શર્મા જી : પણ રુચી ?
અમન : એ અહીં રહી શકે છે એમ નથી કે હું એને સાથે લઇ જવા નથી માંગતો પણ એ હજુ એ તૈયાર નથી એને થોડોક સમય લાગશે અને હું પણ કોશીશ કરીશ જેટલી જલ્દી થાય એટલી જલ્દી પાછા આવવાનું હું એની સાથે જબરદસ્તી નથી કરવા માંગતો
શર્માજી : તમારી વાત ઠીક છે
પીયુ : મને માફ કરશો તો એક વાત કહું જીજાજી
અમન : હા , બોલ ને તું હવે ફક્ત રુચી ની નહીં પણ મારી પણ નાની બહેન છે
પીયુ : જ્યારે તમે દીદી સાથે લગ્ન કરવા નું કહ્યું ત્યારે મને અજીબ લાગ્યું અને મને આ વાત ન્હોતી ગમી કે કોઈ અજાણ્યા વ્યક્તિ એ કેમ અચાનક એમ કહ્યું કે એને મારી દીદી સાથે લગ્ન કરવા છે
અમન : હું સમજું છું કંઇ વાત નહીં ( હસતા કહે )
પીયુ : પણ હવે લાગે છે કે તમે મારા દીદી માટે પરફેક્ટ છો
અમન : થેન્ક યુ , હવે હું જાઉં સાંજે મળીએ
રુચી ના મમ્મી : આ ટિફિન તમારા માટે
અમન ટિફિન લઈને ઓફિસ એ જાય છે પછી શર્મા જી રુચી ના રૂમ માં જઈને રુચી સાથે વાત કરે છે અને કહે છે કે તને ખબર અમન યુ.એસ જાય છે આજે આ સાંભળીને રુચી એના મનમાં ( મતલબ હવે એ મને એની સાથે લઇ જવા માંગે છે ) તો શું એને એમ કહ્યું કે મારે પણ એની સાથે જવાનું છે ?
શર્મા જી એની વાત કાપતા કહે છે કે એને ખબર છે કે તુ હજુ તૈયાર નથી એને એમ કહ્યું કે એ એકલા જશે પણ એક પિતા તરીકે એક વાત કહું તો મને લાગે છે તારે અમન સાથે જવું જોઇએ .
રુચી : પણ પપ્પા એક અજાણ્યા વ્યક્તિ સાથે અજાણ્યા શહેરમાં કઈ રીતે
શર્માજી : શું રાહુલ અજાણ્યો ન્હોતો તારા કહેવા પર અમે એનાં પર વિશ્વાસ કર્યો અને શું થયું એ તું જાણે છે
સાંજે અમન બધાં ને મળવા આવે છે એ શર્મા જી અને રુચી ના મમ્મી ને મળીને આશીર્વાદ લ્યે છે પછી પીયુ ને બાય કહીને એમ કહે કે રુચી નું ધ્યાન રાખજે અમન દુઃખી હતો રુચી એને મળવા નીચે ન આવી એટલે એને એક વાર નજર ફેરવીને જોયું પણ રુચી ને ન જોઇને એ જવા લાગ્યો
રુચી : બેગ બહું જ ભારે છે ( સીડીઓ ઉપર થી બોલી )
શર્મા જી : હું આવું એક મિનિટ ( શર્મા જી રુચિ ને જોઈ ને કહે )
( રુચી નો અવાજ સાંભળી ને અમન એ પાછળ જોયું રુચી બેગ લઈને ઉભી હતી )
અમન : હું જાઉં છું ( શર્મા જી ને કહે છે )
પીયુ : દીદી ક્યાં જઇ રહ્યા છો ?
રુચી : અમન સાથે ( અમન તરફ જોઈ ને કહે )
અમન આ સાંભળીને ખુશ થઈ જાય છે રુચી અને અમન બંને જાવાની તૈયારી માં છે શર્મા જી અને રુચી ના મમ્મી બંને પણ ખુશ હતા એ બંને આશીર્વાદ આપીને રુચી ને કહે ધ્યાન રાખજે પીયુ અમન ને કહે છે દીદી હવે તમારી જવાબદારી છે ધ્યાન રાખજો અને દીદી જીજુ હેરાન કરે તો મને કોલ કરજો હું ત્યાં આવીશ ત્યારે બદલો લઈશ આ સાંભળીને બધા હસવા લાગ્યા પછી રુચી અને અમન એરપોર્ટ માટે નિકળી ગયા ( થોડાક સમય પછી ) ફ્લાઇટ માં
રુચી : તમારા પરિવાર માં કોણ કોણ છે
અમન : મારા પરિવાર માં મમ્મી પપ્પા અને નાનો ભાઈ છે
( મનમાં - આ સવાલ બહું જલ્દી પુછી લીધો )
રુચી : એવું શું વિચારો છો કે આવી સ્માઈલ કરી રહ્યા છો
અમન : કંઇ જ નહીં અરે હા હજુ એક વાત કેવી છે મારા પપ્પા સ્વભાવ ના કડક છે એટલે એની સામે કોઈ એવી વાત ના કરતી કે જેનાથી એ ગુસ્સે થઈ જાય
રુચી : ઓકે , તમારા મમ્મી નો સ્વભાવ પણ એવોજ છે
અમન : ના , પણ ખબર નહીં એ તને જોઈ ને કેમ વર્તન કરશે
રુચી : કેમ ?
અમન : ઘર માં જો એને ના ગમે એ વસ્તુ પણ આવે તો પણ એ ગુસ્સે થઈ જાય અમે ( અમન અને એનો નાનો ભાઈ )નાના હતા ત્યારે અમારા માટે બધું જ એ પંસદ કરતા હતા અમને ગમે કે ના ગમે તો પણ અમારે પંસદ કરવું પડતું
રુચી : અને તમારો નાનો ભાઈ
અમન : ઓહ વીર એની ચિંતા નથી કારણ કે એ મને બહુ જ પ્યાર કરે છે પણ હાં એ ગુજરાતી ના બોલી શકે અને ના સમજી શકે એને ગુજરાતી નથી શીખી
રુચી : સમજાય ગયું ( મનમાં - આખું પરીવાર પાગલ લાગે છે )
અમન : જોન એતો રહી જ ગયો મારો સન ( અચાનક બોલ્યો )
રુચી : શું કહ્યું સન મતલબ તમારો દિકરો રાઇટ
અમન : હાં
રુચી : તો મારી સાથે લગ્ન શું કામ કર્યા ? ( ગુસ્સે થઈ ને બોલી )
અમન : શું મતલબ ?
રુચી : જોન તમારો દિકરો છે રાઇટ મતલબ કે તમે પહેલાથી જ મેરીડ છો
અમન : ના , મારા ફ્ક્ત એક જ મેરેજ થયાં છે અને તું એક જ મારી વાઇફ છે
એ બંને નો અવાજ સાંભળી ને એરહોસ્ટેલ ત્યાં આવે છે અને કહે છે સર મેડમ કાંઈ જોઈએ છે તમારે રુચી અને અમન શાંત થઈ ગયા અને જવાબ આપ્યો કાંઈ નથી જોઈતું એરહોસ્ટેલ ઓકે કહીને ત્યાં થી નીકળી ગઈ
(અમન મનમાં - ઓહ તો આને ગલતફહેમી થઈ ગઈ આને લાગે છે કે જોન એટલે બાળક છે આગળ મજા આવશે ) એ ધીમું ધીમું હસવા લાગે છે
વધુ આવતા અંકે.....
( વાંચી ને આપનો અમુલ્ય પ્રતિભાવ આપવા વિનંતી )