વિષ રમત - 29 Mrugesh desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષ રમત - 29

પ્રજાહિત પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હરકિશન તિવારી એ એક આબાદ ખેલ પડ્યો હતો એના અંતર્ગત ઇલેકશન આવવા ના ૬ મહિના પહેલા થી એમને જુદા જુદા સર્વે બહાર પડાવ્યા હતા જેમાં જુદી જુદી ટીવી ચેનલ્સ અને જુદાજુદા છાપ ઓ તથા મેગેઝીન્સ ના સર્વે સામેલ હતા અને તમામ સર્વે એક જ સુર માં બોલતા હતા કે રાજ્ય માં છેલ્લા દસ વર્ષ થી પ્રજાહિત પાર્ટી ની સરકાર છે ..અને જો આ વખતે પણ અનંતરાય શિંદે ..જ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ થશે તો પાર્ટી એંટીઈંકમબન્સી ને લીધે આ ઇલેકશન હારી જશે ..!!
આ તમામ સર્વે થી લોકો માં કુતુહલતા વધી ગઈ હતી ..આખા દેશ માં એક જ ચર્ચા હતી કે પાર્ટી શું અનંતરાય શિંદે ને જ આગળ કરશે ? કે એમની જગ્યા એ બીજું કોઈ આવશે ?

જનતા મૂંઝવણ માં હતો પણ હરકિશન તિવારી ને કોઈ મુંજવણ નહતી એમને તો અનંતરાય શિંદે ને હટાવા નો આબાદ ખેલ પડ્યો હતો .. સર્વે નો સહારો લઈને એમને જગતનારાયણ ચૌહાણ ને મુખ્ય મંત્રી બનાવ નો જે પ્લાન બનાવ્યો હતો ..એના પર એમને ગર્વ હતો અને એ સમજતા હતા કે આ વાત ની જાણ કોઈ ને ન હતી ...
પરંતુ એ મંત્ર ખોટી હતી હરકિશન તિવારી ને સપના માય ખબર ન હતી કે પોતે જે રાજ રમત ચાલુ કરી છે એની ગંધ અનંતરાય ને આવી ગઈ છે .....!!!


