અણધારી મુલાકાત Rupal Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણધારી મુલાકાત

સાક્ષી બસ માં બેસી ને બહાર નો નઝારો માણી રહિ
નઝારો માણતા માણતા ક્યારે ઊંઘ આવી ગઈ અને પોતે બસ માં સુઈ ગઈ એનો ખ્યાલ સાક્ષી ને ના રહ્યો ........

" લાસ્ટ સ્ટોપ ........ ચાલો ઉતરો બધા ......... "

બસ કંડકટર નો અવાજ સાંભળી સાક્ષી ની ઊંઘ તૂટી ગઈ અને એણે બારી બહાર પોતાના વતન ને જોતા જ એના મન માં અલગ જ ઉત્સાહ ની લાગણી આવી ગઈ .

સાક્ષી એટલે રૂપ અને ગુણ ની ધણી . આખાય પરિવાર માં સૌથી નાની દીકરી તેમ જ બધા ની લાડકી .

પોતે હાલ અભ્યાસ માટે બહાર રાજકોટ શહેર માં રહે છે અને પોતાના સંબંધી માં લગ્ન હોવાના લીધે હાલ ઘરે પોતાના વતન રાયપુર આવી છે .

" મમ્મી હું આવી ગઈ ........ પપ્પા ક્યાં છો ? "

ના નાદ સાથે જ સાક્ષી ઘર માં પ્રવેશી અને પોતાના વહાલા મમ્મી પપ્પા ને ભેટી .

" અરે મારી વહાલી દીકરી આવી ગઈ ... "
સાક્ષી ના પપ્પા બહુ ખુશ થય ગયા

" હા હા હવે તો દીકરી આવી ગઈ ને હવે તો થોડા કોઈક ને જવાબ પણ દેશે "
સાક્ષી ના મમ્મી રમૂજ માં બોલી રહ્યા .

" હાસ્તો , હવે મારા પપ્પા માટે હુ છુ જ ને એમ ને કોઈની જરૂર નહિ પડે " 
સાક્ષી એ પોતાની મમ્મી ને પ્રત્યુતર આપતા કહ્યું

" હા તો મેડમ કેટલા દિવસ માટે આવ્યા છો ? આ વખતે તો સમય લઈને આવી છે કે આ વખતે પણ ઉડતા પંખી ની જેમ ....."
સાક્ષી ના મમ્મી બોલી રહ્યા

" ચાર દિવસ માટે આવી છું લગ્ન પતાવી અને બીજા જ દિવસે રાજકોટ જવા માટે રવાના "

સાક્ષી બોલી રહી .

" તો ચાર દિવસ માટે પણ શું કામ આવી. ........"
સાક્ષી ના મમ્મી ગુસ્સા માં બોલ્યા

" અરે બિચારી ને કામ જ એટલું હોય છે , તું જા મારી દીકરી ને હેરાન ના કર અને એને એનું મનપસંદ નું જમવાનું બનાવી દે "
ત્યાં જ સાક્ષી ના પપ્પા એ સાક્ષી ના મમ્મી ને અટકાવ્યા

સાક્ષી ના મમ્મી રસોડા માં જઈ પોતાની દીકરી માટે તેની પસંદ નું જમવાનું બનાવે છે

અને અહીંયા સાક્ષી અને તેના પપ્પા બંને હોલ માં બેઠા બેઠા ગપ્પા મારે છે .

પછી ભોજન કરી સાક્ષી પોતાના રૂમ માં ચાલી જાય છે.

બીજા દિવસે સાક્ષી જ્યારે પોતાના રૂમ માં કપડાઓ સરખા કરી રહી હોય છે ત્યારે ...

" સાક્ષી બેટા , નીચે આવ તો ...... " સાક્ષી ના મમ્મી એ બૂમ પાડી

" હા મમ્મી આવી " સાક્ષી જવાબ આપતા આપતા નીચે આવી .

