સંગ્રામ નો એક પડાવ - ભાગ 1 Vishnu Dabhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

સંગ્રામ નો એક પડાવ - ભાગ 1

પ્રસ્તાવના.......

કોઈપણ રસ્તો ગમે તેટલો લાંબો કેમ નાં હોય પણ તેનો અંત તો હોય જ છે. ઘણી વખત મુસાફરી દરમિયાન રસ્તા પર ભૂલા પડી ને આપણે ઘણા લોકો ને રસ્તા વિશે પૂછ પરછ કરતા હોઈએ છીએ. લોકો નું માર્ગદર્શન તો મળી રહે છે પણ અંત માં તો આપણે જ તે રસ્તા પર ચાલી ને આપણા નક્કી કરેલા લક્ષ્યસ્થાને પહોચવું પડે છે.
એવી જ રીતે અહીં પણ કંઇક એવું જ બને છે. જેમાં એક પરદેશી યુવક ધ્રુવ નામે પાત્ર છે. જેની સાથે ગાઢ મિત્ર સંજની હોય છે.તેમજ તેમની સાથે ધ્રુવ નાં ચારેક મિત્રો હોય છે. તેઓ ઘર થી યાત્રા પર નીકળી પડે છે અને તે એક વૃક્ષ પાસે આવે છે અને અચાનક અદ્રશ્ય થઈ જાય છે અને જંગલ માં પહોંચે છે. ત્યા તેઓ ગરાસિયા આદિવાસીઓનો તીક્ષ્ણ હથિયારો નાં પ્રહાર થી બચે છે, આગળ જતાં મધુમાખીઓ નાં ડંખ નો સામનો કરવો પડે છે. ત્યાં થી ઘણી મહેનત કરી ને તે જંગલ માંથી બહાર નીકળે છે. જંગલ ની બહાર એક નવી મુસીબત તેમની રાહ જોઈ રહી હતી. એક વિશાળ સમુદ્ર.
તેમની પાસે પૂરતા ઓજારો નાં હોવા છતાં તેઓ એક નાવ બનાવે છે. અને તેઓ તે સમુદ્ર ને પાર કરવાની કોશિશ કરે છે પરંતુ તેમાં પણ તેઓને એક પછી એક નવી નવી મુસીબતો નો સામનો કરવો પડે છે. એમાં થી કોઈ પણ દોસ્ત ને નાવ ચલાવતા ન આવતું હતું..... એ સૌથી મોટી પરીક્ષા હતી .
એ બધી સમસ્યાઓ ને પાર કર્યા પછી જ્યારે ધ્રુવ ને ખબર પડે છે કે એની સૌથી સારી મિત્ર સંજની એના સિવાય અન્ય કોઈ ને પસંદ કરે છે ત્યારે ધ્રુવ ને આઘાત લાગે છે, પરંતુ બધા મિત્રો ને હેમખેમ ઘરે પહોચાડવા ની જવાબદારી ને લીધે તે કોઈ પ્રતિક્રિયા નથી કરતો અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરે છે,,
સફર બહુ લાંબી અને અડચણ ભરી હોવા છતાં બધા મિત્રો એકબીજા ને સહારો આપી ને અંતે તેને પાર પાડે છે....


ભાગ :- 1

રજા નાં દિવસો ની ઉજાણી....

ધ્રુવ ની કોલેજ પૂરી થઇ ગઈ હતી , એટલે તેમને ગરમી નાં દિવસો માં ચાલીસ દિવસ ની રજા મળી ગઈ.. ધ્રુવ છેલ્લા ચાર વર્ષથી લગાતાર અભ્યાસ કરી રહ્યો હતો ,એટલે ગરમી નાં દિવસો ની રજા મળવી એના માટે જેલ માંથી છૂટવા બરાબર હતું,
છેલ્લા દોઢ એક વર્ષ થી તો ધ્રુવ ને મિત્રો ને મળવાનો સમય જ નાં મળતો, એટલે રજા મળતા જ એમને સૌ પ્રથમ દોસ્તો ની યાદ આવી...
એટલે એને પોતાના નાં ફોન માં દોસ્તો નાં નંબર ડાયલ કર્યો, જેમાં શંકરે ફોન રિસિવ કર્યો,,
હેલ્લો કોણ? ... શંકરે ફોન ઉંચકતા જ પ્રશ્ન કર્યો,
" હું ધ્રુવ ધનંજય " ઉમળકા ભેર ધ્રુવે જવાબ આપ્યો ..
પછી બંને ની વાત ચાલુ થઈ , ઘર નાં સમાચાર થી લઈને છેક અભ્યાસ અને ગામ નાં સીમાડે......
ના ના હજુ વાત ક્યાં પૂરી થઈ એકબીજા એ દોઢ બે વર્ષ શુ શું કર્યું એ પણ તેમાં વણાઈ ગયું .....
પછી એકાએક શંકરે ધ્રુવ ને પ્રશ્ન કર્યો ....
અલ્યા ધ્રુવ તું બીજા મિત્રો ને કોલ કરે કે નહિ??
નાં યાર ,, કેટલાક મિત્રો એ કોન્ટેક્ટ નંબર ચેન્જ કરી દીધા છે કે શું ફોન લાગતાં જ નહિ... ધ્રુવ નો જવાબ
અરે મિત્ર તું ચિંતા નાં કર હું બધા ને કોન્ફરન્સ માં લઉં છું..... શંકરે ધ્રુવ ને કીધું .....અને શંકર ધ્રુવ ને હોલ્ડ કરી ને બીજા મિત્રો ને કોન્ફરન્સ કોલ કરે છે....

છ થી સાત મિત્રો જોડાય છે ને એમની વચ્ચે વાર્તાલાપ થાય છે... બધા જ મિત્રો ની એક જ ઈચ્છા હતી કે આપણે ઘણા સમયથી સાથે ફરવા નથી ગયા એટલે ક્યાંક સારી જગ્યાએ ફરવા જવા માટે નું આયોજન કરો ..
ધ્રુવ ને બહુ દિવસો ની રજા હતી એટલે એ સહમત થાય છે અંને શંકર પણ ઘરે જ હતો એટલે એ પણ ફરવા જવા માટે તૈયાર થાય છે,,,
અને બધા ભેગા મળી ને ફરવા જવાનું આયોજન કરે છે.





ક્રમશ.......