કૃષ્ણ - 4 HARSH DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ - 4

૮. ગોપિકા વલ્લભ

ગોપિકા વલ્લભ નામ પરથી જ ખબર પડે કે જે ગોપીઓનો નાથ છે. જેણે પોતાની પ્રત્યેક ગોપીને પરમ આનંદની અનુભૂતિ કરાવી છે, જીવનનું પરમ સુખ આપ્યું છે, જીવન જીવતા શિખડાવ્યું છે. એટલા માટે એ ગોપીઓના નાથ છે. ગોપીઑ ભગવાનની પાછળ એટલી બધી આતુર થઈ જતી, મંત્ર મુગ્ધ થઈ જતી, કે એને પોતાનુ ઘર - સંસાર, બાળકો, પતિ, કોઈના વિષે કાઇ ભાન ન રહેતું. ત્યારે કૃષ્ણ ભગવાન એમને એવું ન કરવા અને એ બધા પ્રત્યેના પ્રેમ વિષે સમજાવતા. ભગવાને ગોપીઑ સાથે માત્ર રાસ લીલા જ નથી કરી. પરંતુ ગોપીઑ દ્વારા સમગ્ર મથુરાને કૃષ્ણમય બનાવી દીધી. ગોપીઑ જ્યારે દહીં, દૂધ, છાસ વેંચવા માટે મથુરા જતી ત્યારે એ કૃષ્ણની વાતો કરતી અને હળવેકથી મથુરાને અંદરથી કૃષ્ણમય બનાવી દીધી. ગોપીઑ માટે એક સરસ શ્લોક પણ છે : - 

विक्रेतुकामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः ।
दध्यादिकं मोहवशादवोचद् गोविन्द दामोदर माधवेति ।। 

દહીં વગેરે વેચવાની ઇચ્છાવાળી (પણ) પ્રભુચરણોમાં અર્પણ કરેલી ચિત્તવૃત્તિવાળી ગોપકન્યા પ્રભુચરણના મોહને લીધે 'હે ગોવિંદ! હે દામોદર! હે માધવ!' એમ બોલે છે. ઘેર ઘેર ગોપસ્ત્રીઓનાં જૂથો સાથે મળીને ‘હે ગોવિંદ! હે દામોદર! હે માધવ!' એવાં પવિત્ર નામોનો હંમેશાં પાઠ કરે છે. એટલા માટે કૃષ્ણ ગોપિકા વલ્લભ કહેવાય છે.

૯. માધવ

માધવ એટલે :- “માં” શબ્દનો અર્થ છે લક્ષ્મી અને “ધવ” શબ્દનો અર્થ છે સ્વામી. જે લક્ષ્મીનો સ્વામી છે, એ માધવ. લક્ષ્મી માત્ર વિત, સંપતિ જ નહીં , લક્ષ્મી સારી બુદ્ધિની હોય, સારા સૌંદર્યની હોય, સારો સૂર હોય, સારી વાણી હોય, આ બધી પણ લક્ષ્મી જ છે. સૌંદર્ય, બુદ્ધિ, વાણી, સંપતિ, તમામ રીતે કૃષ્ણ પરિપૂર્ણ છે, એટલા માટે એ "માધવ" છે. 

૧૦. मुकंद:

मुकंद: એટલે મુક્તિ આપનાર. જેણે કેટલા બધા અસૂરોને મુક્તિ આપી છે. એ અસૂરો પણ નસીબ વાળા કહેવાય કે જેને સાક્ષાત કૃષ્ણનો સ્પર્શ થયો છે, કૃષ્ણના હાથો જેને મુક્તિ મળી છે. માત્ર અસૂરોને જ મુક્તિ આપે એવું નય પરંતુ મનુષ્યને ભય મુક્તિ, વિકાર મુક્તિ, અંધશ્રદ્ધા થી મુક્તિ, અને જો એની ચરણમાં સ્થાન મેળવી લઈએ તો જન્મો જન્માંતરની મુક્તિ. એટલા માટે ભગવાન मुकंद: છે. 

૧૧. અચ્યુત

ભગવાન અચ્યુત છે. જે કોઈ પણ સ્થાને સ્ખલિત થતાં નથી, જેનું પ્રત્યેક નિશાન એકદમ સટીક છે, એ એટલે કે અચ્યુત. આપણે એક નાનકડી વાતમાં પણ દ્રઢ સંકલ્પ નથી કરી શકતા, હું કરીશ જ આવો ‘હું’ કાર નથી લાવી શકતા, અને કરીએ તો પણ ન થવાનો ભય રહે છે. એટલા માટે આપણે ચ્યુત છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને ચ્યુત માંથી અચ્યુત થવા આશીર્વાદ આપે.. .. ..

૧૨. सुमुखा:

 सुमुखा: - જેનું મુખ અતિ સુંદર છે. વિશાળ સુંદર નેત્રો વાળા, કમલનયન, જેનું સ્મિત અતિ સુંદર છે, જેના ગાલ અતિ સુંદર અને સૌમ્ય છે. 

જેના મુખારવિંદ માંથી વેદોનુ ગયાં થયું છે, જ્ઞાનની ગંગા વહી છે, એ सुमुखा: છે. ભગવાન વિષ્ણુએ બ્રહ્મ દેવને નિર્માણ કરતાં જ તેને પહેલું એ કહ્યું કે વેદોથી લોકોનુ કલ્યાણ કરવાનું છે. અને કૃષ્ણ અવતારમાં ભગવાનના મુખમાંથી એ વેદોના આશ્વાસનો નીકળ્યા. એટલે ભગવાન सुमुखा: છે.
 
૧૩. હરી

 
 હરિ એટલે સંસારના દુખ હરનાર. ભગવાનનું મુખ આનંદદાયી, ઉત્સાહી છે, ક્યારેય પણ દુખી રહેતું નથી. તેથી જ તો એ હરી છે. જે પોતે દુખી નથી એ જ તો બીજાના દુખ હરી શકે છે.

દુનિયા આખી કષ્ટોથી ભરી છે,
તે કષ્ટોથી મુક્ત કરનાર માત્ર એક હરી છે.

આ જગતનું નિર્માણ કરી અને ભગવાન સૂઈ ગયા. એવું વિચારીને કે પૃથ્વી પર લોકો એકબીજાને સંભાળી લેશે. પરંતુ આજે પ્રત્યેક મનુષ્ય દુખી લાગે છે. કાઈક એવો પ્રશ્ન બધાને છે જ, જે એને દુખી કરે છે. કોઈએ એક સરસ મજાની રંગોળી બનાવી હોય અને તેના પર કોઈ દોડ્યું જાય તો એને શું થાય ? તો પ્રભુ ને કેવું દુખ થતું હશે ? છતાં પણ તેમનું મુખ મલાન નથી, ઉદાસ નથી, કંટાળેલું નથી. તેથી તે બધાના દુખ હરે છે. તેથી જ તો કષ્ટોથી મુક્ત કરનાર માત્ર એક હરી જ છે.. .. .. 

હવે પછીના ભાગમાં शुभेकक्षणा:, पुष्टा: જેવા ઘણા બધા નામો વિષે ચર્ચા કરવાની છે. તો વાંચતાં રહો, મસ્ત રહો અને ધર્મમાં રહો.. .. .. 

બોલો હાથી ઘોડા પાલકી.. .. .. જય કનૈયા લાલકી.. .. ..