મોટું કોણ.... સાધુની પરીક્ષા.... - 1 Heena Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મોટું કોણ.... સાધુની પરીક્ષા.... - 1

અહીં જે લખી રહી છુ એ માત્ર મારો મત છે .અમુક વાતો કે મુદ્દાઓ આ રીતે ચર્ચવામાં આવે તો સમજવા અને સમજાવવામાં સરળતા રહે છે,આ વાત એક વાર્તાના રૂપે લખી રહીં છુ.અહીં જે મુદ્દો લીધો છે,તેના વિશે આ રીતેતમને પણ વાંચવાની મજા આવશે.
એક શિલ નામનો ખૂબ ચિંતનાત્મક રાજા. તેણે પોતાના રાજ્યના નિયમો અને અનુશાસન પણ એ રીતે જ નક્કી કરેલા.અને જેવો રાજા તેવી જ પ્રજા હોય.શિલ રાજા પોતાના રાજ્યમાં આવતા દરેક યાત્રી,વિદેશ યાત્રી, નાની યાત્રાનો મુસાફર હોય કે મોટી યાત્રાનો,વિદ્વાન હોય કે રંક ,રાજાને ખુશ કરવાનો એકમાત્ર રસ્તો....ચર્ચા.તે પોતાના રાજમાં આવતા દરેક વિદ્વતને એક પ્રશ્ન પૂછતો.
શિલ પોતેજ સામે ચર્ચાઓમાં ઉતરે અને નક્કી કરે કે સામે જે ઊતર્યુ છે એ ખરેખર જ્ઞાની છે કે દંભી. શિલે આ રીતે પોતાના દરબારમાં વિદ્વાનોની એક આખી ફૌજ તૈયાર કરી હતી જેના સલાહ, સુચનો શિલ અણીના સમયે જ લેતો.
એકવખત એક સાધુ આમ જ, દેશાટનમાં નીકળેલા.તેણે રાજા શિલ ની અનોખી અને આગવી રાજછટા અને રાજ્યમાં થતી છણાવટો વિશે ખૂબ સાંભળેલુ. સાધુને મનમાં થયુ આવા અનોખી રાજસતા ચલાવતા રાજાને તો મળવુ જોઈએ. હુ પણ જોઈ લઊ કે રાજાના જ્ઞાન ની કસોટીમાં મને સ્થાન મળે છે કે નહીં..આમ પણ મારી બુધ્ધિની ધાર ધણા સમયથી કોઈએ કાઢી નથી.એ બહાને બુધ્ધિને પણ થોડુ કામ મળી જશે.જો આ કસોટીમાં પાર પડ્યા તો રાજાના દરબારમાં જીવન વિતાવશુ.હાર્યા તો આ સાધુ તો ચલતા ભલા...માની ચાલી નિકળશુ.સાધુએ રાજાને મળવા માટે સંદેશો મોકલ્યો.ઊતરમાં સાધુ અને રાજા બન્નેના ચર્ચાલાપનો તખ્તો ગોઠવાયો.રાજા શિલના રાજ્ય ના અન્ય વિદ્વાનો પણ આ ચર્ચામાં જોડાશે એવુ રાજાનુ ફરમાન જાહેર થયું.
એ દિવસ આવી ગયો હતો જ્યા વિદ્વાનો, સાધુ અને રાજા ચર્ચાઓ માટે સામસામે છે.હવે,વારો હતો રાજાએ પૂછવાના પ્રશ્ન નો
રાજાએ પ્રશ્ન પૂછ્યો : સંન્યસ્તાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ??
સાધુ આ પ્રશ્ન સાંભળી જરા હસ્યા.સાધુ કહે આ પર પહેલા આપના રાજવિદ્વાનો શું કહે છે એ મારે સાંભળવુ છે. ઘણા વિદ્વાનોએ રાજાના પ્રશ્નનુ સમાધાન કરવા પ્રયાસ કર્યો પણ રાજાના મનનુ સમાધાન થયુ નહીં.ધણા વિદ્વાનોએ કહ્યુ. સંન્યસ્તાશ્રમ મોટો
રાજા,: એની સાબિતી શું છે?જે વિદ્વાન એની સાબિતી ન આપી
શકે એટલાને રાજા એને ગૃહસ્થ જીવન ગાળવાની આજ્ઞા કરી .જે વિદ્વાનોએ ગૃહસ્થાશ્રમ મોટો છે. એવો મત આપ્યો પણ તેઓ એની સાબિતી ન આપી, તેઓને પણ રાજાએ પરણાવી દીધા અને સાચો આશ્રમ ક્યો તેનો અનુભવ કરવાનો આદેશ આપ્યો.
હવે આ પ્રશ્ન પર જવાબ આપવાનો વારો આવ્યો સાધુનો.રાજા શિલે તેને પણ એ જ સવાલ પૂછ્યો કે,આપ યુવાન વયે સંન્યાસી બન્યા છો ,એટલે આ પ્રશ્ન નો ઉતર આપવો તમારા માટે અઘરો પડશે ,પણ હુ એ પણ દ્રઢપણે માનુ છુ કે જ્ઞાન ઉંમર સાથે નહી પણ અનુભવ સાથે આવે છે,એટલે મારો પ્રશ્ન તમને પણ આ જ છે, સંન્યસ્તાશ્રમ મોટો કે ગૃહસ્થાશ્રમ?
યુવાન સાધુ(મોઢા પર સંપૂર્ણ વિશ્વાસ સાથે) : તો સાંભળો રાજાજી , બાળક જ્યારે જન્મે છે ત્યારે એક અણવાંચ્યુ નસીબ લઈ જન્મતુ હોય છે.નસીબની કેડીએ ચાલતા ચાલતા મહેનતના સથવારે તેનુ ભવિષ્ય કંડારતુ હોય છે.હવે એક પડાવ આવે , ત્યા નક્કી થતુ હોયછે કે આ જગત બાળકને સંસાર માં આવકારશે કે સાધુતામાં પણ એ તો બાળક નુ ભાગ્ય નક્કી કરે છે ,એટલે રાજા શિલ જ્યાં સુધી મારા જ્ઞાન ની કસોટી પર આ પ્રશ્ન ને મુલવવાનો આવે તો હુ કહીશ: પોતાની જગ્યાએ બન્ને સરખા જ મહત્ત્વના છે, બન્ને આશ્રમ પોતાની જગ્યાએ મહાન જ છે.
રાજા શિલ સાધુ તરફ થોડા ગુસ્સે થતા બોલ્યા : સાધુજી તમે તમારા જ્ઞાન ના ચક્રમાં વાતને ગોળ ગોળ ફેરવી પ્રશ્ન માંથી મુક્તિ નહી મળી શકે.વાતનો મધ્ય મર્ગ રાજનૈતિક ઉતર હોય શકે, એક જ્ઞાનીએ તો સાબિત કરવુ પડે.
તો...રાજા શિલ ના દરબારમાં સાધુ સાથેની ચર્ચાઓ ચકડોળે ચડે છે કે પછી સાબિતીના શબ્દતીર છૂટશે???
વાંચતા રહો,મોટું કોણ?? સાધુની પરીક્ષા...