કૃષ્ણ - 2 HARSH DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૃષ્ણ - 2

કેમ છો મિત્રો ? આશા છે કે બધા મજામાં જ હશો. આગળના ભાગમાં આપણે प्रभव: વિષે જોયું હતું અને તેમાં છેલ્લે કહ્યા પ્રમાણે હવે प्रतिथा: વિષે અને એનાથી આગળના નામો વિષે પણ ચર્ચા કરશું. તમારો આ વાંચવાનો સફર શુભ રહે, અને જીવનમાં પણ બધુ શુભ રહે. 

    ૪. प्रतिथा:

प्रतिथा: એટલે ભગવાન પ્રસિદ્ધ છે, જાહેર થયેલા છે, બધા માંને છે કે ભગવાન છે જ. આ સંસારનો કોઈ વ્યક્તિ એવું ના કહી શકે કે ભગવાન નથી. જગતને સંભાળવા, જગતનો ભાર ઉઠાવવા માટે પ્રસિદ્ધ છે. તેથી તેને પ્રાર્થના કરવાની કે તું દયાળુ છે, કૃપાળુ છે, અને તમારી આ કૃપા અમારા પર વરસાવતા રેજો. આપણે પણ प्रतिथा: થવું છે તો શું કરવું ? अप्रतिथा: ભગવાનને प्रतिथा: કરવા. મતલબ ભગવાનને પ્રસિદ્ધ કરો, ઘર ઘરમાં એમને વસાવો. માત્ર દિવા – ધૂપ પૂરતી જ નય પણ એને પ્રેમ કરો.

આજે માણસ ભગવાનને કોઈ ને કોઈ કારણથી માનતો હોય છે. જેમ કે ‘fear of god’. ડર ના કારણે પણ માણસ ભગવાનને માને છે. ‘for any kind of requirement’ જરૂરિયાત માટે પણ ભગવાન ને યાદ કરતાં હોય. ઘણા બધા કારણોથી ભગવાનને માણસ યાદ કરે છે, પરંતુ એવી રીતે ભગવાન प्रतिथा: ન થાય. તેને ઘરમાં તો સ્થાન આપોજ પણ એનું વાસ્તવિક સ્થાન છે ત્યાં એને બેસાડો. એનું સ્થાન આપણું હ્રદય. પ્રેમ હંમેશા હ્રદયથી થાય છે. તેના વિષે એક ખૂબ જ સરસ વાક્ય છે – “હ્રદયથી વિચાર કરવો અને બુદ્ધિથી પ્રેમ કરવો એ અધર્મનું પહેલું ચરણ છે”. સાચા હૃદયથી ભાગવનને પ્રેમ કરો. ભગવાનને प्रतिथा: કરો એટલે આપણે આપોઆપ પ્રસિદ્ધ થશું.

૫. मानदा: 

मानदा: એટલે ભગવાન માન્ય છે. પ્રભુ કૃતિ તું કરે, કર્મ તું કરાવે, ફળ તું આપે, ઊંઘ તું આપે, છતાં બધુ મારા પર ઢોળે છે. તેથી ભગવાન मानदा: , માન્ય છે. બધુ પોતે કરે છે પણ શ્રેય આપણને આપે છે. આપણે પણ એવું થવું છે તો શું કરવાનું ? કૃતગ્નિ બનવાનું. એક શબ્દ છે ‘કૃતગ્નિ’ અને બીજો શબ્દ છે ‘કૃતઘ્ની’. શબ્દો બંને લાગે થોડા સરખા પરંતુ બંનેમાં જમીન આસમાનનો ફરક છે.
 
કૃતગ્નિ એટલે કોઈએ આપણા પર કરેલા ઉપકારો યાદ કરવા અને એને પાછું વળતર આપવું. ટુંકમાં કહીએ તો thank you કહેવું. 

