એક પંજાબી છોકરી - 54 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 54

વીરની વાત સાંભળી સોનાલી કહે છે વીર હું તારી વાત માની લઉં છું પણ આપણી ફેમીલીને મનાવવી ખૂબ જ મુશ્કેલ છે. સોહમ કહે છે સોનાલી તું ચિંતા ન કર.આપણે મળીને બધાને સમજાવી દઈશું.સોનાલી વીર માટે થોડી ચિંતામાં હતી પણ સોહમ સારી રીતે જાણતો હતો કે સોનાલીને કઈ રીતે મનાવવી તેથી તેને વાણીને પણ કૉફી શોપમાં બોલાવી હતી અને આ લોકોની વાત ચાલતી હતી ત્યાં વાણી આવી જાય છે.વીર પહેલી વખત તેને બોલાવતો નથી સોહમને આ જોઈને દુઃખ થાય છે એટલે તે કહે છે "વાણી આ જાઓ હમારે નાલ બેઠો, ઇનસે મિલો યે હૈ વીર કી પહેન."સોહમનું એકદમ પ્યોર પંજાબી સાંભળી વાણી હસી પડે છે અને તે ઊભી થઈ સોનાલીને પગે લાગે છે.આ જોઈને જ સોનાલી ખુશ થઈ જાય છે.તે સોનાલીને પોતાના સગા દીદી હોય તેવી રીતે જ વાત ને વર્તન કરે છે.સોનાલી તેને કહે છે અમને બંનેને તમારા બંનેના પ્રેમની જાણ થઈ ગઈ છે.આ વાત સાંભળી વાણી સમજી જાય છે કે વીરે આજે તેને કેમ બોલાવી નહીં.

સોનાલી વાણી અને વીરને સમજાવતાં કહે છે,"હમ પહેલે વાણી કો મેરી દોસ્ત બતાકર ઘર વિચ લેકે જાયેંગે." સોહમ એકદમ ખુશ થઈ જાય છે તેને સોનાલી પર ખૂબ જ ગર્વ થાય છે તે સારી રીતે જાણતો હતો કે સોનાલી જ તેની ફેમીલીને માનવી શકે તેમ છે ને વીર અને વાણીના સંબંધ વિશે સમજાવી શકે તેમ છે પણ સોનાલી એ એક જબરજસ્ત આઈડિયા આપીને સોહમનું દિલ હંમેશની માફક જીતી લીધું.જો કે વાણી ને વીર ખૂબ જ ચિંતામાં હતા પણ સોહમ કહે છે," તુસી ફિકર ના કરો મેરી હિરોઈન સબ ચંગા કર દેગી." સોનાલી એક થપ્પડ મારીને સોહમને ચૂપ કરાવે છે. વીર ને વાણી આ બંનેનો પ્રેમ જોઈને હસી પડે છે.વીર સોનાલીની વાત માની જાય છે સોનાલી કહે છે વાણી તું અત્યારે જ મારા ઘરે મારી સાથે આવ. વીરને કહે છે તું અને સોહમ પાછળથી આવજો.બંને ઓકે કહે છે.

સોનાલી વાણીને લઈને પોતાના ઘરે પહોંચે છે અને તેની ફેમીલી ને કહે છે આ મારી ફ્રેન્ડ વાણી છે. સોનાલીની ફેમીલી વાણીને ખૂબ પ્રેમથી જમાડે છે અને તેના અને તેના પરિવાર વિશે બધું જ જાણે છે.વાત વાતમાં ખબર પડે છે કે વાણી એક શીખ ફેમીલી માંથી આવે છે.આ સાંભળી સોનાલીના દાદીને ખૂબ જ દુઃખ થાય છે પણ તે મહેમાન છે એમ સમજીને વાણીને કંઈ જ કહેતા નથી પણ સોનાલી આ વાત સમજી જાય છે.વાણી હતી તે જ સમયે સોનાલી વાતવાતમાં તેના દાદીને જણાવી દે છે કે વાણીની ફેમીલી શુદ્ધ શાકાહારી છે.સોનાલીના દાદીને તો આ વાત સાંભળી જાણે જીવમાં જીવ આવે છે,પણ તેમને પહેલેથી જ શીખ લોકો ઓછા ગમતા હતા તો તેમના માટે પ્રેમ અને માન એમ ઝડપથી આવી જાય તેમ નહોતું પણ સોનાલી એવું જ ઈચ્છતી હતી કે તેની ફેમીલી વાણીને સમજે અને તેને પ્રેમ કરે જેથી તે લોકો વાણી અને વીરના પ્રેમને પણ સમજી શકે.

વાણી અને સોનાલીની ફેમીલી વચ્ચે વાતો ચાલતી હતી ત્યાં વીર ને સોહમ આવે છે સોનાલી એ સોહમને પણ વીર સાથે આવવાનું કહ્યું હતું અને અત્યાર સુધી જેમ સોનાલીએ વિચાર્યું હતું તેમ જ બધું થઈ રહ્યું હતું તેથી સોનાલીને વાણી માટે વધુ માન થાય છે.વીર ને સોહમ સાથે આવે છે એટલે સોનાલીના દાદુ પૂછે છે તમે બંને સાથે ક્યાંથી આવ્યા છો? વીર પહેલેથી જ ડરેલો હતો તે સોહમ જાણતો હતો તેથી તે કહે છે દાદુ અમે બંને નવો કૉફી શોપ બન્યો છે ત્યાં કૉફી પીવા ગયા હતા. સોનાલીના દાદુ આગળ કંઈ પૂછતા નથી પણ સોહમ એકદમ અજાણ બની પૂછે છે," દાદુ યે કુડી કોણ હૈ." સોનાલીના દાદુ એ કહ્યું બેટા, આ વાણી છે સોનાલીની ફ્રેન્ડ.સોનાલીના મમ્મી કહે છે તું આને નથી જાણતો સોહમ તું અને સોનાલી તો નાનપણથી એક જ સ્કૂલ ને કૉલેજમાં ભણ્યા છો.સોહમ એ તો આવું વિચાર્યું જ નહોતું અને હવે સોનાલીના મમ્મીને શું જવાબ આપવો તે પણ સોહમ સમજી શકતો નથી.તે શું બોલવું તેનો વિચાર કરવા લાગે છે તેથી સોનાલી આ વાતને બીજા મોડ પર લઈ જાય છે.

હવે આ વાત સમજાવવા સોનાલી શું કહેશે?શું સોનાલીની ફેમીલી વીર અને વાણીને એક થવા દેશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.