ભાગ -૨ ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા
(આગળ આપણે જોયું કે સરસપુર ગામ માં વરસાદના પાણી ભરાયાં છે. વરસાદ અનરાધાર વરસી રહ્યો છે.અને માધવ ભાઈ ની પત્ની ને પ્રસૂતિ ની પીડા થતાં માધવ ભાઈ જીવી (દાયણ) ને લેવાં એનાં ઘરે જાય છે. હવે આગળ.......)
_______________________________________
"ભઈ રઘુ તારી ભાભી ને પેટ માં દુઃખ ઉપડ્યું સે. ઝટ જીવી બુન ને મારી હારે મોકલ ને ભઈ." માધવે ઉચાટ ભર્યાં અવાજે કહ્યું.
"માધો ભઈ વાત તો તમારી હાવ હાચી સે પણ જોવો તો આ મૂવા વરહાદે દાટ વાળ્યો સે તે ઘરમો તો બેહવા જેવું જ નહીં રયું ,ને બાર તો વળી ઢેંચણ હમાંણાં પાણી ભરાંણાં સે, ચમ કરી ને આવસે?"
(વિચાર કરતાં) "ભઈ હમજું સુ બધુંય પણ હાલ તો બીજો કોઈ આરોય નહીં ને ?"
(જીવી ગામ માં બીજી સગર્ભા સ્ત્રી ઓ ની પ્રસૂતિ કરાવવાં નું કામ કરે છે પણ કુદરત ની લીલા તો જુવો એનાં ઘરે પારણા માં ઝુલનાર બાળક કદી નાં આપ્યું ભગવાને. આંથી જ કોઈપણ સગર્ભા સ્ત્રી ની પ્રસૂતિ કરવાંમાં મદદ કરતી અને બાળક ની સગી માં ની જેમ સંભાળ લેતી.)
(માધવ ભાઈ ની દયનીય સ્થિતિ પર તરસ આવતાં રઘુ મદદ માટે તૈયાર થઈ જાય છે.)
"એક કામ કરીએ માધો ભઈ આ હાથલારી માં બેહારી ને જીવી ને તમારાં ઘર હુદી લઈ જઈયે."રઘુ એ શાકભાજી ની લારી બતાવતાં કહ્યું
માધવ ભાઈ: "હા હો..રઘુ.. વાત તો તારી હાવ હાચી સે,હેડ તાણ લાય લારી ને જીવી બુન ને ય બોલાય."
રઘુ અંદર જઈ ને જીવી ને બોલાવી આવે છે. અને ઓસરી માં પડેલી લારી પણ બહાર કાઢે છે.
જીવી ને બેસાડી ને પાણી માં રસ્તો કરતાં કરતાં માંડ માંડ ઘર સુધી પહોંચવા ની કોશિષ કરે છે.
એક બાજુ ગાજવીજ સાથે વરસાદ ને પવન ફૂંકાઈ રહ્યો છે. ભલ ભલાં મરદ નું કાળજું ફફડી જાય એવી કાળી અંધારી રાત નાં લગભગ ચાર વાગી ગયાં છે.
જેમ તેમ કરી લારી ને પાણી માં તરાંવતા તરાંવતા જીવી ને લઈ આખરે બધાં માધવ ભાઈ નાં ઘર આગળ પહોંચી જાય છે.
પાણી નો પ્રવાહ ગામ ના પરા વિસ્તાર માં ગયો હોવાથી માધવ ભાઈ ના ઘર ની અંદર હજી પાણી ઘુસ્યા નહોતા એટલું એમનું નસીબ સારું હતુ.
જીવી તરત જ માધવ ભાઈ ના ઘર માં જાય છે અને પાણી ગરમ કરવા નું કહી રતન પાસે જાય છે.
ત્યાં તો રતન અસહ્ય દર્દ અને પીડા ને કારણે બૂમો પાડતી એની સાસુ પાર્વતી બા નો હાથ જોર થી પકડી રહી હોય છે.
