નિયતી - 2 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતી - 2



Part :- 2

" હેલ્લો, મિસ નિયતી...??" નિયતિ ના ફોન પર કોઈ અજાણ્યો કોલ આવ્યો હતો.
" યસ... આપને શું કામ છે મારું..??" નિયતિ એ આતુરતાથી પૂછ્યું.
" કોંગ્રેચ્યુલેશન્સ... યુ આર સિલેક્ટ ફોર ધી જોબ. ઓફર લેટર મેઈલ કરી દીધો છે. તમે આવતા મહિનાથી જોબ શરૂ કરી શકો છો." રીસેપ્સનિસ્ટ એ બધી માહિતી આપતા કહ્યું.
" યસ.... યસ...." નિયતિ તો એકદમ ખુશ થઈ ગઈ હતી.
*
નિયતી નો ઓફિસ નો પેહલો દિવસ હતો. નિયતી એકદમ ખુશ હતી અને સાથેસાથે એટલી જ નર્વસ. એક તો આ સાવ અજાણી જગ્યા હતી એના માટે અને ઉપરથી કોઈ વર્ક એક્સપરિન્સ પણ નહોતો. નિયતી ઓફિસ પહોંચી એટલે રિસેપ્શન પરથી તેને સેકન્ડ ટેબલ પર બેસવાનું કહ્યું. નિયતિ એ જોયું તો થોડા લોકો આવી ગયા હતા અને પોતાના પીસી ઓન કરી રહ્યા હતા સાથે સાથે એકબીજા સાથે ગપસપ કરી રહ્યા હતા. નિયતી ટેબલ પર જઈ ને ચૂપચાપ બેસી ગઈ.
" હેલ્લો.... ગુડ મોર્નિંગ ગાયઝ..!!" નિયતી ને પોતાની પાછળથી પેલો સ્વીટ અવાજ સંભળાયો. નિયતી થોડી વધારે નર્વસ થઈ ગઈ.
" ગુડ મોર્નિંગ...." બધા લોકો એ પણ એકદમ સ્ફૂર્તિથી જવાબ આપ્યો.
" ગુડ મોર્નિંગ..સર...!!" સર નિયતી ની બાજુમાં આવી ને ઉભા હતા એટલે નિયતી એ કહ્યું.
" વેલ... ઈટ્સ યોર ફર્સ્ટ ડે રાઈટ ..?? ડેટા એન્ટ્રી કરતા આવડે છે...??" સર એ એકદમ શાંતિથી પૂછ્યું.
" નોટ પરફેક્ટ... બટ આઈ વિલ ટ્રાય... અગર નહિ સમજાય ત્યાં પૂછી લઈશ..." નિયતિ એકદમ પોલાઅટલી વાત કરી રહી હતી.
" ગુડ... બાજુ માં કાર્તિક છે કાઈ પણ ન સમજાય તો તું એને પૂછી શકે છે. આ બધી ડીટેઈલ્સ છે." સર એ ફાઈલ આપી.
" કાર્તિક... થોડું ધ્યાન આપજે." કાર્તિક ને જવાબદારી આપતા કહ્યું.
" ડોન્ટ વરી.... બડી!!! આઈ એમ હિઅર..!!" કાર્તિક એકદમ મસ્તીમાં જવાબ આપી રહ્યો હતો.
" ઓફિસ નું વાતાવરણ તો કાફી ફ્રેન્ડલી છે. " કાર્તિક એ જે રીતે સર સાથે વાત કરી એ જોઈ નિયતી મનમાં ને મનમાં વિચારવા કરતા બોલી.
નિયતી ધીમે ધીમે પોતાનું કામ કરી રહી હતી. થોડું ઘણું તો એ જાણતી હતી એટલે કાઈ વાંધો નહોતો. પરંતુ આગળ એક એન્ટ્રી માં નિયતિને કાઈ સમજ માં નહોતું આવતું. નિયતી એ કાર્તિક તરફ જોયું તો કાર્તિક કોઈ સાથે ફોન માં બીઝી હતો. નિયતી એ થોડીવાર સુધી રાહ જોઈ પરંતુ કાર્તિક ની વાત ચાલુ જ હતી. નિયતી એ આજુબાજુ જોયું તો બધા પોતાના કામ માં વ્યસ્ત હતા. નિયતી પોતાનો પેહલો ટાસ્ક એકદમ સારી રીતે પૂરો કરવા માંગતી હતી અને સર સામે પોતાની ઈમ્પ્રેસન બનાવવા માંગતી હતી. પરંતુ હજુ કાર્તિક ફોનમાં વ્યસ્ત હતો અને બીજા પોતાના કામમાં એટલે નિયતિ વિચારી રહી હતી કોને પૂછવું??