કૃતઘ્ની એટલે કોઈએ આપણા પર કરેલા ઉપકારો ભૂલી જવા. કોઈ પણ પ્રકારનું પાપ કર્યું હશે એનું પ્રાયશ્ચિત થઇ શકે, પરંતુ કૃતઘ્ની માણસનુ કોઈ પ્રાયશ્ચિત નથી. આજે માણસ એજ તો કરે છે. ભગવાનના આપણા પર કેટલા ઉપકારો છે, છતાં પ્રત્યેક વ્યક્તિ ભગવાનને યાદ કરે છે? કોઈ પણ સ્વાર્થ વગર ! મનુષ્યના પ્રત્યેક કર્મની પાછળ ભગવાનની લીલા હોય જ છે. એટલે આપણું પ્રત્યેક કર્મ ભગવાનને અર્પણ કરી દેવું. પ્રભુ જે કાઈ પણ થાય છે એ તમારા થકી, મારુ એમાં કાઈ જ નથી. આવી રીતે આપણે ‘કૃતગ્નિ’ બનવાનું છે નય કે ‘કૃતઘ્ની’. એટલા માટે मानदा: , માન્ય થવા માટે ‘કૃતગ્નિ’ બનવું.

“કૃતજ્ઞતા” નામનો ગુણ જીવનમાં અવશ્ય પણે લાવવો જ જોઈએ. ભગવાન પર કૃતજ્ઞતા લાવવા માટે પહેલા કોઈ માણસે આપણા પર ઉપકાર કર્યા છે એનો આભાર માનવો. ખાસ કરીને આપણા માતા – પિતા. એમના ઉપકારો આપણે ક્યારેય પૂરા નથી કરી શકવાના પરંતુ કહેવાય છે ને, કે ‘ફૂલ નય તો ફૂલની પાંખડી’.

ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે એક સરસ માર્ગ છે - ત્રિકાળ સંધ્યા. સવારે ઉઠીને, જમતી વખતે, અને સાંજે સૂતી વખતે. દિવસ દરમિયાન ભગવાનને યાદ કરવા એટલે ત્રિકાળ સંધ્યા. ત્રિકાળ સંધ્યા ભગવાન પર પ્રેમ development માટેની પહેલી પગથી છે. આગળ વાત કરેલી કે unseen પાવર પર પ્રેમ developed કરવો એ અઘરું છે, તેવી જ રીતે ભગવાનને માન્ય થવું એ પણ અઘરું છે. પરંતુ જ્યાં કૃષ્ણ છે, યોગેશ્વર છે, ત્યાં કાઇ જ અઘરું નથી.

૬. केशव:
 
 केशव: એટલે જેના વાળ પ્રશસ્ત છે, મોહક છે, અથવા તો કહી શકાય કે જેણે કેશી નામના અસુર નો અંત કર્યો એ, પ્રેમથી ભરપૂર, ઇન્દ્રિયોનો સ્વામી. 

ક એટલે બ્રહ્મા, અને શવ એટલે શિવ. આ બંને ને વશમાં રાખનાર એટલે કેશવ.

૭. કૃષ્ણ

કૃષ્ણ.. .. .. નામ જ સૌને પ્રિય, મનમોહક, આકર્ષિત કરનાર.. .. ..

મિત્રો આપણે કૃષ્ણ નામ પર આગળના ભાગમાં ચર્ચા કરશું. આશા છે કે તમને આ ભાગ ગમ્યો હશે. બની શકે તો તમારા મિત્રો સાથે, તમારા સંબંધીઓ સાથે, પણ શેર કરજો. કૃષ્ણ જન્માષ્ટમી પર કૃષ્ણને સમજવાનો થોડો પ્રયાસ બધા ભેગા મળીને કરીએ. વાંચતાં રહો, સપોર્ટ કરતાં રહો, મસ્ત રહો અને પ્રેમમાં રહો.. .. ..

બોલો હાથી ઘોડા પાલકી.. .. .. જય કનૈયા લાલકી.. .. ..