નિયતી - 3 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતી - 3



Part :- 3

નિયતી ને આખી રાત પણ આ એક જ વિચાર મગજમાં ઘૂમ્યા કર્યો હતો કે એ સ્વીટ વોઇસ વાળો હેન્ડસમ બોય હતો કોણ..??
નિયતી સવારે આવી ને પોતાની જગ્યા પર બેસી ગઈ અને પોતાનું પીસી ઓન કરવા લાગી.
" નિયતી, હવેથી તારે અહી નથી બેસવાનું. તારું પીસી અરેંજ થઈ ગયું છે એટલે તારે સામેના ટેબલ પર બેસવાનું છે." કાર્તિકે નિયતિ ને જણાવ્યું.
" પણ કેમ..?? " નિયતી હજુ માંડ અહી સેટ થઈ હતી કાર્તિક સાથે જાન પેહચાન થઈ હતી એટલે નિયતિ ને જગ્યા બદલાવની ઈચ્છા બિલકુલ નહોતી.
" એ તો ટેમપરરી તારી આ સીટ હતી. તારે ત્યાં અભિષેક સાથે બેસવાનું રહેશે એ તને ગાઈડ કરશે." કાર્તિક નિયતિ ને સમજાવી રહ્યો હતો.
" ઓકે. આઈ હેવ નો એની ઓપ્શન..." નિયતી પોતાના બે હાથ ઊંચા કરતા બોલી.
" ચલો બાય...." નિયતી પોતાનું પર્સ લઈ પોતાની નવી જગ્યા તરફ ચાલવા લાગી.
" હવે આ નવો અભિષેક કોન હશે...?? જે મને ગાઈડ કરશે..!! માંડ કાર્તિક સાથે ફાવ્યું હતું અને આ હવે બાજુમાં બેસી ને આખો દિવસ મારી સાથે કામ વિશે જ વાતો કર્યા કરશે તો...?? તો તો હું જોબ જ છોડી દઈશ." નિયતી પોતાના નવા મોનીટર ને એડજસ્ટ કરતા કરતા પોતાની સાથે જ વાતો કરી રહી હતી.
" હાઇ... આઈ એમ માનસી...!!" પાછળના ટેબલ પર નિયતિ ની ઉંમર ની જ એક છોકરી હતી એને નિયતિ સામે હસતા પોતાનો પરિચય આપ્યો.
" હાઇ...નિયતી...!!" નિયતી એ પણ એક પ્રેમાળ સ્મિત સાથે જવાબ આપ્યો.
" આજે પણ પેલો હેન્ડસમ દેખાયો નહીં લાગે છે એ સર નો દીકરો જ હશે. સર ની ગેરહાજરીમાં ફક્ત કામ સંભાળવા આવ્યો હશે. ચલો જાને દો ઉસે...અબ જાને વાલે કો કોન રોક સકતા હૈ... નિયતી તારા નસીબ માં હેન્ડસમ બંદા નહિ પરંતુ કોઈ ખડુસ અભિષેક છે. નસીબ અપના અપના..." નિયતી પોતાના નસીબ ને કોસતા કોસતા પીસી ઓન કરવા લાગી.
" નિયતી તને સર ઓફિસ માં બોલાવે છે..." માનસી સર ને મળી ને આવી હતી.
" ઓકે..." નિયતી સર ને મળવા માટે ગઈ.
" ગુડ મોર્નિંગ....સર!!" નિયતી એ જઈ ગ્રીટિંગ કર્યું.
" વેરી ગુડ મોર્નિંગ.....!!! તને તારી નવી જગ્યા મળી ગઈ..?" સર એ પૂછ્યું
" હા..." નિયતી એ જવાબ આપ્યો.
" ગુડ... તો હવે તારે અભિષેક સાથે કામ કરવાનું રહેશે. આ નવો પ્રોજેક્ટ છે એ તને ગાઈડ કરશે." સર એ વર્કની ફાઈલ આપતા કહ્યું.
" જી...સર...!!" નિયતી એ ફાઈલ હાથમાં લીધી અને ઓફિસની બહાર નીકળી ગઈ.
" અભિષેક સાથે કામ કરવાનું છે એ મને ગાઈડ કરશે.... જે વ્યક્તિને સમય પર ઓફિસ આવવાનુ ભાન નથી એની સાથે હવે મારે કામ કરવાનું છે..." નિયતી મનમાં મનમાં બડબડતી પોતાની જગ્યા તરફ આવી રહી હતી.
નિયતી પોતાની જગ્યા પર પહોંચીને થોડીવાર તો શોક થઈ ગઈ. એની બાજુની સીટ પર પેલો હેન્ડસમ બોય હતો.
" ગુડ મોર્નિંગ...નિયતી!!!" પેલા એ પેહલા જેમ જ મધુર અવાજમાં કહ્યું.
" ગુડ મોર્નિંગ...!!' નિયતી હજુ એની સામે જોતી એમ જ ઊભી હતી.
" હાઇ... આઈ એમ અભિષેક....!! આ પ્રોજેક્ટ પર આપણે સાથે કામ કરવાનું છે." અભિષેક એ ફાઈલ લેવા માટે હાથ લાંબો કર્યો.
" હાઈ... આઈ એમ નિયતી..!!" નિયતી ખુશીમાં ને ખુશીમાં ફાઈલ આપવાના બદલે પોતાનો હાથ લાંબો કરી હેન્ડશેક કરવા લાગી.
" ફાઈલ પ્લીઝ ....!!" અભિષેક હળવેકથી હસતા બોલ્યો.
" ઓહ... સોરી....!!" નિયતી ને પણ પોતાની બેવકૂફી નું ભાન થયું અને ફટાફટ પોતાની સીટ પર બેસી ગઈ.
" ઈટ્સ ઓકે...." અભિષેક એકદમ શાંતિથી કહ્યું.
" સર..... મને આ સમજ માં નથી આવતું." અભિષેક અને નિયતી પોતાનું કામ કરી રહ્યા હતા અને એમાં વચ્ચે નિયતી ને સમજાયું નહી એટલે પૂછવા લાગી.
" અભિષેક.... મારું નામ અભિષેક છે. હું કોઈ બોસ નથી સો જસ્ટ કોલ મી અભિષેક...!!" અભિષેક એકદમ પ્રેમાળ સ્મિત સાથે નિયતી ને પોતાને સર કેહવાની ના કહી રહ્યો હતો.
" ઓકે સર... આઈ મીન અભિષેક ...!!' નિયતી હજુ નામથી બોલાવતા અચકાઈ રહી હતી.
" હેય.... નિયતી, લંચ ટાઈમ થઈ ગયો છે. તું મારી સાથે જોઈન કરવા માંગીશ..??" માનસી પોતાનું ટિફિન લઈને ઉભી થઈ.
" ગો.... ઇટ્સ લંચ ટાઈમ તુ જઈ શકે છે." નિયતી હજુ કાઈ બોલે એ પેહલા જ અભિષેક એ નિયતી ને કહી દીધું.
" તારે અહીં જોબ ને કેટલો ટાઈમ થયો છે...??" નિયતી એ માનસી ને પૂછ્યું.
" દોઢ બે વર્ષ થવા આવશે." માનસી એ ટિફિન ખોલતા જવાબ આપ્યો.
" તો તો કાફી એક્સપેરિન્સ હશે હવે તો.... તે ક્યારેય અભિષેક સર સાથે કામ કર્યું છે...??" નિયતી અભિષેક વિશે જાણવા માંગતી હતી.
" મને હંમેશાથી અભિષેક સાથે કામ કરવું હતું પરંતુ ક્યારેય મોકો જ નથી મળ્યો." માનસી થોડી ઉદાસી સાથે બોલી.
" કેમ.... અભિષેક સર માં એવી તો શું ખાસ વાત છે...??" નિયતી તો વધારે ઉત્સુક બની રહી હતી.
" અભિષેક આ કંપની નો સૌથી હોશિયાર એમ્પ્લોઇ છે. આમ જોવા જઈએ તો કંપની નો લગભગ બધો વહીવટ એના જ હાથમાં છે એમ કહી શકાય. સિનિયર પોઝિશન પર હોવા છતાં હંમેશા બધા સાથે એકદમ શાંતિથી અને પ્રેમથી જ વ્યવહાર કરે છે. કંપની ની બહાર ની બધી જ મીટીંગ અભિષેક જ સંભાળે છે. હેન્ડસમ છે ઇન્ટેલિજટ છે બધા કામ માં એકદમ પરફેક્ટ છે." માનસી પોતાના હાથમાં રહેલી ચમચી દાળમાં ફેરવતા બોલી રહી હતી.
" ઓહ.... કોઈ માણસ બધા જ કામ માં કેમ પરફેક્ટ હોઈ શકે..??" નિયતી પણ અભિષેક ના વખાણ સાંભળી નવાઈ પામી હતી.
" યા... યુ આર રાઈટ...બટ હિ ઈઝ!!" માનસી છાસ પીતા બોલી.