" ચાલો બેટા તૈયાર થઈ જાવ આપણે લગ્ન માં જવાનું છે અને કોઈ આનાકાની ના કરતી લગ્ન તારી બહેનપણી ના જ છે એણે પોતે ઘરે આવી ને કંકોત્રી દઈ અને ટકોર કરી છે કે સાક્ષી ને તો લેતા જ આવજો ભૂલ્યા વગર "

" પણ મમ્મી ......... " સાક્ષી બોલી રહી

" બેટા , એટલા પ્રેમ થી કોઈ કંકોત્રી આપે તો એની અવહેલના ના કરાય , જા મારી દીકરી હોય તો જઈ આવ " સાક્ષી ના પિતા બોલી ગયા

પોતે જાણતા હતા કે સાક્ષી તેમનું માન રાખશે.

" ઓકે પપ્પા "

સાક્ષી સુંદર એવી સાડી પેહરી અને બહાર આવી

હાથ માં બંગડીઓ ગળા માં હાર અને પગ માં જાંજર એની સુંદરતા માં ચાર ચાંદ લગાડતા હતા

" મમ્મી ચાલો "
સાક્ષી સાડી ઠીક કરતા કરતા બોલી

" અરે રે મારી દીકરી , રૂપાળી લાગે છે " સાક્ષી ના પપ્પા એ દીકરી માં વખાણ કરતા કહ્યું

સાક્ષી પોતાની મમ્મી ની સાથે પોતાની શાળા ની બહેનપણી હીના ના લગ્ન માં જવા નીકળી .

" અરે સાક્ષી તું ક્યારે આવી , બેસ બેસ અહીંયા અમારી સાથે બેસ "

સાક્ષી પોતાની બીજી બહેનપણીઓ જોડે બેઠી

સાક્ષી ના મમ્મી બીજી સ્ત્રિઓ સાથે બેઠા

" અરે સાક્ષી તું તો સાવ જ બદલાઈ ગઈ " સાક્ષી ની એક બહેનપણી બોલી

" ના હો હુ તો પેલા જેવી જ છું "

સાક્ષી અને તેની બહેનપણીઓ વાત કરી રહી

" સાક્ષી લાગે છે તને સામે વાળા વેવાઈ પક્ષ માંથી કોઈક બોલાવે છે "

સાક્ષી એ સામે જોયું તો બોલાવનાર ધરતી હતી

સાક્ષી ના દૂર ના ફઈ ની દીકરી

" ચાલ હું એને મળતા આવુ " આમ કહી સાક્ષી ધરતી ને મળવા સામે ના પક્ષ માં ગઈ

" અહીંયા આવ , અહીંયા બેસ " આમ કહી ધરતી એ સાક્ષી ને પોતાની બાજુ માં બેસાડી

બંને બહેનો વાતો માં વળગી રહી ..

" તું ક્યારે કરે છે સગાઈ હવે " ધરતી રમૂજ કરી રહી

" તું કર પછી પાછળ પાછળ હુ પણ કરી લઈશ " સાક્ષી એ સામે સ્વર પૂર્યો

" હાં તો હુ પણ .... " ધરતી બોલી ત્યાં તો પાછળ થી અવાજ આવ્યો

" ધરતી , પેલો સામાન ક્યાં મૂક્યો છે , તને આપ્યો હતો ને બેગ માં મુકવા માટે "

સાક્ષી એ અવાજ ની દિશા માં નજર કરી તો જાણે હૃદય ધબકારો ચૂકી ગયો હોય એવું એણે લાગ્યું

" અરે અહીંયા જ છે અનય , આ લે " ધરતી સામાન આપતા બોલી રહી

અનય સામાન લઈને જતો રહ્યો .......

" અરે .... તને શું થયું સાક્ષી " ધરતી એ સાક્ષી ને થોડી હલાવતા પૂછ્યું

" કઈ નહિ " એમ કહી સાક્ષી એ નજર બીજી તરફ ફેરવી ત્યાં તો અનય ની મમ્મી અને ભાભીઓ બધી જ બેઠી હતી

સાક્ષી તેઓ ને જોઈ રહી ત્યાં જ ધરતી બોલી

" એ જયા કાકી છે પેલો આવ્યો નહોતો અનય તેના મમ્મી છે અને આ બધા તેના ભાભીઓ "

