એક પંજાબી છોકરી - 43 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 43

પ્રિન્સિપલ સર અને સોનાલી બંને પોલીસ સ્ટેશનમાંથી સાથે જ નીકળે છે.સરને વારંવાર કૉલ આવ્યા કરતા હતા કારણ કે સર પોતાના બધા જ જરૂરી કામો છોડીને અહીં આવ્યા હતા.સરને જવા માટે મોડું થતું હતું તો પણ તેને સોનાલીને કહ્યું કે,"મૈં તેનું ઘર વિચ છોડ જાવા." સોનાલી કહે છે ના ના સર તમે ચિંતા ન કરો હું એકલી જ ઘરે જતી રહીશ તમારે આમ પણ મારા લીધે ઘણું લેટ થઈ ગયું છે તમે જાઓ.સર કહે છે હમણાં મયંક આવતો જ હશે તેને સ્પેશ્યલ મને કૉલ કરીને કહ્યું હતું કે તે તને લેવા માટે આવશે સોહમને ઘરે છોડીને આવતો જ હશે.સોનાલી કહે છે હા વાંધો નહીં સર મયંક રસ્તામાં જ ક્યાંક હશે.હું તેને કૉલ કરી લઈશ.સર સોનાલીની વાત માની ત્યાંથી જતા રહે છે.

સોનાલી પહેલા મયંકને કૉલ કરવાનું વિચારે છે પણ પછી એકલી જ ઓટો કરીને ઘરે જવા નીકળી પડે છે તેને થાય છે કે ખોટો મયંક તેના માટે અહીં આવશે.સોનાલી મયંકને કૉલ કરીને કહી દે છે હું ઘરે પહોંચવા આવી છું તું હવે મને લેવા ન આવતો. જોકે હકીકતમાં તો સોનાલી હજી પોલીસ સ્ટેશનની બહાર જ હતી.

મયંક સોનાલીની વાત માનીને સીધો પોતાના ઘરે જવા નીકળે છે અને સોનાલી ઓટો કરે છે.સોનાલી ઓટોમાં હજી બેસે જ છે ત્યાં સોહમનો કૉલ આવે છે. તે સોનાલીને પૂછે છે મયંક આવ્યો તને લેવા? સોનાલી કહે છે ના સોહમ મેં તેને ના પાડી દીધી ખોટો તે મારા માટે આટલે દૂર આવે.તું ચિંતા ન કર મેં ઓટો કરી લીધી છે હું થોડી જ વારમાં ઘરે પહોંચી જઈશ અને પહોંચીને તને કૉલ કરી દઈશ.સોહમ અત્યારે સોનાલીની વાત માનતો નથી તે જીદ કરે છે હું તને લેવા આવી જાઉં.સોનાલી તેને ના પાડી દે છે પણ સોહમ કહે છે મારી એક શરત છે તું કૉલ કટ ન કરતી આખા રસ્તે મારી સાથે કૉલમાં વાતો કરજે. સોનાલી માની જાય છે.તે બંને સ્કૂલ ટાઈમની મસ્તી,મજાક એકબીજાના ઘરે રોજ જઈને જમવાની ને બીજી ઘણી બધી જૂની વાતો યાદ કરે છે.ત્યાં અચાનક ઓટોવાળો ઓટો ઉભી રાખી દે છે. સોનાલી તેને કંઈ પૂછે તે પહેલાં પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયેલો ગુંડો તેની સામે આવી જાય છે. સોનાલી એકદમ જ ડરી જાય છે.સોહમ સોનાલી સોનાલી કરે છે કૉલ માં પણ સોનાલી કંઈ જ જવાબ આપી શકતી નથી.સોહમને સોનાલીની ખૂબ જ ચિંતા થાય છે.આ બાજુ પેલો ગુંડો સોનાલીને ઓટોમાંથી હાથ પકડીને બહાર કાઢે છે. પેલો ઓટોવાળો તો ડરીને ભાગી જ જાય છે.હવે સોનાલી આ સૂમસાન રસ્તામાં એકલી પડી જાય છે.

સોનાલીના ફોનમાં સોહમનો કૉલ ચાલુ હતો,ત્યાં વચ્ચે વચ્ચે મયંકનો પણ કૉલ આવે છે.સોનાલી કૉલ ઉપાડતી નથી તેથી મયંક સોહમને કૉલ કરે છે.સોહમ કહે છે મયંક સોનાલી કંઇક મુસીબતમાં છે.મયંક કહે છે ના સોહમ સોનાલી તો ક્યારની ઘરે પહોંચી ગઈ તેને જ મને કૉલ કરીને કહ્યું હતું. સોહમ કહે છે તું હેરાન થઈ તેને લેવા ન જા તેથી સોનાલી ખોટું બોલી હતી.હવે મયંક ને સોહમ બંને સોનાલીની ચિંતા કરવા લાગે છે.

અહીં પેલો ગુંડો સોનાલીને કહે છે કે," લડકી તુને મેરે કો જેલ વિચ ભેજા થા અબ તું દેખ તેરે નાલ ક્યાં ક્યાં હોદા હૈ." સોનાલી ડરતી હતી પણ આ સમય હિંમત હારી બેસી જવાનો નહોંતો તેથી તે પણ હિંમત સાથે કહે છે,તારાથી થાય તે કરી લે જો હું બચી ગઈ તો તને જીવતો નહીં મૂકું.પેલો ખૂબ જ ગુસ્સામાં આવી જઈ સોનાલીને એક જોરથી થપ્પડ મારવા જાય છે.સોનાલી પણ પંજાબની ઘી ને પનીર ખાધેલી છોકરી હતી.તેને પેલાનો હાથ પકડી લીધો અને તેને બે થપ્પડ લગાવી દીધી.પેલો ગુંડો કંઈ વાહન લીધા વિના આવ્યો હતો ને આજે સોનાલી પાસે પણ સ્કુટી નથી નહીં તો તે ઘરે પહોંચી ગઈ હોત પણ તે લાચાર હતી, તેની પાસે કંઈ હતું નહીં અને આ રસ્તે વાહનો પણ ઓછા ચાલતા હતા.પેલા ગુંડાએ ક્યાંકથી લાકડી ગોતી લીધી અને તેનાથી સોનાલી પર વાર કરવા જાય છે.

શું સોનાલી આ ગુંડાનો સામનો કરી શકશે?
શું સોનાલી પોતાના ઘરે જઈ શકશે?
મયંક ને સોહમ શું કરશે?

આ બધું જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.