આકાશી વીજળી સામે સુરક્ષા Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

આકાશી વીજળી સામે સુરક્ષા

આકાશી વીજળી સામે સુરક્ષા

વર્ષારૂતુ આમ તો ઋતુઓની રાણી કહેવાય અને આ દિવસોમાં કુદરતનો વૈભવ કઈક અલગ જ હોય છે..પણ વરસાદ પહેલા કે વરસાદ સાથે પડતી વીજળીને કુદરતનું રૌદ્રસ્વરૂપ કહેવાય છે.

વૈજ્ઞાનિક બેંજામિન1872માં વીજળીના ચમકારા વિશે શોધ કરી. જ્યારે આકાશમાં વાદળો છવાયેલા હોય છે તો તેમા રહેલુ પાણી અને નાના-નાના કણો હવાના ઘસારાના કારણે ચાર્જ થાય છે. જેમા કેટલાક વાદળો પર પોઝીટીવ ચાર્જ થાય છે તો કેટલાક વાદળો પર નેગેટીવ ચાર્જ આવે છે. પરંતુ જ્યારે આ બન્ને પ્રકારના ચાર્જ વાળા વાદળો સાથે મળે છે, ત્યારે તેમાથી લાખો વોલ્ટની વીજળી પેદા થાય છે.આકાશમાં આ રીતે વીજળી પેદા થયા બાદ તે વાદળોની વચ્ચે જગ્યા હોય છે. અને ત્યાથી વીજળીની ધારા વહે છે, જેમા બહુ જ મોટા પ્રમાણમાં ચમક પેદા થાય છે. આ ઉપરાંત વીજળીની ધારામાથી બહુ જ ગરમી પેદા થાય છે. તેમાથી હવા ફેલાય છે અને તેના કરોડો કણ અંદરો અંદર એકબીજા સાથે ટકરાય છે. જેના કારણે તેમાથી મોટો અવાજ થાય છે.જ્યારે ચાર્જ થયેલા વાદળો પૃથ્વી પર કોઈ ઊંચા ઝાડ કે ઈમારત પાસેથી પસાર થાય છે, ત્યારે ઝાડ કે ઈમારતમાં તેના ચાર્જ સામે વિપરીત ચાર્જ પેદા થાય છે, અને તેમા આ માત્રા વધારે હોય છે ત્યારે વાદળમાંથી વીજળી તે મકાન કે ઝાડ પડે છે, આને જ વીજળી પડવી કહેવામાં આવે છે.

ચોમાસા દરમિયાન ઘણી જગ્યાએ વીજળી પડવાની ઘટનાઓમા પાક,વ્યક્તિ કે પશુઓને ઇજા થાય કે તેમની જાન પણ જાય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં આભમાંથી અચાનક આવતી કુદરતી આફત એવી વીજળી પાડવાની ઘટના સમયે ક્યા પ્રકારની કાળજી રાખવી જોઇએ તેના વિશે જોઈએ :

NDMAના રિપોર્ટ અનુસાર,ભારતમાં દર વર્ષે વીજળી પડવાથી સરેરાશ 2500 લોકોના મોત થાય છે. વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ ઝારખંડ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વીજળી પાડવાની ઘટનાઓ બને છે. અત્યારે વરસાદની સીઝનમાં આ બાબતો ધ્યાનમાં રાખીએ :

કોઈપણ એવી વસ્તુઓની આસપાસ ન રહો, જે વીજળીથી ચાલતી હોય, તારવાળા ટેલિફોનનો ઉપયોગ ન કરો. બારી અને દરવાજા બંધ કરી દો,પોતાના ઘરની છત પર ન જાઓ, કારણ કે તે વીજળીને પોતાની તરફ ખેંચે છે,ધાતુના પાઈપ, નળ, ફુવારા સહિતની વસ્તુઓથી દૂર રહો. તમારા વિસ્તારમાં વીજળી પાડવાની શક્યતા જાણવા 30-30 નિયમનો ઉપયોગ કરો અર્થાત વીજળી જોવા અને ગર્જના સાંભળવા વચ્ચેનો સમય 30 સેકન્ડથી ઓછો હોય તો વીજળી પાડવાનો ભય છે માટે સાવચેત રહો.