પેલી કહેવત છે ને કે "એક સ્ત્રી જ્યારે માં બને ત્યારે એનો નવો જન્મ થાય છે". પોતાનાં હાડ માંસ અને લોહી થી એ એક જીવ ને પોતાનાં ગર્ભ માં નવ નવ મહીના સુધી રાખી એને આકાર આપે છે.અને અંતે જીવ નાં જોખમે પણ એ બાળક ને આ દુનિયા માં લઈ આવે છે.આથી જ તો આદિ અનાદી કાળથી માતા ને સર્વોચ્ચ સ્થાન અપાયું છે. માં ને પૂજનીય માનવામાં આવે છે. પોતાનાં ગર્ભ થી જ એનાંમાં સંસ્કારો નું સિંચન કરે છે.
જીવી (રતન નો હાથ પકડતા) "જોવો રતન ભાભી તમે જરીકે ચીંતા નાં કરશો, મું આવી જઈ સુ ને? તમ તમારે હેમત રાખો, રામ મારો હઉ હારા વાંનાં કરહે."(સૌ સારાં વાનાં થશે)
રતન (રડતાં રડતાં) "અરે...રે.... જીવી બુન મરી જઈશ હો....હવે નહીં ખમાતું ...બુન મારા શાં એવા કરમ હશે કે આજ આવા ટાણે આ દુ:ખ ઉપડ્યું સે..(દર્દ ને કારણે ચીસ પડતાં).... આ વરહાદ ઘડીકે ઝપતો નહીં..લોકો નાં જીવ હાથ માં આયા સે...ને આ ટેમે દવાખાનેય જવાય ઈમ નહીં."
જીવી (રતન ને હિંમત બંધાવતા ) " હશે બુન તમે લગીરે મન ઓછું નાં કરસો..,
ને દવાખાને જવાની જરૂરેય નહીં, હું તમને કે આ બાલુડા ને કાંય નઈ થવા દઉં હો તમ તમારે થોડી હામ રાખો."
(એટલાં માં બારણે ટકોરા પડે છે. સવિતા ગરમ પાણી લઈ ને આવે છે.)
(રતન દુઃખ માંથી છૂટવા ફાંફાં મારી રહી છે.જીવી એને હિંમત આપી રહી છે)
રતન નાં સાસુ પાર્વતી બેન કહે છે " રતન આપડે બૈરા ની જાત , સહનશકિત રાખવી જ પડે બેટા,ઘડીભર ની વાત સે થોડી ધાયણ ખમ, ઊપરવાળો હઉ હારા વાંનાં કરસે."
ત્યાંતો જોર વીજળી નો ચમકારો થાય છે.જાણે આજ કુદરત પણ પેલાં નવજાત શીશુ નાં અવતરણ માં જાણી જોઈ ને વિઘ્ન ઊભું કરવાં માંગે છે.
આકાશ આજે રડે ચોધાર..............
ધરતી માં પણ નાં જીરવી શકી એનો ભાર........
કેમ કરી લેશે પેલું બાલુંડું અવતાર.........?????
જ્યાં અન્નદાતા પોતે જ બન્યો વિકરાળ.
આમ ને આમ લગભગ દોઢ કલાક વીતી જાય છે....
રતન મનોમન ભગવાન ને વીનવી રહી કે" હે બાલગોપાલ!! હે જગત નાં નાથ !!હવે ધીરો પડ..ને મુજ અબળા પર દયા કર".
આજ એક માં અને એનું અજનમ્યું બાળ જાણે રીતસર કુદરત સામે જંગ લડી રહ્યા છે.ને જીતવાનો નિશ્ચય કરી બેઠાં છે.
જીવી પણ " હે ભોળાનાથ!!હે માં જગતજનની!!" કહેતાંક ને રતન નાં પેટ ઉપર હાથ વડે એવી રીતે પકડી ને આંટી મારે છે કે ત્યાં જ..............
વાદળ નો ગળગળાટ.............🌧️🌧️🌧️🌧️થયો,વીજળી નો ચમકારો થયો ,⚡⛈️⛈️⛈️⛈️⚡⚡⚡🌩️⛈️🌩️🌩️🌩️⚡⚡
મેઘરાજા પાસે જેટલો ખજાનો ભર્યો હતો એ ધરતી પર એકસાથે ઠાલવી રહ્યા 🌨️☁️🌧️
હાર ને જીત ની આજે જાણે હોડ લાગી છે
ક ડ...... ડ.... ડ.... ભૂ... સ.......... સ.....