" એની પ્રોબ્લેમ..??" પાછળથી ફરી સ્વીટ અવાજ સંભાળ્યો.
" યસ... આ થોડું સમજમાં નહોતું આવતું...!!" નિયતી એ પોતાને જે પ્રશ્ન હતો એ પૂછી લીધો. સર નિયતિ પાસે ઉભા રહી શાંતિથી બધું સમજાવી દીધું.
*
" ઇડિયટ.... કોઈ દિવસ ટાઇમ એ આવશે નહિ..." નિયતી નો ઓફિસ નો ટાઇમ પૂરો થઈ ગયો હતો એટલે નિયતિ નીચે ઊભી રહી વીકી ની રાહ જોઈ રહી હતી. લગભગ વીસ મિનિટ જેવું થઈ ગયું હતું એટલે નિયતી ઘડિયાળમાં ટાઇમ જોઈ ને અકળાઈ રહી હતી.
" આર યુ ઓલરાઈટ...??" નિયતિ ની સામે સર એ પોતાનું બાઇક ઊભું રાખી પૂછ્યું.
" યા..યા..આઈ એમ ફાઈન..." નિયતી એકદમ પોતાના ગુસ્સા ને કંટ્રોલ કરી હસતા ચહેરે બોલી.
" ઓકે.. " હજુ સર ત્યાં જ ઉભા હતા.
" મારો ભાઈ લેવા આવી રહ્યો છે. રસ્તામાં જ છે. બસ પહોંચતો જ હશે." સર હજુ ઊભા હતા એટલે નીયતી એ કલેરીફાઇ કરતા કહ્યું. હજુ નિયતિ પોતાની વાત પૂરી કરી જ રહી ત્યાં વીકી પહોંચી ગયો.
" આઈ એમ સોરી દીદી.... આઈ એમ લેટ.... થોડી ટ્રાફિક હતી..!!" વીકી જાણતો હતો બીજા કોઈ સામે નિયતિ કાઈ ખીજવાની હતી નહી.
" ઇટ્સ ઓકે... નો પ્રોબ્લેમ ..!!" નિયતી એ એકદમ પ્રેમથી જવાબ આપ્યો પરંતુ અંદરથી તો વીકી ની ચાલાકી જાણતી જ હતી.
" ઓકે નિયતી... ટેક કેર..!! " સર એ પોતાનું બાઈક સ્ટાર્ટ કર્યું અને જતા રહ્યા.
" વાહ... હજુ તો ઓફિસ નો પેહલો દિવસ છે અને આજ થી જ ટેક કેર એન્ડ ઓલ શરૂ હે....." વીકી નિયતી ની મજાક કરતા બોલ્યો.
"જસ્ટ શટ અપ....!! એ મારા સર છે. ડોન્ટ ટોક રબિસ..!!" નિયતી વીકી પાછળ બેસતા બોલી.
" ઓકે..બાબા..ઓકે..." વીકી એ ગાડી સ્ટાર્ટ કરી.
" આજે ઓફિસ માં મારે ગાઈડન્સ ની જરૂર હતી ત્યારે અને અત્યારે હું એકલી ઊભી રાહ જોઈ રહી ત્યારે તે મારી કંપની માટે આવી ને ઊભા રહી ગયા. હિ ઈઝ સો કાઈન્ડ..!! એન્ડ સો સ્વીટ..!!" નિયતિ મનમાં ને મનમાં વિચારી ખુશ થઈ રહી હતી.
" એન્ડ હિ ઈઝ યોર બોસ અલ્સો...!!" જાણે વીકી નિયતિ ના મનની વાત સાંભળતો હોય એમ વીકી એ જવાબ આપ્યો. વીકી એ મીરર માં નિયતિ નો મુસ્કુરાતો ચહેરો જોયો એટલે એના વિચાર વિશે ખ્યાલ આવી ગયો હતો.
" બક્વાસ બંધ કર અને ડ્રાઇવિંગ પર ધ્યાન આપ." નિયતિ ની ચોરી પકડાઈ ગઈ હતી.
*
નિયતી ઓફિસ પહોંચી ગઈ હતી અને એને હજુ કાલ નું વર્ક અધૂરું જ હતું એટલે નિયતિ એ કામ પૂરું કરવા લાગી.
" નિયતી, મારું એક કામ કરી આપીશ ...??" કાર્તિક બહુ જ પ્રેમથી પૂછ્યું.
