સોહમના દાદુ કંઈ જ બોલતા નથી.આ જોઈ સોનાલીના દાદી સમજી જાય છે કે તેમને આઘાત લાગ્યો છે તે કહે છે સોહમ સોનાલી શું તમે બંને આ ઘરના હેડ છો ? જો તમે જ બધું નક્કી કરી લેશો તો અમે શું કરશું? તમે બંને એ અને આ બંને એ બધા એ મળીને અમને દુઃખી કર્યા છે. દાદી વાણી સામે હાથ જોડીને ઊભા રહી જાય છે અને કહે છે, "અગર તું એક અચ્છી કુડી હૈ તો ઈસ ઘર દી ઔર મૂડ કે મત દેખ્યો." આ સાંભળી વાણી બે ડગલાં ખસી જાય છે અને માંડ પડતા પડતા ખુદને બચાવે છે તેની આંખમાંથી આંસુઓ સતત વહી જાય છે.સોનાલી તેને પકડવા જાય છે તો તેના મમ્મી તેને રોકી લે છે.વીર કંઈ સમજી જ નથી શકતો કે તેને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેથી તે કંઈ જ બોલતો નથી. થોડીવાર પછી વાણી ખુદને સાચવતા અને પોતાના સાચા પ્રેમને યાદ કરતા પોતાના આંસુ ને રોકી દાદી પાસે જઈને બોલે છે દાદી મેં તમને મારા સગા દાદી જ માન્યા છે.આ પરિવાર અને વીર મારા માટે મહત્વના છે એટલે બધાની જેમાં ખુશી હશે હું હસતાં હસતાં તેને સ્વીકારી લઈશ.આજ પછી હું આ ઘરની, આ ઘરના લોકોની કે વીરની આસપાસ દૂર દૂર સુધી નહીં આવું. વાણી આટલું કહીને વીરને જોયા વિના જ ત્યાંથી જતી રહે છે.
વાણીના ગયા પછી સોનાલીના દાદુ ને છાતીમાં દર્દ ઉપડે છે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.બધા હોસ્પિટલે જાય છે પણ વીર દાદુની સામે જઈ શકવાની હિંમત કરી શકતો નથી તેથી તે પોતાના રૂમમાં જતો રહે છે.સોનાલીના દાદુને એટેક આવ્યો હતો તેથી તેને આખી રાત હોસ્પિટલમાં રાખવામાં આવે છે.ઘરના બધા જ સભ્યો અને સોહમ આખી રાત ત્યાં જ રહે છે.વીર આખી રાત ઘરે પોતાના રૂમમાં જ રહે છે.સવારે સોનાલી બધા માટે ચા નાસ્તો બનાવવા ઘરે આવે છે અને વીરના હાલચાલ પૂછવા હતા.સોહમના મમ્મી પણ તેમની મદદ કરવા માટે આવી જાય છે.સોનાલી વીર વીર કરતી તેના રૂમમાં જાય છે તો વીર બેડ પર સૂતો હતો. સોનાલી તેની પાસે જઈને કહે છે," વીર ઐસા નહીં કરતે હૈ તું તો જાનદા હી હૈ હમારી ફેમીલી હમે કિતના સાડા પ્યાર કરદી હૈ." આટલું બોલતા બોલતા તે વીરના માથે હાથ મૂકે છે તો તરત હાથ પાછો ખેંચી લે છે.તે એકદમ ડરી જાય છે પછી હિંમત કરતા બીજી વાર વીરના માથે હાથ મૂકે છે તો તેની આંખમાંથી આંસુઓ સરી પડે છે તે જોરજોરથી આંટી આંટી કરીને સોહમના મમ્મીને બોલાવે છે તો સોહમના મમ્મી દોડતાં દોડતાં આવે છે અને પૂછે છે શું થયું સોનાલી બેટા? સોનાલી કહે છે આંટી વીર એટલું રડતાં રડતાં માંડ બોલી શકી ત્યાં સોહમના મમ્મી વીરના માથે હાથ મૂકે છે તો વીરનું આખું માથું ફૂલ ઉકળતા પાણી જેવું ગરમ હતું તે સોનાલીને હિંમત આપતા કહે છે બેટા તું ચિંતા ન કર વીરને કંઈ નહીં થાય.તું જલ્દીથી સોહમને કૉલ કરી અહીં આવવાનું કહી દે.હું એમ્બ્યુલન્સને કૉલ કરીને બોલાવી લઉં. સોનાલી જેવો કૉલ કરે છે તેવો જ સોહમ કોઈને કંઈ કહ્યા વિના જ ભાગતો સોનાલીના ઘરે આવી જાય છે અને તરત એમ્બ્યુલન્સ પણ આવી જાય છે.સોહમ સોનાલીને હિંમત આપતા ગળે લગાવી લે છે.તે ખૂબ ડરેલી હતી અને તેની આંખો પાણીથી છલકાતી હતી.
સોહમ,સોહમના મમ્મી અને સોનાલી એમ્બ્યુલન્સમાં બેસીને જ વીર સાથે જાય છે અને જ્યાં સોનાલીના દાદુ એડમિટ હતા તે જ હોસ્પિટલમાં વીરને લઈ જવામાં આવે છે પણ ત્યાં પહોંચીને પણ સોહમ,સોહમના મમ્મી કે સોનાલી બાકીના લોકોને વીરની હાલત વિશે જણાવતાં નથી.આમ પણ હોસ્પિટલ બહુ મોટી હતી એટલે વીર ને તેના દાદુ બહુ દૂર દૂર હતા.સોહમના મમ્મી સોહમના પપ્પાને કૉલ કરીને જલ્દીથી હોસ્પિટલે આવવા કહે છે. સોહમના પપ્પા ત્યાં હેડ હતા એટલે તેમને સહેલાઈથી રજા મળી જતી.તે કાર લઈને બે કલાકમાં ત્યાં પહોંચી જાય છે.તે સૌ પ્રથમ આવીને સોહમ અને સોનાલીને મળે છે અને સોહમના મમ્મી પણ ત્યાં જ હતા તેથી તેને પણ મળે છે.
હવે જોઈએ આગળ શું થશે?
શું વીર જલ્દીથી સાજો થઈ જશે?
શું સોનાલીની ફેમીલીને વીરની હાલતની ખબર મળશે?
આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...
તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.