" ઓળખું છું " સાક્ષી મન માં બોલી રહી

" અને આ એકતા તેની વાઇફ " ધરતી એ ઓળખાણ પાડતા કહ્યું

આ સાંભળતા જ જાણે સાક્ષી ના પગ હેઠે થી જમીન સરકી ગઈ હોય

" આ ..... આ અનય ની વાઇફ છે " સાક્ષી બોલી રહી

" હાસ્તો , અમારા જયાં કાકી એ શોધી છે તેમના લગ્ન ને તો ઘણો ખરો ટાઈમ થય ગયો છે "

સાક્ષી એક્ટસે એકતા ને જોઈ રહી

ત્યાં ફરી અનય ને જોઈ સાક્ષી પોતાના પાછલા દિવસો માં ખોવાઈ ગઈ

" અનય હુ તમને બોવ જ પ્રેમ કરું છું " સાક્ષી મેસેજ માં લખી રહી

સાક્ષી અને અનય સોશ્યલ સાઇટ્સ પર મળેલા

સાક્ષી ને અનય પસંદ આવતા જ એણે પોતાના પ્રેમ નો ઈઝહાર અનય ને કરી દિધો

પણ અનય તૈયાર નહોતો તો સાક્ષી પણ તેની મિત્ર બની રેહવાનું પસંદ કર્યું

" સાક્ષી એ ક્યારેય તારા પ્રેમ ને નહિ સમજે તું ગમે તેટલું કરી લે એના માટે " સાક્ષી ની મિત્ર તેને સમજાવી રહી

" આજે નહિ તો કાલે સમજશે જ ને એ "

ત્યારે અનય અભ્યાસ અર્થે બહાર હતો 
તો સાક્ષી ને લાગ્યું કે પરિસ્થિતિ ને વશ થઈ અનય આવુ બોલે છે

અનય માટે હંમેશા સાક્ષી રેહતી પણ સાક્ષી માટે અનય ક્યારેય પણ ન રહેતો

આમ ને આમ અનય ની રાહ માં ૩ વર્ષ વિતી ગયા

એક દિવસ સાક્ષી એ કહ્યું "અનય હવે તો મારાં પ્રેમ નો પ્રસ્તાવ સ્વીકાર કરી લ્યો "

" ના સાક્ષી આપણે ફક્ત મિત્રો છીએ બસ એના થી વધુ કંઈ નહિ , મારા માટે મારા મમ્મી છોકરી પસંદ કરશે અને હુ ત્યાં જ લગ્ન કરીશ "

સાક્ષી સામે કશું ના બોલી અને મિત્ર રેવાનું સ્વીકાર કર્યું

અનય અને સાક્ષી ક્યારેય રૂબરૂ નહોતા મળ્યા પણ અનય માટે થઈ ને સાક્ષી એ પોતાને પૂરી રીતે બદલી દીધી હતી

સાક્ષી અને અનય રોજ વાતો કરતા મેસેજ માં ....

હવે ધીરે ધીરે સાક્ષી એ પોતાને અનય થી દુર કરવાનું ચાલુ કરી દીધું હતું

કેમ કે એ જાણી ગઈ હતી કે આ વ્યક્તિ ને મારા પ્રેમ ની કદર ક્યારેય નહિ થાય અને પોતાની માં ના આંધળા પ્રેમ ના લીધે આ વ્યક્તિ ક્યારેય પણ પૂરી રીતે મારો નઈ થઈ શકે કે ના તો મને એ પ્રેમ કે ઈજ્જત મળશે

મેસેજ માં વાતો ધીરે ધીરે ઓછી થવા લાગી

અને એક ટાઈમ પછી જાણે બંધ જ થય ગઈ

અનય એ પણ ક્યારેય સામે થી મેસેજ ના કર્યો અને સાક્ષી પણ પોતાની જિંદગી માં મશગુલ થઈ ગઈ

" સાક્ષી ઓ....... સાક્ષી ક્યાં ખોવાઈ ગઈ " સાક્ષી ના મમ્મી એ આવી સાક્ષી નો ખંભો હલાવતા કહ્યું

સાક્ષી થોડી ઝબકી અને વર્તમાન માં આવી

"  હાં મમ્મી " સાક્ષી બોલી

" ચાલો જમવા બેટા " સાક્ષી ના મમ્મી બોલ્યા

"  ચાલ ધરતી હુ જાવ જમવા "  સાક્ષી ધરતી ની રજા લઈ પોતાની મમ્મી સાથે જમવા ગઈ

સાક્ષી જમી અને પોતાના મમ્મી અને ભાભી સાથે બેઠી પણ તેનું ધ્યાન એકતા પર જ હતું તે પોતે વિચારી રહી કે ..

