શબ્દોના શેરણ SHAMIM MERCHANT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

શબ્દોના શેરણ

મારા વિશાળ કાવ્યસંગ્રહ માંથી પ્રસ્તુત છે અમુક અતિ સુંદર પંક્તિઓ! પ્લીઝ: વાંચો, લાઈક અને કોમેન્ટ કરી, આગળ શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

1. હું છું...તો તું છે


કોઈ પ્રિયજનના લીધે દિલ તૂટે, તો કેવું લાગે?
કેવું લાગે જ્યારે હૃદય બહારે આવી ફરિયાદ કરે?

તૂટેલું, વિખેરાયેલું અને કચડાયેલું હૃદય,
એની દુર્દશા જોવી, નક્કી હશે અસહ્ય.

છાતીમાં વસેલું, છે તો ફકત એક માસનો લોચો,
પણ કઈ લાગણીનું તે ઘર નથી, જરા વિચારો.

ધ્યાન કરો હૃદય જરૂર દયાની ભીખ માંગતું હશે,
લાગણીઓથી ગદગદ, ગૂંગળામણમાં રડતું હશે.

યકીનન દિલની આ ભાવના હશે, "કરે તું, ને ભરું હું,
તારા સંબંધોની જદ્દોજહેદમાં પીસાઉં હું!"

કેટલું પણ પડી ભાંગેલું હોય, હૃદય તેની ફિતરત ન મૂકે,
તને જીવતો રાખવો એનું કામ છે, એટલે ધબકતું રહે.

ચાલો કાંઈક જુદું કરીએ, ચાલો દિલની ફિકર કરીએ,
થોડું માફ કરીએ, થોડું જતું કરીએ, દિલને રાહત આપીએ.

તેની ધબકારમાં જીવન છુપાયેલું છે,
દિલ કહેતું હશે, "હું છું, તો તું છે!"

"મારી કાળજી લઈશ, તો લાંબુ જીવીશ
મને ખુશ રાખીશ, તો પોતે પણ સુખી રહીશ."

"તા ઉમર ભિન્ન ભિન્ન લોકો સાથે ખાટા મીઠા અનુભવ થશે,
એની નાંથમાં, શું મારે ઉપર નીચે થતાં રહેવું પડશે?"

"તું ને હું, એક જીસ્મ એક જાન, હમજોલી બનીને રહીએ,
બસ, પછી શું, મારે બહારે આવીને ફરિયાદ નહીં કરવી પડે!"
_________________________________________

2. ઉત્સવ છે 

તારા ચમક્યા આકાશે ઉત્સવ છે,
ઘરે પણ દેવદિવા પ્રગટાવીએ, ઉત્સવ છે.

હવામાં સુગંધ અને ખુશહાલી ફેલાવીએ,
સજાવટથી ઘર શણગારીએ, ઉત્સવ છે.

મેઘધનુષી રંગોથી રંગોળી બનાવીએ,
આંગણું પણ સુશોભિત કરીએ, ઉત્સવ છે.

ઉલ્લાસથી મનોરંજન ને પૂજાપાઠ કરીએ,
પ્રેમભાવે મહેમાનોને આવકારીએ, ઉત્સવ છે.

દુઃખને અલવિદા, સુખશાંતિનું સ્વાગત કરીએ,
દીવાબત્તીથી ઉજાશ ફેલાવીએ, ઉત્સવ છે.

સ્વાર્થ મૂકી દાનધર્મ કરી, પુણ્ય કમાવીએ,
આ નીતિ બાળકોને શીખવીએ, ઉત્સવ છે.

જેને મળીએ, મીઠી વાણીથી આવકારીએ,
મોઢે નિખાલસ સ્મિત રાખીએ, ઉત્સવ છે.

ઉત્સવની રાહ કેમ જોવી, સત્કર્મ કરતા રહીએ,
જીવનશૈલી સુધારી કહીએ, જીવન ઉત્સવ છે.
_________________________________________

3. અમૂલ્ય ઉપહાર

રાત્રીના નિર્જનામાં, તારલાઓ ઝગમગ્યા,
એક શિશુના જન્મે યમુના તટને વધાવ્યા.
કૃષ્ણનું સાક્ષી બન્યું અંધારિયું કારાગાર,
દેવકીએ વિશ્વને આપ્યો એક અમૂલ્ય ઉપહાર.

બાળ કૃષ્ણ રમૂજ અને માખણ ચોર,
અદ્ભુત હતા આ નંદ કિશોર.
ગોવર્ધન પર્વત ઉંચકીને કરી ગામની રક્ષા,
કોણ એને તારી શકે, બેજોડ હતી એમની પ્રતિષ્ઠા!

મધુર એમની વાંસળી ને મીઠાશ ભરેલી સ્મિત,
કોણ છે, જેને ન હોય કાન્હાથી પ્રીત?
વિમૂખને મળે માર્ગદર્શન, અનમોલ એમના ઉપદેશ,
દિલો દિમાગ પર મૂકી એમણે હકારાત્મક અભિપ્રેશ.

