પ્રેમ અને પ્રામાણિકતા JAYDEEP NAGRAJ PARMAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મથુરા, વૃંદાવન

    મથુરા, વૃંદાવનમથુરા શ્રીકૃષ્ણ જન્મસ્થાન, વૃંદાવન કસી ઘાટ, પ્...

  • સરપ્રાઈઝ

    *સરપ્રાઈઝ* પ્રેક્ષાનો શ્વાસ રુંધાવા લાગ્યો. એ બેડ પર હાથ પછા...

  • ખજાનો - 35

    ( આપણે જોયું કે લિઝા,જોની, સુશ્રુત અને હર્ષિત માઈકલને બચાવવા...

  • હમસફર - 25

    રુચી : હું ખુશ છું કે તને તારી ભૂલ સમજાણી અને પ્લીઝ આવું ક્ય...

  • ભીતરમન - 37

    મેં માએ કહ્યા મુજબ બંગલામાં વાસ્તુ પૂજા કરાવી હતી, ત્યારબાદ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અને પ્રામાણિકતા

ડ્રાઈવર રવજીકાકા પેટ્રોલ ભરાવીને આવે ત્યાં સુધી રેશ્મા પેટ્રોલપંપની બહાર ઊભી હતી. રેશ્માની નજર ત્યાં ખુણે બેસેલા એક વૃદ્ધ ભીખારી પર પડી. જે ભીખારીનો એક પગ ન્હોતો બાજુમાં એક ઘોડી પડી હતી અને સહેજ નજીકમાં એક અર્ધું તૂટેલું પાત્ર હતું જેમાં ત્રણ ચાર સિક્કાઓ હતા. એ ભિખારીને માથે થોડીક માખીઓ પણ બમણતી હતી. ભિખારીની આ દુર્દશા જોઈને રેશ્માને થયું લાવ અને કઈક આપુ જેથી એનો એક ટક સચવાઈ જાય.
રેશ્માએ પાકીટમાંથી વિશ રૂપિયાની નોટ કાઢીને એ ભિખારીના પાત્રમાં નાખી અને કીધુ કે...કાકા આ લઈ લેજો નહીંતર ઉડી જશે. ભીખારી એ આશીર્વાદ આપતા કહ્યું બેટા ઘણું જીવો.

એટલામાં રવજીકાકાએ હોર્ન વગાડ્યો અને રેશ્મા કારનો પાછળનો દરવાજો ખોલીને કારમાં બેસી ગઈ.

બીજા દિવસે રેશ્માએ રવજીકાકાને એ જગ્યા એ કીધુ.

રેશ્મા : કાકા કાકા... અહીં સાઈડમાં રાખજો
રવજીકાકા : પણ મેડમ આપણે કાલે જ પેટ્રોલ ભરાવ્યું. હજુ ત્રણ દિવસ નીકળી જશે.

રેશ્મા : ના કાકા પેટ્રોલ નથી ભરાવવનું, પેલા કાકા જે બેઠાં છે એમને આ પૈસા આપવા જાઉં છું.

રવજીકાકા : સારું.


રેશ્મા ફરી આજે વિશની નોટ કાઢીને કહે છે કાકા આ લઈ લેજો નહીંતર ઉડી જશે.
ભીખારી ફરી એજ આશીર્વાદ આપતા કહે છે ઘણું જીવો દિકરા...

આમ દરરોજ રેશ્મા એ ભિખારીનો ટક સાચવી લેતી.

આજે.... રેશ્માનો જન્મ દિવસ છે એટલે રેશ્મા ખૂબ ઉત્સાહમાં છે. એણે અરીસામાં જોઈને બુટ્ટી કાનમાં પહેરતા પહેરતા જ વિચારી લીધું હતું કે.. આજે એ કાકાને સો રૂપિયા આપીશ. એમણે જે ખાવું હશે તે ખાઈ લેશે.

