કેમ છો મિત્રો , હું માનસી આજે જ્યારે વરસાદ આવ્યો તેને જોઈ ને મારા મન માં નાનપણ માં જે વરસાદ માં કરેલી મજા હતી તેની જલખ ઉમટી આવી,
તેથી આ એક ટૂંકી વાર્તા તમારા સુધી પોહચાડવા માંગુ છું , આ વાર્તા નહિ પણ તમારા નાનપણ ના વરસાદ સાથે તમે વિતાવેલા એ અમૂલ્ય ક્ષણો ની જલખ દેખાડવા નો રસ્તો છે ,
તો ચાલો એક જલખ્ જોતા આવીએ તમારા નાનપણ ના દિવસ ની...........
વરસાદ સામે બેસવું એટલે મન માં રહેલી બધી જ તકલીફો થોડા પલ માટે શાંત થયી જવી , શાંતી અને સુકુન છવાય જાય છે આપડી અંતર આત્મા ની અંદર.
વરસાદ ના ટીપાં જમીન ઉપર પાડવા નો અવાજ કાન ને ખૂબ સાંભળવો ગમે છે , એ સુહાવનું વાતાવરણ અને એ ઠંડી ઠંડી હવા ની વાતી લેહરો
શરીર ને ચિંતા મુક્ત બનાવી દે છે ,
વરસાદ માં મોર ની કળા જોવાની મજા જ અલગ છે કોયલ નું ગીત વરસાદ ને જોઈ ને ચાલુ થયી જાય છે ,
માણસ જ નઈ વરસાદ ને જોઈ ને પશુ પંખી જાનવર માં પણ ઉમંગ છવાય જાય છે
યાદ છે તમને પેહલા વરસાદ માં નાહવા ની કરેલી જીદો અને મમ્મી કહે છે ના નવાય પેહલા વરસાદ માં બીમાર પડી જઈશ તો....
અને તો પણ આપડે ક્યાં માનવા ના હતા ગમે એમ કરી ને મમ્મી ને મનાવી ને ભાગતા વરસાદ માં નાહવા જવા માટે ,
એ મિત્રો ને પાણી ઉડાડવા ની મજા અને વરસાદ ના પાણી માં છબછબીયા કરવા નો એ અનેરો આનંદ આવતો ,
આજે પણ ક્યારેક ક્યારેક આ દિવસો યાદ આવી જાય છે , અને જ્યારે પાછા ઘરે આવીએ એટલે છીંકો ખાવા નું ચાલુ થયી જાય ,
અને મમ્મી નું કેહવુ ઉભોરે તું અંદર ના આવતો આખા ઘર માં પગલાં કરીશ,
અને છીંકો આવા નું ચાલુ થયી ગયું કીધું તું ને પેહલા વરસાદ માં ના નવાય.... એ મમ્મી ના ગુસ્સા માં પણ પ્રેમ હતો કાશ એ દિવસો પાછા આવી જાય.
અને પછી મમ્મી આદુ નાખી ને ગરમા ગરમ ચા બનાવે આ હા હા હા , એક તો વરસાદ અને એમાંય આદુ વાળી ચા એટલે તો જન્નત સુધી જવા નો રસ્તો મળી ગયો લાગે ,
સાંજે પપ્પા નું ઘરે આવું અને ટીવી ચાલુ કરી ને બેસવું , અને વરસાદ ના કારણે ટીવી માં નો સિગ્નલ નું આવવું😂. ટીવી જોવાનો નું ના થયું તો શું થયું પપ્પા ના કેહવાં પર રાત્રે જમી ને ચાલવા નીકળવું,
વરસાદ ના કારણે જે આજુ બાજુની જગ્યા લીલી છમ થયી જતી , એમાં ચાલવા જવા ની મજા જ અલગ હતી , અને પછી રાત્રે સૂવા જવું , અને પાછો ધોધમાર વરસાદ આવી જવો
ત્યારે યાદ છે આપડે ભગવાન ને પ્રાથના કરતા કે હે ભગવાન વરસાદ સવાર સુધી આવે અને સ્કૂલ માં છુટ્ટી થયી જાય ,
પણ વરસાદ પણ ત્યારે આપણે દગો આપતો હતો , સ્કૂલ જવા ના ટાઈમ પર જ બંધ થયી જાય, યાદ છે ચોથા ધોરણ માં પાઠ આવતો ગુજરાતી માં લૂચચો વરસાદ કોને કોને યાદ છે??
અને પછી પરાણે જ સ્કૂલ માટે રેડી થવું અને રેન કોટ પેહરી ને સ્કૂલ જવું , અને સ્કૂલ માં વરસાદ ને બારી માંથી જોવા ની મજા જ અલગ હતી , ત્યારે ભણવા માં પણ મન નહોતું બસ વરસાદ માં નાહવા ના વિચારી ચાલતા.
સ્કૂલ માં વરસાદ ના કારણે ઘણી વાર લાઇટ જતી રેહવી અને ટીચર પણ ભણાવા નું છોડી દેતા , ત્યારે મિત્રો મિત્રો ભેગા થયી ને વાતો ના ગપ્પા મારવા આજે પણ યાદ આવે છે,
વરસાદ માં પલળતા પલળતા ઘરે આવવું અને ઘરે આવી ને ગરમા ગરમ ખાવા નું ખાતા ખાતા ન્યૂઝ માં જોવું ભારે વરસાદ ના કારણે સ્કૂલો માં આવી છુટ્ટી આ ન્યૂઝ સાંભળી ને જે આનંદ થતો એ ગજબ હતો😁
અને વરસાદ હોય ને ચા અને ભજીયા ના બને તેવું તો એકેય ઘર માં થયું નહી હોય , વરસાદ જોયો નથી કે ભજીયા ની યાદ આવી નથી , અને પછી નીચે ફૂલ રેકેટ રમવું ઠંડા વાતાવરણ માં😄
તો કઈક આવા હતા મારા નાનપણ ના દિવસો વરસાદ સાથે , તમને તમારા નાનપણ ના દિવસો પણ યાદ આવી ગયા હસે આ વાર્તા સાંભળી ને.😊