હે કૃષ્ણ, શાંતિ અને આનંદના પરમાત્મા,
આ *જન્માષ્ટમીએ* આવકારીએ તમને અતિરેકમાં.
માખણ ને મીઠાઈ સાથે, સૌ ઉત્સવ મનાવે,
તમારા આશીર્વાદથી સુખ સાહેબી ને સમૃદ્ધિ આવે.

ચાલો કૃષ્ણની ગુણવત્તા આત્મસાત કરીએ,
એમના બતાવેલા માર્ગ પર ચાલીએ.
સરળ ને સાદગી ભરેલી હોય છે નિખાલસતા,
અને એમાં જ છે જીવનની ખરી સુંદરતા. 
_________________________________________

4. છમછમ કરતું ચોમાસું..

સૂરજ ને વાદળની સંતાકૂકડીમાં છમછમ કરતું આવ્યું ચોમાસું,
ધમધમ ટપકે બુંદ-બુંદ, જાણે આકાશ વહાવતું હોય આંસુ.

પ્રથમ વાછટની ભીનાશ, માટીની ભીની ભીની સુગંધ,
છાપરે પાંથિયા ટપટપ કરે, ને મનમાં વાગે મૃદંગ.

પહેલા તો ઝરઝર કરતો, ધીમે ધીમે પડે વરસાદ,
પછી તો કડાકા ભડાકા સાથે થાય બરછાટ.

ખાબચડામાં પાણી ભરાય, ને છબછબ કૂદે છોકરાઓ,
બનાવે કાગળની ને વહાવે પોતપોતાની હોડીઓ.

નરમ નરમ ભજીયા, ને ગરમાગરમ ચાની ચૂસકી,
ને ઓ હો હો! જો વરમ-વમ માં મળે મેથીની મઠરી.

મેહુલ પછી રંગબેરંગી મેઘધનુષએ અંબરને શણગાર્યું
પાંખ ખોલી, જંગલમાં મોર પણ નાચી ઊઠ્યું!

છમક-છમક કોને ન ગમે વરસાદના છાંટા?
છત્રી છોડી બધા આવે પલળવા, નાના હોય કે મોટા.

ભલે છીકા-છીક ચાલે ને પીવી પડે અજમાંવાળી ચા,
આજે અંદર ન બોલાવજે માડી, લેવા દે મેઘની મજા!
_________________________________________

5. ભારતની સ્વતંત્રતા

શૂરવીર યોદ્ધાથી છે રંગાયેલું ભારતનું ઇતિહાસ,
એમના બલિદાનની ગાથા પર સૌ કરે વિશ્વાસ.

ન હતા તેઓ મહાપુરુષ, ન હતા તેઓ સંત,  
બસ આમ ભારતીયમાં હતી સાહસિકતા અનંત.

અંગ્રેજને માત આપી આઝાદીની લડાઇ જીતી,
લોહીની નદીઓ વહી, પણ ન મૂકી એમણે રણનીતિ.

ધર્મ, જન્મ, જાત પાત, સંપ્રદાય, સૌ માટે હતું મુલ્ય,
બધાનું સપનું વતનની સ્વતંત્રતા, એક જ લક્ષ્ય.

ન મઝહબ આડે આવ્યો, ન કોઈ પ્રાંત ન કોઈ ભાષા,
જાનમાલ એણે દઉં પર લગાડ્યું, હતી જેને જીતની અભિલાષા.

ગાંધીજીનો આદેશ: બનો એ બદલાવ જે ચાહો,
સ્વતંત્રતા સેનાનીઓ એ આ હુકમ ખૂબ નિભાવ્યો.

નેહરુજી એ કહ્યું: આઝાદી લેવી પડશે, મળશે નહીં,
હિંમતવાન લોકોએ આ માન્યતા સિદ્ધ કરી બતાવી.

"હું તમને આઝાદી અપાવીશ, મને લોહી આપો!"
ઉત્સાહ અને જોશીલી હતી નેતાજીની વાતો.

"મને કચડી શકો છો, મારા જુસ્સાને નહીં!"
આવા સાહસી હતા આપણા ભગત સિંહ!!

આજે શું આપણે તેમના બલિદાનનું માન રાખ્યું?
શું એમના સંઘર્ષોને સાર્થક કરી બતાવ્યું?

જાળવી રાખીએ તેમના કુરબાનીની વિરાસત,
આપણી એમને ભેટ રહેશે, એક ઉજવળ ભારત.  

ભણતર, રોજગાર અને ન્યાયના સમાન અધિકાર,
આજ કરશે ભારતના ખરા સ્વતંત્રતાનું સપનું સાકાર!

શમીમ મર્ચન્ટ, મુંબઈ
________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much 

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=