રવજીકાકાએ ભીખારી નજીક કાર ઊભી રાખી અને રેશ્મા કારમાંથી ઉતરીને ભિખારીના પાત્રમાં સો રૂપિયા
મૂકતા કહે છે કે કાકા આ લ્યો આજે કઈક સારું ખાઈ લેજો. આજે મારો જન્મ દિવસ છે.
ભિખારીએ જ્યાં સોની નોટ જોઈ ત્યાં એનું હૃદય ભરાઈ ગયું અને એને દિલથી આશીર્વાદ આપ્યા એક જા..દીકરા તારી બધી ઈચ્છાઓ પૂરી થશે.

રેશ્મા બસ આશીર્વાદની જ ભૂખી હતી.

રેશ્મા ત્યાંથી નીકળી જાય છે અને એ ભીખારી એના પાત્રમાંથી સોની નોટ લેય છે મે... નોટ નીચેથી ભિખારીને એક સોનાની વીંટી મળે છે. એ ભિખારીને થયું આ વીંટી તો પેલી છોકરીની જ હોવી જોઈએ. એના સિવાય કોઈ છોકરી અહીં આવી જ નથી. ભિખારી સીધો એક જ્વેલરીની દુકાને જઈને એ વીંટીનો ભાવ કઢાવે છે અને. સોની કહે છે કે બેતાલીસ હજારની છે આ વીંટી.

ભીખારી એ વીંટી લઈને ત્યાંથી નીકળી જાય છે. રેશ્માએ એ ભિખારીને એનું કાર્ડ આપેલું અને કીધુ હતું કે કાકા ગમે ત્યારે ભૂખ લાગે કે કઈક મદદ જોતી હોય તો નજીકમાં જ મારી ઓફિસ છે ત્યાં આવતા રહેજો. આ મારું કાર્ડ છે કોઈપણ વ્યક્તિને બતાવશો એટલે એ ત્યાં પહોંચાડી દેશે.

ભીખારી રેશ્માના આપેલા સો રૂપિયાથી જ રિક્ષા કરાવીને રેશ્માની ઓફીસે પહોંચે છે.

આ તરફ રેશ્મા એની ખોવાયેલી વીંટીને લઈને ખૂબ જ પરેશાન હતી.

રેશમની ઓફીસનો વોચમેન એને અંદર જવા નથી દેતો અને આ દ્રશ્ય તરફ રેશ્માનું ધ્યાન પડે છે એ તરત જ ઓફિસની બહાર આવી એ ભિખારીને એકદમ હાવ ભાવ બદલીને પૂછે છે કે કાકા શું થયું વધારે પૈસા જોઈએ છે? કે ભૂખ લાગી ? કંઈ મદદ જોઈએ છે? બોલો ?.

ત્યાં ભીખારી કહે છે કે બેટા કદાચ આ તારી વીંટી છે ....તે મને પૈસા આપ્યા ત્યારે પડી ગઈ હશે ... હું બસ એ જ આપવા આવ્યો છું.
વીંટી ને જોતા જ રેશ્મા ખૂબ જ ખુશ થઈ ગઈ અને.... ઉત્સાહથી એ ભિખારીને પાંચસો રૂપિયાની નોટ આપે છે પણ ભીખારી એ નથી લેતો અને કહે છે કે દીકરા....

બસ તું જે મને મારા હકના વિશ રૂપિયા આપે છે એ રોજ આપજે અત્યારે મારે આ નથી જોતા.

ભિખારીની ઈમાનદારી જોઈને રેશ્મા રડી પડે છે. એ વીંટી રેશ્માના બોયફ્રેન્ડ સાગરની પહેરાવેલી હતી.જે સાગરની છેલ્લી નિશાની હતી. સાગરનું થોડાક જ મહિના પહેલા એક રોડ એકસીડન્ટમાં દેહાંત થયું હતું. ત્યારથી રેશ્મા એકલી જ જીવવાનું પસંદ કરતી.

આજે પણ રેશ્મા એ ભિખારીને ક્યારેય ભૂખ્યો નથી રહેવા દેતી.