શ્રાવણ શીવ ગાથા - ભાગ 2 Manjibhai Bavaliya મનરવ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રાવણ શીવ ગાથા - ભાગ 2

શીવ એ આદિ નીરાશ કાર અને સનાતન સ્વરુપ છે. ભોળા નાથ પણ કહેવાય, તેમાં ભોળપણ ભોરો ભાર વહે છે. .સનાતન સત્ય સ્વરુપે એટલે શીવ .

શીવ એ ગહન ઈશ્વર છે. તેમને પામવા માટે વિશાળતા સમજવી પડે ,તે પાતાળ થી અનંત આકાશ સુધી વિસ્તરેલા છે . તેવો નારી જાગૃતિ અને સન્માનના પહેલા હિત રક્ષક પણ છે. તેમનું સ્ત્રી સ્વરુપ અર્ધનારેશ્વર રુપ થી ,તો સ્ત્રી સ્વરુપ ધારણ કરી રાક્ષસોને હણેલા છે. તે પરથી સમજી શકાય છે . તે સરળ સહજ દેવ પણ છે. તે તારણ હાર અને સંહાર નાર પણ છે .

શ્રાવણ માસ એટલે આખો માસ શીવ ભક્તિ ભજન માં સહુ લીન હોય છે. બાકીના દેવો પણ શીવમય હોય છે .સંસ્કૃતિ અને પ્રકૃતિના દેવ શી વ છે .

શીવ એ રક્ષણ હાર અને લોક કલ્યાણ ભાવનાથી પણ તેમના તત્વો વિસ્તરેલા હોય છે. શ્રાવણી હરિયાળી અને વાદળ સમાયેલું આકાશ તો વહેતા ધરા પરના ઝરણાં અને ફસલ થી ઉભરેલા ખેતરો માં સાવન માસમાં લોકો માં ખરાઅર્થમાં અધ્યાત્મના નું સ્ફુરણ થાય અને શીવની પુજા ,ઉપવાસ થી ,ભક્તિથી ,ધન્ય તા પામી શકાય .

એકવાર વિદ્વાનો એ યક્ષ કરતા હતા અને શીવ ત્યાંથી નગ્ન અવસ્થામાં પસાર થાય ,અને યક્ષનુ ફળ સહજ તાથી પામી જાય .અભાન અવસ્થામાં શીવને ખ્યાલ ન આવ્યો અને યજ્ઞમાં બાધા પડી ,આથી પેલા જણો રોષે ભરાય ને વાધ ને યજ્ઞમાથી કાઢી ફેંક્યો, શીવે વાધને મારી તેમનુ ચર્મ ઉખેડી ધારણ કર્યુ, પછી તેમણે નાગ ઉત્પન્ન કરી શીવ તરફ ફેંક્યો શીવેતેને શરીર પર ધારણ કર્યો .

આમ ,પછી કેટલાક દાનવો ને પણ શીવે દાનવોની પીઢ કચડી ડમરૂ બનાવી નાચવા લાગ્યા, અને દબાવી દિધા આમ શીવનું તાંડવ સર્જાયુ અને શીલ તાંડવ નૃત્ય કરવા લાગ્યા. અને પગના પ્રહારથી પાતાળથી પણ દાનવો અને નાગ સર્પો બહાર આવવા લાગ્યા લાગ્યા . આમ શીવ તરફ ફેકાતિ દરેક વસ્તુ શીવમય બની શીવે એક પગ ઉંચો કરી ને સ્થિર મુદ્રા પ્રાપ્ત કરી અને નટરાજ નું રૂપ ધારણ કર્યું, નૃત્ય અને નાટ્ય, શાસ્ત્ર ની તેમાંથી અભિનય લય ને ભરત મુનિએ નાટ્ય શાસ્ત્રની રચના કરી, અને તેવો શાંત બની સ્થિર થયા એટલે ડમરુના તાલથી ચૌદવાર વગાડે છે , નાદ ગુજારે નવ વતા પાસ વાર તેમાંથી વર્ણ માળની શરુ વાત થય, વર્ણને ઝડપ થી બોલવામાં આવે તો ભમરાના નાદ જેવો જ નાદ ઉત્પન્ન થાય છે. અને તેનો આધાર લય ને ભગવાન પાણીની એ વર્ણ માળા અને વ્યાકરણ શાસ્ત્રની રચના કરી . શીવએ ભક્તો ની ભક્તિથી ને જલ્દી પ્રસન્ન થાય છે . અને તે જેના પર પ્રસન્ન થાય તેને વરદાન આપતા પણ આપી દેતા હોય છે .

શીવની દરેક કિરીયા અને તેમના સંગી ની અર્થાત્ ધારણ કરેલી વસ્તુ સાથે કય ને કય કથા રહસ્ય અને કય સંકેત મળે છે .

શીવ માસ ની સાથે સાથે અમાસનું પણ મહત્વ રહેલું છે સોમવંતી અમાસનું પુણ્ય ફળ ઘણું છે .આમ તે સ્વયંભુ આવિર્ભાવ થયેલા છે .મહાદેવ એ મંગલ મય કરુણા સભર અને કલ્યાણ કારી દેવ છે દેવાધી દેવ છે .

શ્રાવણ માસની પુજા સદા ફળદાયક હોય છે .સદા સંસારના એ સનાતન આદિ અને મધ્ય અને અંતના દેવ પણ છે. તેમ તે હિમાલય માં કૈલાસ પર બેસી સદાય સમાધિ અવસ્થામાં રહે છે .એટલે હિમાલય તેમનું નિવાસ સ્થાન છે . શીવના પ્રાચીન અર્વાચીન મંદિરની અને શીવલીગો ભારત ઉપરાંત વિશ્વના ઘણા દેશો મા સ્થાન પામેલા છે .ટુંકો શીવ મંત્ર એટલે ૐ નમઃ:શીવાય ,શાંતિ અને મનના વિષયોને શમન કરવા બસ થય પડે છે. તે ત્રણેય લોક ના અધિપતિ હોવાથી ત્રિલોક નાથ પણ કહેવાય છે.

જય સદાશીવ શંભુ ભોળા , લેખન ભક્તિ સાથે શ્રાવણ શીવ ગાથા ભાગ ૨ આભાર