જ્યારે નિયતી પોતાનું લંચ પૂરું કરી પોતાના ટેબલ પર આવી ત્યારે અભિષેક ને એક અલગ જ નજરથી જોઈ રહી હતી. અભિષેક નો લુક જોઈ તો પહેલેથી જ ઇમ્પ્રેશેડ હતી હવે માનસી પાસેથી વખાણ સાંભળી એકદમ દીવાની બની ગઈ હતી.
" નિયતી....નિયતી.....!! આર યુ ઓલ રાઈટ..???" નિયતી ને પોતાની જગ્યા એ ઊભેલી જોઈ અભિષેકે પૂછ્યું.
" યસ... આઈ એમ ફાઈન..!!" અભિષેક નો અવાજ સાંભળી નિયતી ને ભાન થયું કે એ ક્યારની અભિષેક સામે જોતી ઉભી હતી. નિયતી ફટાફટ પોતાની જગ્યા પર બેસી ગઈ.
*
વીકી અત્યારે પણ નિયતી ના ચહેરા પર ચમક જોઈ શકતો હતો. એવું લાગી રહ્યું હતું જાણે અભિષેક અત્યારે પણ નિયતિની આંખોની સામે જ છે અને નિયતી તેને જોઈ ને જ બોલી રહી હોય. વીકી હજુ પણ નિયતી નો હાથ પોતાના હાથમાં લઈને જ બેઠો હતો.



To be continue......


Thank you
⭐⭐⭐⭐⭐