" હા... સ્યોર..." નિયતી હજુ નવી હતી અને ઉપરથી એકદમ પ્રેમથી પૂછ્યું એટલે નિયતિ ના ન કહી શકી.
" આ ફાઈલ છે એ મહેન્દ્ર સર ને આપવાની છે." કાર્તિકે ફાઈલ નિયતિ ને આપતા કહ્યું.
" ઓકે..." નિયતિ તો ઉલટાની ખુશ થઈ ગઈ કારણકે આજ સવાર થી એણે સર ને જોયા જ નહોતા.
નિયતિ એ ઓફિસમાં જોયું તો કોઈ નહોતું. એની નજર ગઈ તો સર મેઈન એન્ટ્રી ડોર તરફ જતા દેખાયા.
" સર... સર...." સર બહાર ન જતા રહે એટલે નિયતિ એ પાછળથી બૂમ મારી પણ સર એ કાઈ જ સાંભળ્યું હોય એવું લાગ્યું નહી.
" સર .....સર .....મહેન્દ્ર સર...." નિયતિ એ ફરી જોરથી બુમ મારી
" યસ.... આઈ એમ હિયર.." નિયતી ની પાછળથી અવાજ આવ્યો.
" યુ આર ન્યુ કમર....રાઈટ...?? હમમ...હમમ... મિસ નિયતી...??"
" યસ...સર..!! ગુડ મોર્નિંગ..!!" નિયતી સામે એક આધેડ વયની વ્યક્તિ ઊભી હતી. નિયતી તો સામે વાળી વ્યક્તિ ને જોઈ ને થોડીવાર તો ચોંકી ગઈ.
" ગુડ મોર્નિંગ...!! આપણે કેબિનમાં જઈ ને વાત કરીએ.." સર પોતાની ઓફિસ તરફ ચાલવા લાગ્યા.
" આ ફાઈલ સર... કાર્તિકે આપવાનું કહ્યું હતું." સર પોતાની ચેરમાં બેઠા એટલે નિયતિ એ ફાઈલ આપી.
" થેંક્યું... તને તારું કામ સમજાવી દીધું છે ને...??" સર ફાઈલ જોઈ રહ્યા હતા.
" યસ સર....!!" નિયતી એ જવાબ આપ્યો.
" ગુડ... કાઈ પણ ન સમજાય તો પૂછી લેજે... હવે તું જઈ શકે છે ." સર પોતાનું લેપટોપ ઓપન કરતા બોલ્યા.
" સ્યોર સર..." નિયતી પણ પોતાની જગ્યા એ બેસી ગઈ.
'મહેન્દ્ર સિંહ નેઇમ પ્લેટ એકદમ આ વ્યક્તિ ને સૂટ થતી હતી. તો આ મહેન્દ્ર સિંહ છે અને આ મારા બોસ છે તો પેલો સ્વીટ વોઇસ વાળો હીરો કોણ હતો..?? આજે તો ક્યાંય દેખાતો પણ નથી અને દેખાયો તો પાછું વળી ને જોયું પણ નહિ અને ચાલ્યો ગયો. કાર્તિક ને પૂછી લઉં....?? કાલે બહુ બડી બડી કરતો ફરતો હતો .... ક્યાંક મહેન્દ્ર સર નો સન તો નથી ને..?? પપ્પા ની ગેરહાજરી માં કદાચ એમનો બીઝનેસ સંભાળતો હોય એવું બની શકે... પણ જેટલો સિમ્પલ અને સ્વીટ છે એના પરથી તો નથી લાગતું કે એ બોસ નો સન હોય...!! જો સર નો દીકરો હોય તો એ ડેફીનેટલી પોતાની બોસગીરી બધા પર કરતો ફરતો હોય. કાર્તિક પાસેથી મને બધા જ જવાબ મળી શકે એમ છે. પરંતુ હજુ ઓફિસમાં નવી છું અને આવું જાણવાની કોશિશ કરીશ તો ખરાબ ઈમ્પ્રેશન પડશે. થોડો ટાઈમ પછી આપોઆપ બધી માહિતી મળી જશે...' નિયતી પોતાનું કામ છોડી ને ક્યારની આ વિચારમાં ખોવાઈ ગઈ હતી.
" નિયતી.... ફર્સ્ટ ડુ યોર વર્ક...!!" નિયતી પોતાને સમજાવતા બોલી.
" આખીર વો હીરો હૈ કોન.....??" નિયતી ની આંગળી કી બોર્ડ છોડી ને ક્યારે ગાલ પર આવી ગઈ એ નિયતી ને જ ખબર ન રહી.




To be continue.........


Thank you
⭐⭐⭐⭐⭐