અમન : ઓહ તારી દી આવી ગઈ છે લે એની સાથે વાત કર ( એ પીયુ નો કોલ હોય છે અમને રુચી ને ફોન આપ્યો )
રુચી : હા .... પીયુ
પીયુ : દીદી.... મેં કેટલી વાર કોલ કર્યા તમે ઉપાડ્યો જ નહીં છોડો... હું કાલે સવારે ૫ વાગ્યે યુ.એસ પહોચી જઈશ અને મમ્મી પપ્પા બપોર સુધી આવી જશે .
રુચી : મમ્મી પપ્પા તારી સાથે કેમ નથી આવી રહ્યા ?
પીયુ : એમના પાસપોર્ટ નો પ્રોબ્લેમ છે પણ કાલે બપોરે એ પણ પહોંચી જશે ચિંતા ના કરો
રુચી : ઠીક છે , હું પછી વાત કરુ એમ કહીને કોલ કાપી નાખે
અમન : મને લાગે છે હવે આપણે જવું જોઈએ
રુચી : હા..... કેમ નહીં
પછી અમન , વીર અને રુચી ત્રણેય ઘરે જાય છે રાત ના ડિનર પછી રુચી એના રૂમમાં જાય છે પણ અમન ને એમ લાગે કે રુચી ને કંઇક ચિંતા છે એટલે એ પણ રુચી ની પાછળ એના રૂમમાં જાય છે એ રૂમમાં અંદર જાય એ પહેલાં રુચી ફ્રેશ થવા માટે બાથરૂમ માં ચાલી ગઇ હોય છે અમન થોડીક વાર ત્યાં જ રાહ જોવે છે થોડીક વાર પછી રુચી ફ્રેશ થઈ ને આવે ત્યારે એ જોવે કે દરવાજા ની બહાર કોઈક ઉભુ છે એ દરવાજો ખોલીને જોવે તો એ અમન હોય છે
અમન : હું અંદર આવું ?
રુચી : હા , બીલકુલ પણ કાંઈ વાત છે ?
અમન : ના એવુ કંઈ નથી બસ તારી સાથે વાત કરવી હતી
રુચી : ઠીક છે ( અમન રૂમમાં આવે છે )
અમન : તુ ઠીક તો છે ને ?
રુચી : હા ...હા કેમ ?
અમન : બસ એમજ મને લાગ્યું કે તુ ટેન્શન માં છો જો એવું કંઇ પણ હોય તો તુ મને કહી શકે છે
રુચી : હા એક ટેન્શન છે ખબર નહીં કેમ કહું
અમન : શું પ્રોબ્લેમ છે બોલ
રુચી : મને તમારા પરિવાર માં ( મેરેજ ) ક્યાં રિવાજ છે એ નથી ખબર બસ એટલે ટેન્શન છે થોડુક બીજુ કંઈ નહીં
અમન : ચિંતા ના કર બધું જ થઈ જશે સારી રીતે અને કંઈ ના સમજાય તો હું છુ ને બાકી મોમ તને સમજાવી દેશે
રુચી : હા મને આનાથી એક વાત યાદ આવી
અમન : કઈ વાત ?
રુચી : હું તમારા મોમ ડેડ ને વધુ તો નથી જાણતી પણ મને એમ લાગે છે કે એ દિલ ના બહું જ સારા છે તો તમે મને એમ કેમ કહ્યું કે એ સ્વભાવ ના કડક છે ?
અમન : ઓહ તો તને યાદ છે ( હસતાં કહે છે ) મને લાગ્યું કે તુ ભૂલી ગઈ હશે અથવા તને સમજાય ગ્યું હશે કે .....
રુચી : કે શું ?
અમન : કે મેં એ ફ્ક્ત મજાક કરી હતી ( હસતા હસતા કહે )
રુચી : શું ? તમને ખબર પણ છે મારી હાલત કેવી થય ગઇ હતી જ્યારે હું તમારા મોમ ડેડ ની સામે ઉભી હતી
અને આમા હસવા ની શું વાત છે ( ગુસ્સે બોલી )
અમન : પેહલા તો સોરી અને રહી વાત હસવા ની તો હું એટલા માટે હસ્યો કે તને આ વાત આટલી મોડી ખબર પડી
રુચી : શું મતલબ તમારો એક તો મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તમે આવુ કર્યું મારી સાથે
આ સાંભળીને અમન શાંત થઈ ગયો એને ફરી સોરી કહ્યું
રુચી : અંહિયા થી ચાલ્યા જાવ ( ગુસ્સે )
અમન : અને જો હું ના જાવ તો ?
રુચી : તો હું ચાલી જાવ કારણ કે મારે તમારો ચેહરો નથી જોવો હવે ( એ રૂમ ની બહાર જવા લાગી પણ અમને રુચી નો હાથ પકડી લીધો એને રોકવા માટે )
અમન : રુચી મને ખબર છે કે મેં ખોટું કર્યું સોરી પણ મારો કંઈ ખરાબ ઈરાદો ન હતો
રુચી : ઓહ સાચે જ ? ખબર છે હું આટલો ગુસ્સો કેમ કરું છું કારણ કે મેં પેહલી વાર તમારા ઉપર વિશ્વાસ કર્યો હતો ( એ અમન ની સામે જોવે છે )
અમન : સોરી હું તને દુઃખી નથી જોઈ શકતો મેં મજાક કરી ત્યારે મને ખબર ન હતી કે તને આટલું દુઃખ થશે અને હાં તારે ક્યાંય જવાની જરૂર નથી હું જ જાઉં છું ( એમ કહીને અમન ચાલ્યો જાય છે )
આ બધું સાંભળી ને રુચી ને લાગ્યું કે એને વધારે ગુસ્સો કર્યો જેની જરૂર ન હતી એને દુઃખ થાય અમન ઉપર ગુસ્સો કરીને , અમન વીર ના રૂમ માં જાય જ્યાં વીર વીડિયો ગેમ રમતો હતો એના પી.સી માં
વીર : શું આજે ફરી તમે મારા રૂમમાં સુવા માટે આવ્યા છો
અમન : હમ્મ.... વીર હવે પી.સી બંધ કરી ને સુઈ જા
વીર : પણ શું કામ ? હજુ તો મેં શરૂ જ કર્યું છે
અમન : કારણ કે કાલે સવારે ૫ વાગ્યે એરપોર્ટ પર જવાનું છે
વીર : એરપોર્ટ ? પણ શું કામ ?
અમન : કારણ કે પીયુ ની ફ્લાઇટ કાલે સવારે ૫ વાગ્યે આવવા ની છે અને તું પીયુ ને લેવા માટે જવાનો છે
વીર : શું ? ..... હું ક્યાંય નથી જવાનો
અમન : વીર...હું તારી સાથે દલીલ કરવાના મૂડમાં નથી
વીર : પણ ભાઈ હું એને ઓળખતો પણ નથી
અમન : ડોન્ટ વરી એ તને જાણે છે
વીર : શું ? ( વીર કનફ્યુઝ થઈ જાય છે ) પણ કેવી રીતે ?
વધુ આવતા અંકે.......