કૃષ્ણ - 1 HARSH DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ - 1

કૃષ્ણ જન્માષ્ટમી

અનુક્રમણિકા

૧. કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણને સમજવાનો પ્રયાસ.. ..

૨. निवासा: .. ..

૩. प्रभव: .. ..

૪. प्रतिथा: .. ..

૫. मानदा: .. ..

૬. केशव: .. ..

૭. કૃષ્ણ .. ..

૮. ગોપિકા વલ્લભ .. ..

૯. માધવ .. ..

૧૦. मुकंद: .. ..

૧૧. અચ્યુત .. ..

૧૨. सुमुखा: .. ..

૧૩. श्वास्था: .. ..

૧૪. शुभेकक्षणा: .. ..

૧૫. पुष्टा: .. ..

૧૬. स्थूला: .. ..

૧૭. ચિરંજીવી .. ..

૧૮. सुंदरा: .. ..

૧૯. आश्रय: .. ..

૨૦. અનંત રૂપ .. ..

૨૧. અન્ય નામો .. ..

આ વર્ષની જન્માષ્ટમી વિશેષ છે. શા માટે એ આગળ તમને વાંચવાથી ખબર પડી જશે. અને એને હજુ થોડું વિશેષ બનાવવા માટે આપણે કૃષ્ણ ભગવાનનાં આ ૨૦ (અથવા તેથી વધુ) નામોને અર્થ સાથે સમજવાનો પ્રયત્ન કરશું. અને આપણે પણ ભગવાનના અંશ છીએ, તો આ નામો પરથી કાઇક શીખીશું અને આપણા જીવનમાં તેને સ્થાપિત કરશું. કૃષ્ણ નય પણ તેનો અંશ તો બની જ શકીએ.

રાધે રાધે .. .. ..

કેમ છો મિત્રો ? આપણે ફરી એક વખત એક નવી વાત સાથે મળી રહ્યા છે, અને એ એટલે કે બધાને મન ગમતો, બધાના દિલો પર રાજ કરતો, બધાના મન મોહી લેતો, બધાના મુખ પર મુસ્કાન લાવતો, લીલાઓ કરતો, બાંસૂરી વગાડતો, રાસ રમાડતો, સૌને પ્રેમ કરતો, સૌને પ્રેમ સમજાવતો, અસુરી વૃતિને મુક્તિ આપતો….

જેની પાસે દ્વારકા જેવુ વૈભવ છે છતાં સુદામા જેવા મિત્ર વાળો, એક ગાળ સાંભળી ધડ કાપી નાખવાની શક્તિ હોવા છતાં સો ગાળો સાંભળવા વાળો, સ્ત્રીના વસ્ત્ર હરણ થી મહાભારત જેવુ યુદ્ધ કરાવતો, ગીતા રૂપી જ્ઞાન કહેતો, આ સંસાર નું સંચાલન કરતો...

ટખટ, પ્રેમાળ, રાજનીતિજ્ઞ, જ્ઞાની, એવા પૂર્ણ પુરષોતમ શ્રી કૃષ્ણ.. .. ..

મિત્રો આજુ વખતેની કૃષ્ણ જન્માષ્ટમી એક વિશેષ સ્થાન ધરાવે છે. આમ તો કૃષ્ણ જન્માષ્ટમી દર વખતે વિશેષ જ હોય છે, પરંતુ આજુ વખતે એ વિષેશ માંથી પણ વિશેષ છે. એનું કારણ, જન્માષ્ટમીની તારીખ. આ વર્ષે જન્માષ્ટમી ૨૬/ ૦૮/૨૦૨૪ ના રોજ છે. હવે આ તારીખ જુઓ, એમાં તારીખ ૨૬ માં ૨ અને ૬ નો સરવાળો કરીએ તો ૮ આવે, તેવી જ રીતે મહિનો પણ ૮ જ છે, અને વર્ષ ૨૦૨૪ એમ પણ ૨ ૦ ૨ ૪ નો સરવાળો કરીએ તો એ પણ ૮ જ આવે છે. હવે આપણે જોઈએ તો.. .. 

 વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર એટલે કૃષ્ણ

ભગવાન, માંતા દેવકીના આઠમા પુત્ર એટલે કૃષ્ણ

ભગવાન,કૃષ્ણ ભગવાનની રાણીઓ પણ આઠ, (આમ તો કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ પત્નીઓ હતી પણ મુખ્યત્વે ૮ રાણીઓ હતી).

અને આપણે કૃષ્ણ ભગવાનના જન્મદિવસ ને જન્માષ્ટમી શા માટે કહી છીએ ? કારણ કે માં દેવકી ના આઠમાં પુત્ર તરીકે ભગવાને જન્મ લીધો એટલે જન્માષ્ટમી. જન્મ + અષ્ટમી = જન્માષ્ટમી.