મારા માં શું કમી હશે કે મને અનય ના મળ્યો મને ના પાડી અને કેટલી ભાગ્યશાળી છે આ એકતા કે તેને મારો પ્રેમ મળ્યો જેના માટે મે એટલી મિન્નતો કરી

ભાભી અને સાક્ષી ની મમ્મી પોતાની વાત કરી રહ્યા

" અરે શું થયું સાક્ષી બેન , ક્યાં ખોવાઈ ગયા " ભાભી એ સાક્ષી ને જોઈ અને હલાવી

" અરે કાઈ નઈ ભાભી " સાક્ષી ભાન આવતા બોલી

" પેલી ધરતી શું કહેતી હતી " સાક્ષી ના મમ્મી એ પૂછ્યું

" કાઈ નઈ બધું હાલ ચાલ પૂછતી હતી અને પેલા તેના પરિવાર નો પરિચય આપતી હતી , પેલા તેના કાકી છે અને પેલી ....."

સાક્ષી એકતા નું નામ લેતા અટકી

"  અરે એ તો એકતા છે ને "  સાક્ષી ની ભાભી એ કહ્યું

"  હાં એ જ એકતા , તમે ઓળખો છો એને " સાક્ષી એ પૂછ્યું

" હાસ્તો , સંબંધી માં થાય છે અમારા " ભાભી બોલ્યા

" એના લગ્ન થયા છે ને અનય સાથે ખૂબ ખુશ લાગે છે નઈ ભાભી , ધરતી કહેતી હતી કે તેની મમ્મી એ પસંદ કરી છે એકતા ને અને અનય ના ઘર માં પણ બધા સાથે રહે છે " સાક્ષી બોલી

" હાં , એકતા અહીંયા ..... " ભાભી બોલ્યા

ત્યાં જ સાક્ષી બેધ્યાન પણે વચ્ચે બોલી ગઈ

" અનય ના મમ્મી બોવ સારી રીતે રાખતા હસે ને એકતા ને દીકરી જેમ "

" હાં તો એક ની એક વહુ છે સારી રીતે જ રાખતા હસે "
સાક્ષી ના મમ્મી એ સ્વર પૂર્યો

" કાકી , જેવું બહાર થી દેખાય તેવું ના હોય " ભાભી બોલ્યા

" મતલબ " સાક્ષી એ સામે પ્રશ્ન કર્યો

" મતલબ એમ સાક્ષી બેન કે એકતા ને પૈસા ટકે સુખ છે પણ ...."

" પણ " સાક્ષી એ પૂછ્યું

" જવા દ્યો "  ભાભી બોલ્યા

" ભાભી ક્યો ને " સાક્ષી એ જીદ કરી પૂછ્યું

" પૈસા ટકે સુખી છે એકતા , પણ આવડા મોટા પરિવાર માં વહુઓ ની ઈજ્જત કેટલી હોય એ તો તમને ખબર જ છે ને
ઉપર થી અનય ની મમ્મી નો પણ અનય પર પૂરો કાબૂ છે તો એક્તા નું કાઈ ચાલતું નહિ "

"અનય ને પણ પ્રેમ હશે ને એકતા માટે " સાક્ષી બોલી

" એ લોકો આજ પણ રૂઢિવાદી છે ત્યાં કોઈ પ્રેમ ના હોય "ભાભી બોલ્યા

" તો પણ એકતા એ ઘર માં રહે છે " સાક્ષી બોલી

" એકતા પણ એવી જ રૂઢિવાદી માનસિકતા માંથી મોટી થઈ છે જ્યાં સ્ત્રીઓ નું ફક્ત કામ ઘરકામ કરવું , બાળકો ને જન્મ આપવો અને એમનો ઉછેર કરવા પૂરતો જ છે વધારે નહિ ધણી ઘર માં લાવી ને દેઇ એમાં મોજ મજા કરવાની "

" પણ અનય ને તો એવું હસે ને કે મારી પત્ની છે તો ... "

