ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 4 yeash shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 4

સફળતા અંગે ચાણક્યના સુત્રો..
(1) સ્વાસ્થ શરીર , પોષણ કરવાની પ્રકૃતિ અને વૃતિ
નેતૃત્વ કરવાની ક્ષમતા અને જ્ઞાન
આ ગુણોથી વ્યક્તિ સફળતાને લાયક થાય છે.

(2) વિદ્યા, આજીવિકા, લાંબા ગાળાનો સંબંધ, વ્યક્તિનું સન્માન આ જેટલું સારી રીતે વધે એટલો વ્યક્તિ સફળ થાય છે.

(3) જે સમય પારખીને વિનમ્રતા સાથે વ્યવહાર કરે છે,
જે યોગ્ય વ્યક્તિ પારખીને મન મોટું રાખીને રોજિંદા જીવનમાં વર્તન કરે છે,
જે નિર્ભય છે વ્યર્થ વાતોનો ત્યાગ કરીને પોતાના કર્મો પર ધ્યાન રાખે છે,
ઉત્તમ કાર્યોમાં યોગદાન આપીને તેનો પ્રચાર પ્રસાર કરે છે એને સફળતા વરે છે.

(4) જે વાસ્તવિકતા, વિકાસની ક્ષમતા,
અને આવનારી તકો પર ચિંતન કરે છે,
જેને પોતાની આવડત, યોગ્યતા, લાયકાત અને હોશિયારી પર વિશ્વાસ છે..
તેમજ બીજાની આવડત યોગ્યતા લાયકાત અને હોશિયારી પારખતા આવડે છે.
જેને પોતાની પાસે કેટલા સંસાધનો છે અને કેટલી ક્ષમતા છે તેની પાકી સમજ છે.
અને જે કોઈપણ બીજાની સિદ્ધિથી અંજાઈને પ્રતિસ્પર્ધાના ભાવથી અને ઈર્ષાથી નિર્ણય લેવાની જગ્યાએ પોતાના વિચાર અને આયોજન મુજબ યોગ્ય નિર્ણય છે તે સફળ થાય છે.

(5) જે વ્યક્તિ અથવા વસ્તુઓમાં ગુણોના સ્વરૂપને જુવે છે. અને ગુણોમાંથી ગુણોને શીખે છે, એ ગુણોને ધારણ કરી પોતાનો વિકાસ કરે છે, એ સફળતાને સમૃદ્ધિ પામે છે.

(6) પરિવાર, અનુભવી અને નિષ્ઠાવાન લોકોની સહાય, પોતાની આવડત અને મહેનતના બળથી, જાત પરના વિશ્વાસ અને દૃઢતા થી વ્યક્તિ સમૃદ્ધિને પામે છે.

(7) જે સંબંધો ધન અને કારકિર્દી નું યોગ્ય વ્યવસ્થાપન કરે છે, તે સફળ થાય છે.

(8) નીચેની સ્થિતિઓ ખરાબ સમય નું સૂચન કરે છે..
- પ્રિય વ્યક્તિએ કરેલું અપમાન
-ચૂકવવા પાત્ર દેવાનો ભાર
-પૈસાનો અભાવ
-પ્રિય વ્યક્તિનું વિયોગ અને અપ્રિય વ્યક્તિનો સંયોગ.
-અયોગ્ય માલિકની નોકરી.
-મને મારીને કરવું પડતું કામ..
-બીમારી અને માંદગી
- મૂલ્યો અને સિદ્ધાંતો સાથે સમાધાન કરવા પડે તેવા લાચાર સંજોગો.
આ સર્વ સ્થિતિઓ વ્યક્તિને નિષ્ફળ હોવાનો અહેસાસ કરાવે છે.
આવા સમયે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો સમય આવે છે. અને આવી વખતે ફક્ત લાગણીના આધારે વગર વિચારીને નિર્ણયો લેવાથી પસ્તાવાનો વારો આવે છે.

(9) જે યોગ્ય ઉદ્દેશ્ય સાથે પોતાની સેવા, શક્તિ, આવડત, ધન વગેરેનો ઉપયોગ સંગઠન બનાવીને સમાજની સેવા માટે કરે છે તે હંમેશા પ્રસિદ્ધિ અને સફળતા પામે છે.

(10) આયુષ્ય ની સફળતા સ્વાસ્થ્યનું જતન છે, સંબંધોનું જતન સેવા અને પ્રેમ છે, ધન, વિદ્યા, અને કર્મની સફળતા નીતિનું જતન છે.
(11) સેવા અને નીતિથી કર્મ શોભે છે. સુખ શાંતિ પ્રેમ અને સેવાયુક્ત વિચારોના આદાન પ્રદાનથી સંવાદ શોભે છે. દયા વિદ્યા શાંતિ અને સ્નેહથી દિવસ શોભે છે.
(12) ચારિત્ર્ય વગરની સફળતા ટૂંકા ગાળાનું સુખ અનેલાંબા ગાળાની નિષ્ફળતા અને પરાજય છે.
(13) માતા પિતા ગુરુ અનુભવી વૃદ્ધ જ્ઞાની રક્ષક અને યોગ્ય મિત્ર આ સર્વે નો સંગ સ્વાસ્થ્ય અને સફળતા માટે અતિ આવશ્યક છે.
(14) બંધન, અશક્તિ, લાચારી, વધુ પડતો વિલંબ અને ક્ષમતાનો અભાવ તથા અવિશ્વાસી સંશય યુકત સ્વભાવ સફળતાનું મુખ જોવા દેતા નથી
(15) અંધશ્રદ્ધા, આળસ, કાયરતા, ઝઘડાખોર, સ્વભાવ, અને ઈર્ષા કરવાની વૃતિ સફળતાનો નાશ કરે છે.
(16) વાંચન લેખન, ચિંતન મનન, અને આચરણથી ખરાબ સમયમાં પણ સફળતા મેળવી શકાય છે.
(17) અભાવ નો અહેસાસ , ફરિયાદ કરવાનું વલણ અને ચિંતા કરવાનો સ્વભાવ વ્યક્તિને બાળે છે.
(18) નિર્ણયો, ટેવો, અને વાતાવરણની પસંદગી પર સફળતાનો આધાર છે.
(19) સ્વજન, સમય અને સ્થળને પારખવાનું જ્ઞાન વ્યક્તિ ને સફળ બનાવે છે.
(20) નીતિ સાથેની પ્રગતિ સફળતાનો આધાર છે.