મુરખતા છે. અને વિદ્રાન પુરુષો સારા વસ્ત્રો આભૂષણો માં નથી હોતા. પહેલી સ્થિતિમાં આપણને દરીદ્ર સાધારણ માનવ જણાય પણ કંઈક એના ઊડાણ માં એવું તત્વ સમાયેલું છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતાં. એટલે એવા ઘણા મહાપુરુષો સાથે મળ્યો ઘડીભર બેઠો નામ ની ખબર નથી. પણ એવા શબ્દો એવું જ્ઞાન આજે પણ ગુંજ્યા કરે છે મારા ચિત માં અને સાહિત્ય આધ્યાત્મિક જ્ઞાન શુદ્ધ ચારિત્ર્ય વિનાનો લક્ષ્ય વિનાનું જીવન પશું સમાન છે. પારબ્ધ આધીન સુખ દુખ ભોગવીએ છીએ. એક ઘડો કુવામાંથી ભરીએ કે નદી માંથી પાત્ર હોય એટલુંજ ભરાય પાણી એમ યોગ્ય પાત્ર વિના અસંભવ છે. એના માટે ખોટી દોડધામ કરવી પણ ઉચીત નથી. સંતોષ માનવો જોઈએ. કર્મ પ્રધાન છે કર્મ કોઈ બદલી શકતું નથી ખુદ બ્રંહાજી પણ રામ અવતાર માં ભગવાને પણ ચૌદ વરસ વનવાસ વિતાવ્યો ઉતમ ઉદાહરણ છે. તો કર્મ ને બદલી નાખવું એ અશક્ય છે. એને ભોગવી લેવાય અને ઉતમ કર્મ કરવા જોઈએ. સંતોષીજન સદા સુખી પણ આ તૃષ્ણા નથી મટવાની ભુખો ઘણી પ્રકાર ની તૃષ્ણા ના ઘણા પ્રકાર કોઈને ધનનો સંતોષ જીવનમાં ક્યાં કોઈ પાસે છે આજે આશ્ચર્યજનક વાત કહેવાય માત પિતા પુત્ર સ્વર્ગવાસ થઈ ચુક્યો હોય એ વ્યક્તિ કેમ હજી આ દુઃખો થી ભરેલા મુત્ર માંસ અપવિત્ર પદાર્થ આ કુવા સમાન દેહ નું મિથ્યા અભિમાન હજી પણ છૌડતો નથી. હું ઘણું બધુ ધન ભેગું કરીશ મોટો ધનાઢ્ય બનીશ. દાતા બનીશ. દાન સત્કાર્ય માં વાપરીશ પરીવાર ને પોષણ કરીશ સર્વ મનુષ્ય મને ચાહે. ગુણોનો ભંડાર બની ને રહીશ આવી અનેક આશા મનુષ્ય મદમત થઈ જાયછે. પરંતુ એટલા માં મહા પ્રબળ પાપોને લિધે તેના પર અણચિંતવ્યો કાળ આવી ને કોળીયો કરી જાય છે... જે નથી જાણતો એના માટે વ્યર્થ છે બધું. પણ મારી જેમ તત્વો જ્ઞાન થોડુ જાણવા છતાં પણ કાદવ માં પડ્યું રહેવું એ મારા દુર્ભાગ્ય સિવાય કશું નથી. મને ખેદ છે. અને કંઈક હજી પારબ્ધ નો ખેલ બાકી જણાય છે. એમ તેના પર છોડી જીવન વ્યતીત કરું છું. દુનિયા જે સમજે તે. પહેલા વૃતી તમે તે અમે અને અમે તે તમે જ પહેલા મતી હતી હવે અમે તે અમે અને તમે તે તમે એવું શું થયું હશે!!! દુનિયા નો વિચાર મે ક્યારેય કર્યો નથી. નહીંતર હું આ જગ્યા પર ના આવ્યો હોત. પણ કોણ છું કહે છે. છું કરે છે. મારી નિંદા પ્રસંશા મને કોઈ ફરક નથી પડવાનો. હું મારી મસ્તી માં અને દુનિયા દુનિયા ની મસ્તી માં પણજ્યારે પુરુષ ને "અહં બ્રંહાસ્મી " હું બ્રંહરુપ છું તેવું જ્ઞાન થાય ત્યારે પુણ્ય ની વૃધ્ધી અને પાપો નો લય થાય છે. અને ઉપનિષદ ના વિચારો એકદમ મન માં આવવા માંડે છે. અવિદ્યા નાશ પામે છે. અને આ દુખો નો સ્થાનરુપ જગત કોણ જાણે ક્યાં નાશી જાય છે.. આશા તૃષ્ણા નથી શાંત થતી નથી ક્યારેય ધરાતી તૃપ્ત થતી. 

આશા નામની નદી છે. જેમાં મનોરથરુપી જલ છે. જે તૃષ્ણારુપી તરંગો થી વ્યાકુળ છે. જેમા સ્નેહ રુપી મગર છે. જેમાં વિતર્ક રુપી પક્ષીઓ વસે છે. જે ધૈર્ય રુપી વૃક્ષોનો નાશ કરે છે. જે મોહરુપી ઘુમરી અતિ દુસ્તર અને અતિ ઊંડી છે અને જેને મોટું ચિંતારુપી તીર હોય છે. તે આશા નદીના પારને કોઈક શુદ્ધ મનવાળા યોગીશ્વરો આનંદ પામે છે... વળી હું કર્મ નું કોઈ પણ ફળ હું સુખરુપ જોતો નથી કારણ કે વિચાર કરીને જોતા પુણ્ય નું પરિણામ પણ મને ભયંકર લાગે છે. એ ફળ ભોગવવા આવવું જ પડે છે. સદ કર્મ થી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જ્યારે સુખ ની પ્રાપ્તિ થાય ત્યારે સુખો નો વિષય પણ દુખો માં અધોગતિ માં નાખે છે. કંઈક અજબ છે એની કળા માટે સર્વ જગત ને ધારણ કરનાર સર્વેશ્વર પરમ પિતા પરમાત્મા ને વંદન છે.