independence day and doctors Happy Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

independence day and doctors

આજે દુનિયા 78 independant day ની ઊજવણી કરી રહી છે. પણ શું આપડે ખરેખર માં આઝાદ છીએ?
આજે પણ આપણી દીકરી રોડ પર એકલી નથી જઈ શકતી તો શેની આઝાદી..?
હમણાં recent માં જ એક કેસ સામે આવ્યો છે 31 વર્ષ ની એક મહિલા ડોક્ટર નો જે નાઈટ ડયૂટી પર હતી અને તેની સાથે બળાત્કાર કરી ને મારી નાંખી....
આ ખૂબ જ દુઃખજનક અને શરમજનક વાત છે કે આપણા દેશ માં ડોક્ટર પણ safe નથી.
જયારે કોઈ માણસ એ પોતાની સામે કોઈ ને ડોક્ટર બનતા જોયા હોય તો કદાચ એ સમજી શકે કે એક ડોક્ટર બનવાની સફર કેવી હોય છે..
દિવસ રાત એક કર્યા પછી neet UG ની પરીક્ષા પાર થાય છે ઘણા બધા લોકો જે એક વાર માં આ પરીક્ષા માં ઉતીર્ણ નથી થઈ શકતા એ પોતાના જીવન ના 5-6 વર્ષ આપે છે માત્ર આ પરીક્ષા પાસ કરવા અને compitition કેટલુ છે એ તો બધા જાણે જ છે આ બધું પાર કરી ને mbbs માં એડમીશ મળે છે ત્યાં પોતાના જીવન ના 5.5 year આપ્યા પછી neet pg ની પરીક્ષા પાર કરે છે ત્યાર બાદ m.d. કે m.s અને ત્યારબાદ specialist ની પરીક્ષા...
તે પોતાનુ આખું જીવન સમર્પિત કરે છે માત્ર લોકોનું જીવન બચાવા છતાં એની સાથે આવું થાય તો બઉ જ શરમજનક બાબત કહેવાય...
મને ખબર છે ઘણા બધા એવું વિચારતા હશે કે એ પૈસા કમાવા માટે આ બધું કરે છે પણ એના માટે પણ જવાબદાર આપડી સરકાર જ છે આજે મેડિકલ કૉલેજ માં કરોડો રૂપિયા આપ્યા પછી ડોક્ટર બને છે મિડલ ક્લાસના છોકરા કઈ રીતે ભણતા હશે એમના માતાપિતા કેટલો સંઘર્ષ કરી એમને ભણાવતા હશે એ કોઈ એ નથી વિચાર્યું તો એમના માતાપિતા ના પૈસા કોઈ રીતે તો એ નીકાળશે જ ને કેમ કોઈ એ બાબત નું નથી વિચારતું...
Doctor પણ સરહદ પર ઊભા સૈનિક થી ઓછા નથી એ રાત દિવસ આપણા માટે હોસપિટલમાં માં તૈયાર રહે છે
એ આપણા માટે આટલું બધું કરે છે આપણી ફરજ એટલી જ છે કે તેમને સન્માન આપીએ પણ આપણા થી એ પણ નથી થતું....
કયારેય વિચાર્યું કે આ જે બનાવ બન્યો એક ડોક્ટર સાથે એના પછી ડોક્ટર એ નાઈટ ડયૂટી આપવાનું બંધ કરી દીધું તો શું થશે..?
એક ડોક્ટરનો વ્હાઇટ કોટ એ નિશાની છે કે એના પર કોઈ ડાઘ નથી પણ આપડે તો એને જ લોહીથી રંગી દીધો....
તો આ ડોક્ટર જેની સાથે આ થયું છે એ એક resident doctor હતી તેને પોતાના જીવન ના 31 year માત્ર લોકો ના જીવ બચાવી શકે એના માટે આપ્યા અને કોઈ એ એનો જ જીવ લઈ લીધો તો હવે આપણી ફરજ માં આવે છે કે એને ઇન્સાફ અપાવીએ અને ફરી આવું કોઈ ડોક્ટર સાથે ના થાય તેનું ધ્યાન રાખીએ નહિ તો ભવિષ્ય ના બાળકો નો ડોક્ટર બનવા પર થી વિશ્વાસ ઊઠી જશે....
તો મહેરબાની કરી ને ડોક્ટર ને એ respect આપવાનો પ્રયત્ન કરી એ જેના એ હકદાર છે એ આપણા ભગવાન થી ઓછા નથી આજે તે ડોક્ટર ને ઇન્સાફ અપાવો એ આપણી ફરજ છે તો ચાલો સાથે મળી ને એ ફરજ નિભાવીએ અને ભવિષ્ય માં આવું ના થાય તેનું વચન આપીએ....
કેમ કે એમના વિના આપણું આજ નું જીવન બઉ કઠિન છે નાના માં નાની બીમારી થી લઇ મોટામાં મોટી બીમારી જ્યાં આપણા ઘર ના પણ આપણો સાથ છોડી દે ત્યાં ભગવાન બની ને આપણો સાથ આપવા વાળા દરેક ડોક્ટર ના આપણે કર્જદાર છીએ તો બીજું કંઈ એમના માટે ના કરી શકીએ તો માત્ર એક સન્માન આપી શકીએ જે અડધી રાતે આપડો જીવ બચવા ભાગી ને આવે છે એ ડોક્ટર ને આપણી બહેન દીકરી કે માતા સમાન માની તેની રક્ષા કરીએ જેથી તે અડધી રાત્રે પણ પોતાને safe રાખી શકે....
જય હિન્દ..🇮🇳