એક પંજાબી છોકરી - 51 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મૃગજળ

    આજે તો હું શરૂઆત માં જ કહું છું કે એક અદ્ભુત લાગણી ભરી પળ જી...

  • હું અને મારા અહસાસ - 107

    જીવનનો કોરો કાગળ વાંચી શકો તો વાંચજો. થોડી ક્ષણોની મીઠી યાદો...

  • દોષારોપણ

      अतिदाक्षिण्य  युक्तानां शङ्कितानि पदे पदे  | परापवादिभीरूण...

  • બદલો

    બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક...

  • બણભા ડુંગર

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી...

શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 51

ઘરના બધા સભ્યો વીરના આવવાની રાહ જોતા હતા.વીર આવ્યો એટલે તેના દાદુ તેને પૂછે છે તું ક્યાં હતો? વીર કહે છે દાદુ હું બહાર ગયો હતો મારા ફ્રેન્ડ સાથે હોટલમાં જમવા.ઘરના સભ્યો આમ વીરને કહ્યા વિના બહાર જવા માટે ખીજાય છે. વીર દુઃખી થઈ માફી માગ્યા વગર જ તેના રૂમમાં ચાલ્યો જાય છે.સોનાલીને વીરની આ બાબત જરા પણ ગમતી નથી પણ વીર બહુ મોટો થઈ ગયો છે હવે તેના ઉપર ગુસ્સો કરવો ઠીક નથી એવું વિચારીને તે ચૂપ રહે છે.સોહમ ને સોનાલી નો કૉલ આવ્યો હતો તેથી તે અચાનક હોટલમાંથી ચાલ્યો ગયો પણ વીર કોઈ છોકરી સાથે હતો આ વાત સોહમ સોનાલીને કરતો નથી.સોનાલી વીરની આજની હરકત વિશે સોહમ ને કહે છે ત્યારે સોહમ વિચારે છે કે વીર બધા સામે જૂઠું કેમ બોલ્યો હશે? હાલ સોનાલીને તે વીર વિશે કંઈ જ ન જણાવતા કહે છે તું ચિંતા ન કર વીરને હું સમજાવી દઈશ.

સોહમ ને વીરની ખૂબ જ ચિંતા હતી પણ સોનાલી દુઃખી ન થાય તેથી સોહમ વીરની વાત સોનાલીને કરતો નથી અને તે હવે જાણવામાં લાગી જાય છે કે વીર સાથે હતી તે છોકરી કોણ હતી?સોહમ સૌ પ્રથમ વીરની કોલેજમાં જાય છે અને ત્યાં જઈને વીર ને પેલી હોટલમાં વીર સાથે હતી તે ગર્લ ને જુએ છે સોહમ કૉલેજમાં બીજા લોકોને પૂછે છે તો ખબર પડે છે કે પેલી ગર્લ અને વીર એક જ ક્લાસમાં છે અને બહુ સારા મિત્ર છે પણ વીરને આટલું જાણીને સંતોષ થતો નથી તેથી તે કૉલેજ ના પટ્ટાવાળા ને થોડા પૈસા આપીને સત્ય જાણે છે તો ખબર પડે છે બંને એકબીજાને લવ કરે છે ને પેલી છોકરીનું નામ અને તેના ઘરનું એડ્રેસ બધું સોહમ જાણી લે છે પછી તે મોકો શોધીને વીરને આ છોકરી વિશે પૂછવાનું વિચારે છે.

સોહમ વીરને કૉલ કરી એક કૉફી શોપમાં મળવા બોલાવે છે વીરને બહુ અજીબ લાગે છે જ્યારે સોહમ આ રીતે તેને બહાર  મળવા બોલાવે છે ત્યારે પણ તે સોહમને પોતાના ભાઈ સમાન માનતો હોવાથી મળવા માટે જાય છે.વીર ટાઈમે ત્યાં પહોંચી સોહમના આવવાની રાહ જુએ છે પણ પેલી ગર્લ ત્યાં સોહમની પહેલા આવી જાય છે.વીર તેને ત્યાં જોઈને એકદમ જ ચોકી ઉઠે છે અને પછી ડરી જાય છે.પેલીને વીરનું આવું વર્તન બહુ અજીબ લાગે છે.જોકે વીર થોડીવારમાં પેલીને સાચું કહી દે છે કે હમણાં સોહમ ભાઈ અહીં આવશે અને તને મારી સાથે જોઈ જશે તો ઘણા સવાલો કરશે અને મારા ઘરે પણ બધાને આપણી વાત કહી દેશે.પેલી વીરને ખૂબ જ પ્રેમ કરતી હતી તેથી તે વીરની વાતને સમજી જાય છે અને કહે છે તું ચિંતા ન કર હું અત્યારે જ અહીંથી ચાલી જાઉં છું.તે જવા નીકળતી જ હતી ત્યાં સોહમ વીરને કૉલ કરે છે અને કહે છે મારે બહુ જરૂરી કામ આવી ગયું હોવાથી હું તને કાલે મળીશ અને મારે કહેવાનું હતું તે કહીશ.વીરના જીવમાં જાણે જીવ આવ્યો હોય તેમ તે એક બહુ ઊંડો શ્વાસ લે છે.પેલી ગર્લ કે જેનું નામ વાણી હતું તે વીરના ખભા ઉપર હાથ મૂકી કહે છે વીર તું ખોટી ચિંતા ન કર. હું ક્યારેય તારી મરજી વિરુદ્ધ જઈને આપણા સંબંધની વાત કોઈ સામે નહીં કરું.

વીર એક સ્માઈલ આપી તેને હા પાડે છે પછી તેને બીચ ઉપર ફરવા લઈ જાય છે.બંનેનો હાથ એકમેકના હાથમાં હોય છે. વાણી ખૂબ જ સુંદર હતી.તેની આંખો હંમેશા હસતી હોય તેવું લાગતું હતું,તેનું નામ એકદમ પરફેક્ટ હતું,તેનું કપાળ મિડીયમ સાઇઝનું અને ઘણી રેખાઓથી ભરેલું હતું.તેનો ચહેરો એકદમ ગોળ અને સુંદર હતો, તેના ગાલ પર ખાડા પડતા હતા.જે તેની સુંદરતામાં ખૂબ વધારો કરતા હતા.તેમની વાણી તેમના નામ જેટલી જ મીઠી, મધુરી અને સુંદર હતી.

વીર અને તે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકતા હતા.બંનેનો સ્વભાવ પણ ઘણા અંશે એક જેવો જ હતો તેમ છતાં તે બંને વચ્ચે ક્યારેય નાની એવી નોકઝોક પણ નહોતી થઈ.વીર વાણીને અને વાણી વીરને હંમેશા સપોર્ટ કરતા હતા.


હવે જોઈએ આગળ....
સોહમ આવવાનો હતો તેના બદલે વાણી કેમ કૉફી શોપમાં આવી ગઈ?
શું વીરની ફેમીલી અને સોનાલીને વાણી અને વીર વિશે ખબર પડી જશે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.