ઓનલાઇન થતો પ્રેમ ️️️- 3 Awantika Palewale દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓનલાઇન થતો પ્રેમ ️️️- 3



(આગળ આપણે જોયું કે નિલય અને સલોનીને પાર્ટીમાં જવાનું હોય છે.સલોની તૈયાર થઈને બહાર આવે છે. ત્યારે નીલય તેને જોઈને આભો જ બની જાય છે. થોડું આશ્ચર્ય થતા તે સલોનીના તૈયાર થવા ઉપર પોતાની કમેન્ટ્સ આપે છે અને ધમકાવવા લાગે છે આવી રીતે તૈયાર થવાની કોઈ જરૂર નથી...)


સલોની એ કહ્યું સાવ આછી લિપસ્ટિક કરી છે અને સાદી સાડી પહેરી છે મેં કોઈ ભપકો નથી કર્યો પણ પાર્ટીમાં જઈએ છીએ તો કંઈ લાગવું તો જોઈએ પાર્ટી જેવું....


મારે તારું કોઈ લેક્ચર સાંભળવું નથી. મારે તારી સાથે લાંબી બહસ પણ કરવી નથી. તું લિપસ્ટિક લુછી નાખ અને કપડાં પણ બીજા પહેરીને આવ ઈયરીગ પણ કાઢી નાખ. મને આ જરાય નથી ગમતું....


સલોનીનું મન ભાંગી ગયું તે બેડરૂમમાં જઈને લિપસ્ટિક લૂછી કાઢી મોટા ઇયરિંગ કાઢીને નાના બોલ કાનમાં પહેરી લીધા હાથમાંથી ઘડિયાળ કાઢીને સાદી બંગડી પહેરી લીધી બ્લેક સાડી મૂકીને નોર્મલ બાંધણી પહેરીને બહાર આવી નકામી લાગતી હતી સાદી સિમ્પલ તેને પાર્ટીમાં જવાનો જરાય મૂડ નહોતો. છતાં પણ નિલય સાથે ઝઘડો ન કરવાના કારણે તે પાર્ટીમાં ગઈ પાર્ટીમાં ગયા પછી પણ તે એક ખૂણામાં કોકાકોલા નો ગ્લાસ લઈને બેસી ગઈ તેને પાર્ટી એન્જોય કરવામાં જરાય રસ નહોતો ‌..



સલોનીની નાની નાની બાબતમાં પણ નિલય ખૂબ જ ઉશ્કેરાઈ જતો હતો એટલે જ તો સલોની બીજા પાસેથી લાગણીઓ મેળવવા જતી હતી. એમ કહો ને વલખા મારતી હતી. એવા મા તેને કોઈ એવું મળી રહ્યું કે જે તેની લાગણી સમજી શકે અને સલોની એ તરફ ઢળી ગઈ....


માણસનું ભાવ જગત ખૂબ જ મોટું છે એમ તેની લાગણીઓ પણ ખૂબ જ વિશાળ છે પહેલા જ કહ્યું તેમ લાગણી ક્યારેય નાત જાત કે બંધન જોતી નથી અને લાગણી ક્યારેય ઉંમર પણ જોતી નથી જે તરફનું વહેણ વહેતું હોય એ તરફ લાગણીઓ ધરતી જાય છે....


ગમે તે ઉંમરે તે પોતાનો સાથી શોધી શકે છે .તેની સાથે પોતાનું મન હળવું કરી શકે છે. દુનિયાના સાથે તેને કોઈ લેવાદેવા હોતા નથી‌. એ લાગણીને કદાચ સામે વાળો પ્રેમ કહી શકે પણ સ્ત્રી જ્યારે કોઈ પાસેથી લાગણી મેળવે છે એને પ્રેમ માટે નહીં પણ તેના હળવાશ માટે તે તેની પાસે જતી હોય છે. સ્ત્રી બીજી સ્ત્રીને લાગણી આપી શકતી નથી એટલે જ એક સ્ત્રી પુરુષ પાસે પોતાની લાગણીઓ ઠલવવા જાય છે પણ આ પુરુષ તે લાગણીને પ્રેમ સમજી તેમાં આગળ વધે છે વાસના પણ પુરુષોને આ પ્રેમમાં દેખાય છે જ્યારે સ્ત્રી ભાંગેલી તૂટેલી હોવાથી તેનો ખભો પકડે છે....


જ્યારે આપણે જીવનમાં સપનાઓ જોઈએ છે અને ત્યારે તેને પૂરા કરવા માટે પણ આપણે ખૂબ જ ઉતાવળા હોઈએ ત્યારે તેને પૂરા કરવા માટે પણ આપણે ખૂબ જ ઉતાવળા હોઈએ પણ આપણી મરજી પ્રમાણે તો જીવન ચાલતું જ નથી જે વિચારીએ છે તે કદાચ મળી પણ જાય અને કદી મળે પણ નહીં જે મળે છે એવું આપણે ક્યારેય વિચાર્યું નથી હોતું.....



જે જીવનમાં સ્વીકાર્ય નથી તેને પણ સ્વીકાર્ય બનાવવું પડે છે. બળવો કરી શકાય પણ જ્યારે જ્યારે તમારું પીઠબળ સક્ષમ હોય ત્યારે બાકી બળવો કરવો એ સ્ત્રીના સ્વભાવમાં નથી આવતું. સ્ત્રી કોઈ પણ પરિસ્થિતિમાં ઢળી જવા માટે તૈયાર રહે છે. બસ એને પ્રેમ અને વિશ્વાસ જોઈતો હોય છે. જે પુરુષ પાસેથી મળવો અસંભવ થઈ જાય છે. ત્યારે જ સ્ત્રી બીજો ખાડો શોધે છે એવું જ કંઈક સલોની સાથે થાય છે...