એક પંજાબી છોકરી - 35 Dave Rup દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પંજાબી છોકરી - 35

સોહમના મમ્મી કહે છે હા તમે બંને સાવ શાંત નદી જેવા છો. તમે થોડા મજાક મસ્તી કરો.સોહમ કહે છે મમ્મી બસ પણ કરો હવે સોનાલી બોર થઈ જશે તમારી વાતોથી.આ શબ્દ સાંભળી સોનાલીને ખૂબ જ ગુસ્સો આવે છે તે કહે છે કેમ સોહમ શું હું આંટીને આજે પહેલી જ વખત મળી છું?તો આંટીની મજાકને હું સિરિયસ લઈ લઉં.તે મને સાવ એવી સમજી છે કે હું મારી મા સમાન આંટીથી નારાજ થઈ જાઉં.તો તને કહી દઉં હું તારા જેવી જરા પણ નથી.તું વર્ષો પહેલાંની મારી એક ભૂલની સજા મને આજ સુધી આપતો આવ્યો છે.સોહમ વચ્ચે બોલવાની કોશિશ કરે છે પણ સોનાલી તેની કોઈ વાત સાંભળતી નથી.તે બોલ્યા જ કરે છે.સોહમ મારી ભૂલ મેં કબૂલ કરી તારી પાસે માફી માંગી હતી પણ તે આજ સુધી મને માફ નથી કરી આપણી આટલી સુંદર દોસ્તીને તું એક નાનકડી ભૂલ માટે સાવ ભૂલી ગયો.હવે હું ગમે તેવા દર્દમાં કે દુઃખમાં હોય તું પૂછવા પણ નથી આવતો કે સોનાલી તું ઠીક છે કે નહીં? સોનાલીને જાણે વર્ષોથી ભરી રાખેલા પોતાના ગુસ્સાને આજે ખરી રીતે વરસાવવાનો મોકો મળ્યો હોય તેવું લાગે છે અને સોનાલી lના એક એક શબ્દમાં દર્દ હતું જે સોહમ મહેસૂસ કરી શકતો હતો. સાચે જ સોહમ એ સોનાલીને એકલી છોડી દીધી હતી.તે હવે જોતો પણ નહોતો કે સોનાલી ક્યાં છે?,શું કરે છે?,ખુશ છે કે નહીં?

સોનાલીની વાતોથી સોહમને ખૂબ જ દુઃખ થાય છે પણ સોનાલી આજે સાચી હતી તેથી સોહમ કંઈ જ બોલી શકતો નથી.તેને ખુદથી નફરત થવા લાગે છે સોનાલીના શબ્દોના ઘા એટલા ખતરનાક હતા કે સોહમની આંખમાંથી આંસુ વહી છલકાઈ રહ્યા હતા. જે સોહમ પોતાના ગોગલ્સની પાછળ છૂપાવી રહ્યો હતો,પણ સોહમના મમ્મી આ દર્દ સારી રીતે સમજી શકતા હતા.સોહમ પાસે આજે સોનાલીને આપવા માટે કંઈ જ નહોતું.સોનાલી ખુદ પણ રડતી હતી પણ સોહમના મમ્મી કે સોહમ કોઈમાં અત્યારે એટલી હિંમત નહોંતી કે તે સોનાલીના આંસુ લૂછી શકે.સોનાલીનું ઘર આવતા તે ભારે હૈયે છતાં આંસુ લૂછતાં લૂછતાં જતી રહે છે.સોહમ પોતાના ઘરની અંદર કાર પાર્ક કરી દે છે અને ઝડપથી પોતાના રૂમમાં જતો રહે છે.

સોહમના મમ્મીને લાગતું તો હતું જ કે સોહમને સોનાલી વચ્ચે લડાઈ થઈ છે પણ આ લડાઈ ઘણાં સમય પહેલાથી ચાલી રહી છે તે નહોંતા જાણતા.સોનાલી ઘરમાં જવાની હિંમત કરી શકતી નહોતી.વીર અને તેની ફેમીલી પહેલેથી જ ઘરે પહોંચી ગઈ હતી તેથી સોનાલી બહાર જ બાકડા પર બેસી જાય છે અને ખૂબ રડે છે.સોહમ પણ પોતાના રૂમમાં જઈ રડે છે અને સોનાલીની આજની વાતો યાદ કરે છે તેને પોતાની ભૂલ સમજાય છે એટલે તે વધુ દુખી થાય છે ને ખુદની જાતથી તેને નફરત થઈ જાય છે કારણ કે સોહમ સોનાલીને ખૂબ જ પ્રેમ કરે છે.સોહમનો પ્રેમ ક્યારેય સોનાલી માટે ઓછો નહોતો થયો પણ સોનાલીની વાતોથી હર્ટ થઈને પોતે સોનાલીથી સાવ દૂર થઈ ગયો હતો તેને ખુદની જાતને પ્રોમિસ કર્યું હતું કે પોતે સોનાલીને ક્યારેય દુખી નહીં કરે,તે હંમેશાં સોનાલીનો સાથ આપશે અને સોનાલીની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દે પણ આજે તેના લીધે જ સોનાલીની આંખો છલકાઇ હતી.

સોનાલી માંડ હિંમત કરી આંસુ લૂછી ઘરમાં જાય છે તેને કારમાં સોહમ સાથે હતી ત્યારે મયંકના મેસેજનો રીપ્લાય નહોતો કર્યો તેથી મયંકને સોનાલીની ખૂબ ચિંતા થતી હતી પણ તે સોનાલીને કૉલ પણ નહોતો કરી શકતો.તેથી તે સોહમને કૉલ કરવાનું વિચારે છે તે જાણતો હતો.સોનાલી સોહમની કારમાં બેસી ઘરે ગઈ હતી.તે સોહમને કૉલ કરે છે પણ સોહમ અત્યારે કોઈ સાથે વાત કરી શકે તેવી હાલતમાં નહોંતો તેથી તે કૉલ ઇગ્નોર કરે છે.મયંકને વધુ ચિંતા થવા લાગે છે કે સોનાલીને સોહમ ઠીક તો હશે ને.તે ઘણી વાર સુધી વિચારે છે પછી કપડાં બદલાવીને ચૂપચાપ કોઈ તેના ઘરમાંથી જાગી ન જાય તે રીતે બહાર નીકળી જાય છે.સોહમના મમ્મી સોહમ પાસે આવે છે.

સોહમના મમ્મી સોહમને શું કહેશે?
મયંક મોડી રાત્રે ચોરી છૂપીથી ક્યાં જતો હશે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.