ને.................પછી...........................
રતન ની વાદળો ને ભેદી સીધી સ્વર્ગ માં સંભળાય એવી તો કારમી ચીસ સંભળાઈ કે.........
ઊંવા......... ઊવાં....... ઊવાં...... ઊવાં....
અને એનાં ગગન ભેદી રુદન થી વીજળી શરમ ની મારી ચૂપ થઈ ગયી, વાદળો જાણે દૂર જઈ ને ક્યાંક સંતાઈ ગયાં, મેઘરાજા જાણે પોતાની હાર સ્વીકારી હોય એમ શાંત બની રહ્યાં,
ને સમગ્ર કાયનાત એનો રુદન મિશ્રિત મીઠો મધુરો અવાજ સાંભળવા થંભી ગઈ.
પોતાની જીત નો ડંકો વગાડતી... કુદરત ને પડકારતી એક સુંદર.... નમણી....નાજુક...કન્યા એ આ દુનિયા માં આવી એની આંખો ખોલી ને અંધકાર નાં કાળા ડીબાંગ વાદળો દૂર થયા,ને એની વધામણી કરવાં સ્વયં સૂર્યદેવ ધરતી પર સાત અશ્વ પર સવારી કરતાં આવી પહોંચ્યા.
જીવી (નવજાત બાળકી ને સ્વચ્છ પાણી થી સાફ કરી એને સુતરાઉ કપડાં માં વીંટાળી ને રતન ને આપતાં ) "રતનભાભી...આમ જોવો ...આ તામારી દીકરી..
સાક્ષાત્ લક્ષ્મી નો આવતાર ધરી ને આવી સે.ને ધોળી તો જાણે રૂ નાં પૂમડાં જેવી સે..દેવ રુપ જેવી સે હો.... ".(કહેતાં એનાં ઓવારણાં લે છે)
(અપાર પીડા ને કારણે એનાં હાથ હજી કાંપી રહ્યા છે.. શરીર એકદમ શુસ્ત બની ગયું છે.)
રતન પોતાનાં ધ્રૂજતાં હાથે દીકરી ને તેડે છે.
આંખો માં બાઝેલ અશ્રુઓ નું પડળ હટાવે છે. એની દીકરી ને નિહાળે છે...ને નિહાળતી જ રહે છે....જાણે કે એ પોતાનું દુઃખ,દર્દ, પીડા, તક્લીફ એક પળ માં ભૂલી જાય છે. અને બસ એની લાડકી ને નિહાળતી જ રહે છે.
હળવે થી એનાં કપાળ પર... એનાં માંથા પર.. ગાલ પર..ચુમીઓ નો વરસાદ વરસાવે છે..
ને આંસુંઓ થી એને આ દુનિયા માં આવકાર આપે છે.ને પછી છાતી સરસી ચાંપી દે છે.
ને સમગ્ર સૃષ્ટિ માં દિકરી નાં આ મિલન ને સ્તબ્ધ બની જોઈ જ રહે છે.
^_^^_^^_^^_^^_^^_^^_^^_^^_^^_^^_^
ભાગ ----૨ પૂર્ણ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
આશા છે કે સહું વાચક મિત્રો ને આ નવલકથા પસંદ આવી રહી હશે. કથાવસ્તુ ને અનુરૂપ અહીં ચુંવાળ પંથકનાં ગામડાં માં બોલાતી ભાષા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એને સમજવી અઘરી તો નથી જ. તો પણ જો કોઈ ને ખલેલ પડતી હોય તો ક્ષમા કરશો.🙏
:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*:-*
➡️ રતન ની દીકરી કોનાં જેવી લાગતી હશે?
➡️ એનો સ્વભાવ કેવો હશે?
➡️ શું એને ઘર માં સારો પ્રેમ ને આવકાર મળશે?
➡️ વરસાદ હવે થંભી જશે ? કે હજી ગ્રામજનો ને વધું હેરાન કરશે ?
જાણવા વાંચતા રહો આગળ નો ભાગ --૩
ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા.....
સ્વસ્થ રહો સલામત રહો
લેખિકા
યોગી ઉમા 'શબ્દ સ્યાહી' ✍️