આવતી કાલે રાષ્ટ્રીય અધ્યક્ષ શહેર માં આવવા ના હતા એટલે પાર્ટી પ્રદેશ કાર્યાલયે અત્યારે રત્ન ૧૦ વાગે પણ ધમધમાટ હતો .. સૌ કાર્યકર્તા , મિનિસ્ટર્સ , નેતા ગણ એક જ ચર્ચા માં લાગેલા હતા કે પાર્ટી અધ્યક્ષ કાલે શું જાહેરાત કરશે અને. એની અસર ટિકિટ વહેંચણી માં શું પડશે ..
અનંતરાય પણ પોતાના સિન્ફરન્સ હોલ માં બીજા બધા મિનિસ્ટર્સ સાથે ચર્ચા કરતા હતા ..અહીં પાર્ટી ના બધા જ વી આઈ પી હાજર હતા ..હાજર ન હતા તો ફક્ત એક જ વ્યક્તિ હાજર ન હતી ..અને એ હતા સહકાર મંત્રી જગત નારાયણ ચૌહાણ ..
અનંતરાયે પ્રદેશ અધ્યક્ષ વાસુદેવ પટેલ ને બોલાવ્યા અને સૌ કાર્યકર્તા અને નેતાગણ ને વિદાય થવાનો આદેશ આપવા કહ્યું ..કારણ કે દરેક જણે સવારે ૬ વાગે એરપોર્ટ પર હાજર થઇ જવાનું હતું ..વાસુદેવ પટેલ ના કહેવાથી દરેક જાણ એક પછી એક વિદાય થવા લાગ્યા .. દરેક ખાતા ના મંત્રી પણ વિદાય થવા લાગ્યા ..લગભગ એકાદ કલાક માં આખી પાર્ટી ઓફિસ ખાલી થઇ ગઈ ઓફિસ માં ફક્ત અનંતરાય , તેમના પીએ , વિલાસ કેલકર અને આભ જ હાજર હતા ... વાસુદેવ પટેલ ની જવાબદારી ઓડ઼મ્ફિસ સાંભળવાની પણ હતી ..એટલે એમને કાલની રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની હોરેસ કોન્ફરન્સ ની જગ્યા તમામ ઓફિસો બધું ચેક કરી ને તાળું મારી દીધું તેઓ બધી ચાવીઓ હંમેશા પોતાની પાસે જ રાખતા ..
બધું લોક મારીને વાસુદેવ પટેલ કોન્ફરન્સ રૂમ માં આવ્યા એ પણ અનંતરાય શિંદે ના પરમ ભક્ત હતા ..દરેક ને એક જ ચિંતા હતી કે આવતી કાલે શું થવાનું છે ..
" વાસુદેવ તમે પણ જાવ અને થોડી ચર્ચા કાર્ય પછી નીકળીશું " અનંતરાયે વાસુદેવ ને જોતા જ કહ્યું
" સર કઈ કામ હોય તો ..." વાસુદેવ અડધું વાક્ય બોલ્યા ત્યાં જ અનંતરાયે કીધું " કઈ કામ નથી ".
વાસુદેવ આખરે ભારે હૃદયે ત્યાંથી નીકળી ગયા .. વાસુદેવ ના ગયા પછી અનંતરાય ની સીધી નજર આભ પર પડી ..
" સર જગતનારાયણ ચૌહાણ જી ની અહીં ગેરહાજરી ઘણું બધું કહી જાય છે ". આભ એ એના મીઠા અવાજ માં કહ્યું
" અને હરિવંશ બજાજ સાથે હોટેલ તાજ માં ૪૦૦ કરોડ ની ડીલ એ પણ ઇલેકશન વખતે .. " વિલાસે પોતાનું વાક્ય જાણી જોઈ ને અડધું છોડી દીધું
" એતો સર મને આજે મોર્નિંગ વૉક કરતી વખતે એક છોકરી કવર આપી ગયો ખબર માં એક લેટર હતો અને એક માઈક્રોફોન ..લેટર માં લખ્યું હતું કે આ માઈક્રોફોન સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી ચાલુ રાખજો ..મેં એમ જ કર્યું અને મિસ્ટર બજાજ અને ચૌહાણ સાહેબ વચ્ચે થયેલી વાતચીત સાંભળી લીધી ..જેથી આપડે આગળની કડીઓ મેળવી શકીયે " આભા એ બધો રિપોર્ટ આપ્યો ..વિલાસ અને આભ બંને હવે અનંતરાય શું કહે છે એ સાંભળવા બેતાબ હતા ..
" જુઓ છોકરાઓ ..મને ૪૫ વર્ષ નો રાજનીતિ નો અનુભવ છે ..તમે હાજી રાજનીતિ માં નવા છો .. આજની જેટલી ગતિવિધિ ઓ થઇ છે એના પરથી હું ચોક્કસ એટલું કહી શકું કે આપડી પાર્ટી સિંગલ હેન્ડેડ ચૂંટણી જીતશે તો પણ હું હવે મુખ્યમંત્રી રહીશ નહિ ...." અનંત રે શાંત અવાજે આટલું બોલ્યા .. તેઓ આટલી મોટી વાત જાણી ગયા હોવા છતાં એક પીઢ રાજકારણી ની જેમ તેમના ચહેરા પર લેધી માત્ર ચિંતા ન હતી ..
સામે આભ અને વિલાસ બંને ચાલાક હતા તેમને પણ ખબર પડી ગઈ હતી કે અનંતરાય ને મુખ્યમંત્રી ની પોસ્ટ પરથી હટાવ નો કારસો ગોઠવાયો ગયો છે ...
" સર તો આવતી કાલે શું થશે ? " વિલસે પૂછ્યું
" યસ સર આપણ ને આ માઈક્રોફોન કોને. પહોંચાડ્યો એ બાબત ઈમ્પોર્ટન્ટ નથી ..પણ એ વિચારવું ઈમ્પોર્ટન્ટ છે કે આવતી કાલે શું થશે ". આભ| એ કહ્યું