જો તમે ઘરની બહાર છો તો ભૂલેચૂકે પણ મોબાઈલનો ઉપયોગ ના કરો. ક્યારેય વૃક્ષોની નીચે ન ઉભા રહો., જો બની શકે તો ઓછી ઉંચાઈ વાળી બિલ્ડિંગની નીચે ઉભા રહો,મજબૂત છતવાળી કારમાં રહો,બહાર હાજર ધાતુની કોઈપણ વસ્તુની આસપાસ ન ઉભા રહો, બાઈક, વીજપોલ કે ટેલિફોનના થાંભલા, તાર કે મશીનની આસપાસ ન રહો.ખાસ તમારા પગ પર બેસી જાવ ઘૂંટણ વાળીને બેસી તમારું માથું બે ઘૂંટણ વચ્ચે મૂકી દો.

છત પર લાઇટિંગ સળિયા/અરેસ્ટર અને અર્થિંગ સળિયા સ્થાપિત કરો.

લાઈટનિંગ સ્ટ્રાઈકના કિસ્સામાં, ટીવી, લેન્ડલાઈન ફોન અને મોડેમ સાથે જોડાયેલા કેબલને વરસાદ વીજળી પાડવા સમયે અનપ્લગ કરો.જો શક્ય હોય તો, ઘરની બહાર નીકળતા પહેલા કાયમ કોઈપણ કેબલને અનપ્લગ કરો.

જો તમારા માથાના વાળ ઉભા થઇ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહિ અથવા તો જમીન પર હાથ ટેકવવાનહીં. આમ કરવાથી તમે વીજળીથી બચી શકો છો..

આકાશીય વીજળીનો ઝટકો લાગે તે વખતે લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યક્તિને વીજપ્રવાહથી દૂર ખસેડી દેવા,મેઇન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરી દેવો, કરંટ લાગનાર વ્યક્તિ દાજી ગયેલ હોય તો ઠંડું પાણી રેડવું,કરંટ લાગનાર વ્યકિતના શ્વાસોશ્વાસ તપાસી સીધા ડોક્ટરને જાણ કરવી,દાજેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખાળવું નહી.

આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઇએ અને તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ.

હાલની ઋતુમાં લોકોને આ જાગૃતિના પગલાં લઈ પોતાનુ જીવન સુરક્ષીત બનાવવા તેમજ મૌસમ વિભાગ ભારત સરકાર દ્વારા ડેવલોપ કરવામાં આવેલી વીજળી એલર્ટ અંગેની દામીની એપ વધુમાં વધુ લોકો દ્વારા ડાઉનલોડ કરી ઉપયોગ થાય તે માટે વહિવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત વગેરેની સંભાવનાની સટીક જાણકારી આપે છે. તેના માટે Indian Institute Of Tropical Meteorologyના વૈજ્ઞાનિકોએ લગભગ 48 સેન્સરની સાથે જ એક લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે. તેના આધારે જ દામિની એપને વિકસિત કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન આપણે ઠેરઠેર વીજળી પડવી, પૂર, વાવાઝોડા જેવી ઘટનાઓ બનવા વિશે સાંભળતા કે જોતા હોઇએ છીએ. તેવામાં આવી સ્થિતિમાં ખાસ જરૂરી બને છે. કે આપણે આ કુદરતી વિપદાઓ સામે બચાવ માટે અગાઉથી જ પોતાને તૈયાર રાખીએ. જેથી જરૂરિયાતની સમયે આપણે પોતાની અને બીજાની પણ મદદ કરી શકીએ.