મોટું કોણ.... સાધુની પરીક્ષા.... - 2 Heena Hariyani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

મોટું કોણ.... સાધુની પરીક્ષા.... - 2

યુવાન સાધુ સાથેનો રાજાનો સંવાદ હવે એક સ્તર પર હતો
રાજા શિલ : ' મને સાબિત કરી આપો'. બન્ને આશ્રમ પોતાની જગ્યાએ મહાન જ છે.
યુવાન સંન્યાસી : હા..હા...હું ક્યા ક્યાંય ભાગી જાવ છુ.રાજા શિલ મને તો આ સાબિત કરવાનુ ગમશે અને હું તમને સાબિત પણ કરી આપીશ. પણ એક શતૅ છે,
રાજા શિલ: એ વળી કઇ શતૅ??
યુવાન સાધુ(સંન્યાસી) : રાજા શિલ શર્ત એ છે કે તમારે મારી સાથે થોડાક દિવસ આવવુ પડશે અને હુ રહુ છુ તેમ તમારે રહેવુ પડશે.હું કરૂ તે તમારે પણ કરવું પડશે.બોલો છે શતૅ મંજૂર??બોલો રાજા શિલ તમે આમ કરવા તૈયાર છો?તો હું જરૂર તમને સાબિત કરી આપીશ. 
              રાજા શિલે પણ ઉત્સાહ પૂર્વક કબૂલ કર્યુ અને પોતાના રાજ્યનો કારોબાર મંત્રીના હાથમાં સોપી તે પણ પોતાના રાજ્ય ની બહાર સાધુની સાથે તે પણચાલી નીકળ્યા.હવે તો બન્ને સાથે ચાલતા જાય અને સાધુ રાજા શિલ સાથે વાર્તાઓ સાથે સત્સંગ કરતા જાય.હવે ખરેખર તો સંગે તો સત્ હતુ ,પણ રાજાને તો એનો જ અનુભવ કરાવવાનો હતો.સત્ નો માગૅ કદી સરળ ન હોય શકે.
                      ચાલતા ચાલતા બન્ને એક મોટા રાજ્ય માં આવી પહોંચે છે.ત્યાં રાજધાનીમાં એક મોટો ઉત્સવ થઈ રહ્યો હતો.રાજા શિલ અને યુવાન સાધુ બન્ને એ નોબત અને શરણાઈ નો અવાજ સાંભળ્યો.લોકો સરસ રીતે સજી ધજી શેરીઓમાં ભેગા થયા હતા અને એક મોટુ જાહેરખબર નુ ભાષણ વંચાય રહ્યુ હતું.
                 ત્યાં શેના શરણાઈ અને નોબત છે તે જાણવા માટે રાજા શિલ અને યુવાન સાધુ બન્ને ત્યાં જોવા માટે ગયા.ત્યાં ઢંઢેરો પીટાઈ રહ્યો હતો અને ઢંઢેરો પીટનાર જોરશોરથી જાહેર કરી રહયો હતો: 'જે કોઈને આ રાજ્ય ની રાજકુમારી વરમાળા પહેરાવશે તેને રાજકુમારી અને રાજ્ય બન્ને મળશે.' 
                       એ રાજકુમારી પણ અત્યંત સ્વરૂપવાન હતી.તે રાજકુમારી તેના પિતાનુ એક માત્ર સંતાન હતુ.તેથી તેને પરણનાર રાજકુમારી ઉપરાંત તેના પિતાના રાજ્ય નો રાજા થવાનો હતો.પરંતુ હજી સુધી રાજકુમારીને કોઈ યોગ્ય સપનાનો રાજકુમાર મળ્યો ન હતો.અનેકવાર આવા સ્વંયવર નુ આયોજન કરવામાં આવ્યુ હતુ પણ રાજકુમારીને તેના સપનાનો રાજકુમાર મળ્યો ન હતો.
                     આ વખતનો સ્વંયવર ભારે રોનક અને ભપકાદાર હતો.પહેલા કરતા ધણા વધારે રાજકુમારો ત્યા સ્વયંવર માં રાજકુમારીને પરણવા ભેગા થયા હતા
                    રિવાજ મુજબ રાજકુમારી મંડપમાં આવે છે,મંડપમાં તે એક પછી એક રાજકુમાર ને જોતી પસાર થઇ ગઇ પણ રાજકુમારીને એક પણ રાજકુમાર ગમતો નથી.બધાને એમ જ લાગ્યુ કે પહેલા સ્વંયવર ની જેમ આ સ્વયંવર પણ નકામો જશે.રાજકુમારીના માતાપિતા પણ નિરાશ થઈ ગયા.સ્વયંવર મંડપની બહાર નિકળી, રાજકુમારી એ ત્યાં ઉભેલા લોકો ના સમુહ તરફ એક નજર નાખી.
            સાવ સામાન્ય દેખાતા લોકોનુ આ ટોળુ હતુ.આ સામાન્ય લોકોના ટોળામાં એક સૂયૅના તેજ જેવો તેજસ્વી યુવાન સાધુ ઊભો હતો.લાજકુમારીએ તો યુવાન સાધુને જોયો કે તરત જ દોડીને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી.
           યુવાન સંન્યાસી એ તો ગળામાંથી વરમાળા કાઢીને ફેકી દીધી અને બોલ્યો'આ શું મજાક છે??હું એક સંન્યાસી છુ અને મારે લગ્ન કે લગ્ન જીવન સાથે કઈ જ લેવા દેવા નથી.
            સામે તો રાજકુમારી હતી.તેણે તો હઠ પકડી કે,તે તો લગ્ન આ વ્યકિત સાથે જ કરશે.આ વાત રાજકુમારીના પિતાના કાને પડી.એટલે તે તરત જ દોડીને સાધુ પાસે આવ્યા.તેને લાગ્યુ કે આ સાધુ ગરીબ હોવાને લીધે ,રાજકુમારી સાથે લગ્ન કરતા અચકાય છે.
 રાજકુમારીના પિતા : સાધુજી, આ મારી રાજકુમારી સાથે જો આપ લગ્ન કરી લેશો તો આપને મારુ અર્ધુ રાજ - પાટ મળશે અને મારા મૃત્યુ પછી મારુ આખુ રાજ - પાટ આપને મળશે.
         આટલુ કહી રાજકુમારીના પિતાએ ફરીથી સંન્યાસી સાધુના ગળામાં વરમાળા પહેરાવી.
             રાજકુમારીના પિતા અને તેજસ્વી સાધુ વચ્ચે નો સંવાદ આગળ ક્યો વળાંક લે છે તમારે પણ જાણવુ હોય તો વાંચતા રહો...મોટું કોણ....?...સાધુની પરીક્ષા..... 3