હમસફર - 1 Jadeja Hinaba દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

હમસફર - 1

શું વિચારો છો ?  સર આ સાંભળીને અમન વિચાર માંથી જાણે બહાર આવી ગયો અને પી.એ ની સામે જોવે છે. અને જવાબ આપે છે. " કાંઈ ખાસ નહીં બસ એમ જ તમે કહો મિટીંગ માં કેટલી વાર છે. "

પી .એ - અડધી કલાક પછી.

અમન - ઓકે , શર્મા જી ક્યારે આવશે ?

પી .એ - આવતા જ હશે .

થોડાક સમય પછી 

શર્મા જી - હું અંદર આવું સર ?

અમન - યસ

શર્મા જી - આ તમે ફાઈલ મંગાવી હતી એ ફાઈલ.

અમન - ઓકે 

શર્મા જી - સોરી સર હું મિટીંગ માં ન આવી શક્યો સમયે 

અમન - કાંઈ પ્રોબ્લેમ નહીં હું સમજી શકું છું. કે તમારી દીકરી ના મેરેજ છે. એટલે તમારે મોડું થયું.

શર્મા જી - હા , તમે આવશો તો મારા પરિવાર ને સારું લાગશે .( મેરેજ કાર્ડ આપતા કહ્યું )

અમન - જરૂર

પી .એ - પણ સર કાલે તમારી......

અમન -  આપણે શર્મા જી ની દીકરી ના મેરેજ પછી પાછા જઈશું.

પી .એ - ઓકે સર

અમન એક ઈન્ટરનેશનલ કંપની નો માલિક છે. એની કંપની બ્રાન્ચ ઘણા શહેરોમાં છે. જેમાં થી એક કંપની અમદાવાદમાં પણ છે એ અત્યારે અમદાવાદમાં કામ માટે આવ્યો છે.

પિયા - દીદી સરસ લાગો છો ,આજે તો જીજાજી તમને જોતા જ રહી જાશે

રુચી - અને તું પણ સુંદર લાગે છે , આજે તને પણ કોઈ જોવે તો જોતું જ રહી જશે .

પિયા - દીદી જો તમારો કોઈ નાનો દિયર હોત ને તો હું તમારી દેવરાની બનવા જરૂર તૈયાર હોત .

રુચી ના મમ્મી - જલ્દી કરો પંડિત જી બોલાવે છે .

પિયા - હા , આવીએ છીએ .

રુચી - હું ક્યાર ની રાહુલ ને કોલ કરું છું . પણ નથી લાગતો 

પિયા - દીદી એમનું ધ્યાન નહીં હોય મોબાઇલ માં એ હમણાં આવી જશે શું કામ ચિંતા કરો છો .

પીયુ - ચાલો બધા રાહ જોઈ રહ્યા છે .

રુચી - હમ્મ...

          બંને હોલ માં આવી જાય છે . બધા જાણે બસ બારાત ની રાહ જોઇ રહ્યા હતા . થોડીક વાર પછી અમન ઘણા ગિફ્ટ સાથે આવે છે . અને શર્મા જી ને મળી ને કૉન્ગ્રેસ કરે છે . શર્મા જી કહે કે મારી દીકરી ત્યાં છે . અમન શર્મા જી ના કહેવા પ્રમાણે સામે જોવે છે . એને લાગ્યું કે પીયુ દુલહન છે . એ બધાં ગિફ્ટ પીયુ ને આપતા કહે કૉન્ગ્રેસ , પીયુ કહે કે દુલહન હું નથી પણ મારા દીદી છે . ચાલો હું તમને એમની પાસે લઈ જાવ પછી અમન પીયુ ની પાછળ જાય છે .

પીયુ - દીદી જો કોણ આવ્યું છે .

રુચી - કોણ ? 

પીયુ - પપ્પા ની કંપની ના માલિક મિસ્ટર અમન
        
        અમન રુચી સામે જોવે છે અને બે મિનિટ જાણે બસ જોતો જ રહી જાય છે . પછી એનું ધ્યાન પીયુ ના અવાજ ઉપર જાય એટલે એ ગિફ્ટ રુચી ને આપતા કૉન્ગ્રેસ કહ્યું

રુચી - થેન્ક યુ .

અમન - યુ લુકિંગ બ્યુટી ફુલ .

રુચી - થૅન્કસ 

બ્રાહ્મણ - લગ્ન નું મુહૂર્ત થઈ ગયું છે વર ક્યાં છે ?
     
       હવે શર્મા જી ના ચેહરા ઉપર થોડીક ચિંતા ની રેખા આવી જાય છે . એ રાહુલ ને કોલ કરે છે , પણ નથી લાગતો
થોડાક સમય પછી એ અંદર ના રૂમ માં આવી જાય છે , એને જોઈ ને તેમની પત્ની પણ રૂમ માં આવે છે .

રુચી ના મમ્મી - શું થયું ? 

શર્મા જી - રાહુલ લગ્ન છોડીને ભાગી ગયો છે કાલે જ એને અમદાવાદ છોડી દીધું છે .