ભાભી હસવા માંડ્યા

" કેમ હસો છો ભાભી ? "  સાક્ષી એ પ્રશ્ન કર્યો

સાક્ષી ના ભાભી આવા મોટા પરિવારની માનસિકતા જાણતા હતાં

" સાક્ષી બેન , અનય ને ફક્ત પૈસા , પોતાના અને પોતાની માં થી જ પ્રેમ છે . એને એક્તા સાથે લગન પોતાની માં ના કેહવાથી અને અનય ની માં એ પોતાના દીકરા નો વંશ આગળ વધે એટલા માટે અનય ના લગ્ન કરાવ્યા છે . એકતા એ પણ પૈસા જોઈને જ લગ્ન કર્યા છે . આવડા મોટા પરિવાર માં આપણુ પોતાનું કાઈ જ અસ્તિત્વ ના રેઇ ઉપર થી પતિ અનય જેવો માં નું આંધળું અનુકરણ કરે એવો હોય તો તેની માં ના નિયમ મૂજબ જ ચાલવું પડે આપણી પોતાની કાઈ જીંદગી ના રહે "

" આમ પણ એકતા ને પૈસા જોતા હતા અને અનય ને સમાજ માં કેહવા પૂરતી પત્ની જોતી હતી તો બંને એક બીજા માટે યોગ્ય જ છે " ભાભી એ વધુ ઉમેર્યું

સાક્ષી આ બધું આશ્વર્ય સાથે સાંભળતા સાંભળતા એકતા અને અનય પરિવાર ને જોઈ મન માં વિચારી રહી કે ....

" હુ આને ભાગ્યશાળી અને પોતાને કમનસીબ સમજતી હતી જ્યારે અહીં તો વાસ્તવિકતા મારા વિચાર થી ઘણી વિપરીત છે " 
ત્યાં જ તેનું ધ્યાન અનય પર ગયું

અનય ને જોતા જોતા સાક્ષી પોતે મન માં પોતાના આરાધ્ય દેવી નો પાડ માને છે

" હે માં , તમે મને આ પરિસ્થિત માંથી આગોતરા જ બચાવી લીધી. હુ અજાણ તમારા નિર્ણયને સમજી ના શકી . તમારો ખુબ ખુબ આભાર મારી ઝીંદગી અને ભવિષ્ય બચાવી લેવા માટે "

" ચાલો હવે ઘરે જઈએ તારા પપ્પા રાહ જોતા હસે " સાક્ષી ના મમ્મી બોલ્યા

" હાં મમ્મી ચાલો " કહી સાક્ષી ઊભી થઈ ઘર તરફ જવા માંડી

સાક્ષી એ જતા જતા અનય તરફ જોયું અનય પણ સાક્ષી ને થોડો ઓળખી ગયો હતો

સાક્ષી એ અનય સામે હળવું સ્મિત કર્યું સામે અનયે પણ સ્મિત કર્યું

સાક્ષી ઘરે આવતા જ બેગ પેક કરી રહી હતી રાજકોટ જવા માટે . 

" થોડા દિવસ હજુ રોકાઈ ગઈ હોત તો " સાક્ષી ના મમ્મી બધું પેક કરવા માં મદદ કરતા કરતા બોલ્યા

"હુ પાછી આવીશ ને વેકેશનમાં પાક્કું "  સાક્ષી બોલી

સાક્ષી ના મમ્મી પપ્પા સાક્ષી ને સ્ટેશન પર ભેટ્યા

સાક્ષી બસ માં બેઠી અને બસ ચાલતી જતી હતી

સાક્ષી એ ક્યારેય વિચાર્યું પણ ની હોઈ કે જેને એટલો પ્રેમ કર્યો એ અનય સાથે તેની આ પેહલી પણ એવી અણધારી મુલાકાત થશે અને આ કઠોર પણ સત્ય કડવી વાસ્તવિકતા સાથે બહાર આવશે કે તેને પોતાનાં અનય થી દુર જવાના નિર્ણય પર ગર્વ થશે .

સાક્ષી આ બધું વિચારી બસ ની બહાર ડૂબતા સૂર્ય ને જોઈ મંદ મંદ સ્મિત કરી રહી .