૧. કૃષ્ણ જન્માષ્ટમી નિમિતે કૃષ્ણને સમજવાનો પ્રયાસ

કૃષ્ણ નામ જ કેવું મોહક છે, અને આમ પણ કૃષ્ણનો અર્થ જ થાય છે આકર્ષિત કરવું. બધાને પોતાની તરફ આકર્ષિત કરી બતાવે એ એટલે કે કૃષ્ણ.

હાથી ઘોડા પાલકી .. .. .. જય કનૈયા લાલકી .. .. ..

જન્માષ્ટમી આવી નથી કે આ નાદનો પડકાર ચારે બાજુએ ગુંજવા લાગે. ગુંજે પણ કેમ નય આખરે આપણા કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. દરેકના મનમાં એક કૃષ્ણ, એક કનૈયો, એક મુરલીધર, એક મોહન, એક માધવ, વસેલો છે. નામો ભલે અલગ છે પરંતુ ભક્તિ ભાવ એક જ છે. તો આ જ ભકતી ભાવથી આપણે આ વર્ષની કૃષ્ણ જન્માષ્ટમી પર સર્વના પ્રિય એવા ભગવાન શ્રી કૃષ્ણ વિષે થોડું જાણવાનો પ્રયાસ કરીએ.. .. ..

 ૨. निवासा:

આજે માણસ શાંતિ માટે આમ તેમ દોડી રહ્યો છે ત્યારે કહેતા મન થાય કે ભગવાન કેવા છે, તો કે ભગવાન “निवासा:” એટેલ કે ભગવાન નિવાસ છે. જે જગ્યાએ પરમ શાંતિ મળે એ સ્થાન એટલે નિવાસ. ભગવાન વિશ્રામ છે. જે ઘરે ભગવાનનું નિવાસ નથી, ભગવાનનું કામ નથી એ ઘર, ઘર નથી. એટલે ભગવાન “निवासा:” છે.

૩. प्रभव:

ભગવાન “प्रभव:” છે. એટલે કે ભગવાન ઉત્કર્ષ છે, વિકાસ છે, સમૃદ્ધિ છે. ખરા અર્થમાં આ ઉત્કર્ષ એ પ્રભુનું છે. કૃષ્ણ ઉપર જો સાચો પ્રેમ ઊભો કરીએ તો આપણી સમૃદ્ધિ, આપણો ખરા અર્થનો વૈભવ જાગી ઉઠે. ભગવાન પર પ્રેમ જાગ્રત કરવો એ સહેલી વાત નથી, કેમ કે આપણે seen વ્યક્તિ પર પ્રેમ developed નથી કરી શકતા તો unseen પર પ્રેમ developed કરવો બોવ અઘરી વાત છે. ભગવાન સાથે પ્રેમ કરવો આ જ એક high લેવલની વાત થાય ગઈ. ખરા અર્થમાં મનુષ્ય મનનું વૈભવ છે – પ્રભુ પરનો પ્રેમ. તેના પછી સ્વચ્છતા, ચિત – શુદ્ધતા, એકાગ્રતા, આ પણ મનના વૈભવ છે. પરંતુ શંકા – કુશંકા નામનો રાક્ષસ આપણા મનમાં આવી જાય, કે બધુ નાશ. એટલે ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ રાખો, ઉત્કર્ષ આપણે નહીં પરંતુ પ્રભુ છે એવું માની લેવું અને પોતાના કર્મો ભગવાનને ચરણે ધરી દેવા. હું જે કાઈ પણ કરું છું એ પ્રભુ તમારા કારણે થાય છે. આવી કૃતજ્ઞતા ઊભી કરીએ તો ભગવાન प्रभव: પ્રતીત થાય. 

આ જગતમાં દરેક પ્રકારના મનુષ્ય માટે ભગવાન છે. જેમ કે કોઈ વ્યક્તિ અસમર્થ છે તો ભગવાન સમર્થ છે, કોઈ લોભી છે તો ભગવાન હજાર હાથે દેવા વાળા છે, કોઈ અશક્ત છે તો ભગવાન શસક્ત છે, કોઈ પાપી છે તો ભગવાન કરુણામય છે. પ્રત્યેકને ભગવાન પાસે આસરો મળી રહેશે. એટલે ભગવાન “प्रभव:” છે.

૪. प्रतिथा:

ભગવાન “प्रतिथा:” છે... 

મિત્રો ‘ભગવાન प्रतिथा: છે’ આના વિષે આપણે આગળના ભાગમાં વાત કરશું. આશા છે કે તમને આ ભાગ ગમ્યો હશે અને આગળના ભાગની રાહ પણ જોશો. પરંતુ હું એવું નય થવા દઇશ. બધા જ મિત્રોને Advance માં HAPPY JANMASHTAMEE.  બની શકે તો તમારા મિત્રો સાથે, તમારા સંબંધીઓ સાથે, પણ શેર કરજો. કૃષ્ણ જન્માષ્ટમી પર કૃષ્ણને સમજવાનો થોડો પ્રયાસ બધા ભેગા મળીને કરીએ.

બોલો હાથી ઘોડા પાલકી.. .. .. જય કનૈયા લાલકી.. .. ..