બાળક Dr Atmin D Limbachiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળક

બાળક: "વિનાશના કગાર પર નિર્દોષતા"


આકર્ષક ઘટના, જ્યાં નિર્દોષતા, શોષણ અને કુટુંબની કટોકટી વચ્ચે ગેરસમજનું ભયાનક પરિણામ દિલતોડ અને અચૂક અસરો લાવે છે.

મુન્ની ગાંડી નહોતી, બૌદ્ધિક દિવ્યાંગ હતી. એના ઘડતર અને શારીરિક પરિપક્વતા વહેલી આવી. 13ની વયે એ 15-17 વર્ષની દેખાતી હતી, પણ માનસિક રીતે તો એ હજી બાળક જ હતી. શરીરમાં થતા પરિવર્તનોની એને કોઈ સમજણ નહોતી. જો એ સામાન્ય હોત અને જો એ પરણેલી હોત, તો કદાચ એ કહી શકત ‘હું પ્રેગ્નન્ટ છું,’ પણ એ તો આખું જ કંફ્યુઝન હતું.

એની મા, રોશની, કોઈક સમયે કુદરતી સુંદરતા અને મજબૂત મનોબળ ધરાવતી નારી હતી. જીવનની તમામ પરિસ્થિતિઓનો સામનો હિંમતથી કરી શકે તેવા સ્વભાવની, પણ જીવનના ઘા ક્યારેક ખુબ ઊંડા પડતા હોય છે. **રોશની વિધવા થઈ**, જ્યારે એના પતિનો મૃત્યુ એક કારખાનામાં કામ કરતાં દુર્ઘટનામાં થયો. વિધવા બન્યા પછી, એ જ કારખાનામાં કામ કરતા, રોશનીએ પોતાનો અને મુન્નીનો ગુજરાન ચલાવવાનું નક્કી કર્યું. પરિસ્થિતિઓએ એને ઘેરી રાખી હતી, અને દુનિયાની ભૂખી નજરોથી બચવા માટે, મુન્ની પાંચ વર્ષની હતી ત્યારે રોશનીએ પોતાનાથી પાંચ-સાત વર્ષ નાના ઝીણિયાને પોતાના જીવનમાં સ્થાન આપ્યું.રોશની એનું નામ જ ઝીણિયો બોલાવતી, અને આમ મુન્ની પણ એના માને અનુસરીને એને ઝીણિયાને જ કહીને બોલાવતી. ઝીણિયો સીધો અને બોલતો ઓછો, વધારે મજાકિયા સ્વભાવનો હતો, અને મુન્નીની બધી જ ભૂલને હસતાં હસતાં માફ કરી દેતો. "બોલવા દે, એને શું ખબર પડે?" એ કહેતો. "મને એ ગમે છે, અને મારી માને તો મેં ક્યારેય જોયી નથી. આ તો મારી મા છે... મારી!" એ કાયમ જ એવી વાતો કરતો, જે ક્યારેક તો બાળકી જેવી લાગતી.પણ વર્ષો પછી, ઝીણિયો જ એના માટે એક મોટું બોજ બનવા લાગ્યો. નોકરી છૂટી જતા એ દારૂની આદતનો શિકાર બન્યો. રોશની માટે આ જ વધુ પડતું હતું. એ સાતમા મહિને ગર્ભવતી હતી, અને ઝીણિયો, કામ વગર, બેકાર. ઘરનું ટેન્શન વધતું જાય છે. સાથે જ, નાની બાળકી જેવાં બુદ્ધિ ધરાવતી મુન્નીનું ઉપસતું જતું પેટ આ બધું વધારે મુશ્કેલ અને જટિલ બનાવી રહ્યું હતું.અનિશ્ચિતતાથી ભરેલા સમયનો સામનો કરતી રોશનીએ જીવન ચલાવવા માટે આખરી પ્રયાસ તરીકે બે પાળીમાં કામ શરૂ કર્યું. આખો દિવસ કઠણ મહેનત, ઘર અને કારખાનાનો હિસ્સો એમ બેમાંથી એક થતો રહ્યો. હવે તો એના શરીરે પણ આ બોજ ઉઠાવવા સામે વાંધો કરવાનો શરુ કર્યો હતો. એ દિવસે, અસ્વસ્થતાને લીધે, એણે બીજી પાળી ન ભરી અને વહેલી ઘરે પરત આવી.જ્યારે એ બારણું ખખડાવતી, ત્યારે અંદરથી અવાજ આવ્યું – મુન્ની અને ઝીણિયાનો અવાજ. "ઝીણિયા, હાલ્યને, તે દી' આપણે બધાં લુગડાં કાઢીને બથ્થમબથ્થા રમ્યા 'તાં, એવું રમીએ..." રોશનીની આંખો ઘસાઈને એ ખોટી રીતે બંધ બારણાં જોઈ રહી હતી. એણે પાટું મારતાં જ ઝીણિયાને જોયો, અને એક પળમાં જ એના હૃદય પર જાન લઈને આવેલી આશંકાઓ વાસ્તવિક બની ગઈ. રોશનીના મગજમાં એક વીજળી કાંપતી ગઈ. મુન્ની... એ નાબાલગ બાળક, જેની દુનિયા તો હજી રમતિયાળ જ હતી, એના શરીરમાં થતા ફેરફારોના પાછળ રહેલા ભયાનક સત્યનું આભાસ ન હતો. અને ઝીણિયો, જે ક્યારેય એના જીવનમાં માત્ર શરણાર્થી તરીકે જ પ્રવેશ્યો હતો, એના હાથમાં આ જડબેસલાં સત્યનું ઉત્તરદાયિત્વ આવી પડ્યું હતું. માટે હવે, પાટું મારતાંજ રોશનીએ જે જોઈ રહ્યું, એ ભ્રમ નહોતું, એ એક ભયાનક હકીકત હતી. એણે અવાજ કર્યો, “મુન્ની!” પણ એના શરીરના નબળા પાયાને સહન ન થયું. રોશનીનું શરીર થાકની ગુલામીમાં ડહોળાયું. એ નીચે પડી, એક અનકહેલી ચીખ સહીત.