ક્યારેક. - 3 Pankaj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્યારેક. - 3

℘"ઓળખાણ પણ કેવી વિચિત્ર ખાણ નીકળી"


ઓળખાણ પણ કેવી વિચિત્ર ખાણ નીકળી,
લાલ જાજમ માં વિશ્વાસ ની લાશ નીકળી.

વાસ આવે છે મારાં બળવાની એ શ્વાસ માં,
ક્યારેક જો આપણી મુલાકાત નીકળી.

તેં છે ઉછીના પ્રસંગો મને આપ્યા બે - ચાર,
એનું પડીકું ખોલ્યું તો અંદર થી રાખ નીકળી.

ચારે બાજુ મેં ચક્કર લગાવીને જોયું તો,
તારા બધા પગલાં માં મારી છાપ નીકળી.

દેવ - દાનવ - મનુષ્યમાં હોય નઈ ક્યારેક એવું,
પંકજ, ખબર પડી નઈ ! આ કંઈ જાત નીકળી.

℘" સુખ હોય કે દુઃખ મને આંસુ તો ગમે છે. "

સુખ હોય કે દુઃખ મને આંસુ તો ગમે છે,
દરેક ઘડીયે હવે મને આવું જ ગમે છે.

આપણો સાથ, સદાય આંખ માં કોરી ભીનાશ,
મને આવી બરબાદી ની મજાય બઉ ગમે છે.

તારી યાદ શ્વાસ માં પણ ભીનાશ લાવી,
મને રંગ વગરની તેં આપેલી હોળી ગમે છે.

તારા ભરોસે ડૂબવાની મજા આવી મને,
તારા નામ માં લીધેલા તરફડિયા મને ગમે છે.

આવજે જરૂર પંકજ ના મોત ને વ્હાલ કરવા,
મને મારાં દરેક પ્રસંગ માં તું ગમે છે.

℘"હૈયા ના કર્યા લમણે વાગ્યાં છે. "

હૈયા ના કર્યા લમણે વાગ્યાં છે,
એ ક્ષણ ના ટુકડા અમને વાગ્યાં છે.

શ્વાસ ઉપર શ્વાસ ગોઠવી ને,
આશા ના ઊંચા મીનારા બાંધ્યા છે 
હૈયા ના કર્યા લમણે વાગ્યાં છે.

ઝગડા પછી શું થયું? વાત જવા દો,
દ્રશ્યો બધા આંખ માં વાટ્યા છે,
હૈયા ના કર્યા લમણે વાગ્યાં છે.

મનાવી મનાવી ને થાકી ગયા,
પણ સંબંધ ક્યાં કોઈ ને ગાંઠ્યા છે,
હૈયા ના કર્યા લમણે વાગ્યાં છે.

ભવિષ્ય? વર્તમાન ની પણ ખબર નથી,
પ્રેમમાં પંકજ એવું બેફામ જીવ્યા છે,
હૈયા ના કર્યા લમણે વાગ્યાં છે.

℘"તારા ગગન માં મને ફરવા દે "

તારા ગગન માં મને ફરવા દે,
પંખી નહિ તો તણખલું બની ઉડવા દે.

તારો પાર તો ક્યારેક પમાવાનો નથી,
થોડુંક તારી નજીક આવી તને દેખવા દે.

છેવટે તો મારું ગજું પણ કેટલું,
તારી ઘટા માં મારી આંગળીઓ ને રમવા દે.

વિશાળ વૃક્ષ ની છાયામાં બેઠો છું તો,
મને તારા મીઠા ફળ આરોગવા દે.

તારા થી ખુબ દૂર જાઉં એ પહેલા,
પંકજ ને તારા માં એક લટાર મારવા દે.

℘" દર્પણ માં ચહેરો પ્રસરી ને બહાર ફેલાઈ જાય "


દર્પણ માં ચહેરો પ્રસરી ને બહાર રેલાઈ જાય,
પીગળી જાય અને ચોતરફ રેલાઈ જાય.

દરેક શ્વાસ માં મને બહાર ફાંગોળી દઉં,
છતાંય દરેક શ્વાસ માં નવો હું આવી જાય.

રણ ની રેતી માં હું રજે રજ ઉગ્યો પછી,
મારાં ચહેરે સુખ નું મૃગજળ દેખાઈ જાય.

ચેહરા ને ઠેસ વાગી તો શ્વાસ છોલાઈ ગયા,
છતાંય લંગડાતા લંગડાતા સ્મશાને રોળાઈ જાય.

દરેક અકસ્માત પછી લોહીલુહાણ ચહેરો,
'ને ચહેરા ઉપર " બિચારા " નું પાટિયું લગાઈ જાય.


℘" તમન્નાઓ નો ભાર ખુબ વધી ગયો છે"


તમન્નાઓ નો ભર ખુબ વધી ગયો છે,
મને કચડી લોહીલુહાણ કરી દીધો છે.

ધોળે દા'ડે પણ દેખાય છે તારા,
દિન- રાત નો ભેદ ભુલાવી દીધો છે.

આકાશ ને ચીરી તારી તરફ પહોંચતી નજરોએ,
મારી જ આંખ માં મારો ભૂકો નાખી દીધો છે.

કાં કુંવારી લાગણીઓ કાં વિધવા લાગણીઓ,
પણ તેમને તો મને અનાથાલાય બનાવી દીધો છે.

ક્યારેક તેની હા ક્યારેક તેની ના માં કચ્ચરઘાણ મારો,
તેની ઈચ્છા મુજબ મેં મને ગોઠવી લીધો છે.

મન માં બનેલા સંબંધો પણ રંગ બદલે તેં પહેલા,
પંકજે તેને જીવતાજ પતાવી નાખ્યો છે.

℘"તારી એક નજર મળે દીવાનો બની જાઉં "

તારી એક નજર મળે દીવાનો બની જાઉં,
થોડો ઘણો હું પણ રંગીન બની જાઉં.

મારે હૈયે વહ્યા કરે છે એક આશા તારી,
તું હા કહે તો હું તારો કંઈક બની જાઉં.

તું નદી જો એક વાર મને પીવા મળે તો,
હું કાયમ માટે તારો તરસ્યો બની જાઉં.

ક્યાંય દૂર જવું નહિ પડે મને મળવા માટે,
તારે ચાલવા માટે તો હું રસ્તો બની જાઉં.

વાટ પકડી છે મારાં શ્વાસે તારા શ્વાસની,
તને પામી હું તારો ધબકાર બની જાઉં.


To be continued....